________________
જીતી લીધો.
અરે ! આ તો મારી બેન અશોકમંજરી છે! આમ જાણીને તિલકમંજરી એના દુ:ખથી દુ:ખી થઇને રોવા માંડી. તાપસરૂપે જંગલમાં તમે કેવી રીતે રહ્યા હશો ! અરર ! આ પંખીરૂપે તમારી કેવી વિડંબના થઇ રહી છે ! હે મારી બેની ! પૂર્વભવે તમે કૌતુકથી કોઇને વિરહ કરાવ્યો હશે ને મેં એ બાબતની ઉપેક્ષા કરી હશે, તેથી જ આ ભવમાં આપણને આ વિરહવેદના આવી. પણ આ તમારું પંખીપણું કેવી રીતે દૂર થશે. આમ તિલકમંજરી ખેદ કરે છે, ત્યાં જ સાચો મિત્ર બનેલા ચંદ્રચૂડે પાણી છાંટીને પોતાની શક્તિથી એ હંસીને ફરીથી મનુષ્ય કન્યાનું રૂપ પ્રાપ્ત કરાવી દીધું. જાણે કે સાક્ષાત્ નવી ઉત્પન્ન થયેલી વાણીદેવી કે લક્ષ્મીદેવી હોય, એ રીતે શોભતી એને જોઇ તિલકમંજરી, કુમારવગેરે સહુને આનંદ થયો. બંને બેનો પરસ્પર પ્રેમના આવેશથી ભેટ્યા.
ત્યારે રત્નસારે મજાકથી તિલકમંજરીને કહ્યું – અમને અહીં ઇનામ મેળવવાનો અધિકાર છે. તેથી તમારે જે ઇનામ આપવાનું હોય, તે શીધ્ર આપો. લાંચ, ઔચિત્યદાન, ઋણછેદ (ઋણ ચુકવવામાં), હોડ (=શરત)નું ઇનામ, ધર્મ, રોગનાશ અને શત્રુનાશ આટલા કાર્યમાં કદી વિલંબ કરાય નહીં. ક્રોધના આવેશમાં, નદીના પૂરમાં પ્રવેશમાં, પાપકાર્યમાં, અજીર્ણ પછી ભોજનમાં, અને ભયના સ્થાનમાં વિલંબ કરવો શ્રેષ્ઠ છે.
ત્યારે લજ્જાવગેરેથી રોમાંચિત થયેલી તિલકમંજરીએ ભૈર્યથી કહ્યું - સર્વ રીતે ઉપકારી બનેલા આપને તો અમારે સર્વસ્વ આપવાનું હોય, એની શરૂઆતરૂપે આ દાન છે. એમ કહી પોતાનો મોતીનો હાર કુમારના ગળે આરોપ્યો. કોઇ પણ જાતની અપેક્ષા વિનાના પણ કુમારે એ ઇષ્ટતરફથી મળેલી ભેટ માની એનો સ્વીકાર કર્યો. પછી તિલકમંજરીએ પોપટનું પણ કમળવગેરેથી પૂજન કર્યું. તે વખતે ચન્દ્રચૂડે કહ્યું - હે કુમાર ! પહેલા ભાગ્યે અને હવે મેં તમને આ બંને કન્યા આપી છે. સારા કાર્યમાં વિલંબ નહીં કરવો.’ એ ન્યાયથી તમે હમણાં જ આ બંને કન્યા સાથે પાણિગ્રહણ કરો.
આમ કહી ચંદ્રચૂડદેવ ત્રણેને તિલકવૃક્ષોની ગહરાઇમાં લઇ ગયો. પોતે બીજા રૂપથી ચક્રેશ્વરીદેવી પાસે જઇ એના કાનમાં બધી વાત કરી. તેથી રત્નમંડિત દિવ્યવિમાનમાં અનેક દેવદેવીઓથી પરિવરેલી શ્રી ચક્રેશ્વરીદેવી પોતે પધાર્યા. રત્નસારકુમાર અને બંને કન્યા એમને ગોત્રદેવી માની પગે લાગ્યા. ચક્રેશ્વરીદેવીએ પણ કુલમહત્તરાની જેમ આશીર્વાદ આપ્યા. પછી ચકેશ્વરીદેવીએ જ બધી સામગ્રીઓ તૈયાર કરાવી એમનો લગ્નમહોત્સવ કર્યો. એમાં વરના વખાણ સાથે પોપટના વખાણ કર્યા. પછી દેવીએ દિવ્ય પ્રભાવથી ત્યાં સાત માળનો પ્રાસાદ બનાવ્યો. રત્નસાર પોતાની પત્ની સાથે દેવકુમારની જેમ સુખેથી સંસારસુખ ભોગવવા માંડ્યો. કેટલાક અન્ન તપસ્વીઓ જે સુખ મેળવવા ઉગ્ર તપસ્યા કરે છે, તે સુખ આ કુમારને સહજ પ્રાપ્ત થયા. શાલીભદ્રને પિતા દેવ તમામ ભોગસામગ્રી મોકલતા હતા એમાં તો પૂર્વભવીય પિતાતરીકેનો સંબંધ હતો. આ રત્નસારને ચક્રેશ્વરી દેવી તરફથી ભોગસામગ્રી પ્રાપ્ત થઇ એમાં તો એવો કોઇ સંબંધ પણ ન હતો, એ જ આશ્ચર્યકારી ઘટના કહેવાય ને એમાં તીર્થભક્તિવગેરેથી ઉદ્ભવેલું પુણ્ય જ કારણભૂત છે.
પછી એકવાર ચક્રેશ્વરીદેવીની આજ્ઞાથી ચંદ્રચૂડ દેવે બંને કન્યાના પિતા કનકધ્વજ રાજાને આ બનેલી સઘળી બીનાના સમાચાર આપી વધામણી આપી. અત્યંત ઉછળેલા પ્રેમથી રાજા પણ એ ત્રણેને
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૯૧