________________
જમીન પર પડવા માત્રથી મિશ્ર થાય, પણ પછી પડતું પાણી સચિત્ત ગણાય છે.
ત્રણ આદેશને છોડી (ત્યાં બતાવેલા ત્રણ મતને છોડી) ચોખાના ધોવણનું પાણી ડહોળાયેલું હોય, ત્યાં સુધી મિશ્ર અને પછી અત્યંત સ્વચ્છ દેખાય, ત્યારે અચિત્ત ગણાય છે. અહીં ત્રણ આદેશો-મતો પણ બતાવે છે. (૧) કેટલાક કહે છે – ચોખાનું ધોવણ પાણી ચોખાના વાસણમાંથી બીજા વાસણમાં નાંખવામાં આવે, ત્યારે એ બીજા વાસણમાં ત્યાંથી ઉડીને જે બિંદુઓ વાસણની બાજુઓમાં બિંદુ તરીકે બાઝે છે, તે બિંદુઓ જ્યાં સુધી સુકાઇ ન જાય, ત્યાં સુધી એ પાણી મિશ્ર છે. (૨) બીજા મતે આ રીતે બીજા વાસણમાં નાખતી વખતે જે પરપોટા થાય છે, તે પરપોટા જ્યાં સુધી પાછા વિલય ન પામે, ત્યાં સુધી એ પાણી મિશ્ર. અને (૩) ત્રીજા કહે છે કે આ રીતે બીજા વાસણમાં પાણી ખાલી કર્યા પછી ચોખાને રાંધવા ચૂલે ચઢાવે, જ્યાં સુધી એ ચોખા સીઝે નહીં, ત્યાં સુધી પેલું પાણી મિશ્ર (એટલે કે ચોખાને સીઝવા માટે જેટલો સમય જોઇએ એટલા સમય સુધી પેલું ધોવણનું પાણી મિશ્ર રહે છે.)
આ ત્રણે મત બરાબર નથી, કેમકે બીજા જે વાસણમાં એ પાણી ખાલી કરાયું, તે અત્યંત રુક્ષ હોય તો બાઝેલા બિંદુઓ તરત શોષવાઇ જાય ને સુકાઇ જાય... એ વાસણ ભીનું હોય, તો એ બિંદુઓને સુકાતા વાર લાગે. પરપોટા પણ પવન આદિના કારણે શીધ્ર કે ધીમે વિલય પામે ને ચોખા પણ તીવ્ર અગ્નિ મળે તો જલ્દી સીઝે, નહિંતર ધીમે... એટલે આમાં કોઇ કાલ નિયમ રહેતો નથી. તેથી એ જ વાત ઉચિત છે કે જ્યાં સુધી એ પાણી અત્યંત સ્વચ્છ નહીં થાય, ત્યાં સુધી મિશ્ર.
છાપરાવાળા મકાનોમાં નેવાનું પાણી (વરસાદનું પાણી નેવામાં થઇ નીચે પડે, એ પાણી) સચિત્ત કે અચિત્ત? તેની વાત કરે છે – સૂર્યના તડકાથી તપેલા ને ઘરના ચુલામાંથી નીકળતા ધુમાડાથી વાસિત થયેલા નેવાના સ્પર્શથી વરસાદનું પાણી અચિત્ત થઇ જાય છે. તેથી એ અચિત્ત તરીકે લેવામાં કોઇ વિરાધના નથી. (સાધુએ અચિત્ત તરીકે એ પાણી શામાં લેવું? એઅંગે કહે છે –) કેટલાકના મતે સાધુએ પોતાના જ પાત્રમાં સીધું લઇ લેવું. પણ આચાર્યોનો મત છે કે એ મેલું હોવાથી પોતાના પાત્રમાં નહીં લેવું. ગૃહસ્થના કુંડી વગેરે વાસણોમાં એકઠું થયા પછી લેવું. (ક્યારે?) જ્યારે વરસાદ પડતો હોય, ત્યારે એ પાણી મિશ્ર છે. વરસાદ અટકી ગયા પછી અંતમૂર્હત પછી અચિત્ત થાય છે, તેથી ગ્રાહ્ય બને છે. પણ પાણી ચોમાસામાં અચિત્ત થયા પછી ત્રણ પ્રહર પછી પાછું સચિત્ત થાય છે. તેથી એ પહેલાં જ જો ચુના જેવો ખાર એમાં ભેળવી દેવામાં આવે, તો દીર્ઘ કાળ ચાલે પણ ખરા અને સ્વચ્છ પણ થાય. (આમ પિંડ નિર્યુક્તિ ટીકામાં કહ્યું છે)
(ચોખાને ધનેડા-ઇયળ વગેરેથી રક્ષવા દીવેલ વગેરે લગાડવામાં આવે. પછી જ્યારે ઉપયોગ કરવાનો અવસર આવે, ત્યારે એ દીવેલ વગેરે કાઢવા ધોવા પડે. એ જો ત્રણ-ચાર વાર ધોવામાં આવે તો) પહેલા ત્રણ વારના ધોવણનું પાણી ધોયા પછી થોડો વખત મિશ્ર રહે છે, ઘણો સમય ગયા પછી અચિત્ત થાય છે. પણ જો ચોથી વગેરે વાર પણ ધોવામાં આવે, તો એ ધોવણનું પાણી તો દીર્ઘકાળ પડ્યું રહે તો પણ સચિત્ત જ ગણાય છે. પાણી વગેરે અચિત્ત કેટલો કાળ રહે, તે વાત પ્રવચનસારોદ્ધાર ગ્રંથના દ્વાર ૧૨૬ના આધારે કરે છે....
બીમારવગેરે માટે રાખેલું ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી, ચોમાસામાં ત્રણ પ્રહર પછી સચિત્ત થાય છે. ઉનાળામાં વાતાવરણ અત્યંત રુક્ષ હોવાથી સચિત્ત શ્રાદ્ધવિધિ પ્રકરણ