________________
કે – જે મૂઢ પુરુષ શ્રી જિનેશ્વર દેવ સંબંધી ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિમ્મત આપ્યા વિના વાપરે, તે દુ:ખી થાય છે. નકરો આપીને વાપરવા લીધેલાં દેરાસર સંબંધી વાજિંત્ર કદાચિત્ ભાંગી-તૂટી જાય, તો પોતાના પૈસાથી તે સમારી આપવાં.
ઘરકામ માટે કરેલો દીવો પ્રભુદર્શન માટે જ જો જિનેશ્વર ભગવાનની આગળ લવાયો હોય. તો તે તેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજામાટે જ જો ભગવાન આગળ મુકયો હોય, તો તે દેવદીપ થાય. મુખ્યમાર્ગેથી તો દેવદીપમાટે કોડિયા વગેરે અલગ જ રાખવા. જો પોતાના કોડિયામાં પ્રભુમાટે દીવો કરવામાં આવે, તો એમાં વપરાયેલા તેલ-વાટ વગેરે પોતાને કામે નહીં વાપરવાં. કોઇ માણસે પૂજા કરનારા લોકો હાથ-પગ ધોઇ શકે એ માટે દેરાસરની બહાર જુદું પાણી રાખ્યું હોય, તો તે પાણીથી હાથ-પગ ધોવામાં કોઇ હરકત નથી.
છાબડિઓ, ચંગેરી, ઓરસિયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તુરી આદિ વસ્તુ દેવનિશ્રાએ નહીં રાખતા પોતાની નિશ્રાએ રાખીને જ દેવપૂજાવગેરેઅંગે વાપરવી. આમ કરવાથી પોતાના ઘરમાં કોઇ પ્રયોજન વખતે તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય, તો તે બધા ધર્મજ્યોમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલા તંબુ, પડદાઆદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં કેટલાક દિવસ સુધી વાપરવા માટે રાખ્યા હોય, તો પણ તેટલામાત્રથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં, કારણ કે મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય, તો પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મુકે છે, તેથી તે પાત્ર (થાળી વગેરે) પણ દેવદ્રવ્ય ગણવાની આપત્તિ આવે.
શ્રાવકે દેરાસર ખાતાનાં અથવા જ્ઞાનખાતાનાં ઘર, દુકાન આદિ ભાડું આપીને પણ નહીં વાપરવા. કારણ કે, તેથી નિર્ધ્વસ પરિણામવગેરે દોષની સંભાવના છે. (દેખાય જ છે કે એ ઘરવગેરે પાછળથી ખાલી કરાવતા સંઘને ભારે પડી જાય છે. ભાડેથી રહેલો એ જૈન પછી વધુ ભાડું તો આપતો નથી, પણ સંઘના ઉપાશ્રયઆદિ કાર્યમાટે પણ ઘર ખાલી કરી આપતો નથી, અથવા બદલામાં ઘણી મોટી રકમ માંગે છે.) સાધારણ ખાતાનાં હોય ને સંઘની અનુમતિથી વાપરે, તો પણ લોકવ્યવહારને અનુસરીને ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઇને આપવું. એ પહેલાની જો ભીંતવગેરે ભાડે લીધા પછી પડી જવાથી પોતે જો એ સમારે, તો તેમાં જે કંઇ ખરચ થયું હોય, તો તે ભાડામાં વાળી શકે, કારણકે, તેવો લોક વ્યવહાર છે. પરંતુ જો પોતાના માટે એકાદ માળ નવો ચણાવ્યો અથવા તે ઘરમાં બીજું કાંઇ નવું કર્યું હોય, તો તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણકે તેથી સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ આવે છે.(એટલે તેનો ખર્ચ પોતે જ ભરવો.)
કોઇ સાધર્મિકભાઇ સીદાતો હોય, તો સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક નહીં મળવાથી તીર્થવગેરેમાં જિનમંદિરમાં જ (અહીં ચૈત્યથી દેરાસરની પરસાળ અથવા દેરાસર સંબંધી જગ્યા અથવા દેરાસર સંલગ્ન ધર્મશાળા એવો અર્થ ઉચિત લાગે છે.) જો ઘણી વાર રહેવું પડે, તથા નિદ્રાઆદિ લેવી પડે; તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરો આપવો, થોડો નકરો આપે તો સાક્ષાત્ દોષ જ છે. એવી રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાના વસ્ત્ર, નારિયેળ, સોના રૂપાની પાટી, કળશ, ફૂલ, પક્વાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના નહીં મૂકવી. ઉજમણાવગેરે તો પોતાના નામથી શ્રાદ્ધવિધિ પ્રકરણ