________________
ચરમ તીર્થકરોના તીર્થમાં મુનિઓને રાજપિંડ કલ્પતો નથી. આ વિષયમાં ભરત ચક્રવર્તીના વંશમાં થયેલા ત્રણ ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત છે.
દંડવીર્ય રાજા હંમેશા સાધર્મિકને જમાડી પછી જ પોતે ભોજન કરતા હતા. એક વખત ઇંદ્ર તેમની પરીક્ષા કરવાનું ધાર્યું. તેથી ઇંદ્ર દર્શન-જ્ઞાન ચારિત્રરૂપ ત્રણ રત્નોની સૂચક સુવર્ણની ત્રણ જનોઇ અને બાર તિલક ધારણ કરેલા તથા ભરતે રચેલા ચાર વેદના મુખપાઠ કરનારા અને તીર્થયાત્રા કરતા આવેલા કરોડો શ્રાવકો દેખાડ્યા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યો. એ રીતે લાગટ આઠ દિવસ શ્રાવકોની ભક્તિ કરતાં રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેમની સાધર્મિક ભક્તિ તો યુવાન પુરુષની શક્તિની જેમ દિવસે દિવસે વધતી જ ગઇ. તેથી પ્રસન્ન થયેલા ઇંદ્ર તેમને દિવ્ય ધનુષ્ય, રથ, હાર, તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી. દંડવીર્યે પણ તે પ્રમાણે કર્યું.
સંભવનાથ ભગવાન આદિના દષ્ટાંતો શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડમાં આવેલા ઐરાવતક્ષેત્રની ક્ષમાપુરિ નગરીમાં વિમળવાહન નામે રાજા હતા. ત્યારે તેમણે ભારે દુકાળમાં બધા સાધર્મિકોને ભોજનાદિક આપીને જિનનામકર્મ બાંધ્યું. પછી દીક્ષા લઇ નવમાં આનતદેવલોકમાં થઇ શ્રી સંભવનાથ તીર્થકર થયા. તેઓ ફાગણ સુદી આઠમના દિવસે અવતર્યા, ત્યારે મોટો દુકાળ હોવા છતાં તે જ દિવસે ચારે તરફથી બધી જાતનું ધાન્ય આવી પહોંચ્યું. તેથી તેમનું સંભવ નામ પડ્યું.
બહદભાષ્યમાં કહ્યું છે કે “શં' શબ્દનો અર્થ સુખ છે. ભગવાનના દર્શનથી બધા ભવ્ય જીવોને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાને અનુસરીને બધા તીર્થકરોને સંભવ કહી શકાય. શ્રી સંભવનાથજી ભગવાનને “સંભવ” નામથી ઓળખવાનું બીજુ પણ કારણ જગદ્ગુરુ તીર્થકરો બતાવે છે. શ્રાવસ્તી નગરીમાં કાળદોષથી દુકાળ પડ્યો. ત્યારે બધા માણસો દુ:ખી થયા. પણ સેના દેવીની કુક્ષીમાં શ્રી સંભવનાથજી અવતર્યા ત્યારે ઇંદ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગતના એકમાત્ર સૂર્યસમાન પુત્રની પ્રાપ્તિ થયાની સેનાદેવીને વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા. તેથી ત્યાં સારો સુભિક્ષ થયો. આમ તે ભગવાનના સંભવથી (અવતારથી) બધા ધાન્યોનો સંભવ થયો, તેથી માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ રાખ્યું.
દેવગિરિ (વર્તમાન દોલતાબાદ)માં જગસિંહ નામે શેઠ સમૃદ્ધિમાં પોતાને સમાન ત્રણસો સાઠ વાણોતર પાસે હંમેશા બહોંતેર હજાર ટંકનો વ્યય કરાવી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતો હતો. આ રીતે દર વર્ષે ત્રણસો સાઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભૂનામના સંઘપતિએ ત્રણસો સાધર્મિકોને પોતાને સમાન કર્યા હતા. કહ્યું છે કે – તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતનો શું ઉપયોગ કે જેઓનો આશ્રય કરી રહેલાં ઝાડો (લાકડાના) ઝાડ જ રહે છે. પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ. કેમકે, તેનો આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામના વૃક્ષો પણ ચંદનમય થાય છે.
સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્ર (નવકાર) બોલનારા લોકોને એક ધારા-ક્રમ તોડ્યા વિના દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક ચારણને, બોલ એમ ફરી ફરી કહેવાથી તે નવવાર નવકાર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૩૮