________________
|| ૐ હૂ અહં નમ: | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: ||
સિરસા વંદે મહાવીરે || એ નમ: સિદ્ધમ્... !
વિજય પ્રેમ-ભુવનભાનુ-ઘોષ-ધર્મજિતુ-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમ: તપગચ્છગગનનભોમણિ - શ્રી રત્નશેખરસૂરિવિરચિત સ્વોપજ્ઞ વિધિકૌમુદી ટીકા સહિત
શ્રાદ્ધવિધિ પ્રકરણનો આંશિક ભાવાનુવાદ
ટીકા ગ્રંથનું મંગલ તથા પ્રયોજન જેઓ અદ્ભુત માહાત્મથી અને મનવાંછિત વસ્તુના દાનથી; એમ બે પ્રકારે વિદ્વાનોને હંમેશા પાંચ મેરુ પર્વતની (અથવા પાંચ કલ્પવૃક્ષની) યાદ અપાવે છે, તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠીઓ પ્રતિષ્ઠા (પ્રસિદ્ધિ અથવા મોક્ષ)ના સ્થાનભૂત શ્રેષ્ઠ ગૌરવ પ્રદાન કરે...
(સુપર્વણાં શિખરિણ: થી મેરુપર્વત અને કલ્પવૃક્ષ બંને અર્થ પ્રાપ્ત થઇ શકે. પણ મેરુપર્વત અર્થ વિશેષ ઉચિત લાગે છે. દેવો મેરુપર્વતના નંદનવન વગેરેમાં ક્રીડા વગેરે માટે જાય છે, તેથી એ દેવપર્વત તરીકે ઓળખાય છે. મેરુપર્વતનો અરિહંતના જન્માભિષેકના કારણે વિશિષ્ટ મહિમા છે. મેરુ પણ પાંચ છે, ને પરમેષ્ઠી પણ પાંચ છે. જેમ પર્વતોમાં મેરુ સૌથી ઊંચા હોવાથી ગરિષ્ઠ છે. તેમ સજ્જનોમાં પંચ પરમેષ્ઠી પોતાના ગુણોથી ગરિષ્ઠ છે. મેરુ પોતાના પર ઉગતા કલ્પવૃક્ષોથી મનવાંછિતના દાતા બને છે, તેમ પાંચ પરમેષ્ઠી પોતાના નામ આદિના જાપ વગેરેથી મનવાંછિત દાતા બને છે.).
શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સદ્ગુરુઓને પ્રણામ કરી હું સ્વ-રચિત “શ્રાદ્ધવિધિ” પ્રકરણનું કાંક વિવેચન કરીશ.
તપાગચ્છના નાયક યુગશ્રેષ્ઠ ગુરુવર્ય પૂજ્ય શ્રી સોમસુંદરસૂરિના વચનથી તત્ત્વને જાણીને ભવ્ય જીવોના હિત માટે આ વિવેચન માટે હું પ્રવૃત્ત થયો છું. શ્રાદ્ધવિધિ પ્રકરણની પ્રથમ ગાથા આ છે –
emees Jegj epeCelteCodiceDe, mepeDesmeensce elełcede me[(elechb j e3ecfi en spei ei ep Cee, penyeccezetDeYe3eHegieb - 1 -- (छा. श्रीवीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् ,
રાનડે નાTI , યથા માતું ગમયપૃન || ૧ ||) ગાથાર્થ : જિનને પ્રકર્ષભાવે નમીને હું શ્રુતમાંથી એ રીતે કાંક શ્રાદ્ધવિધિ કહીશ, જે રીતે જગદગુરુ (= વીરજિને) એ અભયદ્વારા પૂછાવાથી રાજગૃહી નગરમાં કહી હતી.
(શ્રી વીર વર્ણન) ‘શ્રી વીર જિન” અહીં ‘શ્રી' તરીકે કેવળજ્ઞાન, અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યો, વાણીના પાંત્રીશ ગુણ વગેરે અતિશયોરૂપી લક્ષ્મી ઇષ્ટ છે. આવી “શ્રી” થી યુક્ત વીર શ્રીવીર કહેવાય. આ ‘વીર’ શબ્દથી શ્રાદ્ધવિધિ પ્રકરણ