________________
એકવાર નવા તૈયાર થઇ રહેલા દેરાસરની ભીંતમાટે પાણી લાવતા એણે દેરાસર-પ્રતિમા વગેરે જોયા. એ જોતા જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી બીજાઓએ ઘણા પ્રયત્ન કરવા છતાં એ દેરા છોડતો જ ન હતો. તેથી શ્રાવકોએ જ્ઞાની સાધુને આઅંગે પૂછ્યું. સાધુએ એનો પૂર્વભવ કહ્યો અને દેવદ્રવ્યમાં બાકી રહી ગયેલી રકમની વાત કરી. પછી શ્રાવકોને પ્રેરણા કરી કે તમે એનું જેટલું બાકી રહ્યું છે, તેથી હજારગણું ભરી એને દેવદ્રવ્યના ઋણમાંથી મુક્ત કરો. શ્રાવકોએ તેમ કર્યું. આમ દેવદ્રવ્યના ઋણમાંથી મુક્ત કરાયેલો છે અનશન કરી સ્વર્ગે ગયો. પછી ક્રમશ: મોક્ષે ગયો. પોતાની રકમ વાપરી કોઇને દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યવગેરે શુભખાતાના ઋણમાંથી મુક્ત કરાવવો એ પણ શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે. એથી એ ભવિષ્યમાં દુર્ગતિઓની પરંપરારૂપ બહુ મોટા અનર્થથી બચી જાય છે.)
બોલેલી રકમ શીધ્ર ભરી દેવી દેવયોગ્ય ધન આપવામાં વિલંબ કરવા અંગે આ દૃષ્ટાંત છે. તેથી દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યમાં જે રકમ ભરવાની હોય, તે ક્ષણવાર માટે પણ રાખી ન મુકતા તત્કાલ ભરી દેવી. વિવેકી માણસ તો બીજાને પણ આપવાની રકમમાં વિલંબ કરતા નથી, તો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે અંગે તો વાત જ શી કરવી? જ્યારે અને જેટલા પ્રમાણમાં (બોલી બોલી) માળાપરિધાન વગેરે કર્યા હોય, ત્યારે અને તેટલા પ્રમાણમાં એટલી રકમ દેવદ્રવ્યાદિની થઇ જાય છે. પછી એ રકમ પોતાના માટે કેવી રીતે વાપરી શકાય? અથવા એ રકમથી થતાં નફાવગેરે લાભ પણ કેવી રીતે ગ્રહણ કરી શકાય? કેમકે એમ કરવામાં પુર્વે કહ્યું તેમ દેવઆદિ દ્રવ્યના ઉપભોગનો દોષ લાગવાનો પ્રસંગ છે. તેથી તરત જ એ આપવા યોગ્ય રકમ અર્પણ કરી દેવી જોઇએ.
જે તરત ભરી દેવા સમર્થ ન હોય, એણે પણ પહેલેથી જ પખવાડિયું, અઠવાડિયું વગેરેની મુદત સ્પષ્ટ કરી દેવી જોઇએ, અને એ મુદત પૂરી થાય, એ પહેલા જ ઉઘરાણીની રાહ જોયા વિના પોતે જ સામેથી જ ભરી દેવી જોઇએ. જો એ મુદત ઓળંગી જાય (ને રકમ ન ભરાય) તો દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે છે.
દેવદ્રવ્યઅંગે ચિંતા કરનારાઓએ (એ અંગેના કાર્યમાં નિયુક્ત થયેલાઓએ) પણ થાકયા વિના શીધ્ર પોતાના દ્રવ્યની જે રીતે ઉઘરાણી કરાતી હોય છે, એ રીતે જ દેવદ્રવ્ય અંગે ઉઘરાણીઓ કરવી જોઇએ. અન્યથા જો ઘણો વિલંબ થયો અને દુર્ભિક્ષ થાય, વિરોધી રાજા જીતી જવાથી દેશભંગ થાય, દુ:સ્થતા (ગરીબી આવી જાય) વગેરે સંભવે, તો પછી ઘણા પ્રયત્ન પછી પણ એ રકમ મળવી અક્ય બની જાય. એમ થાય તો મોટો દોષ લાગે છે.
દેવાદિદ્રવ્યની ઉઘરાણીમાં ઢીલ અંગે દષ્ટાંત જેમ મહેન્દ્રપુરમાં જિનાલયમાં ચંદન, બરાસ, ફુલ, અક્ષત, ફળ, નૈવેદ્ય, દીપક, તેલ, ભંડાર, પૂજા-સામગ્રી, તેમાં સમારકામ (સફાઇ), દેવદ્રવ્યની ઉઘરાણી, એનું લેખન, સારા પ્રયત્નપૂર્વક દેવદ્રવ્યની સ્થાપના, (સુરક્ષા) તેની આવક, તેનો વ્યય વગેરે કાર્યોમાટે અલગ અલગ ચાર-ચાર શ્રાવકો કાર્યકરતરીકે શ્રી સંઘે નિયુક્ત કર્યા. એ બધા સારી રીતે એ કાર્યો કરતા હતા. એકવાર મુખ્ય કાર્યકર ઉઘરાણી કરવી વગેરે વખતે કો'કના મુખેથી જે તે શબ્દો સાંભળવાવગેરેના કારણે દુ:ખી થયો ને તેથી એ કાર્યમાં શિથિલ થયો. ‘બધા વ્યવહારો મુખ્યને અનુસરે છે' એ ન્યાયથી તેથી બીજા પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ