________________
એકદમ જ સુંદર અને ઉચિત કહ્યું. તે નિર્મળ બુદ્ધિવાળા ! તું તરત જઇ તીવ્રગતિથી જઇ રહેલા મારા પુત્રનો આ મહામાર્ગમાં સહાયક થા! લક્ષ્મણથી યુક્ત રામ જે રીતે છેવટે પોતાના સ્થાનને પામ્યા, એમ તારા જેવા પ્રિય મિત્રથી યુક્ત મારો પુત્ર સુખેથી પોતાના સ્થાનને પામશે. પોતાને કૃતાર્થ થયેલો માની પોપટ પણ એ આજ્ઞા પામી સાધુ જેમ સંસારમાંથી નીકળે છે, એમ પિંજરામાંથી નીકળી આકાશમાં ઉડતો-ઉડતો યથાશીધ્ર રત્નસારને મળ્યો. રત્નસારકુમારે પણ એની સાથે પ્રેમથી વાત કરી પોતાના ખોળામાં રાખ્યો.
પાછળ પડી ગયેલા મિત્રો ઉત્સાહ વિનાના થઇ દુ:ખી થઇ પાછા ફર્યા. ઘોડો પણ જાણે ભૂમિની ધૂળને અડવી પણ ન હોય એમ જાણે છલાંગો લગાવતો લગાવતો ઘણા ગામ-નગરો ઓળંગી શબરસેના નામના જંગલમાં પહોંચી ગયો. લડતા હાથી, સિંહ, વાઘ, વરુ, પાડાવગેરેથી ભયંકર એ જંગલમાં રત્નસાર કુમારે દોલા(હીંચકાપર) બેસી ઝુલી રહેલા પાતાલકુમાર જેવા અદ્ભુત રૂપવાળા તાપસકુમારને જોયો. એને જોઇને જ રત્નસારને વિશેષ પ્રેમની લાગણી જન્મી. તાપસકુમાર પણ એને જોઇ વરને જોઇ કન્યાની જેમ લજ્જા, ઉત્સુક્તાવગેરે અનુભવી આનંદિત થયો. તેથી લજ્જાવગેરેથી યુક્ત હોવા છતાં હિંમત કરી હીંચકો છોડી રત્નસાર પાસે આવી પૂછવા માંડ્યો..
હે વિશ્વવલ્લભ! હે સૌભાગ્યનિધિ! તમે અહીં ક્ષણભર રોકાઇને મને કૃતાર્થ કરો... હે કુમાર! તમારા રહેવાસથી કયું રાજ્ય ગ્લઘા પામ્યું છે? તમારા રહેઠાણથી કયું નગર જગતમાં અનુત્તર બન્યું છે? તમારી સંગતથી કઇ જ્ઞાતિ સુગંધી બની છે? તમારા જન્મથી ત્રણ જગતને આનંદિત કરનારા તમારા કોણ જનક (= પિતા) છે કે જેની સ્તવના કરીએ? તમને જન્મ આપી માનનીયમાં પણ માનનીય બનેલી કોણ માતા છે? સજ્જનોની જેમ લોકોને આનંદ દેનારા તમારા સ્વજનો કોણ છે કે જેઓ તમને પામીને પોતાનું સ્વજનપણું સાર્થક માને છે? હે મહિમાનિધિ ! તમારી કીર્તિ કયા નામથી ફેલાયેલી છે? બીજાની અવગણનારૂપ આટલી ઉતાવળ કેમ છે? વગેરે પૂછ્યું.
તાપસકુમારની આવી મધુરી વાતથી રત્નસાર તો છોડો, ઘોડો પણ જાણે કે કાન ઉંચા કરીને સાંભળવા તત્પર બન્યો. કુમારની ઇચ્છા જાણીને ઘોડો થંભી ગયો. કુમાર તો આ તાપસકુમારના રૂપવગેરેથી વિસ્મયથી સ્તબ્ધ થઇ કશું બોલી શક્યો નહીં, પણ તે વખતે પોપટે અવસરને ઓળખી કહ્યું - તમારે આ બધી વિગતો જાણીને શું કરવું છે? હમણા કોઇ વિવાહ સંબંધી કાર્ય થોડું કરવું છે? આમ તો તમે ઔચિત્યમાં કુશળ છો, છતાં આ અતિથિનો ઉચિત સત્કાર કરો એ જ અવસરોચિત છે.
બધા જ વ્રતધારીઓ માટે અતિથિ પૂજ્ય છે. લૌકિકો પણ કહે છે – બ્રાહ્મણનો ગુરુ અગ્નિ છે. વર્ણો (ક્ષત્રિયાદિ)માં ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીઓનો તો પતિ જ ગુરુ છે. પણ બધા માટે આંગણે આવેલો મહેમાન ગુરુ છે. તેથી જો તમારું ચિત્ત આ શ્રેષ્ઠકુમાર પ્રત્યે આકર્ષાયું હોય, તો એમનું આતિથ્ય કરો, બીજી વાતોથી સર્યું.
પોપટની વાતોથી પ્રસન્ન થયેલા તાપસકુમારે જાણે કે રત્નમાળા આરોપતો હોય, એમ ફુલની માળા આરોપી. પછી રત્નસારને કહ્યું - જગતમાં તમે જ પ્રશસ્ય છો કે જેમને આવો હોંશિયાર પોપટ મિત્રરૂપે મળ્યો છે. તે ભાવજ્ઞ! હવે તમે ઘોડા પરથી ઉતરી મારા આતિથ્યનો સ્વીકાર કરો. આ ખીલેલા ફલોવાળું તળાવ, આ વન અને હું તમારે વશ છીએ. અમે તપસ્વીઓ તો સ્વાગતમાં વિશેષ શું કરી ૧૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ