________________
(યુધિષ્ઠિર અથવા અર્જુન) ગુરુની, પતિવ્રતા સ્ત્રીની, ધર્મની અને તપસ્વીઓની નિંદા-કુથલી મજાકમાં પણ કરવી નહીં.
બીજાનું થોડું પણ ધન ચોરવું નહિં. બીજાને અપ્રિય થાય એવું થોડું પણ બોલવું નહીં. હંમેશા પ્રિય થાય એવું સત્ય જ બોલવું. પણ ક્યારેય બીજાના દોષ ગાવા નહીં. પતિતોની સાથે વાતો કરવી નહીં. એની સાથે બેસવું પણ નહીં. પતિતના ભોજનની રુચિ પણ કરવી નહીં, ને પતિતની સાથે કોઇ વ્યવહાર પણ કરવો નહીં. ડાહ્યો માણસ દુશ્મન, પતિત, ઉન્મત્ત, ઘણાની સાથે વે૨વાળો અને શઠ (ઠગારો) આટલાની સાથે મૈત્રી કરે નહીં. એકલો મુસાફરી કરે નહીં. (તોફાની ઘોડાવગેરે) દુષ્ટ વાહન પર ચઢવું નહીં. તથા અગ્રેસર થઇને વેગીલા પાણીના પ્રવાહમાં (સામે કિનારે જવા) પડે નહીં. સળગતા ઘરમાં પ્રવેશવું નહીં. પર્વતના શિખર૫ર ચઢવું નહીં. મોં ખુલ્લુ રાખી બગાસું, શ્વાસ કે ખાંસી ખાવા નહીં. સુજ્ઞ વ્યક્તિએ ચાલતી વખતે ઉપર કે તિરછું બહું દૂર જોવાનું ટાળવું જોઇએ. જતી વખતે એક ધુંસરી પ્રમાણ (સાડા ત્રણ હાથ) જેટલી દૂરની જમીન જોતો જોતો ચાલે. બહુ મોટેથી હસવું નહીં. અવાજ થાય એ રીતે વાછૂટ કરવી નહીં. દાંતથી નખ સમારવા નહીં. પગપર પગ ચઢાવવો નહીં.
દાઢી - મૂછના વાળ ચાવવા નહીં. હોઠ પણ ચબાવવા નહીં. ખરડાયેલા હાથે ભોજન કરવું નહીં. દરવાજાને છોડી અન્ય રસ્તે પ્રવેશવું નહીં. ઉનાળામાં અને વર્ષાકાળમાં છત્રી સાથે રાખવી. રાતે લાકડી સાથે રાખવી. બીજાએ વાપરેલા જોડા, કપડા અને માળા પોતે વાપરવા નહીં. સ્ત્રીઓ અંગે (પેલાની પત્ની સારી છે ઇત્યાદિરૂપ) ઈર્ષ્યા કરવી નહીં. પોતાની પત્નીની સારી રીતે રક્ષા કરવી. ઈર્ષ્યા આયુષ્યનો ઘટાડો કરે છે, તેથી કરવી નહીં. પાણી સંબંધી કાર્યો, તથા દહીં - સાથવો રાતે કરવા નહીં અને રાતે ભોજન કરવું નહીં. પગ ઉંચા કરીને (=શિર્ષાસનવગેરે અવસ્થામાં) લાંબો કાળ રહેવું નહીં. ગોદોહિકા આસને પણ બેસવું નહીં. એ જ રીતે પગેથી આસન ખેંચીને પણ બેસવું નહીં. વહેલી સવારે, મોડી રાતે તથા ભરબપો૨ે તથા એકલા અથવા અપરિચિતો સાથે અથવા ઘણાની સાથે કશે જવું નહીં.
બુદ્ધિમાન પુરુષે મેલા અરિસામાં જોવું નહીં. તથા હે મહારાજ ! દીર્ઘઆયુષ્યની ઇચ્છાવાળાએ રાતે પણ અરિસામાં જોવું નહીં. પંડિતે કમળ અને કુમુદ આ બંને છોડી બીજા લાલ રંગના ફુલોની માળા પહેરવી નહીં. સફેદ ફુલોની માળા પહેરવી. (એટલે કે કમળ અને કુમુદ લાલ રંગના હોય, તો પણ એની માળા પહેરી શકાય.) હે નરોત્તમ ! સૂવાના, પૂજાના અને રાજસભાના કપડા અલગ-અલગ હોવા જોઇએ. મોં, હાથ અને પગની ચપળતા છોડવી (વારંવાર હલાવ-હલાવ કરવા નહીં.) તથા ઘણું ભોજન ક૨વું નહીં. શય્યા (સૂવાના સ્થાન)ની ઉપર દીવો રાખવો નહીં. અધમનો સંગ અને થાંભલાની છાયાનો દૂરથી ત્યાગ કરવો.
નાક ખોતરવું નહીં. પોતે પોતાના જોડા ઉપાડીને ચાલવું નહીં. માથાથી ભાર વહન કરવો નહીં અને વરસાદમાં દોડવું નહીં. વાસણ ભાંગે તો કલહ થાય અને ખાટલો-પલંગ ભાંગે તો વાહનનો નાશ થાય. જેના ઘરમાં કુતરો અને કુકડો હોય ત્યાં પિતૃઓ પિંડ લેતા નથી. સારી રીતે તૈયાર કરેલું ભોજન પહેલા સૌભાગ્યવતી સ્ત્રી, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, બાળક અને રોગી આટલાને જમાડી પછી સૌથી છેલ્લે ગૃહસ્થે પોતે જમવું. હે પાંડવ શ્રેષ્ઠ ! ગાય, બળદ, ઘોડા વગેરેને બાંધીને અને બીજાઓ જોતા હોય, તો પણ આપ્યા વિના જે ભોજન કરે છે, તે માત્ર પાપને જ આરોગે છે (પાપ જ બાંધે છે.) પોતાના શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૭૩