________________
જ્ઞાનાદિદ્રવ્ય અંગે વિવેક શ્રાવકોને જ્ઞાનદ્રવ્ય તો દેવદ્રવ્યની જેમ જ કલ્પતું નથી. સાધારણદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય, તો જ વાપરવું કહ્યું, અન્યથા નહીં. સંઘે પણ સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રના કાર્યમાં જ વાપરવું જોઇએ. પણ બીજા યાચક વગેરેને એમાંથી આપી શકે નહીં. વર્તમાનકાલીન (ગ્રંથકારના સમયે) વ્યવહારથી ગુરુપૂંછનઆદિથી (ગુરુની સામે આરતીની જેમ ઉતારી જે દ્રવ્ય ભેટ તરીકે મુકાય, તે ગુરુન્યુંછનથી ઉદ્ભવેલુ દ્રવ્ય ગણાય) જે દ્રવ્ય સાધારણ કરાય છે – સાધારણ ખાતામાં લઇ જવાય છે, એ દ્રવ્ય શ્રાવકશ્રાવિકાઓને આપવામાં કોઇ યુક્તિ દેખાતી નથી. (એમ કરવું યોગ્ય લાગતું નથી-એવું તાત્પર્ય છે.) એ દ્રવ્ય ધર્મશાળાવગેરે કાર્યમાં શ્રાવકો વાપરે છે. એમાં દોષ નથી-એવું તાત્પર્ય છે.).
એ જ રીતે જ્ઞાનદ્રવ્ય જે કાગળ-પત્તા વગેરે સાધુવગેરેને અર્પણ કરાયા હોય, તે શ્રાવકે પોતાના કાર્યમાટે વાપરવા જોઇએ નહીં. એ કાગળવગેરે એથી અધિક મૂલ્ય આપ્યા વિના પોતાની પોઠી વગેરેમાં પણ રાખવા નહીં. સાધુ વગેરેની મુહપત્તી વગેરે પણ ગુરુદ્રવ્ય હોવાથી શ્રાવકે વાપરવી જોઇએ નહીં. સ્થાપનાચાર્ય અને નવકારવાળી વગેરે તો પ્રાય: શ્રાવકને આપવામાટે ગુરુઓ વહોરે છે, તેથી ગુરુએ આપેલા સ્થાપનાચાર્ય વગેરે શ્રાવકો ગ્રહણ કરે એ વ્યવહાર દેખાય છે. સાધુ-સાધ્વીઓએ પણ ગુરુના આદેશ વિના લહિયા પાસે લખાવવું, વસ્ત્ર, સૂતર વગેરે વહોરવું પણ કલ્પતું નથી. વગેરે વાતો વિચારવી જોઇએ.
આમ થોડુંક વાપરવામાત્રથી પણ અત્યધિક પ્રમાણમાં દારુણ વિપાક જાણી વિવેકી પુરુષોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્યનો થોડો પણ ઉપભોગ ટાળવો જોઇએ. તેથી જ માળા પરિધાન, પહેરામણી મુકવી, ચૂંછનકરણ વગેરેમાટે બોલેલું દ્રવ્ય ત્યારે જ આપી દેવું યોગ્ય ગણાય છે. એમ થવું ન સંભવે, તો પણ જેટલું જલ્દી અર્પણ કરે, તેટલો અધિક લાભ થાય છે - ગુણકારી બને છે. વિલંબ કરવામાં જો કદાચ દુર્ભાગ્યથી સર્વસ્વનો નાશ થઇ ગયો, મૃત્યુ થઇ ગયું વગેરે કારણથી બોલેલું ભરવાનું બાકી રહી ગયું, તો સુશ્રાવકની પણ દુર્ગતિ વગેરે થવી અટકી શકતી નથી.
દ્રવ્યાર્પણમાં વિલંબપર ઋષભદત્તનું દષ્ટાન્તા સંભળાય છે કે મહાપુર નામના નગરમાં ઋષભદત્ત નામનો પરમ શ્રાવક મોટો શેઠ રહેતો હતો. તે એકવાર પર્વદિવસે દેરાસર ગયો. તેણે પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર રાખી પરિધાાનિકા અર્પણ સ્વીકાર્યું. પછી બીજા-બીજા કાર્યોમાં વ્યગ્ર રહેવાથી તરત જ એ દ્રવ્ય ચૂકવ્યું નહી. એકવાર દુર્ભાગ્યથી એના ઘરે ધાડ પડી. ધાડપાડુઓએ બધું લુંટી લીધું. તે વખતે શેઠના હાથમાં શસ્ત્ર જોઇ ગભરાયેલા તેઓએ શસ્ત્રોના ઘા કરી શેઠને મારી નાખ્યાં. એ શેઠ મરીને એ જ નગરમાં અત્યંત નિર્દય અને ગરીબ પાડાવાહકને ત્યાં પાડા તરીકે જનમ્યા. હવે હંમેશા એ ઘર-ઘર માટે પાણી વગેરે વહન કરવા માંડ્યો. એ નગર ઉચાણપર હતું. ને નદી નીચાણમાં હતી. તેથી પાણીનો ભાર વહન કરી ઉંચાણ પર ચઢાણ કરવું પડે. આવું આખો દિવસ-રાત વહન કરીને, તથા માલિક પણ હોવાથી ભૂખતરસથી પીડાતો રહી અને માલિક નિર્દય હોવાથી વારંવાર સોટી વગેરેના માર ખાઇને તે મોટી પીડા લાંબા કાળ સુધી ભોગવતો રહ્યો.
૯૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ