________________
ભાવક-જાવડ દષ્ટાંત સંભળાય છે કે ભાવડ શેઠને ઋણ સંબંધના કારણે પુત્ર થવા વગેરે પ્રસંગ બન્યા હતા. એમાં પ્રથમ પુત્ર દુ:સ્વપ્નથી સૂચિત થઇ માતાની કુક્ષીએ આવ્યો. એના કારણે માતાને દોહદ પણ દુષ્ટ થયા. આ પ્રથમ દુષ્ટ પુત્ર મૃત્યુયોગમાં જનમ્યો. તેથી બાપે એને માહણી નદીના કિનારે સુકા ઝાડની નીચે ત્યજી દીધો. ત્યારે પહેલા રડીને પછી હસીને બોલ્યો- મારે તારી પાસેથી લાખ સોનામહોર લેવાના છે, તે આપ. નહીંતર તને મોટો અનર્થ થશે. તેથી જન્મમહોત્સવ વગેરે કરીને છઠ્ઠા દિવસ સુધીમાં એક લાખ સોનામહોરનો વ્યય કર્યો, કે તરત પેલો મરી ગયો. એ જ રીતે બીજા પુત્રે ત્રણ લાખ સોનામહોરનો વ્યય કરાવ્યો, ને પછી મર્યો.
એ પછી સુસ્વપ્ન વગેરેથી સૂચિત ત્રીજો પુત્ર થયો. એણે કહ્યું – “મારે ઓગણીસ લાખ સોનામહોર દેવાના છે.” આ ત્રીજો પુત્ર જાવડી (જાવડશા.) તરીકે પ્રસિદ્ધ થયો. માતા-પિતાના નામે ઓગણીસ લાખ સોનામહોર ધર્મમાર્ગે વાપરવાની માનતા રાખી. પછી કાશ્મીરમાં નવ લાખ સોનામહોર વાપરી શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક સ્વામી ગણધર તથા શ્રી ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ લાવી દસ લાખ સોનામહોરનો વ્યય કરી પ્રતિષ્ઠા કરાવી. પછી અઢાર વહાણથી કમાયેલા અસંખ્ય સોનામહોર (ગણતરી ન કરી શકાય એટલી) લઇ શ્રી શત્રુંજય મહાતીર્થમાં જીર્ણોદ્ધાર કર્યો. તે વખતે જુની લેપવાળી મૂર્તિના સ્થાને નવી મમ્માણિમણિ (સંગેમરમર-આરસ?) માંથી બનાવેલી શ્રી ઋષભદેવ પ્રભુ, શ્રી પુંડરીક ગણધર અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓની સ્થાપના કરી. (ઋણ સંબંધી આ કથા પૂરી થઇ.)
‘ઋણ’ નો સંબંધ ઊભો રહે, તો પ્રાય: કલહ અટકતો નથી. તેથી વેરની વૃદ્ધિ થાય છે એ સ્પષ્ટ જ છે. તેથી ‘ઋણ સંબંધ કોઇ પણ હિસાબે એ ભવમાં જ વાળી નાખવો. (પૂરો કરી દેવો.) બીજા પણ વ્યવહારમાં પોતાનું ધન પાછું નહીં મળે, (તો એનું ખાતું અને સંકલેશ એ બંને ઊભા રાખવાના બદલે) મારું આ ધન ધર્મ માટે થાઓ’ એમ ધર્માર્થીએ વિચારી લેવું. તેથી જ શ્રાવકે ખાસ કરીને સાધર્મિકસાથે જ વેપાર કરવો ન્યાયસંગત છે, કેમકે એની પાસે રહેલું પોતાનું ધન પ્રાય: ધર્મમાં ઉપયુક્ત થવાની સંભાવના છે.
પાછી નહીં આવતી રકમ વગેરે વોસિરાવી દેવું જો મ્લેચ્છ વગેરે અધર્મીઓ પાસેથી રકમ લેવાની બાકી હોય, ને એ પાછી આવે એમ ન હોય, તો વોસિરાવી દેવી; કેમ કે તેઓ કંઇ એ રકમથી ધર્મ કરવાના નથી કે જેથી પુણ્યની કમાણી થાય. વોસિરાવી દેવાથી એ રકમપરનું મમત્વ અને એ વ્યક્તિ પ્રતિ દ્વેષભાવ રહેતા નથી. નહિતર આ બંને ઊભા રહેવાથી આત્મા વગર કારણે ચીકણા કર્મ બાંધ્યા કરે - પરભવ બગડે. આ રીતે વોસિરાવી દીધા પછી (= એના પરથી પોતાનો અધિકાર જતો કરી દીધા પછી) જો એ રકમ પાછી મળે, તો તે રકમ શ્રી સંઘને ધર્મકાર્યમાં વાપરવા માટે આપી દેવી જોઇએ.
આ જ રીતે પોતાનું ધન કે શસ્ત્રવગેરે કોઈ પણ વસ્તુ ખોવાઇ જાય, ગુમ થઇ જાય કે ચોરાઇ જાય અને પાછું મળવાની સંભાવના નહીં હોય, તો એ વોસિરાવી દેવું. (‘વોસિરામિ’ હું એનો ત્યાગ કરું છું... એમ સમજણપૂર્વક સંકલ્પ કરવો.) તેથી એ બીજા કોઇના હાથમાં જાય ને એ જે પાપ કરે, શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૨૫