________________
રીતે થતી હોય, અને થાકી ગયેલા માણસનો થાક દૂર કરાતો હોય, તે ઘરમાં લક્ષ્મી વાસ (સ્થિર રહે છે) કરે છે.
આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. (ઘરનું ફર્નીચર પણ જરુરિયાતથી વધુ કરવું નહીં. મજબૂત લાકડાનું કરવું. ઉધઇ-માંકડ-કંસારીના ઘરરૂપ ન બની જાય એની ચીવટ લેવી. સહેલાઇથી આમ-તેમ ખસેડી સફાઇ થઇ શકે એવું કરવું. નહીંતર ભયંકર વિરાધનાનું કારણ બને છે. વધુ પડતું ફર્નીચર એટલે મોટું ઘર પણ સાંકડું, મોંઘી જમીનનો ખોટો બગાડ અને પાર વિનાની જીવહિંસા.).
વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે દષ્ટાંતો એમ સંભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાક નામના શેઠે અઢાર કરોડ સોનૈયા ખરચી વાસ્તુ શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે સાત માળવાળો એક મહેલ તૈયાર કરાવ્યો. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયો, ત્યારે રાત્રીએ પડું કે ? પડું કે? એવો શબ્દ સાંભળી ભય પામેલા શેઠે ઘર બનાવવામાં લાગેલ ધન જેટલું મૂલ્ય લઈ તે મહેલ વિક્રમ રાજાને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો. ત્યાં પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતા જ રાજાએ કહ્યું – પડ. તરત જ સુવર્ણપુરુષ પડ્યો.
પ્રબળ સૈન્યથી યુક્ત કોણિક રાજા વૈશાલી નગરીને ઘેરી લેવા છતાં બાર વર્ષ સુધી એ નગરી એના કબજામાં આવી નહીં એમાં વિધિથી બનાવેલા અને વિધિથી પ્રતિષ્ઠિત કરાયેલા શ્રી મનિસવ્રતસ્વામી ભગવાનના સ્તૂપનો પ્રભાવ હતો. ગણિકાથી ભ્રષ્ટ થયેલા કુલવાલકની વાતમાં આવી જઇ વૈશાલી નગરના લોકોએ એ સ્તુપ તોડી પાડ્યો કે તરત જ કોણિકે એ નગરપર કબજો જમાવી દીધો. ઘરની જેમ દુકાન પણ સારો પાડોશ જોઇ, ઘણું જાહેર નહિ, તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલી વિધિ પ્રમાણે બનાવવી, એ જ સારું છે. કેમ કે તેથી જ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. પ્રથમ વાર સમાપ્ત.
ઉચિત વિધાનું ગ્રહણ | ત્રિવર્ગસિદ્ધિનું કારણ એ મુદ્દો આગળ પણ જોડવાનો છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય તેવી લેખન, વાંચન. વેપાર ધર્મવગેરે સંબંધી કળાઓનો સારી રીતે અભ્યાસ કર જોઇએ. કેમકે, કળા વગેરે નહીં ભણેલાની મૂર્ખતા-હાંસી-મજાક વગેરે રીતે વારંવાર મશ્કરી વગેરે થાય છે.
જેમકે, કાલિદાસ કવિ પહેલાં તો ગોવાળિયો હતો. એક વખત રાજાની સભામાં તેણે ‘સ્વસ્તિ’ કહેવાને બદલે ‘ઉશરટ’ એમ કહ્યું. વળી “એ વિદ્વાન છે કે નહીં તે તપાસવા એની વિદુષી પત્નીએ ગ્રંથનું પાનું સંશોધન માટે મોકલ્યું, તો એમાં કશું નહીં સમજવાથી લીટોડા કર્યા. પછી ચિત્રસભા બતાવી, તો ચિતરેલી બકરીઓ જોઇ ગોવાળની ભૂમિકામાં આવી જઇ બુચકારવા લાગ્યો. આમ એ મૂર્ખતાથી પત્ની માટે હાંસીપાત્ર બન્યો. ૨૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ