________________ 24 પરિવાદિની સાત તંતુવાળી વીણા. 28 મહતી સો તંતુવાળી વીણા, 35 તુંબ વીણા-તંબુરો. 36 મુકુંદ તે મુરજ વિશેષ છે, જે પ્રાય: અતિલીન થવાય તે પ્રમાણે વગાડાય છે. 37. હુડુક્કા એવા નામનું વાજિંત્ર વિશેષ છે. 80 ડિડિમ તે અવસર સૂચવતો પણવ છે. 42 કડબા - કરટિકા, 43 દર્દક પ્રસિદ્ધ છે. 44 નાના દર્દકને દર્દરિકા કહે છે. 47 તલ એ હાથથી વગાડવાનું એક જાતિનું તાલ છે. 54 વાલી એ મુખથી વગાડવાનું તુણવિશેષ વાજિંત્ર છે. પ૭ બંધુક પણ તુણને મળતું વાજિંત્ર મુખથી ફંકીને વગાડવાનું છે. બાકીના ભેદો લોકથી જાણી લેવા. અહીં વધારે નામ ગણાવ્યા છે. છતાં પણ ઓગણપચાસ વાજિંત્રોમાં બધાનો સમાવેશ થઈ જાય છે. જેમકે વંશ (વાંસ)માં વેણુ, વીણા, વાલી, પરલી, બંધુકા વાજિંત્રો સમાવેશ પામે છે. શંખ, શંખિકા, શૃંગી, ખરમુખી, પેયા, પરારિકા એ બધા ગાઢ ફૂંકવાથી વાગનારા વાજિંત્રો છે. પટહ પણવ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હોરંભા એ બન્ને અફાળતાં વાગે છે. ભેરી, ઝલ્લરી, દુંદુભી તાડના કરતા વાગે છે. મુરજ, મૃદંગ, નાંદી મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલિંગ, કુડુમ્બ, ગોમુખી, મર્દલ એ જોરથી થપાટ આપતા વાગે છે. વિપંચી, વીણા અને વલ્લકી મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી, પભ્રામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે. બબ્બીસા, સુઘોષા, નંદિઘોષા, તાર ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કુટતાં વાગે છે. આમોટ, ઝંઝા, નકુલ એ વાજિંત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબવીણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હુડુક્કા, ચિચ્ચિકી એ મુઠ્ઠના કરતાં વાગે છે. કરટી, ડિડિમ, કિણિત, કોંબ વગાડતાં વાગે છે. દર્દર, દર્દરી, કુતુંબર, કલશિકા એ મોટી થપાટ આપતાં વાગે છે. રીગિસિકા, લત્તિકા, મકરિકા, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફૂંકતા વાગે છે. આ બધા વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીઓ એકી સાથે વગાડે છે અને ગાય છે. બત્રીસ બદ્ધ નાટકોના નામ (1) સ્વસ્તિકને આકારે નાચવું, એમ જ શ્રીવત્સ, નંદાવર્ત, શરાવ સંપુટ (ચત્તા કોડિયા પર ઉંધુ કોડિયું), ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ આ આકારે નાટક કરવું. એ અષ્ટ માંગલિક પ્રવિભક્તિચિત્ર નામનું નાટક કહે છે. (2) આવર્ત-પ્રત્યાવર્ત-શ્રેણિ-પ્રશ્રેણિ, સ્વસ્તિક, પુષ્યમાણ, વર્ધમાનક, મતસ્યાપ્તક - મકરાણ્ડક - જીરમાર - પુષ્પાવલી - પદ્મપત્ર -સાગરતરંગ, વાસંતી લતા, પદ્મલતાં, પ્રવિભક્તિચિત્ર. (3) ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, ચમર, અષ્ટાપદ, કુંજર, વનલતા, પદ્મલતા, પ્રવિભક્તિચિત્ર નામ નાટક. (4) એક તરફ ચક્ર, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળા, દ્વિધા ચક્રવાળા, અર્ધચક્રવાળા, પ્રવિભક્તિચિત્રનામ નાટક, (5) ચંદ્ર, સૂર્ય, વલય, તારા, હંસા, એકમુક્તા, હાર, કનકાવતી, રત્નાવલી, અભિનયાત્મક આવલી પ્રવિભક્તિ નામનું નાટક. (6) ચંદ્રોદય તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભક્તિ નામ નાટક, (7) ચંદ્રના અને સૂર્ય આગમન પ્રવિભક્તિ નામનું નાટક. (8) ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભક્તિચિત્ર નામ નાટક, (9) ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભક્તિચિત્ર નામ નાટક, (10) ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહોરગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભક્તિ નામ નાટક. (11) વૃષભ, સિંહના લલિત, ગજ-અશ્વના વિલસિત, મદોન્મત્ત હાથી-ઘોડાનાં વિલંબિત અભિનય, રૂપ દ્રત વિલંબિત પ્રવિભક્તિચિત્ર. (12) સાગર નાદ પ્રવિભક્તિચિત્ર. (13) નંદા ચંપા પ્રવિભક્તિચિત્ર. (14) મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભક્તિચિત્ર. (15) ક ખ ગ ઘ ડ પ્રવિભક્તિચિત્ર (16) ચ છ જ ઝ ન પ્રવિભક્તિચિત્ર. (17) ટ ઠ ડ ઢ ણ, પ્રવિભક્તિચિત્ર. (18) ત થ દ ધ ન પ્રવિભક્તિચિત્ર. (19) પ ફ બ ભ મ પ્રવિભક્તિચિત્ર. (20) અશોક, આંબો, જાંબુ, કોસંબ, પલ્લવ પ્રવિભક્તિચિત્ર. (21) પાનાગ, અશોકવન, ચંપકવન, આમ્રવન, કુંદ, અતિમુક્તલતા, શ્યામલતા પ્રવિભક્તિચિત્ર, (22) કુત, (23) વિલંબિત, (24) વ્રતવિલંબિત પ્રવિભક્તિચિત્ર, (25) અંચિત પ્રવિભક્તિચિત્ર (26) રિભિત પ્રવિભક્તિચિત્ર, (27) અંચિત રિંભિત પ્રવિભક્તિચિત્ર.(૨૮) આરભટ પ્રવિભક્તિચિત્ર, (29) ભસોલ પ્રવિભક્તિચિત્ર, (30) આરભટ ભસોલ પ્રવિભક્તિચિત્ર, (31) ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રેચક, રંચિત, ભ્રાંત, સંભ્રાંત, પ્રવિભક્તિચિત્ર, (32) તીર્થંકરાદિ મહાપુરુષ ચરિતાભિનય નિબદ્ધ પ્રવિભક્તિચિત્ર. એ પ્રકારે બત્રીસબદ્ધ નાટકનાં નામ જાણવાં. આ વાત રાયપરોણીય સુત્રમાં બતાવી છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ 283