________________
સંગઠનમાં શક્તિ જેમ યવનો કોક એકને નાયક બનાવે છે, તેમ પરસ્પર તુલ્યતા હોય તો પણ ભેગા થઇને જ એમાં પણ એકને મુખ્ય કરીને પરસ્પર સાપેક્ષભાવ રાખીને જ રાજાને મળવા ને વિનંતી માટે જવું. (આક્રમણખોરો ફાવ્યા ને ભારત પરાધીન થયું એમાં બીજા અપાતા કારણો ખાસ તથ્ય વિનાના છે. મુખ્ય તો બે જ કારણ હતા ૧) મંત્રીઓ વગેરેની બેવફાઇ અને ૨) રાજાઓમાં એકતાનો અભાવ.) પરસ્પર જોડાયા વિના જવામાં લાભ થતો નથી. અહીં દૃષ્ટાંત બતાવે છે –
પાંચસો સુભટો રાજાની સેવા માટે આવ્યા. રાજાએ પરીક્ષા માટે તેઓ વચ્ચે એક જ પલંગ આપ્યો. ત્યારે એના પર કોણ સુએ? એમાટે વિવાદે ચઢેલા તે બધા પલંગ બાજુ પગ રાખી નીચે સુઇ ગયા. આમ કોઇને નાયક બનાવ્યો નહીં. તેથી રાજાએ કાઢી મુક્યા. કહ્યું જ છે- ઘણા નબળાઓનો સમુદાય જય પામે છે. તણખલાઓ ગુંથાઇને બનેલા દોરડાથી હાથી પણ બંધાઇ જાય છે.
જો વેપારીઓની ગુપ્ત વાત ફુટી જાય, તો કાર્યમાં વિપદા આવે, રાજા કોપે ભરાય વગેરે ઘણા દોષો આવે. તેથી ગુપ્ત મસલતો જાહેર થઇ જાય નહીં તેની કાળજી લેવી. જો નાગરિકો રાજા સમક્ષ એક-બીજાપર દોષારોપણ કરે, તો એમની બધી ખાનગી વાતો જાણવા મળી જવાથી રાજાવગેરે એમના અપમાન કરે, મોટા દંડવગેરે આપત્તિ આવે. સમાન આજીવિકાવાળાઓ જો એક થાય નહીં, સંપીને રહે નહીં, તો પોતાના જ વિનાશમાં કારણ બની જાય. કહેવાય પણ છે- એક ઉદર(પેટ) વાળા, પણ ભિન્ન ડોકવાળા ભારંડ પંખીઓ જુદા-જુદા ફળની ઇચ્છા રાખે છે, ત્યારે સંપ તૂટી જવાથી વિનાશ પામે છે. (પોત-પોતાની જુદી દુકાનવાળા પણ એક જ પ્રકારના ધંધા વગેરે કરનારાઓને આ વાત લાગુ પડે છે.) જેઓ પરસ્પરના મર્મની (ખાનગી વાતની) રક્ષા કરતા નથી, તે જીવો રાફડામાં રહેલા સાપની જેમ મોત પામે છે. જ્યારે વિવાદ ઉપસ્થિત થાય, ત્યારે ત્રાજવાની દાંડી જેવા રહેવું. પણ આ મારો સ્વજનસંબંધી ન્યાત ભાઇ છે, આના તરફથી મને સારી લાંચ મળી છે, અથવા આ મારો ઉપકારી છે ઇત્યાદિ કારણોને વજન આપી ન્યાય-નીતિમાર્ગ તોડવો જોઇએ નહીં.
બળવાનોએ દુર્બળ (= નબળા) લોકોને શુલ્ક - કરવગેરેથી પીડવા જોઇએ નહીં. થોડા અપરાધ-દોષમાં પણ મોટો દંડ આપવો જોઇએ નહીં. સંગઠનમાં રહેવા માટે શુલ્ક (= સામાન્ય ફીલાગો) અથવા કર વગેરે વધારે ભરવા પડતા હોય, અથવા રાજા દંડ વગેરે આપે ત્યારે સંગઠન સાથ ન આપે, તો એથી પીડાયેલા સભ્યો પરસ્પર રાગ વિનાના થાય છે, ને સંગઠનને છોડી દે છે. આમ સંગઠન તૂટી પડવા પર - સંગઠન વિના તો બળવત્તર પણ વ્યક્તિ પરાભવ પામે છે. વનમાં સંગઠન વિનાના સિંહ પણ પરાભવ પામે છે. તેથી પરસ્પર સંગઠન ટકે, એ જ શ્રેયસ્કર છે. કહ્યું જ છે- પુરુષો માટે સંગઠન શ્રેયસ્કર છે. એમાં પણ પોતાના જાતભાઇઓ સાથે સંગઠન તો વિશેષથી હિતકર છે. ફોતરા જુદા પડી જાય, તો ચોખા પણ ઉગતા નથી (વૃદ્ધિ પામતા નથી.) સંગઠનનો મહિમા જુઓ કે જે પાણીનો પ્રવાહ પર્વતોને ભેદી નાખે છે ને ભૂમિને પણ વિદારી નાખે છે, એ જ પાણીના પ્રવાહને જથ્થામાં એકઠા થયેલા તણખલાઓ અટકાવી દે છે.
રાજા/અધિકારી વગેરે સાથે ધનવ્યવહાર રાખવો નહીં. વળી પોતાનું હિત ઇચ્છતી વ્યક્તિએ કારણિકો સાથે અને પ્રભુ-રાજાવગેરે સાથે પૈસાનો શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬૭