________________
- માછલાંઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકે જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઇચ્છવા યોગ્ય નથી. તેથી શ્રાવકે શક્ય હોય, તો હંમેશા સચિત્ત આહારનો ત્યાગ કરવો જોઇએ. કદાચ તેમ ન કરી શકે, તો પર્વદિવસે તો જરૂર છોડવો જ જોઇએ. તેમજ પર્વદિવસે સ્નાન, માથાના વાળવગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે ધોવા અથવા રંગવા, ગાડાં, હળ વગેરે ખેડવા, ધાન્ય વગેરેના મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ-ફળ વગેરે તોડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવાં, ધાન્ય આદિ પાકની લણણી કરવી, લીપવું, માટી વગેરે ખણવી, ઘરવગેરે બનાવવું ઇત્યાદિ બધા આરંભ યથાશક્તિ વર્જવા.
પોતાના કુટુંબનો નિર્વાહ બીજી રીતે થઇ શકે એમ ન હોય, તો ગૃહસ્થ અમુક આરંભ કરવો પડે. (એટલું ધ્યાન રાખવું કે નિર્વાહ ન થતો હોય તો વાત છે.) પણ સચિત્ત આહારનો ત્યાગ તો પોતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય એમ હોવાથી તે અવશ્ય કરવો. ગાઢ માંદગી જેવા ભારે કારણે સચિત્ત આહારનો સંપૂર્ણ ત્યાગ કરી ન શકે, તો એક બે આદિ સચિત્ત વસ્તુની નામ લઇને છૂટ રાખી બાકીની બધી સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો.
અઠ્ઠાઇઓની વિચારણા તેમજ આસોની તથા ચૈત્રની અટ્ટાઇ, તથા (આષાઢ, કાર્તિક અને ફાગણ)એ ત્રણ ચોમાસી અને (પર્યુષણની અઢાઇ) સંવત્સરી વગેરે પર્વોમાં ઉપર કહેલી વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે – સંવત્સરી (વાર્ષિક પર્વની અટ્ટાઇ), ચોમાસાની ત્રણ અટ્ટાઇ, ચૈત્ર માસની અને આસો માસની અટ્ટાઇ, તેમજ બીજી પણ પર્વ તિથિઓમાં પૂર્ણ આદરભાવથી જિનેશ્વર ભગવંતની પૂજા, તપ, બ્રહ્મચર્યઆદિ વ્રત તથા પચ્ચક્ખાણ કરવા જોઇએ.
(વર્ષની) છ અઠ્ઠાઇઓમાં ચૈત્રની અને આસો માસની એ બન્ને અઠ્ઠાઇઓ શાશ્વતી છે. તે બન્નેમાં વૈમાનિક દેવતાઓ પણ નંદીશ્વરાદિ તીર્થે યાત્રા મહોત્સવો કરે છે. કહ્યું છે કે બે શાશ્વતી યાત્રાઓ છે. તેમાં એક ચૈત્રમાસની અટ્ટાઇની છે અને બીજી આસો માસની અટ્ટાઇની છે. તેમાં દેવતાઓ અટ્ટાઇ મહોત્સવાદિ કરે છે. એ શાશ્વતી યાત્રાઓ બધા દેવો કરે છે. વિદ્યાધરો નંદીશ્વરદ્વીપે યાત્રા કરે છે. અને મનુષ્યો પોતાને સ્થાને યાત્રા કરે છે. (પોતે જઇ શકે એ તીર્થની અથવા વિશેષ તપ - બ્રહ્મચર્ય – પૌષધ - પ્રભુભક્તિ વગેરરૂપ યાત્રા કરે.)
તેમજ ત્રણ ચોમાસાની અઠ્ઠાઇઓ અને પર્યુષણની અટ્ટાઇ એમ કુલ મળી ચાર અઠ્ઠાઇઓ તથા તીર્થકરોના જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, અને નિવાર્ણ કલ્યાણકની અટ્ટાઇઓમાં નંદીશ્વરની યાત્રા કરે છે. પણ એ અશાશ્વતી સમજવી. જીવાભિગમ સૂત્રમાં તો એમ કહેવું છે કે – ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ ત્રણ ચોમાસાની અને પજુસણની અટ્ટાઇઓમાં મહામહિમા કરે છે.
તિથિની ગણત્રી કેવી રીતે કરવી? તિથિ તો પ્રભાતે પચ્ચખાણ વેળાએ જે હોય, તે જ પ્રમાણ થાય છે, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયના અનુસાર જ દિવસાદિકનો વ્યવહાર છે. કહ્યું છે :- ચોમાસી, વાર્ષિકપાખી, પાંચમ, આઠમમાં, તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્ય ઉદય પામે છે, બીજી નહીં. પૂજા, પચ્ચકખાણ, પડિક્રમણ તેમજ નિયમ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૨૦