________________
ઉત્તર : સિદ્ધાંત-શાસ્ત્રમાં આ અંગે કોઇ દિવસ-નિયમ સાંભળવા મળ્યો નથી. પરંતુ નવા દાણા જુના દાણા આદિ રૂપ દ્રવ્ય, સ્નિગ્ધ-રુક્ષ આદિ ક્ષેત્ર, વર્ષાકાળ, શીતકાળ, ગ્રીષ્મકાળ આદિ રૂપ કાળ અને તેવા-તેવા પરિણામ આદિ રૂપ ભાવ આ દ્રવ્યાદિ ચાર વિશેષને અપેક્ષીને પખવાડિયું-મહિનો વગેરે મર્યાદા સુધી જો વર્ણ, ગંધ, રસ વગેરેમાં ફેરફાર નહીં થાય અને ઇયળ વગેરે જીવાત નહીં પડે, તો વાપરી શકાય. (વર્ણાદિમાં વિકાર આવે કે ઇયળ આદિ જીવાત પડી જાય, તો ત્યારથી જ કહ્યું નહીં.).
સાધુને સત્ (સાથવો-શેકેલા ધાન્યનો લોટ) સંબંધી જયણા અંગે બૃહકલ્પભાષ્યમાં એમ કહ્યું છે કે – જે દેશ વગેરેમાં સાથવામાં જીવોની સંસક્તિ (= ઉત્પત્તિ) થતી હોય, તે દેશ આદિમાં તે સાથવો ગ્રહણ કરવો નહીં. ચાલે એમ હોય જ નહીં, તો તે દિવસે બનાવેલો સાથવો જ લેવો. એટલાથી ચાલી શકે એમ ન હોય, તો આગલા દિવસે બનાવેલો, તો પણ ન ચાલે, તો એના આગલા દિવસે બનાવેલો એ રીતે જુદા જુદા પાત્રામાં ગ્રહણ કરવું.
ચાર દિવસ કે તેથી વધુ જુનો સાથવો બધો એક સાથે ગ્રહણ કરી પછી આ પ્રકારે વિધિ કરવો - નીચે રજસ્ત્રાણ – સુતરાઉ ઝીણું કપડું પાથરી તેની ઉપર પાત્રાઓ માટેનું ઉનનું કપડું પાથરી એના ઉપર સાથવો પાથરવો. પછી એ ઉનના કપડાને ઉપર તરફ એક તરફ કરી સાથવાને એક તરફ લઇ જવો. જે ઇયળો પેલા કપડાને વળગેલી હોય, તે જયણા પૂર્વક લઇ બીજા ઠીકરા જેવા વાસણમાં મુકવાં. પછી ફરીથી બીજી તરફ ઊંચું કરી સાથવાને બીજી તરફ લઇ જવો. ફરી જે ઇયળો, જ્યાંથી સાથવો ખસેડ્યો, તે તરફ ચોંટેલી દેખાય, તો જયણા પૂર્વક લઇ પેલા ઠીકરા જેવા વાસણમાં મૂકવી. આ રીતે નવ વાર કરવું. એમ નવ વાર પડિલેહણ કરતાં જો કોઇ ઇયળ વગેરે જીવો નહીં દેખાય, તો તે વાપરવા યોગ્ય બને છે. જો ઇયળ વગેરે દેખાય, તો ફરીથી નવ વાર એ રીતે પડિલેહણ કરવું. છતાં જો દેખાય, તો ફરીથી નવ વાર કરવું (કુલ ૨૭ વાર થયું.) જો જીવાત વગરનું શુદ્ધ થાય, તો જ વાપરવું. આમ ત્રણ ત્રણ વાર નવ વખત જોવા છતાં જો જીવાત દેખાયા કરે, તો પરઠવી દેવું. ચાલે એવું ન જ હોય, તો ફરીથી આ રીતે ત્રણ ત્રણ વાર નવ વખત કરી, તે પછી શુદ્ધ દેખાય, તો જ વાપરવું. જે ઇયળો નીકળી, તે ઘર પાસે ફોતરાઓનો ઢગલો હોય, ત્યાં જયણાપૂર્વક મૂકી આવવી. એ ન મળે, તો ઠીકરામાં થોડો સાથવો નાખી, એમાં ઇયળોને મુકી એમને પીડા ન થાય એવા સ્થાને મુકી આવવું. આ સમગ્રવિધિ બીજી રીતે બીજી નિર્દોષ ગોચરી મળી શકે એમ ન હોય, ત્યારે જ કરવાની છે. જૈનશાસનમાં જીવદયાને જયણાનું કેટલું મહત્ત્વસ્થાન છે, એ પણ અહીં જણાઈ આવે છે. (ગૃહસ્થોએ વટાણાવગેરેમાં નીકળતી ઇયળઅંગે આવી જયણા કરવી. વટાણાના દાણામાં ઇયળને રહેવા દઇ એના ઉપર ફોતરું ઢાંકી એ ઠીકરાવગેરેમાં મુકી છાયાવાળા-પંખીવગેરે ન આવે એવા સ્થાને મુકી દેવા. ચોખામાં નીકળતી ઇયળોમાટે ચોખાના થોડા દાણામાં ઇયળો રાખી ફોંતરા વગેરેથી ઢાંકી ઠીકરાવગેરેમાં મુકી એવા સ્થાને રાખી આવવા. ઘઉંમાંથી નીકળતા ધનેરાઅંગે પણ એ રીતે સમજવું. માથામાંથી નીકળતી જુ માટે પોતાના માથાના થોડા વાળ તોડી એમાં જુ રાખી એને સુંવાળા કપડામાં રાખી એકાંત સ્થાને મુકી આવવા. માંકડમાટે લાકડાનું સ્થાન જોવું.)
ભક્ષ્યાભઢ્ય વિચાર પકવાન્નઆદિ અંગે વિધિ બતાવે છે – બધી જાતના પકવાન્ન વર્ષાકાળમાં બન્યાના પંદર દિવસ, શિયાળામાં ત્રીસ દિવસ અને ઉનાળામાં વીસ દિવસ સુધી કહ્યું છે. કેટલાક આચાર્ય ભગવંતો “આ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૭