________________
વરને પણ કન્યા નહીં આપવી. કુળ અથવા જાતિથી હીન, પોતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા નહીં આપવી. જેને ઘણા સાથે વેર હોય, અને જેની ઘણી નિંદા થતી હોય, તથા જે મેળવેલું બધું જ ભોગવી નાખનારો હોય (બચત વગેરે કરતો ન હોય) તથા આળસું મનવાળો હોય એવા વરને કન્યા નહીં આપવી. પોતાના ગોત્રમાં થએલા, જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી વરને કન્યા નહીં આપવી.
કુલીન સ્ત્રી પોતાના પતિવગેરે સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ-સસરાપર ભક્તિવાળી સ્વજન પર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશા પ્રસન્ન મુખવાળી હોય છે. જેનો પુત્ર વશમાં છે, પત્ની ભક્ત અને પતિની ઇચ્છા મુજબ વર્તનારી છે, અને જેને મળેલા વૈભવમાં પણ સંતોષ છે, તે પુરુષને અહીં જ સ્વર્ગ છે.
વિવાહના આઠ ભેદ
અગ્નિ તથા દેવ વગેરેની સાક્ષીમાં હસ્ત-મેળાપ કરવો, તે વિવાહ કહેવાય છે. તે લોકમાં આઠ પ્રકારનો બતાવ્યો છે. ૧. કન્યાને આભૂષણો પહેરાવી આપવી તે બ્રાહ્મવિવાહ છે. ૨. ધન ખર્ચી કન્યાદાન કરવું તે પ્રાજાપત્યવિવાહ છે. ૨. ગાય બળદનું જોડું આપી કન્યાદાન કરવું તે ૠષિવિવાહ છે. ૪. યજમાન બ્રાહ્મણને યજ્ઞની દક્ષિણા તરીકે કન્યા આપે તે દૈવવિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫. માતા-પિતા-ભાઇઓવગેરેને પ્રમાણભૂત ન હોવા છતાં પરસ્પર અનુરાગથી જે પરણી જવું તે ગાંધર્વ છે. ૬. શરતના બંધનથી (જુગારઆદિમાં) કન્યા આપવી તે આસુર છે. ૭. બળજબરીથી ગ્રહણ કરવી તે રાક્ષસવિવાહ છે. ૮. સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યા ગ્રહણ કરવી તે પૈશાચ વિવાહ છે. આ ચારે વિવાહ અધર્મભૂત છે.
જો વહુની તથા વરની પરસ્પર પ્રીતિ હોય, તો અધર્મવિવાહ પણ ધર્મયુક્ત છે. પવિત્ર સ્ત્રીનો લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીનો લાભ થાય અને પતિ તેનું જો બરાબર ૨ક્ષણ કરે, તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશા સામાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઇ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા સ્વજનના સત્કારનું પુણ્ય થાય છે.
પત્નીનું રક્ષણ
હવે પત્નીના રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે પરિમિત રકમ જ આપવી. તેને સ્વતંત્રતા આપવી જ નહીં. હંમેશા માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં રાખવી. પત્ની સંબંધી ઉચિત આચરણની વિચારણામાં આ બધી વાતો કરી છે. વિવાહવગેરેમાં ખરચ, ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લોક વગેરેના ઔચિત્યને ધ્યાનમાં રાખી જેટલું ક૨વું જોઇએ તેટલું જ કરે, પણ વધારે ન કરે. કારણકે, વધુ ખરચ વગેરે તો ધર્મકૃત્યમાં જ કરવું ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહવગેરેમાં જેટલો ખરચ થયો હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘનો સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવા. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. (માત્ર પૈસાનો દેખાડો કરવાના નામે ફટાકડા ફોડવા, મોટા જમણવાર કરવા વગેરેના નામે જે જૈનો વિવાહ-લગ્નના નામે લાખો - કરોડો રૂ।. ઉડાવી નાખે છે, તેઓએ આ વાત ધ્યાનમાં લેવી જેવી છે.) ઈતિ ત્રીજું દ્વાર સંપૂર્ણ. (૩)
૨૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ