________________
પોકારો કરે છે. આ સુવર્ણરથ એટલો ઉંચો છે કે જેથી જાણે હાલતાં-ચાલતો મેરુપર્વત હોય એવો લાગે છે. (મેરુપર્વત પણ સોનાનો છે.) આ રથ સુવર્ણમય દંડપર લાગેલા ધ્વજ, છત્ર, ચામર વગેરેથી શોભી રહ્યો છે. આ રથ પ્રથમ ‘કુમારવિહાર” (કુમારપાળે બનાવેલું જિનાલય) ના દ્વારપર રાખવામાં આવે છે. મહાજન (નગરના આગેવાન શ્રાવકો) શ્રી પાર્શ્વજિનેશ્વરની પ્રતિમાને વિલેપન તથા ફુલના ઢગલાઓથી પૂજી પછી એ રથમાં સ્થાપે છે. પછી રથયાત્રા આરંભાય છે. એ વખતે વાજિંત્રોના નાદથી ગગનમંડળ ભરાઇ જાય છે. યુવતી વર્ગ હર્ષના અતિરેકથી નાચે છે. સામંતો અને મંત્રીઓ પણ એ રથયાત્રામાં જોડાય છે. એ રથ રાજાના મહેલ પાસે પહોંચે છે. ત્યારે કુમારપાળરાજા સ્વયં શ્રેષ્ઠ રેશમી વસ્ત્ર, સોનાના આભૂષણો વગેરેથી રથમાં રહેલા ભગવાનની પૂજા કરી ત્યાં વિવિધ પ્રકારના નૃત્ય વગેરે કરાવે છે. એ રાત ત્યાં જ રહી પછી સવારે રથ સિંહદ્વારથી બહાર નીકળી પટાંગણમાં આવે છે. આ પટાંગણ ફરફર થતી ધજા-પતાકાઓથી શોભી રહ્યો છે. ત્યાં સવારે રાજા રથમાં રહેલા પ્રભુજીની પૂજા કરે છે. પછી ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે જ આરતી ઉતારે છે. એ પછી હાથીઓથી જોડાયેલો એ રથ નગરમાં ફરે છે અને સ્થાને સ્થાને કપડાના ઊભા કરાયેલા વિશાળ મંડપોમાં રહે છે. વગેરે... આ રથયાત્રાની વાત થઇ.
તીર્થયાત્રાનું સ્વરૂપ વિધિ શ્રી શત્રુંજય, શ્રી ગીરનારજી વગેરે તીર્થો છે. એ જ રીતે શ્રી તીર્થકર દેવોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ અને વિહારના ક્ષેત્રો પણ તીર્થસ્વરૂપ ગણાય છે, કેમકે એ સ્થાનો પણ ઘણા ભવ્યજીવોના હૃદયમાં શુભ ભાવો ઉત્પન્ન કરાવી સંસારસાગરથી તારનારા બને છે. આ તીર્થમાં સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે અને જૈનશાસનની પ્રભાવના માટે વિધિપૂર્વક યાત્રા માટે જવું એ તીર્થયાત્રા છે. અહીં વિધિ આ છે...
સહુ પ્રથમ તો જ્યાંસુધી તીર્થયાત્રામાં રહેવાનું થાય, ત્યાંસુધી એકાહાર (એકાસણું), સચિત્ત પરિહાર, (સચિત્તનો ત્યાગ) ભૂધ્યા (ભૂમિપર સંથારો પાથરી સૂવું), બ્રહ્મચર્ય પાળવું વગેરે ગાઢ અભિગ્રહો લેવા જોઇએ. પાલખી, ઘોડા, પલંગવગેરેની વ્યવસ્થા હોય તો પણ યાત્રિક તરીકે જોડાયેલા પ્રૌઢ શ્રાવકે પણ શક્તિ પહોંચે તો ચાલીને જ યાત્રા કરવી. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે – યાત્રાઓમાં શ્રાવકે ૧) એકાહારી ૨) સમ્યગ્દર્શનધારી ૩) ભૂમિશયનકારી ૪) સચિત્ત પરિહારિ ૫) પદચારી ૬) બ્રહ્મચારી આ છ'રી પાળવી જોઇએ. લૌકિકગ્રંથોમાં પણ કહ્યું છે - વાહનનો ઉપયોગ કરે તો (તીર્થયાત્રાનું) અડધું ફળ નાશ પામી જાય. તીર્થમાં જનારે એકાસણું કરવું, ચંડિલ (=નિર્દોષ) ભૂમિપર સૂવું, અને (માસિકસ્રાવ)કાળે પણ બ્રહ્મચર્ય પાળવું.
એ પછી યથાયોગ્ય દાન(નજરાણું) આદિ કરી રાજાને સંતોષ પમાડી એમની અનુજ્ઞા લેવી. તીર્થયાત્રામાં સાથે રાખવા ભવ્ય રચનાવાળા દેરાસરો તૈયાર કરાવવા. વિનય અને બહુમાનપૂર્વક સ્વજનો તથા સાધર્મિકોને બોલાવવા. ભક્તિપૂર્વક સદ્ગુરુઓને પધારવા આમંત્રણ આપવું. અમારિપ્રવર્તન કરાવવું. દેરાસરવગેરેમાં મહાપૂજા વગેરે મહોત્સવ કરાવવા. જેમની પાસે ભાથું ન હોય, એમને ભાથું આપવું. વાહન ન હોય, તેઓને વાહન આપવા. નિરાધારોને સારા વાક્યો કહી અને વૈભવાદિ આપી આધાર-સહિયારો આપવો. “યથાયોગ્ય સાંનિધ્ય આપવામાં આવશે” ઇત્યાદિક ૨૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ