________________
સંબંધી ગાથા કોઇ ગ્રંથમાં દેખાતી નથી’ એમ કહી ને પોતાનો મત બતાવતા કહે છે - જ્યાં સુધી ગંધરસ વગેરેમાં ફેરફાર થવા આદિ રૂપે એ મીઠાઇ વગેરે નાશ ન પામે, ત્યાં સુધી કહ્યું. - જો મગ-અડદ વગેરે દ્વિદળ કાચા (બરાબર ગરમ કર્યા વગરના) દૂધ-દહીંમાં પડે, તો ત્રસ જીવોની ઉત્પત્તિ કહી છે. એ જ રીતે દહીંમાં પણ એ બે દિવસથી વધુ રહે, તો ત્રસ જીવ પડે છે. કેટલાક અહીં ત્રણ દિવસનો પાઠ બતાવે છે, પણ તે બરાબર લાગતો નથી, કેમકે પૂજ્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સ્વયં - ‘બે દિવસ પસાર થયેલું દહીં' ઇત્યાદિ રૂપે ત્યાં ત્રસ જીવ ઉત્પતિ કહી છે. જે ધાન્યના વચ્ચેથી બે સરખા ફાડચા થાય તે દ્વિદળ કહેવાય. આવા જે દ્વિદળને પીસવામાં આવે, તો તેલ નીકળતું નથી - તેલ વિનાના છે – ચીકાશ વિનાના છે, તે જ દ્વિદળ ગણાય. જેના બે ફાડચા થઇ શકતા હોવા છતાં પીસતા એમાંથી તેલ નીકળે છે, તે અહીં સીંગવગેરે દ્વિદળ ગણવાના નથી.
આગલા દિવસના રાંધેલા દ્વિદળ, પૂરી વગેરે અથવા માત્ર પાણીમાં રાંધેલા ભાત વગેરે તથા બીજું પણ કોહવાઈ – ખોરું થઈ ગયેલું અન્ન, ફુગ લાગી હોય એવા ભાત-મીઠાઇ વગેરે આ બધું અભક્ષ્ય છે. તેથી ત્યાગ યોગ્ય છે. બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું સ્વરૂપ આ ગ્રંથકારે રચેલા શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાંથી જાણી લેવું. (અન્યત્ર પણ એ અંગે પ્રકાશ પાથરવામાં આવ્યા છે.)
વિવેકીએ અભક્ષ્યની જેમ જ બહુ બીજવાળુ હોવાથી, જીવથી વ્યાપ્ત હોવાથી વગેરે વગેરે કારણોથી રીંગણા, કાચી માટી, ટિંબરું, જાંબુ, બીલું, લીલા પીલું, પાકા કરમદા, ગુંદીફળ(ગુંદા), પીચ, મહુડા, આંબા વગેરેના મહોર, શેકેલા ઓળાં, મોટા બોર, કાચા કોઠીંબડા, ખસખસ, તલ, સચિત્ત મીઠું વગેરે પણ તજવા જોઇએ. તે જ રીતે લાલ વગેરે વિચિત્ર રંગવાળા પાકા ગોલા, કંકોડા, ફણસ ફળ વગેરે તથા જે દેશ વગેરે સ્થળે લોકોમાં જે વિરુદ્ધ ગણાય, તે સ્થળે તે કડવી તુંબડી, કોળું વગેરે પણ ત્યજવા યોગ્ય છે, નહિંતર જૈનધર્મની હિલના - નિંદા થવી વગેરે દોષો લાગે છે.
બીજાના ઘરે રાંધેલા હોવાથી કે અન્ય રીતે અચિત્ત કરેલા અભક્ષ્ય કે અનંતકાય વાપરવાનો પ્રસંગ આવે, તો ટાળવો. (આમાં આપણે કોઇ વિરાધના કરી નથી ને હવે અચિત્ત છે, તેથી વાપરવામાં શો વાંધો? એવું વિચારીને પણ એ આરોગવું નહીં. કેમકે) એક વાર બીજે ઘરે પણ વાપર્યું ને જીભને ભાવી ગયું, તો પછી એ અભક્ષ્યાદિના ભોજન પ્રત્યે સૂગ નહીં રહે. ભોજન સહજ થઇ જશે. વળી, એકને જોઇ બીજો પણ લે એ રીતે અને પોતે પણ પછી એ રીતે વારંવાર લેતો થાય એ રીતે એવા પ્રસંગો વધતા જવાની પણ સંભાવના છે. તેથી જ રાંધેલા કે ઉકાળેલા આદુ, સુરણ, રીંગણા વગેરે અચિત્ત હોવા છતાંએ બધાનો ત્યાગ કરવો, નહિંતર ઉપર કહ્યું છે તેમ વારંવાર તેવા પ્રસંગો થવા વગેરે દોષો લાગે. મૂળાના મૂળથી માંડી પાંદડા સહિત પાંચેય અંગ વર્યુ છે. સુંઠ વગેરે શુષ્ક અવસ્થામાં અચિત્ત તો છે જ. સાથે નામમાં અને સ્વાદમાં ભેદ પડતો હોવાથી (ઔષધ હેતુ) કલ્પ છે.
સચિત્ત-અચિત્ત પાણીઅંગે વ્યવહાર ગરમ પાણી ઉકાળતી વખતે ત્રણ વખત ઉબાળા ન આવે ત્યાં સુધી મિશ્ર છે, પછી અચિત્ત. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે – જ્યાં સુધી ઉકળતી વખતે ત્રણ ઉબાળા ન આવે, ત્યાં સુધી પાણી મિશ્ર છે, પછી અચિત્ત થાય છે. ઘણા મનુષ્યો અવરજવર કરતાં હોય, એવા ગામ વગેરેમાં વરસાદ પડવા માત્રથી એ પાણી મિશ્ર છે, ભૂમિ સાથે પરિણામ પામ્યા પછી અચિત્ત. જંગલની ભૂમિમાં જે પડે છે, તે ૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ