________________
જિનમંદિર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ મહાપુરુષોએ પણ નવા જિનમંદિર કરતાં વધુ જીર્ણોદ્ધાર જ કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ.
- જિનમંદિર તૈયાર થયા પછી યથાશીધ્ર પ્રતિમા સ્થાપન કરવી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે – બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી કેમકે એમ કરવાથી દેવાધિષ્ઠિત થયેલું તે દેરાસર વૃદ્ધિ પામતું જાય છે. મંદિરમાં તાંબાની કૂડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે બધી પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિપ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. દેરાસર જો રાજા વગેરે નિર્માણ કરાવતા હોય, તો તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઇએ.
જેમકે – માલવ દેશના જાનુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યના સ્થાને પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુર્ભાગ્યથી અવસાન પામ્યા. તે પછી એકસો પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રમ્મ આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરો કરાવ્યો. સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મહારાજ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યનો સંગ્રહ કરી રાખ્યો છે” પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જોઇ હર્ષ પામી બોલ્યો, “આ મંદિર કોણે બનાવ્યું?” સજ્જને કહ્યું, આપે. આ વચન સાંભળી સિદ્ધરાજ વિસ્મય પામ્યો. પછી સજ્જને જે બની હતી, તે બધી વાત કહીને અરજ કરી કે – “આ સજ્જન શ્રેષ્ઠીઓએ ભેગા મળીને આ ધન આપ્યું છે. કાં તો આપ તે ધન ગ્રહણ કરો, અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય લ્યો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું, અને શ્રી નેમિનાથજી પ્રભુના દેરાસરમાં પૂજા માટે બાર ગામ આપ્યો. તેમજ જીવિતસ્વામી પ્રભુ મહાવીરસ્વામીની પ્રતિમામાટે દેરાસર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાએ પ્રતિમાની પૂજા માટે બાર હજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે.
ઉદાયન રાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંતા ચંપાનગરીમાં એક કુમારનંદી નામનો સ્ત્રીલંપટ સોની રહેતો હતો. તે પાંચસો સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો પત્નીઓ સાથે ઈર્ષાળુ કુમારનંદી એક થાંભલાવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એકવાર પંચશેલ દ્વીપમાં રહેતી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પોતાનો પતિ વિદ્યુમ્ભાળી મર્યો, ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને આકર્ષિત કર્યો.કુમારનંદીએ ભોગની પ્રાર્થના કરી. ત્યારે “પંચશૈલ દ્વીપમાં આવ”એમ કહી તે બન્ને ચાલી ગઇ. પછી કુમારનંદીએ સુવર્ણ આપી ઘોષણા કરાવી કે, “જે પુરુષ મને પંચશૈલ દ્વીપમાં લઇ જાય, તેને હું કરોડ દ્રવ્ય આપું”
એક વૃદ્ધ નાવિકે એટલું દ્રવ્ય લઇ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર લઇ ગયા પછી કુમાર નંદીને કહ્યું – સમુદ્રકિનારે પેલું જે વડવૃક્ષ છે, તે પર્વતપર ઉગેલું છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશૈલ દ્વીપથી આ વડ પર આવીને સૂઇ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારંડ પક્ષીની સાથે તું પણ પંચશૈલ દીપે પહોંચી જઇશ. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૬૧