________________
કળશ, વધામણાં, ચૌદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રો શુભ જાણવાં.
વૃક્ષોથી થતી લાભ-હાનિ
જે ઘર પાસે ખજૂરી, દાડમ, કેળ, બોરડી, અથવા બીજોરાના ઝાડ ઉગે છે, તે ઘરનો સમૂળનાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય, તો તે લક્ષ્મીનો નાશ કરે છે, કાંટાવાળાં હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તો સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહિ, કોઇ ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર, પશ્ચિમ ભાગમાં પીપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે.
ઘરની બાંધણી
ઘરના પૂર્વભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડા૨), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈઋત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાન, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગે અગ્નિ, પાણી, ગાય, વાયુ અને દીપકના સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભોજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન ક૨વાં. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે કે જે દિશામાં ઘરનું બારણું હોય, તે પૂર્વ દિશા સમજવી અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહીં પણ સૂર્યના ઉદયની દિશાને પૂર્વ દિશા નહી સમજવી. તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઇ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ.
જેટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય અને લોકમાં પણ શોભાવગેરે દેખાય, તેટલા વિસ્તારવાળું જ ઘર ઉચિત છે. સંતોષ ન રાખતાં વધારે વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વગે૨ે થાય છે. ઉપ૨ કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (મર્યાદિત) દ્વારવાળું જ જોઇએ, કેમકે ઘણાં બારણાં હોય તો દુષ્ટ લોકોની આવ-જાવ ઉપર નજર નહીં રહેવાથી સ્ત્રી, ધન વગેરેનો નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત બારણાનાં પણ પાટિયાં, ઉલાળો, સાંકળ, ભૂંગળ વગેરે ઘણાં મજબૂત ક૨વાં, તેથી ઘર સુરક્ષિત રહે છે. નહીંતર સ્ત્રી-ધન વગેરેનો નાશ વગેરે દોષો છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઇએ. તેવી સ્થિતિમાં હોય તો સારાં, નહિ તો અધિક અધિક જીવ-વિરાધના થાય અને જવું-આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઇએ તેટલું શીઘ્ર ન થાય. બારણું બંધ કરવા માટેનો આગળો ભીંતમાં જાય એવો કરવો જરા પણ ઉચિત નથી, કેમકે એમાં પંચેન્દ્રિય જીવોની પણ વિરાધનાનો સંભવ છે. એવાં કમાડ પણ ઉઘાડતા કે બંધ કરતાં જીવજંતુ વગેરે બરાબર જોઇ લેવા. આ રીતે પાણીના પ્રણાળ (નળ વગેરે) તથા ખાળ વગેરેમાં પણ યથાશક્તિ જયણા જાળવવી. ઘરનાં પરિમિત બારણાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, દળ (પાષાણ, ઈંટ અને લાકડાં) અખંડ અને નવાં હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યનો સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી પાણી વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હંમેશાં થતા હોય, નાના-મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતો હોય, રોગીઓની ચાકરી ઘણી સારી શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૫૫