________________
કરે. તથા હે વસિષ્ઠ! જે પુરુષ ચોમાસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશા તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે, તે આ લોકમાં તથા પરલોકમાં બધી અભીષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચોમાસામાં મધ, માંસ વર્જે છે, તે દરેક મહીને સો વર્ષ સુધી કરેલા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામે છે વગેરે.
માર્કંડેય ઋષિએ પણ કહ્યું છે કે – હે રાજન્ ! જે પુરુષ ચોમાસામાં તેલમર્દન કરતો નથી , તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિકનો ભોગ છોડી દે છે, તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જે પુરુષ કડવો, ખાટો, તૂરો, મીઠો અને ખારો એ રસોથી ઉત્પન્ન થતા રસોને વર્ષે, તે પુરુષ કોઇ ઠેકાણે પણ કુરૂપતા તથા દૌર્ભાગ્ય પામતો નથી. પાન ખાવાનું છોડે તો ભોગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાનું શાક છોડે તે ધન તથા પુત્ર પામે. હે રાજન! ચોમાસામાં ગોળ ન ખાય તો મધુર સ્વરવાળો થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે, તો બહુ સંતતિ પામે. ભૂમિપર સંથારે સૂઇ રહે, તો વિષ્ણુનો સેવક થાય. દહીં તથા દૂધ વર્જે, તો ગોલોક નામના દેવલોક જાય. બપોર સુધી પાણી પીવાનું તજે, તો રોગોપદ્રવ ન થાય. જે પુરુષ ચોમાસામાં એકાંતર ઉપવાસ કરે, તે બ્રહ્મલોકે પૂજાય. જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે, તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે, તે અનંત પુણ્ય પામે. ભોજન કરતી વખતે જે મૌન ન રહે. તે કેવળ પાપ જ ભોગવે છે એમ જાણવું. મૌન ભોજન કરવું ઉપવાસ સમાન છે, માટે ચોમાસામાં જરૂર મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા. ઇત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
રોજિંદો વેપાર કરનાર પણ સીઝનમાં વધુ માલ ભેગો કરી, વધુ વેપાર કરી વધુ કમાણી કરે છે એમ દૈનિક ધર્મોને આરાધતા શ્રાવકે ચોમાસામાં વિશેષ આરાધનાઓ કરી વિશેષ પુણ્યઉપાર્જન કરવું જોઇએ.
ચોમાસાના ભેજ-પાણીવાળા દિવસોમાં જીવોત્પત્તિ ખૂબ જ થાય છે. તેથી જયણાસાવધાનીની અપેક્ષા પણ ખૂબ વધી જાય છે. તેથી ચોમાસાના દિવસોમાં તો વેપારમાટે કે તીર્થયાત્રામાટે પણ શક્ય પ્રવાસ ટાળવો જોઇએ.
પર્વતીથીના દિવસોએ અને ચોમાસામાં જ્યારે પ્રવચન શ્રવણ અત્યંત આવશ્યક છે, ત્યારે લગ્ન, વિવાહ, પાર્ટી, પિકનીક જેવા કાર્યક્રમો ગોઠવવા જોઇએ નહીં. આપણા એ કાર્યક્રમમાં વ્યવહાર સાચવવાના નામે પણ જે શ્રાવક આવે, તે પર્વઆરાધના ચુકી જાય અને એમાં ચોમાસામાં તો ધારાબદ્ધ ચાલતા પ્રવચનોમાંથી એકાદ પણ પ્રવચન ચૂકી જવાપર એ ધારા તુટી જવાપર ‘હવે પ્રવચનમાં રસ નહીં રહે’ એમ માની પ્રવચનો છુટી જવાપર એ દ્વારા એ જે કાંઇ ધર્મ-સુકૃત કરવાથી વંચિત રહી જાય એમાં પાપના પૂરા ભાગીદાર આપણને બનવાનું થાય છે.
૨૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ