________________
લોકોને પણ નગરમાંથી હાંકી કાઢ્યા. રાજા કે આગેવાને વિચાર્યા વિના કરેલા કાર્યની સજા પ્રજાને કે અનુસરનારાઓને પણ ભોગવવી પડે છે. હમણાં પણ જે નગરમાં પ્રવેશે, એને હણી નાખે છે. તેથી જ મેં તમને નગરમાં પ્રવેશવાના નામે યમરાજાના મોંમા પ્રવેશતા અટકાવ્યા.
મેનાની સુંદર વાણીથી કુમાર વિસ્મય પામ્યો, પણ ભય તો જરા પણ ઉદ્ભવ્યો નહીં. કૌતુક જોવાની ઇચ્છાવાળાએ ભય અને આળસ બંને છોડવા પડે એમ વિચારી એ તો રાક્ષસના પરાક્રમ જોવાના કૌતુકથી નગરમાં પ્રવેશ્યો. નગરના અદ્ભુત પ્રાસાદો, શ્રેષ્ઠ મંદિરો, દેવાધિષ્ઠિત દુકાનો, બીજી પણ મોટી દુકાનો, રત્નો, સંપત્તિ, ઐશ્વર્યવગેરે જોતો-જોતો એ નગરના રાજમાર્ગમાં ફરવા માંડ્યો. એક પણ માણસની અવર-જવર ન હોવાથી જાણે આખું નગર સુઇ ગયું હોય, તેમ લાગતું હતું. તો સમૃદ્ધિ કુબેરના નગરની ભાસતી હતી. ફરતા ફરતા એ રાજાના મહેલમાં પહોંચ્યો. ત્યાં એણે જાણે કે ઇન્દ્રની શય્યા ન હોય, એવી મહામૂલી રમણીય શય્યા જોઇ. એના પર ચઢી એ તો ભય વિના થાક ઉતા૨વા સુઇ ગયો.
આ બાજુ પગલાઓથી કોઇ મનુષ્યના આવવાની જાણકારી મળવાથી ક્રોધથી ધમ ધમ થતો રાક્ષસ ત્યાં આવ્યો. ત્યાં કુમારને સુખેથી સુતેલો જોઇ વિચા૨વા માંડ્યો, અરે જ્યાં પગ મુકવાનો બીજા વિચાર પણ કરી શકે નહીં, ત્યાં આ લીલામાત્રથી સુઇ ગયો ! તેથી આને હવે હું કઇ પદ્ધતિથી મારી નાખું? શું નખોથી આનું માથું ફોડી નાંખુ? કે ગદાથી ચૂરે ચૂરા કરી નાખું? અથવા છરીથી છોલી નાખું? કે પછી અગ્નિથી બાળી નાખું? વગેરે વિચાર કરતાં કરતાં જ રાક્ષસને વિચાર આવ્યો - અહીં આવીને આ રીતે સુતેલાને મા૨વો યોગ્ય નથી. ઘરે તો શત્રુ પણ મહેમાન થઇ આવે, તો ગૌ૨વ આપવા યોગ્ય ગણાય. જેમકે મીન રાશી કે જે ગુરુ ગ્રહની રાશિ છે, એમાં એનો વેરી શુક્ર આવે છે, તો ગુરુ એને ઉચ્ચતા આપે છે. (શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો થાય છે.)
તેથી જ્યાં સુધીમાં આ જાગે નહીં, ત્યાં સુધીમાં મારા ભૂત મિત્રોને બોલાવી લાવું. પછી ઉચિત લાગશે કરીશ. એમ વિચારી એ બધા ભૂતોને બોલાવી લાવ્યો. છતાં પેલાને ઉંઘમાં જોઇ રાક્ષસે ગર્જના કરી - રે બુદ્ધિહીન ! મર્યાદાહીન ! લજ્જાહીન ! ભયહીન ! શીઘ્ર મારા આ ઘરમાંથી નીકળી જા, નહીંતર મારી સાથે યુદ્ધ કર. આ ગર્જના અને ભૂતોના કિલ-કિલ અવાજથી ઉંઘ છોડી હજી તંદ્રા અવસ્થામાં રહેલા કુમારે કહ્યું - હે રાક્ષસેન્દ્ર ! વિદેશી એવા મને નિદ્રામાં વિઘ્ન કેમ કરે છે? ભૂખ્યાને ભોજનમાં વિઘ્ન કરવા જેવું આ પાપ છે. કહ્યું છે - ધર્મનો નિંદક, પંક્તિભેદ કરનાર (સમાન સાથે સમાન વ્યવહાર નહીં કરનાર), કારણ વગર નિદ્રા ઉડાડનાર, કથારસમાં ભંગ પાડનાર અને વગર કા૨ણે ૨સોઇ કરનાર - આ પાંચ મહા પાપી છે. તેથી નવા ઘી યુક્ત શીતલ પાણીથી મારા પગના તળિયા ઘસ કે જેથી મને ફરીથી ઉંઘ આવે.
આ સાંભળી રાક્ષસે વિચાર્યું - અરે ! આનું અદ્ભુત ચરિત્ર તો ઇંદ્રને પણ ડોલાવી દે, તો બીજા સામાન્ય માણસની તો વાત જ ક્યાં? આ મારા જેવા પાસે પોતાના પગના તલિયા ઘસાવવા માંગે છે. સિંહપર સવાર થઇ જવા જેવી આ નિર્ભયતા છે. ગજબના છે આના સાહસ, પરાક્રમ, હિંમત, નિર્ભયચિત્ત વગેરે. અથવા બહુ વિચારવાથી સર્યું. આ જગતશ્રેષ્ઠ પહેલી જ વાર કહ્યું છે, તો લાવ આ અતિથિની સેવા કરું. પેલો રાક્ષસ આ કુમારના પગના તળિયા ઘસવા માંડ્યો. ખરેખર જે જોવાયું -
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૯૪