________________
નહીં હોય, તો ઓછું મળવાનાં દુ:ખ અને ચિંતાના કારણે કશું નહીં સૂઝવાથી નહીં આ ભવના કાર્યો સુધરશે, નહીં પરભવના. આમ બંને ભવના કાર્યોથી ભ્રષ્ટ થવાનો અવસર આવશે. કહ્યું છે- ‘આશા’ નામના પાણીથી ભરેલી ચિંતા નામની નદી વહી રહી છે. તે મૂરખ નાવિક! “અસંતોષ” નામની હોડીમાં બેઠેલો તું એમાં ડૂબી જઇશ! (મળેલામાં અસંતોષ ને નહીં મળેલાની આશા જીવને ચિંતામાં ડૂબાડી દે છે.) જ્યારે ઘણા પ્રકારના ઘણા ઉપાયો કરવા છતાં પોતાની ભાગ્યદશાની હીનતા જ અનુભવવા મળે, તો કો’ક યુક્તિથી કો'ક ભાગ્યશાળીનો આધાર ગમે તે રીતે મેળવી લેવો. લાકડાના આધારથી લોખંડ અને પથ્થર પણ તરે છે - (ડૂબતા નથી.)
ભાગ્યશાળીનો આધાર લેવા અંગે મુનિમનું દૃષ્ટાંત સંભળાય છે કે એક ભાગ્યવાન શેઠનો મુનિમ ઘણો દક્ષ હતો. તે શેઠના સાંનિધ્યના કારણે સુખી થયો. પછી શેઠના મરવાપર નિર્ધન થયો. તેથી તે શેઠના પુત્રોના સાંનિધ્યની અપેક્ષા રાખતો હતો, પણ શેઠપુત્રો તો એને સાવ ગરીબ માની એની સાથે વાત પણ કરતા ન હતા. ત્યારે આને શેઠપુત્રોને જરા પણ ગંધ આવે નહીં એ રીતે પોતાના બે-ત્રણ વિશ્વાસુ માણસોની સાક્ષીએ કોઇ પણ રીતે એમના ચોપડામાં પોતાના હાથે લખી દીધું – મારે શેઠને બે હજાર રૂપિયા દેવાના થાય છે.
એકવાર ચોપડામાં લખાયેલું આ વાંચી શેઠપુત્રોએ એમની પાસે બે હજાર રૂ. ની ઉઘરાણી કરી. મુનિએ કહ્યું- તમે મને જો ધંધો કરવા થોડાક રૂ. ધીરો, તો કમાઇને તમને તમારું લેણું ચુકવી દઉં. તેથી એ શેઠપુત્રોએ ધન આપ્યું (આમ ભાગ્યશાળીનું સાંનિધ્ય મેળવ્યું). એ ધનથી વેપાર કરી મુનિમ ઘણું કમાયો. ‘આ ઘણું ધન કમાયો છે એમ જાણી શેઠપુત્રોએ પોતાના લેણાની માંગણી કરી. ત્યારે મુનિએ પેલા સાક્ષીઓને સાથે રાખી સાચી વાત જણાવી દીધી. એમ તેઓના આધારથી એ સમૃદ્ધ થયો.
સંપત્તિ સાથે આવતા દોષો છોડી ક્ષમા રાખવી ‘નિર્દયતા, અહંકાર, તૃષ્ણા (મોટી ઇચ્છાઓ), કર્કશ ભાષા, અને નીચ પાત્રમાં પ્રિયતા (વેશ્યા, મવાલી જેવાઓ સાથે સંબંધ અથવા હલકી વસ્તુઓમાં રુચિ) આ પાંચ લક્ષ્મીના સહચારીઓ છે. (એટલેકે લક્ષ્મીની સાથે આ પાંચ પણ આવે.) આવું જે વચન છે, તે ખરાબ સ્વભાવવાળાઓને લાગુ પડે છે. શ્રાવકમાટે યોગ્ય નથી. તેથી ઘણું ધન કમાવાપર પણ ગર્વ વગેરે કરવા જોઇએ નહીં. કહ્યું જ છે કે – જેઓનું ચિત્ત આપત્તિમાં દીન બનતું નથી, સંપત્તિમાં ગર્વિષ્ઠ થતું નથી, બીજાની પીડામાં વ્યથિત થાય છે, ને પોતાની પીડામાં હર્ષ પામે (સ્વસ્થ રહે) છે, તે પુરુષોને નમસ્કાર. સમર્થ હોવા છતાં જે સહન કરે છે, ધનવાન હોવા છતાં જે ગર્વ કરતો નથી, અને જે વિદ્યા-જ્ઞાન સંપન્ન હોવા છતાં નમ્ર છે, આ ત્રણથી પૃથ્વી અલંકૃત છે. શોભાયમાન છે.
વળી ક્યારેય કોઇની સાથે કલહમાં ઉતરવું નહીં, એમાં પણ ખાસ કરીને મોટાઓ સાથે, કહ્યું જ છે – જેને ખાંસી આવતી હોય, એણે ચોરી કરવી નહીં. નિદ્રાળુએ (ઘણી ઉઘવાળાએ ) પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો નહીં. રોગીએ જીભના ચટાકા કરવા નહીં. અને ધનવાને બીજા સાથે કલહ કરવો નહીં. (પ્રસ્તુતમાં છેલ્લી બે વાત જ ઉપદેશ્ય છે, પહેલી બે નહીં) અર્થપતિ (-શ્રીમંત અથવા ભંડારી), રાજા, પક્ષપાતી, બળવાન, ઉગ્ર સ્વભાવવાળો, નીચ તથા ગુરુ અને તપસ્વી આટલા સાથે વાદ-વિવાદ કરવો નહીં. જો મોટાઓ સાથે ધનવગેરે અંગે સંબંધ થયો હોય, તો પોતાના કાર્યને નમસ્કારાદિથી જ સિદ્ધ ૧૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ