________________
આ કામમાં અનુચિતપણે આવ્યું હોય, તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભપરિણામથી કહે, તો તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય.
પાયો ખોદવો, પૂરવો, લાકડાના પાટ કરવા, પત્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભસમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે એવી શંકા ન કરવી, કારણકે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી. વળી, જિનમંદિર નિર્માણ વિવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંઘનો સમાગમ, ધર્મ-દેશના કરણ, સમકીત-વ્રત વગેરેનો અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગે૨ે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી શુભપરિણામ માટે થાય છે. કહ્યું છે કે - સૂત્રોક્ત વિધિનો જ્ઞાતા પુરુષ યતનાપૂર્વક કોઇ કામમાં પ્રવર્તે, અને જો કદાચ તેમાં કાંઇ વિરાધના થાય, તો પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાથી તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવપર કૂવાનું દૃષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ.
જીર્ણોદ્ધાર
જીર્ણોદ્ધાર કરવાના કામમાં તો વિશેષથી પ્રયત્ન કરવો, કેમકે જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠ ગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે, તેટલું નવું કરાવવામાં નથી. કારણકે નવું મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મેં આ દેરાસર બનાવ્યું’ એવી ખ્યાતિની બુદ્ધિ પણ હોય છે. તેમજ કહ્યું છે કે - જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક વગેરેને ઉપદેશ આપી જીર્ણ જિનમંદિર સમાવરાવે છે. જે પુરુષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોનો ભક્તિથી ઉદ્ધાર કરે છે; તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે +
પિતાએ શ્રી શત્રુંજય તીર્થોદ્ધારનો સંકલ્પ અભિગ્રહ સહિત લીધો હતો. તેથી મંત્રી વાગ્ભટ્ટે તે કામ શરૂ કરાવ્યું. શેઠોએ ટીપમાં પોતાનું દ્રવ્ય લખાવવા માંડ્યું. ટીમાણિ ગામના વતની ઘી વેંચતા ભીમા કુંડલીયાએ પોતાની પાસે માત્ર છ દ્રમ્પ જેટલી જ મુડી કે જે ઘી વેંચવાપર મળેલી, તે પૂરેપૂરી ટીપમાં ધરી દીધી. તેથી ટીપમાં તેનું નામ સૌ પ્રથમ લખાયું. એને પણ સુવર્ણનો ભંડાર ભૂગર્ભમાંથી મળ્યો. પછી કાષ્ઠમય ચૈત્યના સ્થાને શિલામય મંદિર બે વર્ષે તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ સુવર્ણની બત્રીશ જીભો વધામણીરૂપે આપી. થોડા જ વખતમાં ‘જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડ્યું' એવા સમાચાર લઇને બીજો આવ્યો, ત્યારે મંત્રીએ સુવર્ણની ચોસઠ જીભો આપી. તેનું કારણ એ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું - ‘જીવતો હું બીજો ઉદ્ધાર કરવા સમર્થ છું.’ બીજા જીર્ણોદ્ધારમાં બે કરોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજા માટે ચોવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા.
એમના ભાઇ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવના નિવા૨ક કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની મદદથી શકુનિકા વિહાર નામના અઢાર હાથ ઊંચા પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ઘડી સોનાનો બનાવેલો કલશ એ પ્રાસાદ પર ચઢાવ્યો. તથા સુવર્ણમય દંડ ધ્વજા વગેરે આપ્યાં અને માંગલિક દીવાના અવસરે બત્રીશ લાખ દ્રમ્મ યાચકજનોને આપ્યા.
પહેલાં જીર્ણ દેરાસ૨નો જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલાં નેવ્યાશી હજાર દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. પછી નવાં છત્રીશ હજાર ૨૬૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ