________________
છઠ્ઠો પ્રકાશ : જન્મકૃત્ય વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારથી કહે છે. peccehefredeemebeCehelelei i emex ef kelej CebGereDeb GereDebfleppeeien Ceh Hecelei ienCebe defeeF&-14-- (i e pevce dvelemenLevebeţelei elmex s kolej CebGefeleced- Gerel ebelebechen CabHeccauence® cesech --)
નિવાસસ્થાન કેવું અને ક્યાં રાખવું? આ જન્મારાનું પ્રથમ કર્તવ્ય છે, યોગ્ય રહેઠાણ પસંદ કરવું. કયું નિવાસસ્થાને યોગ્ય ગણાય? - જે નિવાસસ્થાન ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગની સિદ્ધિનું સાધક બને. આમ જ્યાં ધર્મ આદિ ત્રણની સિદ્ધિ થાય, ત્યાં જ શ્રાવકે રહેવું જોઇએ. બીજે રહે, તો એનાં આ ભવ અને પરભવ બંને બગડે. કહ્યું છે કે, ભીલોની પલ્લીમાં, ચોરના રહેઠાણમાં, જ્યાં પહાડી લોકો રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપીને આશ્રય આપનારા લોકોની પાસે ન રહેવું, કેમકે સજ્જનને કુસંગત નિંદાપાત્ર બનાવે છે.
જે સ્થાને રહેવાથી મુનિરાજો પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હોય, એવા સ્થાનમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લોકો હંમેશાં સારા ધર્મિષ્ઠ હોય, ત્યાં સારા માણસે રહેવું, કેમકે સત્પરુષોની સોબત કલ્યાણકર બને છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જ્ઞાતા સાધુ અને શ્રાવકો હોય તથા પાણી અને બળતણ પણ ઘણાં હોય, ત્યાં હંમેશાં રહેવું.
અજમેરની નજીક ત્રણસો દેરાસરો તથા ધર્મિષ્ઠ. સુશીલ અને તત્ત્વજ્ઞાતા શ્રાવકો વગેરેથી શોભતા હર્ષપુર નામના નગરરૂપ સુસ્થાનમાં રહેતા અઢાર હજાર બ્રાહ્મણો અને તેમના ભક્ત એવા છત્રીશ મોટા શેઠીઆઓ જ્યારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબોધ પામ્યા.
સારા સ્થાને રહેવાથી પૈસાવાળા, ગુણી અને ધર્મિષ્ઠ લોકોનો સમાગમ થવાથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા બધા ધર્મકૃત્યો કરવામાં કુશળતા પ્રાય: વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણાં પણ સાક્ષાત્ નજરે જણાય છે. માટે છેવાડાના ગામડા વગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતો હોય, તો પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી, ત્યાં ઘણી સંપત્તિ હોય તો પણ શું કામની ? જો તારે મૂર્ખતા જોઇતી હોય, તો તે ગામડામાં ત્રણ દિવસ રહે, કારણકે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે ! પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય.
એવી વાત સંભળાય છે કે - કોઇ નગરનો રહીશ વણિક બહુ ઓછા વણિકની વસતિવાળા એક ગામડામાં જઇ દ્રવ્યલાભ માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેને ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝુંપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઇ વાર ચોરની ધાડ, તો કોઇ વાર દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહેતું. એક વાર તે ગામડાના રહેવાસી ચોરોએ કોઇ નગરમાં ધાડ પાડી. તેથી રાજાએ ગુસ્સે થઇ તેમનું (ચોરોનું) ગામડું બાળી નાખ્યું. શેઠના પુત્રવગેરેને સુભટોએ પકડ્યા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલો છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ
રપ૧