________________
થાય ત્યારે ઝટ અંદર જવું અથવા બહાર આવવું અઘરું થઇ પડે છે.
ભૂમિની પરીક્ષા ઘર માટેની જગ્યા શલ્ય, ભસ્મ, ખાર વગેરે દોષથી તથા નિષિદ્ધ આય (વાસ્તુસંબંધી ગણતરી) વગેરેથી રહિત હોવી જોઇએ. તેમજ દૂર્વા, કુંપળ (અંકુશ), દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણાં હોય, એવું તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવી હોવી જોઇએ. કહ્યું છે કે – ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ગરમ સ્પર્શવાળી તથા વર્ષાઋતુમાં ઉભય (સમશીતોષ્ણ) સ્પર્શવાળી જે ભૂમિ હોય, તે બધા માટે શુભકારી છે. એક હાથ જેટલી ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તો શ્રેષ્ઠ, બરાબર થાય તો મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડો કરીને પાણી ભર્યું હોય, તો તે પાણી સો પગલાં જઇએ ત્યાં સુધીમાં જેટલું હતું, તેટલું જ રહે તો તે ભૂમિ સારી, આંગળ જેટલું ઓછું થાય તો મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તો અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં ફલ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે, તો તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઇ જાય તો મધ્યમ અને બધા સૂકાઇ જાય, તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલા ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઉગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી.
ભૂમિ રાફડાવાળી હોય તો વ્યાધિ, પોલી હોય તો ગરીબી, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તો દુ:ખ આપે છે, માટે શલ્ય ઘણા જ પ્રયત્નથી તપાસવું. માણસનું હાડકું વગેરે શલ્ય હોય, તો તેથી માણસની હાનિ થાય. ગધેડાનું શલ્ય હોય તો રાજાવગેરેથી ભય ઉત્પન્ન થાય, કુતરાનું શલ્ય નીકળે તો બાળકનો નાશ થાય. બાળકનું શલ્ય હોય, તો ઘરધણી મુસાફરીએ જાય. ગાયનું અથવા બળદનું શલ્ય હોય, તો ગાય-બળદોનો નાશ થાય અને માણસના વાળ, કપાળ, ભસ્મ વગેરે હોય તો તેથી મરણ થાય વગેરે.
ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો પહેલો અને ચોથો પહોર મુકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવતી ઝાડની અથવા ધ્વજા વગેરેની છાયા હંમેશા દુ:ખ આપનારી છે. (પહેલા-છેલ્લા પહોરમાં પડતી છાયામાં વાંધો નથી.) અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પની નજર તથા મહાદેવનું ઉપર કહેલું બધું (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહતની દૃષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. કહ્યું છે કે અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવની દૃષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ એ વજેવા. ચંડી સવે ઠેકાણે અશુભ છે. માટે તેને સર્વથા વર્જવી. ઘરની જમણી બાજુ અરિહંતની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબી બાજુ પડતી હોય તો તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તો બહુ દુ:ખ થાય. પણ જો વચ્ચે રસ્તો હોય તો કોઇ દોષ નથી.
શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક ખૂણામાં (વિદિશામાં) ઘર ન કરવું, કેમકે તે ઉત્તમ જાતના લોકો માટે અશુભકારી છે. પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનના ગુણ-દોષ, શકુન, સ્વપ્ન, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા. સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૫૩