________________
તાપસકુમારના ચિહ્નો, એનું રૂપ, એની ચેષ્ટાઓ, એના વચનોથી સ્પષ્ટ ભાસે છે કે એ કન્યા જ છે. નહિંતર એની આંખમાં આમ તરત આંસુ કેમ વહેવા માંડે ? આ સ્ત્રીઓનું ચિહ્ન છે, પુરુષોનું નહીં. જે પવન ઉપાડી ગયો, એમ લાગ્યું. એ પવન નહીં પણ કોઇ અગોચર રમત કરી ગયું છે. નહિતર એ તાપસકુમારને ઉપાડી જાય, આપણને નહીં એ કેવી રીતે બને? દુર્ભાગ્યથી એ ધન્ય કન્યાની ચોક્કસ કોઇ વિડંબના કરી રહ્યું છે. પણ મારું મન કહે છે એ દુર્ભાગ્ય કે દુર્ગહથી જલ્દીથી મુક્ત થઇ તને વરશે. કલ્પવૃક્ષને જોઇ લીધા પછી બીજા વૃક્ષો તરફ કોણ દૃષ્ટિ કરે? હે રત્નસાર! તારા તીવ્ર ભાગ્યોદયના બળપર જ એ જલ્દીથી દુષ્ટથી મુક્ત થઇ જશે. અને ભાગ્યથી જ તારી સાથે એનો જલ્દી સંગમ થશે. માટે દઢ થા! વિલાપ-શોક છોડી પુરુષોચિત પ્રવૃત્તિ કર.
આ સાંભળી સ્વસ્થ અને પ્રસન્ન થયેલા રત્નસારે શોક મુકી દીધો. પછી એ તાપસકુમારને યાદ કરતાં કરતાં અશ્વરત્નપર આરૂઢ થયો. પછી ઘણા વન, નગર, નદી, સરોવરો ઓળંગી એક અદ્ભુત, અલૌકિક ઉદ્યાન પાસે પહોંચ્યા.
એ ઉદ્યાનમાં પ્રવેશતાં જ રત્નસારે અને પોપટે શ્રી આદીશ્વર ભગવાનનું નુતન મણિમય મંદિર જોયું. એ દેરાસરની ધ્વજા પણ “હે કુમાર ! તમે અહીં આવો, તમને આ ભવ - પરભવ ઉભય અપેક્ષાએ લાભ થશે” એમ આમંત્રણ આપતી હોય એ રીતે ફરકી રહી હતી. તેથી રત્નસારે તિલકવૃક્ષના થડ સાથે અશ્વને બાંધી પૂજામાટે જરૂરી વિધિ પતાવી માલતીવગેરે ફુલો લઇ દેરાસરમાં પ્રવેશ કર્યો. વિધિપૂર્વક પૂજા કરી. પછી સુંદર વિવિધ ફુલો ચઢાવ્યા. પછી વિશિષ્ટ બુદ્ધિવાળા એણે પ્રભુની સ્તવના કરી -
જેમની સેવા કરવા દેવો તત્પર છે, તથા જેઓ એકીસાથે સમગ્ર જગતને જુએ છે; તે દેવાધિદેવ યુગાદિદેવને નમસ્કાર. પરમઆનંદના કંદ (મૂળ)ભૂત, એકમાત્ર પરમાર્થદેશક, પરમબ્રહ્મસ્વરૂપને વરેલા, પરમઆનંદના દાતા, ત્રણ જગતના ઈશ્વર અને ત્રાતા એવા યુગાદીશને નમસ્કાર. યોગીઓને પણ અગોચર, મહાત્માઓના પણ પ્રણામને યોગ્ય, શ્રી અને શમ્ (= કલ્યાણ)ના ઉભાવક, જગતના સ્વામી તમને વારંવાર નમસ્કાર.
રોમાંચિત થઇ આ રીતે પ્રભુને સ્તવી કૃતાર્થ થયેલા એણે પોતાના પ્રવાસને સફળ માન્યો. પછી જાણે કે ધરાતો જ ન હોય, એમ સુખ-અમૃત વરસાવતા એ દેરાસરને વારંવાર નીરખવાં માંડ્યો, ને અનન્ય સુખનો અનુભવ કરવા માંડ્યો. પછી દેરાસરના પરિસરમાં બેઠેલા એણે પોપટને કહ્યું – એ તાપસકુમારની આનંદદાયક કોઇ ખબર હજી સુધી આપણને કેમ મળી નહીં? પોપટે કહ્યું- તું ખેદ કર નહીં. આપણને એવા સરસ શુકન થયા છે કે આજે જ તને એનો હર્ષદાયક સંગમ થવો જોઇએ. ત્યાં તો અભુત મયુરવાહિની (મોરપર બેઠેલી) દિવ્ય વસ્ત્ર, સૌંદર્ય, રૂપ ધારિણી એક કન્યા ત્યાં પ્રગટ થઇ, જાણે કે પ્રજ્ઞપ્તિદેવી સાક્ષાત પધારી હોય એવું દ્રશ્ય સર્જાયું. દેવીઓની સ્વામિની જેવી એ કન્યા મયુર સાથે જ શ્રી ઋષભદેવ ભગવાનને નમી ત્યાં જ અદ્ભુત, અલૌકિક નૃત્ય કરવા માંડી. કુમાર અને કીર(પોપટ) આ દ્રશ્ય જોવામાં વિસ્મયતાથી એવા તન્મય બની ગયા કે બધું ભૂલી ગયા. એ કન્યા પણ કુમારના રૂપથી અચંબો પામી ગઇ ને ઉલ્લાસપૂર્વક એકાગ્ર થઇ.
પછી કુમારે જ પૂછવું - હે સૌંદર્યસામ્રાજ્ઞી ! તમને જો જરા પણ ખેદ નહીં થવાનો હોય, તો પૂછું - પેલીએ હા પાડવાપર કુમારે પૂછવું – આપનો પરિચય આપશો? ત્યારે એ કન્યાએ પણ પોતાનો ૧૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ