________________
ગ્રહણ તે તિથિમાં કરવાં, કે જે તિથિમાં સૂર્યનો ઉદય થયો હોય. સૂર્યના ઉદય વખતે જે તિથિ હોય તે જ વિધિ પ્રમાણ કરવી. બી નિધિ કરતાં આજ્ઞાભંગ થાય, અનવસ્થા દોષ લાગે, મિથ્યાત્વ દોષ લાગે. વિરાધક થાય.
પારાશરી સ્મૃતિમાં પણ કહ્યું છે કે - સૂર્યના ઉદય વખતે જે થોડી પણ તિથિ હોય, તે સંપૂર્ણ છે એમ માનવી. બીજી તિથિ ઘણો વખત ભોગવાતી હોય તો પણ ઉદય વખતે ન હોવાથી માનવી નહિ. ઉમાસ્વાતિ વાચકના વચનનો એવો પ્રોષ સંભળાય છે કે :- ક્ષયમાં પૂર્વની તિથિ કરવી. વૃદ્ધિમાં ઉત્તરની તિથિ કરવી. શ્રી મહાવીરસ્વામીનું જ્ઞાન ને નિર્વાણ કલ્યાણક લોકને અનુસરીને કરવું. (આ મુદ્દો વર્તમાનમાં અત્યંત સંવેદનશીલ બની ગયો છે. સૂર્યોદયવખતની તિથિ કરવી. પણ ક્યાંના સૂર્યોદયની? જો દરેક સ્થળે પોતપોતાના સૂર્યોદય મુજબ કરવાની હોય, તો પૂર્વ-પશ્ચિમ દિશાના સ્થાનોને અપેક્ષીને જેમ નવકારશી જુદા જુદા સમયે આવે છે, એમ ઘણી તિથિઓ જુદી જુદી આવે. દા.ત. કલકત્તામાં બીજા ત્રીજ હોય, ત્યારે શક્ય છે કે મુંબઇમાં પહેલી ચોથ હોય. તેથી એક ક્ષેત્રનું તિથિદર્શક પંચાંગ બીજા ક્ષેત્રમાં કામ લાગે નહીં. વળી, અત્યારના જૈન પંચાંગ વિદ્યમાન નથી. બધું લૌકિક પંચાંગનો ટેકો લઇ ચાલે છે. શાસ્ત્રીય જૈનપદ્ધતિમાં એક પણ તિથિની વૃદ્ધિ આવતી નહીં. આજના લૌકિક પંચાંગોમાં એ જોવા મળે છે, ને લૌકિક પંચાંગોમાં પણ તિધિની ગણતરીમાં એકમત નથી. વળી જેમ ઉપર તિથિ બદલવામાં આજ્ઞાભંગાદિ દોષો બતાવ્યા છે, તેથી પણ મોટા દોષો ગ્રંથકારોએ સંધએકતાભંગ અને તેથી થતી શાસનહીલનામાં બતાવ્યા છે, એ પણ ભૂલવું નહીં. હાલમાં કોઇ પણ પક્ષ (એક તિથિ કે બે તિથિ) તે-તે સ્થળના સૂર્યોદય મુજબ તિચિઆરાધના કરતું નથી. પણ જન્મભૂમિ નામના લૌકિક પંચાંગમાં સૂર્યોદય વખતે મુંબઇની જે તિથિ બતાવી હોય, તે તિથિનો આધાર લઇ સંસ્કાર કરી આરાધના કરે છે. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહીં સ્વીકારતો પક્ષ એકતિથિ પક્ષ કહેવાય છે. તપાગચ્છીય મોટા ભાગના સમુદાયો અને એમને અનુસરતા સંધો આ પક્ષે છે. પર્વતિયની પણ ક્ષય-વૃદ્ધિ સ્વીકારતો પક્ષ બે-તિયિ પક્ષ છે. એકવર્ગ આ પક્ષે છે. ઉમાસ્વાતિજીની ઉપરોક્ત પ્રોષ ગણાતી ગાયાની વ્યાખ્યામાં પણ બંને પક્ષે મતભેદ છે..
પર્વતિથિ આરાધવાના લાભ...
તીર્થંકરોના ચ્યવન જન્માદિ પાંચ કલ્યાણકના દિવસો પણ પર્વતિથિ છે. બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તો વિશેષ પર્વતિથિ જાણવી. સંભળાય છે કે - બધી પર્વતિથિઓની આરાધના કરવા અસમર્થ કૃષ્ણમહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “હે સ્વામિનુ ! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?” ત્યારે ભગવાને કહ્યું, “હે મહાભાગ ! જિનેશ્વરોના પાંચ કલ્યાણકોથી પવિત્ર થએલી માગશર સુદી અગિયારસ (મૌન અગિયારસ) આરાધવા યોગ્ય છે. આ તિથિએ પાંચ ભરત અને પાંચ ઔરાવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે બધું મળી પચાસ કલ્યાણક થયા.” પછી કૃષ્ણે મૌન પૌષધોપવાસ વગેરે કરી તે દિવસની આરાધના કરી. તે પછી ‘‘જેવો રાજા તેવી પ્રજા” એવો ન્યાય હોવાથી બધા લોકોમાં “એકાદશી આરાધવા યોગ્ય છે એવી પ્રસિદ્ધિ થઇ. પર્વતિથિએ વ્રત પચ્ચક્ખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે -
પ્રશ્ન :- હું ભગવાન ! બીજ વગેરે પાંચ તિથિઓએ કરેલું ધર્માનુષ્ઠાન કેવા ફળવાળું થાય છે?
ઉત્તરઃ- હે ગૌતમ ! બહુ ફળવાળું થાય છે, કેમકે પ્રાયે આ પર્વતિથિઓમાં પરભવનું આયુષ્ય બંધાય છે. તેથી તે દિવસે વિવિધ તપવગેરે ધર્માનુષ્ઠાન કરવાં કે જેથી શુભ આયુષ્ય બંધાય. આયુષ્ય બંધાઇ ગયા પછી પાછળથી દૃઢ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળતું નથી. જેમકે પૂર્વે શ્રેણિક રાજાએ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૨૧