Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust
Catalog link: https://jainqq.org/explore/008287/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન રત્નાકર [ ભાગ-૬] પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો : પ્રકાશક : શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ મુંબઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This shastra has been kindly donated by Juthalalbhai, Dilipbhai and Chandriben, London, UK in memory of Radiatben Juthalalbhai Shah. The donors have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Pravachan Ratnakar, Part 6 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates Version History Version Date Changes Number 001.a 22 April | Updated "Thanks & our Request" page 2002 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રાપ્તિસ્થાન : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪ ૨૫૦ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ-૪OO OOR વિ. સં. ૨૦૩૮ વીર સં. ૨૫૦૮ પ્રથમ આવૃત્તિ પ્રત : ૧OOO મૂલ્ય : ૭-૦૦ મુદ્રક : અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। પ્રારંભિક : પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધ્વમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવપ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદ્દભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી–જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સત્પષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪૫ વર્ષોથી ઉપરોક્ત પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચન-ગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈનસમાજ ઉપર અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે તેઓશ્રિના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. આ પ્રવચનરત્નાકર ગ્રંથમાળાનાં પ્રથમ ત્રણ ભાગ પૂજ્યશ્રીની હયાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શીતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીના સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધૂરી રહી. સવંત ૨૦૩૭ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા પર વજઘાત થયો. શાશ્વત શાંતિનો માર્ગ બતાવનાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates અમને–દરેક જીવમાત્રને ‘ભગવાન ’ કહી બોલાવનાર વિરોધીઓને પણ ‘ભગવાન ’ કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરુણા વસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી એકલવીર મોક્ષમાર્ગને અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાનાં માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીય શતાબ્દિઓમાં કયારેય થઈ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી. પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરના લક્ષણો ઝળકતાં હતાં, સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વરંવાર ઉછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, દ્રેષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્ત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતા અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મને અંગીકાર કરતા. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઈ. ૫૨માગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યાથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવા૨ ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વાર તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે પણ તેનો મહિમા જો યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચાર પણ એટલો જ આવશ્યક છે. ૫૨માગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હ્રદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતાં. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી પરમાગમો ઉ૫૨ પ્રવચન આપતા રહ્યાં અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણ-શિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે. તેઓશ્રી ફરમાવતા કે ધર્મ તે અર્ધકલાક-કલાક કે પર્વ-પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્રે સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી મધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દષ્ટિએ જોતા. દિગંબર સમાજનાં પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતાં કે અમો એક પણ નવો જૈન બનાવી નથી શકતા ત્યારે આ મહાપુરુષે લાખો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આવા વિલક્ષણ પુરુષનો મહાભાગ્ય પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ ““અમૃત વરસ્યા રે પંચમ કાળમાં....'' અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો થયો. એ મહાપુરુષનો આપણા ઉપર અતિ અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રીગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એ જ અભ્યર્થના. પુણ્યપ્રસંગનું સૌભાગ્ય : સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા મા આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સોભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે. શ્રી કુંદકુંદદાચાર્ય સમયસારશાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમના અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે કયાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મઅધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકીક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પ્રકાશનનો હેતુ : આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહેશે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે. વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વય સમજવાં ઘણાં જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે. કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃત . ર૭ માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશ: પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. કાર્યવાહી : શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસા૨જી-સ્તુતિ (હરિગીત ) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. ગ્રંથાધિરાજ ! (શિખરિણી ) વાણી અહો ! તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજિલ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત ) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહા૨ના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા ) સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટુપ ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ). અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. | (શિખરિણી) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. ( શાર્દૂલવિક્રીડિત) હૈયું “ સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા). નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું હું જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (ગ્નગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates -: અનુક્રમણિકા : -૦ પૃષ્ઠાંક | પ્રવચન નંબર ૨૦૮ થી ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૪૦ ૪૫ ૫૬ ૨૧૨ ૨૧૨ થી ૨૧૪ ૬૨ ૬૨ ૩ ૨૧૪-૨૧૫ ૮૩ ૨૧૫ ૯૨ કમ ગાથા / કળશ ૧ કળશ-૧OO કળશ-૧૦૧ | ગાથા-૧૪૫ કળશ-૧૦૨ ૫ ગાથા-૧૪૬ ગાથા૧૪૭ ગાથા ૧૪૮–૧૪૯ ગાથા૧૫૦ કળશ-૧૦૩ ૧) | કળશ-૧૦૪ ૧૧ ગાથા૧૫૧ ૧૨ | ગાથા-૧૫ર ૧૩ | ગાથા-૧૫૩ ૧૪ | કળશ-૧૦૫ ૧૫ | ગાથા-૧૫૪ ૧૬ ગાથા-૧૫૫ ૧૭ | ગાથા-૧૫૬ ૧૮ કળશ ૧/૬ થી ૧૦૮ ૧૯ | ગાથા ૧૫૭ થી ૧૫૯ | ગાથા-૧૬) ગાથા ૧૬૧ થી ૧૬૩ ૨૨ | કળશ-૧/૯ ૨૩ કળશ-૧૧) ૨૪ કળશ-૧૧૧ ૨૫ | કળશ-૧૧૨ ૨૧૬ ૯૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮-૨૧૯ ર૧૯ થી ૨૨૧ ર0 | ગાથા 1 ૨૨૧ ૨૨૨ ૨૨૩ થી ૨૨૮ ૧૦૫ ૧૧૪ ૧૨૮ ૧૨૯ ૧૪૬ ૧૫૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates આસવ અધિકાર પ્રવચન નંબર ૨૨૮–૨૨૯ | | પૃષ્ઠક | ૨૧૮ | ૨૧૯ ૨૩૩ ૨૪૩ ૨૩O ૨૩૧ ૨૩ર ૨૫O ૨૫૧ ૨૫૯ ૨૬O કમ ગાથા / કળશ ૨૬ કળશ-૧૧૩ ગાથા ૧૬૪–૧૬૫ ૨૮ ગાથા-૧૬૬ ૨(૮ ગાથા-૧૬૭ ૩0 | ગાથા-૧૬૮ ૩૧ કળશ-૧૧૪ ૩ર | ગાથા-૧૬૯ ૩૩ કળશ-૧૨૫ ૩૪ | ગાથા૧૭ ૩૫ | ગાથા-૧૭૧ ૩૬ ] ગાથા-૧૭૨ ૩૭ | કળશ-૧૧૬ ૩૮ | કળશ-૧૧૭ ૩૯ | ગાથા ૧૭૩–૧૭૬ ૪૦ | કળશ-૧૧૮ ૪૧ | કળશ-૧૧૯ ૪૨ | ગાથા ૧૭૭–૧૭૮ ૪૩ | કળશ-૧૨૦ ૪૪ | કળશ-૧૨૧ | ગાથા ૧૭૯-૧૮O ૪૬ કળશ ૧૨૨-૧૩૩ ૪૭ | કળશ-૧૨૪ ૨૩૩ ૨૩૩ ૨૩૪ ૨૩૪ ૨૩૫-૨૩૬ ૨૬૭ ૨૭) ૨૭૪ ૨૭૫ ૨૩૭ થી ૨૪૦ ૨૭૬ ૨૯૨ ૨૯૪ ૨૯૫ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૨૪૦ થી ર૪૩ ૨૪૪ થી ૨૪૭ ૩૩૬ ૩૩૭ ૩૩૮ સંવર અધિકારી ૨૫૨ થી ૨૫૪ ४८ કળશ-૧૨૫ ४८ ગાથા-૧૮૧ થી ૧૮૩ ૫O | કળશ-૧૨૬ ૩૬) ૩૬૧ ૩૬૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પૃષ્ઠાંક પ્રવચન નંબર ૨૫૫ થી ૨૫૭ ૨૫૭ ગાથા / કળશ ૫૧ ગાથા ૧૮૪–૧૮૫ પર ગાથા-૧૮૬ ૫૩ કળશ-૧૨૭ ૫૪ | ગાથા ૧૮૭ થી ૧૮૯ ૫૫ કળશ-૧૨૮ પ૬ | ગાથા ૧૯૦ થી ૧૯૨ પ૭ | કળશ ૧૨૯ થી ૧૩૦ ૫૮ | કળશ ૧૩૧ થી ૧૩ર ૩૯૪ ૪૦૫ ૪૦૬ ૪૧૪ ૪૧૬ ૪૨૨ ૨૫૮ ૨૫૯ થી ર૬૩ ૪૨૪ ૪૨૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates CHANGES MADE TO THIS DOCUMENT COMPARED TO THE PAPER VERSION WITH EXPLANATION # Shastra Content Page Line 259 - 11 21427 [:] 267-Last 244274 Tut: 293 - 10 [1992 ] [424641L Pravchan Ratnakar-6 Samaysar Pravchan Ratnakar-6 Samaysar Pravchan Ratnakar-6 Samaysar Pravchan Ratnakar-6 Samaysar Pravchan Ratnakar-6 Samaysar Pravchan Ratnakar-6 Samaysar 275 - 8 [592TYIA ] 6424614104 338 - 5 $1974HCA 1182811 283 - 5 Humhaa1182811 362 - 15 Hall 34747 287 - 20 362 - 15 21 24744 GGG-324 5 289 - 22 SG99-39TH 415 - 11 (24ld E2 ) HEUTEL 205 295 - 20 (4a E2 ) Halasil-t1 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર ઉપર પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः। પુણ્ય-પાપ અધિકાર अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति (ડૂતવિન્વિત) तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं સ્વયમુત્યવવો સુધાણવડા ૨૦૦ || પૂણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ દુર માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ ] Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (મન્વાાન્તા) को दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।। १०१ ।। જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્યપાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ ગાથાર્થ:- [ અથ] હવે (કર્તાકર્મ અધિકાર પછી ), [ શુમ-અશુમ-મેવત: ] શુભ અને અશુભના ભેદને લીધે [દ્વિતયતાં નૃતમ્ તત્ ર્મ] બે-પણાને પામેલા તે કર્મને [પેયર્ ઉપાનયજ્] એકરૂપ કરતો, [ તપિત–નિર્મ—મોહરના] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો [ અયં અવવોધ–સુધાપ્તવ: ] આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમાં ) [ સ્વયમ્ ] સ્વયં [હવેતિ] ઉદય પામે છે. ભાવાર્થ:- અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકા૨નું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી ૨જ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦. હવે પુણ્ય-પાપના સ્વરૂપના દષ્ટાંતરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [yō: ] એક તો [બ્રાહ્મળત્વ–અમિમાનાત્ ] ‘હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [મવિરĪ] મદિરાને [વરાત્] દૂરથી જ [ત્યતિ] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [ અન્ય: ] બીજો [ અઠ્ઠમ્ સ્વયમ્ શૂદ્ર: કૃતિ] ‘હું પોતે શૂદ્ર છું’ એમ માનીને [તયા વ] મદિરાથી જ [નિત્યં] નિત્ય [સ્નાતિ] સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. [તૌ દૌ અવિ] આ બન્ને પુત્રો [શૂદ્રિષ્ઠાયા: સવરાત્ યુગપત્ નિર્માતÎ] શૂદ્રાણીના ઉદયથી એકીસાથે જન્મ્યા છે તેથી [સાક્ષાત્ શૂદ્ર] (૫રમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, [ અપિ 7] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५ ।। कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम्। कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति।।१४५।। તોપણ [નાતિભેદ્ર-શ્વમેળ] જાતિભેદના ભ્રમ સહિત [વરત: ] તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. ( આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું.) ભાવાર્થ:- પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધારૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧. હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે - છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. ગાથાર્થઃ- [ કશુમં ] અશુભ કર્મ [ bશીનં] કુશીલ છે (-ખરાબ છે) [ પિ ૨] અને [ગુમ] શુભ કર્મ [ સુશીનમ] સુશીલ છે (-સારું છે) એમ [નાનીથ] તમે જાણો છો ! [ તત્] તે [ સુશીનં ] સુશીલ [56] કેમ [ મવતિ] હોય [ ] કે જે [સંસાર] (જીવન) સંસારમાં [પ્રવેશયતિ] પ્રવેશ કરાવે છે? ટીકાઃ- કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ-તફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે); કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (તારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે-જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ ( અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે – શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદગલ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરિણામ કેવળ પુદગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (–સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળપુદગલમય તેઓ અનેક (-જુદા જુદા, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રમમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. ભાવાર્થ- કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્ભયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પુજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ શુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે-) માં તથા ચાર ઘાતિકર્મો, અશાતા વેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરેમાં) માં ભેદ છે; -આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગનેઆશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયએ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે:-જીવના શુભ અને અશુભ પરિણામ બને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુદગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદગલમય જ છે તેથી કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે. આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૫ (૩૫નાતિ) हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः।। १०२।। કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવેતો કર્મ એક જ છે-બે નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ હેતુ–સ્વમાવ–નુમવ–આશ્રયાઈi] હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) [ સા uિ] સદાય [સમેવત] અભેદ હોવાથી [ ન હિ મે] કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; [ત સમસ્તે સ્વયં] માટે સમસ્ત કર્મ પોતે [ r] નિશ્ચયથી [વશ્વમા–આશ્રિતમ્] બંધમાર્ગને આશ્રિત હોવાથી અને [વશ્વરંતુ:] બંધનું કારણ હોવાથી, [9 ફુટ્ટ] કર્મ એક જ માનવામાં આવ્યું છે-એક જ માનવું યોગ્ય છે. ૧૦૨. પુણ્ય-પાપ અધિકાર (દોહા) પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ દુર માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી. જુઓ, શ્રી જયચંદ પંડિત આ દોહામાં સ્પષ્ટ કહે છે કે પુણ્ય અને પાપ બન્ને ભાવકર્મ છે, અને એ બંધરૂપ છે. ત્યારે કેટલાક (પંડિતો) અત્યારે એમ કહે છે કે એ તો પુણ્ય-પાપરૂપ કર્મની (પુદ્ગલકર્મની) વાત છે. એમાં શુભાશુભ ભાવની ક્યાં વાત કરી છે? પુણ્યકર્મનો (પુદ્ગલકર્મનો) નિષેધ કર્યો છે, એમાં શુભભાવનો નિષેધ કર્યો નથી-એવો અર્થ તેઓ કરે છે; પણ તે બરાબર નથી. આગળ ટીકાકાર આચાર્ય આનો ચાર બોલથી ખુલાસો કરશે. જુઓ, અહીં કર્મ શબ્દ પડ્યો છે ને! એનો અર્થ એમ છે કે પુણ્ય-પાપ બને કર્મ એટલે કાર્ય-પરિણામ છે, અશુદ્ધતા છે. એ ભાવ બંધરૂપ છે એમ જાણી જેણે એ પુણ્ય-પાપના (ભાવ) બંધને છેદીને અંદરમાં શુદ્ધાત્મા ગ્રહણ કર્યો-નમું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન રત્નાકર ભાગ-૬ ચરણ હિત જાણી–તેના ચરણકમળમાં મારું હિત જાણી નમસ્કાર કરું છું –આમ શ્રી જયચંદજીએ મંગલાચરણ કર્યું છે. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે. ” જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે.' શું કહ્યું? આ નાચવાનો અખાડો હોય છે ને! નાટક-નાટક, જેને લોકો નાટક કહે છે તેમાં એક જ પુરુષ ઇન્દ્રનો વેશ લે અને વળી પછી ભરથરીનો વેશ પણ લઈને આવે. પરંતુ તેને જે યથાર્થ ઓળખે છે તે તો એને એક જ જાણે છે. “તેવી રીતે જોકે કર્મ તો એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.” જુઓ, કર્મ તો અનાદિથી એક જ છે. પુણ્ય અને પાપ કર્મપણે એક જ વસ્તુ છે. તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનું રૂપ (પુણ્યનું રૂપ અને પાપનું રૂપ ) લઈને પ્રગટ થાય ત્યારે અજ્ઞાની તેને (કર્મ) બે જુદા જુદા રૂપે માને છે. પુણ્ય ભલું અને પાપ બુરું એમ અજ્ઞાની જાણે છે. પરંતુ જ્ઞાની સમકિતી જેનું જ્ઞાન યથાર્થ પરિણમ્યું છે તે બન્ને કર્મ (પુણ્ય અને પાપ ) એક જ છે એમ જાણી લે છે. અહાહા...! ભલા–બુરાના ભેદરહિત સમ્યક જ્ઞાની બન્ને એક જ છે એમ જાણે છે કેમકે બન્નેમાંથી એકમાંય આત્મા નથી. ચાહે પુણ્યભાવ હો કે ચાહે પાપભાવ હો, બન્નેય ભાવ રાગ છે, એકેય વીતરાગ પરિણામ નથી. પુણ્યના ફળમાં કોઈ પાંચ-પચાસ કરોડની સંપત્તિનો સ્વામી મોટો શેઠ હોય, કે પાપના ફળમાં કોઈ સો વાર માગે તોય માંડ એક કોળિયો મળે એવો દરિદ્રી હોય, બન્નેય સરખા છે, કેમકે બન્નેય ભિખારી છે, બન્નેય માગણ છે, દુઃખી છે. એક, બીજા પાસે આશા કરતો દુઃખી છે તો બીજો, પુણ્યની આશા ધરતો દુઃખી છે. અર્થાત એક અન્ય પાસે માગે છે કે તું મને દે તો બીજો પુણ્યના પરિણામથી મને સુખ થાય એમ માની પુણ્યની આશા કરે છે. (સુખી તો એકેય નથી). જ્યારે જ્ઞાની તો કર્મ અને કર્મના ફળ બન્નેને એક જ જાણે છે. જેમ એકનો એક પુરુષ પહેલાં પીંગળાનો વેશ લઈને આવે અને પાછો તે ફરી ભરથરીનો વેશ લઈને આવે તેમ એકનું એક કર્મ કોઈ વાર પુણ્યરૂપે આવે અને વળી કોઈ વાર પાપરૂપે (વેશ લઈને ) આવે તેને સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. ચાહે તો પુણ્યના ફળરૂપે સ્વર્ગનો વેશ હોય કે પાપના ફળરૂપે નરકનો વેશ હોય, જ્ઞાની બેયને એકસરખા માને છે. કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] “ચક્રવર્તીની સંપદા અરુ ઇન્દ્ર સરિખા ભોગ, કાગવીટ સમ ગિનત હૈં સમ્યગ્દષ્ટિ લોગ.'' અહાહા...! શું કહે છે? સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ પુણ્યના ગમે તેવાં ઊંચાં ફળોને પણ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. પોતાની ચૈતન્યનિધિનું ભાન નથી તેથી લોકોને આકરું લાગે છે, પણ શું થાય? અહીં તો કહે છે બેય કર્મ (પુણ્ય અને પાપ) સમાન એક જ છે એમ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થપણે જાણી લે છે. હવે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ * કળશ ૧૦૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “ '-હવે એટલે કે કર્તા-કર્મ અધિકાર પછી, “રામ-ગામ-ભવત:' શુભ અને અશુભના ભેદને લીધે “ક્રિતયતાં નતમ્ તત્ ' બેપણાને પામેલા તે કર્મને “દેવયમ્ ઉપનિયન' એકરૂપ કરતો શું કહે છે આ? જે ભાવ વડે તીર્થંકર-નામકર્મ બંધાય એવો શુભભાવ હો કે હિંસાદિનો અશુભભાવ હો, બન્ને ભાવ બંધનરૂપ છે એમ જાણતો જ્ઞાની બન્નેને એકરૂપ માને છે. શુભ અને અશુભના ભેદને લીધે બપણાને પામેલા કર્મને પ્રમાણે એકરૂપ કરતે, પિત-ર્મિ-મોરના' જેણે અત્યંત મોહુરજને દૂર કરી છે–અહીં મોહરજ શબ્દ પડયો છે. એનો અર્થ મોહનો ભાવ, મિથ્યાત્વનો ભાવ-એમ થાય છે. જેણે મિથ્યાત્વનો ભાવ દૂર કર્યો છે એમ અર્થ છે. ગાથા ૧૬૦ માં “રજ' શબ્દનો અર્થ કર્યો છે. ત્યાં ગાથામાં એમ આવે છે કે ભગવાન આત્મા સ્વરૂપથી તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે. અહાહા...! સર્વજ્ઞતા અને સર્વદર્શિતા એ આત્માનો સહુજ ભાવ છે, ગુણ છે, શક્તિ છે, સામર્થ્ય છે, સ્વભાવ છે. એમ હોવા છતા આભદ્રવ્ય “કર્મરજ” વડે એટલે કે “પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા કર્મમળ વડ લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ...' આમ “રજ' શબ્દનો અર્થ ત્યાં પોતાના પુરુષાર્થનો અપરાધરૂપ (મલિન) ભાવ કર્યો છે. અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાનપણાને ઉત્પન્ન કરી પુણ્ય અને પાપ બેમાં ભેદ માને છે. પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ તે માને છે પણ એ રીતે બન્નેમાં ભેદ પાડવો યોગ્ય નથી; કેમકે કોઈ જીવ નગ્ન દિગંબર (દ્રવ્યલિંગી) સાધુ થઈને પુણ્યના ફળ તરીકે નવમી ગ્રેવેયક જાય અને ત્યાં પણ મિથ્યાષ્ટિ રહે છે (અર્થાત્ મિથ્યાદષ્ટિ રહી ચારગતિમાં પરિભ્રમણ કરે છે.) અને કોઈ જીવ પાપના ફળમાં સાતમી નરકે જાય અને ત્યાં સમકિત પામે છે. (અર્થાત્ સમકિત પામીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન રત્નાકર ભાગ-૬ અલ્પકાળમાં મોક્ષ જાય છે.) આવી ઝીણી વાત, ભાઈ ! પુણ્યની રુચિવાળાને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે. આ રીતે જેણે અત્યંત મોહરને દૂર કરી છે અર્થાત મોહભાવને દૂર કર્યો છે એવો યં અવરોધ-સુધાર્ણવ:' આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાનસુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમાં) સ્વ' સ્વયં સેતિ' ઉદય પામે છે. જુઓ! અહીં ચૈતન્યસ્વભાવને શીતળ-શીતળ-શીતળ એવા ચંદ્રની ઉપમા આપી છે. વીતરાગસ્વભાવરૂપ શાંતિથી ભરેલો ભગવાન મોહને દૂર કરીને કોઈની અપેક્ષા વિના સ્વયં ઉદય પામે છે અર્થાત્ સ્વયં પ્રત્યક્ષ અનુભવ-ગોચર થાય છે. જે જ્ઞાન રાગને વેદતું હતું તે જ્ઞાન પુણ્ય-પાપના ભાવને એકરૂપ-બંધરૂપ જાણી, મોહથી હુઠીને અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું થયું આત્માને પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. અહાહા...! કહે છે કે જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે. ભગવાન આત્મા વસ્તુપણે સહજ જ્ઞાનસુધાંશુ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલ સમ્યજ્ઞાન પણ જ્ઞાનસુધાંશુ (પર્યાયરૂપ) છે. જુઓ, સમ્યજ્ઞાનને પણ ચંદ્રમાની ઉપમા આપી છે કેમકે સમ્યજ્ઞાન છે તે શીતળતા અને શાંતિમય છે જ્યારે પુણ્યપાપના બન્નેય ભાવ પરિતાપ અને અશાંતિમય છે. અહાહા..! જેનો સર્વજ્ઞ-સર્વદર્શીપણાનો સ્વભાવ છે એવો જ્ઞાનસુધાંશુ સ્વયે ઉદય પામે છે. “સ્વયં તિ' એમ ભાષા છે ને! મતલબ કે વ્યવહારરત્નત્રય છે તો જ્ઞાનસુધાંશુ પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય હો ભલે, પણ એને લઈને અહીં નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય તો નિમિત્તમાત્ર છે. જેમ કોઈ દ્રવ્યના કાર્યકાળે બાહ્ય અન્ય નિમિત્ત હોય છે પણ તે નિમિત્ત કાંઈ કરતું નથી તેમ વ્યવહારરત્નત્રય બાહ્ય નિમિત્ત છે પણ એ કાંઈ (નિશ્ચયરત્નત્રય) કરતું નથી. અહો! કલશ દીઠ અને ગાથા દીઠ આવી વાત છે! આચાર્ય ભગવંતોએ જગતને ન્યાલ કરી દીધું છે! ભાઈ ! ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે આ છે. જરા મધ્યસ્થ થઈને સત્યને શોધવું હોય તેને કહીએ છીએ કે પહેલાં પક્ષ (નિશ્ચય) તો કર કે માર્ગ આ છે, વસ્તુ આ છે; તો એનું લક્ષ થઈને દક્ષ થશે. પણ જ્યાં પક્ષ (નિશ્ચય) જ નથી, રસ્તો જ ઊંધો પકડ્યો છે એને માર્ગની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભગવાન ! આ તારા હિતની વાત છે હોં. ભાઈ ! વ્યવહાર-પુણ્યના પરિણામને લઈને સમ્યજ્ઞાન પ્રગટ થાય એવું એનું સ્વરૂપ જ નથી. ‘સ્વયે તિ’–શીતળ ચંદ્રમાની જેમ જ્ઞાનસુધાંશુ વ્યવહારરત્નત્રયની કે અન્યની અપેક્ષા કર્યા વિના સ્વયં સમ્યજ્ઞાનરૂપે ઉદય પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] અહા ! એક કલશમાં પણ કેવો ગજબનો ખુલાસો કર્યો છે! અહો! સંતોની જગત પર અપાર કરુણા છે. કહે છે ભાઈ ! પુણ્ય-પાપમાં ઠીક-અઠીકપણું માનીને તું દુઃખના ડુંગર તળે દટાઈ ગયો છે, પ્રભુ ! પુણ્ય-પાપના ભાવ બન્નેય દુઃખરૂપ છે, બન્નેય આકુળતામય છે કેમકે બન્નેય સ્વભાવથી વિરુદ્ધભાવ છે. આવા વિરુદ્ધભાવોને જે (કર્મપણે ) એકસરખા માને છે તેને આત્મા પોતાથી પ્રત્યક્ષ થઈને સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમાપણે સ્વર્ય ઉદય પામે છે. જુઓ, સ્વયે ઉદય પામે છે એમ કહ્યું એમાં એને વ્યવહારની અપેક્ષા નથી એમ આવી ગયું કે નહિ? અરે પ્રભુ! તારું બળ એટલું છે કે સ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતામાં પરની કે વ્યવહારની કોઈ અપેક્ષા છે જ નહિ. ભગવાન! તારી વસ્તુ જ એવી છે કે તેની (શુદ્ધાત્માની) ઉપલબ્ધિ થવામાં વ્યવહારરત્નત્રયના શુભરાગનો સહારો કે મદદ છે જ નહિ. શુભરાગ છે એ રોગ છે. વ્યવહાર છે એ સંસાર છે. આગળ ગાથા ૧૪૫ માં આવશે કે જે સંસારમાં દાખલ કરે એ પુણ્યનું ભલું કેમ કહેવાય? જુઓ, પાંચ પાંડવો મુનિ અવસ્થામાં શત્રુંજય ઉપર ધ્યાનસ્થ ઊભેલા હતા. ત્યારે તેમને ઉપસર્ગ થયો. તેમને ધગધગતાં લોઢાનાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં. તેમનામાંથી ત્રણ (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન) તો ધ્યાનમાં અવિચલ રહી અંદર આત્માના આનંદમાં એવો નિમગ્ન થઈ ગયા કે કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા. પરંતુ બે (સહદેવ અને નકુળ)ને એવો વિકલ્પ આવ્યો કે-અરે! મોટાભાઈ કે જેઓ સાધર્મી હુતા તેમને કેમ હશે! આવા એક શુભ વિકલ્પના કારણે તેમને ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું, મતલબ કે એટલું કેવળજ્ઞાન દૂર ગયું. સ્વર્ગમાં હુમણાં તે બનેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ છે, પરંતુ એમ જ ૩૩ સાગર સુધી ત્યાં રહેવું પડશે. ત્યાંથી (સ્વર્ગમાંથી) મનુષ્યપણે માતાના પેટમાં આવવું પડશે અને સવાનવ મહિના માતાના પેટમાં ઊંધા મસ્તકે રહેવું પડશે. જુઓ, આ શુભભાવનું ફળ ! અરે ભાઈ ! જેમ અશુભ બંધનું કારણ છે તેમ શુભ પણ બંધનું જ કારણ છે. બંધનની અપેક્ષાએ અહીં બન્નેનેય સરખા ગણ્યા છે. અહાહા....! આત્મા નિત્યાનંદ પ્રભુ પ્રચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તે એકને દષ્ટિમાં લઈ તેનો અનુભવ કરવો તે ધર્મ છે. ભગવાન આનંદના નાથની પ્રાપ્તિમાં રાગની મંદતાની કે વ્યવહારરત્નત્રયના રાગની કોઈ અપેક્ષા છે નહિ. ત્યારે કોઈ કહે કે “નિરપેક્ષા નયા મિથ્યા' અર્થાત્ બે નય ન માને અને એક જ નય માને તો તે મિથ્યાત્વ છે. સમાધાનઃ- બાપુ! આમાં (કળશમાં) આવી ગયું ને કે “ગ્લપિત-નિર્ભર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મોહરા'—જેણે અંતરમાંથી મોહભાવ અર્થાત્ મિથ્યાત્વભાવને દૂર કર્યો છે એટલે કે રાગનો અને પરનો પક્ષ છોડી દીધો છે-જુઓ, આટલી પરની અપેક્ષા આવી કે નહિ? નિશ્ચયમાં આવ્યો છે ત્યારે વ્યવહારની ઉપેક્ષા કરી એટલી અપેક્ષા એમાં આવી કે નહિ? ( અર્થાત્ વ્યવહારની એટલે કે પરની ને રાગની ઉપેક્ષા કરી, એમાં જ વ્યવહારનયની અપેક્ષા આવી ગઈ માટે એકાંત નથી.) પંડિત શ્રી ફૂલચંદજીએ “જૈન તત્ત્વ-મીમાંસા'માં આનો સરસ ખુલાસો કર્યો છે. અહીં તો સ્વર્ય ઉદય પામે છે “સ્વયં ઉત્તિ ' એના પર જોર (વજન) છે. * કળશ ૧00: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.” શું કહ્યું! જેમ નાટકમાં એક જ પુરુષ બે પાઠ ભજવે ત્યાં બન્ને વેશમાં પુરુષ તો એક જ છે. તેમ કર્મ પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય, બેય કર્મ તો એક જ જાત છે, બન્નેય દુઃખરૂપ છે, બન્નેય બંધનું કારણ છે. ત્યારે કોઈ કહે છે બન્નેના ફળમાં ફેર છે ને! સમાધાન:- ભાઈ! બન્નેનું ફળ પણ એક જ છે. બન્નેય સંયોગ આપે છે. પુણ્ય સ્વર્ગાદિનું ફળ આપે અને પાપ નરકાદિ આપે પણ એ બધી ગતિ દુ:ખરૂપ સંસાર જ છે. અહીં કહે છે કે અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું. ભાઈ ! પુણ્ય હો કે પાપ હો, શુભભાવ હો કે અશુભભાવ હો, બન્નેનો એક જ પ્રકાર છે. બન્ને બંધનનું કારણ છે. બેમાંથી એકેય ધર્મનું કે મોક્ષનું કારણ નથી. અજ્ઞાનથી ઠીક-અઠીકપણે કર્મ બે પ્રકારનું દેખાતું હતું તે શુદ્ધ ચૈતન્યસ્વભાવના જ્ઞાનદ્વારા એકપણે દેખાડવામાં આવ્યું. એટલે કે જ્ઞાન થતાં બન્નેય કર્મ બંધસ્વરૂપ એકરૂપ છે એમ ભાસવા માંડયું. હવે કહે છે-“જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું.” આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છે. તેની દશામાં અનાદિથી મોહરૂપી રજ લાગી હતી અર્થાત્ મિથ્યાત્વનો ભાવ થઈ રહ્યો હતો. એ મિથ્યાત્વની દશામાં કર્મ (પુણ્યપાપરૂપ) બે પ્રકારે દેખાતું હુતું. પરંતુ નિજ સ્વરૂપની સન્મુખતા દ્વારા મોહભાવ દૂર કરવામાં આવ્યો ત્યારે યથાર્થ જ્ઞાન થયું. ઠીક-અઠીક એમ બે-પણારૂપે દેખાતું કર્મ હવે બંધપણે એકરૂપ ભાસવા માંડયું. જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૧૧ જાણવું.' મતલબ કે ભગવાન આત્મામાં (પર્યાયમાં) જે પુણ્ય-પાપના ભાવ થાય તેથી બંધન થાય છે. તે બંધન વાદળાંની જેમ આવરણરૂપ છે. આ પુણ્ય-પાપના ભાવ આત્માને આવરણનું કારણ છે. એને દૂર કરીને એટલે કે શુભાશુભભાવને દૂર કરીને જ્ઞાનની નિર્મળ પર્યાયદ્વારા આત્માનો જ્ઞાનપ્રકાશ થવાથી આત્મા ચંદ્રની પેઠે શીતળ શાંત-શાંત-શાંત અત્યંત શાન્ત ઉજ્જ્વળ પ્રકાશે છે. જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ અશાંત છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો રાગ અશાંત છે, આકુળતામય છે. આવી વાત આકરી લાગે લોકોને, પણ શું થાય? પુણ્ય-પાપથી રહિત શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને નિર્મળ ચૈતન્યની પરિણતિ દ્વારા ગ્રહણ કરીને તે એકનો જ અનુભવ કરવો તે ધર્મ છે, તે જ વીતરાગી શાન્તિ છે. આવી વાત છે. હવે પુણ્ય-પાપના સ્વરૂપના દષ્ટાંતરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૦૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * - ( શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો ) ‘y:' એક તો ‘બ્રાહ્મળત્વ-અભિમાનાત્' હું બ્રાહ્મણ છું' એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે ‘વિરાં’ મદિરાને ‘ તૂરાત્ ત્યજ્ઞતિ’ દૂરથી જ છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી. જુઓ, છે તો ચંડાલણીનો દીકરો; પણ બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે એને એમ થયું કે–અમે બ્રાહ્મણ છીએ, અમને મદિરા ખપે નહિ, આવા ગૌરવથી તે મદિરાને સ્પર્શતો પણ નથી. અન્ય: ' બીજો ‘અહમ્ સ્વયં શૂદ્ર: રૂતિ' હું પોતે શૂદ્ર છું એમ માની ‘તયા વ મદિરાથી જ ‘ નિત્યમ્ સ્નાતિ' નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. શું કહ્યું ? એના હાથ નિત્ય મદિરાથી ખરડાયેલા રહે તોપણ તેને વાંધો નથી. હું શૂદ્ર છું, મને તો દિરા ખપે એમ માની તે નિત્ય મદિરાનું સેવન કરે છે. 4 " - ‘તૌ દૌ અપિ’ આ બન્ને પુત્રો ‘ત્રિહાયા: જીવાત્ યુનવત્ નિર્નૌ' શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા તેથી ‘ સાક્ષાત્ શૂદ્રો’ (૫રમાર્થે ) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, ‘અપિ = તોપણ ‘નાતિમેવ-ભ્રમેળ' જાતિભેદના ભ્રમ સહિત ‘ ઘરત: ’ તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. જે બ્રાહ્મણને ત્યાં ઊછર્યો છે તે પણ છે તો શૂદ્રાણીનો જ પુત્ર અને તેથી શૂદ્ર જ છે. તોપણ બન્ને જાતિભેદના ભ્રમ સહિત આચરણ કરે છે. આ દષ્ટાંત છે. આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું. આનો કળશટીકામાં પંડિત શ્રી રાજમલજીએ ખૂબ સરસ ખુલાસો કર્યો છે. ત્યાં (કળશટીકા કળશ ૧૦૧માં) કહ્યું છે કે– ‘ કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મબંધ પણ થાય છે, કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે, તે બન્ને પોત પોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું તેથી આવા બન્ને મિથ્યાદષ્ટિ છે, બન્ને જીવો કર્મબંધકરણશીલ છે.'' જુઓ, શુભરાગને ભલો જાણનારા કોઈ જીવો અમને વિષય-કષાય ખપે નહિ, અમને હિંસા-જૂઠ-ચોરી-કુશીલ આદિ ખપે નહિ, અમે તો દયાના પાળનારા, વ્રત પાળનારા છીએ એમ માનીને પરના ત્યાગપણાનું મિથ્યા અભિમાન કરે છે. પરંતુ ભાઈ ! એ દયા, દાન, વ્રત, બ્રહ્મચર્ય આદિ પરિણામ પણ વિભાવપરિણામ છે, અશુદ્ધ પરિણામ છે. એને ભલા (ધર્મરૂપ) જાણવા અને માનવા તે મિથ્યાદર્શન છે. ત્યાં આગળ કહ્યું છે કે-“ભાવાર્થ આમ છે કે-શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, “હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે' એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકો-યતિક્રિયામાં મગ્ન થતો થકો-શુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયામાત્ર મગ્ન છે, તે જીવ એમ માને છે કે “હું તો મુનીશ્વર, અમને વિષય-કપાય-સામગ્રી નિષિદ્ધ છે' એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડે છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી.' શું કહ્યું આ? આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે. તેના લક્ષે પ્રગટ થતો ચૈતન્યનો જે નિર્મળ ઉપયોગ-શુદ્ધોપયોગ તેને તો જાણતો નથી અને માત્ર દયા, દાન, વ્રત, તપ આદિ બાહ્ય યતિક્રિયામાં એટલે ૨૮ મૂલગુણ આદિના પાલનમાં કોઈ મગ્ન છે અને તે વડે પોતાને મોક્ષમાર્ગી માને છે પણ ખરેખર તે મિથ્યાષ્ટિ છે, તે કર્મબંધને જ કરે છે. તેને કિંચિત્ પણ ધર્મ થતો નથી, કેમકે એ બધોય જે શુભોપયોગ છે તે ચંડાલણીના પુત્રની જેમ વિભાવથી ઉત્પન્ન થયેલી દશા છે. (સ્વભાવજનિત દશા નથી.) આવી વાત અત્યારે જગતના લોકોને આકરી પડે છે. તેઓ કહે છે-જુઓ, અમે કાંઈ હિંસાદિ કરતા નથી, વિષય-કષાયનું સેવન કરતા નથી. અમે તો સ્ત્રી, કુટુંબ-પરિવાર, સંપત્તિ આદિ બધુય છોડી દીધું. (માટે અમે મોક્ષમાર્ગી છીએ). સમાધાન - અરે ભાઈ ! ખરેખર તો પરવસ્તુનો ત્યાગ આત્મામાં છે જ નહિ. અનુભવપ્રકાશ માં કહ્યું છે કે જો આત્મામાં પરવસ્તુનું ગ્રહણ-ત્યાગ હોય તો ગ્રહણ-ત્યાગ નિરંતર થયા જ કરે, કોઈ દિવસ છૂટે નહિ. સમયસારમાં ૪૭ શક્તિઓના વર્ણનમાં આવે છે કે-આત્મામાં ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ શક્તિ છે. એટલે કે આત્મા પરવસ્તુના ત્યાગ અને પરવસ્તુના ગ્રહણથી શૂન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] | [ ૧૩ એટલે રહિત છે. આને બદલે કોઈ એમ માને કે મેં આ છોડયું, મેં તે છોડ્યું તો તેનો એ મિથ્યા અભિપ્રાય છે. તે કર્મબંધને જ કરે છે. ભાઈ ! સ્વરૂપથી જ આત્મા પરના ગ્રહણ–ત્યાગ રહિત છે. એણે કોઈ દિ પરને ગ્રહ્યો જ નથી અને કોઈ દિ પરને છોડતો નથી. અહા ! એણે પર્યાયમાં ઊંધી માન્યતાથી એટલે કે અજ્ઞાનભાવે રાગને ગ્રહ્યો છે અને જ્ઞાનભાવે તેને તે છોડ છે. પોતે નિજ ચૈતન્યસ્વભાવની દષ્ટિ કરી તેમાં એકાગ્ર થઈને રહે છે ત્યારે તેને રાગાદિ ઉત્પન્ન જ થતા નથી એટલે રાગને છોડ છે એમ કહેવામાં આવે છે. આવો જન્મ-મરણ રહિત થવાનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! કેટલાક લોકો એમ કહે છે કે હમણાં તો શુભભાવ કરો અને વ્રતાદિ વ્યવહાર પાળો, પછી હળવે હળવે નિશ્ચય પ્રગટ થશે. પરંતુ એમ નથી, ભાઈ ! અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે શુભભાવથી બંધ જ થશે. નિશ્ચયસ્વરૂપની પ્રાપ્તિ તો શુભાશુભભાવ રહિત જે પોતાનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તેમાં પોતાનો ઉપયોગ વાળીને થંભાવતાં થશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. અહાહા..! વસ્તુ સ્વયં શુદ્ધ ચૈતન્યશન છે. ઉપયોગ એમાં જ રમે અને જામે તો તે શુદ્ધ છે. બાકી પરદ્રવ્યના લક્ષ જેટલા કોઈ પરિણામ થાય તે બધા શુભાશુભભાવરૂપ મલિન પરિણામ છે અને તે બંધનરૂપ અને બંધનના કારણરૂપ છે. સમજાણું કાંઈ...! ભાઈ ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત અહીં કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે. વ્યવહારની અપેક્ષાએ શુભ-અશુભમાં ફેર છે. (બેમાં અંદર-અંદર વિચારતાં ફેર છે). પણ બંધની અપેક્ષાએ નિશ્ચયથી બન્નેય એક જ જાત છે, બંધનની અપેક્ષાએ બેમાં કોઈ ફરક નથી. કળશટીકા, કળશ ૧૦૦ માં કહ્યું છે કે- દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભક્રિયા અને શુભક્રિયાને અનુસાર છે તે રૂપ જે શુભોપયોગરૂપ પરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ આદિથી માંડીને પુણ્યરૂપ પુલપિંડ, તે ભલા છે, જીવને સુખકારી છે-એમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે, કર્મમાં તો ભલું કોઈ નથી એમ જ યથાર્થ સમજે છે. હવે આવી વાત માણસને આકરી લાગે કેમકે અત્યારે તો વ્રત કરો, ને તપ કરો ને ત્યાગ કરો એમ ક્રિયાકાંડમાં જ ધર્મ માનીને લોકો મગ્ન થઈ રહ્યા છે. પરંતુ શુભમાં વિકારના પરિણામમાં શુદ્ધોપયોગ માનીને અભિમાનથી આચરણ કરે છે તેઓ મિથ્યાષ્ટિ છે એમ અહીં કહે છે. ભાઈ ! વ્રત, દયા, તપ, શીલ, સંયમ ઇત્યાદિ બધી શુભ ક્રિયા શુભ પરિણામરૂપ છે. એનાથી પુણ્યબંધન છે, મોક્ષમાર્ગ નહિ; અને એનું ફળ સ્વર્ગાદિ ગતિ છે (મુક્તિ નહિ). અરે! અનાદિથી જીવ ૮૪ના અવતાર કરી ચારગતિમાં રખડી રહ્યો છે! એ પરિભ્રમણ વડે મહા દુ:ખી છે. પુણ્યના ફળમાં મોટો દેવ થાય કે બહારમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મોટો કરોડપતિ કે અબજોપતિ શેઠ થાય અને શરીર રૂપાળું સુંદર હોય પરંતુ એ બધી જડની સામગ્રી છે ભાઈ! મસાણમાં જેમ હાડકાં હોય અને તેમાં ભડકા થાય તે ફોસ્ફરસના છે તેમ આ બધાં મહેલ, સંપત્તિ અને શરીરની સુંદરતા એ બધી ચમક અને દમક મસાણના હાડકાના ફોસ્ફરસ જેવી છે ( બળીને રાખ થવા યોગ્ય છે). એ વિષય-કષાયની સર્વ સામગ્રી (અનુકૂળ હોય તોપણ ) ય છે. હૈય છે એટલે ત્યાગવા યોગ્ય છે એમ નહિ, એનો તો ત્યાગ જ છે, પણ એના તરફનું જે લક્ષ છે તે ત્યાગવા યોગ્ય છે, તથા એનાથી મને સુખ છે એ અભિપ્રાય ત્યાગવા યોગ્ય છે. આવી વાત છે. * કળશ ૧૦૧ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે.' લ્યો, આ શું કહે છે? ચાહે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ કે પૂજાના ભાવ હો કે ચાહે હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગની વાસનાના પરિણામ હો; બન્નેય વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. લોકોને આ આકરું લાગે છે એટલે આ સોનગઢથી નીકળ્યું છે એમ કહી ટાળે છે પણ ભાઈ! આ કયાં સોનગઢનું છે? આ તો પંડિત શ્રી જયચંદજીએ જે કહ્યું છે (જે અંદર છે) એનો ખુલાસો થાય છે. 6 કહે છે-પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી નીપજેલા ભાવો છે. અહાહા...! અંદર આનંદકંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ ત્રિકાળ વિરાજે છે તેની એ પરિણિત નથી. એ શુભાશુભભાવરૂપ વિકારની દશા ઉદયજનિત છે, વિભાવભાવરૂપ મલિન છે અને બંધરૂપ છે. ત્યારે હમણાં હમણાં કોઈ પંડિતો સામયિકોમાં લેખ લખવા માંડયા છે કે શુભકર્મ કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં અર્થાત્ શાસ્ત્રનું વ્યવહારું જ્ઞાન કરતાં કરતાં અને બાહ્ય વ્રત-નિયમ પાળતાં પાળતાં નિશ્ચયધર્મ થશે, શુદ્ધ રત્નત્રય થશે. પરંતુ એમ નથી, ભાઈ! અગાઉના શ્લોકમાં-કળશમાં (કળશ ૧૦૦ માં) ન આવ્યું કે-આ જ્ઞાન-સુધાંશુ ( સભ્યજ્ઞાનરૂપી ચંદ્રમા ) સ્વયં ઉદય પામે છે. ‘સ્વયં વૈત્તિ’-એનો અધ્યાત્મતરંગિણીમાં અર્થ કર્યો છે કે સમ્યગ્દર્શન થવામાં, શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ થવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહિ. ‘ કર્મનિરપેક્ષ ' એમ ત્યાં સંસ્કૃતમાં શબ્દ પડયો છે. સ્વયંનો અર્થ એમ છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે; કોઈ વ્યવહાર છે તો પ્રગટે છે એમ છે નહિ. બાપુ! તું આ શુભના વલણ વડે અનાદિથી રખડી-રખડીને દુઃખી થઈ રહ્યો છો. છહઢાલામાં આવે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૧૫ મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપાયો પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.' પ્રભુ! એણે પંચમહાવ્રત નિરતિચાર પાળ્યાં, પ્રાણ જાય તોપણ પોતાના માટે ચોકા કરી બનાવેલાં ભોજન ન લીધાં, ચામડી ઉતારીને ખાર છાંટયા તોપણ ક્રોધ ન કર્યો-આવી આવી તો જેણે વ્યવહારક્રિયા અનંતવાર પાળી અને અનંતવાર નવમી રૈવેયક સુધી ગયો. પણ શુભનો પક્ષ અંતરંગમાં છૂટયો નહિ તેથી આત્મજ્ઞાન વિના એને લેશ પણ સુખ ન થયું અર્થાત્ પરિભ્રમણનું દુ:ખ જ થયું. ભાઈ ! તારે ધર્મ કરવો છે ને! તો શુભાશુભભાવથી રહિત અંદર નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે તેમાં તારા ઉપયોગને જડી દે. તેથી તને શુદ્ધોપયોગરૂપ ધર્મ થશે. બાકી તો અશુભોપયોગની જેમ શુભોપયોગની દશા પણ વિભાવની જ વિપરીત દશા છે; એના વડે ધર્મ નહિ થાય. દયા, વ્રત, શીલ, સંયમ ઇત્યાદિ મુનિધર્મ જે વ્યવહારધર્મ કહેવાય છે તે બધોય માત્ર શુભભાવ છે. એ કાંઈ આત્મરૂપ ધર્મ નથી. પ્રવચનસાર ગાથા ૧૭ર ના અલિંગગ્રહણના ૧૭ મા બોલમાં આવે છે કે-“લિંગોનું એટલે કે ધર્મચિન્હોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જુઓ, આ બધો વ્યવહારધર્મ આત્માના સ્વરૂપમાં નથી. પરમાત્મપ્રકાશમાં તો એથીય વિશેષ વાત છે કે-ભાવલિંગ જે નિર્વિકલ્પ મુનિદશા અર્થાત આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી શુદ્ધરત્નત્રયની વીતરાગી ચારિત્રદશા એ પણ આત્માનું સ્વરૂપ નથી. પર્યાય છે ને! મોક્ષનો સાચો માર્ગ એ પણ પર્યાયધર્મ છે, એ કાંઈ આત્મદ્રવ્યનું અંતરંગ સ્વરૂપ નથી. હવે આવી વાત છે ત્યાં યતિનું દ્રવ્યલિંગ-વ્યવહારધર્મની ક્રિયા તો આત્મસ્વરૂપથી કયાંય બહાર રહી ગઈ. ભાઈ ! તારે આત્મકલ્યાણ કરવું છે કે નહિ! બાપુ! અનંતકાળમાં તું પ્રતિક્ષણ ભાવમરણે મરી રહ્યો છે! અહા ! અંતરમાં ચૈતન્યનાં પરમ નિધાન પડયાં છે પણ અંતરમાં તે કદીય નજર કરી નથી. અહાહા...! પ્રભુ! તું અંદર અનંત શક્તિઓનો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ ગુપ્ત ભંડાર છો. એને જ્ઞાનની પરિણતિ વડે ખોલ, એ શુભરાગની પરિણતિ વડે નહિ ખુલે, શુભરાગની પરિણતિ વડે ત્યાં તાળુ પડશે કેમકે શુભરાગ સ્વયં બંધરૂપ જ છે. હવે કહે છે વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબએમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે જુઓ, એક ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી, કુટુંબ-પરિવાર સાથે રહેતો હોય અને વિષય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કષાયનું સેવન કરતો હોય, જ્યારે બીજો રાજપાટ છોડીને નગ્ન થઈને ત્યાગી થઈ બેઠો હોય. આ પ્રમાણે બહારની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી અંદરમાં કાંઈક ફેર હશે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. પરંતુ બાપુ! જ્યાં અંતર્દષ્ટિ થઈ નથી, દષ્ટિમાં ચૈતન્યનાં નિધાન આવ્યાં નથી, આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી પ્રભુ નજરમાં આવ્યો નથી ત્યાં કાંઈ ફેર પડયો નથી. શુભાશુભ બને ભાવ તો એકલા બધા જ કારણરૂપ છે. સારા અને ખરાબ-એમ તેઓ દેખાય છે પણ એ તો ભ્રમ છે. શુભાશુભ પ્રવૃત્તિના ભેદે તેઓ ઠીક-અઠીક જણાય છે પણ વાસ્તવમાં બેય બંધરૂપ છે, બેય સંસાર છે, તેમાં મુક્તિનું કારણ તો એકેય નથી, સમયસાર નાટક, મોક્ષદ્વારના ૪૦ મા છંદમાં તો ત્યાંસુધી કહ્યું છે કે સાચા ભાવલિંગી મુનિવરને જેને પ્રચુર સ્વસંવેદન સહિત પર્યાયમાં આનંદની છોળો ઉડે છે તેને પણ છઠ્ઠી ગુણસ્થાને પ્રમત્તદશામાં જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે. “તા કારણ જગપંથ ઇત ઉત શિવમારગ જોર, પરમાદી જગકો ધુકે અપરમાદિ સિવ ઓર.'' સાચા મુનિને પણ જે વિકલ્પ છે એટલો સંસાર છે અને સાતમે ગુણસ્થાને અપ્રમત્તદશામાં અંતર આનંદમાં રમે છે તે શિવમાર્ગ છે. હવે આવી વાત છે ત્યાં કોઈ એકલાં બાહ્ય વ્રત, તપ કરે અને ધર્મ માને એ તો મિથ્યાદર્શન છે, ભાઈ ! વળી જેની એવી પ્રરૂપણા છે કે વ્રત કરો, તપ કરો-એથી ધર્મ છે એ તો જૈન સાધુ જ નથી. ભાઈ ! આ તો જે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે કહ્યું તે જ કુંદકુંદાચાર્ય સમયસારમાં કહ્યું છે, અને તે જ અમૃતચંદ્રાચાર્યે ટીકામાં કહ્યું અને બનારસીદાસે પણ એ જ સમયસાર નાટકમાં કહ્યું છે. એ જ વાત અહીં જયચંદજી કહે છે કે પુણ્ય સારું અને પાપ ખરાબ એમ ભ્રમને લીધે દેખાય છે, પણ પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. સમયસાર કળશટીકા, કળશ ૧૦૮ માં રાજમલજી કહે છે કે-“અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ ને આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવા યોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.'' જેમ વિષય-કષાયનો નિષેધ છે તેમ શુભક્રિયારૂપ ચારિત્રનો પણ નિષેધ જ છે. જ્ઞાન અને આનંદનું નિધાન ભગવાન આત્મા પોતાની અંતર્મુખ જ્ઞાનની પરિણતિથી સ્વસંવેદનજ્ઞાન દ્વારા વેદનમાં પ્રત્યક્ષ જણાય તેમ છે. પણ આત્મવસ્તુ કાઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૧૭ ઇન્દ્રિયજ્ઞાનમાં જણાય તેમ નથી. સ્વસંવેદનજ્ઞાનમાં એની પ્રત્યક્ષની ભાવના (અનુભવ) કરતાં કરતાં પ્રત્યક્ષ કેવળજ્ઞાન થઈ જાય છે. પરંતુ વ્યવહારની ક્રિયા કરતાં કરતાં એ કેવળજ્ઞાનનો પ્રકાશ થઈ જાય એમ કદીય નથી. આવું જ સ્વરૂપ છે. [ પ્રવચન નં. ૨૦૭ અને ૨૦૮ * દિનાંક ૨૦-૧૦-૭૬ અને ૨૧-૧૦-૭૬ ] સમયસાર ગાથા ૧૪૫ : મથાળું હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે: * ગાથા ૧૪૫ : ટીકા ઉપરનું પ્રવચન * તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે –આ શુભકર્મ છે તે સંસારમાં દાખલ કરનાર છે એમ કહે છે. ત્યારે કેટલાક કહે છે કે શુભકર્મ એટલે પુણ્યબંધરૂપ જડ પુદ્ગલકર્મની આ વાત છે. પણ ભાઈ ! અહીં તો ટીકામાં શુભકર્મનું કારણ જે શુભભાવ તે સંસારમાં દાખલ કરનાર છે એની વાત છે. અહા! શું થાય? અધ્યાત્મશાસ્ત્ર જે સને સિદ્ધ કરે છે તેનો માણસોને જિજ્ઞાસાપૂર્વક સ્વાધ્યાય નહિ, અભ્યાસ નહિ એટલે અત્યારે મોટા ગોટા ઊઠયા છે. જુઓ, અજ્ઞાનીઓનો આ પક્ષ છે કે ૧. “કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ–તફાવત છે.” પુણ્ય ભલું છે એમ જેનો પક્ષ છે એવો અજ્ઞાની એમ કહે છે કે જે શુભકર્મ બંધાય છે તેને પુણ્યભાવનું નિમિત્ત છે અને જે અશુભકર્મ બંધાય છે તેને પાપભાવનું નિમિત્ત છે. અર્થાત્ પુણ્યબંધનમાં જીવના શુભ પરિણામ નિમિત્ત છે અને પાપબંધનમાં જીવના અશુભ પરિણામ -સંકલેશપરિણામ નિમિત્ત છે. આમ બન્નેનાં કારણ જદાં જુદાં છે માટે બન્નેમાં ફેર છે. આ અજ્ઞાનીની દલીલ છે. એક વાત. ૨. એની બીજી દલીલ એમ છે કે- “કોઈ કર્મ શુભ પુલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે.' એક કર્મ તો શાતાવેદનીય આદિરૂપ બંધાય છે અને બીજું અશાતા–વેદનીય આદિરૂપ બંધાય છે. આ પ્રમાણે શુભાશુભરૂપ કર્મના સ્વભાવમાં પણ ફેર છે. બંને જડકર્મના સ્વભાવમાં ફેર છે. એમ વ્યવહારના પક્ષવાળાનો અભિમત છે. ૩. વળી એની ત્રીજી દલીલ એમ છે કે કોઈ કર્મનો શુભફળરૂપે અને કોઈ કર્મનો અશુભફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પુણ્યકર્મના ફળરૂપે સ્વર્ગાદિ ગતિ મળે, ઉચ્ચ આયુ બંધાય, ઉચ્ચ ગોત્ર બંધાય આદિ અને પાપકર્મના અશુભફળરૂપે નરકાદિને પ્રાપ્ત થાય. આમ બન્નેના ફળમાં ફેર છે કે નહિ? આ તો અહીં અજ્ઞાનીનો પક્ષ રજુ કર્યો છે. પુણ્યના ફળમાં કરોડોની સંપત્તિનો સ્વામી મોટો શેઠ થાય અને પાપના ફળમાં સાવ દિદ્રી થાય. આમ બન્નેના ફળમાં ફેર છે. ધૂળેય ફેર નથી, સાંભળને ? બન્નેય એક જ જાત છે. શેઠ કે દરિદ્રી કે દિ હતો આત્મા ? આ તો અજ્ઞાનીની-મૂઢ જીવની દલીલની અહીં વાત કરી છે. પ્રશ્ન:- પણ પુણ્યના ફળમાં જીવ ધન-પૈસા કમાય છે એ તો બરાબર છે ને ? ઉત્ત૨:- શું કમાય ? શું ધૂળ કમાય ? ભાઈ! પૈસા તો જડ માટી છે, ધૂળ છે, અજીવ પુદ્દગલ છે, રૂપી છે. એ ચૈતન્યમય આત્માના કેવી રીતે થાય ? જડ પૈસાનો-ધનનો જે સ્વામી થાય એ તો મહા મૂઢ જીવ છે. અરે! પુણ્યભાવ પણ જ્યાં આત્માનો નથી ત્યાં તેના નિમિત્તે બંધાયેલા કર્મના ફળમાં પ્રાસ પૈસા-ધન આત્માનાં કયાંથી થાય ? બાપુ! આ તો વીતરાગનો માર્ગ, બહુ સૂક્ષ્મ છે ભાઈ ! જે સમયે પૈસાની-ધનની (–૫૨માણુઓની ) જે અવસ્થા થવા યોગ્ય હોય તે સમયે તે જ થાય કેમકે તે એની જન્મક્ષણ છે. પણ તે અવસ્થાને અન્ય કરે એ વાત એક દોકડોય સત્ય નથી, સમજાણું કાંઈ... ? ( પુણ્યના ફળમાં પૈસા કમાય છે તે પણ વ્યવહારનયનું કથન છે.) આ પ્રમાણે અજ્ઞાનીના પક્ષના ત્રણ બોલ થયા. ૪. અજ્ઞાનીની ચોથી દલીલ એમ છે કે–‘કોઈ કર્મ શુભ (સારા ) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે.' કોઈ કર્મ એટલે કે શુભકર્મ જેને સારો એવો મોક્ષમાર્ગ પ્રગટ થયો હોય તે ભૂમિકામાં બંધાય છે એટલે સારું છે અને કોઈ કર્મ એટલે અશુભકર્મ ખરાબ એવા બંધમાર્ગની (–સંસારમાર્ગની ) ભૂમિકામાં બંધાય છે માટે ખરાબ છે. આમ બેના આશ્રયમાં ફેર છે. આ પ્રમાણે ચાર પ્રકારે કર્મમાં ભેદ-ફેર હોવાથી કોઈ કર્મ શુભ-સારું છે અને કોઈ કર્મ અશુભખરાબ છે એવો અજ્ઞાની જીવનો પક્ષ છે. હવે કહે છે માટે–જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારનો નિષેધ કરનાર નિશ્ચય-પક્ષ આ પ્રમાણે છે': ૧. ‘શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.' શું કહે છે? કે તેં (-અજ્ઞાનીએ) કીધું કે કોઈ કર્મને ( પુણ્યબંધનમાં ) જીવના શુભ પરિણામ નિમિત્ત છે અને કોઈ કર્મને ( –પાપબંધનમાં ) જીવના અશુભ પરિણામ નિમિત્ત છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૧૯ માટે બને કર્મના કારણમાં ફેર છે અર્થાત્ બન્ને પરિણામમાં ફેર છે. તો અમે કહીએ છીએ કે શુભાશુભ પરિણામ બન્નેય કેવળ અજ્ઞાનમય હોવાથી કર્મ એક જ પ્રકારનું છે. અજ્ઞાનમય એટલે મિથ્યાજ્ઞાનમય એમ નહિ, પણ અજ્ઞાનમય એટલે જ્ઞાનના-ચૈતન્યના અભાવમય છે. શુભ અને અશુભ ભાવ બન્નેય અજ્ઞાનમય છે એટલે કે બેમાંય ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. જુઓ, ભગવાન આત્મા કેવળ ચૈતન્યનો સુર્ય છે; પણ શુભાશુભ ભાવમાં ચૈતન્યનો અંશ નથી તેથી તે ભાવો બન્નેય અજ્ઞાનમય છે. ગાથા ૭ર માં આવી ગયું કે-શુભાશુભ ભાવ અશુચિ છે, જડ છે, દુ:ખનું કારણ રણ છે. શુભાશુભ કર્મ અજ્ઞાનમય છે એટલે કે તેઓ જડ આંધળા છે કેમકે તેમાં ચૈતન્યની જાગૃતિનો અભાવ છે. હવે આવી વાત સાધારણ માણસને બિચારાને અભ્યાસ હોય નહિ અને માંડ નવરો થતો હોય-આખો દિ' બાયડી-છોકરા સાચવવામાં અને ધંધા-વેપારમાં બળદની જેમ એકલી પાપની મજબૂરી કરવામાં કાઢતો હોય ત્યાં કેમ સમજાય? હું કોણ છું? અને આ શું થઈ રહ્યું છેએ વિચારવાનો એને કયાં વખત છે? પણ ભાઈ ! આ તો જીવન (અમૂલ્ય અવસર) વીતી જાય છે હોં. અહીં કહે છે-આ વૃત્તિઓ જે ઊઠે છે તે ચાહે તો પંચમહાવ્રતની હોય કે દયા, દાન કે ભક્તિની હોય-એ બધીય શુભરાગરૂપ છે અને શુભરાગ છે તે અજ્ઞાનમય છે; અજ્ઞાનમય છે એટલે એમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. સમજાણું કાંઈ? ભાષા તો જુઓ. “અજ્ઞાનમય હોવાથી —એમ કહ્યું છે. એકલું અજ્ઞાન એમ નહિ, પણ “અજ્ઞાનમય” એમ કહ્યું છે. શુભાશુભભાવ બન્નેય જડ છે, અજીવ છે. જીવ-અજીવ અધિકારમાં એને અજીવ કહ્યા છે, અહીં એને અજ્ઞાનમય એટલે જડ કહ્યા છે, કેમકે એમાં ચૈતન્યના વિલાસનો અભાવ છે, એમાં ચૈતન્યની જાગૃતિનો પ્રકાશ નથી. શું કહ્યું આ? જેમ અશુભ તેમ શુભભાવ પણ આંધળો છે. ચાહે તો વ્રતનો શુભરાગ હો કે અવ્રતનો અશુભ રાગ હો-બનેય કેવળ અજ્ઞાનમય હોવાથી એક જ જાત છે. હવે આવી વાત આકરી પડે પણ શું થાય? પ્રભુ ! આ સમજ્યા વિના તું અનંતકાળથી જન્મ-મરણના ધોકા ખાઈ–ખાઈને અધમુઓ થઈ ગયો છે. બાપુ! તને ખબર નથી. નરકમાં ઠંડીની એટલી પીડા હોય છે કે ત્યાંની ઠંડીનો એક કણ પણ અહીં આવી જાય તો એનાથી દશ યોજનના મનુષ્યો એ ઠંડીમાં મરી જાય. ભાઈ ! આવા નરકના સંજોગમાં તું અનંતવાર ગયો અને રહ્યો, પણ તું તે ભૂલી ગયો છે બાપુ! અત્યારે માંડ જરી શરીર ઠીક મળ્યું હોય, કુટુંબ-પરિવાર અનુકૂળ હોય અને મકાન મોટા હજીરા હોય એટલે એમ માને કે હું સુખી છું. પણ ધૂળેય સુખી નથી, ભાઈ ! આ બધી સામગ્રી તો મસાણના હાડકાના ફોસ્ફરસની ચમક છે. એ શુભનાં ફળ બધાં ઝેર છે ભાઈ ! કર્મની ૧૪૮ પ્રકૃતિ છે એ બધાય ઝેરનાં ફળ છે એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ ] ચન રત્નાકર ભાગ-૬ અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલો અમૃતનો પિંડ છે. એની દષ્ટિ થયા વિના અર્થાત્ સ્વાનુભૂતિના આનંદને પ્રાપ્ત થયા વિના અરેરે! એ જગતમાં ઝેરનાં ફળ પામીને રખડશે ! ભાઈ ! કેવળ શુભરાગમય એવાં વ્રત અને તપ તો તે અનંતવાર કર્યા. પણ એમાં કયાં ચૈતન્યનો-અમૃતનો અંશ હતો? એ તો બધા અચેતન ઝેરરૂપ પરિણામ હતા. બાપુ! તારા ઘરમાં (-સ્વરૂપમાં) એ ચીજ ( -શુભાશુભ પરિણામ) કયાં છે ? પ્રભુ! તારુ ઘર (-સ્વરૂપ) તો એકલા પવિત્ર અમૃતથી ભરેલું છે. જ્યારે આ શુભાશુભ પરિણામ બધા અશુચિ છે, ઝેર છે, અચેતન છે. ભાઈ ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય અને સુખી જ થવું હોય તો બેય પરિણામને છોડી શુદ્ધાત્માની દૃષ્ટિ કર. ત્યાં તને અવશ્ય સુખ મળશે. આ રીતે શુભ અને અશુભ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી બન્ને એક જ છે; બેમાં કોઈ ફેર નથી. તેઓ એક હોવાથી કર્મના કારણમાં કોઈ ભેદ નથી; કર્મનું કારણ અજ્ઞાન એક જ છે; માટે કર્મ એક જ છે. ૨. “શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.” જાઓ, જડ કર્મની પ્રકૃતિ ચાહે તો શતાવેદનીય બંધાય કે અશાતાવેદનીય બંધાય, યશકીર્તિ બંધાય કે અપયશકીર્તિ બંધાય ઇત્યાદિ એ બધાય પુદ્ગલપરિણામ હોવાથી કેવળ પુદ્ગલમય હોવાથી એક છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ફેર નથી. પુષ્ય ને પાપ, શાતા ને અશાતા-એ બધાય પુદ્ગલના પરિણામ હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે. ૩. “શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે.” શું કહ્યું આ? શુભનું ફળ અને અશુભનું ફળ કેવળ પુદ્ગલમય છે. શુભના ફળથી આ લક્ષ્મી આદિ કે સ્વર્ગાદિ મળે અને અશુભના ફળમાં નરકાદિ મળે એ બધુંય પુદ્ગલમય છે. (એમાં એકેમાંય આત્મા નથી.) પાપના ફળમાં પુદ્ગલ મળે અને પુણ્યના ફળમાંય પુદ્ગલ મળે, માટે તે એક હોવાથી કર્મના અનુભવમાં-ફળમાં ભેદ નથી. એનો સ્વાદ–વેદન દુઃખરૂપ છે. માટે કર્મ એક જ છે. ૪. ““શુભ (–સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.'' જુઓ, આમાં જરા ફેર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનાં સમ્યક શ્રદ્ધા, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૨૧ જ્ઞાન અને ચારિત્ર-એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ તેને અહીં શુભ એટલે સારો કહ્યો છે. પુણ્ય તે શુભ અને પાપ તે અશુભ (કર્મ) એ વાત આમાં નથી. અહીં તો મોક્ષમાર્ગને શુભ કહ્યો અને શુભાશુભભાવરૂપ બંધમાર્ગને અશુભ કહ્યો છે. સમજાણું કાંઈ...? શુભાશુભભાવરૂપ જે બંધમાર્ગ છે તે કેવળ પુદ્ગલમય છે. અહા! જે અજ્ઞાનમય છે તે જીવમય કેમ હોય? ( ન જ હોય). શુભ-સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય છે. શું કહ્યું? શુદ્ધ રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગની વીતરાગી પર્યાય તે કેવળ જીવમય છે અને તેથી તે શુભ છે. અને શુભાશુભકર્મરૂપ જે બંધમાર્ગ તે કેવળ અજ્ઞાનમય-પુદ્ગલમય છે તેથી તે અશુભ છે. હવે કહે છે-તેથી તેઓ (-શુભાશુભ કર્મ) અનેક (–બે) હોવા છતાં કર્મ તો કેવળ બંધમાર્ગને જ આશ્રિત છે. ભાઈ ! જે તું એમ કહે છે કે શુભકર્મ મોક્ષમાર્ગને આશ્રિત થાય છે પણ એમ છે નહિ. (એ તો તારી મિથ્યા કલ્પના છે). શુભકર્મ પણ બંધમાર્ગને આશ્રિત થાય છે. સમજાણું કાંઈ....? આવો જે શુભભાવ એ કેવળ બંધમાર્ગને આશ્રિત હોવાથી શુભભાવ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય એ વાત કયાં રહે છે? ( એ માન્યતા યથાર્થ નથી). તો વ્યવહારને કારણ કહ્યું છે ને? ભાઈ ! એ તો આરોપ કરીને કહ્યું છે. વ્યવહાર કારણ તો આરોપિત કારણ-આરોપિત સાધન છે અને તે પણ નિશ્ચયની હયાતીમાં તેને વ્યવહાર કારણ કહેવામાં આવે છે. આ પ્રમાણે શુભાશુભ કર્મ કેવળ બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. આમ કેવળ વ્યવહારના પક્ષને લીધે અજ્ઞાનીને શુભાશુભકર્મમાં જે ઠીક-અદીકરૂપ ભેદ જણાતો હુતો તેનું અહીં નિરાકરણ કરવામાં આવ્યું. * ગાથા ૧૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે...” જુઓ, કોઈ કર્મ તો અરહંતાદિમાં એટલે પંચપરમેષ્ઠીમાં ભક્તિ-અનુરાગના નિમિત્તે થાય છે. ભાઈ ! પંચપરમેષ્ઠીમાં અનુરાગ એ રાગ છે, આકુળતા છે. પોતાના આત્માના આનંદની દશા પ્રગટ કરવામાં એ રાગ સહાયક એટલે નિમિત્ત હો પણ સહાયક એટલે મદદગાર નથી. “સહાયક” એટલે “સાથે છે.” બસ એટલું જ. “સહાયક' એટલે મદદ કરે છે એમ અર્થ નથી; કેમકે અરહંતાદિ પંચ-પરમેષ્ઠી ભગવાન અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તેમના પ્રત્યેનો અનુરાગ એ બન્નેય પ૨દ્રવ્ય છે. સમજાણું કાંઈ... ? બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! પ્રશ્ન:- (એ રાગની ) પર્યાય તો એની (જીવની પોતાની ) છે ને ? ઉત્તર:- એ પર્યાય ખરેખર એની (આત્મદ્રવ્યની ) છે જ નહિ. એ તો પહેલાં કીધું ને કે પુણ્ય અને પાપ એ બન્ને વિભાવપરિણતિરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ એક ચંડાલણી પુત્ર બ્રાહ્મણીને ત્યાં રહી મોટો થયો એટલે કહે કે–મને મદિરા આદિ ખપે નહિ તેમ એક શુભભાવની વ્યવહારક્રિયામાં આવ્યો એટલે કહે કે–મને હિંસા, વિષયભોગ આદિ ખપે નહિ; પણ એ વાસ્તવમાં છે વિભાવપરિણતિરૂપ ચંડાલણીનો જ પુત્ર. અશુભની જેમ શુભ પરિણામ પણ વિભાવપરિણતિજન્ય પરિણામ છે; એ કાંઈ શુદ્ધ ચૈતન્યસ્વભાવજન્ય પરિણામ નથી. માટે એ રાગ આત્મપરિણતિરૂપ નથી. અહીં કહે છે કે અરતાદિ પંચપરમેષ્ઠીમાં ભક્તિનો અનુરાગ એ શુભરાગ છે પણ એ આત્મસ્વભાવ નથી અને આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થવામાં સહાયક એટલે મદદકર્તા પણ નથી. પ્રશ્ન:- તો વ્યવહાર (સાધન )થી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે છે ને ? ઉત્ત૨:- હા, આવે છે. આચાર્ય જયસેનની ટીકામાં ઘણે ઠેકાણે એ પ્રમાણે આવે છે. પણ એ વ્યવહારનયનું થન છે. જેને નિશ્ચય (ધર્મ) પ્રગટ થયો હોય એને એની ભૂમિકાયોગ્ય વ્યવહાર હોય છે એ સિદ્ધ કરવું હોય ત્યારે એ રીતે વ્યવહારનયનું ક્શન શાસ્ત્રમાં આવે છે. પરંતુ અરહંતાદિમાં ભક્તિનો અનુરાગ ઇત્યાદિ શુભરાગ પુણ્યબંધનું જ કારણ છે; એ કાંઈ અબંધ પરિણામ એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સહાયક-મદદગાર નથી. સમ્યગ્દર્શન આદિ અબંધ વીતરાગી પરિણામ છે. અબંધ સ્વભાવ અબંધ પરિણામનું કારણ થાય. ( કાંઈ રાગના બંધરૂપ પરિણામ અબંધ પરિણામનું કારણ ન થાય). ભગવાન આત્મા ત્રિકાળ અબંધસ્વભાવી છે. ગાથા ૧૪-૧૫ માં આવે છે ને-નો પવિ ગપ્પાનું નવદ્ઘપુરું......’ ત્યાં ‘ અબદ્ધ’ એ તો નાસ્તિથી કથન છે. અસ્તિથી કહીએ તો ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. અહાહા...! સદાય મુક્તસ્વરૂપ એવા ભગવાન આત્મામાં અંતર્દષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ જૈનશાસન છે. રાગનો અનુભવ એ કાંઈ જૈનશાસન નથી. અહીં તો વીતરાગ શાસન લેવું છે ને? માટે અ૨હંતાદિ પ્રત્યે અનુરાગ અને જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ એ શુભરાગ છે, પણ વીતરાગશાસન નથી. શ્વેતાંબરમાં કથા આવે છે કે-મેઘકુમારે હાથીના ભવમાં સસલાની અનુકંપા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૨૩ કરી (દયા પાળી); એથી એનો સંસાર પરિત થઈ ગયો–અર્થાત્ દીર્ઘ સંસાર નષ્ટ થઈ ગયો. આવી વાત બીલકુલ અયથાર્થ છે. પર જીવની અનુકંપાનો ભાવ તો શુભરાગ છે અને શુભરાગ છે તે બંધનું જ કારણ છે, અબંધ પરિણામનું કારણ નથી, સમકિતનું કારણ નથી. (બંધના પરિણામથી અબંધ કેમ થાય? સંસાર કેમ મટે ? ન જ મટે). પ્રશ્ન:- તો પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકને સમ્યગ્દર્શનનાં લક્ષણ કહ્યાં છે. ને ? ઉત્તરઃ- એ અનુકંપા અરાગી-વીતરાગી અનુકંપા છે, જ્યારે આ અનુકંપા તો શુભરાગરૂપ છે. (શુભરાગને સમકિતનું લક્ષણ કહેવું એ તો ઉપચાર છે. ) ચૈતન્યસ્વરૂપના વીતરાગ શાસનની બહુ ઝીણી વાત ભાઈ ! અનુભવપ્રકાશમાં એક દાખલો આપ્યો છે કે-એક ચાંપો ભરવાડ હતો. તે ધતૂરો પીને ઉન્મત્ત થયો. તેથી તે ભૂલી ગયો કે-“હું ચાપો છું.” થોડી વારે તે ઘેર ગયો. ત્યાં તેની પત્ની સૂતી હતી એટલે બારણું ખખડાવ્યું અને પૂછવા લાગ્યો કે-ચાંપો છે ઘરમાં? ત્યારે અંદરથી પત્ની બોલી-તમે કોણ છો? ત્યારે તે સાવધાન થયો અને કહેવા લાગ્યો-“હા, હું ચાપો છું.' એમ અનાદિથી જીવ આત્માને (–પોતાને) ભૂલી ગયો છે. તે પૂછે છે કે આત્મા (પોતે) કોણ છે? તેને પૂછીએ છીએ કે આ બધું છે, છે, છે-એમ કોણ જાણે છે? જાણનારો પોતે તો જાણે છે. એ જાણનારો જે છે તે જ પોતે આત્મા છે. અનુભવપ્રકાશમાં જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન-એવો દઢ પ્રતીતિભાવ તે સમ્યકત્વ છે એમ લીધું છે, કેમકે આત્મા જ્ઞાનમય છે અને તે જ્ઞાનની સમ્યક્ પરિણતિ દ્વારા જણાય છે. અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમાનંદસ્વભાવી છે. પણ એ જણાય કયારે? આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે. પરમાનંદસ્વભાવી પ્રભુ આત્મા ત્રિકાળ અતિરૂપ છે; પણ પર્યાયમાં પરમાનંદના પરિણામન વિના, આનંદનો સ્વાદ (-સંવેદન) આવ્યા વિના આ અસ્તિ છે એમ પ્રતીતિમાં કેમ આવે? અહાહા...! જેનો નમૂનો (સ્વસંવેદન) આવે નહિ તો “એ આખી ચીજ આવી છે” એમ પ્રતીતિમાં કયાંથી આવે? ભાઈ ! આ (આત્માના) સ્વરૂપની વાત ચાલે છે. એટલે અહીં કહે છે કે- અનુકંપા એ શુભરાગ છે, એ આત્માનો સ્વભાવ નથી. એ શુભરાગ દ્વારા નિશ્ચય સ્વરૂપ પમાય આના હવે વાંધા છે બધાને એમ કે આવો વ્યવહાર હોય તો નિશ્ચય પમાય. પણ બાપુ! એવો વ્યવહાર તો અનંતવાર કર્યો અને એના ફળમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નવરૈવેયક પણ અનંતવાર ગયો. પણ ભાઈ ! સંસાર અને દુઃખ તો માથે ઊભાં જ રહ્યાં. છહુઢાલામાં કહ્યું છે ને કે મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” એ છ કાયના જીવોની અનુકંપા અને મહાવ્રતાદિના પરિણામ પણ દુઃખરૂપ છે ભાઈ ! એ દુ:ખના-આકુળતાના પરિણામથી સુખસ્વરૂપની પ્રાપ્તિ કદીય ન થાય. પોતાની અંતર્મુખાકાર આનંદની પરિણતિ વડે સુખસ્વરૂપની પ્રાપ્તિ થાય. હવે આવી વાત આકરી પડે, પણ શું થાય ? માર્ગ જ આવો છે, ભાઈ ! અનુકંપા, મંદ કષાય, ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ બધો શુભરાગ છે. શ્રવણ કરવું, ઉપદેશ દેવો એ બધો શુભરાગ છે. એ બધો છબસ્થદશામાં હો, પણ એ શુભ પરિણામોના નિમિત્તે (શુભ) કર્મ થાય છે. કોઈ કર્મનિમિત્તે થાય છે” એમ શબ્દ છે ને? એટલે કે શુભરાગના નિમિત્તે શુભ કર્મબંધન થાય છે. તેથી શુભ-ભલું છે એવો અજ્ઞાનીનો પક્ષ છે. હવે કહે છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે. આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” જુઓ, શુભ પરિણામના નિમિત્તે પુણ્યકર્મ અને અશુભ પરિણામના નિમિત્તે પાપકર્મ બંધાય છે માટે હેતુભેદ હોવાથી કર્મના પણ શુભ અને અશુભ એમ બે ભેદ છે એમ અજ્ઞાનીની દલીલ છે. વળી તે કહે છે-કર્મની પ્રકૃતિ-સ્વભાવમાં શુભ અને અશુભ એવા બે ભેદ છે. જેમકે શાતાદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર-એ કર્મોના પરિણામ (પ્રકૃતિ વગેરે- )માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભઆયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે)માં ભેદ છે.' આ અજ્ઞાનીનો ભેદનો પક્ષ છે. એકમાં શાતા બંધાય તો એકમાં અશાતા બંધાય, એકમાં ઉચ્ચ (સ્વર્ગાદિ) આયુષ્ય બંધાય તો એકમાં નીચ (નરકાદિ) આયુષ્ય બંધાય, એકમાં યશકીર્તિ બંધાય તો એકમાં અપયશકીર્તિ બંધાય-ઇત્યાદિ કર્મની પ્રકૃતિના સ્વભાવમાં ભેદ હોવાથી કર્મમાં શુભ અને અશુભ એમ બે ભેદ છે. વળી તે દલીલ કરે છે કે કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” જુઓ, પુણ્યકર્મના ફળમાં સ્વર્ગ મળે, કરોડપતિ-ધૂળપતિ મોટો શેઠિયો થાય અને પાપકર્મના ફળમાં સાતમી નરકે અત્યંત દુઃખ અને વેદનાના સંયોગમાં પડે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૨૫ ૩૩-૩૩ સાગર સુધી બિચારો નરકના દુ:ખમાં સડે; વા નિગોદમાં ચાલ્યો જાય. શું કર્મના ફળમાં ફેર નથી? અવશ્ય છે-એમ ભેટવાળા અજ્ઞાનીનો પક્ષ છે. આ પ્રમાણે અનુભવનો ભેદ હોવાથી કર્મ શુભ અને અશુભ એવા બે ભેદવાળું છે. વળી કહે છે “કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે (અર્થાત મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” જુઓ, મોક્ષમાર્ગના પ્રસંગમાં (સાધકદશામાં) ધર્મી જીવને શુભભાવ હોય છે. માટે તે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે છે અર્થાત્ શુભભાવ જેનું નિમિત્ત છે એવું શુભકર્મ મોક્ષમાર્ગના આશ્રયે બંધાય છે એમ અજ્ઞાનીનો મત છે. તથા અશુભકર્મ બંધમાર્ગના આશ્રયે છે. આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મ શુભ અને અશુભ એમ બે ભેદવાળું છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે. કેટલાકનો એટલે અજ્ઞાનીઓનો આવો ભેદ-પક્ષ છે. હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે: જીવના શુભ અને અશુભ પરિણામ બને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે.' શું કહ્યું આ? ભાઈ ! તું નવા કર્મબંધનમાં (નિમિત્ત એવા) જીવના પરિણામના એક શુભ પરિણામ અને એક અશુભ પરિણામ એમ બે ભેદ પાડે છે પણ અમે તને કહીએ છીએ કે એ બન્નેય પરિણામ અજ્ઞાનમય છે અને તેથી એક જ જાતના છે. અરે ભાઈ ! એ શુભાશુભ પરિણામમાં ચૈતન્યનું-જ્ઞાનનું કિરણ કયાં છે! એ તો બન્નેય આંધળા અજ્ઞાનમય છે. શુભમાં કાંઈ ઓછું અજ્ઞાન અને અશુભ પરિણામમાં વિશેષ અજ્ઞાન એમ પણ નથી. બન્ને સમાનપણે અજ્ઞાન છે, અંધ છે; માટે બેમાંથી એકેય ધર્મરૂપ નથી. શુભાશુભ ભાવથી રહિત જે જ્ઞાન (ચૈતન્યમય પરિણામ) છે તે ધર્મ છે અને શુભાશુભભાવ અજ્ઞાનમય હોવાથી અધર્મ છે. આવી સ્પષ્ટ વાત છે; સમજાણું કાંઈ ? આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પ્રૌષધ ઇત્યાદિ જે બધા કરે છે તે રાગની મંદતાનો શુભભાવ છે, પણ તે કાંઈ ધર્મ-બર્મ નથી. હા, એ પુણ્યભાવ છે અને એને અહીં ત્રિલોકીનાથ ભગવાન અજ્ઞાન કહે છે. ભગવાન ! તારું સ્વરૂપ તો ચિદાનંદરૂપ સદાય જાગૃત ચૈતન્યજ્યોતિમય જ્ઞાનસ્વભાવમય છે. અને આ શુભાશુભભાવ તારા ચૈતન્યસ્વભાવથી વિપરીત ભાવ છે. માટે અમે એ બન્નેને અજ્ઞાન કહીએ છીએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જુઓ, શુભભાવ છે તે પોતે અજ્ઞાન છે; પણ અજ્ઞાન છે એટલે શુભભાવ મિથ્યાત્વ છે એમ અર્થ નથી. જો શુભભાવને ધર્મ (શુદ્ધ રત્નત્રયરૂપ) માને તો તે માન્યતા મિથ્યાત્વ છે. કેટલાક લોકો કહે છે કે અહીં (સોનગઢમાં ) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે એને મિથ્યાત્વ કહે છે તો તે વાત ખોટી છે. ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા છે તે શુભરાગ છે, એ કાંઈ મિથ્યાત્વ નથી અને એ ધર્મ પણ નથી. તથાપિ એને ધર્મ માન વો એનાથી ( રાગથી ) ધર્મ થાય એમ માને તો તે માન્યતા વિપરીત હોવાથી મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ...? ભાઈ ! આ તો ન્યાય છે! ન્યાયમાં કિંચિત્ ફરક પડે તો બધું ફરી જાય, મોટો ફેર પડી જાય. શું કરીએ ? આ વસ્તુસ્થિતિનો હમણાં બહુ વિરોધ આવે છે તેથી વધુ સ્પષ્ટીકરણ થતું જાય છે. બાપુ! માર્ગ તો જેવો છે તેવો આ છે. અનંત સંતો અને તીર્થંકરોએ આ જ કહ્યું છે અને વસ્તુનું સ્વરૂપ પણ આ જ છે. અહાહા...! ભગવાન! તારું દ્રવ્ય ત્રણકાળમાં કદીય શુભાશુભભાવના વિકલ્પથી તન્મય નથી. હું શુભ છું, અશુભ છું-એમ તેં અજ્ઞાનવશ માન્યું છે પણ કદીય તું શુભાશુભભાવના સ્વભાવે થયો નથી. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે-આ ત્રિકાળી એક જ્ઞાયભાવ કદીય શુભાશુભભાવના સ્વભાવે થયો નથી, કેમકે જો તે-પણે થાય તો આત્મા જડ થઈ જાય; મતલબ કે શુભાશુભ ભાવમાં જાણપણાનો અંશ નહિ હોવાથી તેઓ જડ અચેતન છે, અજ્ઞાન છે, અજીવ છે. જ્યારે આત્મા અરૂપી ભગવાન શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ નિત્ય જ્ઞાયકપણે વિરાજમાન ચૈતન્યમહાપ્રભુ છે. અહાહા...! આવો પૂર્ણ સ્વભાવથી ભરેલો એક જ્ઞાયકસ્વભાવી આત્મા શુભાશુભભાવના સ્વભાવે કેમ થાય ? (ન જ થાય ). પ્રભુ! તું ત્રિકાળ ભગવત-સ્વરૂપ ચૈતન્યસ્વરૂપ દેવ છો. તને એની ખબર નથી પણ સ્વરૂપથી જ જો ભગવત-સ્વરૂપ ન હોય તો ભગવત્-સ્વરૂપ થશે કયાંથી? આ તો પ્રાપ્તિની પ્રાપ્તિ છે ભાઈ! માટે જેને અહીં અને ગાથા છ માં પણ અજ્ઞાનમય ભાવ કહ્યા છે તે શુભાશુભભાવનું લક્ષ છોડી અંતર્દષ્ટિ કર, તેથી તને નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે, ધર્મ થશે. બાપુ! તું શુભ અને અશુભ બેય ભાવ કરી કરીને મરી ગયો છે. (દુ:ખી થયો છે). આ દુનિયાની બહારની ચમકમાં અંજાઈને તું ભ્રમમાં પડયો છે. અનાદિથી પુણ્યનાં ફળ-સુંદર રૂપાળું શરીર, કરોડોની સાયબી, અને મનગમતાં બાયડી અને છોકરાં-એ બધામાં તું મુંઝાઈ ગયો છે, મૂર્છાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે. એ બધાં તને ઠીક લાગે પણ ભાઈ! એ બધાં હાડકાંની ફોસ્ફરસની ચમક જેવાં છે. આ બધાં અનુકૂળ જોઈને તું રાજીપો બતાવે અને કોઈ વાર પ્રતિકૂળ જાણીને તું નારાજ થાય, ખીજાય પણ ભાઈ! એ બધાં કયાં તારા સ્વરૂપમાં છે? ભગવાન! તને આ શું થયું? જો શુભાશુભભાવ તારા સ્વરૂપમાં નથી તો એનાં ફળ જે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૨૭ એ તારા કયાંથી થયા? બાપુ! એ તો તારા જ્ઞાનનાં શેયમાત્ર છે. ભાઈ! વસ્તુ તો વસ્તુ છે; તેમાં અનુકૂળ-પ્રતિકૂળ કાંઈ નથી. આમ જે (શુભાશુભભાવ, શુભાશુભ કર્મ) એક છે તેમાં બે ભાગ પાડવા એ જ મિથ્યાત્વ છે. બહારની અનુકૂળતા હોય, રૂપાળું શરીર હોય, ઇન્દ્રિયો સશક્ત હોય, આયુષ્ય ૮૦-૯૦ નું લાંબુ હોય, કદીય સૂંઠ ચોપડવી ન પડે એવું શરીર નીરોગી તંદુરસ્ત હોય અને સ્ત્રી-પુત્ર પરિવાર ઠીક હોય, સંપત્તિ પણ હોય પણ તેથી શું? એ તો બધી જડની ક્રિયા છે. એમાં આ ઠીક છે એવું કાં આવ્યું? કેમકે એ તો અજ્ઞાન અને અજ્ઞાનનું ફળ છે. આ અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બધાં શુભાશુભભાવ જે અજ્ઞાન એનાં જ ફળ છે. ભાઈ! એમાં તને ભેદ લાગે પણ એ તારો ભ્રમ છે. પ્રશ્ન:- શરીર નીરોગી હોય તો ધર્મ-સાધન થાય ને? શાસ્ત્રમાં પણ એમ ઉપદેશ આવે છે કે–જ્યાં સુધી શરીરમાં જીર્ણતા થઈ નથી, રોગ આવ્યો નથી, ઇન્દ્રિયો હીણી પડી નથી ત્યાં સુધીમાં ધર્મ કરી લે. ઉત્ત૨:- ભાઈ! શરીર તો જડ અચેતન છે, અને ધર્મ તો આત્મસ્વરૂપ છે. માટે શરીર નીરોગી હોય તો ધર્મસાધન કરી શકાય એ વાત બીલકુલ બરાબર નથી. શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ તો પ્રમાદ ટાળીને ઉગ્ર પુરુષાર્થ દ્વારા તત્કાલ ધર્મસાધનમાં પ્રવૃત્ત થવાનો છે. એમાં તો જીવને પ્રમાદ ટાળવાની વાત છે; પણ રોગ-ગ્રસ્ત અવસ્થામાં ધર્મ ન જ થાય એમ એનો અભિપ્રાય નથી. જુઓ, સાતમી નરકનો નારકી-એના પીડાકારક સંજોગોની શી વાત! એને જન્મથી સોળ રોગ-જન્મથી શ્વાસ, દમ, કેન્સર, શીત-ઠંડી, ભૂખ, તરસ ઇત્યાદિની ભારે પીડા-વેદના હોય છે. ત્યાંની શીતનો એક કણિયો પણ મનુષ્યલોકમાં આવી જાય તો દશ જોજનમાં માણસો એનાથી મરી જાય. તેત્રીસ સાગર સુધી અનાજનો કણ ન મળે, પાણીનું બૂંદ ન મળે, ઊંધ ન મળે. આવી અતિશય પીડાના સંજોગમાં રહીને પણ કોઈ કોઈ નાકી જીવ આત્માનું ભાન પ્રગટ કરીને સમકિત પ્રાપ્ત કરી લે છે. ભાઈ! શરીર નીરોગી અને બહારના સંયોગ અનુકૂળ હોય તો જ ધર્મસાધન થઈ શકે અને તેના વડે ધર્મસાધન કરી શકાય એવી માન્યતા તદ્દન જૂઠી છે. અહા! આવા નરકના પીડાકારી સંયોગમાં તેં અનેકવાર તેત્રીસ સાગર ગાળ્યા; વળી અનંતવાર તું દેવ પણ થયો. આ શું છે બધું ? બાપુ! એ બધાં અજ્ઞાનનાં ફળ છે, જ્ઞાનનાં નહિ. જ્ઞાનનું ફળ તો વીતરાગી શાંતિ અને આનંદ છે. આ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગ એ બધાં શુભાશુભભાવરૂપ અજ્ઞાનનાં ફળ છે. તેથી આચાર્ય કહે છે કે કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. શુભ કે અશુભ જે કર્મબંધન થાય એનું કારણ એક અજ્ઞાન જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આચાર્ય અમૃતચંદ્રદેવે પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કે સમકિતી સંતને જે શુભભાવથી તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. અહીં એને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે જેમાં જ્ઞાનનો અંશ નથી તો અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ નહિ; પણ ચૈતન્યપ્રકાશનો પરિપૂર્ણ પુંજ એવા ભગવાન આત્માના ચૈતન્યપ્રકાશનું એક કિરણ પણ શુભરાગમાં નથી માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ ! અજ્ઞાનમય એવો શુભરાગ પોતે મિથ્યાત્વ નથી, પણ એનાથી ધર્મ થાય એવી માન્યતા મિથ્યાત્વ છે. આ પ્રમાણે અજ્ઞાન અને મિથ્યાત્વમાં ફેર છે. પ્રશ્ન:- તો ભાવપાહુડમાં સમકિતીને જે ભાવથી તીર્થકર ગોત્ર બંધાય એવી સોળ ભાવના ભાવવાનું કથન આવે છે ને? ઉત્ત૨:- હા, આવે છે; પણ એ તો બધો ત્યાં વ્યવહારનય દર્શાવ્યો છે; અર્થાત્ સમકિતીને તે તે સમયે જે (સોલહકારણનો) ભાવ હોય છે તેને ત્યાં જણાવ્યો છે. પણ એ બધો વ્યવહાર-રાગ અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે; અધર્મ છે. હવે આવી વાત આકરી પડે, પણ શું થાય! ભાઈ ! જે ભાવે બંધ થાય તે ભાવ ધર્મ નથી એટલે કે તે અધર્મ છે. ભગવાન આત્મા સદા અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. શ્રીમદ્ રાજચંદ્રમાં આવે છે કે દિગંબર આચાર્યોએ આત્માનો મોક્ષ થાય એમ માન્યું નથી પણ મોક્ષ જણાય સમજાય છે કે આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારે રાગથી મુક્ત થઈને મુક્તસ્વરૂપની પ્રતીતિ કરી ત્યાં એ પ્રતીતિમાં જણાયો કે આ (આત્મા) તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થાય એ તો પર્યાયની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી વસ્તુમાં (આત્મદ્રવ્યમાં) બંધ-મોક્ષ છે જ નહિ. પર્યાયમાં હો, વસ્તુ તો સદા મુક્ત જ છે. આવો મુક્તસ્વભાવ શુભભાવમાં આવતો નથી, જણાતો નથી. માટે તેને-બંધભાવને અજ્ઞાનભાવ કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે અશુભની જેમ શુભભાવ પણ અજ્ઞાનમય હોવાથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. હવે કહે છે ૨. “શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે.” લ્યો, શાતા હોય કે અશાતા હોય, બેય પુદ્ગલ જ છે એમ કહે છે. બેય કર્મ પુદ્ગલસ્વભાવમય જ છે કેમકે બન્ને પુદ્ગલ પરમાણુની પર્યાય છે. ભાઈ ! કર્મની ૧૪૮ પ્રકૃતિ સઘળીને ઝેરનાં ઝાડ કહ્યાં છે કેમકે એનાં ફળ ઝેર છે. એક ભગવાન આત્મા જ અમૃતસ્વરૂપ છે. પુણ્યબંધરૂપ જે પુદ્ગલરજકણો છે તે ઝેરરૂપ છે. શુભભાવ ઝેરસ્વરૂપ છે તો એનાથી જે બંધન થાય એ પણ ઝેરસ્વરૂપ છે. ગજબ વાત છે ભાઈ ! વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે; એને એમ કે અમે આટલો વ્યવહાર ( ક્રિયાકાંડ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૨૯ કરીએ છીએ તે કરતાં કરતાં મોક્ષ થશે અને તમે એનો નિષેધ કરો છો ! અરે ભગવાન! તું શું કરે છે? એ તો ધૂળેય નથી, સાંભળને. તું અનંતવાર નવમી રૈવેયક ગયો ત્યારે જે શુકલ લેશ્યાના શુભ પરિણામ થયા હતા તે તો અત્યારે છે જ નહિ. હવે એ શુકલ લશ્યાના પરિણામથી પણ તને ધર્મ થયો નહિ એ તો વિચાર. છઢોલામાં કહ્યું છે ને કે મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.'' સુખ ન પાયો તો શું પાયો? દુઃખ જ પાયો. ભાઈ ! ૨૮ મૂલગુણ અને પંચમહાવ્રતના શુભરાગના પરિણામ દુ:ખ છે, સુખ નથી. વીતરાગ માર્ગની આવી વાત બેસવી કઠણ-મહાકઠણ પડે કેમકે શુભભાવની એને પકડ છે ને? પેલું વાંદરાનું દષ્ટાંત નથી આવતું? કે એક વાંદરો હતો. તેણે એક સાંકડા મોવાળો ઘડો દીઠો. પાસે આવીને જોયું તો અંદર બોર હતાં. બોર લેવા વાંદરાએ ઘડામાં હાથ નાખ્યો અને બોરનો મૂઠો ભર્યો. પણ ઘડાનું મોં સાંકડું એટલે ભરેલી મુટ્ટી સાથે હાથ બહાર નીકળ્યો નહિ. તેથી એ માનવા લાગ્યો કોઈ ભૂત કે જંતરવાળાએ મને પકડયો છે. જો મુટ્ટી છોડી દે તો હાથ નીકળી જાય. પણ મુઠ્ઠી છોડે નહિ અને હાથ નીકળે નહિ. તેમ અજ્ઞાની જીવ પોતે રાગને પકડીને બેઠો છે તેથી તે છૂટી શક્તો નથી અને માને છે કે રાગે મને પકડયો છે, બાંધ્યો છે. જો રાગ છોડી દે તો મુક્ત થઈ જાય. પણ રાગને છોડ નહિ અને તે મુક્ત થાય પણ નહિ. આવી સખ્ત એને રાગની-શુભભાવની પકડ છે. અહીં કહે છે કે શુભાશુભ રાગના નિમિત્તે જે શુભાશુભ કર્મ બંધાય તે કર્મ સઘળું પુગલસ્વભાવમય જ છે તેથી કર્મ એક જ છે. હવે કહે છે ૩. “સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બને પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે.' જુઓ, આ સ્વર્ગનાં સુખ અને પૈસાવાળા મોટા શેઠિયાનાં સુખ એ બધાં પુદ્ગલમય છે એમ કહે છે. તથા તિર્યંચ અને નરકનાં દુઃખ એ પણ પુદ્ગલમય છે. સુખ-દુ:ખનો અનુભવ સઘળો રાગાદિમય છે તે પુદ્ગલમય જ છે, જીવમય નથી. આ પ્રમાણે કર્મનો સુખરૂપ અનુભવ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મ એક જ છે. ત્રણ બોલ થયા, હવે ચોથો ૪. “મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતાં નથી); માટે કર્મ એક જ છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અજ્ઞાનીએ એમ કહ્યું હતું કે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે એટલે કે મોક્ષમાર્ગમાં થાય છે માટે તે શુભ-સારો છે. પરંતુ પાઠમાં ‘શુભ એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય છે' એમ કહ્યું છે. ત્રિકાળી શુદ્ધદ્રવ્યના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થાય તે જીવમય અને શુભ છે અને શુભાશુભ ભાવ અને તેનાથી થતો બંધ પુદ્દગલમય અને અશુભ છે. ‘મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે.' શું કીધું આ ? કે જે ભાવે બંધન થાય એ જીવના પરિણામ નહિ, અર્થાત્ શુભાશુભ ભાવ તે અજીવ, અજ્ઞાનમય, પુદ્દગલમય છે. કેવળ એક શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે પ્રગટ થયેલાં નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા જ જીવના પરિણામ છે, અને તે જ શુભ એટલે કે ભલા છે. બાકી શુભાશુભ પરિણામ બધા અશુભ એટલે બુરા છે. અરે! નરક અને નિગોદના ભવમાં જીવ કેટલો દુ:ખી થતો હોય છે? અને હમણાં પણ તે કેટલો દુઃખી છે? આ બધા રાજાઓ, અને કરોડપતિ કે અબજોપતિ શેઠિયાઓ બધા ભિખારી વિચારા દુ:ખી છે; કેમકે તેમને અંતરની નિજનિધિ-સ્વરૂપ-લક્ષ્મીની ખબર નથી. અરેરે! સુખ માટે બિચારા તૃષ્ણાવંત થઈ બહાર ઝાવાં નાખે છે! મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે તેની ગંધ પ્રસરતાં તેને ગંધ આવે છે. પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાં જાણે કસ્તૂરીની ગંધ કયાંય બહારથી આવે છે એમ જાણી તે બહાર ગોતવા દોડાદોડ કરી મૂકે છે અને થાકીને ખેદખિન્ન થાય છે. તેમ ભગવાન આત્મા અંદર આનંદનું પરમ નિધાન આનંદધામ છે. પણ ખબર નથી બિચારાને એટલે પૈસામાંથી, બાયડીમાંથી, રાજ્યમાંથી, વિષયભોગમાંથી જાણે આનંદ આવે છે એમ માની અહીંતહીં બહાર ગોતે છે અને ખેખિન્ન થાય છે. આમ પોતાનું ૫૨મનિધાન છોડી જેઓ બહા૨માં સુખ માટે ઝાવાં નાખે છે તેઓ મૃગલા જેવા મૂઢ છે. શ્લોકમાં આવે છે ને કે મનુષ્યપળ મૃગાધરન્તિ' તેઓ મનુષ્યના વેશમાં ખરેખર મૃગ જેવા મૂઢ છે. અહીં કહે છે કે મોક્ષનો માર્ગ કેવળ જીવના પરિણામમય જ છે. મતલબ કે શુભાશુભ ભાવ જીવના પરિણામ નથી એટલે કે પુદ્દગલના પરિણામ છે; તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. ગંભીર વાત છે ભાઈ ! જે નિર્મળ રત્નત્રયને અહીં જીવના પરિણામ કહ્યા તેને નિયમસારમાં પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં એ બીજી અપેક્ષાથી વાત છે. જેમ ૫દ્રવ્યમાંથી જીવની નવી પર્યાય આવતી નથી તેમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય આવવાનો ભંડાર તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્યાં દ્રવ્યનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્રિકાળ દ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું અને નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામને પરદ્રવ્ય કહ્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૩૧ અહીં આ (મોક્ષમાર્ગના) પરિણામને જીવના કહ્યા અને શુભાશુભ ભાવને પુદ્ગલમાં નાખ્યા. વળી તત્ત્વાર્થસૂત્રમાં અધ્યાય બેના પ્રથમ સૂત્રમાં શુભાશુભ ભાવને જીવતત્ત્વ કહ્યું છે. પાંચેય ભાવને જીવતત્ત્વ કહ્યું છે. ત્યાં અપેક્ષા એમ છે કે શુભાશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે માટે એને જીવતત્ત્વ કહ્યું છે. એ પર્યાયનયનો વ્યવહારનયનો ગ્રંથ છે ને ! તેમાં વ્યવહારનયનથી શુભાશુભ ભાવને જીવના કહ્યા છે. જ્યારે અહીં રાગદ્વેષના જે શુભાશુભ પરિણામ તે અજ્ઞાનમય હોવાથી જીવના પરિણામ નથી અને તેથી નિશ્ચયથી પુદગલના પરિણામમય છે એમ કહ્યું છે. જુઓ, આચાર્યશ્રી કુંદકુંદદેવ આચાર્યશ્રી ઉમાસ્વામીના ગુરુ હતા. ગુરુ (કુંદકુંદાચાર્ય) શુભાશુભ ભાવને પુગલના કહે અને શિષ્ય (ઉમાસ્વામી) તેને જીવતત્ત્વ કહે! આવડો મોટો ફેર! ભાઈ ! એમાં વિરોધ તો કાંઈ નથી. ગુરુનું કથન નિશ્ચયનયના આશ્રયે છે અને શિષ્યનું કથન વ્યવહારનયથી છે. જિનવાણીમાં જ્યાં જે નયવિવક્ષાથી કથન કર્યું હોય તેને તે પ્રમાણે યથાર્થ સમજવું જોઈએ. “સવર્ણનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ:' એવું જે સૂત્ર છે તે પર્યાયાર્થિકનયનું કથન છે, નિશ્ચયનયનું નહિ. નિશ્ચયથી તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો જે આશ્રય એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જેને અહીં જીવના પરિણામ કહ્યા તે ભેદરૂપ પર્યાયાર્થિકનયનું કથન છે. પ્રવચનસાર ગાથા ૨૪ર માં આવે છે કે “તે ભૂદાત્મક હોવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે” એમ પર્યાયપ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે; તે (મોક્ષમાર્ગ ) અભેદાત્મક હોવાથી એકાગ્રતા મોક્ષમાર્ગ છે” એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન છે.'' સમયસાર કળશટીકા, કળશ ૧૬ માં કહ્યું છે કે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે નિર્મળ પરિણામ છે એ ભેદ છે, પર્યાય છે માટે મેચક છે, મલિન છે અને તેથી વ્યવહાર છે; અને અભેદથી જે આત્મા એકસ્વરૂપ છે તે અમેચક છે, નિર્મળ છે. ભાઈ ! શૈલી તો જુઓ! ક્યાં કેમ કહ્યું છે એની ખબર વિના એકાન્ત ખેંચી જાય એ ચાલે નહિ. કળશ-ટીકાકારે મોક્ષમાર્ગના પરિણામને ભેદ પડતો હોવાથી મેચક કહ્યા અને સમ્યજ્ઞાન દીપિકામાં શ્રી ધર્મદાસ ક્ષુલ્લકજીએ એને અશુદ્ધ કહ્યા છે. મોક્ષના પરિણામ એ ભેદ છે, મેચક છે, માટે અશુદ્ધ છે. અહીં કહે છે-મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. આ અભેદથી વાત કરી છે. અને બંધમાર્ગ કેવળ પુદગલના પરિણામમય જ છે. મતલબ કે કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ છે, મોક્ષમાર્ગમાં થતું નથી; માટે કર્મ એક જ છે. “આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ગજબની ભાષા છે ને! “ગૌણ કરીને '' એમ કહ્યું, મતલબ કે ભેદ છે ખરો, પણ એકલા અભેદની દષ્ટિ કરાવવા ભેદને ગૌણ કરીને કહ્યું છે. ભેદનું જ્ઞાન કરવા માટે તો ભેદ છે, પરંતુ તેનો નિષેધ કર્યો, કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે. દષ્ટિના વિષયમાં પુણ્ય-પાપનો પક્ષ છે જ નહિ. માટે અભેદ પક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે-બે નથી. આ પ્રમાણે ભેદનો નિષેધ કરીને સ્વભાવનો આશ્રય કરાવ્યો છે એમ યથાર્થ સમજવું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૦૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * જુઓ, અત્યારે કેટલાક પંડિતોને મોટો વાંધો છે, અને તેઓ કહે છે કે આ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ વ્યવહારરૂપ શુભ આચરણ છે તેનાથી શુદ્ધતા પ્રગટ થશે. અશુભભાવથી શુદ્ધતા ન થાય પણ શુભભાવના કાળે શુભભાવથી શુદ્ધતા થાય છે. આનો આ કળશમાં અતિ સ્પષ્ટ ખુલાસો છે. અશુભભાવથી શુદ્ધતા ન થાય એ તો યથાર્થ જ છે, પણ શુભભાવના કાળમાં શુભભાવથી શુદ્ધતા થાય એવો તારો મત યથાર્થ નથી ભાઈ ! કેમકે શુભભાવ પણ અશુભની જેમ અશુદ્ધ જ છે. ત્યારે તે કહે છે-સમ્યગ્દર્શનનો નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભભાવ જ હોય છે ને! ભાઈ ! એ શુભભાવનો અભાવ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય છે, કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવાથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. સમજાણું કાંઈ...! અહીં કહે છે-“ હેતુ-સ્વભાવ-૫નુમવ-માઝયા' હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયએ ચારનો અર્થાત્ એ ચાર પ્રકારે “સતા પિ' સદાય “મેવાત' અભેદ હોવાથી “ર દિ મ:' કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. શું કહે છે! પુણ્ય-પાપના પરિણામ જેઓ બંધનના હેતુ છે તે એક જ પ્રકારના છે. બંધનમાં શુભ પરિણામ નિમિત્ત હો કે અશુભ પરિણામ નિમિત્ત હો-બેય એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. તારો (-અજ્ઞાનીનો) જે એમ મત છે કે શુભ પરિણામ પુણ્યબંધમાં નિમિત્ત છે અને અશુભ પરિણામ પાપબંધમાં નિમિત્ત છે તેથી બે પરિણામમાં ફેર છે એ યથાર્થ નથી. અહીં કહે છે કે બેમાં કોઈ ફરક નથી કેમકે બન્નેય અજ્ઞાનમય છે, અશુદ્ધરૂપ છે અને બંધના કારણ છે. અરે ભાઈ ! શુભભાવ જો વસ્તુનો (-આત્માનો) સ્વભાવ હોય તો તે સમ્યગ્દર્શન પામવામાં મદદરૂપ થાય, પણ શુભ કે અશુભ બેમાંથી એકેય ચૈતન્યના સ્વભાવરૂપ નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૩૩ પણ વિભાવ જ છે. તેથી તે સમ્યગ્દનરૂપ નિર્મળ સ્વભાવપરિણતિનું સાધન કેમ થાય ? (ન જ થાય ). સ્વભાવનું સાધન સ્વભાવ થાય પણ વિભાવ એનું સાધન કદી ન થાય. પ્રશ્ન:- તો પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્યસાધનભાવ કહ્યાં છે ને? સમાધાનઃ- હા, ત્યાં (-પંચાસ્તિકાયમાં) વ્યવહારનયથી એમ કહ્યું છે. ભિન્ન સાધનનું ત્યાં આરોપથી કથન કરેલું છે; એટલે કે નિશ્ચય નિજ શુદ્ધ આત્મતત્ત્વની જેને દૃષ્ટિ અને અનુભવ થયેલાં છે તેને (સહકારી) શુભભાવ કઈ જાતનો હોય છે તેનું જ્ઞાન કરાવવા રાગ ઉપર આરોપ આપીને કથન કર્યું છે. અહા ! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે ભાઈ ! જેમકે-નિશ્ચય સમ્યગ્દર્શનના કાળમાં જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તેને સમતિ કહ્યું છે; છે તો એ રાગ પણ વ્યવહારથી એને સમકિત કહ્યું છે. ખરેખર શું એ ( –શુભરાગ ) સમકિતની પર્યાય છે? ના; એ તો ચારિત્રગુણની દોષરૂપ પર્યાય છે, ઉલટી પર્યાય છે, પણ સહચર દેખીને ઉપચારથી તેને સકિત કહ્યું છે. એ પ્રમાણે પંચમહાવ્રતના પરિણામ છે તો રાગ, તોપણ તેને ચારિત્ર-મોક્ષમાર્ગ કહ્યો. હવે એ ચારિત્ર તો નથી, પરંતુ શુદ્ધોપયોગરૂપ વીતરાગ નિર્વિકાર ચારિત્રનો સહચર-નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી મોક્ષમાર્ગનો આરોપ કર્યો છે. હવે આ રીતે ભાવ યથાસ્થિતિ ન પકડે અને એકલા શબ્દોને પકડે તો તેને બધેય (સમગ્ર જિનવાણીમાં ) વાંધા ઊઠે. પણ શું થાય? જે વિવક્ષાથી વાત હોય તે યથાર્થપણે સમજવી જોઈએ. અહીં કહે છે-બાપુ ! શુભ અને અશુભ ભાવ બન્નેય બંધનના હેતુ-કારણરૂપ અશુદ્ધભાવ છે. બન્ને સ્વભાવથી વિમુખતાના ભાવ છે. ભાઈ! સ્વભાવસન્મુખતાના ભાવ તો શુદ્ધ ચૈતન્યમય હોય છે. અને આ બન્ને ભાવ ચૈતન્યથી રહિત અજ્ઞાનમય ભાવ છે માટે બન્ને ભેદરહિત એક જ જાતના છે. પ્રશ્ન:- વ્યવહાર હોય છે તો ખરો? ઉત્ત૨:- ભૂમિકા અનુસાર વ્યવહાર હોય છે એની કોણ ના કહે છે? પરંતુ એ વ્યવહારથી-શુભરાગથી સમકિત કે નિશ્ચયધર્મ પ્રગટ થાય છે એ વાત યથાર્થ નથી એમ વાત છે. નિમિત્ત હો ભલે; પણ નિમિત્તથી (અન્ય ચીજથી ) કાર્ય નીપજે છે એ વાત તદ્દન ખોટી છે. જુઓ, નિમિત્તને સિદ્ધ કરવા શાસ્ત્રમાં એમ પણ આવે છે કે-કાળદ્રવ્ય ન હોય તો જીવાદિ સર્વદ્રવ્યોમાં પરિણમન નહિ થાય અને તો કોઈ દ્રવ્ય રહેશે નહિ. આ કાળદ્રવ્યની (નિમિત્તની ) સિદ્ધિ કરવા માટેનું કથન છે. આમાં જીવાદિ દ્રવ્યો પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરિણમન માટે કાળદ્રવ્યની અપેક્ષા રાખે છે એમ સિદ્ધ નથી કરવું, પણ કાળદ્રવ્યની અસ્તિ છે. એમ સિદ્ધ કરવું છે. ભાઈ ! પરિણમન તો પ્રત્યેક દ્રવ્યનો સ્વત:સિદ્ધ સ્વભાવ છે. શું કોઈ દ્રવ્ય કદીય પરિણમનથી ખાલી હોય છે? પરિણમનની ધારા તો પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પ્રવર્તતી અનાદિથી સ્વતઃ ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે. કાળદ્રવ્ય છે તો સર્વદ્રવ્યમાં પરિણમન થાય છે એમ છે જ નહિ. બીજી ચીજ (-કાળદ્રવ્ય) નિમિત્ત છે બસ એટલું જ; નિમિત્તથી અન્યદ્રવ્યમાં કાર્ય (–પરિણમન ) થાય છે એમ છે નહિ. આમ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ. પ્રશ્ન:- કોઈ કોઈ કાર્ય નિમિત્તથી થાય એમ માનીએ તો શું વાંધો? ઉત્તર:- ભાઈ ! નિમિત્તથી કોઈ પણ કાર્ય ત્રણકાળમાં ન થાય. પંચાસ્તિકાય ગાથા ૬ર માં પાઠ છે કે એક સમયના વિકારના પરિણામમાં પર્યાય પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ પકારકરૂપે પરિણમે છે. એને અન્ય કારકોની અપેક્ષા નથી. ત્યાં પર્યાયનું સ્વતંત્ર પરનિરપેક્ષ અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. અહાહા..! પર્યાયનું અસ્તિત્વ એનામાં એનાથી સ્વતંત્ર છે, કોઈ પરને લઈને તેનું અસ્તિત્વ નથી. હુવે પરના લક્ષ થતું જે વિકારી પરિણમન તેને જ્યાં પરની (અન્ય કારકોની) અપેક્ષા નથી તો સ્વના લક્ષે થતા સમ્યગ્દર્શન આદિ નિર્વિકાર પરિણમનને પરની (-રાગની, નિમિત્તની) અપેક્ષા કેમ હોય? (ન જ હોય). ભાઈ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના પકારકના પરિણમનથી સ્વત:સિદ્ધ પોતાની જન્મક્ષણે, પોતાના ઉત્પત્તિકાળમાં ઉત્પન્ન થાય છે. આવું જ સહજ વસ્તુ સ્વરૂપ છે. વળી કર્તા-કર્મ અધિકારમાં સમ્યગ્દર્શનની વાત લે ત્યારે એમ આવે કે આત્મા કર્તા અને સમ્યગ્દર્શનના નિર્વિકાર પરિણામ તેનું કર્મ છે. સમ્યગ્દર્શનના વિષય પરિપૂર્ણ અખંડ એક શુદ્ધ આત્મદ્રવ્ય છે ને! શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન આદિ ધર્મના પરિણામ પ્રગટ થાય તેના કર્તા આત્મા છે અને તે ધર્મરૂપ નિર્મળ કાર્ય આત્માનું કર્મ છે. તથા જે અશુદ્ધતા છે તે કર્મકૃત પુગલના પરિણામ છે. ગાથા ૭૫-૭૬ માં અશુદ્ધતાનું નિમિત્ત જે કર્મ (-પુદ્ગલ) તે અશુદ્ધતાનો કર્તા અને અશુદ્ધતા તેનું કાર્ય છે એમ લીધું છે. વિકાર આત્માની અને આત્માના આશ્રયે થતી ચીજ નથી ને; તેથી કર્મ વ્યાપક અને વિકારી પર્યાય કર્મનું વ્યાપ્ય છે એમ ત્યાં લીધું છે. સમજાણું કાંઈ...? જુઓ, પંચાસ્તિકાય, ગાથા ૬રમાં વિકારના પકારક સ્વતઃ પોતાના પોતામાં છે એમ કહ્યું ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે. તથા સમયસાર ગાથા ૭૫-૭૬ માં એમ કહ્યું કે જેની દષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર પડી છે એવા જ્ઞાનીને દ્રવ્યસ્વભાવ વ્યાપક થઈને સ્વભાવપર્યાયને વ્યાપ્યપણે કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૩૫ અહાહા..! વસ્તુ જે સદા ચિદાનંદસ્વરૂપ છે તે પોતે વ્યાપક થઈને-પ્રસરીને-ફેલાઈને શુદ્ધતાની અવસ્થાને વ્યાપ્યપણે પ્રાપ્ત કરે છે. તથા વિકારના જે પરિણામ છે તે શુદ્ધ આત્મદ્રવ્યનું વ્યાપ્યકર્મ નથી તેથી પુદ્ગલકર્મ જેનું નિમિત્ત છે એવા તે વિકારના પરિણામ પુદગલકર્મનું વ્યાપ્ય કર્મ છે અને પુદગલકર્મ તેનો કર્તા છે એમ ત્યાં કહ્યું છે. અહો ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! જ્યાં જે વિવેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. આવી વાત-હવે એમાં માણસ આટલે ઊંડે પહોંચે નહિ એટલે પછી શું કરે? તેઓ બિચારા દુઃખી છે; દુઃખ ટાળીને સુખ ઇચ્છે છે, સુખને માટે મંથન પણ કરે છે, પણ એમને બિચારાને અંદર ઘેડ બેસતી નથી. પરિચય નથી ને! તેથી સમ્યક પદ્ધતિ-રીત ખ્યાલમાં આવતી નથી. તેથી વિપરીત માન્યતાવશ વિરોધ કરે છે. પણ શું થાય? તે પણ આત્મા છે ને? તેમનો અનાદર કે તિરસ્કાર ન હોય. તેઓ કરુણાને જ યોગ્ય છે. શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે ને કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.'' અરે ! આ તું શું કરે છે, ભગવાન! ભાઈ ! તને વર્તમાનમાં ઠીક લાગે છે પણ શુભભાવથી સમકિત થાય”—એવી વિપરીત શ્રદ્ધા વર્તમાન દુઃખરૂપ છે અને એના ફળ તરીકે દુઃખની પંરપરા ભવિષ્યમાં ધારાવાહી ચાલશે ભાઈ ! એમાં તું પીડાઈ જઈશ બાપા! ત્યારે તને કોઈ શરણ નહિ હોય ભાઈ ! અહીં આચાર્ય મહારાજ ફરમાવે છે કે શુભ અને અશુભ બેય પરિણામ અશુદ્ધ છે અને બેય બંધનના હેતુ-કારણ છે તેથી બન્ને એક જ જાતના છે; બન્નેમાં કોઈ ભેદ નથી. વળી પુદ્ગલકર્મમાં કોઈ શાતાપણે અને કોઈ અશાતાપણે બંધાય પણ એ છે તો પુદ્ગલનો સ્વભાવ. એમાં ભેદ કયાંથી આવ્યો ? ત્યારે કોઈ કહે છે–પણ જે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે અને શ્રી જયસેન આચાર્યની ટીકામાં પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. હા, પણ ભાઈ ! એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે જે શુભભાવથી તીર્થકર પ્રકૃતિ બંધાઈ એ શુભભાવનો નાશ કરશે ત્યારે તે પ્રકૃતિનો ઉદય આવશે. તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાન થશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવશે. હવે એ પ્રકૃતિના ઉદયે આત્માનું શું કર્યું? કાંઈ જ નહિ. આવી ઝીણી વાત છે, ભાઈ ! આ બધી બહારની અનુકૂળતામાં-રૂપાળું શરીર, બાગ-બંગલા, ધન-સંપત્તિ, ઈજ્જતઆબરૂ ઇત્યાદિમાં મને ઠીક છે એમ તું અંદરમાં માને છે પણ ભાઈ ! એ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ બધા ભૂતાવળના ભડકા છે. તને ખબર નથી પણ બાપુ! એ સર્વ પરચીજ છે. અનુભવપ્રકાશમાં કહ્યું છે કે શ્રદ્ધા-ગુણ કેમ વિપરીત થયો? તો કહે છે કે જેટલી પરચીજ છે તે સર્વને પોતાની માની-માનીને, જોકે શ્રદ્ધા-ગુણ તો નિર્મળ છે તોપણ, એની પરિણતિ વિપરીત કરી નાખી છે. અહા! શુભથી મને લાભ થાય, શુભનાં ફળ મને ઠીક પડે, પરવસ્તુ મને મદદ કરે અને પરને હું મદદ કરું ઇત્યાદિ અનેક પ્રકારે પોતાને પરરૂપે અને પરને પોતારૂપે માન્યું છે. વિશ્વમાં અનંત ચીજો છે. એક-એક અનુકૂળ ચીજમાં સુખબુદ્ધિ અને પ્રતિકૂળ ચીજમાં દુઃખબુદ્ધિ કરીને પરચીજમાં એણે પોતાપણું માન્યું છે, અને આ પ્રમાણે પરચીજમાં જ પોતાનું શ્રદ્ધાન રોકી રાખ્યું પરંતુ ભાઈ ! એ સર્વ પરચીજ છે એ તો માત્ર જ્ઞય છે. પરચીજમાં અનુકૂળ-પ્રતિકૂળ એવો ભેદ કયાં છે? ચાહે તો સમોસરણ હોય કે સાતમું નરક હોય-એ બધું જ્ઞાનનું ઝેય છે, એક જ પ્રકાર છે. જેમ પાણીનો પ્રવાહ એકરૂપે ચાલતો હોય અને વચમાં નાણાં આવે તો ખંડ પડી જાય, પણ પાણી તો એકરૂપે જ છે-તેમ ભગવાન આત્માનું જ્ઞાન અનંત શેયોને જાણતું થયું એકરૂપ જ છે. પણ નાળારૂપ ભેદની માફક અનુકૂળતામાં ઠીક અને પ્રતિકૂળતામાં અઠીક એમ જાણેલા જ્ઞયમાં ભેદ પાડે છે તે મિથ્યાત્વભાવ છે. પર ચીજો તો એક જ પ્રકારે જ્ઞય છે. તેમાં અનુકૂળપ્રતિકૂળ એમ ભેદ પાડવા એ મિથ્યા કલ્પના છે, અજ્ઞાન છે. તેમ કર્મપ્રકૃતિ શાતા બંધાઈ કે અશાતા, યશકીર્તિ બંધાઈ કે અપયશકીર્તિ, ઉંચ આયુષ્યની બંધાઈ કે નીચ આયુષ્યની-એ બધીય કર્મપ્રકૃતિ પુદ્ગલના જ પરિણામ હોવાથી પુદ્ગલમય જ છે. જેમ શુભ-અશુભભાવમાં ભેદ નથી તેમ એક પુદ્ગલસ્વભાવમય કર્મપ્રકૃતિમાં ભેદ નથી, એક જ પ્રકાર છે. વળી અજ્ઞાની જીવ એમ કહે છે કે બે પુદ્ગલકર્મના ફળના અનુભવમાં એક શુભકર્મના ફળમાં સ્વર્ગનું સુખ મળે છે અને બીજા અશુભકર્મના ફળમાં નરકનું દુઃખ મળે છે; માટે બેના અનુભવમાં ફેર છે. તેને અહીં કહે છે બાપુ! બેય ગતિમાં દુઃખનો જ અનુભવ છે તેથી એના ફળના અનુભવમાં કોઈ ફેર નથી. ભાઈ ! ચારેય ગતિ પરાધીન અને દુઃખમય છે. સ્વર્ગની ગતિ પણ પરાધીન અને દુઃખની દશારૂપ જ છે. ભાઈ ! તે બહારના વિષયોને સુખ-દુ:ખરૂપ માન્યા છે પણ એ વિષયો તો (સખદ:ખ દેવામાં અકિંચિત્કર છે. પ્રવચનસારમાં (ગાથા ૬૭ માં ) વિષયોને અકિંચિત્કર કહ્યા છે. આ શરીરની રૂપાળી સુંવાળી ચામડી ભોગના કાળમાં આમ જરી ઠીક લાગે પણ બાપુ! એ તને સુખ ઉપજાવવા અકિંચિત્થર છે, અસમર્થ છે. તારી ખોટી માન્યતાએ ઘર ઘાલ્યું છે પણ ભાઈ ! એ માન્યતા બહુ આકરી પડશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૩૭ પાંચ ઇન્દ્રિયના વિષયો નિમિત્ત છે, પણ તેઓ સુખ-દુ:ખ ઉપજાવવામાં અકિંચિત્કર છે. આ નિંદા-પ્રશંસાના શબ્દો, સુગંધ-દુર્ગધ, રૂપ-કુરૂપ, માઠો અને સુંવાળો સ્પર્શ ઇત્યાદિ વિષયો બધાય આત્માને રાગ ઉપજાવવા માટે અકિંચિકર છે. જુઓ, આ નિમિત્તને ઉડાવી દીધું. એટલે નિમિત્ત હો ભલે, પણ એ તને અનુકૂળતા વખતે રાગ ઉપજાવે છે અને પ્રતિકૂળતા વખતે દ્વેષ ઉપજાવે છે એમ નથી. જે તે વખતે વિકારનું પરિણમન પોતાના પકારકથી થાય છે. હવે એમાં કર્મના કારકોની અપેક્ષા નથી તો પછી આ બહારની સામગ્રી જે નિમિત્તરૂપ છે તેની અપેક્ષા કેમ હોય ? (ન જ હોય). તેથી અહીં કહે છે કે કર્મના ફળમાં ફેર નથી. તને સ્વર્ગ અને નરકના સંજોગમાં ફેર લાગે છે પણ એ બન્નેય સંસારરૂપ દુઃખની જ દશા છે. પ્રશ્ન:- તો નરકનો ભય તો લાગે છે? ઉત્તર:- હા, નરકનો ભય શાથી લાગે છે? કે નરક પ્રતિકૂળ અને દુઃખમય છે અને સ્વર્ગ અનુકૂળ અને સુખમય છે એવી તારી માન્યતાને લીધે નરકનો ભય લાગે છે. પણ ભાઈ ! એ માન્યતા ખોટી છે. યોગસાગર દોહા ૫ માં તો એમ કહ્યું છે કે ચારગતિ-દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ.' એટલે ચારેય ગતિ દુ:ખરૂપ છે એમ ત્યાં કહ્યું છે. એકલો નરકનો ભવ ભયકારીદુઃખકારી છે એમ નથી કહ્યું. તને એકલા નરકનો ભય છે કેમકે તને નરકથી વૈષ છે; તથા તું સ્વર્ગ ચાહે છે કેમકે તને સ્વર્ગથી રાગ છે. આવા રાગ-દ્વેષ થવા એનું જ નામ સંસાર છે. વળી ત્યાં દોહા ૩ માં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે કે જેઓ ભવથી ભયભીત છે અને મોક્ષના ઇચ્છુક છે તેમના ચિત્તની શુદ્ધિ માટે હું આ માર્ગ કહું છું. ભાઈ ! ભવમાત્ર (ચાહે સ્વર્ગનો હો તોપણ ) ઇચ્છવા યોગ્ય નથી. સમજાણું કાંઈ...! માટે અહીં કહે છે કે કર્મના ફળના અનુભવમાં ફેર નથી. હવે ચોથો આશ્રયનો બોલ -અજ્ઞાનીનો આ પક્ષ છે કે મોક્ષમાર્ગમાં શુભ આવે છે, બંધમાર્ગમાં નહિ. જુઓ, મોક્ષમાર્ગના આશ્રયે તીર્થંકર પ્રકૃતિ બંધાય, આહારક શરીર બંધાય, સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાય ઇત્યાદિ. આ બધું સમકિતીને મોક્ષમાર્ગમાં સંભવે છે પણ મિથ્યાષ્ટિને હોતું નથી. જુઓ, આ અજ્ઞાનીનો પક્ષ છે કે મોક્ષમાર્ગને લઈને શુભભાવ છે, અજ્ઞાનીને તે હોતો નથી. માટે શુભાશુભકમમાં ભેદ છે તેને કહે છે–ભાઈ ! શુભ અને અશુભ કર્મ બન્ને બંધમાર્ગના જ આશ્રયે છે, અને બંધપદ્ધતિરૂપ છે. એકેય મોક્ષમાર્ગરૂપ નથી માટે શુભ મોક્ષમાર્ગના આશ્રયે નથી. ગંભીર વાત છે પ્રભુ! પણ શું થાય? માણસને જે વાત કોઠે પડી ગઈ હોય અને તે-રૂપે જાણે આત્મા થઈ ગયો હોય એવી માન્યતા દેઢ થઈ ગઈ હોઈ એટલે એને એમાંથી ખસવું કેમ ગોઠ? શુભભાવથી મોક્ષમાર્ગ છે એવી દઢ માન્યતાવાળાને “હું આત્મા છું' અને નિજ સ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગ છે એમ ફેરવવું કેમ ગોઠ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહીં કહે છે-હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારનો અર્થાત્ ચારે પ્રકારે સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. અરે! અજ્ઞાની જીવ પોતાનું જે શુદ્ધ અંતઃતત્ત્વ છે તેને જોવાની નવરાશ લેતો નથી. અનાદિથી એણે સ્વને જોવામાં પ્રમાદી થઈને પ૨ને જ જોવાનો મિથ્યા પુરુષાર્થ કર્યો છે. પણ ભાઈ ! એ પ૨ને જાણનાર તું પોતે આત્મા છો કે નહિ? ૫૨ને જાણું એમ તું કહે છે પણ એ જાણનારો કોણ છે? એ જ તું છો. પ૨ને જાણ્યું. જાણ્યું એમ જે કહેવું છે એ તો બીજી અપેક્ષા થઈ ગઈ. (વ્યવહાર થઈ ગયો). આ સ્ત્રી જોઈ, પુત્ર જોયો, દુકાન જોઈ, આ જોયું, તે જોયુંએમ કહેવું એ અસદ્દભૂત વ્યવહારનય છે અને જોવામાં જે ભેદ પાડયો એ મિથ્યાત્વ છે. જુઓ, ૫૦ સ્ત્રીઓ ઊભી હોય એમાંથી કહે કે આ મારી સ્ત્રી, ભાઈ! એ કયાંથી આવ્યું? ૫૦ છોકરા હારબંધ ઊભા હોય એ તો બધા માત્ર જ્ઞેય છે, પણ એમાંથી આ દસમા નંબરે છે તે મારો એમ કયાંથી આવ્યું? ભાઈ! એ જ તો ભ્રમણા છે. એક હારમાં ૫૦ દુકાન હોય. એ પચાસને ય જાણવાનો આત્માનો સ્વભાવ છે તેથી જાણે છે; પણ આ દુકાન આની અને આ મારી એમ ભેદ કયાંથી પાડયો? ભાઈ! એ એકત્વબુદ્ધિએ ભેદ પાડયો છે. આ પ્રમાણે અજ્ઞાની જીવ પરમાં મારાપણાનું પરિણમન કરીને મિથ્યાત્વને સેવે છે. જ્ઞાનીને તો આખુંય જગત માત્ર જ્ઞેય છે, પોતાના ચૈતન્યઘનસ્વરૂપ આત્મા સિવાય કયાંય એને મારાપણાની એકત્વબુદ્ધિ નથી. અહાહા...! અશુભભાવ જેમ બંધના આશ્રયે છે તેમ શુભભાવ પણ બંધના જ આશ્રયે છે. અશુભ છે માટે બંધના આશ્રયે છે અને શુભ છે માટે મોક્ષમાર્ગના આશ્રયે છે એમ છે નહિ. એ જ કહે છે - ‘તદ્ સમાં સ્વયં’ માટે સમસ્ત કર્મ પોતે ‘ વસ્તુ’ નિશ્ચયથી ‘ બન્ધનાń-આશ્રિતમ્' બન્ધમાર્ગને આશ્રિત હોવાથી અને ‘વન્ય હેતુ: ' બંધનું કારણ હોવાથી, ‘ઘુમ્ ઇમ્' કર્મ એક જ માનવામાં આવ્યું છે-એક જ માનવું યોગ્ય છે. અહીં ‘બંધમાર્ગને આશ્રિત ’નો અર્થ એ છે કે એ શુભાશુભભાવો પોતે બંધરૂપ છે. સમજાણું કાંઈ...? આગળ કહેશે કે જે મુક્તસ્વરૂપ હોય એ જ મુક્તનું કારણ થાય. બંધરૂપ હોય તે મોક્ષનું કા૨ણ કેમ થાય ? (ન થાય ). અહાહા...! સદાય મુક્તસ્વભાવ તો એક ભગવાન આત્મા છે અને તે જ મુક્તિનું કારણ છે. આવી વાત છે. શ્રીમદ્દ રાજચંદ્રે કહ્યું છે ને કે-દિગંબરના આચાર્યોએ એમ માન્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જણાય છે અર્થાત્ સમજાય છે કે આત્મા મોક્ષસ્વરૂપ જ છે. એણે અજ્ઞાનવશ એમ માન્યું છે કે હું રાગના બંધનમાં છું પણ પોતે જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૩૯ સદાય જ્ઞાયક છે તે રાગરૂપે કયાં થયો છે? ભલે એ રાગની સાથે એકત્વ માને પણ ભગવાન જ્ઞાયક છે તે રાગથી એત્વપણે થયો નથી. પ્રવચનસાર, ગાથા ૨૦૦ની ટીકામાં આવે છે કે“ “જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા જ્ઞાનસ્વભાવ વડ એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડ અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્ક્રપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.'' જુઓ, જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે, પણ એની માન્યતાએ ફેર પાડયો છે કે-આ રાગ મારો ને આ રાગ તારો, આ ચીજ મારી અને આ તારી, આ કર્મ ભલું અને આ બુરું. આ માન્યતા જ ભ્રાન્તિ છે. અરે ભાઈ ! જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે. એ બંધનમાં કેમ આવે? અને એને વળી મુક્તિ કેવી? વસ્તુમાં-દ્રવ્યમાં બંધન અને મુક્તિ કયાં છે? દ્રવ્યસંગ્રહમાં આવે છે કે-બંધાયેલાને છૂટવું કહેવું એ તો ઠીક છે પણ જે બંધાયેલો નથી એને છૂટવું કહેવું એ તો જૂઠ છે. જે સદા મુક્તસ્વરૂપ જ છે તેમાં નજર સ્થિર કરતાં તે મુક્ત જણાય છે; બસ આ જ મોક્ષ છે–સમજાણું કાંઈ... ? અહીં કહે છે-કર્મ એક જ માનવામાં આવ્યું છે અર્થાત્ એક જ માનવું યોગ્ય છે. લ્યો, કળશ પૂરો થયો. [ પ્રવચન નં. ૨૦૮ શેષ થી ૨૧૦ ચાલુ * દિનાંક ૨૧-૧૦-૭૬ થી ૨૩-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪૬ अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।। सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम्। बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म।। १४६ ।। હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છે: જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬, ગાથાર્થઃ- [વથા] જેમ [ સૌવવિદ્] સુવર્ણની [નિયા નં] બેડી [ગuિ] પણ [ પુરુષ{] પુરુષને [વનાતિ] બાધે છે અને [ નીયમ] લોખંની [ગરિ] પણ બાંધે છે, [] તેવી રીતે [શુભમ્ વા અશુમમ્] શુભ તેમ જ અશુભ [d ] કરેલું કર્મ [ નીવં] જીવને [વદનાતિ] (અવિશેષપણે ) બાંધે છે. ટીકાઃ- જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી. સમયસાર ગાથા ૧૪૬: મથાળું હવે, (શુભ-અશુભ ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છે: * ગાથા ૧૪૬: ગાથાર્થ ઉપરનું પ્રવચન * જેમ સુવર્ણ બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે ) બાંધે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૬ ] [ ૪૧ અહીં ગાથામાં “હું મું' શબ્દ છે ને! મતલબ કે કરેલું-કરાયેલું શુભાશુભ કર્મ કર્મબંધનનું કારણ છે, પણ જાણનારપણે રહીને થયેલું કર્મ કર્મબંધનનું કારણ નથી. સંસ્કૃતમાં “તું વર્મ' એમ પાઠ છે; એટલે કે કર્તા થઈને કરેલું શુભાશુભ કર્મ જીવને બાંધે છે. અહાહા...! એક જ્ઞાયકપણે અંદર વિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ત્રિકાળ એકલો જ્ઞાનાનંદનો સાગર છે. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જેને દૃષ્ટિ નથી તે અજ્ઞાની જીવને શુભ કે અશુભરાગરૂપ કરાયેલું કર્મ બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાતા થઈને જે જાણનારપણે પરિણમે છે તેને તો તે (શુભાશુભ કર્મ) જ્ઞાનનું ઝુંય થાય છે. ભગવાન આચાર્યદેવને અહીં એમ સિદ્ધ કરવું છે કે અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અથવા કરવા લાયક કાર્ય માને છે અને તેથી તેને કરેલું શુભાશુભ કર્મ અવશ્ય બાંધે છે; પણ જે માત્ર જાણે છે તેને તે કર્મબંધનનું કારણ થતું નથી. ૧૨ મી ગાથામાં કહ્યું ને કે જ્ઞાનીને જે વ્યવહાર આવે છે, હોય છે તે જાણેલો પ્રયોજનવાન છે. કેટલાક લોકો જેઓ આચાર્ય ભગવાનના આશયને સમજતા નથી તેઓ કહે છે કે વ્યવહારનો (વ્યવહાર આચરવાનો) ઉપદેશ કરવો, પણ એમ નથી પ્રભુ! વ્યવહાર ત્યાં જે હોય છે તેને જાણવો, બસ. અરે ભાઈ ! રાગ જાણેલો પ્રયોજનવાન છે, કરેલો-કરાયેલો નહિ. સમજાણું કાંઈ...! કહ્યું કે અહીં કે ‘વંધદ્રિ પર્વ નીવે સુમસુદું વા વવું —' કરેલું–કરાયેલું શુભાશુભ કર્મ પુરુષને (-આત્માને) બાંધે છે. શુભાશુભ ભાવ હોય છે ખરા; પણ એ જાણવા યોગ્ય છે આચરવા યોગ્ય (ઉપાદેય) નથી. ભાઈ ! થોડા ફેરમાં બધો મોટો ફેર પડી જાય છે. ( અર્થાત જાણવામાં જ્ઞાતાપણાનો-અકર્તાપણાનો સમ્યકુભાવ છે અને કરવામાં કર્તાપણાનો મિથ્યાત્વભાવ છે). * ગાથા ૧૪૬ : ટીકા ઉપરનું પ્રવચન * જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી...' જુઓ, બેડી લોઢાની હોય કે સોનાની હોય, બન્ને કોઈ પણ તફાવત વિના પુરુષને બાંધે જ છે. સોનાની બેડી ભલે દેખવામાં સારી લાગે, પણ બંધનની દૃષ્ટિએ તો બન્ને સમાન જ છે, કાંઈ ફેર નથી. જુઓ, એક વહુ હતી, એણે ગળામાં એક સોનાની સાંકળી પહેરેલી. સાંકળીમાં એક ખૂબ ભારે ચગદુ હતું. ચગદુ લોઢાના એક શેરનું ઉપરથી સોનાથી મઢેલું હતું. વલોણું કરતી વખતે આ ચગદુ આમતેમ છાતીએ અથડાઈને વાગે એટલે સાસુએ વહુને કહ્યું-વહુજી, હુમણાં વલોણું કરતી વેળા સાંકળી છોડી દો. પણ વહુને તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કાઢવાનું મન ન થાય, કેમકે સાંકળી સોનાની ખરી ને! એટલે ચગદુ છાતીમાં વાગે પણ વહુ સાંકળી છોડે નહિ; ઉલટી ખુશ થાય. તેમ અજ્ઞાની જીવને અનુકૂળ સંયોગો મળતાં સંયોગની ભાવના છોડતો નથી. જ્ઞાની તેને કહે છે કે-ભાઈ ! સંયોગની દષ્ટિ દુઃખકારી છે, સંયોગની દષ્ટિ છોડી દે. પણ તેને સંયોગ અને સંયોગની દષ્ટિ છોડવાનું મન થતું નથી કેમકે સંયોગથી સુખ માન્યું છે ને! અ૨૨...! અનુકૂળતામાં પણ પરાધીનતાનું દુઃખ હોવા છતાં સુખ માનીને અજ્ઞાની તેમાં ખુશી થાય છે! અહીં કહે છે-જેમ સુવર્ણ અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે, ‘તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (–જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.' કાંઈ પણ તફાવત વિના બાંધે છે''–ભાષા જોઈ? ગાથામાં ‘વં ર્માં' (−કરેલું કર્મ ) શબ્દનો અર્થ અહીં ટીકામાં "Firs પણ તફાવત વિના-અવિશેષપણે '' એમ કર્યો છે. મતલબ કે અશુભ કરાયેલો ભાવ હોય કે શુભ કરાયેલો ભાવ હોય, બન્નેમાં ફરક નથી કેમકે કર્તાબુદ્ધિમાં કોઈ ફેર નથી અને તેથી બન્ને સમાનપણે કર્મબંધનું કારણ થાય છે. જે કર્તા થઈને શુભ કે અશુભ ભાવ કરે છે તેને એ બન્નેય ભાવ કાંઈ પણ તફાવત વિના કર્મબંધનું કારણ થાય છે. આનાથી જુદું જ્ઞાનીને કર્તાબુદ્ધિ નથી, જ્ઞાતાની દૃષ્ટિ છે. શુભને જાણતાં ઠીક અને અશુભને જાણતાં અઠીક એમ શુભાશુભભાવમાં જ્ઞાનીને ઠીક–અઠીકપણાની બુદ્ધિ નથી. ખરેખર તો જ્ઞાની એ શુભાશુભ ભાવને કયાં જાણે છે? એ તો શુભ કે અશુભ ભાવના કાળમાં પોતાની સ્વપર-પ્રકાશકજ્ઞાનની જે પર્યાય થાય છે તેને જાણે છે. જે પ્રકારનો રાગ છે તે સમયે તે જ પ્રકારની પરપ્રકાશક જ્ઞાનની પર્યાય થાય છે. ત્યાં એ રાગને લઈને નહિ પણ પોતાની સ્વપરપ્રકાશક પર્યાયના સામર્થ્યને લઈને એનું જ્ઞાન છે. શું એ રાગ છે માટે પરપ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ? (ના, એમ નથી). જેમ અજ્ઞાનીને શુભ-અશુભ રાગ કરવામાં ફેર નથી (અર્થાત્ બન્નેમાં સરખી જ કર્તુબુદ્ધિ છે) તેમ અહીં જ્ઞાનીને જાણવામાં ફેર નથી (અર્થાત્ બન્નેમાં સરખી જ જ્ઞાતાબુદ્ધિ-અકર્તબુદ્ધિ છે). ખરેખર જ્ઞાની શુભાશુભને જાણતો નથી પણ પોતે તત્સંબંધી જે પોતાનું જ્ઞાન છે તેને જાણે છે. તે સમયે તે (શુભાશુભ) તેની યોગ્યતાથી ત્યાં ઉત્પન્ન થાય છે પણ જ્ઞાની તેને કરતો નથી. આ પ્રમાણે કર્તા ( અજ્ઞાની ) માં અને જ્ઞાતા (જ્ઞાની) માં બહુ મોટો ફેર છે. બાપુ! આ તો વીતરાગનો માર્ગ બહુ ગંભીર છે. અહાહા...! કેવળી ૫રમેશ્વર કોને કહેવાય ? કે જેની પર્યાયમાં આખું લોકાલોક-જેમાં અનંતા કેવળીઓ આવ્યા તે પણ જણાય. એ કેવળજ્ઞાન શું ચીજ છે ભાઈ !! કેવળીએ દીઠું હશે એમ થશે (એમ કે કેવળીએ દીઠા હશે એટલા ભવ થશે ), એમાં આપણે શું કરીએ ? આ પ્રશ્ન બાબતે વિ. સં. ૧૯૭૨ માં ચર્ચા ચાલેલી ત્યારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૬ ] [ ૪૩ કીધું ' તું કે-ભાઈ ! જુઓ, તમે બોલો છો એ વસ્તુની સ્થિતિ નથી. કેમકે કેવળીએ દીઠું છે એમ થશે એમ તમે કહો છો પણ હું તમને પૂછું છું કે-કેવળી છે એમ એના અસ્તિત્વની તમને પ્રતીતિ-શ્રદ્ધા છે? ભાઈ ! સ્વસન્મુખ થયા વિના એનો યથાર્થ સ્વીકાર થઈ શકતો નથી અર્થાત્ એનો યથાર્થ સ્વીકાર કરનારને પોતાના કેવળજ્ઞાનસ્વભાવી આત્માનું દર્શન-સમ્યગ્દર્શન થઈ જાય છે; અને તો પછી એને ભવ કે ભવની શંકા રહેતાં નથી. સમજાણું કાંઈ...? અહા ! જગતમાં સર્વજ્ઞ છે, એક સમયની પર્યાયમાં ત્રણકાળની સર્વ સત્તાઓને અડયા વિના જ જાણે એવા કેવળજ્ઞાનનું અસ્તિત્વ છે એનો સ્વીકાર કરનારને ભવ અને ભવનો ભાવ હોઈ શકે નહિ. એ વખતે પ્રવચનસાર વાંચ્યું ન હતું પણ એની ગાથા ૮૦–૮૧-૮૨ નો ભાવ આવ્યો હતો. કીધું કે જેને અરહંતની –કેવળીની પ્રતીતિ થઈ હોય તેના ભગવાને ભવ ન દીઠા હોય. આગળ ગાથા ૧૬૦ માં આવે છે કે-‘ સો સવ્વળાળવર્સી મ્મર યેિળાવછળ્યો' ‘તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મ૨જ-આચ્છાદને' મતલબ કે ભગવાન આત્મા તો સર્વજ્ઞ અને સર્વદર્શી છે તોપણ પોતાના કર્મરૂપી રજથી ખરડાયો થકો-જુઓ, આમાં બીજા કેટલાક લોકો કહે છે કે-દ્રવ્યકર્મના કારણે બંધ–અવસ્થામાં, સર્વ પ્રકારે સર્વજ્ઞયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. એને જ્ઞાનીઓ કહે છે–ભાઈ! એમ નથી. જુઓ, ટીકામાં અર્થ છે તે વાંચો. ટીકામાં કહ્યું છે કે જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ... ' ' જુઓ, ભાષા જુઓ; ‘ કર્મ૨જ-આચ્છાદને ' એટલે પુદ્દગલકર્મથી લેપાયેલું છે એમ નહિ પણ પોતાના અપરાધથી પ્રવર્તતા કર્મમળ એટલે ભાવકર્મથી લેપાયું હોવાથી જ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને ‘નવિનાળવિ સવ્વો સર્વાં' સર્વથા સર્વ પ્રકારે જાણવા લાયક પોતાને જાણતો નથી તેથી સર્વ શેયોને જાણતો નથી. અહા ! સ્વભાવથી સર્વથા સર્વ પ્રકારે જાણનાર એવો પ્રભુ (આત્મા) પોતાના પુરુષાર્થના અપરાધને લઈને પોતાને જાણતો નથી માટે બધાને જાણતો નથી. ‘રુમ્મરણળ’-નો આ અર્થ કર્યો છે ભાઈ ! પ્રશ્ન:- તો ગોમ્મટસારમાં જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ આવે છે ને? સમાધાનઃ- ભાઈ ! એ તો નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે. આ બાબતે વર્ણીજી સાથે વિ. સં. ૨૦૧૩ માં મોટી ચર્ચા થઈ હતી. તેનું રેકોર્ડિંગ થયેલું છે અને હજારો પુસ્તકો છપાઈ ગયાં છે. પ્રશ્ન:- રતનચંદજી (સહરાનપુર ):–મહારાજ કાનજીસ્વામી એમ કહે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી; પોતાની યોગ્યતાથી જ્ઞાનમાં ઘટ-વધ થાય છે, મહારાજ ! શું આ ઠીક છે? ઉત્તર:- ક્ષુલ્લક વર્ગીજી મહારાજ:-શું ઠીક છે? તમે જ સમજો કેવી રીતે ઠીક છે? એ ઠીક નથી; કોઈ અંગધારી કહે તોપણ એ ઠીક નથી, જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનમાં ઘટ-વધ કરતું નથી એ ઠીક નથી, કરે છે-એમ એમના પુસ્તકમાં લખ્યું છે. આ વાંધા (-મતભેદ) અહીંથી ઊઠયા. વર્ણીજી એમ માનતા કે નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એ વાત બરાબર નથી. પરંતુ ભાઈ ! પરદ્રવ્ય આત્માને હીણું કરે એ વાત યથાર્થ નથી. જ્ઞાનાવરણીય કર્મ છે ખરું, પણ એ કર્તા થઈને જ્ઞાનને હીણું કરે એ વસ્તુ સ્વરૂપ નથી. આમાં કીધું ને કે ““પોતાના પુરુષાર્થના અપરાધથી'' જ્ઞાનાદિ હીણું થાય છે. કહ્યું છે ને કે “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.'' શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે-“તું તારા અપરાધથી રખડયો. તારો અપરાધ એ કે પરને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું.' કર્મની વાત ત્યાં કયાંય લીધી નથી. પ્રશ્ન- કોણ કરે છે એ અપરાધ ? ઉત્તર:- પોતે જ કરે છે. એ અપરાધનું પકારકરૂપ પરિણમન પોતાનું પોતાને કારણે છે. એમાં કર્મની અપેક્ષા છે નહિ. ત્યાં (ગાથા ૧૬૦ માં) એમ કહ્યું કે પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ બંધઅવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને નહિ જાણતો એટલે કે સર્વપ્રકારે સર્વ જ્ઞયોને જાણનારા એવા પોતાને નહિ જાણતો... જુઓ, શું ભાષા છે! સર્વથા સર્વ પ્રકારે પરને નહિ જાણતો એમ લીધું નથી, પરંતુ પોતાને નહિ જાણતો એમ લીધું છે. અહાહા...! પોતે સ્વભાવથી જ સર્વજ્ઞ, સર્વદર્શી છે (લોકાલોકને કારણે નહિ), તે પર્યાયના અપરાધને લઈને પોતે સર્વજ્ઞ-સર્વદર્શી છે એવા પોતાને જાણતો નથી. સમજાણું કાંઈ...? આ તો શબ્દ-શબ્દમાં ખૂબ ગંભીરતા ભરેલી છે. આપણે અહીં વાત એમ ચાલે છે કે–સોનાની બેડી છે તેમાં પણ બંધનપણાની અપેક્ષાએ કાંઈ તફાવત નથી. “હવું વર્બ્સ' નો અર્થ અહીં બેયમાં કાંઈ પણ ફેર નથી એમ કર્યો છે. માટે શુભ કે અશુભ કરાયેલું કર્મ કાંઈ પણ તફાવત વિના જીવને બાંધે છે, કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં ફરક નથી. શુભ અને અશુભ બન્ને બંધનું કારણ છે. મોક્ષના કારણમાં બેમાંથી એકેય કર્મ આવતું નથી. [ પ્રવચન નં. ૨૧૦ શેષ * દિનાંક ૨૩-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪૭ अथोभयं कर्म प्रतिषेधयति तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।। १४७ ।। तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम् । स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।। १४७।। હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. ગાથાર્થ:- [તસ્માત્ તુ] માટે [છુશીનામ્યાં] એ બન્ને કુશીલો સાથે [Ī] રાગ [મા ત] ન કરો [ વા] અથવા [ સંસર્ગમ્TM] સંસર્ગ પણ [મા] ન કરો [fs] કારણ કે [ શીનસંસÁરામેળ] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [ સ્વાધીન: વિનાશ: ] સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે). ટીકાઃ- જેમ કુશીલ (ખરાબ ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. * * હવે બન્ને કર્મોનો નિષેધ કરે છે: * સમયસાર ગાથા ૧૪૭ : મથાળું * ગાથા ૧૪૭ : ટીકા ઉપરનું પ્રવચન * ‘ જેમ કુશીલ ( ખરાબ ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે...'–જુઓ, હાથીને પકડવા માટે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ખાડો બનાવીને પછી પાળેલી મનોરમ કે અમનોરમ હાથણીને હાથી તરફ મોકલવામાં આવે છે. હાથણી હાથીને પોતા તરફ આકર્ષીને ખાડા ભણી દોરી લાવે છે અને ત્યારે હાથી ખાડામાંબંધનમાં પડે છે. એ વાત અહીં કહે છે કે-જેમ કુશીલ હાથણી હાથીને બંધનનું કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ બેય બંધનનું કારણ થાય છે. હવે આ લોકોને આકરું પડે છે. અહીં સ્પષ્ટ કહે છે ને કે શુભ અને અશુભભાવ બન્નેય કુશીલ છે; એ જીવનો સ્વભાવ કે જીવના સ્વભાવમય શુદ્ધ પરિણતિ નથી. ભાઈ ! જીવ તો શુભાશુભભાવરહિત ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ ત્રિકાળ છે. તેના આનંદના રસના સ્વાદમાં શુભાશુભભાવ છે નહિ. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદરસનો સમુદ્ર છે. એના અનુભવમાં એકલો આનંદનો સ્વાદ હોય છે, એના અનુભવમાં-સેવનમાં કુશીલ એવા શુભાશુભભાવનો સ્વાદ હોતો નથી. ભાઈ ! આવા આત્માના આનંદરસના-શાંતરસના અનુભવસેવન સિવાય અન્ય કોઈ મોક્ષમાર્ગ છે નહિ. જુઓ, શુભાશુભભાવ કુશીલ છે, અને નિજ ચૈતન્યસ્વભાવનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા સુશીલ છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માની શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ નિર્મળ શાંત વીતરાગી પરિણતિને છોડીને જે દયા, દાન, વ્રત, ભકિત, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ જે શુભભાવરૂપ વિભાવરૂપ પરિણતિ છે તે, કુશીલ છે. આકરી વાત છે, ભાઈ ! પણ આ જ સત્ય છે. ત્યારે કોઈ કહે છે–આ તો સોનગઢનું હોય એમ લાગે છે. અરે ભાઈ ! આ સોનગઢનું છે કે ભગવાનનું (કહેલું) છે? વિદેહમાં સદેહે ભગવાન સીમંધરસ્વામી અરિહંતપદે વિરાજમાન છે. આચાર્ય કુંદકુંદદેવ તેમની પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ જે સાંભળી તે વાત અહીં આચાર્યદેવે કહી છે. તેઓ અહીં કહે છે-ભાઈ ! તેં શુભાશુભભાવ સેવીને શુભાશુભ ગતિ વિભાવની ગતિ અનંતવાર કરી છે, એમાં કાંઈ અપૂર્વ કે નવીન નથી. અહા! શુભભાવ ચાહે તો પંચપરમેષ્ઠીના સ્મરણનો હો કે અનંતગુણ-સંપન્ન નિજ આત્મદ્રવ્યના ગુણસ્તવનનો હો, એ બધોય વિકલ્પ છે, રાગ છે, કુશીલ છે. આવી ગજબ વાત, બાપા! પરમાત્મ-પ્રકાશમાં આવે છે કે ગુણસ્તવન કે વસ્તુસ્તવન બને વિકલ્પ છે; સમજાણું કાંઈ...? ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળી સત્ છે. “મોમ તત્ સત પરમાત્મ સ્વરુપ’-એમ આવે છે ને! એટલે કે ઓમ્ એવું સ્વરૂપ આત્માનું છે. “ઓમ્ ” બે પ્રકારે છે : એક આત્મિક અને એક શાબ્દિક. “ઓમ્” શબ્દ છે તે વાચક છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૭ ] [ ૪૭ અને “ઓમ્” જે પરમાત્મસ્વરૂપ છે તે એનું વાચ્ય છે. બનારસી વિલાસમાં ( જ્ઞાન બાવનીમાં) આવે છે કે “ઓકાર શબ્દ વિશદ યાકે ઉભયરૂપ, એક આતમીકભાવ એક પુદ્ગલકો; શુદ્ધતા સ્વભાવ લયે ઉઠયો રાય ચિદાનંદ, અશુદ્ધ સ્વભાવ લૈ પ્રભાવ જડબલકો.'' ઓકારના બે અર્થ લીધા : એક તો શુદ્ધ આત્મસ્વરૂપ ચિદાનંદમય વસ્તુનું સ્વરૂપ તે ભાવ ઓંકાર છે અને બીજો ઓ-ઓ-ઓમ્ એવો જે અશુદ્ધ વિકલ્પ તે જડસ્વરૂપ છે. અહાહા....! “ઉઠયો રાય ચિદાનંદ' એટલે કે આનંદરસનો જે સ્વાદ આવ્યો તે ભાવ ઓંકારરૂપ છે. અને ભગવાનના ગુણના સ્તવનનો વિકલ્પ કે હું શુદ્ધ ચિદાનંદમય અનંતગુણસ્વરૂપ આત્મા છું, શુદ્ધ છું, અબંધ છું એવો વસ્તુસ્વરૂપનો વિકલ્પ તે શુભરાગ છે. એવો વિકલ્પ દુઃખરૂપ છે, જડસ્વરૂપ છે, કુશીલ છે, બંધનું કારણ છે એમ અહીં કહે છે. આકરું લાગે પણ વસ્તુ સ્વરૂપ જ આવું છે, ભાઈ ! કર્તાકર્મ અધિકારમાં આવી ગયું કે હું બદ્ધ છું, રાગી છું ઇત્યાદિ વ્યવહારનયનો પક્ષ તો પહેલેથી જ છોડાવતા આવ્યા છીએ, પણ તે ઉપરાંત હું અબંધ છું, અરાગી છું એવો શુદ્ધ આત્મસ્વરૂપનો વિકલ્પ પણ રાગ હોવાથી દુઃખરૂપ જ છે, છોડવા યોગ્ય જ છે. પ્રશ્ન:- ઘણે ઠેકાણે (પંચાસ્તિકાય આદિમાં) ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ને? ઉત્તર:- હા, વ્યવહારથી કહ્યું છે. પણ ત્યાં સાધ્ય જે નિશ્ચય તેનું સાધન ભિન્ન જે રાગ તે ખરેખર સાધન છે એમ અર્થ નથી. વાસ્તવિક સાધન તો રાગથી ભિન્ન અંદર સ્વાદનો જે અનુભવ થાય તે એક જ છે, અને એ ભૂમિકામાં જે વિકલ્પ-રાગ છે એને વ્યવહારથી સાધનનો આરોપ આપ્યો છે. અત્યારે કેટલાક પંડિતોએ મોટો વિવાદ ઊભો કર્યો છે કે આ સોનગઢનું એકાન્ત છેએકાન્ત છે કેમકે તેઓ મહાવ્રતાદિ, ભગવાનનું સ્મરણ, ભક્તિ ઇત્યાદિ જે શુભ વિકલ્પની જાત છે એનાથી આત્માનો લાભ થાય એમ કહેતા નથી. પરંતુ ભાઈ ! “ચિદાનંદ ભૂપાલકી રાજધાની ચિદાનંદસ્વરૂપ આત્મરાજાની રાજધાની કહેતાં સ્વભાવ તો એક જ્ઞાન અને આનંદ છે. અહાહા..! એનો અનુભવ કરતાં જે આનંદરસનો સ્વાદ આવે તે સુશીલ છે અને તે સિવાય બીજું બધું (શુભરાગ પણ ) કુશીલ છે. આવી વાત છે. (માટે એનાથી આત્માને લાભ કેવી રીતે થાય ?). અહીં કહે છે કે જેમ હાથણી બહારમાં મનોરમ હોય કે અમનોરમ, બેય હાથણીરૂપી કૂટણી હાથીને ખાડામાં (બંધનમાં) નાખવા લઈ જવાવાળી હોવાથી કુશીલ છે, ખરાબ છે. તેમ શુભ કે અશુભ બેય પરિણામ કૂટણીની માફક જીવને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સંસારરૂપી ખાડામાં નાખી બંધ કરાવવાવાળા હોવાથી કુશીલ-ખરાબ છે. એકમાત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ મોક્ષમાર્ગ હોવાથી સુશીલ છે, સારો છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે “અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખરૂપ.'' અનુભવ મોક્ષનો માર્ગ છે એમ કહ્યું છે, પણ શુભભાવ મોક્ષમાર્ગ કે મોક્ષમાર્ગનું કારણ છે એમ છે નહિ. જોકે જ્ઞાનીને પણ સાધકદશામાં અશુભથી બચવા ભકિત, સ્તુતિ, પૂજા ઇત્યાદિ શુભભાવ હોય છે, આવે છે પણ એ છે બંધનું કારણ. પરમાત્મપ્રકાશમાં આવે છે કે ભરત અને સગર આદિ સમકિતી પુરુષો પણ ગુણસ્તવન, વસ્તુસ્તવન કરે છે; વળી તેઓને શુદ્ધ રત્નત્રયધારી મુનિવરોને સુપાત્ર દાન આપવાનો શુભભાવ હોય છે; પણ એની સાથે એમને સ્વભાવનો અનુભવ છે. તેથી રાગની અપેક્ષાથી તેમને સરાગ સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. પણ કોઈને આત્માનુભવ હોય નહિ અને એકલો રાગ જ હોય તો તેને એવો વ્યવહાર લાગુ પડતો નથી. અહીં તો કહ્યું ને કે-“કુશીલ એવા શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. જુઓ, આ દયા, દાન, વ્રત, ભકિત, પૂજા ઇત્યાદિ ભાવ કુશીલ છે, બંધનાં કારણ છે અને તેથી નિષિદ્ધ છે. ભગવાન સાક્ષાત ત્રણલોકના નાથ સમોસરણમાં વિરાજમાન હોય તેની બહુ પ્રકારે ભક્તિ કરે પણ એ શુભરાગ કુશીલ છે, બંધનું કારણ છે; માટે નિષિદ્ધ છે. પ્રશ્ન:- જો એમ છે તો તમે તે કરો છો શા માટે? આ ૨૫-૨૬ લાખનું પરમાગમ મંદિર, આ પોણાચાર લાખ અક્ષરો, બારીએ બારીએ ચિત્રામણ ઇત્યાદિ તમે લોકોને ખેંચવા સારુ કરો છો! વળી તમે નિમિત્તનો નિષેધ કરો છો અને પાછા નિમિત્ત દ્વારા લોકોને ધર્મ સમજાવો છો ! તમારી કથની અને કરણીમાં આવો ફેર!! સમાધાનઃ- ભાઈ ! મંદિરની રચના ઇત્યાદિ તો એના કારણે અને એના ઉત્પત્તિકાળે પુદ્ગલોથી થઈ છે. એને અન્ય કોણ બનાવે? તથા ધર્મીને, જોકે કુશીલ છે તોપણ એવો શુભરાગ આવે છે, આવ્યા વિના રહેતો નથી; તથાપિ એ શુભરાગના કારણે મંદિરની રચના થઈ છે એમ નથી અને એ શુભરાગ ધર્મ છે કે ધર્મનું કારણ છે એમ પણ નથી. ધર્મી જીવ એવા શુભરાગને હેય જાણે છે. અસ્થાનના તીવ્ર રાગથી બચવા ધર્મીને આવા શુભભાવ આવે છે પણ તેના કર્તાપણાનો-સ્વામીપણાનો એને અભિપ્રાય નથી, એ તો માત્ર એના જ્ઞાતાપણે જ રહે છે. (કથની તો અભિપ્રાય અનુસાર છે અને કરણી વર્તમાન પુરુષાર્થની તારતમ્યતા અનુસાર છે અને તેથી ધર્મીની કથની અને કરણીમાં ફેર જણાય છે). સમજાણું કાંઈ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૭ ] [ ૪૯ વ્યવહાર ચારિત્ર-પાંચ મહાવ્રત, ૨૮ મૂળગુણ વગેરે જે મુનિનો વ્યવહાર ધર્મ છે એ બધાને અનાત્મા કહ્યો છે, આત્મા નહિ. પ્રવચનસાર, ગાથા ૧૭૨ માં અલિંગગ્રહણના વીસ બોલ છે. એમાં ૧૭ મો બોલ છે કે-‘આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે.' પતિનો બાહ્ય આચાર-મહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ અંતરસ્વરૂપમાં છે નહિ. પછી ૧૮ મો બોલ છે કેગુણભેદનો આત્માને સ્પર્શ નથી. ૧૯ મો બોલ છે કે-આત્મા અર્થાવબોધ એવો જે પર્યાય વિશેષ (પર્યાયનો ભેદ ) તેનાથી સ્પર્શાતો નથી. પછી ૨૦ મો બોલ છે કે-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે અર્થાવબોધ સામાન્ય તે પર્યાયને સ્પર્શતો નથી. અહાહા...! આત્મા પોતે સામાન્ય છે તે વિશેષને સ્પર્શતું નથી. આ વિશેષ તે કોણ ? કે શુભાશુભ ભાવરહિત નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિ-ચારિત્ર જેને શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે તેને દ્રવ્યસામાન્ય સ્પર્શતું નથી. હવે આવી વાત છે ત્યાં આ શુભરાગરૂપ વ્યવહાર ચારિત્ર તો કયાંય દૂર રહી ગયું. સમયસાર કળશટીકા, કળશ ૧૦૮ માં એનો સરસ ખુલાસો છે. ત્યાં કહ્યું છે કે– ‘ કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કેવર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષયકષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’’ બહુ આકરી વાત ભાઈ! કેટલાકને એમ છે કે નિશ્ચય સમતિની ખબર પડે નહિ, માટે તમે એના પર શું કામ જોર (વજન) આપો છો ? (એમ કે એક જ મોક્ષમાર્ગ છે એમ શા માટે કહો છો ?) ભાઈ ! નિશ્ચય સમકિતની ખબ૨ પડે નહિ એમ તું કહે છે એથી જ અમે જાણીએ છીએ કે તને સકિત નથી અર્થાત્ મિથ્યાત્વ જ છે. તારે વ્યવહા૨થી (શુભરાગથી ) જ કામ ચલાવવું છે એટલે વ્યવહાર મોક્ષમાર્ગ એ (બીજો) સાચો મોક્ષમાર્ગ છે એમ તું દલીલ કરે છે. ભાઈ ! એથી લોકો રાજી થશે પણ તારો આત્મા રાજી નહિ થાય પ્રભુ! એનું ફળ ખૂબ આકરું આવશે ભાઈ! કહ્યું ને કે ‘વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે.' ઝીણી વાત છે પ્રભુ! તું પ૨ની-રાગની રુચિમાં ફસાઈને ભરમાઈ ગયો છે. અનુભવપ્રકાશ પાન ૩૭ માં આવે છે કે-‘અવિઘા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય. પરંતુ તારી શુદ્ધ શકિત પણ મોટી, તારી અશુદ્ધ શકિત પણ મોટી, તારી ચિંતવણી તા૨ે ગળે પડી અને તેથી પ૨ને દેખી આત્મા ભૂલ્યો, એ અવિધા તારી જ ફેલાવેલી છે. '' અહાહા...! ચિદાનંદઘનસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ ] | પ્રવચન રત્નાકર ભાગ-૬ એવા તારા આત્માનો સ્વભાવ-શક્તિ તો અમાપ અપરંપાર છે અને અવિદ્યાની શક્તિ તો અલ્પ છે. જો તું અવિઘારૂપ કર્મમાં પોતાને ન જોડે તો એ જડનું તો કાંઈ જોર નથી. પરંતુ અજ્ઞાનને વશ થતાં તારી ચિંતવણી તારે ગળે પડી છે. પરને દેખીને એ મારી ચીજ છે એમ માની પોતાને (આત્માને) તું ભૂલ્યો છે. એટલે તો અમે કહીએ છીએ કે જેમ તારી શુદ્ધતા મોટી (બડી) તેમ તારી અશુદ્ધતા મોટી (બડી) છે. ભાઈ ! તું એ અશુદ્ધતાના-શુભરાગના પ્રેમમાં, હાથી હાથણીમાં ફસાઈ જાય તેમ ફસાઈ ગયો છે. ભારે આકરું ( વિષમ ) કામ ભાઈ ! (કારણ કે એનું ફળ બહુ આકરું છે). કુશીલ એવાં શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનું કારણ છે એમ કહ્યું એમાં કર્મ એટલે બંધાયેલું જડકર્મ એમ કેટલાક અર્થ કરે છે, પણ ખરેખર તો જીવની પર્યાયમાં શુભાશુભ પરિણામ જે થાય છે અને અહીં કર્મ કહ્યું છે. આ વાત આચાર્યદવે ગાથા ૧૫૩ની ટીકામાં એકદમ સ્પષ્ટ કરી છે. ત્યાં ટીકામાં કહ્યું છે-“જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્દભાવ (ટ્યાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.' જુઓ, અહીં શુભકર્મો એટલે જડ કર્મના પરમાણુ જે બંધાય તે નહિ પણ શુભ પરિણામ, વ્રતાદિના શુભભાવ એમ અર્થ છે. શુભભાવને અહીં કર્મ કહ્યું છે. આ વ્રત, નિયમ, શીલ, તપ કહ્યા એમાં જે તપ કહ્યું એમાં તો બારે પ્રકારનાં તપ આવી ગયાં; એમાં ધ્યાનેય આવી ગયું. ત્યાં જે વિકલ્પરૂપ ધ્યાન કરે એ વિકલ્પ શુભકર્મશુભકાર્ય-શુભ પરિણામ છે. એ ધ્યાનના વિકલ્પ કુશીલ છે એમ અહીં કહે છે. હમણાં ધ્યાન કરાવો, ધ્યાન કરાવો એમ ધ્યાનનું ખૂબ ચાલ્યું છે. એમ કે આ સોનગઢવાળા અધ્યાત્મઅધ્યાત્મ કરે છે તો આપણે ધ્યાનનું ચલાવો. હમણાં હમણાં તો છાપામાં ધ્યાન કરવા બેઠા હોય એના ફોટા પણ આવે છે. પણ ધ્યાન કોને કહેવાય, બાપુ! અંદર શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું તે ધ્યાન છે. પણ જેને હજુ આત્માની પ્રતીતિ થઈ નથી તે ઠરશે શામાં? પોતાની ચીજ જે ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદસ્વરૂપ છે તે હજી દષ્ટિમાં-વેદનમાં-અનુભવમાં આવી નથી તો એ ચીજમાં મગ્ન થઈ ઠરવારૂપ ધ્યાન કયાંથી આવે? બાપુ! આ ધ્યાનના જે બાહ્ય વિકલ્પ છે એ તો રાગ છે અને તે કુશીલ છે, બંધનું કારણ છે; સમગ્ર શુભકર્મ બંધનું કારણ છે. આવી વાત અહા ! પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાનસ્વરૂપે છે. પરંતુ રાગની સચિમાં ફસાઈ પોતાના નિજ સ્વરૂપને ભૂલીને તે અનાદિથી રાગની રમતોમાં પડયો છે. સત્ નામ શાશ્વત ચૈતન્ય અને આનંદ પોતાનો સ્વભાવ છે. આવા પોતાના સ્વભાવને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૭ ] [ ૫૧ ભૂલીને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે શુભરાગ એમાં જ ધર્મ માની બેઠો છે. તેને અહીં કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ફરમાવે છે કે ભાઈ ! તારું તો પરમેશ્વર-પદ છે. એ પરમેશ્વરપદમાં શુભભાવ કયાં છે? શુભરાગ આવે ખરો પણ તે તારી ચૈતન્યમય વસ્તુમાં નથી, અને ચૈતન્યની પરિણતિમાં પણ નથી. જુઓ, ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ દિવ્યધ્વનિ દ્વારા જે કતા તો તે આ વાત છે. અત્યારે કેટલાક લોકો શુભરાગને સાધન માની તે (-શુભરાગ ) કરતાં કરતાં નિશ્ચય સ્વરૂપ પ્રગટશે એમ કહે છે પણ તે યથાર્થ નથી. શુભરાગની રુચિનું ફળ તો ચાર ગતિમાં ચોરાસીના અવતારમાં રખડવાનું છે. અહીં કહે છે કે-શુભ અને અશુભ કર્મ (-કર્મ એટલે રાગરૂપ કાર્યો સાથે રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી તેમનો રાગ અને સંસર્ગ નિષિદ્ધ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભકિતનો રાગ, પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત, તપ, બ્રહ્મચર્ય ઇત્યાદિનો રાગ અને ગુણ-ગુણીનો ભેદરૂપ રાગ ઇત્યાદિ સર્વ શુભકર્મ છે અને તેની રુચિ અને સંસર્ગ નિષિદ્ધ છે એમ કહે છે. ગજબ વાત છે ભાઈ! ચિબ્રહ્મસ્વરૂપ પોતે પરમાત્મા છે તેની અંદર રમત રમ્યા વિના (બીજી રીતે, શુભરાગથી) મોક્ષમાર્ગ નહિ થાય અને તો મોક્ષ પણ નહિ થાય એમ કહે કોઈને બહુ સમજાવતાં આવડતું હોય માટે એનું જ્ઞાન સમ્યક છે એમ નથી, તથા સમજાવતાં ન આવડે તેથી સમ્યજ્ઞાન નથી એમ પણ નથી. અહીં કહે છે કે-આ સમજાવવાનો જે વિકલ્પ છે તેનો રાગ-પ્રેમ-રુચિ અને સંસર્ગ કહેતાં વારંવારનો પરિચય બંધનાં કારણ હોવાથી નિષિદ્ધ કરવામાં આવ્યાં છે. આનો અર્થ જયસેનાચાર્યની ટીકામાં બીજી રીતે કર્યો છે. તે આ પ્રમાણે જયસેન આચાર્યે ટીકામાં રાગ અને સંસર્ગ એટલે મનથી, વાણીથી અને કાયાથી પણ શુભાશુભભાવનો રાગ અને સંસર્ગ કરીશ નહિ એમ અર્થ કર્યો છે : તસ્નાત્ રાત શીર્ન: કુત્સિતૈ: શુભાશુમવર્મfમ: સદ વિત્ત તરીકે મા તે કારણથી કુશીલ એવા શુભાશુભકર્મપરિણામ સાથે ઊંડે ઊંડે મનમાં પણ રાગ કરીશ નહિ. વરિરંગા વનવાયકાત સંસ ા મા ૭૦અને બહિરંગ વચન અને કાયાથી પણ સંસર્ગ ન કરીશ. મતલબ કે વચનથી વ્યવહારે બોલીશ નહિ કે શુભાશુભભાવ કરવા જેવા છે; વારંવાર એની પ્રરૂપણા કરીશ નહિ; અને કાયાથી પણ એનો પરિચય કરીશ નહિ. શુભરાગ કરવા જેવો છે એમ માનનાર અને મનાવનારનો પરિચય કે સંગતિ કરીશ નહિ. અહાહા...! આવી વાત સમજાણું કાંઈ ? અહાહા..! પરમેશ્વર પદ પોતે શક્તિએ અંદર ગુસ પડ્યું છે. એને તું વ્યવહારના રાગથી પ્રગટ કરવા માગે છે પણ એ રીતે પ્રગટ નહિ થાય. ભાઈ ! શક્તિ અપેક્ષાએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરમાત્મપદ અંદર ગુપ્ત છે; ખરેખર તે ઢંકાયું છે એમ નથી, પણ શક્તિપણે ગુપ્ત છે. પર્યાયમાં રાગનો સંબંધ છે; રાગનો પ્રેમ છે એ ભાવ આવરણ છે અને દ્રવ્ય આવરણ (જડ કર્મ) તો એનું નિમિત્ત છે. આચાર્ય કહે છે-માટે ચિત્તમાં-મનમાં ઊંડે ઊંડ પણ રાગ પ્રત્યે પ્રેમ કરીશ નહિ. આગળ ગાથા ૧૪૮ માં આવશે- રુછિયાસીને નાં વિયાળા'-આ કુશીલિયો છે, વ્યભિચારી છે એમ જાણીને સત્પરુષો એનો સંગ-સંસર્ગ કરતા નથી તેમ સત્પષ (સત્પુ રુષ) અર્થાત્ તસ્વરૂપ નિજ શદ્ધ આત્માના આશ્રયે જેને સત જીવન જીવવું છે તેણે કુશીલ એવા રાગનો સંસર્ગ ન કરવો જોઈએ. માટે કહે છે-ભાઈ ! વિજ્ઞIતું રામ મા પુરુ-મનમાં ઊંડે ઊંડે પણ રાગની પ્રીતિ મા કર. ભાઈ ! આ તારા હિતની વાત છે પ્રભુ ! અજ્ઞાની જીવ અનાદિથી કષાયનું-રાગનું સેવન કરી-કરીને ખુશી થઈ રહ્યો છે. તે શુભભાવરૂપ વ્રત, તપ ઇત્યાદિ કરે છે અને તેની ઉજવણી કરીને રાજી થાય છે. વળી સગાંસંબંધીઓ ભેગાં થાય તે પણ રાજીપો દર્શાવે છે અને અનુમોદન આપે છે. તેને અહીં સદ્દગુરુ કહે છે કે-ભાઈ ! એ શુભરાગરૂપ જે કષાય છે તે અગ્નિ છે, આગ છે. તે તારા જીવને (પર્યાયમાં) બળતરા કરનારી છે, દુઃખદાયક છે. એમાં ખુશી થવા જેવું નથી ભાઈ ! માટે શુભરાગનો સ્નેહ તું છોડી દે. ભગવાન! આ તારા હિતની વાત છે હોં. પ્રભુ! તને તારી પ્રભુતાની ખબર નથી ! અંદર તું પરમેશ્વર સ્વરૂપે બિરાજે છે ને નાથ! આ રાગની પામરતા એ તારું પદ નથી. એ રાગની રુચિની આડમાં તને તારું નિજપદ-પરમેશ્વરપદ જણાતું નથી માટે તું રાગનાં રુચિ અને સંસર્ગ છોડી દે. જુઓ, “આ રાગનો સંસર્ગ ન કરવો” એનું સ્પષ્ટીકરણ ચાલે છે. ગાથામાં પદ પડ્યું છે ને કે “સાદીનો દિ વિસો સીનસંસTRIM'-કુશીલના સંસર્ગ અને રાગથી સ્વાધીનતાનો નિયમથી નાશ થાય છે. એનો અહીં આ અર્થ કર્યો કે “શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. “સ્વાધીનતાના નાશ” નો અહીં અર્થ કર્યો કે એ બંધનાં કારણ છે. અહાહા..! સ્વાધીનતા શુદ્ધ અબંધસ્વરૂપ છે; એની પર્યાયમાં આ રાગ જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. ભગવાન! તારું સ્વાધીન અબંધ પરમેશ્વરપદ છે એમાં આ શુભરાગનો પ્રેમ તારી સ્વાધીનતાનો નાશ કરે છે, તને બંધનમાં નાખી પરાધીન કરે છે. અહાહા..! જુઓ આ સંતોની વાણી!! જાગીને જોઉં તો જગત દીસે નહિ, અજ્ઞાનમાં અટપટા ખેલ દિખે.'' સ્વરૂપમાં સાવધાન થઈને જુએ એને રાગ ને વિકલ્પને આખુંય જગત ક્યાં જાય છે? કેમકે જગદીશમાં જગત અને જગતમાં જગદીશ પરમાર્થ છે જ નહિ ને. આ રાગ મારો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૭ ] [ પ૩ અને વિકલ્પ મારો ઇત્યાદિ તો અજ્ઞાનમાં ભાસે છે. સમજાણું કાંઈ...? હવે આવી વાત પેલા ભક્તિના રાગની હોંશવાળાને આકરી લાગે, પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે. વ્યાખ્યાન સાંભળીને એક ભાઈએ રાત્રિચર્ચામાં પ્રશ્ન કર્યો કે નિશ્ચયની પ્રાપ્તિ કરવી એ વાત તો સાચી, પણ એનું સાધન શું? એમને મન એમ કે આ ભક્તિ કરીએ, સ્તુતિ ગાઈએ, વ્રત, પૂજા કરીએ એ બધું સાધન છે. પણ ભાઈ ! એ બધાં સાધન છે જ નહિ. એ તો રાગ છે, કુશીલ છે અને એનું સાધન કરતા બધન થાય છે, સ્વાધીનતાનો નાશ થાય છે. કહ્યું ને અહી કે “ “છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો.' ભાઈ ! અંતરંગ સાધન નિજ શુદ્ધાત્મા છે અને તેના આશ્રયે પ્રગટ થતાં જે શુદ્ધરત્નત્રય તે બહિરંગ સાધન છે. આ સિવાય અન્ય કોઈ (-શુભરાગ) સાધન છે નહિ. ગાથા ૧૫ માં ના કહ્યું કે “ગો પૂરૂતિ અપ્પા સદ્ધ પુર્ક...પક્સ િનણIM સળં'-અબંધસ્વરૂપ ભગવાન આત્મા છે અને જે દેખે છે એવું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે જૈનશાસન છે; રાગ કાંઈ જૈનશાસન નથી. ભાઈ ! વીતરાગનો આવો માર્ગ છે એને તું રુચિમાં તો લે. ભગવાન આત્માના અનુભવના રસના સ્વાદ વિના એ (મોક્ષના) માર્ગની શરૂઆત જ થતી નથી. આ રાગનો જે રસ છે, સ્વાદ છે એ તો આકુળતા છે, પરાધીનતા છે. વિ. સં. ૨૦૧૦ માં પ્રશ્ન થયો હતો કે મહારાજ! આ દેવ-ગુરુ-શાસ્ત્ર તો શુદ્ધ છે. એ શુદ્ધને પરદ્રવ્ય કેમ કહેવાય? ત્યારે કીધું હતું કે ભાઈ ! શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ આ (પોતે) ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે અને એ સિવાય બીજું બધું પરદ્રવ્ય છે, કેમકે સ્વદ્રવ્યમાં એ સર્વનો અભાવ છે. સાક્ષાત્ જિનદેવ હોય કે જિનપ્રતિમા હોય કે જિન-વાણી હોય, એ સર્વનો સ્વદ્રવ્યમાં અભાવ છે માટે તે પરદ્રવ્ય છે. અને એ પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય તે રાગ છે. એ રાગ કુશીલ છે, બંધનું કારણ છે એમ અહીં કહે છે. પદ્મનંદી-પંચવિંશતિમાં કહ્યું છે કે-સ્વરૂપને છોડીને આ બુદ્ધિ જે શાસ્ત્રમાં જોડાય છે તે વ્યભિચારિણી છે. એટલે કે શુભરાગ છે તે વ્યભિચાર છે. જેમ પરસ્ત્રીનો સંસર્ગ વ્યભિચાર છે તેમ પરભાવનો સંસર્ગ એ વ્યભિચાર છે. જેમ સ્ત્રીના સંભોગમાં મૈથુન છે એમ રાગનો સંભોગ એ મૈથુન છે. ગજબ વાત છે ભાઈ ! જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકદશામાં વચ્ચે એવા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના ભાવ આવે ખરા, પણ એ ધર્મનું કે મોક્ષનું કારણ છે એમ છે નહિ સમજાણું કાંઈ....? પ્રશ્ન:- પરંપરાએ પણ નહિ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ઉત્તર- પરંપરાએ છે એનો અર્થ શું? સમકિતી ધર્માત્માને વર્તમાનમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ છે અને સાથે યથાસંભવ રાગ પણ છે. હવે પછી તે સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને એ રાગને ટાળશે અને મોક્ષને પામશે માટે એ શુભરાગને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે. ખરેખર રાગ એ વીતરાગતાનું કારણ હોઈ શકે નહિ. (અજ્ઞાનીના રાગમાં આવો ઉપચાર પણ સંભવિત નથી). કુંદકુંદાચાર્યનું બાર ભાવનાનું પુસ્તક છે. એમાં રાગને પરંપરા અનર્થનું કારણ કહ્યું છે. સમયસાર ગાથા ૭૪ માં શુભરાગને વર્તમાનમાં દુઃખનું કારણ અને ભવિષ્યમાંય દુઃખનું કારણ કહ્યું છે. એનો અર્થ શું? કે શુભભાવથી જે પુણ્ય બંધાશે એના કારણે ભવિષ્યમાં જિનદેવ, જિનગુરુ, જિનવાણી આદિ સંયોગો મળશે અને એનું લક્ષ થતાં એને રાગ જ થશે, દુઃખ જ થશે. ભાઈ ! રાગ ગમે તે હો, પણ તે પરાધીનતા કરીને આત્માની શાંતિ અને સ્વાધીનતાનો નાશ જ કરે છે. પ્રશ્ન- જો એમ છે તો હવે અમારે કરવું શું? સમાધાન- ભાઈ ! આ કરવું કે પોતે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે તેને રાગથી ભિન્ન પાડીને પોતાના શુદ્ધ સ્વરૂપનું સેવન કરવું. કામ તો કઠણ છે (કેમકે અનંતકાળમાં કર્યું નથી) પણ અલભ્ય નથી. ભગવાન! તું આત્મા (-પોતે) છે કે નહિ? (છે ને). તો એની સામે જો. એ (-પોતે) જ્યાં છે ત્યાં જો; જ્યાં એ નથી ત્યાં જોવાનું છોડી દે. આ જ માર્ગ છે. ચોથી ગાથામાં આવે છે ને કે ‘સુપરિચિવાણુમૂલી સવ્વસ વિ રામમો વંદ' કામ નામ ઇચ્છા અને ભોગ નામ ભોગવવું; રાગનું કરવું અને રાગનું ભોગવવું-એવી વાત તો તે અનંતવાર સાંભળી છે, એનો અનંતવાર પરિચય કર્યો છે અને અનંતવાર અનુભવ પણ કર્યો છે. પ્રભુ! તું રાગથી ખૂબ ટેવાઈ ગયો છું, શુભરાગથી હોં; પછી અશુભની તો વાત જ શી કરવી ? તું નિગોદમાં હતો ત્યાં પણ તને શુભાશુભ રાગનો જ અનુભવ હતો ને? જુઓ, બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. એક એક શરીરમાં અનંત નિગોદના જીવ ઠસોઠસ ભરેલા છે. તે દરેક જીવ શક્તિ-સામર્થ્યપણે પરમાત્મસ્વરૂપ છે. આવા શક્તિપણે પરમાત્મસ્વરૂપ એવા અનંતા જીવો પર્યાયબુદ્ધિ વડે રાગની એકતાના અનુભવમાં જ પડેલા છે. એ બધા નિગોદના જીવ રાગને વશ થઈને ત્યાં રહ્યા છે, કર્મને કારણે નહિ. રાગના પ્રેમને આધીન થઈને પરાધીનપણે તેઓ નિગોદને છોડતા નથી. ગોમ્મસારમાં (ગાથા ૧૯૭ માં) આવે છે કે ‘‘ભાવવતંકસુપર ળિયો વાર્તા | મુખ્યત્તિ'' પ્રચુર ભાવકલંક કહેતાં મિથ્યાદર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૭ ] [ ૫૫ અને મિથ્યાજ્ઞાનને કારણે તેઓ નિગોદવાસને છોડતા નથી. અરે! એવા કેટલાય અનંતા જીવો એવા પડયા છે કે જે કદીય નિગોદવાસ નહિ છોડે! રાગને વશ થઈને કરવામાં આવતું જે મિથ્યાત્વનું સેવન તેને લઈને તેઓ નિગોદવાસને નહિ છોડે. આવી વાત છે. અહીં કહે છે-શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગ સ્વાધીનતાનો નાશ કરતા હોવાથી અર્થાત બંધનાં કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવોએ અને સંતોએ શુભાશુભભાવનો નિષેધ કર્યો છે. અહાહા....! એક ગાથામાં કેટલું ભર્યું છે!! ભાઈ ! ગાથાનો ભાવ (–મર્મ) બહુ ગંભીર છે. [ પ્રવચન નં. ૨૧૧ દિનાંક ૨૪-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૪૮-૧૪૯ अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता। वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च।। १४८।। एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णाहूं। वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा।।१४९ ।। यथा नाम कोऽपि पुरुष: कुत्सितशीलं जनं विज्ञाय। वर्जयति तेन समकं संसर्ग रागकरणं च।। १४८ ।। एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा। वर्जयन्ति परिहरन्ति च तत्संसर्ग स्वभावरताः।। १४९ ।। હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દષ્ટાંતથી समर्थन २ छ: જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથે તેમ જ રાગ કરવો પરિત; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯. थार्थ:- [यथा नाम] म [ कोऽपि पुरुष:] ओ पुरुष [ कुत्सितशीलं] दुत्सित शासवा अर्थात ५२७ स्वभाव [जनं] पुरुषने [विज्ञाय] ने [ तेन समकं] तेनी साथे [ संसर्गं च रागकरणं ] संसर्ग अने २२॥ ३२यो [ वर्जयति] छोडी हे छ, [ एवम् एव च] तवी ४ ते [ स्वभावरताः ] स्वभावमा र पुरुषो [कर्मप्रकृतिशीलस्वभावं] धर्मप्रतिन। शीत-स्वमापने [ कुत्सितं] मुत्सित अर्थात् ५२॥ [ ज्ञात्वा ] एने [ तत्संसर्ग] तनी साथे संसर्ग [वर्जयन्ति ] छोरी हे छ [परिहरन्ति च] भने २॥ छोडी हे छे. ટીકાઃ- જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ] [ ૫૭ તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ )–બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. ભાવાર્થ- હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કમાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. સમયસાર ગાથા ૧૪૮-૧૪૯: મથાળું હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દષ્ટાંતથી સમર્થન કરે છે: * ગાથા ૧૪૮-૧૪૯: ટીકા ઉપરનું પ્રવચન * જેમ કોઈ કુશળ વન-સ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી..... જુઓ, આ દષ્ટાંત છે. તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ )-બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.' આત્મા અરાગી જ્ઞાની થયો થકો”—એમ ભાષા લીધી છે. મતલબ કે રાગરહિત વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મસ્વરૂપની જેને દૃષ્ટિ થઈ છે તે અરાગી જ્ઞાની છે. ધર્મી જીવ અરાગી હોય છે. જેને રાગની રુચિ હોય તે ધર્મી ન હોય. જેને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગની કે ગુણ-ગુણી ભેદના વિકલ્પની રુચિ છે એ તો અજ્ઞાની છે. પ્રશ્ન- અરાગી તો ૧૧ મે, ૧૨ મે ગુણસ્થાને થાય છે? ઉત્તર- હા, પણ એ વાત અહીં નથી. અહીં તો સમ્યગ્દર્શન થતાં જ સર્વ રાગની રુચિ છૂટી જાય છે અને અરાગી જ્ઞાની કહ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભાઈ ! જે રાગથી ધર્મ થવાનું માને કે મનાવે એ તો પ્રત્યક્ષ મિથ્યાષ્ટિનું લક્ષણ છે. લ્યો, આવી ઝીણી વાત છે. ત્યારે કોઈ એમ કહે છે કે આપણે અસંયમીઓએ સંયમીઓની ટીકા ન કરવી કેમકે દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી એના જવાબદાર તો એ પોતે છે; એમાં આપણે શું? ભાઈ ! અહીં કોઈની ટીકાનો સવાલ જ નથી. અહીં તો તત્ત્વના સ્વરૂપની વાત છે; કે જે કોઈ દયા, દાન, વ્રત, તપથી (-રાગથી) ધર્મ થાય એવી (આગમવિરુદ્ધ ) પ્રરૂપણા કરે એ પ્રગટ મિથ્યાષ્ટિ છે. આ તો વીતરાગમાર્ગ છે. એમાં રાગથી ધર્મ થાય એવી પ્રરૂપણા આગમની યથાર્થ દષ્ટિથી તદ્દ વિરુદ્ધ છે. આવું તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ. આમાં પરનિંદાનો સવાલ જ કયાં છે? શું થાય, ભાઈ ! એક વખત જાહેરમાં કહ્યું હતું કે માર્ગ તો આ છે બાપુ! સત્ય વાતની પ્રસિદ્ધિ કરતાં કોઈને દુઃખ લાગે તો ક્ષમા કરજો, ભાઈ ! રાગ જે પર તરફના વલણવાળી દશા છે એને ધર્મ માને અને મનાવે એ તો રાગી મિથ્યાષ્ટિનું લક્ષણ છે અને જેને સમસ્ત રાગની રુચિ છૂટી ગઈ છે એવો આત્મદષ્ટિવંત પુરુષ અરાગી જ્ઞાની છે. સમકિતી ધર્મી જીવ અરાગી છે. અહા! સમકિતીને અસ્થિરતાનો રાગ, આસક્તિ છે; પણ એને રાગની રુચિ નથી, રાગથી એકત્વબુદ્ધિ નથી. અહો! આ ભાષા તે કાંઈ ભાષા છે!! અદભુત વાત છે. “આત્મા અરાગી જ્ઞાની થયો થકો”—એમ કહ્યું એનો ભાવ એ છે કે આત્મા સ્વયં પોતાના પુરુષાર્થના બળે જ્ઞાની થયો છે, પણ કોઈ દર્શનમોહ કર્મ માર્ગ આપ્યો તો જ્ઞાની થયો છે એમ નથી. અહાહા....! કેટલી સ્પષ્ટતા છે? કેટલાક લોકો કહે છે કે-કર્મને લઈને આ થાય ને તે થાય; એમ કે કર્મને લઈને બિચારા જીવો ભૂલ કરે છે. પણ બાપુ! તને ખબર નથી. અપરાધ તું પોતે કરે અને નાખે કર્મને માથે એ તો અનીતિ છે. આવી અનીતિ વીતરાગ શાસનમાં કેમ ચાલે? (ન ચાલે). અહીં કહે છે કે ધર્મી-જ્ઞાની જીવ અરાગી છે. જુઓ આ ધર્માની ઓળખાણ. અંદર પોતે પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે, સચેત છે એ તેને ઓળખવાનું અંતરલક્ષણ છે અને બહારમાં રાગની રુચિનો અત્યંત અભાવ હોવાથી રાગથી ધર્મ માનતો નથી, મનાવતો નથી કે કોઈ અન્ય માનનારને અનુમોદતો નથી એ તેને ઓળખવાનું બાહ્ય લક્ષણ છે. ભાઈ ! આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વીતરાગમાર્ગનું કથન છે. રાગમાત્ર પર તરફના લક્ષ-વલણવાળી વસ્તુ છે અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપ તરફના લક્ષ-વલણવાળી પરિણતિમાં કાંઈ સંબંધ નથી. આવી ઝીણી વાત છે. કહે છે-આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી–ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ–શુભ કે અશુભ કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ] [ ૫૯ છે. ઉદયમાં આવતી-સમીપ આવતી કર્મપ્રકૃતિ એમ ભાષા લીધી છે. આશય એમ છે કે શુભકર્મના ઉદયે શુભભાવ થાય અને અશુભકર્મના ઉદયે અશુભભાવ થાય એને કર્મપ્રકૃતિ સમીપ આવી કહેવાય. મતલબ કે શુભાશુભ પ્રકૃતિના ઉદય કાળે જે શુભાશુભભાવ થાય તેને જ્ઞાની જીવ બૂરા જાણે છે અને તેમને બૂરા જાણીને એની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી. હવે આવી વાત છે ત્યારે કેટલાક કહે છે કે આ તો જડ કર્મની વાત છે, શુભાશુભભાવની નહિ. પણ ભાઈ ! એમ નથી. ગઈ કાલે ગાથા ૧૫૩ ની ટીકામાંથી બતાવ્યું હતું કે વ્રત, તપ, નિયમ, શીલ એ બધું શુભકર્મ છે. એટલે રાગરૂપી કાર્યને ત્યાં શુભકર્મ કહ્યું છે. જડ કર્મ તો ભિન્ન છે. ભાવકર્મનું નિમિત્ત જે કર્મ ( -પ્રકૃતિ) તે ઉદયમાં આવતાં જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની બૂરા જાણે છે. જડ કર્મ પ્રકૃતિને નહિ પણ એના ઉદયના નિમિત્તે થતા શુભાશુભ ભાવને બૂરા જાણે છે. ગાથા ૧૪૫ માં પણ કર્મ શબ્દ છે. તેના ટીકામાં જે ચાર અર્થ કર્યા છે તે પૈકી એક અર્થ કર્મનો (જડ કર્મનો) હેતુ જે શુભાશુભભાવ તેને કર્મપણે ગ્રહણ કર્યો છે. આવો માર્ગ બહુ આકરો બાપા! પણ સંતોએ આંટીઘૂંટીઓ દૂર કરીને સહેલો કરી દીધો છે. અહા ! પુણ્યને ધર્મ માને, પુણ્યને સાધન માને, પુણ્યનું ભલું માને એ બધી આંટીઘૂંટી છે ભાઈ! એને અનાદિથી રાગનો પ્રેમ અને સંસર્ગ છે ને! એટલે તો સ્વરૂપની અંતર્દષ્ટિ વિના દિગંબર જૈન સાધુ થઈને નવમી રૈવેયક અનંતવાર ગયો. પણ તેથી શો લાભ? સ્વરૂપના ભાન વિના પંચમહાવ્રતના પરિણામ જે અચારિત્ર છે તેને ચારિત્ર માનીને પાળે, પણ એ બધી આંટીઘૂંટી છે, મિથ્યાદર્શન છે. આત્મા જ્ઞાની થયો થકો ઉદયમાં આવતી બધીય કર્મપ્રકૃતિને (એટલે કે તે કાળે થતા શુભાશુભ ભાવને) પરમાર્થ બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. ‘શુભાશુભ ભાવ થાય છે તેને બૂરા જાણીને” એમ કહ્યું એનો અર્થ જ એ થયો કે એ ભાવ થાય છે ખરા; જો ન થાય તો તો વીતરાગ હોય. તેથી થોડા શુભાશુભ ભાવ છે તેને બૂરા (-અહિતરૂપ) જાણીને એનાથી એકત્વ કરતો નથી. “પરમાર્થે બૂરી જાણીને ” –એમ કહ્યું ત્યાં કોઈ એમ અર્થ કાઢે કે “વ્યવહારે સારી જાણીને તો તે બરાબર નથી. એ જુદી વસ્તુ છે કે શુભને વ્યવહારે ઠીક કહેવાય, પણ અશુભને પણ વ્યવહાર ઠીક કેમ કહેવાય? બંધનની અપેક્ષાએ તો બન્ને (સમાનપણે) અઠીક જ છે. (વ્યવહારે ઠીકનો અર્થ જ પરમાર્થે બૂરી સમજવું જોઈએ). તેથી અહીં કહે છે કે જ્ઞાની તેની સાથે રાગ એટલે ચિત્તમાં ઊંડે ઊંડ પણ શુભાશુભ પ્રત્યેનો રાગ અને સંસર્ગ એટલે વાણી દ્વારા તેની પ્રશંસા અને કાયાદ્વારા એ ઠીક છે એમ હાથ વગેરેની ચેષ્ટા થાય એવા ભાવ કરતો નથી. લ્યો, આવું ઝીણું છે. અરે ! જન્મમરણના ૮૪ ના અવતાર કરી-કરીને જીવ મરણતોલ થઈ ગયો છે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એને કાંઈ સુધ નથી. જાણે હજી થાક લાગ્યો ન હોય તેમ સ્વર્ગાદિને ઇચ્છે છે, ભવને ઇચ્છે છે. પરંતુ ભાઈ ! ભવમાત્ર દુઃખરૂપ છે; સ્વર્ગનો ભવ હોય તે પણ દુઃખરૂપ જ છે. તેથી તો યોગસારમાં કહ્યું છે કે ચારગતિ-દુ:ખથી ડરે તો તજ સૌ પરભાવ.' ચારે ગતિ દુઃખમય છે. નરક દુઃખરૂપ છે, ભયયોગ્ય છે અને સ્વર્ગ સુખરૂપ છે; ડરવા યોગ્ય નથી એમ નથી. આમાં તો એમ કહ્યું કે ભવમાત્રથી ભય રાખીને પરભાવ - શુભાશુભભાવે તજી દે અને એક સ્વરૂપનો અનુભવ કર. ભગવાન આત્મા સ્વરૂપથી નિધાન છે. એના આનંદના સ્વાદની આગળ ધર્મીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ સડેલાં તરણાં જેવાં તુચ્છ અને ફીકા લાગે છે; સમજાણું કાંઈ....! અહીં કહે છે-આત્મા અરાગી જ્ઞાની થયો થકો એ બન્નેને (શુભ અને અશુભ ભાવો ને) બૂરા-અહિતરૂપ જાણી તેની સાથે રાગ અને સંસર્ગ કરતો નથી. * ગાથા ૧૪૮-૧૪૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુ:ખ ભોગવે છે....' જુઓ, હાથીને પકડવા મોટો ખાડો કરીને એના પર વાંસ નાખી એને કપડાથી ઢાંકી દે છે. કામાંધ-વિષયાંધ હાથી હાથણીની પાછળ દોડતો દોડતો ખાડા સુધી આવે એટલે તાલીમ પામેલી હાથણી બાજુ પર ખસી જાય અને હાથી ખાડામાં પડી જાય. પછી હાથીને પકડી લેવામાં આવે. આ પ્રમાણે હાથી હાથણી સાથે રાગ અને સંસર્ગની ઇચ્છાથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે. “અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.” ચતુર હાથી હાથણીનાં સાનુકૂળ ભાષા, હાવભાવ કે ચેષ્ટાથી લલચાતો નથી. તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે...' જુઓ, ભાષામાં તો “કર્મપ્રકૃતિ” લીધી છે પણ એનું કારણ જે ભાવકર્મ તેને પણ ભેગું સમજી લેવું. અહા ! અજ્ઞાની શુભાશુભકર્મ સાથે રાગ અને સંસર્ગ કરે છે તેથી બંધનમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે. કર્મપ્રકૃતિ અને ભાવકર્મ શુભ હો કે અશુભ હો, બને બંધ-સ્વભાવ જ છે, ભલાં તો કોઈ નથી, અબંધસ્વરૂપ તો કોઈ નથી. છતાં અજ્ઞાની શુભને સારું જાણી એના પ્રેમમાં પડીને બંધાય છે; મિથ્યાત્વથી બંધાઈને તે નરક અને નિગોદના અકથ્ય પારાવાર દુ:ખને ભોગવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ] | [ ૬૧ અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.” ચાહે તો શુભભાવ હો કે તેનું નિમિત્ત દ્રવ્યકર્મપ્રકૃતિ હો, જ્ઞાની એની સાથે પ્રેમ કરતો નથી, સંસર્ગ કરતો નથી. વાણી દ્વારા પણ શુભભાવ ભલો છે, હિતરૂપ છે એમ કહેતો નથી કેમકે એની દષ્ટિ તો એક શુદ્ધ ચૈતન્ય ઉપર જ ચોંટેલી છે. વ્યવહારથી કદાચિત એમ કહે કે બીજું કાંઈ (પાપ ક્રિયા) કરવા કરતાં દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી ઠીક છે, પણ એ તો વ્યવહારની વાત થઈ; નિશ્ચયથી તો એ બેમાંથી એકેયને સારો માનતો નથી અને કહેતો પણ નથી. આખો દિવસ સંસારના કામમાં-વેપાર-ધંધા આદિમાં અને બાયડી-છોકરાં સાચવવામાં મશગુલ રહે પણ એમાં કયાં આત્મા છે? રાગમાત્રને બૂરો જાણી તેને ગૌણ કરી આખો ભગવાન નિર્વિકલ્પ ચૈતન્યરસ, નિરાકુળ આનંદના રસનો કંદ પ્રભુ આત્મા છે એની દષ્ટિ કરવી તે કર્તવ્ય છે. જુઓ, આ ધર્મીનું કર્તવ્ય છે, રાગ ધર્મીનું કર્તવ્ય નથી. હવે આવું (ભેદજ્ઞાન) કઠણ પડે એટલે ઓલું વ્રત કરો, ભક્તિ કરો, જાત્રા કરો, વંદના કરો ઇત્યાદિ એને સુગમસહેલું થઈ પડ્યું છે-( અનાદિની ટેવ પડેલી છે ને). આવે છે ને કે એક વાર વંદે જો કોઈ, તાહિ નરક-પશુ ગતિ નહિ હોઈ '' પણ નરક-પશુ ન થાય એમાં દિ શું વળ્યો? શુભભાવ હોય તો એકાદ ભવ સ્વર્ગમાં જાય, એકાદ ભવ (તીવ્ર દુઃખથી) બચી જાય; પણ નરક અને નિગોદના ભાવ ઘટયા વિના, એનો નાશ થયા વિના ભવભ્રમણ કેમ મટશ બાપુ ? કોઈ કર્યું કે-સન્મેદશિખરની આટલી જાત્રા કરે તો ભવ ઘટે. ધુળેય ન ઘટે, સાંભળને. લાખ-ક્રોડ જાત્રા કરે શત્રુંજયની તોય શું? (અંદર ચૈતન્યના નાથની જાત્રા ન કરે તો ભવ ન મટે). એમ તો ત્રણ લોકના નાથ તીર્થંકરદેવના સમોસરણમાં અનંત વાર ગયો, અનંતવાર સાક્ષાત્ દિવ્ય-ધ્વનિ સાંભળી, મણિરત્નથી ભગવાનની પૂજા કરી, પણ એથી શું? ભવ તો ઊભો છે; કેમકે એ તો શુભભાવ હતો, ધર્મ ન હતો. આથી એમ ન સમજવું કે શુભભાવ છોડીને અશુભ કરવું. પરંતુ ભાઈ ! તને જે અનાદિથી શુભભાવની રુચિ છે તેનો ત્યાગ કરવો. શુભ-ભાવમાં અમે ધર્મ કરીએ છીએ એવી માન્યતા વિપરીત છે, મિથ્યાત્વનું શલ્ય છે. [ પ્રવચન નં. ૨૧ર ચાલુ * દિનાંક ૨૫-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૦ अथोभयं कर्म बन्धहेतुं प्रतिषेध्यं चागमेन साधयति रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।।१५०।। रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः। एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व ।। १५०।। (સ્વતા). कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं જ્ઞાનમેવ વિદિત શિવકુડા ૨૦૩ ા હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છે: જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, -એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫). ગાથાર્થ- [ $: નીવ:] રાગી જીવ [ ^] કર્મ [ વનાતિ] બાંધે છે અને [ વિરા/સમ્રાક્ષ:] વૈરાગ્યને પામેલો જીવ [મુચ્યતે] કર્મથી છૂટે છે- [ps:] આ [ નિનોપવેશ:] જિનભગવાનનો ઉપદેશ છે; [તરમાત્] માટે (હે ભવ્ય જીવ!) તું [કર્મસુ] કર્મોમાં [મી. ૨ષ્યસ્વ ] પ્રીતિ-રાગ ન કર. ટીકા:- “રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે' એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે. આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [૫] કારણ કે [ સર્વવિ:] સર્વજ્ઞદેવો [સર્વમ્ ર્મ] સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને [ વિશેષાત્] અવિશેષપણે [વશ્વસાધનમ્ ] બંધનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૬૩ (શિવરિજી) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। १०४ ।। સાધન (કારણ ) [ ૩ન્તિ] કહે છે [તેન] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) [ સર્વમ્ પિ તત્ પ્રતિષિદ્ધ] સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ જ્ઞાનમ્ gવ શિવરંતુ: વિહિત] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩. જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છે – શ્લોકાર્થ:- [ સુવૃતદુરિતે સર્વમિન વર્માણ વિરુન નિષિ ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતા અને [ નૈક્ઝર્વે પ્રવૃત્તેિ] એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [મુન: વસુ અશરણ: ન સન્તિ] મુનિઓ કાંઈ અશરણ નથી; [ તા] (કારણ કેજ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાન દિ] જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ [NI] તે મુનિઓને [શર] શરણ છે; [તે] તેઓ [ તત્ર નિરતા:] તે જ્ઞાનમાં લીન થયા થકા [ પરમસમૃત] પરમ અમૃતને [ સ્વયં] પોતે [ વિન્દન્તિ ] અનુભવે છે-આસ્વાદે છે. ભાવાર્થ:- “સુકૃત કે દુષ્કૃત-બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે?'એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદવે કર્યું છે કે:-સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે-જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૪. સમયસાર ગાથા ૧૫૦ : મથાળું હવે બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૬ * ગાથા ૧૫૦ : ટીકા ઉપરનું પ્રવચન * ‘રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે ’’ શું કહ્યું આ ? કે જેને રાગનો પ્રેમ છે, રાગ સાથે એકત્વ છે તે રાગી છે. અહીં અસ્થિરતાનો રાગ હોય એની વાત નથી. આ તો જેને રાગમાં એકતાબુદ્ધિ-અહંબુદ્ધિ છે તે રાગી છે એમ વાત છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ હોય છે પણ તે રાગમાં રક્ત નથી, રુચિવંત નથી તેથી તે વિરાગી છે. આ વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરે તથા શાસ્ત્રની ધારણા થવાથી ઉપદેશ દે અને એ બધી શુભરાગની ક્રિયામાં હું સારું (-ધર્મકાર્ય) કરી રહ્યો છું અને એ વડે મારું હિત થશે એમ જે માને તે રાગી છે અને જરૂર કર્મ બાંધે છે. આગળની ગાથાની ટીકામાં ‘અરાગી જ્ઞાની' એમ શબ્દ આવ્યો છે. મતલબ કે જે અરાગી-વિરાગી છે તે જ્ઞાની છે અને જે રાગી છે તે અજ્ઞાની છે. અજ્ઞાની રાગમાં રક્ત છે. તેને વીતરાગસ્વભાવી ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ઉપર નજર નથી. અહાહા...! જિનપદસ્વરૂપ પોતે છે એનો એને સ્વીકાર નથી. જેને પોતાનો (–આત્માનો) સ્વીકાર નથી તે બીજે કયાંક પણ પોતાનું અસ્તિપણું તો માનશે જ ને ? રાગરહિત પોતાના નિર્મળ તત્ત્વને જે જોતો નથી તે ‘હું રાગ છું’ એમ જ જાણે છે અને માને છે. આવો રાગમાં રક્ત રાગી જીવ અવશ્ય કર્મ બાંધે છે. સામાન્યપણે દશમા ગુણસ્થાન સુધી રાગ છે તે અપેક્ષાએ ત્યાં સુધી જીવ રાગી કહેવાય છે. પણ અહીં એ વાત નથી. અહીં તો જેને રાગનો પ્રેમ છે, રાગમાં સ્વામીપણું છે, ધર્મબુદ્ધિ છે તેને રાગ-૨ક્ત એટલે રાગી કહ્યો છે. ધર્મીને સાધકદશામાં અસ્થિરતાનો રાગ યથાસંભવ આવે પણ ત્યાં (-રાગમાં) તેને રુચિ-પોસાણ નથી. ધર્મીને તો પોતાનો એક આત્મા જ પોસાય છે. અહીં કહે છે-જેની દૃષ્ટિ એક શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના આત્માથી બંધાઈ છે એવો વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે છે. લ્યો, આ જિન ભગવાનનો ઉપદેશ છે. કોઈ બાયડી-છોકરાં, દુકાન-ધંધો ઇત્યાદિ બહારમાં છોડી દે માટે તે વૈરાગી છે એવો વિરક્તનો અર્થ નથી. અહીં તો જેને અંત૨માં પરની (રાગની) રુચિ છૂટી ગઈ છે અને જેને આનંદનો નાથ વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમય આત્માની દષ્ટિ-રુચિ, જ્ઞાન અને અનુભવ થયાં છે એ વિરક્ત એટલે વિરાગી છે; અને તે જ કર્મથી છૂટે છે એવું આગમવચન છે. જુઓ, પાઠમાં ( -મૂળ ગાથામાં ) ‘જિનોપદેશ' શબ્દ છે. તેનો અર્થ અહીં ટીકામાં ‘ આગમ-વચન ’ લીધો છે. જિનોપદેશ અર્થાત્ જિનવાણી અનુસાર આગમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૬૫ રચાયાં છે. તેથી જિનોપદેશનો અર્થ આગમવચન કર્યો છે. તે આગમવચન શું છે? કે રાગમાં એકતાવાળો રાગી જીવ અવશ્ય કર્મ બાંધે છે અને જેને રાગની એકતા તૂટી ગઈ છે તે વિરાગી જીવ જ કર્મથી મુક્ત થાય છે. આ દષ્ટિ અપેક્ષાએ કથન છે. બાકી જ્ઞાની વિરાગી હોવા છતાં દશમા ગુણસ્થાન સુધી તેને જેટલે અંશે રાગ છે એટલા અંશે બંધન છે. અહીં દષ્ટિને પ્રધાન કરીને રાગની રુચિ જેને નાશ પામી છે એવા જ્ઞાનીને વર્તમાનમાં કિંચિત પુણ્ય-પાપના ભાવ હોવા છતાં વિરાગી કહ્યો છે. વિરાગી જ કર્મથી છૂટે છે ત્યાં “વિરાગી' નો એવો અર્થ નથી કે કોઈ બહારથી વસ્ત્રાદિ બધું છોડી દે, સાધુ થાય અને પંચમહાવ્રત પાળે માટે તે વિરાગી છે. પરંતુ જેને અંતરમાં રાગની રુચિ છૂટતાં વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના આનંદની સ્વાનુભવદશા પ્રગટ થાય તે વિરાગી છે. પુણ્ય-પાપના બન્ને ભાવથી જે વૈરાગ્ય પામે તે વિરાગી છે અને તે જ કર્મથી છૂટે છે. પરંતુ કોઈ પાપના પરિણામથી તો વૈરાગ પામે પણ પુણ્યપરિણામના પ્રેમમાં રહે તો તે વિરાગી નથી પણ રાગી છે અને તે કર્મથી અવશ્ય બંધાય છે એવું આગમવચન છે અર્થાત્ એવું ભગવાનના ઉપદેશમાં આવ્યું છે. કેટલાક કહે છે-જેઓ એકલા અશુભ રાગમાં રચ્યાપચ્યા રહે છે તેમને શુભરાગ કરવાનું કહો તો ? તેને કહીએ છીએ કે ભાઈ ! શુભરાગ એ ક્યાં નવી ચીજ છે? અનાદિથી તે શુભાશુભભાવ તો કરતો જ આવ્યો છે. એ નિગોદમાં હતો ત્યારે પણ શુભાશુભભાવના પરિણામ વારાફરતી કરતો જ હતો. અરે! આજે નિગોદમાં એવા જીવો અનંત છે જે કદીય ત્રપણું નહિ પામે તેમને પણ શુભભાવ થાય છે. ઘડીકમાં અશુભ અને ઘડીકમાં શુભ એમ પરિણામની ધારા ત્યાં નિરંતર ચાલે છે. ત્યાં દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ કાંઈ છે નહિ પણ શુભ અને અશુભ ભાવો તો ત્યાં થયા જ કરે છે. ભાઈ ! શુભભાવ એ કાંઈ અપૂર્વ ચીજ નથી. આત્મભાન વિના તું નવમી રૈવેયક જાય એવા શુકલ લશ્યાના શુભભાવના પરિણામ તને અનંતવાર થયા છે. પણ તેથી શું? ત્યારે તેઓ કહે છે કે એ શુભભાવથી પુણ્ય બંધાયું અને તેથી તે મનુષ્ય થયો અને તેને ધર્મ સાંભળવા મળ્યો; આ લાભ તો થયો ને? બાપુ! એવું તો અનંતવાર સાંભળ્યું, પણ રાગનો પ્રેમ છૂટયા વગર તારું સાંભળેલું બધું જ નિરર્થક ગયું; કેમકે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. શાસ્ત્ર સાંભળીને પણ તને રાગની રુચિ ન છૂટી અને સ્વભાવની દષ્ટિ ન થઈ તેથી તું શાસ્ત્રનું તાત્પર્ય પામ્યો જ નહિ. ચાહે પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ ]. યન રત્નાકર ભાગ-૬ કે દ્રવ્યાનુયોગ હો; દરેકનું તાત્પર્ય વીતરાગતા છે. એ નિમિત્તની ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષા કરવી એ બધાનું તાત્પર્ય છે. પરંતુ સ્વભાવની અપેક્ષા કરી નહિ અને ખાલી વાણી સાંભળી એમાં તને (-આત્માને) શું લાભ થયો? કાંઈ નહિ. સમજાણું કાંઈ..? ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, બાપુ! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સદા વીતરાગસ્વરૂપ જ છે. વીતરાગસ્વરૂપ કહો કે અકષાયસ્વરૂપ કહો તે એક જ છે. ભગવાન આત્મામાં કષાયના વિકલ્પની ગંધ પણ કયાં છે? ભગવાન આત્મા તો સદાય અણાસ્રવી છે, અબંધ છે, અનાકુળ છે. અને આ જે પુણ્ય-પાપના ભાવો છે એ તો બન્નેય આસ્રવરૂપ, બંધરૂપ અને આકુળતામય દુઃખરૂપ છે. એ પુણ્ય-પાપના ભાવો મારા છે એમ જે માને તે રાગી અવશ્ય કર્મથી બંધાય છે અને જે પુણ્ય-પાપથી રહિત શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરે છે તે કર્મથી મુક્ત થાય છે. આ જિનવચન-આગમવચન છે. હુવે કહે છે-“એવું જે આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બને કર્મને નિષેધે છે.” અહાહા...! શું કહે છે? શુભકર્મ હો કે અશુભ હો, એમાં જે પ્રેમ છે એના કારણે અર્થાત્ રાગીપણાના કારણે અવિશેષપણે એટલે કે શુભ ભલું અને અશુભ બૂરું એવો ભેદ પાડયા વિના બનેને બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. કોણ? આગમવચન અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવની વાણી. ભગવાન જિનનું વચન એમ સિદ્ધ કરે છે કે પુણ્ય અને પાપના બન્ને ભાવ સામાન્યપણે બંધનું કારણ છે. તેથી આગમવચન પુણ્ય-પાપના બન્ને ભાવનો નિષેધ કરે છે. પ્રશ્ન:- તો શાસ્ત્રમાં પુણ્યભાવને સાધન કહ્યું છે ને? ઉત્તર:- હા, કહ્યું છે; પણ એ તો નિમિત્તનું કે સહુચરનું જ્ઞાન કરાવવા ત્યાં વ્યવહારનયથી કહ્યું છે. આચાર્ય જયસેનની ટીકામાં તથા પરમાત્મપ્રકાશમાં વ્યવહાર-રત્નત્રયથી નિશ્ચય થાય એમ આવે છે; પરંતુ એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયરત્નત્રય જેને પ્રગટ છે તેને બાહ્ય વ્યવહાર-વ્યવહારરત્નત્રય કેવો હોય છે તે બતાવવા શાસ્ત્રમાં એવાં કથન આવે છે. (પણ તે પુણ્યભાવ યથાર્થ સાધન છે એમ ન સમજવું ). ખરેખર તો નિશ્ચયધર્મ પ્રગટ ન હોય તેને તો બાહ્ય વ્યવહાર હોતો જ નથી. એકલા બાહ્ય વ્યવહારવાળાને તો ગાથા ૪૧૩ માં (ટીકામાં) વ્યવહારમૂઢ કહ્યો છે “ “તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી'' –એમ ત્યાં કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૬૭ જ્ઞાની જે નિશ્ચય પર આરૂઢ છે તે તેને જે વ્યવહાર હોય છે તેનો માત્ર જાણનાર છે, કર્તા નથી. અહાહા....! રાગ વિનાનું પોતાનું જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેનું સંચેતન અને અનુભવન કરનાર જ્ઞાની વિરાગી છે અને તેને જે પર્યાયમાં રાગ છે તેને માત્ર સાક્ષીભાવે જાણે જ છે, કરતો નથી. જ્યારે વ્યવહાર કરવાથી ધર્મ થાય છે એમ માનનાર વ્યવહારમાં જ તલ્લીન એવો રાગી વ્યવહારમૂઢ છે; તે ધર્મને પામતો નથી. અહીં આચાર્ય કુંદકુંદદેવ આગમવચનને પ્રસિદ્ધ કરીને કહે છે કે-“રાગની રુચિવાળા બંધાય છે અને રાગની અસચિવાળા વિરાગી બંધાતા નથી.” હરિગીતમાં છે ને કે “જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મૂકાય છે.' આમ છતાં આગમના વચનને ન સમજે અને પુણ્યથી ધર્મ થાય, ભગવાનનાં સ્મરણ, સ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિ કરતાં કરતાં ધર્મ થાય એમ માને અને નિરૂપે તેને આગમ વચન કયાં છે? એ તો સ્વચ્છંદીનું વચન છે કેમકે તેને આગમવચનનું શ્રદ્ધાન જ નથી. ત્રણલોકના નાથ અરિહંતદેવે તો દિવ્યધ્વનિમાં એમ કહ્યું છે કે શુભ અને અશુભ બન્નેય ભાવ અવિશેષપણે બંધનાં કારણ છે માટે નિષેધવાયોગ્ય છે. ભાઈ ! આ તો વીરનો માર્ગ છે. તે સાંભળીને જેનાં કાળજાં કંપી ઊઠે છે એવા કાયરનાં આમાં કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે “વચનામૃત વીતરાગનાં પરમ શાન્તરસ મૂળ, ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.'' વીતરાગનાં વચનો શાન્તરસ-વીતરાગરસનાં પ્રેરનારાં છે અને તે ભવરોગને મટાડનારાં મહા ઔષધ છે. પરંતુ શુભભાવમાં જ રક્ત એવા કાયરોને તે પ્રતિકૂળ પડે છે. શાસ્ત્રમાં શુભભાવના (એકાંત) પ્રેમીને વીર્યહીન-નપુંસક કહ્યો છે; કેમકે એને ધર્મની પ્રજા પેદા થતી નથી. જેમ પાવૈયાને પ્રજા ન થાય તેમ રાગના રુચિવાળા નપુંસકોને ધર્મની પ્રજા ન થાય. આત્માની ૪૭ શક્તિઓમાં એક વીર્યશક્તિ કહી છે. આત્મસ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. આ વીર્યશક્તિનું કાર્ય શું? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયને રચે તે એનું કાર્ય છે. શુભભાવની-રાગની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય નથી. અશુદ્ધતાની રચનામાં જે વીર્ય રોકાઈ રહે એ તો કાયર-નપુંસકપણું છે. સ્વરૂપની રચના છોડીને એકાંતે રાગને રચે એ તો નપુંસકતા છે. હું તો રાગનો જાણનારો છું એમ ભૂલીને જે રાગનો કરનારો થાય એ હુતવીર્ય નપુંસક છે. તે બંધના કારણને જ સેવનારો છે અર્થાત્ તેને બંધ જ થશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ત્યારે કેટલાક કહે છે-વીતરાગની વાણીમાં પુણ્યભાવ બંધનું કારણ છે એમ અહીં નિશ્ચયથી કહ્યું છે પણ બીજે ભિન્ન સાધ્ય-સાધનભાવ કહ્યો છે કે નહિ? વ્યવહાર (-પુણ્યભાવ) સાધન છે એમ કહ્યું છે કે નહિ? બાપુ! એ સાધનનો અર્થ શું? સમકિતીને સ્વરૂપની નિર્મળ દષ્ટિ છે તે નિશ્ચય સમ્યકત્વ) છે અને સાથે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે તેને નિમિત્ત જાણીને ઉપચારથી-વ્યવહારથી આરોપ આપીને સમકિત કહ્યું છે. શું એ રાગ ખરેખર સમકિત છે? ના; એ તો ચારિત્રનો દોષ છે. પરંતુ સ્વરૂપના દષ્ટિ-જ્ઞાન-રમણતા સાથે તે રાગ સહકારી છે, નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા તેને આરોપ આપીને વ્યવહારથી સમકિત કહ્યું છે. વ્યવહાર સમક્તિ છે તો બંધનું કારણ પણ એને ઉપચારથી મોક્ષનો માર્ગ કહ્યો છે. પણ એનો અર્થ શું? કે તે મોક્ષનું કારણ નથી. મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨૫૬ ઉપર આનો અત્યંત સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ત્યાં કહ્યું છે કે “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે” એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું.'' જરી શરીર ઠીક હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય, આબરૂ ઠીક હોય અને પહોળો-પહોંચતો ક્ષયોપશમ હોય ત્યાં એ બધાના રાગમાં અને રાગની રુચિમાં તું મરી રહ્યો છે ભાઈ ! નાથ ! તું અનંત-અનંત જ્ઞાન, આનંદ અને શાંતિનો પિંડ છે. આવા તારા ત્રિકાળી સનું લક્ષ નહિ હોવાથી રાગની રુચિએ તને ઘાયલ કર્યો છે, મારી નાખ્યો છે. જેને રાગની રુચિ છે. તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મા પ્રતિ અરુચિ-દ્વેષ છે. શ્રી આનંદઘનજીએ કહ્યું છે વૈષ અરોચક ભાવ.” જેને પરમાત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા રુચતો નથી અને રાગ રુચે છે તેને પોતાના આત્મા પ્રત્યે દ્વેષ છે. (તેને અનંતાનુબંધીનો ક્રોધ છે). એણે પડખું ફેરવ્યું છે ને! સ્વભાવના પડખે રહેવાને બદલે તે રાગના પડખે રહ્યો છે. તેને અહીં આચાર્યદેવ કહે છે-ભાઈ ! શુભ અને અશુભ બને ભાવ બંધનાં કારણ છે અને તેથી ભગવાનની વાણી બન્ને કર્મોને નિષેધે છે. આવી વાત છે. હવે આ અર્થમાં કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૦૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ય' કારણ કે “સર્વવિ:' સર્વજ્ઞદેવો “સર્વમ વિ વર્મ' સમસ્ત (શુભ તેમ જ અશુભ ) કર્મને “વિશેષાત' અવિશેષપણે “વિશ્વસનમ' બંધનું સાધન (-કારણ ) કહે છે.. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૬૯ શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભભાવ હોય કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ ઇત્યાદિનો અશુભભાવ હોય, બન્નેય ભાવ વિભાવભાવ છે અને સર્વજ્ઞદેવોએ-જિનભગવંતોએ બન્નેનેય અવિશેષપણે-બેયમાં કાંઈ ફેર પાડયા વિના એકસરખાં બંધનાં સાધન-કારણ કહે છે. બેઉમાંથી એકેય ધર્મ કે ધર્મનું સાધન નથી, પણ બન્નેય સમાનપણે જ બંધનાં સાધન છે. ‘સમસ્ત કર્મ’ એમ કહ્યું છે ને! એટલે કે શુભ અને અશુભ બન્ને કર્મને સર્વજ્ઞ ભગવાને અવિશેષપણે બંધનાં કારણ કહ્યાં છે. બંધનની અપેક્ષાએ બન્ને સરખાં છે, બેમાં કોઈ ફેર નથી. આવી વાત આકરી પડે છે માણસને, કેમકે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એમ માને છે ને? પણ ભાઈ! તારી એ માન્યતા સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. વ્યવહાર કરતાં નિશ્ચય પ્રગટશે એ સર્વજ્ઞની આજ્ઞા નથી. આચાર્ય અમૃતચંદ્રદેવે ‘સર્વવિવ:' શબ્દ મૂકીને સર્વજ્ઞદેવની સાક્ષી આપી છે. અહાહા...! એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણનારું જેનું અનંતજ્ઞાન છે, જેને અનંત આનંદનું વેદન છે અને જેનું અનંતવીર્ય સ્વરૂપની પરિપૂર્ણ રચના કરી રહ્યું છે તે સર્વજ્ઞદેવ છે. આવા સર્વજ્ઞદેવ પુણ્ય-પાપના બન્ને ભાવને અવિશેષપણે બંધનાં સાધન કહે છે. એટલે જેમ વિષય-કષાયના ભાવ બંધનું કારણ છે તેમ વ્રત, તપ, શીલ, બ્રહ્મચર્ય ઇત્યાદિ શુભભાવ પણ બંધનું કારણ છે, કેમકે બન્નેય કર્મચેતના છે. હવે કહે છે-‘તેન’ તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ ) * સર્વમ્ અપિ તત્ પ્રતિષિદ્ધ' સમસ્ત કર્મને નિષેધ્યું છે અને ‘ જ્ઞાનમ્ વ શિવદેતુ: વિહિતા' જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું - છે. લ્યો, શું બાકી રહ્યું? સમસ્ત કર્મને એટલે શુભ અને અશુભરૂપ સર્વ ભાવોનો સર્વજ્ઞદેવે નિષેધ કર્યો છે અને એક જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. મતલબ કે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની સેવા-રમણતા–લીનતા અને એકાગ્રતા કરવાનું ફરમાવ્યું છે, કેમકે તે એક જ મોક્ષનું કારણ છે. સાધારણ પ્રાણીને ન બેસે એટલે આચાર્યદેવે સર્વજ્ઞનો આધાર આપ્યો છે. પરંતુ અત્યારે ઘણી બધી ગરબડ થઈ ગઈ છે. વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, ઉપવાસ કરો ઇત્યાદિ; એમ કરતાં કરતાં મોક્ષમાર્ગ અને મોક્ષ થશે એમ કેટલાક કહે છે. પણ ભાઈ! એ બધા શુભભાવ છે એને સર્વજ્ઞ ભગવાને બંધનું કારણ કહ્યું છે. રાગ અશુભ હો કે શુભ; બન્ને કર્મચેતના છે, વિકારી કાર્ય છે. ભગવાન! તારો માર્ગ તો એક જ્ઞાનચેતના છે. ‘ જ્ઞાનમ્ પુર્વ વિદિત શિવદેતુ: ' –એમ ચોથા પદમાં અહીં પૂરી ચોખવટ કરી દીધી છે. જ્ઞાનને જ એટલે કે જ્ઞાનસ્વરૂપી ભગવાન શાયકને જ મોક્ષનો હેતુ કહ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કથંચિત જ્ઞાનથી અને કથંચિત રાગથી એમ કહો તો ? ભાઈ ! કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી (મોક્ષ થાય) એવો સ્યાદ્વાદ વીતરાગના શાસનમાં નથી. અહીં તો કહે છે પ્રભુ! તું જ્ઞાન છો; તારા જ્ઞાનસ્વરૂપમાં પુણ્ય-પાપના વિકલ્પનો અભાવ છે. આવા નિર્ભેળ, નિર્વિકલ્પ જ્ઞાનસ્વરૂપી આત્મામાં એકાગ્રતા કરીને જ્ઞાનમાત્ર ભાવનો અનુભવ કરવો, ચૈતન્યસનો-વીતરાગરસનો, શાંતરસનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. રાગનો અનુભવ તો આકુળતામય દુઃખ અને બંધનું કારણ છે, સંસારનું કારણ છે. તેથી સર્વ રાગનો નિષેધ કરીને, ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન અને આનંદના અનુભવના રસનું સેવન કર. જ્ઞાનસ્વરૂપના અનુભવનો રસ એ અનાકુળ આનંદ અને વીતરાગી શાન્તિનો રસ છે અને એ જ એક મોક્ષનું કારણ છે એમ સર્વજ્ઞદેવે ફરમાવ્યું છે. હવે આમાં “વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય” એવા પ્રશ્નને કયાં અવકાશ છે? કોઈ ઠેકાણે વ્યવહારને સાધક કહ્યો છે એ તો સાધકદશામાં સાધક (શુદ્ધ રત્નત્રય) પર્યાયની સાથે સાથે વ્યવહાર-શુભરાગ કેવો હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. અહીં તો આ એક જ વાત છે કે “જ્ઞાન” વ વિદિત શિવહેતુ:' –ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં મશગૂલ થઈને આનંદ-કેલિ કરે એ એક જ મોક્ષનું કારણ કહ્યું છે. અહા ! વીતરાગ સર્વજ્ઞદેવ જૈન પરમેશ્વરની આજ્ઞા શું છે એ લોકોને ખબર નથી; શાનો નિષેધ કર્યો છે અને શું કર્તવ્ય છે એની લોકોને ખબર નથી! બધા શાસ્ત્રોમાં-ચારે અનુયોગમાં-પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો કે દ્રવ્યાનુયોગ હો, એ સર્વમાં એક જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ ફરમાવ્યું છે. અહાહા...શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા છે. એમાં જ એકાગ્ર થઈ એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવાં એ એક જ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનસ્વરૂપ તો પોતે ત્રિકાળ છે. વર્તમાનમાં એ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતા કરવી એવો “જ્ઞાનમેવ' નો અર્થ છે. સમજાણું કાંઈ...? જ્ઞાનમેવ' કહ્યું એ વર્તમાન પર્યાયની-શુદ્ધરત્નત્રયરૂપ પર્યાયની વાત છે. ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે. તેમાં એકાગ્રતા કરવી એ મોક્ષનું કારણ છે. અશુભની જેમ શુભને પણ ભગવાને ધર્મના કારણ તરીકે નિષેધ્યો છે કેમકે એ તો બંધનું જ કારણ-સાધન છે. અહાહા..! સ્વરૂપનું ભાન કર્યા વિના એકાંતે વ્યવહારનો શુભરાગ કરતાં કરતાં નિશ્ચય (-ધર્મ) થઈ જશે એવી જેને હુઠ છે તે ભારે ભ્રમણામાં છે. અરે! શિવપુરીનો રાજા શિવભૂપ ભગવાન આત્મા રાગમાં રોકાઈ ગયો છે! અહા ! જ્ઞાન, દર્શન, આનંદ, શાન્તિ ઇત્યાદિ અનંતગુણનો ભંડાર ગુણનિધિ પ્રભુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૭૧ પોતાની નિધિને ભૂલીને રાગમાં રિત કરે છે! તે રાગને પોતાનો માને છે, ધર્મરૂપ માને છે. પરંતુ ભાઈ! રાગ શુભ હો કે અશુભ, બન્ને ૫૨ છે, પુદ્દગલસ્વભાવ છે, ચૈતન્યસ્વભાવ નથી; અને ૫૨ને પોતાનું માને એ તો ચોર છે. બનારસીદાસે કહ્યું છે કે ભાઈ ! સત્તાકી સમાધિમઁ વિરાજી રહૈ સોઈ સાહૂ સત્તાતેં નિકસ ઓર ગહૈ સોઈ ચોર હૈ.'’ ,, રાગને-૫૨ને પોતાનો માનવારૂપ ચોરીના અપરાધની સજા ચારગતિનો જેલવાસ છે આવો માર્ગ ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવે ફરમાવ્યો છે અને એ જ માર્ગ દિગંબર આચાર્યો અને મુનિવરોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે. આચાર્યો અને મુનિવરો તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવજા કરે છે. તેઓને પાછલી રાત્રે નિદ્રા પણ અત્યંત અલ્પ હોય છે. આવી ભાવલિંગ મુનિદશા છે. તેમને ચારિત્રદશામાં અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુર સ્વસંવેદન હોય છે. આવી દશાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ પંચમહાવ્રતના કે વ્યવહા૨૨ત્નત્રયના રાગને મોક્ષમાર્ગ કહ્યો નથી. ગંભીર વાત છે, ભાઈ! કચિત્ જ્ઞાનથી (શુદ્ધ રત્નત્રયથી ) અને કથંચિત્ શુભરાગથી ( -વ્યવહારત્નત્રયથી ) મોક્ષમાર્ગ થાય એમ ભગવાને કહ્યું નથી. જ્ઞાન જ એક મોક્ષનો હેતુ કહ્યો છે. જ્ઞાન એટલે અહીં ત્રિકાળી જ્ઞાનની, દ્રવ્યસ્વભાવની વાત નથી, પણ એ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એકાગ્રતા કરતાં પ્રગટ થતી શુદ્ધ રત્નત્રયરૂપ ચૈતન્યની પરિણતિને અહીં મોક્ષનું સાધન કહ્યું છે. ‘ જ્ઞાનનેવ ' નો આ અર્થ છે. પ્રશ્ન:- જો આમ છે તો પછી આ બધી ધમાલ-૨૫-૨૬ લાખનાં મંદિરો, ભગવાનની પ્રતિષ્ઠા, રથયાત્રા, ગજરથ અને સ્વાધ્યાય-પ્રવચનો વગેરેની શી જરૂર છે? સમાધાનઃ- એ સર્વ બાહ્ય વસ્તુ તો પોતપોતાના કાળે પોતપોતાના કારણે હોય છે. મંદિર, પ્રતિષ્ઠા ઇત્યાદિ શું જીવ કરે છે? ના; જીવને તો તે કાળે તેવો શુભરાગ હોય તો પુણ્યબંધ થાય છે; ધર્મ નહિ. એ શુભરાગ કાંઈ મોક્ષનું સાધન નથી. સાધકને પણ વચ્ચે આવો શુભભાવ આવે ખરો; ભક્તિ, પૂજા, પ્રતિષ્ઠા ઇત્યાદિ કરવાનો જ્ઞાનીને પણ શુભભાવ આવે છે, પણ એ બંધનું જ કારણ છે, એ કાંઈ ધર્મનું સાધન નથી. (ઉપચારથી એને ધર્મસાધન કહે છે એ જુદી વાત છે; છે નહિ. ). શુભાશુભભાવ છે એ તો રાગ છે, રોગ છે, આકુળતા છે, બંધનું કારણ છે અને જ્ઞાન જ એક મોક્ષનું કારણ છે. નિર્મળાનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા ત્રિકાળ છે. એમાં એકાગ્ર થતાં શુદ્ધ ચૈતન્યની જે નિર્મળ પરિણતિ થાય તે જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે. ‘વિત્તિર્’ એમ શબ્દ પડયો છે ને! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એમ કે આ જ વિધિ છે અને આ જ માર્ગ કહ્યો છે. અહાહા...! આચાર્યના શબ્દને-કથનને યથાર્થ સમજે તો ન્યાલ થઈ જાય એવી વાત છે. મોટાં લાંબા લાંબા પુસ્તકો-શાસ્ત્રોની વાત કરે પણ પરમાર્થ પ્રગટ ન કરે તો તેથી શું? જેનાથી જન્મ-મરણ ન મટે એ ચીજ ગમે તેટલી બહારથી ઊંચી જણાય તોપણ તેની કાંઈ કિંમત નથી. છઢાલામાં આવે છે ને કે ‘મુનિવ્રત ધાર અનંત વા૨ ગ્રીવક ઉપજાયો. ’ ભાઈ ! નવમી ત્રૈવેયક જાય એવા શુકલલેશ્યાના શુભભાવ એ પણ કલેશ જ છે. ભગવાને એને બંધનું જ કારણ કહ્યું છે. (વિચાર તો ખરો કે મોક્ષ માટે શું અનંતવાર મુનિવ્રત ધારણ કરવાં પડતાં હશે?) અંદર ભગવાન આત્મા શિવપુરીનો રાજા ચૈતન્યદેવ પ્રભુ ‘રાજતે ’ એટલે અનંતગુણની સમૃદ્ધિ વડે શોભી રહ્યો છે. જે પોતાના ચૈતન્યમય સ્વરૂપમાં એકાગ્ર થઈને ‘રાજતે ’ એટલે શોભે છે તે રાજા છે, ભૂપ છે. પોતાના જ્ઞાન અને આનંદ સ્વરૂપમાં એકાગ્ર થવું એ જ્ઞાનચેતના છે, અર્થાત્ જે શક્તિરૂપે જ્ઞાન ત્રિકાળ છે તેને પર્યાયમાં પ્રગટ કરવું એનું નામ જ્ઞાનચેતના છે અને એને જ ભગવાને મોક્ષનું સાધન કહ્યું છે. કળશ ૧૦૪ : મથાળું ‘જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું?' ભગવાન! શુભાશુભભાવ બંધનું કારણ છે, શુભભાવ પણ બંધનું કારણ છે, ધર્મ નથી એમ કહીને આપે તેનો નિષેધ કર્યો તો હવે મુનિઓએ પાળવું શું? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિ વ્યવહારનો આપે બંધનાં કારણ કહીને નિષેધ કર્યો; તો પછી મુનિઓએ પાળવું શું? આલંબન-આશ્રય કોનો કરવો ? મુનિઓ જેનો આશ્રય કરે છે તેનો તો આપે નિષેધ કર્યો તો એ મુનિવરોને શરણ શું રહ્યું? શિષ્યના આ પ્રશ્ન પ્રતિ સમાધાન કરતો આચાર્યદેવ કળશ કહે છે: * કળશ ૧૦૪ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘સુતઽરિતે સર્વસ્મિન્ ર્મળિ નિ નિષિદ્ધે' શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં ‘નૈર્યે પ્રવૃત્ત' એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, ‘ મુનય: વહુ અશરળા: 7 સન્તિ ' મુનિઓ કાંઈ અશરણ નથી. જુઓ, શું કહે છે? મુનિવો શુભાશુભરૂપ સમસ્ત કર્મનો નિષેધ કરીને નિષ્કર્મ અવસ્થામાં પ્રવૃત્ત થાય છે. એટલે શું? એટલે કે તેઓ રાગના કર્મ નામ કાર્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૭૩ વિનાના જ્ઞાનચેતનારૂપ કર્મમાં પ્રવૃત્ત થાય છે. શુભાશુભ કર્મરહિત નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત થઈને મુનિવરો શુદ્ધોપયોગરૂપ ચૈતન્યની નિર્મળ અવસ્થામાં પ્રવૃત્ત થાય છે તેથી તેઓ કાંઈ અશરણ નથી; અર્થાત તેમને શુદ્ધ ચૈતન્યનું શરણ છે. હવે આવી વાત સમજવી કઠણ પડે એટલે બિચારા જીવો અનંતકાળથી શુભાશુભમાં જ મંડી રહેલા છે, લાગી રહેલા છે. પરંતુ ભાઈ ! શુભાશુભભાવ એ કોઈ અપૂર્વ ચીજ નથી. શુભાશુભભાવ તો નિગોદના જીવને પણ થયા કરે છે. કદી પણ ત્રસ ન થયા હોય એવા અનંતા નિગોદના જી અનતા નિગોદના જીવ પડયા છે. એને પણ ક્ષણે શુભ અને ક્ષણે અશુભ ભાવ થયા કરે છે. આ ડુંગળી, લસણ, કાંદા, સક્કરકંદ વગેરે કંદમૂળની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે; અને એ દરેક શરીરમાં શક્તિએ ભગવાનસ્વરૂપ એવા ચૈતન્યસ્વભાવમય અનંતા નિગોદના જીવ છે. ત્યાં કોઈને દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ નથી અને દાનાદિ પણ સંભવિત નથી. છતાં તે દરેક જીવને ક્ષણે અશુભ અને ક્ષણે શુભ એવી કર્મધારા નિરંતર ચાલુ જ છે. શુભાશુભભાવ એ કાંઈ નવી ચીજ નથી. અરે! એ કોઈ ચીજ જ નથી; આત્મા ક્યાં છે એમાં? જેમ સક્કરકંદમાં ઉપરની જે લાલ છાલ હોય છે તેનું લક્ષ છોડી દો તો અંદર આખોય છાલથી જુદો સક્કરકંદ નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્મા, શુભ અને અશુભભાવરૂપ છાલનું લક્ષ છોડી દો તો અંદર શુભાશુભભાવથી જુદો ચૈતન્યસ્વરૂપ અતીન્દ્રિય આનંદના રસથી ભરેલો અમૃતનો કંદ છે. જેમ સકરકંદ મીઠાશનો કંદ છે તેમ ભગવાન આત્મા ચિદાનંદકંદ છે. હવે શુભાશુભકર્મથી રહિત થતાં મુનિવરો અશરણ છે એમ નથી પણ તેમને ચિદાનંદકંદસ્વરૂપ ભગવાન આત્માનું શરણ હોય છે એમ અહીં કહે છે. જુઓ, અહીં “શુભાચરણરૂપ કર્મ' એમ લીધું છે. એટલે કે જડ પરમાણુ જે બંધાય એની આ વાત નથી. અહીં તો “સુકૃત” એટલે શુભ આચરણરૂપ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવ અને “દુરિત' એટલે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, વિષયવાસના ઇત્યાદિના અશુભભાવ-એ બેય ભાવનો નિષેધ કરીને મુનિવરો નિષ્કર્મ અવસ્થારૂપ પ્રવર્તે છે. એટલે શું? એનો અર્થ એમ છે કે શુભાશુભરાગથી નિવૃત્તિ પામીને શુદ્ધભાવમાં-શુદ્ધચૈતન્યસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે. અહો ! આવો વીતરાગનો માર્ગ પરમ અદ્દભુત અને અલૌકિક છે! આવો માર્ગ બીજે કયાંય નથી; બીજા બધા માર્ગ અમાર્ગ છે, વિપરીત માર્ગ છે. વેદાન્ત હો કે સાંખ્ય હો, વૈશેષિક હો કે બુદ્ધ હો, એ કોઈએ સમ્યક માર્ગ જાણ્યો જ નથી. આ તો જેણે એક સમયમાં ત્રણ કાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ત્રણ લોકને જોયા છે એવા વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી દ્વારા પ્રગટ થયેલો સમ્યક મોક્ષમાર્ગ છે. જુઓ, અશુભ આચરણની જેમ શુભ આચરણ પણ બંધનું કારણ હોવાથી નિષેધ્યું છે તો પછી મુનિવરો કોનું શરણ લે? શું પ્રવૃત્તિ કરે? તો કહે છે કે મુનિવરોને શુભરાગરહિત નિષ્કર્મ અવસ્થા થતાં તેઓ અંદર અતીન્દ્રિય આનંદરસથી ભરેલા અમૃતસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતારૂપ-રમવારૂપ પ્રવૃત્તિ કરે છે. “નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા' એમ ભાષા છે ને? નિષ્કર્મ નામ (શુભાશુભ) કર્મથી નિવૃત્ત એવી અવસ્થામાં-એટલે કે શુદ્ધ ચૈતન્યમય અરાગી પરિણતિમાં પ્રવૃત્ત થાય છે. અહાહા..! મુનિવરો પોતે શુદ્ધ ચૈતન્યઘન ભગવાન અંદર અતીન્દ્રિય આનંદરસ-વીતરાગરસ-શાંતરસથી ભર્યો પડયો છે તેમાં પ્રવૃત્ત થાય છે. લ્યો, આ મુનિવરોનું અંતરંગ પ્રવર્તન છે અને આ જ માર્ગ છે. પંચમહાવ્રત અને નગ્નપણું એ કાંઈ મુનિપણું નથી; એ તો જડરૂપ બાહ્યલિંગ છે. સમજાણું કાંઈ...? આ તો સોનગઢનું છે એમ કેટલાક કહે છે? જુઓ, આ શાસ્ત્ર (-સમયસાર) સોનગઢનું બનાવેલું નથી પણ મહા સમર્થ મુનિવરનું બનાવેલું છે. ૨000 વર્ષ પૂર્વે ભગવાન કુંદકુંદાચાર્ય મહાન દિગંબરાચાર્ય થઈ ગયા એમનું બનાવેલું આ શાસ્ત્ર છે. ત્યાર બાદ એક હજાર વર્ષ પછી તેની ટીકા આચાર્ય અમૃતચંદ્રદેવે કરી છે. એ મુનિવરો એમ કહે છે કે શુભભાવથી નિવૃત્તિ થતાં શુદ્ધભાવની પ્રવૃત્તિનું મુનિને શરણ હોય છે અને એ જ (વાસ્તવિક ) શરણ છે, શુભભાવ કાંઈ શરણ નથી. લ્યો, આ મુનિનું કર્મ નામ કાર્ય છે. અરે! આવો વીતરાગનો માર્ગ છોડીને જેનું ચિત્ત પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભગવાન અને ભગવાનની વાણીમાં (એના રાગમાં) રમે છે તે ચોર છે. ૩૧ મી ગાથામાં સાક્ષાત્ અરિહંત ભગવાન અને ભગવાનની વાણીને ઇન્દ્રિયના વિષયમાં ગણ્યા છે. ત્યાં કહ્યું છે કે જે કોઈ આત્મા આ પાંચ જડ ઇન્દ્રિયો અને અંદર એક એક ખંડખંડરૂપ ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-સ્ત્રી, કુટુંબ, દેશ, દેવ-ગુરુ-શાસ્ત્ર અને એમની વાણી–એ સર્વને જીતીને એટલે કે એ સર્વનું લક્ષ છોડી દઈને પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માને અનુભવે છે તે જિતેન્દ્રિય જિન છે. જુઓ, આ ચૈતન્યની પ્રવૃત્તિરૂપ નિષ્કર્મ પ્રવર્તન મુનિને શરણ છે. અહાહા..! કહે છે-“નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં ““મુન: વસ્તુ અશરણા: ન સત્ત'' મુનિઓ કાંઈ અશરણ નથી;' અર્થાત્ તેમને શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ નિજ આત્માનું શરણ છે. રાગનું શરણ છૂટું અને ભગવાન આત્માનું શરણ તેમને પ્રાપ્ત થયું છે. મંદિરમાં પૂજા વખતે ચત્તારિ શરણું બોલે છે ને? અરિહંતા શરણે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૭૫ સિદ્ધા શરણે-એમ બોલે છે ને? ભાઈ ! એ તો બધી વ્યવહારની વાતો છે. અહીં તો નિશ્ચય શરણ શું છે એની વાત છે. અરિહંતાદિનું શરણ લેવા જતાં તો વિકલ્પ ઊઠે છે અને એ વિકલ્પ શુભરાગ છે; અને એ શુભરાગ બંધનું કારણ હોવાથી સર્વજ્ઞદેવોએ નિષેધ્યો છે. અનંતા જિનભગવંતોએ દિવ્યધ્વનિ દ્વારા કહેલી વાત આ છે. ભગવાન મહાવીર આદિ તીર્થકરો તો મોક્ષમાં પધાર્યા છે અને સિદ્ધપદે બિરાજે છે. પણ મહાવિદેહક્ષેત્રમાં સીમંધર આદિ તીર્થકરો અત્યારે સાક્ષાત્ બિરાજે છે. ૫૦૦ ધનુષ્યનો દેહ તથા કોડ-પૂર્વનું આયુષ્ય છે, અરિહંતપદે બિરાજે છે. તેમની સમોસરણસભામાં મુનિવરો, સ્વર્ગના ઇન્દ્રો, ચક્રવર્તી, રાજામહારાજાઓ, શ્રાવક-શ્રાવિકાઓ, સિંહ, વાઘ અને સર્પ ઇત્યાદિ જીવો વાણી સાંભળવા આવે છે. તે વાણીમાં ભગવાન જે કહે છે તે આ છે. મહાન દિગંબર સંત ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં સીમંધરનાથ પાસે ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. આઠ દિવસ ભગવાનની વાણી છે ઘડી સવારે, છ ઘડી બપોરે, છ ઘડી સાંજે છૂટે છે તે સાંભળી આગળપાછળના વખતમાં ત્યાંના શ્રુતકેવળીઓ સાથે ચર્ચા-વાર્તા કરી અહીં ભારતમાં પાછા આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. એમાં આ ભગવાનનો સંદેશ છે એમ કહે છે શું કહે છે? કે અશુભ આચરણની જેમ શુભ આચરણરૂપ કર્મનો નિષેધ કરવામાં આવતાં મુનિઓ કાંઈ અશરણ થઈ જતા નથી. આ પંચાચાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ શુભાચારનો નિષેધ થઈ જતાં મુનિઓ શું આચરણ પાળશે એમ અશરણ થઈ જતા નથી; પરંતુ અંદર નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જે ત્રિકાળ બિરાજે છે તેના જ્ઞાનમાં આચરણ કરવું. તેના શ્રદ્ધાનમાં આચરણ કરવું. એની સ્થિરતામાં આચરણ કરવું, ઇચ્છા નિરોધરૂપ આનંદમાં આચરણ કરવું અને વીર્યની શુદ્ધતાની રચનામાં આચરણ કરવું-આ પ્રમાણે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ પંચાચાર તેઓ પાળતા હોય છે. આવું નિષ્કર્મ અવસ્થારૂપ સ્વરૂપનું આચરણ મુનિઓને હોય છે તેથી તેઓ અશરણ નથી. અહાહા...! મુનિદશા-ચારિત્રની દશા કોઈ અલૌકિક હોય છે! મુનિવરો બહારમાં વસ્ત્રથી રહિત અને અંદર રાગના વિકલ્પથી રહિત શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં મગ્ન થઈને આનંદરૂપી અમૃતના ઘૂંટડા પીતા હોય છે. જેમ કોઈ શેરડીનો મીઠો રસ ગટક-ગટક ઘૂંટડા ભરી-ભરીને પીએ તેમ આ ધર્મી પુરુષો અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ ગટક-ગટક ઘૂંટડા ભરીભરીને પીએ છે. તેમને એમાંથી બહાર નીકળવું ગોઠતું નથી. અહો ! ધન્ય એ ચારિત્રદશા! આ ધર્મ અને આ ચારિત્રદશા છે અને એને અહીં નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તન કહ્યું છે. હવે કહે છે-“તલા' જ્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે “જ્ઞાને પ્રતિવરિતમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનમ દિ' જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ “પsi' તે મુનિઓને શરણ' શરણ છે. લ્યો, આ આચરણ અને આ શરણ. જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું-રમવું તે આચરણ અને શરણ છે. ભાઈ ! શુભભાવરૂપ આચરણ છે એ તો ઝેર છે, કેમકે તે અમૃતસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ છે અને બંધનું સાધન છે. તેથી મુનિઓ શુભાચરણરૂપ કર્મનો નિષેધ કરીને અંતરમાં નિર્વિકલ્પ આનંદરૂપી અમૃતનું વેદન કરે છે. આ જ મુનિનું સાચું આચરણ છે. વાત આકરી પડે, પણ થાય શું બાપું? આની સમજણ અને એનું શ્રદ્ધાન પ્રથમ કરવું પડશે, અનુભવ તો પછી થશે અને અંદર સ્થિરતારૂપ ચારિત્રની વાત તો એ પછીની છે. અહો ! મુનિની ચારિત્રદશા-અનુભવની સ્થિરતારૂપ દશા કોઈ અલૌકિક છે. ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે નિયમસારમાં એક કળશમાં (કળશ ૨૫૩) ત્યાં સુધી કહ્યું છે કે-અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા-રમતા એવા મુનિ અને સર્વજ્ઞ-વીતરાગદેવમાં જે અંતર-તફાવત જુએ છે તે જડ છે. અહા ! આવી વીતરાગી આનંદમય ચારિત્ર દશા છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે-મુનિ જે પોતાના (-આત્માના) આનંદમાં રમે છે એ એનું મોક્ષમાર્ગરૂપ આચરણ છે, પણ એને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે (સંસારમાર્ગ છે). ભાઈ ! ચારિત્રદશા એ અંતરની ચીજ છે. તો બનારસીદાસ અને ટોડરમલ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા એમ લોકો કહે છે તે શું છે? લોકોને અધ્યાત્મતત્ત્વની ખબર નથી અને એકલા શુભભાવમાં ધર્મ છે એમ માને છે તેથી તેઓ ગમે તે કહે. અરે! સ્વભાવને છોડીને શુભાભાવની લાલચમાં ફસાઈ રહેલા તેઓ પરિભ્રમણના પંથે છે. અહીં કહે છે ભગવાન! તને ખબર નથી. તું શિવનગરીનો રાજા અનંતગુણની ખાણ પ્રભુ ચૈતન્યરત્નાકર છો. એમાં એકાગ્ર થતાં એક એક ગુણની અનંત નિર્મળ પર્યાયો નીકળે એવી તારી ચીજ છે. આવા અનંત ગુણ-રત્નોથી ભરેલો પ્રભુ તું આત્મા છો. હવે બે સરખાઈની બીડી પીવે ત્યારે તો ભાઈ સાહેબને પાયખાનામાં દસ્ત ઉતરે, આવાં જેનાં અપલક્ષણ એને કહીએ કે તું ચૈતન્યરત્નાકર છો તે એને ગળે કેમ ઉતરે? અરે! શુભભાવની આદત પડી ગઈ છે તેને પોતે ચૈતન્યરત્નાકર છે એ કેમ બેસે? અહીં કહે છે-ભગવાન આત્મા ચૈતન્યના રત્નોનો સમુદ્ર છે. એમાં એકાગ્ર થઈને આચરણ કરતાં-રમણતા કરતાં વીતરાગી આનંદનો અનુભવ કરનારા મુનિઓને પોતાના આત્માનું શરણ છે. અહાહા...! રાગનો નિષેધ કરીને અંતરમાં ડૂબી જતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૭૭ મુનિવરોને નિજ શુદ્ધાત્મા જ શરણ છે. અરહંતા શરણે, સિદ્ધા શરણે એ તો વ્યવહારથી શરણ કહેવામાત્ર છે. વીતરાગનો માર્ગ નિવૃત્તિ માર્ગ છે. રાગથી નિવૃત્તિ થાય છે ને? તથાપિ શુદ્ધમાં પ્રવૃત્તિની અપેક્ષાએ તેને પ્રવૃત્તિપણું પણ કહે છે. પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ શિવસ્વરૂપ પ્રભુ શિવપુરીનો રાજા છે. એમાં આચરણ કરતા થકા મુનિઓને એક જ્ઞાન જ શરણ છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન એમ નહિ; શાસ્ત્રજ્ઞાન તો ભેદરૂપ વિકલ્પજ્ઞાન છે. અહીં તો જ્ઞાનમાં (-સ્વભાવમાં) આચરણ કરતું, રમણ કરતું જ્ઞાન જ શરણ છે એમ કહ્યું છે. “જ્ઞાન દિ' એમ કહ્યું છે ને? જુઓ, આ એકાંત (સમ્યક એકાન્ત) કીધું છે. મતલબ કે રાગ શરણ નથી. કથંચિત જ્ઞાન શરણ અને કથંચિત્ રાગ શરણ એમ નથી. જ્ઞાનમાં આચરણ કરતું જ્ઞાન જ મુનિઓને શરણ છે. હવે કહે છે: તે' તેઓ “તત્ર નિરતા:' તે જ્ઞાનમાં લીન થયા થકા “પરમ સમૃતમ' પરમ અમૃતને “સ્વયં વિન્દન્તિ’ પોતે અનુભવે છે-આસ્વાદે છે. “સ્વયમ્' એટલે રાગની અપેક્ષા વિના, વિકલ્પની અપેક્ષા વિના સાધક પરમ અમૃતને આસ્વાદે છે. વ્યવહારરત્નત્રયનો શુભરાગ હતો તેથી અમૃતનો સ્વાદ આવે છે એમ નથી. શું કળશ છે! ગજબ ચીજ છે, ભાઈ ! એક કળશમાં તો બધો સાર ભરી દીધો છે! પ્રાણી (–જીવ) બહારની પ્રવૃત્તિમાં એટલો બધો રોકાઈ ગયેલો રહે છે કે તેને સંસારના અશુભભાવથી નિવૃત્તિ મળતી નથી. બસ, આખો દિવસ ધંધો-વેપાર, કરવો સ્ત્રી-પરિવારનું પોષણ કરવું અને સૌને રાજી રાખવા ઇત્યાદિ પાપના કાર્યોમાં ગાળે છે. એમાંય પાંચ-પચાસ લાખ કે કરોડ-બે કરોડની સંપત્તિ થઈ જાય તો પૂછવું જ શું? એમાં જ ખુશ ખુશાલ થઈને રહે અને બિચારો નવરો જ ન પડે. પછી એને શુભભાવ પણ કયાંથી થાય? અને જ્યાં શુભભાવ જ થતો નથી અને એનાથી નિવૃત્તિની તો વાત જ ક્યાં રહી? એ તો સંસારના-પરિભ્રમણના પંથે જ છે. એ પરિભ્રમણનો પંથ બહુ આકરો છે, ભાઈ ! અહીં હવે બીજું કહે છે. અહીં કહે છે-દેવદર્શન, ગુરુપૂજા, દાન, તપ, સંયમ, સ્વાધ્યાય આદિ જે શુભભાવરૂપ આચરણ છે તે પણ રાગ છે, બંધનું કારણ છે, સંસારનું કારણ છે. અને જે એને ધર્મરૂપ જાણે અને માને તે મિથ્યાદષ્ટિ છે અને તે પણ સંસારપરિભ્રમણના પંથે છે; સમજાણું કાંઈ? તો સમકિતીને પણ તે આવશ્યક કર્મ તો હોય છે? હા, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સ્વભાવનાં દૃષ્ટિ-અનુભવ હોવા છતાં સમકિતીને પણ શુભભાવરૂપ આચરણ હોય છે. પણ એને એ બંધનું કારણ જાણે છે. (અને ક્રમશઃ તેનો નિષેધ કરીને તે અંતરમાં ઉગ્ર પુરુષાર્થ કરીને શુદ્ધિ વધારતો જાય છે). આવો માર્ગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કહ્યું ને કે “પરમ” અમૃતમ સ્વયં વિન્દન્તિ' સ્વયં એટલે પરની અપેક્ષા વિના પોતાથી પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે. જુઓ, આ મુનિપણું છે. “પરમ અમૃત” કહ્યું ને? અતીન્દ્રિય આનંદનો અનુભવ થવો એ પરમ અમૃત છે. મુનિવરો પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે તે એમનું આચરણ (-ચારિત્ર) છે. શુભાચરણને નિષેધ્યું તો બીજું કાંઈ સાધન રહ્યું નહિ એમ જ કોઈ કહે તો એ બરાબર નથી. અંતર ચિદાનંદસ્વરૂપમાં આચરણ કરતું, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન પરમ આનંદરૂપી અમૃતનો જે અનુભવ કરે છે તે સાધન છે, શરણ છે. મુનિઓ એમાં રહે છે. જુઓ, આ મુનિપણું, આ ચારિત્ર અને આ મોક્ષનું સાધન છે. અહાહા...! મુનિવરો પરમ અમૃતનો સ્વાદ લે છે! આ ઘીનો અને સાકરનો સ્વાદ છે એ ચૈતન્યનો સ્વાદ નથી અને એ (-સ્વાદ) જીવને આવે છે એમ પણ નથી. એ તો જડ છે. આ મીઠું, મહેસૂબ અને રસગુલ્લાંનો સ્વાદ છે એ તો જડનો છે, અજીવ છે અને ભગવાન આત્મા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિનાની ચીજ છે. આવા અરસ અને અરૂપી જીવને રૂપી અજીવનો સ્વાદ હોય નહિ. પરંતુ તે સમયે એને જાણતાં આ ઠીક છે એવો જે રાગ કરે છે એ રાગનો સ્વાદ જીવને આવે છે. સ્ત્રીના સંયોગમાં સ્ત્રીના વિષયનો સ્વાદ જીવને આવતો નથી, કેમકે સ્ત્રીનું શરીર તો હાડ-માંસ-રુધિર-ચામડાનું બનેલું જડ છે, અજીવ છે. પણ આ ઠીક છે એવો જે જીવ રાગ કરે છે એ રાગનો એને સ્વાદ આવે છે. પરંતુ એ રાગનો સ્વાદ ઝેરનો સ્વાદ છે ભાઈ ! એ દુ:ખરૂપ છે, અને ધર્મીને આત્મામાં પરમ આનંદનો સ્વાદ આવે છે, અને એ સુખનો સ્વાદ છે. અહીં “પરમ અમૃતને અનુભવે છે' એમ કહ્યું છે એ મુનિની પ્રધાનતાથી કહ્યું છે. પ્રચુર સ્વસંવેદન કહેવું છે ને! પાંચમી ગાથામાં આવે છે કે મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે, ચોથે ગુણસ્થાને સ્વસંવેદન છે પણ એ જઘન્ય છે, અલ્પ છે. પાંચમે શ્રાવકને વિશેષ આનંદ છે અને છદ્દે મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે. જેટલો સ્વસંવેદનરૂપ આનંદનો સ્વાદ છે તેટલું આચરણ છે. અહો! અંદર ચિદાનંદમય ત્રિલોકીનાથ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં-રમતાં-જામતાં જે પરમ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ આવે એનું નામ આચરણ અને મુનિપણું છે. સર્વજ્ઞદેવની દિવ્ય દશનામાં અને સર્વજ્ઞદેવના શાસ્ત્રમાં-પરમાગમમાં આ આવ્યું છે. * કળશ ૧૦૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * સુકૃત કે દુષ્કૃત-બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કાંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે ? ” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૭૯ જુઓ, હિંસા જૂઠ, ચોરી, વિષયવાસના અને ક્રોધ, માન આદિ દુષ્કૃત એટલે અશુભ આચરણ અને દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ આદિ સુકૃત એટલે શુભ આચરણ-એ સર્વનો નિષેધ કર્યો તો મુનિઓને શું કરવાનું રહ્યું? પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અઠ્ઠાવીસ મૂલગુણ ઇત્યાદિ શુભાચરણનો એ ધર્મ નથી એમ નિષેધ કર્યો તો પછી મુનિઓ શાના આશ્રય મુનિધર્મ પાળે?આમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદવે કર્યું છે કે – સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે.' જુઓ, આ મુનિધર્મ કહ્યો. અહાહા..! ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે એમાં લીન થવું એ જ્ઞાનનું મહાશરણ છે. અર્થાત આત્મા સદાય શુદ્ધ વીતરાગસ્વભાવી વસ્તુ છે એનું જ મુનિઓને શરણ છે અને એ જ ધર્મ છે. અહા! આ અઠ્ઠાવીસ મૂલગુણ, પાંચમહાવ્રત આદિ શુભાચરણ જો ધર્મ નથી, ચારિત્ર નથી એમ કહ્યું તો હવે શું કરવું? તો કહે છે ભગવાન! સાંભળ. અંદર ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવસ્વરૂપ, નિત્યાનંદ-સહજાનંદસ્વભાવી મહાપ્રભુ પરમ પદાર્થ ત્રિકાળ વિધમાન અસ્તિપણે વિરાજમાન છે, એનું શરણ લે; એ શરણ છે. અહાહા..! મુનિવરો જે પરિણતિ દ્વારા સ્વભાવની દષ્ટિ અને લીનતા-રમણતા કરે છે તે વીતરાગી પરિણતિને એક માત્ર શરણ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. પોતાની ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે સચ્ચિદાનંદ, પૂર્ણાનંદ, સહજાનંદ, અણકરાયેલ (-અકૃત્રિમ) સહજત્મસ્વરૂપ અવિનાશી અનંતગુણધામ સદાય અંદર પડેલી છે એનો આશ્રય કરીને એમાં લીન થવું એ જ શરણ છે. આવો વીતરાગનો માર્ગ લોકપદ્ધતિથી સાવ જુદો છે ભાઈ ! “સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહાશરણ છે.” અહીં જ્ઞાન એટલે વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ત્રિકાળી આત્મસ્વભાવ સચ્ચિદાનંદસ્વભાવ, સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તે આત્મા મુનિને શરણ છે, આવા આત્માના આશ્રયથી મુનિને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અનાકુળ આનંદનો સ્વાદ આવે છે તે શરણ છે, તે મુનિધર્મ છે. ધર્મ તો એને કહીએ કે જેમાં આત્માના અતીન્દ્રિય આનંદરસનું વદન હોય. જે શુભાશુભ ભાવ છે તે કર્મસ છે; એનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. શુદ્ધની અપેક્ષાએ બને ઝેર છે. અશુભ તીવ્ર અને શુભ મંદ ઝર; પણ છે અને ઝેર. તેથી બન્નેનો નિષેધ કર્યો છે. એક શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં લીનતા કરવી એ જ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ છે અને એ ધર્મ છે. ઝીણી વાત છે ભાઈ ! ગાથા ૧૫૧ માં આવશે કે પરમાર્થ–પરમ પદાર્થ, મહાપદાર્થ અનાદિઅનંત સચ્ચિદાનંદમય નિત્યાનંદમય પ્રભુ આત્મા જ શરણ છે. એમાં ઝુકી જતાં આનંદરસનો અનુભવ આવે છે અને એવો અનુભવ જ પરમાર્થ મુનિપણું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ બે હજાર વર્ષ પહેલાં આ શબ્દરૂપ શાસ્ત્ર બન્યું છે; અને એક હજાર વર્ષ પહેલાં એની ટીકા થઈ છે. તેમાં ભગવાન કુંદકુંદાચાર્ય દિગંબર સંત મહા મુનિરાજ મુનિ કોને કહીએ, મુનિપણું શું ચીજ છે એની વાત કરે છે. કહે છે–પુણ્ય અને પાપના વિકલ્પને મટાડતાં-નિષેધતાં જેમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અતીન્દ્રિય આનંદના રસનો જઘન્ય-થોડો સ્વાદ આવે એવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. કહ્યું છે ને કે રસ સ્વાદત સુખ ઉપજૈ અનુભવ તાકો નામ.” તથા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી ભગવાનનું (-આત્માનું) આનંદરસના અનુભવથી યુક્ત જે પ્રચુર સ્વસંવેદન છે તે મુનિપણું છે. મુનિપણામાં પોતાની નિર્મળ પરિણતિને વસ્તુસ્વભાવનું શરણ ( -આશ્રય) રહેલું છે. તથા એ નિર્મળ પર્યાય પણ શરણ છે. પ્રશ્ન:- એ બેય શરણ કેમ હોય? ઉત્તર:- નિર્મળ પર્યાય ભગવાન આત્માનું શરણ ગ્રહણ કરે છે ને? તેથી આત્મા શરણ છે. તથા રાગ શરણ નથી એમ કહ્યું ત્યાં નિર્મળ પરિણતિનું શરણ છે એમ કહેવાય. વાસ્તવમાં તો પર્યાયને ધ્રુવ આત્મા જ શરણ છે. સમજાણું કાંઈ...? ગાથા ૭૧ માં આવી ગયું છે કે વસ્તુનું સ્વભાવરૂપ પરિણમન એ વસ્તુ છે. ભગવાન આત્માનો જ્ઞાન અને આનંદનો સ્વભાવ છે. એના એ સ્વભાવરૂપ પરિણમન વસ્તુ કહેતાં આત્મા છે. ત્યાં કહ્યું છે કે-“આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ” નું ભવન (-પરિણમન થવું) તે સ્વભાવ છે.'' કેમકે સ્વના પરિણમનમાં સ્વભાવનું ભાન થયું કે વસ્તુ આવી છે. માટે સ્વનું પરિણમન તે સ્વભાવ છે. “માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે.'' જુઓ શુદ્ધરૂપે પરિણમવું એ જ આત્મા છે એમ કહે છે. બાપુ! માર્ગ આવો બહુ ઝીણો છે. જન્મમરણ રહિત તો એક વીતરાગભાવથી જ થવાય છે. એ વીતરાગભાવ અપૂર્વ છે. અરે! જેમને આ સાંભળવા મળતું નથી તે બિચારા શું કરે? જેના જ્ઞાનમાં રાગ આદિ જડ ચીજોનું ભાન થાય છે તે જાણવાવાળો ચૈતન્ય મહાપ્રભુ છે. તેનામાં જે પરનું જ્ઞાન થાય છે તે પોતાનું સ્વસ્વરૂપ છે; પરને જાણનારું જ્ઞાન કાંઈ પરસ્વરૂપે થઈ જતું નથી. હવે આવું જ જાણે–સમજે નહિ તે બિચારા શું કરે? સ્વભાવથી વિરુદ્ધ પુણ્ય-પાપના ભાવરૂપે પરિણમે, ક્રોધાદિરૂપે પરિણમે. રાગની રુચિ અને નિજ ચૈતન્યસ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. અરેરે! ક્રોધાદિરૂપે પરિણમતા તેઓ ચારગતિરૂપ સંસારમાં અનંતકાળ રખડ છે. આત્માનું સ્વભાવપણે (-જ્ઞાનપણે ) પરિણમવું થવું એ આત્મા છે અને એ શરણ છે, ધર્મ અહીં કહે છે-“જ્ઞાનમાં (–આત્મામાં) લીન થતાં સર્વ આકુળતાથી રહિત પરમાનંદ (-પરમામૃત)નો ભોગવટો હોય છે.” આ સાચું મુનિપણું છે. “એનો સ્વાદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૮૧ જ્ઞાની જ જાણે છે.' અર્થાત્ આવું અતીન્દ્રિય આનંદનું-પરમ અમૃતનું વેદન એક જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીને એની ખબર નથી એટલે મંડી પડે બહારનાં વ્રત પાળવા, તપ કરવા, ઉપવાસ કરવા. પણ ભાઈ ! એ બધું આચરણ આકુળતા અને દુઃખ છે અને સંસારના પરિભ્રમણનું કારણ છે. ત્યારે કેટલાક કહે છે-સોનગઢવાળા નિશ્ચયની જ વાત કરે છે, વ્યવહાર તો કહેતા જ નથી; એમ કે વ્યવહારથી નિશ્ચય થાય એમ કહેતા નથી. તેમને કહીએ છીએ કે આ ૨૦૦૦ વર્ષ પહેલાં ભગવાન કુંદકુંદાચાર્ય બનાવેલું શાસ્ત્ર છે. એમાં શું કહ્યું છે? કે ધર્મ એને કહીએ કે જેમાં પુણ્ય-પાપના આચરણની કે આકુળતાની ગધેય નથી. આ તો નાસ્તિથી વાત છે. અતિથી શું છે? કે અતીન્દ્રિય પરમ પદાર્થ જ્ઞાનાનંદ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે તેમાં લીન થયેલી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો જે ભોગવટો થયો એ મુનિપણું છે, ધર્મ છે, ચારિત્ર છે, મોક્ષનો માર્ગ છે. અહાહા...! જેણે અનુભવમાં આત્મા લીધો છે તેને ખબર પડે કે આ પરમ આનંદનો-અમૃતનો સ્વાદ શું છે? બીજા રાગી-કપાયી જીવ શું જાણે ? કહ્યું છે ને કે-“ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?' કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી, મુખ્યપણે વ્રત, તપ આદિ પુણ્યભાવને સર્વસ્વ જાણી એમાં જ તદ્રુપ થઈ રહ્યો છે. પરંતુ તેથી એને કષાયનો-ઝેરનો જ સ્વાદ આવે છે, જ્ઞાનાનંદનો સ્વાદ આવતો નથી. અહાહા..! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદના રસથી ભરપૂર છે. જેમ સક્કરકંદને લાલ છાલ વિના જુઓ તો તે એકલો સાકરનો (–મીઠાશનો ) પિંડ છે તેમ ભગવાન આત્મા શુભાશુભકર્મથી રહિત, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત પરમ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદકંદસ્વરૂપમાં ચરવું અને રમવું અને પરમ આનંદમય પરિણતિનો ભોગ કરવો એનું નામ ધર્મ અને મુનિપણું છે. ભાઈ ! સંસારથી મુક્ત થવાનો આ જ ઉપાય છે. લોકોને કઠણ પડે એટલે રાડો પાડે કે આ નિશ્ચય છે, નિશ્ચય છે; પણ ભાઈ ! નિશ્ચય છે એ જ સત્ય છે, યથાર્થ છે અને વ્યવહાર તો ઉપચાર છે. વ્યવહાર તો લૌકિક કથનમાત્ર છે. દ્રવ્યસંગ્રહમાં આવે છે કેવ્યવહાર છે એ લૌકિક છે અને ભગવાન આત્મા પરમાર્થ નિશ્ચય વસ્તુ છે તે લોકોત્તર છે. આત્મા ચૈતન્ય મહાપ્રભુ ચિદાનંદની ગાંઠ છે. જેમ રત્નની ગઠડી હોય અને ખોલે તો રત્ન નીકળે તેમ જ્ઞાનાનંદરત્નની ગાંઠ પ્રભુ આત્માને ખોલે એટલે રાગનું એત્વ છોડીને સ્વભાવમાં એકત્વ કરે તો તે ખુલી જતાં એમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. આ જ્ઞાનાનંદના સ્વાદને અજ્ઞાની જાણતો નથી. દયા, દાન, ભક્તિ આદિ કષાય-ભાવમાં લીન કષાયી જીવો અકષાયસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપના સ્વાદને કેમ જાણે? જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મરચાના જીવ મરચામાં ઘર બનાવીને મરચામાં રહે છે (મરચામાં જેમ બાચકાં થઈ જાય છે), તેમ અજ્ઞાની કષાયી જીવ કષાયમાં ઘર બનાવીને કષાયમાં રહે છે. એને આત્મા પોતાનું જ્ઞાનાનંદસ્વરૂપ ઘર છે એવી કયાં ખબર છે? એ તો પુણ્ય-ક્રિયાઓમાં (-ક્રિયાકાંડમાં) પોતાનું સર્વસ્વ માની એમાં જ લીન રહે છે તેથી તે જ્ઞાનાનંદનો સ્વાદ જાણતો નથી. [ પ્રવચન નં. ૨૧ર શેષ થી ૨૧૪ ચાલુ * દિનાંક ૨૫-૧૦-૭૬ થી ર૭-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૧ अथ ज्ञानं मोक्षहेतुं साधयति परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।। १५१ ।। परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी। तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। १५१ ।। હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે: પરમાર્થ છે નક્કી, સમય છે, શુદ્ધ, કેવળી, મુનિ, શાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. ગાથાર્થઃ- [વ7] નિશ્ચયથી [૧] જે [પરમાર્થ: ] પરમાર્થ (પરમ પદાર્થ ) છે, [ સમય: ] સમય છે, [ શુદ્ધ: ] શુદ્ધ છે, [ રેવતી ] કેવળી છે, [ મુનિ ] મુનિ છે, [ જ્ઞાની ] જ્ઞાની છે, [ તસ્મિન સ્વમાવે] તે સ્વભાવમાં [રિચતા: ] સ્થિત [મુન:] મુનિઓ [નિર્વાનં] નિર્વાણને [ પ્રાનુવત્તિ] પામે છે. ટીકાઃ- જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે-આત્મા છે. તે (આત્મા) એકીસાથે (યુગ૫૬) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તેસ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિત્માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી કેવળી છે, ફકત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, “સ્વ” ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ ) ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્દભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય છે. આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી (–નામ જાદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે ). ભાવાર્થ:- મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. * ભવન હોવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સમયસાર ગાથા ૧૫૧ : મથાળું હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે: * ગાથા ૧૫૧ : ટીકા ઉપરનું પ્રવચન * જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે.” જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું? એટલે અંદર જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એનાં જ્ઞાન-શ્રદ્ધાની આદિરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે. અહાહા...! અંદર ચિદાનંદમય પરમ પવિત્ર ભગવાન પડેલો છે તેમાં દષ્ટિ અને લીનતા કરવાથી પર્યાયમાં જે નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદનો સ્વાદ આવે તે મોક્ષનું કારણ છે. જુઓ, સમ્યગ્દર્શન થયા પછી પણ ધર્મી જીવને ભક્તિ, પૂજા, જાત્રા આદિના શુભભાવ આવે છે, પણ એ સર્વ શુભભાવ જ્ઞાનીની દૃષ્ટિમાં હેય છે. આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે એવા ધર્મી જીવને ઉપયોગ અંતરમાં લીન ન રહી શકે ત્યારે અશભથી બચવા તેને શુભ ૨ છે, પણ તે શુભાચરણને આદરણીય અને મોક્ષનું કારણ જાણતો નથી. (એ તો સ્વસમ્મુખતાનો પુરુષાર્થ ઉગ્ર કરીને ક્રમશઃ શુભને પણ ટાળતો જ જાય છે ). આવી વાત છે. અરે ભાઈ ! આવો મનુષ્યભવ મળ્યો અને વીતરાગમાર્ગના સંપ્રદાયમાં જન્મ થયો ત્યારે પણ આ માર્ગ નહિ સમજે તો ભવનો અભાવ કેમ થશે? (નહિ થાય). ભવપરંપરા તો તને અનાદિથી છે. ચાહે નરક હો કે સ્વર્ગ હો, બધાય ભવ દુઃખરૂપ છે. જ્ઞાન જ મોક્ષનું (પરમ સુખનું) કારણ છે; કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના (ભાવના) બંધનું કારણ થતું નથી. જે શુભાશુભભાવ બંધના કારણ છે તે જ્ઞાનમાં નથી. તેથી શુદ્ધ આત્માના અવલંબનથી જે પુણ્યપાપરહિત નિર્મળ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે એ બંધનું કારણ નથી. જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું. જ્ઞાન મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ કર્મોના બંધનું કારણ નથી. જ્ઞાન બંધનું કારણ નથી તેથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. આ ભગવાન આત્મા જાણવા-દેખવાના ( જ્ઞાતા-દષ્ટા) સ્વભાવવાળો છે. એના જ્ઞાન-શ્રદ્ધાનપણે પરિણમન થવું એ આત્માનું પરિણમન છે અને એ પરિણમન મોક્ષનું કારણ છે, કેમકે બંધના કારણથી રહિત છે. અર્થાત્ એમાં અંશ પણ બંધનનું કારણ નથી. ગંભીર વાત છે ભાઈ ! બંધભાવમાં અંશે પણ મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં બંધનો અંશમાત્ર પણ નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવનાં જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા એ ચૈતન્યની જ્ઞાનસ્વભાવરૂપ પરિણતિ છે અને તે મોક્ષનું કારણ છે. કેમ? તો કહે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૧ ] [ ૮૫ બંધનું કારણ જે શુભાશુભ કર્મ તેનો એમાં અભાવ છે અને તેથી એને (-જ્ઞાનને) મોક્ષનું કારણપણું બને છે. આમ ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવનાં દષ્ટિ, જ્ઞાન અને રમણતા એ એક જ મોક્ષનું કારણ છે. તો વ્યવહાર મોક્ષમાર્ગ પણ છે એમ આવે છે ને? એનો ખુલાસો કર્યો છે ને મોક્ષમાર્ગપ્રકાશકમાં; કે- “મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે.'' વળી ત્યાં કહ્યું છે કે “સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.'' લ્યો, આ વાત છે; નિશ્ચય મોક્ષમાર્ગ એક જ મોક્ષનું કારણ છે. હવે કહે છે-“તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિ-માત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે–આત્મા છે.' શું કહ્યું? કે પુણ્ય-પાપરૂપ જે સમસ્ત કર્મ તે અન્ય જાતિ છે અને એનાથી ભિન્ન એક ચૈતન્યજાતિમાત્ર પરમાર્થ–પરમ પદાર્થ ભગવાન આત્મા છે. “પરમો’ એમ પહેલું પદ છે ને! નિશ્ચયથી પરમાર્થ કહેતાં પરમ પદાર્થ પરમાત્મસ્વરૂપ પ્રભુ આત્મા છે તે ચૈતન્યજાતિમાત્ર છે; અને એનું ચૈતન્યરૂપ પરિણમન એ મોક્ષનું કારણ છે અને તે પરમાર્થ છે. અહાહા...! આ નિશ્ચય એ એક જ સત્ય છે, વ્યવહાર અસત્ય છે. ૧૧ મી ગાથામાં આવ્યું ને કે-“વ્યવહારો અમૂલ્યો મૂલ્યો સિવો સુદ્ધાગો'' ત્રિકાળી વસ્તુ, નિત્યાનંદ, ચિદાનંદ, પ્રભુ, વિકારથી રહિત, એક સમયની પર્યાયથી રહિત, ભગવાન પરમાનંદનો નાથ પરમ પદાર્થ ભૂતાર્થ છે તે શુદ્ધનય છે અને તે એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે; વ્યવહારઅભૂતાર્થના આશ્રયે નહિ. સમજાણું કાંઈ....? વિદ્ધ-જનબોધક "માં ખૂબ લીધું છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય; પણ એ તો વ્યવહારનયથી કથન છે. ત્યાં પૂર્વ પર્યાયને સાધક કહી છે, મોક્ષનું કારણ કહી છે પણ એ તો બધું વ્યવહારનયનું કથન છે. ખરેખર તો ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્યસ્વભાવ તે એકને આશ્રયે જ મોક્ષ થાય છે. છતાં પૂર્વવર્તી પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહાર છે. નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ પણ વ્યવહાર છે. મોક્ષનું-મોક્ષની પર્યાયનું વાસ્તવિક પરમાર્થ કારણ તો દ્રવ્યસ્વભાવ છે. તો એમ શા માટે કહ્યું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સમાધાન એમ છે કે મોક્ષ થવા પહેલાં પૂર્વવર્તી પર્યાય શું હતી તે બતાવવા સારુ પૂર્વની (મોક્ષમાર્ગની) પર્યાયને ઉત્તર પર્યાય (મોક્ષ) નું કારણ કહે છે. બાકી પૂર્વ પર્યાય જે વ્યયરૂપ – અભાવરૂપ છે એનાથી મોક્ષરૂપ ઉત્તરપર્યાયનો ઉત્પાદરૂપ ભાવ કેવી રીતે થાય? (ન જ થાય ). એટલે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું ખરેખર કારણ નથી, પણ પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા એને વ્યવહારથી કારણ કહેવામાં આવે છે. અહો! જૈનદર્શનની આ કોઈ અદ્દભુત સ્યાદ્વાદ શૈલી છે! “ચાત્' એટલે કોઈ અપેક્ષાએ, “વાદ' કહેતા કથન-એમ કોઈને કોઈ અપેક્ષાએ કથન કરનારી આ સ્યાદ્વાદ શૈલી પરમ આશ્ચર્યકારી અને સમાધાનકારી છે. ભાઈ ! જે નયથી કથન હોય એને યથાર્થ સમજવું જોઇએ. શાસ્ત્રના અર્થ કરવા માટે પાંચ બોલ આવે છે ને? શબ્દાર્થ, જયાર્થ, આગમાર્થ, મતાર્થ, અને ભાવાર્થ. શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ, આ વ્યવહારનયનું કથન છે કે નિશ્ચયનયનું એ નક્કી કરી સમજવું તે નયાર્થ, આ આગમનું વાકય છે એમ જાણવું તે આગમાર્થ, આ અન્યમતનો કઈ રીતે નિષેધ કરે છે એ સમજવું તે મતાર્થ અને એનું તાત્પર્ય શું છે એ જાણવું તે ભાવાર્થ. આમ પાંચ રીતે વાકયનો અર્થ નક્કી કરવો તે સૂત્ર-તાત્પર્ય, અને શાસ્ત્ર-તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે-સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્રતાત્પર્ય (વીતરાગતા) સાધ્ય છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે સાધ્ય છે અને સૂત્રતાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથાસૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વીતરાગતા કાઢવી જોઈએ. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે–પરની નિમિત્ત, રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયના લક્ષ વીતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા અને પરની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર-તાત્પર્ય છે. હવે આવી વાત સમજવાનો વખત કોને છે? એને એવી નિવૃત્તિ કયાં છે? આખો દિ વેપાર આદિ પાપના ધંધા કરે, બે ત્રણ કલાક બાયડી-છોકરા સાથે રમતમાં જાય, બે કલાક ખાવામાં જાય અને છ-સાત કલાક ઊંઘમાં જાય. હવે આમાં એને કયાં નવરાશ મળે? પણ આ બધામાં આત્માનું શું છે ભાઈ ? અરેરે! એનું શું થશે? આ કાળે જો નહિ સમજે તો કે દિ સમજશે પ્રભુ! આવો અવસર કયાં મળશે? શ્રી ટોડરમલજીએ તો કહ્યું છે કે “સબ અવસર આ ચુકા હૈ”—બધો અવસર આવી મળ્યો છે. અહા ! સાચી જિનવાણી સાંભળવાનો યોગ મળ્યો ત્યાં સુધી તો તું આવી ગયો છો. માટે હું ભાઈ ! તું અંતર્દષ્ટિ કર અને જ્યાં આ આત્મા ભગવાન સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે ત્યાં જો. અહીં જે પરમ પદાર્થ કહ્યો તે નિશ્ચયથી સચ્ચિદાનંદસ્વરૂપ પોતે પરમાત્મા છે અને એના અવલંબનથી જે પરિણતિ થાય એ મોક્ષનું કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૧ ] | [ ૮૭ હવે કહે છે-“તે (આત્મા) એકીસાથે (યુગ૫) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન ) તેસ્વરૂપ હોવાથી સમય છે.” આત્મા એક સમયમાં એકીભાવે પ્રવર્તમાન છે. એકીભાવે પરિણમે છે એટલે એcપણે-જ્ઞાનપણે પરિણમે છે. અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પપણે નહિ પણ શુદ્ધ ચૈતન્યની વીતરાગ પરિણતિએ પરિણમે તે આત્મા નામ સમય છે. આવી વાતઃ હવે બહારની વાતો હોંશ આવે, હરખ આવે, લાખ-પાંચ લાખ ખર્ચે, ગુજરથ ચલાવે અને ઘણી હો-હો (વિકલ્પની ધમાલ) કરે; તથા દુનિયા પણ ભારે કામ, ભારે ખર્ચ કર્યા એમ પ્રશંસા કરે; પણ ભાઈ એ બધી પ્રવૃત્તિમાં તો વિકલ્પની રાગની વાત છે. એ કાંઈ આત્માની ચીજ નથી. અહીં તો કહે છે કે જ્ઞાનના એકત્વપણે પરિણમે તે સમય છે અને તે જ્ઞાનનું જે નિર્મળ પરિણમન છે તે મોક્ષનું કારણ છે. જ્ઞાનને સમય કહે છે. સમય એટલે સમ્+અય-સમ્યક્ પ્રકારે જ્ઞાનનું પરિણમન કરે, આનંદનું પરિણમન કરે અને એકીસાથે એકરૂપે પ્રવર્તમાન અનંતગુણોનું પરિણમન કરે તે સમય નામ આત્મા છે. એ આત્માના આશ્રયે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જે નિર્મળ વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે. સમય એટલે સમ્+અય. જ્ઞાનનું સમ્’-એકીસાથે “અય” એટલે જાણવું અને પરિણમવું તે સ્વરૂપ હોવાથી જ્ઞાન સમય છે. આ મોક્ષમાર્ગની દશા (-પર્યાય )ની વાત છે. અહીં સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાય સમજવી. શુદ્ધ ચૈતન્યવહુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે, અને તે મોક્ષનું કારણ છે. તેમાં બંધનું કારણ જે શુભાશુભ કર્મ તે નથી માટે તે મોક્ષનો ઉપાય છે. આને પરમ પદાર્થ કહેવાય છે. આત્મા પોતે પરમ પદાર્થ પરમાત્મા છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન જે મોક્ષના ઉપાયભૂત છે તે પણ પરમ પદાર્થ છે. શુભાશુભ ભાવ પરમ પદાર્થ નથી. લ્યો “પરમટ્ટો પહેલો બોલ, અને “સમઓ” બીજો બોલ થયો. હવે “શુદ્ધો” ત્રીજો બોલઃ “સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે.” અહીં સકળ નયપક્ષથી રહિત એવી શુદ્ધની વ્યાખ્યા છે. “અહમિ ખલુ સુદ્ધો” એમ કહ્યું છે ને? (ગાથા ૩૮ અને ૭૩ માં). ત્યાં શુદ્ધની બીજી વ્યાખ્યા છે. “શુદ્ધ' શબ્દના ઘણા અર્થ થાય છે. જે સ્થાને જે યોગ્ય હોય તે સમજવો. એકરૂપને શુદ્ધ કહેવાય અને શુદ્ધને એકરૂપ કહેવાય. અહીં સકલ નયપક્ષોથી અમિલિત એટલે કે હું અબંધ છું, મુક્ત છું, એક છું-ઇત્યાદિ નયપક્ષના વિકલ્પથી નહિ મળેલો એવો એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે એમ કહેવું છે. જેમાં શુભાશુભભાવનું વેતન નથી અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એકલી ચેતન્યજાતિનું નિર્મળ પરિણમન છે તેને અહીં શુદ્ધ કહ્યું છે. ૭૩ મી ગાથામાં જે શુદ્ધ કહ્યું ત્યાં એક સમયની પક્કરકની પરિણતિથી રહિત તે શુદ્ધ એમ વાત હતી. ૩૮ મી ગાથામાં શુદ્ધ કહ્યું ત્યાં નવતત્ત્વના વ્યવહારિક ભાવોથી જુદો અખંડ, એક જ્ઞાયકભાવપણે શુદ્ધ એમ કહ્યું હતું. અહીં નયપક્ષોથી રહિત એટલે જે સ્થૂળ દયા, દાન, વ્રતાદિના શુભભાવ એનાથી તો રહિત ખરો, પણ નયપક્ષના જે સૂક્ષ્મ વિકલ્પ એનાથી પણ રહિત એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે એમ વાત છે. આ ત્રીજો બોલ થયો. હવે ચોથો “કેવળી 'નો બોલ-કેવળ ચિત્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે.' જુઓ, આ રાગ વિનાની કેવળ વીતરાગ નિર્મળ પરિણતિ તે કેવળી એમ વાત છે. ચારિત્ર પાહુડમાં (ગાથા ૪ માં) અક્ષય-અમેય પર્યાયની વાત છે. પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય એટલે અપરિમિત બેહદ સ્વભાવયુક્ત ગંભીર છે. અહાહા...! ભગવાન આત્માનો એક એક ગુણનો બેહદ મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ છે. આવો જે અનંતગુણ મંડિત આત્મસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. કેવળી એટલે રાગ વિનાનો એકલો, કેવળ ભાવ. આ કેવળી ભગવાનની વાત નથી, પણ મોક્ષમાર્ગની વાત છે. મોક્ષમાર્ગ શુભાશુભભાવથી રહિત (એકલો) કેવળ શુદ્ધ પરિણમનનો ભાવ હોવાથી કેવળી છે એમ કહ્યું છે. જેને શુભાશુભ રાગનો જરીયે સંગ નથી, સંબંધ નથી એવો કેવળ શુદ્ધ માર્ગ તે કેવળી છે એમ અહીં વાત છે. ભગવાન આત્મા જે કેવળ શુદ્ધ સ્વભાવમય છે તેના આશ્રયે ઉત્પન્ન કેવળ શુદ્ધ પરિણામ તે કેવળી છે. હવે પાંચમો બોલ કહે છે:-“ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એ મનન છે. આ વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા-પરિણામની મગ્નતા જે છે એને મનનમાત્ર ભાવરૂપ મુનિ કહે છે. તેને અહીં મોક્ષમાર્ગ વા મોક્ષનું કારણ કહે છે. લ્યો, આવું મુનિપણું છે જેમાં વ્રત, તપ ને બાહ્યક્રિયા કયાંય છે નહિ. આત્મા જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ પરમ પદાર્થ છે એમાં એકાગ્રતારૂપ મનનમાત્ર ભાવ જે છે તે મુનિ છે; વ્રત, તપના વિકલ્પ તે મુનિ નહિ. અહીં અંતર એકાગ્રતારૂપ જે મોક્ષમાર્ગ છે તેને મુનિ કહ્યો છે. સમજાણું કાંઈ? ફક્ત મનનમાત્ર કહ્યું એટલે ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતામાત્ર હોવાથી મુનિ છે એમ વાત છે. વાડામાં પકડાઈ ગયા હોય (અને ક્રિયામાં સપડાઈ ગયા હોય ) એટલે એમ લાગે કે આ શું કહે છે? ભાઈ ! આ અંતરની અગમ્ય વાત છે. બાપુ! વ્રત, તપ, શીલા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૧ ] [ ૮૯ વગેરે કરી શકાય અને સ્થૂળપણે ખ્યાલમાં આવે એટલે તે સુગમ લાગે, પણ ભાઈ! એ બંધનાં કારણ છે. અહીં ફક્ત મનનમાત્ર કહ્યું તે ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મામાં મનન-એકાગ્રતાની વાત છે, કાંઈ વ્રત, તપ, શીલ, દયા, દાન આદિ શુભરાગમાં એકાગ્રતાની-મનનની વાત નથી. બહુ ઝીણો માર્ગ બાપુ! એની હા પાડવી એ પણ મહા પુરુષાર્થ છે. ભાઈ! માર્ગ તો આ છે. એને પહોંચી વળી શકાય નહિ એટલે એમાં ફેરફાર કરવો, બીજી રીતે માનવું-મનાવવું એ કાંઈ વીતરાગનો માર્ગ છે ? ( નથી ). ભગવાન આત્મા શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. આવા અનંત ગુણોનો ધરનારો એક ચૈતન્ય મહાપ્રભુ એકનું જ મનન વા એકની જ એકાગ્રતા તે મુનિ છે. જુઓ, આ મુનિ અને આ મોક્ષમાર્ગ કહ્યો. પણ પંચમહાવ્રત પાળે અને નગ્ન રહે માટે મુનિ એમ નથી કહ્યું. સૂક્ષ્મ વાત છે ભાઈ ! એકલું ત્રિકાળ, નિત્ય, નિરાવરણ, અખંડ, એક, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ જે નિજ પરમાત્મદ્રવ્ય તેનું મનન અર્થાત્ તેમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે મુનિ છે. આ મનનમાત્ર ભાવસ્વરૂપ મુનિની વ્યાખ્યા છે. તેને મુનિ કહીએ, શુદ્ધ કહીએ, પરમાર્થ કહીએ, કેવળી કહીએ વા સમય કહીએ એ બધું એક જ છે. હવે છઠ્ઠો બોલઃ– પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે.’ લ્યો, જ્ઞાનની પ્રગટતા માટે પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. પોતાનું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ જે છે એમાંથી જ જ્ઞાનની પરિણતિ આવે છે; એને કોઈ અન્યની સહાય કે મદદની અપેક્ષા-જરૂર નથી. એની પર્યાય-પરિણતિ આત્મસન્મુખ-સ્વસન્મુખ હોતાં જ શુદ્ધ છે, જ્ઞાની છે. પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. અહીં શાસ્ત્રોનું ઘણું જ્ઞાન-ભણતર હોય માટે જ્ઞાની છે એમ નહિ પણ એની પિરણિત જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. જેમ વસ્તુ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ તેમ એની પરિણતિ, એની વ્યક્તતાનો અંશ પણ જ્ઞાનસ્વરૂપ છે અને તેથી જ્ઞાની છે. અહીં વ્યક્ત અંશ જે પર્યાય તે જ્ઞાનમય છે પણ રાગમય કે વિકલ્પમય નથી તેથી જ્ઞાની છે એમ કહ્યું છે. અહો! ગાથાએ ગાથાએ અને શબ્દે શબ્દે કેટકેટલા ભાવ ભર્યા છે. આ સમયસાર તો જગતનું અજોડ ચક્ષુ છે! કહે છે–એક સમયમાં કેવળજ્ઞાન અને અનંત આનંદની લબ્ધિ પ્રગટ કરી શકે એવા અનંત સામર્થ્યવાળો તું ભગવાન છો. બાપુ! તું એને અલ્પ અને અધૂરો કેમ માને છે? એનું જે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે તેની તદ્રુપ પરિણતિ થતાં તે જ્ઞાની છે. જ્ઞાની એટલે બહારનું ખૂબ જાણે અને શાસ્ત્રો ઘણાં ભણ્યો હોય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ ] પ્રવચન રત્નાકર ભાગ-૬ એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપમાં મગ્ન-લીન જે મોક્ષમાર્ગરૂપ પરિણતિ છે તે જ્ઞાની છે. મોક્ષમાર્ગની પરિણતિ જ્ઞાનસ્વરૂપ-સ્વસ્વરૂપ હોવાથી તેને જ્ઞાની કહે છે. - હવે સાતમો બોલ કહે છે-“સ્વના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે. સ્વભાવ કેમ કહ્યો? તો કહે છે-શુદ્ધ પરિણતિ સ્વના ભવનમાત્ર છે; એટલે ચૈતન્યના ભવનરૂપ છે પણ રાગના ભવનરૂપ નથી. રાગ તો પર છે: રાગનું ભવન એમાં છે નહિ. ભાઈ ! આ તારા હિતની વાત છે. એકાન્ત છે, એકાન્ત છે એમ કહીને એને કાઢી ન નાખ. ભાઈ ! આ સમજવાનો અત્યારે અવસર છે. જુઓને! જુવાન જોધ હોય તેને પણ જોતજોતામાં આયુષ્ય પુરું થયે સમયમાત્રમાં દેહ છૂટી જાય છે. દેહની સ્થિતિ કેટલી? હમણાં અમે નીરોગી છીએ, અમને કયાંય નખમાં પણ રોગ નથી એમ તું માને છે પણ ભાઈ ! એને ફરવાને કેટલી વાર? માત્ર એક સમય. અને સમ્યગ્દર્શન થવામાં પણ એક સમય. દેહ છૂટવામાં જેમ એક સમય તેમ સમકિત થવામાં પણ એક સમય છે. આ દેહ છોડીને ભાઈ ! બીજે સમયે કયાં જઈશ? તારા સ્વભાવમાત્ર જે (પરિણામ) છે તે પ્રગટ કર્યો હશે તો જ્યાં જઈશ ત્યાં તું સ્વભાવમાં જ છે. શ્રીમદ્દ કોઈએ એકવાર પૂછયું હતું કે શ્રીકૃષ્ણ હમણાં ક્યાં છે? તો શ્રીમદે કહ્યું-એ આત્માના સ્વભાવમાં છે. તે એમ જાણે કે કોઈ ગતિમાં છે એમ કહેશે; પણ ભાઈ ! સમકિતી પુરુષ જ્યાં હોય ત્યાં સ્વભાવમાં જ છે, કોઈ ગતિમાં છે એમ પરમાર્થ છે જ નહિ. એ તો આનંદ અને જ્ઞાનનાસ્વરૂપના પરિણમનમાં છે, જે વિકલ્પ આવે એમાં એ નથી. કોઈ સમકિતી નરકમાં હોય અને ત્યાં દુઃખ થાય, અણગમાનો ભાવ આવે, છતાં તે એમાં નથી. એ તો સ્વના ભવનમાત્ર જે સ્વભાવભાવ ચૈતન્યભાવ છે એમાં જ છે. સમયસાર કળશટીકા (કળશ ૩૧) માં આવે છે કે-“મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે.'' સમકિતીને થોડો પણ સ્વરૂપસ્થિરતાનો અંશ ચોથે ગુણસ્થાને આવે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય મટતાં તે નિજ ઘરમાં થોડો સ્થિર થયો એ અપેક્ષાથી સમકિતી પણ સ્વભાવમાત્ર છે. ‘ત— ફિવા સદાવે'એટલે સ્વના ભવનમાત્ર હોવાથી સ્વભાવ છે એમ એક અર્થ કર્યો. એનો બીજો અર્થ હવે કહે છે કે-“સ્વત: (પોતાથી જ) ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્દભાવ છે.” પર્યાયમાં રાગના હોવાનો અભાવ અને ચૈતન્યના હોવાનો સભાવ એ સદ્ભાવ છે. જેવો સ્વભાવ છે તેવું થવું એનું નામ સદ્ભાવ છે; કારણ કે જે સ્વતઃ હોય તે સસ્વરૂપ જ હોય. જેવું સ્વત: સ્વરૂપ ત્રિકાળી છે એવો જ એનો ચૈતન્યપરિણામ-મોક્ષનો માર્ગ પણ સ્વતઃ હોવાથી સદ્દભાવ છે. એને કોઈ વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. આવી વાત છે. હવે કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૧ ] L[ ૯૧ “આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી.” નામ જુદાં જુદાં છે પણ વસ્તુ એક જ છે. શબ્દભેદ સાત બોલથી કહ્યા, અને એના આઠ અર્થ કર્યા પણ મોક્ષમાર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે; વસ્તુભેદ નથી, વસ્તુ એક જ છે, મોક્ષમાર્ગ એક જ છે. * ગાથા ૧૫૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે.' મોક્ષનું મૂળ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન આત્મા જ છે. “વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે.' આત્માના બધા ગુણોમાં જ્ઞાનગુણની આ વિશેષતા છે કે જ્ઞાન પોતે પોતાને જાણે અને પરને પણ જાણે છે. વિકલ્પ-રાગ વિના માત્ર જાણે એવો એનો સ્વભાવ છે. તથા વિકલ્પપૂર્વક (-ભેદ પાડીને) જાણે એવો પણ એનો સ્વભાવ છે. સ્વ-પરને ભેદ પાડીને જાણવું એવો આત્માનો સ્વભાવ છે. આમ જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે-(એમ અભેદથી વાત છે). ““માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.” અહાહા...! જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને તેનું પરિણમન એ જ મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ છે તે જ્ઞાનનું જ પરિણમન છે, રાગનું નહિ સમજાણું કાંઈ....? [ પ્રવચન નં. ૨૧૪ શેષ, ર૧૫ * દિનાંક ૨૭-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૨ अथ ज्ञानं विधापयति परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।। परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति। तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।। હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે - પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે, સઘળુંય તે ત૫ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨. ગાથાર્થ:- [પરમાર્થે તુ] પરમાર્થમાં [ સ્થિત:] અસ્થિત [૫:] એવો જે જીવ [ તપ: રોતિ] તપ કરે છે [૨] તથા [વ્રત ધારયતિ] વ્રત ધારણ કરે છે, [તત્સર્વ ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [ સર્વજ્ઞા:] સર્વશો [ વાતતપ: ] બાળતપ અને [ વાર્તવ્રતં] બાળવ્રત [ ધ્રુવત્તિ] કહે છે. ટીકાઃ- આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધના કારણ હોવાને લીધે તે કર્મોને “બાળ' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે. ભાવાર્થ- જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. સમયસાર ગાથા ૧૫ર : મથાળું હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે: * ગાથા ૧૫ર : ટીકા ઉપરનું પ્રવચન * “આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ( એમ સિદ્ધ થાય છે);....” જુઓ, વીતરાગ અરિહંતદેવની દિવ્યધ્વનિમાં જે ઉપદેશ આવ્યો તે આગમ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫ર ] [ ૯૩ એ દિવ્યધ્વનિમાં-આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે એમ કહે છે. બનારસી વિલાસમાં (શારદાષ્ટકમાં) આવે છે ને કે “મુખ કરધુનિ સુનિ અર્થ ગણધર વિચાર, રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.'' ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આગમની રચના કરી છે. અહીં ! ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. એ આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. કોઈ એમ કહે કે આ વ્રત, તપ ઇત્યાદિ શુભાચરણ પણ મોક્ષનું કારણ છે તો કહે છેના આગમમાં એમ કહ્યું નથી. વીતરાગ પરમેશ્વર અનંતા તીર્થકરોની દિવ્યધ્વનિ અનુસાર રચાયેલાં જે આગમ છે તેમાં તો જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ કહ્યું છે. વ્રત, તપ આદિના રાગને મોક્ષમાર્ગ કહે તે વીતરાગનાં આગમ નહિ. એક પંડિતનો કોઈ સામયિકમાં મોટો લેખ આવ્યો છે કે-આ વ્યવહાર વ્રત અને તપ બધાં સંવર-નિર્જરનાં કારણ છે. અરે ! એને બિચારાને એમ (ઊંધું) બેઠું છે એટલે શું થાય ? અહીં તો કહે છે સત્ય એવો આત્મા જેને હાથ આવે (દષ્ટિમાં આવે) એને મોક્ષનો માર્ગ થાય. બાકી રાગના પરિણામ તો અનંતકાળ થયા પણ એ વડે હજુ મોક્ષમાર્ગ થયો નથી. (થાય પણ નહિ). આ સત્ય વાત છે. કોઈ માને તો માને સને સંખ્યાની કયાં જરૂર છે? ઘણાં માને તો સાચું અને થોડા માને તો સાચું નહિ એવી સને સંખ્યાની અપેક્ષા છે નહિ. સત્ તો ત્રણે કાળ સ્વયં આપ મેળે સત્ જ છે. ગાથામાં પણ આવ્યું ને કે “લૈંતિ ધ્વઙ્ગ' સર્વજ્ઞદેવો આમ કહે છે. અહાહા...! વીતરાગ સર્વજ્ઞદેવોની વાણીમાં-આગમમાં જ્ઞાનને જ એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ભાઈ ! કોઈ પોતાની મતિ-કલ્પનાથી ઊંધા અર્થ કાઢે અને વ્રત-ત૫ આદિના રાગને મોક્ષનું કારણ કહે તો તે કાંઈ આગમના અર્થ નથી. આગમમાં તો આ ભર્યું છે કે-અંદર વિકલ્પથી પાર શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પરમાત્મતત્ત્વ છે જેને અહીં જ્ઞાન શબ્દ વડે કીધું છે તેનું અંતઃપરિણમન જે જ્ઞાન તે જ્ઞાનને જ મોક્ષનો માર્ગ કહ્યો છે. આ સમ્યક એકાન્ત છે. મોક્ષનો માર્ગ કથંચિત્ જ્ઞાનથી થાય અને કથંચિત્ રાગથી થાય એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત છે. અહીં તો “જ્ઞાનને જ મોક્ષનું કારણ કહીને સમ્યક એકાન્ત કર્યું છે. મતલબ કે જે મોક્ષનો માર્ગ છે તે એક જ છે અને તે સ્વભાવના આલંબન-એકાગ્રતારૂપ છે. જૈન પરમેશ્વરના આગમમાં આ આવ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હવે કહે છે-“જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે, કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ““બાળ'' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.' શું કહે છે આ ? જે જીવ પરમ પદાર્થ પ્રભુ આત્માના જ્ઞાન-શ્રદ્ધાનથી રહિત છે તેનાં અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ છે. તો શું જ્ઞાનીનાં કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો મોક્ષનાં કારણ છે? ના, એમ નથી. આ તો મિથ્યાષ્ટિનાં વ્રત, તપ આદિ કર્મ અજ્ઞાનપૂર્વક હોય છે એમ વાત છે. જ્ઞાની તો વ્રત, તપ આદિ કર્મોનો કર્તા થતો જ નથી. તથાપિ અસ્થિરતાનો કિંચિત્ જે રાગ તેને હોય છે તે બંધનું કારણ બને છે, મોક્ષનું નહિ. કળશટીકા કળશ ૧૧૦ માં આવે છે કે “કોઈ બ્રાન્તિ કરશે કે મિથ્યાદષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે પણ સમ્યગ્દષ્ટિનું જે શુભક્રિયારૂપ યતિપણું તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યગ્દષ્ટિ મિથ્યાષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે.' અહાહા..! અંદર સચ્ચિદાનંદ પ્રભુ અનંત-અનંત ગુણનો ભંડાર સદા હાજરાહજૂર છે. પણ તારી નજરમાં તું એને લેતો નથી તો એ તને કેમ જણાય ? એને જાણ્યા વિના, પરમાર્થભૂત જ્ઞાનથી રહિત થઈ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો-જડકર્મો નહિ, પણ રાગરૂપ કાર્યો બંધનાં કારણ છે. અને તેથી તેને બાળવ્રત અને બાળતપ કહીને સર્વજ્ઞા પરમેશ્વરે નિષેધ્યાં છે. તેથી એમ જ ઠરે છે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આવી ચોકખેચોકખી વાત છે છતાં લોકો ગડબડ-ગોટા કરે છે એ મોટું આશ્ચર્ય છે. ભાવાર્થ - જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરતાં પર્યાયમાં જે જ્ઞાન-શ્રદ્ધાન અને સ્થિરતા થાય તે એક જ મોક્ષનું કારણ છે, બીજાં કોઈ મોક્ષનું કારણ ભગવાને કહ્યું નથી. [ પ્રવચન નં. ૨૧૫ (શેષ) * દિનાંક ૨૮-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૩ अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति ।। १५३ ।। व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः । परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति ।। १५३ ।। જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, ૫રમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથાર્થ:- [ વ્રતનિયમાન્] વ્રત અને નિયમો [ધારયન્ત: ] ધારણ કરતા હોવા છતાં [ તથા] તેમ જ [શીતાનિ ચ તપ: ] શીલ અને તપ [ર્વન્ત: ] કરતા હોવા છતાં [યે] જેઓ [ પરમાર્થવાઘા: ] ૫૨માર્થથી બાહ્ય છે ( અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી ) [ તે ] તેઓ [નિર્વાણ ] નિર્વાણને [ન વિન્પત્તિ ] પામતા નથી. ટીકાઃ- જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (−જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્દભાવ (હયાતી ) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્દભાવ હોવા છતાં મોક્ષનો સદ્દભાવ છે. ભાવાર્થ:- જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (શિરવરિળ) यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति। अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।।१०५ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્ધઃ- [વેત્ તત્ ધ્રુવન વેત જ્ઞાનાત્મા ભવનમ્ સામાતિ] જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે [વયં શિવશ્ય હેતુ:] તે જ મોક્ષનો હેતુ છે [યત: ] કારણ કે [તત્ સ્વયમ્ અપિ શિવ: તિ] તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; [બત: અન્યત્] તેના સિવાય જે અન્ય કાંઈ છે [વશ્વસ્ય ] તે બંધનો હેતુ છે [યત:] કારણ કે [તત્ સ્વયમ્ પિ વશ્વ: તિ] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [ તત:] માટે [ જ્ઞાનાત્મત્વ ભવનમ્] જ્ઞાનસ્વરૂપ થવાનું (-જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [ કનુભૂતિઃ દિ] અનુભૂતિ કરવાનું જ [ વિદિત ] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦૫. સમયસાર ગાથા ૧૫૩ : મથાળું જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે * ગાથા ૧૫૩ : ટીકા ઉપરનું પ્રવચન * જ્ઞાન જ મોક્ષનો હેતુ છે.” જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનો હેતુ છે કેમકે એ પોતે મોક્ષસ્વરૂપ છે. આત્મા પોતે મોક્ષસ્વરૂપ છે માટે તે મોક્ષનો હેતુ છે. કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.' જોયું? ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ પોતે મોક્ષસ્વરૂપ છે અને મોક્ષનું કારણ છે એવું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનીઓ પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. કોઈ કર્મે અજ્ઞાનરૂપ કર્યા છે. વા કર્મને લઈને અજ્ઞાનરૂપ થયા છે એમ નહિ, પણ પોતાના પરમેશ્વર ચૈતન્યઘન પ્રભુ આત્માનું ભાન નહિ કરવાથી પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. એવા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રતના પરિણામ, નિયમના અભિગ્રાદિ ભાવ, શીલનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૩ ] [ ૯૭ ભાવ અને બાર પ્રકારના તપના ભાવ ઇત્યાદિ શુભકર્મોનો અભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે, કેમકે એ શુભકર્મો બધાં રાગ છે, બંધનાં કારણ છે, ભગવાન આત્મા એક જ અબંધસ્વરૂપ છે. “અંતરંગ ’માં એમ જે શબ્દ કહ્યો છે તે વ્રતાદિમાં બહારની શરીરની જે ક્રિયા થાય છે તેના નિષેધાર્થે કહ્યો છે. મતલબ કે શરીરની ક્રિયાઓ તો દૂર રહો, પણ અંદર જે શુભરાગની-વ્રતાદિ ક્રિયાઓ થાય તેનો સદભાવ હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે. અહા! અજ્ઞાનીઓ વ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, સત્ય બોલે, ચોરી ન કરે, વસ્ત્રનો એક ધાગોય ન રાખે અને મહિના મહિનાના ઉપવાસ કરે, ઉણોદર, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ અનેકવિધ તપના વિકલ્પ કરે તોપણ તેમને મોક્ષનો અભાવ છે-એમ કહે છે. હમણાં ધ્યાનનું ખૂબ ચાલ્યું છે ને? ધ્યાન કરો, ધ્યાન કરો એમ પ્રચાર થાય છે. પણ કોનું ધ્યાન? વસ્તુનું સ્વરૂપ નજરમાં આવ્યા વિના શાનું ધ્યાન કરવું? સ્વરૂપની દષ્ટિ વિના બધું રાગનું ધ્યાન છે. રાગ છે એ કાંઈ ધ્યાન છે? એ તો આર્તરૌદ્રધ્યાન છે. ભગવાન આત્માનાં દષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયા વિના વ્રત, તપ, ધ્યાન ઇત્યાદિના વિકલ્પ કરે પણ એથી મોક્ષ છે નહિ, કેમકે શુભરાગ બધોય બંધનું જ કારણ છે. હવે કહે છે-“અજ્ઞાન જ બંધનો હેતુ છે.” જુઓ, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભરાગશુભકર્મ અજ્ઞાન છે કેમકે એમાં ભગવાન આત્માના જ્ઞાનસ્વભાવનો અભાવ છે. એ અજ્ઞાન જ બંધનું કારણ છે. આ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિના શુભભાવને અજ્ઞાનભાવ કહ્યો છે. બહુ આકરી વાત, ભાઈ ! અત્યારે તો કેટલાક માને છે કે વ્રત, તપ ઇત્યાદિ મોક્ષનું કારણ છે કેમકે એ કરતાં કરતાં નિશ્ચય પ્રગટી જશે. પરંતુ ભાઈ ! તારી એ માન્યતા વીતરાગમાર્ગથી વિરુદ્ધ છે. એ વ્રતાદિના વિકલ્પમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવનો-જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનો અભાવ છે તો એનાથી ચૈતન્યરૂપ જ્ઞાનભાવ-વિતરાગભાવ કેમ પ્રગટ થાય ? (ન થાય). ચિદ્ધનસ્વરૂપ પ્રભુ આત્માના સ્વસંવેદનરહિત જે કાંઈ વ્રતાદિનું વેદન છે તે બધુંય રાગનું વેદન છે અને એ બધો અજ્ઞાનભાવ છે. સમજાણું કાંઈ...? તો બારમાં ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ તો કહ્યો છે? બારમાં ગુણસ્થાન સુધી જે અજ્ઞાનભાવ કહ્યો છે એ વાત જુદી છે. ત્યાં તો જ્ઞાનની ઓછપ છે, અપૂર્ણ જ્ઞાન છે; જ્ઞાનની પરિપૂર્ણતા થઈ નથી એ અપેક્ષાએ અજ્ઞાનભાવ કહ્યો છે. જ્ઞાન સમ્યજ્ઞાન નથી એ વાત ત્યાં નથી. અહીં તો અજ્ઞાની જીવની વાત છે. વ્રત, તપ આદિ શુભરાગમાં ચૈતન્યના જાણપણાના સ્વભાવનો અંશ નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ માટે તેને અજ્ઞાનભાવ કહ્યો છે. જેની રુચિમાં એકલો રાગ જ ભાસ્યો છે અને ભગવાન પૂર્ણાનંદસ્વરૂપની જેને દૃષ્ટિ જ નથી એ પહેલા ગુણસ્થાનવાળા અજ્ઞાનીની આ વાત છે. તે વ્રતાદિને મોક્ષનું કારણ માને છે ને? તેને કહે છે કે ભાઈ ! એ વ્રતાદિનો શુભરાગ બધો અજ્ઞાનભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.' “પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને” એમ કહ્યું એનો અર્થ એ છે કે જ્ઞાનીઓ પોતે જ સ્વરૂપની અંતર્દષ્ટિ કરી જ્ઞાનરૂપ થાય છે, કોઈ રાગ કે નિમિત્તથી જ્ઞાનરૂપ થાય છે એમ નથી. જ્ઞાનીઓ પોતે જ જ્ઞાનાનંદસ્વરૂપમાં તદ્રુપ થઈ જ્ઞાનરૂપ થાય (પરિણમે) છે. એવા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ તપ વગેરે શુભ કર્મોના અભાવમાં પણ મોક્ષનો સદ્ભાવ હોય છે. અહીં જ્ઞાનીઓના પ્રસંગમાં “બાહ્ય” વ્રતાદિ કહ્યાં, પહેલાં અજ્ઞાનીઓના પ્રસંગમાં “અંતરંગ' વ્રતાદિ કહ્યાં. એમ કેમ? કારણ એમ છે કે અજ્ઞાની વ્રતાદિ શુભ કર્મોને જ પોતાનું (અંતરંગ) સ્વરૂપ માનીને તેનું ( ક્રિયાકાંડનું) આચરણ કરે છે, જ્યારે જ્ઞાની તે સર્વ શુભકર્મો પોતાના સ્વરૂપથી બાહ્ય છે એમ માને છે. અનાકુળ આનંદ અને જ્ઞાનનો સાગર અંદર પરમેશ્વર સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે તેનું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની વ્રત, નિયમ, શીલ, તપ વગેરેને મોક્ષનું કારણ જાણી સેવે છે પણ એ બધો અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે. હવે આમાં અત્યારે લોકોને વાંધા પડ્યા છે. એમ કે અમે વ્રત, તપ, શીલ, સંયમાદિ કરીએ છીએ અને તમે અજ્ઞાનભાવ અને બંધનું કારણ કહો છો ! શું થાય બાપુ? આત્માના આનંદનો અનુભવ વિના માર્ગ તો નથી. ભગવાનની વાણીમાં જે આવ્યો તે હિતનો માર્ગ તો આ જ છે. તને દુઃખ લાગે તો ક્ષમા કરજે ભાઈ! ભગવાન આત્માના આનંદના વેદના અને અનુભવ વિના જેટલાં વ્રત, નિયમ, શીલ, તપ કરે એ બધો શુભરાગ છે અને તે બધો અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે. ત્યારે તેઓ કહે છે–આવું એકાન્ત કરો છો એને બદલે અનેકાન્ત કરો. એમ કે શુભ આચરણ કરતાં કરતાં પણ કોઈકને (મોક્ષમાર્ગ) થાય અને કોઈકને શુદ્ધથી (શુદ્ધોપયોગથી) થાય. આમ લોકો અનેકાન્ત કરાવવા માગે છે પણ ભાઈ એવો અનેકાન્ત છે જ નહિ, એ તો મિથ્યા અનેકાન્ત છે. વસ્તુસ્થિતિ એ છે કે પોતે શિવસ્વરૂપ જ છે. હવે પછી કળશ (૧૦૫) માં કહેશે કે ભગવાન આત્મા શિવસ્વરૂપ કહેતાં મોક્ષસ્વરૂપ અર્થાત્ મુક્ત અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪ મી તથા ૧૫ મી ગાથામાં પણ આવી ગયું કે આત્મા અબદ્ધસ્કૃષ્ટ એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૩ ] [ ૯૯ રાગથી નહિ બંધાયેલો એવો મુક્તસ્વરૂપ જ છે. એના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્વાન-આનંદ પ્રગટે તે એક જ મોક્ષનું કારણ છે. લોકોએ અત્યાર સુધી આ સાંભળેલું નહિ એટલે તેમને નવું લાગે છે, પણ ભાઈ! આ નવું નથી; આ તો અનંત તીર્થંકરો થઈ ગયા તેમનો કહેલો પુરાણો માર્ગ છે. નિર્જરા અધિકાર, ગાથા ૨૧૫ માં આવે છે કે જ્ઞાનીઓને શરીર વગેરેના ભોગનો ભાવ તથા સર્વ રાગાદિ વિયોગભાવે વર્તે છે, કેમકે તે વિયોગસ્વરૂપ જ છે. શરીરાદિ અને રાગાદિ તારી ચીજ કયાં છે, પ્રભુ! એ તો સંયોગી ચીજ છે. સંયોગી ચીજ હંમેશાં વિયોગસહિત જ હોય છે. ભાઈ! સત્ય તો આ છે. એને વાદવિવાદ કરીને વીંખી-પીંખી ન નખાય. તારો માર્ગ તો પ્રભુ! અસંયોગી એવા તારા ૫રમાત્મસ્વરૂપનાં અંતરંગમાં શ્રદ્ધાન-જ્ઞાન કરીને અંદર ઠરવું એ છે. ત્રણકાળ ત્રણલોકમાં સર્વજ્ઞદેવોએ પોકાર કરીને આ કહ્યું છે. ભગવાન! તું એનું શ્રદ્ધાન કરીને એનો પક્ષ તો કર. ગાથા ૬૯-૭૦ માં પણ આવે છે કે શુભાશુભભાવ સંયોગી ભાવ છે, સ્વભાવભાવ નથી. જે સંયોગે છે તે છૂટી જશે. એ (-શુભાશુભભાવ) છૂટી જશે માટે એ તારા નથી. જે પોતાનું હોય તે છૂટે નહિ, અને છૂટી જાય તે પોતાનું નહિ. ભાઈ! આમાં પંડિતાઈની કયાં જરૂર છે? આમાં તો પોતાનો જે અસંયોગી સ્વભાવ છે એમાં રુચિની જરૂર છે. સ્વભાવની રુચિ મહત્ત્વની ચીજ છે, જ્ઞાન ઓછું-વત્તું હોય તેનું કાંઈ મહત્ત્વ નથી. અહીં શું કહે છે? કે તેના (-અજ્ઞાનના ) અભાવમાં અર્થાત્ વ્રતાદિ રાગની ક્રિયાના અભાવમાં જ્ઞાનીઓને ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની ક્રિયા બાહ્ય વ્રતાદિ શુભકર્મોનો અસદ્દભાવ હોવા છતાં વર્તે છે અને તે મોક્ષનું કારણ છે. જ્ઞાની વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને અંદર જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠર્યો છે. તેથી વ્રતાદિના શુભકર્મોથી રહિત હોવા છતાં તે મોક્ષમાર્ગમાં સ્થિત છે. જ્યારે અજ્ઞાની વ્રતાદિ શુભરાગના વિકલ્પથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં ઠરતો નથી તેથી એને વ્રતાદિનો શુભરાગ હોવા છતાં એ રાગની ક્રિયાઓ બંધનું કારણ હોવાથી, મોક્ષમાર્ગનો અભાવ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના અપરિમિત સ્વભાવથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. એનું નિર્મળ પરિણમન-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વાદથી યુક્ત પરિણમન મોક્ષનું કારણ છે. ભગવાન જ્ઞાનસ્વભાવ તો ત્રિકાળ મુક્ત જ છે. પણ એ મુક્તસ્વભાવનું તદ્રુપ જે પરિણમન થાય તે પણ અબંધ કહેતાં બંધના ભાવ વિનાનું છે. જ્ઞાનીને શુભભાવ હોય ખરો, પણ એને જે શુદ્ધનું પરિણમન છે તેમાં શુભનો અભાવ છે અને તે શુદ્ધનું પરિણમન જ એને મોક્ષનું કારણ છે. આ પ્રમાણે પોતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ જ્ઞાનરૂપ થયેલા એટલે કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે તો જ્ઞાનરૂપ થાય છે એમ નહિ પણ સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈને જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને શુભકર્મોનો અભાવ હોવા છતાં ચિદાનંદસ્વરૂપના અંતર પરિણમનથી પ્રાપ્ત ચિદાનંદરસના અનુભવમાં મોક્ષનો સદ્દભાવ છે. અજ્ઞાની જીવોએ રાગને પોતાનો માની, શુભરાગથી લાભ થશે એમ માનીને મિથ્યાત્વભાવ કર્યો છે. એ મિથ્યાત્વભાવ સંસારના પરિભ્રમણનું જ કારણ છે. વ્રતાદિના શભપરિણામથી મને ધર્મ થઈ રહ્યો છે એવી મિથ્યા માન્યતા અનંત સંસારના દુઃખના કારણરૂપ છે, કેમકે મિથ્યાત્વભાવ પોતે અજ્ઞાનભાવરૂપ જ છે, અર્થાત્ મિથ્યાત્વભાવમાં જ્ઞાનનો-ચૈતન્યનો અભાવ છે. વ્રતાદિના વિકલ્પ મટતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો, જે નિર્વિકલ્પ આનંદના રસનો સ્વાદ આવ્યો, સ્વરૂપમાં મગ્ન થઈ તેને અહીં મોક્ષનું કારણ કહ્યું છે. રાગ તો આકુળતા અને દુઃખનું કારણ છે. જે આકુળતાનું કારણ હોય તે નિરાકુળ સુખનું કારણ કેમ થાય? (ન જ થાય). હવે આ મોટો વાંધો પડ્યો છે પંડિતોને અને પદધારીઓને તેઓ કહે છે-સોનગઢનું એકાન્ત છે, કેમકે વ્યવહાર આચરણ (વ્રતાદિનું) જે કરીએ છીએ તે મોક્ષનું કારણ છે એમ માનતા નથી. પણ ભાઈ ! એ માર્ગ નથી; એ હિતનો પંથ નથી. અહીં તો અતિ સ્પષ્ટ કહ્યું છે કે-અજ્ઞાનીને વ્રતાદિ હોવા છતાં આત્માના આનંદસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી મોક્ષનો અભાવ છે અને ચૈતન્યસ્વરૂપમાં ઠરેલા જ્ઞાનીને વ્રતાદિના વિકલ્પનો અભાવ હોવા છતાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ થઈ હોવાથી મોક્ષનો સદ્દભાવ છે. ભાઈ ! આવી તો ચોકખી વાત છે. આમાં સોનગઢનું શું છે? આ સોનગઢનું છે કે ભગવાનનું છે? પણ સોનગઢથી ચોખવટ બહાર પડી એટલે લોકોને એમ કે આ સોનગઢનું છે. ભાઈ ! આ તો અનંતા તીર્થકરોની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. * ગાથા ૧૫૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે.” એટલે શું? કે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. એનું જે નિર્મળ સ્વભાવપરિણમન તે મોક્ષનું કારણ છે. સ્વભાવ મોક્ષસ્વરૂપ જ છે ને? તેથી સ્વભાવનું જ્ઞાનભાવરૂપ જે પરિણમન તે મોક્ષનું કારણ છે. અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભભાવરૂપ શુભકર્મો કાંઈ મોક્ષનું કારણ નથી.' વ્રત, નિયમ, શીલ, તપ આદિ બધુંય રાગ હોવાથી અજ્ઞાનરૂપ પરિણમન છે અને તે બંધનું કારણ છે. ટીકામાં ‘કર્મ' શબ્દ વાપર્યો હતો એનો અહીં ખુલાસો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૩ ] [ ૧૦૧ કરી નાખ્યો કે “કર્મ' એટલે આ જડકર્મની વાત નથી પણ શુભભાવરૂપ શુભકર્મ - શુભ પરિણામની વાત છે. એ શુભભાવરૂપ કર્મ મોક્ષનાં કારણ નથી પણ બંધનાં કારણ છે. કેટલાક કહે છે કે દેવ-ગુરુની ભક્તિ છે તે ધર્માનુરાગ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે આપણે દેવ-ગુરુને પકડવા જેથી તેઓ આપણને તારી દેશે. અહીં કહે છે કે સાક્ષાત્ ત્રિલોકના નાથને પકડો તોપણ એ રાગ છે અને રાગ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના ત્રણ કાળમાં સંવર, નિર્જરા અને મોક્ષ થતાં નથી. પરદ્રવ્યનો આશ્રય નિયમથી બંધનું કારણ છે, કદીય પરાશ્રયભાવ મોક્ષનું કારણ થઈ શકે નહિ. અરે ! રાગથી લાભ થાય એવી ભ્રમણા સેવીને જીવે અનાદિથી ભવભ્રમણ કર્યું છે. આવી ભ્રમણા કરી કરીને એણે પોતાના ચૈતન્યસ્વરૂપને જાણ્યું નહિ. રાગ ચાહે તો ગુણ-ગુણીના ભેદનો સૂક્ષ્મ વિકલ્પ હો તોપણ તે આસ્રવ છે, બંધનું કારણ છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-નિશ્ચયના બે ભેદ છે : એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ-પોતાના આશ્રયે જે વિકલ્પ ઉઠે કે-હું શુદ્ધ છું, વિજ્ઞાનઘન છું, ઇત્યાદિ તે સવિકલ્પ નિશ્ચય છે અને તે આસ્રવ છે; બંધનું કારણ છે. અને પોતે જે વિકલ્પરહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતરમગ્ર પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે. ભાઈ ! અનંતા તીર્થકરો, કેવળીઓ, ગણધરો, સંતો અને મુનિવરો પોકાર કરીને કહી ગયા છે કે અનાદિકાલીન આ જ મોક્ષનો માર્ગ છે. આ જ સનાતન સત્ય દિગંબરદર્શન અર્થાત્ જૈનદર્શન છે. ભાઈ ! દિગંબર એ કોઈ વેશ કે વાડો નથી; એ તો વસ્તુનું સ્વરૂપ છે. અહાહા..! બહારથી શરીર પર વસ્ત્રનો ધાગો પણ રાખે અને અંતરમાં સૂક્ષ્મ વિકલ્પની લાગણી પણ પોતાની છે, ભલી છે એમ માને તે દિગંબર સાધુ નથી. આવી વાત છે. અહો ! દિગંબર એ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે ! વીતરાગતા કહો કે દિગંબરત્વ કહો, બન્ને એક જ છે. આનંદઘનજી કહે છે કે “ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર ન રહે દેવા; ધાર તલવારની સોહ્યલી દોહ્યલી ચૌદમાં જિનતણી ચરણસેવા.'' મંત્ર, તંત્ર આદિ વડ તલવારની ધાર પર નાચવું સહેલું છે; બાજીગરો ઈજા પામ્યા વિના નાચે પણ છે, પરંતુ ચૌદમા ભગવાન અનંતનાથની ચરણસેવા દુર્લભ છે. એટલે શું? એટલે કે અનંત જ્ઞાન, દર્શન અને આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેની સેવા-ઉપાસનાપ્રાપ્તિ અનાદિકાલીન અણઅભ્યાસને લીધે દોહ્યલી છે. દેવો પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સિવાય સમ્યગ્દર્શન અંતરસ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સસ્વરૂપે અંતરમાં વિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકારરૂપે-ચિદાકારપણે પરિણમતાં એની પ્રાપ્તિ સુલભ છે તોપણ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દોહ્યલી-દુર્લભ કહી છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે. અહીં કહે છે-જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો નહિ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે અર્થાત્ તે (જ્ઞાની) મોક્ષને પામે છે; અને અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો હોવા છતાં, તે સઘળા બંધનાં કારણ હોવાથી મોક્ષનો અભાવ છે અર્થાત્ અજ્ઞાની મોક્ષને પામતો નથી, બંધને જ પામે છે. હવે આ અર્થમાં કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૦૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અહાહા..! કળશે કળશે અને ગાથાએ ગાથાએ કેટલા ખુલાસા કરેલા છે. કહે છે “ય તદ્' જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે “મયે શિવજી દેતુ:' તે જ મોક્ષનો હેતુ છે. શું કહ્યું? ધ્રુવપણે એટલે નિશ્ચયપણે-નક્કીપણે અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાનસ્વરૂપે થતો એટલે અતીન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો જે આ ભગવાન આત્મા છે તે જ મોક્ષનો હેતુ છે. રાગનો જે સ્વાદ છે તે દુઃખ છે. અશુભરાગ-કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઇત્યાદિ તીવ્ર દુઃખ છે તો શુભરાગ-દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ પણ દુ:ખરૂપ જ છે, આકુળતા જ છે. અને એ બન્નેથી રહિત ભગવાન આત્મા છે જેનો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ જ મોક્ષનું કારણ છે. હવે કારણ દર્શાવે છે ‘યત:' કારણ કે “તત સ્વયમ સપિ શિવ: તિ' તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે. જુઓ, આત્મા પોતે મોક્ષસ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષસ્વરૂપ જ છે. અર વસ્તુસ્વભાવ રાગથી ભિન્ન મોક્ષસ્વરૂપ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષસ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. હવે આવી વાત બહુ આકરી લાગે માણસને. શુભથી થાય એમ માને છે ને? તેથી આકરી લાગે છે પણ શું થાય ? હવે કહે છે ‘મત: અન્યત' તેના સિવાય જે અન્ય કાંઈ છે વન્યસ્ય’ તે બંધનો હેતુ છે. જ્ઞાન અને આનંદના પરિણામ સિવાય બીજું જે કાંઈ એટલે શુભાશુભરાગના પરિણામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૩ ] [ ૧૦૩ છે તે બંધનો હેતુ છે. જ્ઞાનીને પણ જે બાર વ્રતના કે પાંચમહાવ્રત આદિના શુભભાવના પરિણામ હોય છે તે બંધનું કારણ થાય છે. “યત:' કારણ કે “તત્ સ્વયમ વિશ્વ: તિ' તે પોતે પણ બંધસ્વરૂપ છે. જે રાગ છે, વ્યવહારની ક્રિયા છે તે બંધસ્વરૂપ છે માટે બંધનું કારણ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ-વીતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે કેમકે ભગવાન આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત-મૂકાયેલી છે અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. પણ આ સિવાય જે કાંઈ રાગનું પરિણમન છે તે બંધનું જ કારણ છે કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે. અરે! રાગની રમતમાં તે અનંતકાળ કાઢયો બાપુ! પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી ! હવે તો ચેત. જો, આ કેવળીના વિરહ ભૂલાવે એવો વારસો આચાર્ય-ભગવંતો મૂકતા ગયા છે. એ ભવ્યોને નવજીવન આપનારો છે. રાગનું જીવન છોડીને શુદ્ધનું જીવન કરે એ ખરું જ્ઞાનનું જીવન છે. રાગનું જીવન તો બંધનું અજ્ઞાનમય જીવન છે. વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિનો જે શુભભાવ છે એ બંધનું કારણ છે કેમકે તે પોતે બંધસ્વરૂપ છે. અને જ્ઞાન અને આનંદના સ્વભાવે જે પરિણમન થાય તે જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે કેમકે પોતે મોક્ષસ્વરૂપ છે. ભાઈ ! આ કાંઈ સંસ્કૃત અને વ્યાકરણ ભણે તો સમજાય એવું છે એમ નથી. આમાં તો શુદ્ધના સંસ્કાર જોઈએ. આત્માનું જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે પરિણમન થવું એ સંસ્કાર છે અને એ જ મોક્ષનું કારણ છે હવે કહે છે તત:' માટે “જ્ઞાનાત્મત્વે ભવનમ' જ્ઞાનસ્વરૂપ થવાનું (પરિણમવાનું ) એટલે કે ‘અનુભૂતિ: દિ' અનુભૂતિ કરવાનું જ “વિદિતમ્' આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. લ્યો, આગમમાં એટલે ભગવાનની વાણીમાં-બાર અંગમાં સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત્ અનુભૂતિ કરવાનું જ વિધાન છે પણ રાગ કરવાનું વિધાન નથી. વ્યવહારનયથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવાં એમ કથન આવે પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથીઃ ‘મનુભૂતિઃ દિ' એક માત્ર આત્માનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય કહી છે. સમયસાર નાટકમાં પણ કહ્યું છે કે “અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખરૂપ.'' અહીં પણ એ જ કહ્યું કે “અનુભૂતિઃ હિ” અનુભૂતિ જ-આત્માનો અનુભવ જ કરવો અર્થાત આનંદના વેદનમાં જ રહેવું-ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની આંટી ગાંઠડી છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ ] ચિન રત્નાકર ભાગ-૬ જુઓ, આ સમ્યક એકાન્ત કર્યું કે-અનુભૂતિનું જ ફરમાન છે. મતલબ કે શુભનું ય ફરમાન છે એમ નથી. અનુભૂતિ કરવાનું ફરમાન છે અને રાગ કરવાનું ફરમાન નથી એમ સમ્યક અનેકાન્ત છે. કેટલાક કહે છે-વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિધાન વિધિપૂર્વક કરવાં તેને કહે છે કે એ વિધિ-વિધાન નહિ પણ અનુભૂતિ જ કરવી એ “વિહિતમ” ભગવાને કહેલું વિધિ-વિધાન ‘જ્ઞાનાત્મત્વે ભવનમ' એમ આવ્યું ને! એનો અર્થ એમ છે કે આત્મા જે જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે તેનું તે-રૂપે થવું એ એનું ભવન કહેતાં ઘર-રહેઠાણ છે અને એમાં જ વાસ્તુ કરવું. લોકો બિચારા આખો દિવસ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં-એકલી પાપની મજૂરીમાં બળદની જેમ વખત ગાળે તેમને આ સાંભળવાની ફુરસદ કયાંથી મળે? અરે! મોક્ષનો માર્ગ તો છે નહિ અને સત્સમાગમ અને શાસ્ત્ર-સ્વાધ્યાયની ફુરસદેય ન મળે, તો તેઓ ક્યાં જશે? રોજનું શાસ્ત્ર-શ્રવણ-વાંચન બે ચાર કલાક જોઈએ એ પણ જો નથી તો ભલે મોટા શેઠીઆ હોય તોપણ મરીને તિર્યચે-કૂતરે-બિલાડે જ જશે. શું થાય? એવા પરિણામનું એવું જ ફળ છે. અહીં તો કહે છે–પરમાત્માના આગમમાં અનુભૂતિનું જ વિધાન છે, શાસ્ત્ર-સ્વાધ્યાય આદિ શુભરાગનું ય નહિ. કળશટીકામાં (કળશ ૧૩ માં) આવે છે કે-“કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે' અહાહા....! અંતર્મુખ થઈને એક આત્માનો અનુભવ કરવો એ જ વિધાન આગમમાં કહ્યું છે અને એ જ વીતરાગનો માર્ગ છે. [ પ્રવચન નં. ૨૧૬ * દિનાંક ૩૦-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૪ अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगणहेतुं पि मोक्खहेतुं अजाणंता।। १५४ ।। परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति। संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः।। १५४ ।। હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે – પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. ગાથાર્થઃ- [૨] જેઓ [ પરમાર્થવાહ્યઃ] પરમાર્થથી બાહ્ય છે [ તે] તેઓ [ મોક્ષદેતુમ ] મોક્ષના હેતુને [મનાનન્ત:] નહિ જાણતા થકા- [ સંસારામનદેતુન્ ગરિ] જોકે પુણ્ય સંસારેગમનનો હેતુ છે તોપણ- [જ્ઞાનેન] અજ્ઞાનથી [ પુષ્પ ] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) [ રૂછત્તિ] ઇચ્છે છે. ટીકા:- સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના * ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેનીપ્રતિજ્ઞા લઇને પણ, દુરંત કર્મચકને પાર ઊતરવાની નામર્દોઇને લીધે (અસમર્થતાને લીધે ) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્કૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુપણા-લધુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂળ લક્ષ્યવાળા હોઇને ( સંકલેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ * ભવન = થવું તે; પણિમન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. ભાવાર્થ- કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે, (સંકલેશપરિણામો તેમ જ વિશુદ્ધ- પરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.) આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. સમયસાર ગાથા ૧૫૪: મથાળું હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે:સામાયિકસ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે એની તો ખબર નથી અને બહારથી સામાયિક ( ચારિત્ર) ગ્રહણ કરીને દયા, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગનું આચરણ કરીને ધર્મ થયો માને છે તેને સમજાવે છે કે-ભાઈ ! એ ધર્મ નથી; તારું શુભાચરણ છે એ તો બંધનું, સંસારનું કારણ છે અને એને તું ધર્મ માને છે એ માન્યતા મિથ્યાત્વ છે. * ગાથા ૧૫૪: ટીકા ઉપરનું પ્રવચન * સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજસ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં...' શું કહે છે? કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી–એટલે એકલા પાપકર્મનો નાશ કરવાથી એમ નહિ, પણ પાપ અને પુણ્ય એ બેય ભાવોનો નાશ કરવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આ આત્મોપલબ્ધિ એ મોક્ષ છે અને મોક્ષને જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં કહે છે-“મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે....' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૪ ] [ ૧૦૭ અહાહા....! આ મોક્ષના કારણભૂત જે સામાયિક તે સામાયિક કોને કહેવાય તે અહીં બતાવે છે. એ સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે. પરમ પદાર્થ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ જે આત્મા તેનું જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતારૂપ જે ભવન-પરિણમન તેને સામાયિક કહીએ. આવું સામાયિક શુભરાગના સૂક્ષ્મ વિકલ્પના પણ અભાવરૂપ છે. શુભરાગરૂપ વિકલ્પ એ કાંઈ સામાયિક નથી, વિકલ્પમાત્રમાં સામાયિકની નાસ્તિ છે-અને સામાયિકમાં વિકલ્પની-રાગની નાસ્તિ છે. સામાયિક પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર એટલે આત્માના ભવનમાત્ર છે. ભવનનો એક અર્થ ઘર (-રહેઠાણ ) પણ થાય છે. ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. એનું આનંદરૂપ ભવન થવું એ એનું ઘર છે. શુભાશુભભાવનો નાશ એટલે અભાવ કરવાથી આનંદરૂપ જે નિર્મળ વીતરાગ પરિણતિ થાય તે એનું ભવન-ઘર છે. દયા, દાન આદિ જે શુભભાવ થાય તે કાંઈ ચૈતન્યનું ભવન-ઘર નથી. એવા ભવનમાં (દયા, દાન આદિરૂપ ભવનમાં) આત્મા રહેતો નથી. બહુ સૂક્ષ્મ-ઝીણી વાત ભાઈ! કાલે (શ્લોક ૧૦૫ માં) આવ્યું હતું ને કે સર્વકલ્યાણરૂપ મોક્ષનો હેતુ જ્ઞાનનું ભવન છે. ભગવાન આત્મા પુણ્ય-પાપથી રહિત એવો સ્વરૂપથી જ વીતરાગસ્વભાવી છે. આવા વીતરાગમૂર્તિ ભગવાન આત્માનું દર્શન એટલે જેવું એનું પૂર્ણ સ્વરૂપ છે તેવી એની નિર્વિકલ્પ પ્રતીતિ, જ્ઞાન એટલે જેવું પૂર્ણ સ્વરૂપ છે તેવું એનું નિર્વિકલ્પ (રાગ વિનાનું) જ્ઞાન અને ચારિત્ર એટલે એ સ્વરૂપમાં જ રમણતા-તે-રૂપ જે ભવન તે એનું નિજાર છે અને તે સામાયિક છે. સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે એ એક વાત. વળી બીજું-તે એકાગ્રતાલક્ષણવાળું છે. સામાયિક સ્વરૂપમાં એકાગ્રતા રૂપ છે. “સામ્” એટલે સામ્ય-સમતા-વીતરાગતા અને “આય' એટલે લાભ. જેમાં સમતાનો, વીતરાગતાનો, આનંદનો લાભ મળે તે પરિણામ સામાયિક છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાલક્ષણવાળું છે. પોતાના ધ્રુવ એક ચૈતન્યસ્વરૂપને અગ્ર બનાવીને જે પરિણતિ-વીતરાગી આનંદનું પરિણમન-થાય તે એકાગ્રતાલક્ષણવાળું સામાયિક છે. હવે આવી ખબરેય ન હોય અને પાથરણું પાથરીને બે ઘડી બેસી જાય અને જાણે કે સામાયિક થઈ ગઈ અને બીજા શેઠીઆઓ રૂપિયાની લહાણી કરે; બસ, જાણે બન્નેને ધર્મ થઈ ગયો! પણ ભાઈ ! એમાં ધૂળેય ધર્મ નથી. એમાં તો મિથ્યાત્વ પુષ્ટ થાય છે કેમકે એણે રાગની ક્રિયાને સામાયિક માનીને ધર્મ માન્યો. આવી સાંપ્રદાયિક દૃષ્ટિ ગૃહીત મિથ્યાત્વ છે, બાકી અગૃહીત તો અનાદિનું છે જ. વળી એ સામાયિક સમયસાર સ્વરૂપ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત જે આત્મા-સમયસાર તેનો અનુભવ તે સામાયિક-સમયસારસ્વરૂપ છે. ભગવાન આત્માનું ભવન થવું તે સામાયિક સમયસારસ્વરૂપ છે. પણ એનું ભવન કેમ થાય ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એનો આશ્રય લે તો એનું ભવન થાય. પણ એની (–આત્માની) ખબરેય ન હોય તો ભવન કયાંથી થાય? ન થાય. શુભાશુભભાવના આશ્રયે એનું ભવન ન થાય. એક સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે ચૈતન્ય અને આનંદનું ભવન થાય છે અને તે સામાયિક છે. એ સમયસારસ્વરૂપ છે. હવે કહે છે-“તેની (સામાયિકની) પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે )..” શું કહ્યું? સામાયિકની તેઓ પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે પણ દુરંત કર્મચક્રને તેઓ પાર ઊતરવા નામર્દ એટલે અસમર્થ રહે છે. જુઓ, પુણ્ય-પાપના જે ભાવ છે તે દુરંત કર્મચક્ર છે. એટલે શું? એટલે કે અંતરના મહા પુરુષાર્થ વડે તેઓ ઓળંગી શકાય તેમ છે, બીજી કોઈ રીતે નહિ. પુણ્ય-પાપના ચક્રને ઓળંગી જવું એ (સ્વસમ્મુખતાનો) પ્રચંડ પુરુષાર્થ માગે છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના જે શુભભાવ છે તેને તેઓ ઓળંગી શકતા નથી તેથી તેઓ નપુંસક છે. સામાયિકમાં મોકારમંત્ર ગણે, અનુપૂર્વી ગણે, સઝાય કરે, સ્તુતિ કરે; પણ એ તો બધો બહિર્લક્ષી શુભરાગ છે. તે શુભરાગને તેઓ નહિ છોડતા હોવાથી તેઓ નપુંસક છે, હીજડા છે, પાવૈયા છે; કેમકે જેમ પાવૈયાને પ્રજા પાકે નહિ તેમ આમને પણ માત્ર પુણ્યભાવના આચરણથી ધર્મની પ્રજા પાકતી નથી. અહો ! જગતને સાંભળવા મળવી પણ મુશ્કેલ એવી આ અલૌકિક વાત છે. જુઓ, પાઠમાં-સંસ્કૃત ટીકામાં “વીવતયા' એમ શબ્દ છે. અહા! અશુભ ભાવને તો તેઓ છોડી દે છે પણ દયા, દાન આદિના શુભભાવને કે જે કર્મવેરી છે તેને છોડવાને તેઓ અસમર્થ રહે છે. તેમનું વીર્ય શુભભાવને છોડવા સમર્થ નથી તેથી તેઓ કલીબ એટલે નપુંસક છે. જે સર્વ રાગને છોડી પર્યાયમાં સ્વરૂપની શુદ્ધતાની રચના કરે તેને વીર્ય કહીએ અને તે સાચું સામાયિક છે. એનું જ નામ સંવર અને મોક્ષનો માર્ગ છે. હવે કહે છે-“દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થળ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ...' શું કહ્યું આ? કે ભગવાન આત્મા જે જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યધાતુમય છે તેને અનુસરીને ભવન થવું અને સામાયિક કહે છે. રાગને અનુસરીને જે ભવન છે એ તો નપુંસકતા છે, પુરુષાર્થ નથી. જેમ પાપને છોડે છે તેમ પુણ્યને પણ છોડીને ચૈતન્યસ્વરૂપનો અનુભવ કરે તે પુરુષાર્થ છે અને તે સામાયિક છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૪ ] [ ૧૦૯ પુણ્ય-પાપનો જે ભાવ છે તે એક સમયનો વિકૃત ભાવ છે. તે સિવાય અંદર આખી ચીજ નિર્મળાનંદ ચિદાનંદ પ્રભુ છે. વસ્તપણે પોતે અંદર પરમેશ્વર પરમાત્મસ્વરૂપ ભગવાન છે. પણ એની ખબર કયાં છે એને? અને એને એ વાત કયાં બેસે છે? તેથી પુણ્યના પરિણામમાં રોકાઈ રહીને, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણમનરૂપ થવારૂપ જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને તેઓ પામતા નથી. અહીં...! આત્મા તો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખસ્વરૂપ છેઆ ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિય-સુખ તે આત્મા નહિ, પરંતુ શુભભાવને છોડવા અસમર્થ હોવાથી તેઓ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદસ્વભાવી આત્માને પામતા નથી. આથી તેઓ અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો એટલે હિંસાદિના અશુભ ભાવરૂપ કર્મોથી નિવૃત્ત થયા છે પણ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો તેમને વર્તે છે. મતલબ કે પાપના ભાવો તો તેમણે તજી દીધા છે પણ વ્રત, તપ, ભક્તિ, ભગવાનની સ્તુતિ, વંદના ઇત્યાદિ શુભભાવરૂપ કાર્યોમાં તેઓ વર્તે છે. અહીં કર્મો એટલે જડકર્મની વાત નથી પણ શુભાશુભભાવરૂપ કર્મોની વાત છે. અહાહા..! આત્મા સૂક્ષ્મ અરૂપી ચૈતન્યઘનસ્વરૂપ મહાપ્રભુ છે એની એને ખબર નથી તેથી સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ તે સ્થૂળ એવા અચેતન શુભરાગમાં પ્રવર્તે છે. પરંતુ ભાઈ ! શુભભાવ એ સામાયિક કહેતાં આત્માનો સમભાવરૂપ પરિણામ નથી; એ તો વિષમ ભાવ છે. જુઓ, અહીં વ્રત, તપ, પૂજા ભક્તિ ઇત્યાદિ શુભભાવને અત્યંત સ્થૂલ એટલે જાડો કહ્યો ૫ ૭ર માં અને અશુચિ, અચેતન, અને દુ:ખનું કારણ કહ્યું છે. ભાઈ ! એ (-શુભરાગ ) મોક્ષનું કારણ તો નહિ પણ દુઃખનું કારણ છે એમ કહ્યું છે. હવે કહે છે-જેમને અત્યંત સ્થળ વિશુદ્ધપરિણામરૂપ પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુપણાલઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઈને (સંકલેશ પરિણામોને છોડાતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.” શું કીધું? કે શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરભારે કર્મ છે. ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડયું છે પણ જે લઘુ-હુળવો સ્થૂળ શુભભાવ છે એને રાખ્યો છે, સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ-અપરાધ છે. પરંતુ શુભભાવરૂપ કર્મમાં હળવાપણું અનુભવીને તેમાં સંતુષ્ટ ચિત્તવાળા થાય છે. મતલબ કે શુભભાવની હળવાશમાં મીઠાશ અનુભવીને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતરપુરુષાર્થ કરતા નથી. આ પ્રમાણે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અહાહા...! અત્યંત સૂક્ષ્મસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જે ચિદાનંદમય ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તેના લક્ષ્યથી રહિત હોવાથી તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. પ્રશ્ન:- પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયોની વાત કીધી છે ત્યાં પ્રચંડ કર્મકાંડ વડે જ્ઞાનકાંડ પ્રચંડ કરવાની વાત આવે છે ને? ઉત્તર- હા, પણ એનો અર્થ શું? શું રાગ છે માટે સૂક્ષ્મ ચૈતન્ય હાથ આવે છે એમ છે? શુદ્ધ ચૈતન્યની વીતરાગી પરિણતિ શું રાગને લઈને છે? ના, એમ નથી. એ તો જ્ઞાનકાંડના સહુચરપણે વર્તતા કર્મકાંડને બતાવવા એવું વ્યવહારનયનું કથન છે. બાકી શુદ્ધ પરિણતિ સ્વયં પોતાના સ્વકાળે સ્વતઃ ઉત્પાદરૂપ થાય છે; એને રાગની કે નિમિત્તની-દેવ-ગુરુ-શાસ્ત્રની કોઈ અપેક્ષા નથી. અરે એને (શુદ્ધ પરિણતિને) નિજ દ્રવ્યની પણ કયાં અપેક્ષા છે? તે પર્યાય માત્ર શુદ્ધ ચૈતન્યમય દ્રવ્યનું લક્ષ કરે છે બસ એટલું જ; બાકી જે શુદ્ધ રત્નત્રયની જે વીતરાગી પર્યાય થાય તે સ્વતંત્ર પોતાના પકારકરૂપ પરિણમનથી થાય છે અને એ જ એની જન્મક્ષણ (સ્વકાળ) છે. અહીં કહે છે કે તેઓ શુભભાવમાં વર્તે છે તેથી સ્થૂળ લક્ષ્યવાળા છે કેમકે સૂક્ષ્મ ચૈતન્યના લક્ષ્યનો તેમને અભાવ છે. તેથી તેમને સામાયિક ક્યાંથી હોય? તેઓ બે ઘડી માટે સામાયિક લઈને બેસી જાય અને “ણમો અરિહંતાણં' ઇત્યાદિ પંચપરમેષ્ઠીનું સ્મરણ-સ્તુતિ કરે પણ તેથી શું ? ભગવાન પંચપરમેષ્ઠી નિજ આત્મદ્રવ્યથી ભિન્ન પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્યનું સ્મરણ સ્થૂળ શુભરાગ છે. ત્યાં (શુભરાગમાં) જ્ઞાનના ભવનમાત્ર સામાયિક કયાં આવી ? અહીં “ધૂળ લક્ષ્યવાળા હોઈને” એમ કહીને એ પણ સિદ્ધ કર્યું કે તેઓ જે શુભમાં વર્તે છે તે કોઈ જડ પુદ્ગલકર્મને લઈને વર્તે છે એમ નથી, પણ પોતાના ઊંધા પુરુષાર્થથી શુભમાં વર્તે છે. હવે જ્યાં પુરુષાર્થ જ ઊંધો છે ત્યાં સામાયિક કેમ હોય? (ન જ હોય ). ત્યારે કેટલાક કહે છે-શુભભાવ હોય તો પછી એ કાળે શુભ છૂટીને શુદ્ધતા થાય પણ અશુભના કાળે અશુભ છૂટીને કાંઈ શુદ્ધતા થોડી પ્રગટ થાય? સ્વરૂપની દષ્ટિ થાય ત્યારે તેની પહેલાં છેલ્લો ભાવ શુભ હોય છે અને એ શુભના અભાવપૂર્વક નિશ્ચયની દષ્ટિ થાય છે, પણ અશુભને છોડીને નિશ્ચયદષ્ટિ પ્રગટ થાય એમ બનતું નથી. માટે એટલો તો શુભ સારો છે એમ કહો; એમ કે-શુભભાવ એટલી તો મદદ કરે છે ને ? તો કહે છે-ના; એમ નથી. બેય (શુભાશુભ બંને) નિરર્થક, જૂઠા છે. એ અશુભમાં વર્તે તોય કર્મકાંડમાં વર્તે છે અને શુભમાં વર્તે તોય કર્મકાંડમાં વર્તે છે. આત્મકાંડમાં ( જ્ઞાનકાંડમાં) એટલે નિર્મળ વીતરાગ પરિણતિમાં તે વર્યો જ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૪ ] [ ૧૧૧ તેથી તેને સામાયિક હોતી નથી. કર્મકાંડ એટલે શુભ અને અશુભભાવ એ બેય કર્મ કહેતાં વિકારની ધારા છે. બેય કર્મધારા છે. આવે છે ને કે જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા એમ બેય ધારા હોય છે. ત્યાં જે રાગ છે તેને જ્ઞાની ય જાણે છે અને એક શુદ્ધ ચેતન્યમય આત્માને જ ઉપાય જાણે છે. જ્ઞાનીને જેટલી પરિણતિ શુદ્ધ નિર્મળ છે એટલું મોક્ષનું કારણ બને છે અને સાથે જેટલો રાગઅશુદ્ધતા છે તે બંધનું કારણ છે. જ્ઞાની પણ એમ જ યથાર્થ જાણે છે. પૂર્ણ વીતરાગ થયા પહેલાં તેને (-સાધકને) આ બેય ધારા હોય છે. પણ અજ્ઞાનીને એક કર્મધારા જ હોય છે. તથા કેવળીને એક જ્ઞાનધારા જ હોય છે. આવી વાત છે. હવે કહે છે-“આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભકર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.' આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી...'' જોયું? ભાષા કેટલી સ્પષ્ટ છે? એમ કે કર્મનું જોર છે માટે તે શુભથી છૂટતા નથી એમ નથી; પણ આનંદનો નાથ ચિદાનંદ ભગવાન પોતે અંદર જે બિરાજે છે તેની ચૈતન્યજ્યોતમાં આ બધું જણાય છે–જાણનારો પોતે જણાય છે તોપણ રાગકાળે રાગને જાણનારો પોતે જુદો છે એવું જ્ઞાન નહિ હોવાથી રાગથી-શુભભાવથી છૂટતા નથી. અહાહા...! ટીકા તે કાંઈ ટીકા છે! ખૂબ ગંભીર, ભાઈ ! કહે છે જેની સત્તામાં જાણવું વર્તે છે અને જેની સત્તા પરની સત્તાને જાણે છે એ સત્તા પોતાની છે એવી નિજ ચૈતન્યસત્તા પર દષ્ટિ નહિ હોવાથી અજ્ઞાની થઈને શુભભાવમાં અટકે છે. સમજાણું કાંઈ....? આ પ્રમાણે અજ્ઞાની જીવ અજ્ઞાનવશ હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભ કર્મને જ બંધનું કારણ માને છે પણ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભભાવ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ જાણતો નથી. ઉલટું તેમને મોક્ષના કારણપણે અંગીકાર કરીને શુભભાવોનો આશ્રય કરે છે. વ્યવહાર છે તે મોક્ષનું કારણ છે, એમાંથી મોક્ષનો માર્ગ પ્રગટશે એમ અજ્ઞાની માને છે ને? તેથી તે શુભભાવનો જ એકાંતે આશ્રય કરે છે. પરંતુ ભાઈ ! શુભ અને અશુભ બેય એક જ જાત છે; બેય કર્મ રાગની-વિકારની જ જાત છે. આગળ આવી ગયું ને કે બેય વિભાવરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ ચંડાલણીનો પુત્ર બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે કહે કે-મારે મદિરા આદિ ખપે નહિ. પણ એ છે તો ચંડાલણીનો જ દીકરો; તેમ શુભાચરણમાં તલ્લીન કોઈ કહે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અમને હિંસાદિ અશુભ ખપે નહિ, પણ તે શુભાચરણરૂપ કર્મ છે તો વિભાવચંડાલણીનો જ દીકરો. ભાઈ ! આ વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનું ફરમાન છે. પરંતુ અરે! અજ્ઞાની જીવો સ્થૂળ લક્ષ્યવાળા હોઈને શુભભાવને બંધનું કારણ નહિ જાણતા થકા, તેને મોક્ષનું કારણ જાણીને તેનું જ સેવન કરે છે. ભાઈ ! જેઓ વ્રત, તપ, ઇત્યાદિ શુભાચરણને મોક્ષનું કારણ જાણી અંગીકાર કરે છે તેઓ મિથ્યાષ્ટિ છે. તેમને જૈન ધર્મની ખબર નથી. જૈન ધર્મ તો એક વીતરાગભાવ છે. રાગ કદીય જૈન ધર્મ નથી. પ્રશ્ન:- હા, પણ શુભરાગ, દુકાને બેસવાના અશુભરાગ કરતાં તો સારો ખરો કે નહિ? | ઉત્તર- ભાઈ ! એક અશુભરાગની દુકાન છે તો બીજી શુભરાગની દુકાન છે. (રાગરહિતપણું તો એકેય નથી). બન્નેમાં પરલક્ષી ભાવ છે. બેય એકની એક કર્મની જાત છે, ધર્મ તો એકેય નથી. બેડી લોઢાની હો કે સોનાની, બંધન અપેક્ષાએ તો બેઉ સમાન છે, સારી તો એકેય નથી. પાપ લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે, પણ બેય બેડી જ છે. * ગાથા ૧૫૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો ચૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધ પરિણામોમાં (-શુભ પરિણામોમાં) રાચે છે.' જુઓ, શુભ અને અશુભ બને પરિણામોને સ્થૂલ કીધા અને એનાથી ભિન્ન આત્મસ્વભાવ-એક જ્ઞાયકભાવને સૂક્ષ્મ કીધો. અશુભભાવ જેવો સ્થૂલ છે તેવો જ પૂલ શુભભાવ છે. બંધના કારણ તરીકે બેઉ એક જ છે. કેટલાક રાડો પાડે છે કે આ તો નિશ્ચયની વાત છે; એમ કે એનું સાધન તો કાંઈ (શુભાચરણ ) હશે કે નહિ? ભાઈ ! રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવો, બસ એ એક જ સાધન છે. રાગ એ સાધન છે જ નહિ. એ તો કોઈ ઠેકાણે નિશ્ચયની-શુદ્ધની ભૂમિકામાં રાગની મંદતા કઈ જાતની સહુચરણપણે છે તેનું જ્ઞાન કરાવવા આરોપથી તેને સાધન કહ્યું હોય છે. પણ એનો અર્થ જ એ છે કે તે (–મંદ રાગ) સાધન છે નહિ. અજ્ઞાની અશુભને તો બંધનું કારણ જાણીને છોડે છે પણ શુભને બંધનું કારણ નહિ જાણતો થકો, એને મોક્ષનું કારણ જાણીને તેનો આશ્રય કરે છે. ભગવાનની સેવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૪ ] [ ૧૧૩ કરો, દેશની સેવા કરો, માનવસેવા કરો, ‘માનવસેવા તે પ્રભુ-સેવા ' —આવો આવો ઉપદેશ સાંભળી અજ્ઞાની રાજી રાજી થઈ જાય છે, અને શુભભાવમાં રાચે છે. ભગવાન વીતરાગદેવે તો વીતરાગતાને ધર્મ ફરમાવ્યો છે, પણ એની એને કયાં ખબર છે? આનો (જિનાગમનો ) સ્વાધ્યાય કરે તો ખબર પડે ને? પણ એને કયાં ફુરસદ છે? ભાઈ ! અહીં તો કહે છે કે સંકલેશ પરિણામોની જેમ જ વિશુદ્ધ પરિણામો અત્યંત સ્થૂલ છે અને બંધનાં કારણ છે. એક આત્મસ્વભાવ જ સૂક્ષ્મ છે અને મોક્ષનું કારણ છે. હવે કહે છે– આ રીતે તેઓ-જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.’ અજ્ઞાની અશુભકર્મને બંધનું કારણ માને છે પણ જેમાં કર્મનો ભેદ અનુભવ છે એવા શુભને મોક્ષનું કારણ માને છે; એમ કે શુભ કરતાં કરતાં મોક્ષમાર્ગ થઈ જશે. તે એમ કહે છેઆપણે કયાં દુકાને બેઠા છીએ, આપણે તો અપાસરે બેઠા છીએ; આપણે કયાં ઘરમાં (ગૃહવાસી ) છીએ, આપણે તો દેરાસરમાં ભગવાન પાસે બેઠા છીએ; ઇત્યાદિ. પણ ભાઈ ! જ્યાં તું બેઠો છે એ બધો શુભરાગ છે. કાંઈ અંદર આત્મામાં બેઠો નથી, સામાયિકસ્વરૂપ પોતાના ભગવાનમાં બેઠો નથી. પ્રશ્નઃ- શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને ? ઉત્ત૨:- હા, પણ એનો અર્થ શું? કે સાધક ધર્મીજીવ એનો (–શુભનો ) અભાવ કરીનેએટલે વર્તમાનમાં એનો પૂરો અભાવ નથી તો અંદર સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરીને એનો અભાવ કરશે તે અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બધાની આ તકરાર છે કે શુભને પરંપરા કારણ કહ્યું છે. પણ એનો અર્થ શું થાય એની ખબર નથી. ભાઈ ! ચૈતન્યના અવલંબને જે વીતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે. તે પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. પણ તે વેળા ક્રમશઃ અભાવરૂપ થતો જે શુભરાગ સચ૨૫ણે છે તેમાં આરોપ આપીને તેને પરંપરા કારણ કહ્યું છે. શુભરાગ ખરેખર પરંપરા કારણ છે એમ છે નહિ; સમજાણું કાંઈ...! લ્યો, આવી ખબર નથી એટલે અજ્ઞાની જીવો શુભને જ મોક્ષનું કારણ જાણી તેનો આશ્રય કરે છે. [પ્રવચન નં. ૨૧૭ * દિનાંક ૩૧-૧૦–૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૫ अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।। १५५ ।। जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्। रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः ।। १५५ ।। હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ ) બતાવે છે: જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. ગાથાર્થ:- [ નીવાશ્રિદ્ધાનં] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [ સચવā] સમ્યકત્વ છે, [ તેષાત્ ધિરામ: ] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ જ્ઞાનમ્] જ્ઞાન છે અને [RI[વિપરિદરy ] રાગાદિનો ત્યાગ [વર] ચારિત્ર છે;- [N: 1] આ જ [ મોક્ષપથ: ] મોક્ષનો માર્ગ છે. ટીકાઃ- મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન ( –પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. ભાવાર્થ:- આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી “સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે' એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે–એમ કહેવામાં કાંઇ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદવે જ્ઞાનસ્વરૂપ આત્માને “જ્ઞાન” શબ્દથી કહ્યો છે. સમયસાર ગાથા ૧૫૫ : મથાળું હવે એવા જીવોને પરમાર્થ મોક્ષનું કારણ (ખરું મોક્ષનું કારણ ) બતાવે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] [ ૧૧૫ * ગાથા ૧૫૫ : ટીકા ઉપરનું પ્રવચન * મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.” તત્ત્વાર્થસૂત્રમાં પહેલું સૂત્ર છે ને કે- સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ક:-મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; અને સંસારમાં રખડવાનો માર્ગ મિથ્યાદર્શન-જ્ઞાન અને અવ્રત છે. ( મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર છે.) પ્રશ્ન:- અવ્રતના પાપભાવ કરતાં વ્રતના શુભભાવ તો સારા ને? ઉત્તર:- બે ય સમાન છે. ચોરાસીના અવતાર-જે નરક-નિગોદના ભવ, કીડા, કાગડા અને કંથવાના ભવ-એ સર્વનું કારણ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણ છે. મિથ્યાત્વ સહિત સર્વ આચરણ મિથ્યાચારિત્ર છે. એથી વિરુદ્ધ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર છે. આવી વાત છે. હવે કહે છે તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે.” દિલ્હીમાં આ ગાથાની ચર્ચા નીકળી હતી. તેઓ કહે-ગાથામાં “નીવાલીસ૬i સમ્મત્ત'-જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમકિત છે એમ કહ્યું છે. ત્યારે કહ્યું કે અહીં એટલો માત્ર અર્થ નથી. ટીકા જુઓ; ટીકામાં જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું સમકિત કહ્યું છે. ઝીણી વાત છે. પ્રભુ! આત્માવલોકનમાં આવે છે કે-વીતરાગદેવની જે પ્રતિમા છે તે પ્રતિમા સ્થિર બિંબ છે, હાલતી ચાલતી નથી અને આંખની પાંપણેય ફરકતી નથી. આવી સ્થિર-સ્થિર જિનપ્રતિમા દેખીને એમ વિચાર આવે છે કે વીતરાગને પહેલાં જે રાગ હતો તે રાગ ટળીને વસ્તુ જે વીતરાગસ્વભાવે હતી તે, તેવી વીતરાગ રહી ગઈ. એટલે કે વીતરાગની મૂર્તિ હોય કે સાક્ષાત્ વીતરાગ પરમેશ્વર હોય, બેયને દેખીને આવો વિચાર થવો જોઈએ કે ભગવાનને પહેલાં જે દયા, દાન, વ્રત, પૂજા, ઉપવાસ ઇત્યાદિના શુભરાગના જે વિકલ્પ હતા કે જેને લોકો અત્યારે ધર્મ માને છે તે નીકળી ગયા અને વીતરાગ સ્થિર બિંબ જે પોતાનું હતું તે રહી ગયું. ભગવાનમાં જે વીતરાગપણું છે તે પોતાની વસ્તુ છે. રાગ જે પોતાનો નહોતો તે નીકળી ગયો. અરે ! આમ છે છતાં લોકો અત્યારે રાગને ધર્મ માને છે! (ખેદની વાત છે ). અત્યારે લોકો આ સામાયિક, પોસા ને પ્રતિક્રમણ કરે છે ને? ભાઈ ! એ ધર્મ નથી, એ તો બધો રાગ છે. ભાઈ ! આત્માનુભવ વિના જેટલા કોઈ પરિણામ થાય છે તે બધા રાગાદિ જ છે, ધર્મ નથી. ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવ છે તેમને હિંસાદિના જેમ પરિણામ નથી તેમ અહિંસાદિ વ્રતના શુભરાગના પરિણામેય નથી. એ બધા રાગના પરિણામ તો કૃત્રિમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હતા, એની વસ્તુમાં ન હતા. પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતા નીકળી ગયા અને વસ્તુ જેવી વીતરાગ હતી તેવી રહી ગઈ. સમજાણું કાંઈ? વીતરાગ એટલે વીતરાગવીતી ગયો છે રાગ જેને તે વીતરાગ છે. એથી એ સિદ્ધ થયું કે-રાગ વસ્તુનો-આત્માનો સ્વભાવ ન હતો તે નીકળી ગયો અને વીતરાગતા રહી ગઈ. હવે ગુનો વિચાર કરીએ કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયનું નિર્મળ વીતરાગ પરિણામ થયું છે અને જે વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે ગુરુ છે. જે બહારના દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં ધર્મ થવાનું માને અને મનાવે તે સાચા ગુરુ નથી, તે દિગંબર સાધુ નથી. ગુરુ સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગભાવને પ્રાપ્ત થયેલા છે અને વીતરાગી પરિણમનની જ પ્રરૂપણા કરે છે. વીતરાગપણું પ્રગટ કરો એમ એમના ઉપદેશમાં આવે છે અને તે વીતરાગતા ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે, ક્રિયાકાંડના આશ્રયે નહિ એવો સ્પષ્ટ તેમનો ઉપદેશ હોય છે. ક્રિયાકાંડ વડે વીતરાગતા પ્રગટ થાય એવી પ્રરૂપણા કરે તે સાચા જૈન ગુરુ નથી. એવી જ રીતે જે વીતરાગસ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. અહીં કહ્યું ને કે-જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું થવું-પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તદ્રુપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા...! હું સદાય વીતરાગસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે; મહેમાનની જેમ તે આવે ને જાય, એ કાંઈ મારી ચીજ નથી; આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વીતરાગી ચારિત્ર છે અને આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે. આ પ્રમાણે દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય વીતરાગસ્વરૂપ જ હોય છે. લ્યો, આ ભગવાનની વાણી જે બાર અંગ અને ચૌદપૂર્વના વિસ્તારરૂપ છે તેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે. એ બધું વિસ્તારપૂર્વક જે વર્ણન છે તે એક સમભાવને-વીતરાગભાવને જ પ્રસિદ્ધ કરે છે. અહાહા..ભગવાન સર્વજ્ઞદેવ પરમ વીતરાગ સમભાવી, નિગ્રંથ દિગંબર ગુરુ સમભાવી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગ-સમભાવરૂપ જ છે. વીતરાગ કહો કે સમભાવ કહો, બન્ને એક જ છે. આ પુણ્ય-પાપના જે ભાવ છે તે વિષમભાવ છે અને એનાથી રહિત જે ચૈતન્યના નિર્મળ પરિણામ છે તે સમભાવ છે, વીતરાગભાવ છે અને તે ધર્મ છે. અહા ! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે બાપુ! અરે! અત્યારે લોકોએ તેમાં ફેરફાર કરી નાખ્યો છે! ધર્મના યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના મંદ કષાયના પરિણામ કરી કરીને જીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] | [ ૧૧૭ અનંતકાળથી દુ:ખનો ભાર ભરી-ભરીને મરી રહ્યો છે. ઉપવાસ કરે, પ્રોષધ કરે, પ્રતિક્રમણ વગેરે કરે અને માને કે અમે ધર્મ કરીએ છીએ, પણ ભાઈ ! એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને. એ તો બધો રાગ છે અને જે તું એમ માને છે કે-આ રાગ કરું છું તે ધર્મ છે અને કર્તવ્ય છે એ માન્યતા મિથ્યાદર્શન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જૈન પરમેશ્વર તો વ્યવહારથી પણ જૈન એને કહે છે જેને, દેવ વીતરાગી, ગુરુ નિગ્રંથ વીતરાગી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી જ હોય એવું વાસ્તવિક શ્રદ્ધાન છે. અંતરંગ જૈનપણું તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! એ વાડાની ચીજ નથી. સમજાણું કાંઈ....? શુભાશુભરાગથી રહિત ભગવાન આત્મા એકલો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે. એનું પોતાના શ્રદ્ધાનસ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તે સમ્યગ્દર્શન છે. જીવાદિ પદાર્થોનું જે ભેદરૂપ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન નહિ. એ તો રાગ છે. સમ્યગ્દર્શન તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાનના રાગરહિત પરિણમનરૂપ છે. હવે આવી ખબર ન મળે અને અનેક પ્રકારે ક્રિયાકાંડની ધમાલ કરે અને માને કે પાપ ધોવાઈ ગયાં તો કહીએ છીએ કે ધૂળેય પાપ ધોવાયાં નથી. એ ક્રિયાકાંડમાં આત્મા ક્યાં છે, ધર્મ કયાં છે કે પાપ ધોવાય? ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કેઆ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે. અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન શાયકના શ્રદ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા..! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. આવા સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ સાચું નહિ અને ચારિત્ર પણ સાચું નહિ. અરે! આ વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિ તો એકડા વિનાનાં મીઠાં છે. પ્રશ્ન:- હા; પણ એ (-વ્રતાદિ) વડે પરંપરા તો ધર્મ થશે ને ? ઉત્તર- અરે ભાઈ ! સમ્યગ્દર્શનનું જે બાહ્ય નિમિત્ત દેવ અને ગુરુ તે વીતરાગી જ હોય એવી ય હજુ જેને ખબર નથી તે મિથ્યાષ્ટિના ક્રિયાકાંડમાં પરંપરા ધર્મ કેવો? ભાઈ ! શુભરાગની ક્રિયાને જે પરંપરાએ ધર્મ કહ્યો છે એ તો આરોપ આપીને કહ્યો છે અને એ આરોપ તો સમકિતીની બાહ્ય ક્રિયામાં લાગુ પડે છે. (મિથ્યાષ્ટિને જ્યાં ધર્મપરિણતિ જ નથી ત્યાં કોનો આરોપ કરવો?). માર્ગ બહુ આકરો છે ભાઈ ! પણ શું થાય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જન્મ-મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનો માર્ગ એકલો વીતરાગતારૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે. પ્રશ્ન- તો “સરાગ સમકિત”—એમ આવે છે ને? ઉત્તર- સમકિત તો સરાગ નથી; જે પ્રતીતિરૂપ પરિણમન છે એ તો શુદ્ધ વીતરાગ જ છે. પરંતુ ધર્મીને સહકારી ચારિત્રના દોષરૂપ જે સરાગતા હોય છે તેનો આરોપ આપીને સરાગ સમકિત એમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગસ્વભાવી છે. તેના શ્રદ્ધાનરૂપ જે ભવનપરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. આ ચોથા ગુણસ્થાને જે સમકિત પ્રગટ થાય છે એની વાત છે. અત્યારે તો ચીજ આખી જાણે દુર્લભ થઈ પડી છે! શ્રાવકના પાંચમા અને મુનિના છઠ્ઠા ગુણસ્થાનની વીતરાગતાની (-ચારિત્રની) તો કોઈ ઓર વાત છે. આ વાડાના જે શ્રાવક તે શ્રાવક નહિ, એ તો શ્રાવક છે જ નહિ. આ તો સાચા સમકિતી શ્રાવકની વાત છે. હજી સમકિતના સ્વરૂપનીય ખબર ન હોય તે વળી શ્રાવક કેવો? વળી પાંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુપ્તિ પાળે, ૨૮ મૂલગુણ પાળે માટે સાધુ-એમ જૈનદર્શનમાં એને સાધુ કહ્યા નથી, કેમકે એ બધો રાગ-વિકલ્પ છે. આ તો રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ત્રણ કષાયના અભાવપૂર્વક જે વીતરાગતા પ્રગટ થાય તે સાધુપણું છે, ધર્મ છે. જીવાદિનું શ્રદ્ધાન સમકિત”—એમ જે કહ્યું ત્યાં આ (એકેન્દ્રિયાદિ) જીવ છે અને આ (ઘટપટાદિ) અજીવ છે એવી શ્રદ્ધાની વાત નથી. પરંતુ જીવ જ્ઞાયકભાવે- વીતરાગસ્વભાવે છે અને રાગસ્વભાવે-કર્મસ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ જે વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે. “શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું'-એમ છે ને ટીકામાં? ત્યાં જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન કેમ લીધું? કે ઓલો રાગ નહિ; રાગનો અભાવ સૂચવવો છે. વ્રતાદિનો રાગ જે વિભાવ છે, વિકાર છે તેનાથી રહિત જ્ઞાનનું થયું એટલે કે આત્માનું પરિણમવું એમ વાત છે. અહાહા..! વીતરાગસ્વરૂપી આત્મા સ્વરૂપના શ્રદ્ધાનરૂપ વીતરાગ પરિણતિએ પરિણમે તેને સમ્યગ્દર્શન કહ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ ! પ્રશ્ન- તો કાંઈક સહેલું બતાવો ને? ઉત્તરઃ- સહેલું કહો તો સહેલું અને અઘરું કહો તો અઘરું કાર્ય કરવાનું આ છે. ભાઈ ! વેપાર-ધંધા આદિ પાપની મજારીમાં ડયા રહેવું અને પૂછો છો કે ઝટ સમજાઈ જાય એવું સહેલું બતાવો તો કહીએ છીએ કે એ બેય સાથે બને એમ નથી. સમજાણું કાંઈ...? આ તો ફરસદ લઈને સમજવા જેવી ચીજ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] [ ૧૧૯ અહીં કહે છે કે-જીવાદિ પદાર્થોના (નવ પદાર્થોના) શ્રદ્ધાનસ્વભાવે એટલે કે જેવો અંદર પોતાનો શ્રદ્ધાસ્વભાવ છે તેવા શ્રદ્ધાનસ્વભાવે પર્યાયમાં આત્માનું થયું તે સમ્યગ્દર્શન છે. અહાહા..! આત્મા પોતે સદાય વીતરાગસ્વરૂપ જ છે અને એના શ્રદ્ધાનરૂપ જે દશા થાય તે પણ વીતરાગી પર્યાય છે. હવે કહે છે-“જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે.' જુઓ, આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન-એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવેદનરૂપે, સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. કોઈને શાસ્ત્રોનું ઝાઝું ભણતર હોય એટલે એને જ્ઞાન છે એમ વાત નથી. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. ભાઈ ! ત્રિલોકીનાથ વીતરાગ સર્વજ્ઞદેવે ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે ધર્મસભામાં જે પ્રરૂપ્યો છે તે આ માર્ગ છે. બાકી બીજા બધા કલ્પિત માર્ગ છે. જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યજ્ઞાન કહે છે. એમાં પુણ્ય-પાપની ભગવાન જ્ઞાયકમાં નાસ્તિ છે એવું જ્ઞાન ભેગું આવી જાય છે. અહાહા..! જેમાં પુણ્ય-પાપની નાસ્તિ છે એવા શાયકને જાણનારું જ્ઞાયકના લક્ષ પરિણમનારું જ્ઞાન પણ પુણ્ય-પાપના ભાવથી રહિત છે. ભાઈ ! આ સમ્યજ્ઞાનની જે પર્યાય છે તે વીતરાગી પર્યાય છે. ગાથા ૧૭–૧૮ માં આવી ગયું ને કે-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે, પણ અજ્ઞાનીનું જ્ઞાયક ઉપર લક્ષ-દષ્ટિ નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે અને જ્ઞાનીનું લક્ષ-દષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષ પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. હવે આવી વાત, નવા નવા સાંભળવા આવ્યા હોય તેને તો એમ લાગે કે આ શું કહે છે? શું જૈનમાર્ગ આવો હશે? એમ કે ચોવિયાર કરવો, કંદમૂળ ન ખાવાં, પર્વ-તિથિએ લીલોતરી ન ખાવી, બ્રહ્મચર્ય પાળવું અને પોસા-પ્રતિક્રમણ કરવાં એ તો બધું જૈનમાં સાંભળ્યું છે પણ આ શું? ભગવાન! જરા ધીરો થઈને સાંભળ. તું જે કહે છે એ તો બધી રાગની ક્રિયાની વાતો છે. એમાં ભગવાન આત્મા ક્યાં છે? (નથી). અને જો એમાં આત્મા નથી તો એ ધર્મ કેમ હોય ? (ન હોય). અનુભવપ્રકાશ' માં આવે છે કે સાંજની સંધ્યા (લાલી) સૂર્યને અસ્ત થવાની નિશાની છે અને સવારની સંધ્યા (લાલી) સર્યનો ઉદય થવાની નિશાની છે. તેમ આ શરીર. બાયડી-છોકરાં, કુટુંબ, ધનસંપત્તિ પ્રત્યેનો જે રાગ છે તે આત્માનો અસ્ત થવાની નિશાની છે, અર્થાત્ એ રાગ વડે કરીને આત્મા અંધ બની ચાર ગતિમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ રખડશે. અને પરમ ગુરુ પરમાત્મા અરહંતાદિ પ્રત્યે જે (સ્વરૂપની ઓળખાણ સહિત ) અનુરાગ છે તે સવા૨ની સંધ્યાની જેમ ભગવાન આત્માનો ઉદય થવાની નિશાની છે. આ સ્વરૂપની જેને ચિ થઈ એવા સમકિતીની વાત છે. એને ખ્યાલ છે કે જેવા ભગવાન ૫૨મ વીતરાગ નિર્મળ છે તેવો પોતાનો ચૈતન્યસ્વભાવ પરમ વીતરાગ નિર્મળ છે. એને સ્વભાવના અવલંબને વીતરાગદેવ પ્રત્યેનો અનુરાગ ટળીને ક્રમે વીતરાગતા પ્રગટશે અને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્યનો ઉદય થશે કેમકે એને રાગનું મમત્વ અને સ્વામિત્વ નથી; એ રાગને ભલો અને લાભદાયક માનતો નથી તેથી રાગ ટળીને એને ચૈતન્ય જાગશે અને કેવળજ્ઞાન પ્રગટશે. ( અહીં અરહંતાદિનો અનુરાગ કેવળજ્ઞાનનું કારણ છે એમ ન સમજવું પણ સ્વરૂપનાં જે શ્રદ્ધાન, જ્ઞાન અને એમાં જે ઉગ્ર રમણતા થાય તે જ કેવળજ્ઞાનનું કારણ છે એમ સમજવું). અહીં જીવાદિ પદાર્થોનું અધિગમ તે જ્ઞાન એમ જે કહ્યું ત્યાં એમ ન સમજવું કે જીવ, અજીવ અને તેમના વિશેષોને શાસ્ત્રમાંથી જાણી લીધા અને તેની ધારણા કરી લીધી એટલે જ્ઞાન થઈ ગયું. અહીં તો સ્વસંવેદન-પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવું-પરિણમવું એને જ્ઞાન કહ્યું છે અને તે મોક્ષનો માર્ગ છે. . * રા'વિપરિહરનું ઘરળ'-એમાં તો એમ આવ્યું કે પુણ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગસ્વરૂપે જીવ છે અને એનું વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. આવા ચારિત્રવંત જૈનના ગુરુ પણ વીતરાગભાવનો જ વારંવાર ઉપદેશ કરે છે. તો શું તેઓ ચરણાનુયોગમાં કહેલાં આચરણને ઉપદેશતા નથી ? ચરણાનુયોગમાં જે વ્રતાદિ આચરણ કહેલાં છે તેને યથાસંભવ જ્યાં જેમ હોય તેમ જણાવે છે અવશ્ય, પણ તે ઉપાદેય છે. આદરણીય છે એમ ઉપદેશતા નથી. સમકિતીને જે જે ભૂમિકામાં જે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ હોય છે તેને તે જાણવા યોગ્ય હોવાથી જણાવે છે ખરા, પણ તે રાગ આદરણીય છે, વાસ્તવિક ધર્મ છે–એમ કહેતા નથી. જૈનના સાધુ તો વીતરાગસ્વભાવી આત્મા એક વીતરાગભાવરૂપે-સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે એ જ ધર્મ છે એમ જ પ્રરૂપણા કરે છે. હવે સમકિતનાં ઠેકાણાં ન મળે અને જીવોને મા ણો, તેમની દયા પાળો, જીવદયા પાળવી એ ધર્મ છે ઇત્યાદિ જે ઉપદેશ કરે તે જૈનના સાધુ-ગુરુ નથી. ભાઈ! ૫૨ની દયા કરવી એ તો શકય નથી અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે અને રાગની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે એમ જૈનશાસનમાં કહ્યું છે. (જુઓ પુરુષાર્થ સિદ્ધયુપાય શ્લોક ૪૪) તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] ‘‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ; અનંત જીવ મુકિત ગયા, દયા તણા પરિણામ. ' ’–એમ કહ્યું છે ને? [ ૧૨૧ હા; કહ્યું છે. પણ એ દયા એટલે શું? ભાઈ! એ તો પોતાના આત્માની દયાની વાત છે, પરની દયાની નહિ. પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જીવન જે જ્ઞાન અને આનંદસ્વરૂપે છે તેની એટલે ટકતા તત્ત્વની ટકતા તત્ત્વ તરીકે પ્રતીતિ અને જ્ઞાન થવાં એનું નામ સ્વદયા છે. ભાઈ, આત્મા જેવડો છે તેવડો સ્વીકારવો તે દયા છે અને તેથી ઓછો કે વિપરીત માનવો તે હિંસા છે. આવી સ્વદયા તે સુખની-મુક્તિની ખાણ છે. અત્યારે તો જેમ વરને મૂકીને જાન જોડી દે તેમ આત્માને છોડી દઈને ૫૨થી-રાગથી ધર્મ મનાવે છે. પૈસાવાળાને પૈસા બે-પાંચ લાખ રૂપિયા ખર્ચો એટલે ધર્મ થશે એમ મનાવી દે. પણ ભાઈ ! પૈસા કયાં આત્માની ચીજ છે કે તે ખર્ચે? પૈસા રાખવાનો (પરિગ્રહનો) ભાવ છે એ પાપ છે અને એને ધર્મકાર્યમાં ખર્ચવાનો અનુરાગ છે તે મંદકષાયરૂપ હોય તો પુણ્ય છે. પણ એ કાંઈ ધર્મ નથી. (ઊલટું હું પૈસા કમાઉં છું અને વાપરું છું એવી જે માન્યતા છે તે મિથ્યાદર્શન છે). પ્રશ્ન:- તો પછી આ ૨૬ લાખના ખર્ચે મોટું આગમમંદિર બનાવ્યું અને અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે એ બધું કોણ કરે છે? સમાધાનઃ- આ આગમમંદિર જે બન્યું છે તે એના પોતાના કારણે બન્યું છે. તેને કોણ બનાવે? શું આત્મા પરનું કાર્ય કરી શકે છે? મંદિર એ તો જડ પુદ્દગલોની પર્યાય છે; તેને શું આત્મા કરી શકે છે? ના. આ તો જડ પરમાણુઓ-માટી–ધૂળ સ્વયં પોતાના કાળે મંદિરૂપે રચના થઈને પરિણમ્યા છે. તેને કોઈ કારીગરે કે બીજાએ પરિણમાવ્યા છે એમ છે જ નહિ. એ એની જન્મક્ષણ હતી, પરમાણુઓનો તે-રૂપે રચાઈ જવાનો–ઉત્પત્તિનો કાળ હતો ત્યારે તે રચાઈ ગયું છે. ભગવાને તો કહ્યું છે કે-ઘડાનો કરનારો કુંભાર નથી, ઘડો માટીથી થયો છે. માટી પોતે પ્રસરીને ઘડો બનાવે છે, કુંભાર નહિ. કુંભારથી ઘડો થયાનું માને એ પરદ્રવ્યની પર્યાયનો કર્તા પરને માને છે માટે મૂઢ-મિથ્યાદષ્ટિ છે. ઉપવાસ આદિ કર્યા, આ છોડયું, આ ખાધું નહિ, આ પીધું નહિ–એમ મૂઢ જીવ માને છે. એ આહાર અને પાણી તો જડ, પર છે. ખાવાની અને છોડવાની જે ક્રિયા છે એ તો જડની જડમાં છે. શું એ જડને તેં છોડયું છે? ભાઈ ! પરનું ગ્રહણ-ત્યાગ માનવું એ મિથ્યાત્વ છે. ૫રને તેં કયાં પકડયા છે કે હવે હું તેને છોડું છું એમ માને છે? આત્મામાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની એક અનાદિ-અનંત શક્તિ-ગુણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તે ગુણના કારણે આત્મા પરને ગ્રહતો નથી અને છોડતો ય નથી. આવું વસ્તુનું-આત્માનું સ્વરૂપ છે તેને સ્વરૂપમાં એકાગ્ર થઈને યથાર્થ જાણવું તે જ્ઞાન છે. 6 ‘જ્ઞાન તેમનું જ્ઞાન છે’ (હરિગીત ) એમ-કહ્યું ને? એનો અર્થ શું? કે આત્મા જે સદાય વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપે છે એના પરિણમનમાં વીતરાગ-વિજ્ઞાનનું થવું, જ્ઞાનરૂપે પરિણમવું એ જ્ઞાન છે. એ જ્ઞાન વીતરાગી પર્યાય છે. આવો વીતરાગ માર્ગ છે. જ્ઞાનની સાથે રાગને ભેળવે એ વીતરાગ માર્ગ નથી. સમજાણું કાંઈ... ? બે બોલ થયા. હવે ત્રીજો:-‘રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર જુઓ, પંચમહાવ્રતના પરિણામ, ૨૮ મૂલગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. લોકોને ખબર નથી એટલે એને ધર્મ માને છે. અવ્રત છે તે પાપ છે અને વ્રત છે તે પુણ્ય છે; બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઈ જ્યાં પરિણમે છે. ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ પરિણમન જ રાગના અભાવસ્વરૂપ છે અને તે સમ્યક્ચારિત્ર છે. આ રાગ છે તેને હું છોડું છું એમ નહિ, પણ સ્વરૂપમાં પરિણામ મગ્ન થઈ સ્થિત થતાં જ ત્યાં રાગની ઉત્પત્તિનો અભાવ હોય છે અને એવું સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે તે જ વીતરાગી ચારિત્ર છે. હવે આવી વાત સમજે નહિ અને બેસી ગયા ચારિત્ર લઈને. એકે લુગડાં ફેરવ્યાં અને બીજા નગ્ન થઈ ગયા. પણ એથી શું? બેમાંથી એકેનેય ચારિત્ર નથી, ધર્મ નથી. શ્વેતાંબરમાં સાધુને ૨૭ મૂલગુણ કહ્યા અને દિગંબ૨માં ૨૮; પણ એ તો બન્નેય વિકલ્પ છે, રાગ છે એ કયાં ચારિત્ર છે? ચારિત્ર તો રાગના અભાવસ્વરૂપ આત્માનું આત્મરૂપ-વીતરાગરૂપ પરિણમન છે. ચાહે વ્રતાદિના વિકલ્પ હો કે ગુણ-ગુણીનો ભેદરૂપ વિકલ્પ હો કે નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો વિકલ્પ હો; એ સર્વ રાગ છે, અચારિત્ર છે અને એને ચારિત્ર માને એ મિથ્યાત્વ છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય એવી રાગના ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. આ ટૂંકી ને ટચ વાત છે કે-૫૨થી ખસ અને સ્વમાં વસ. બસ સ્વમાં વસવું એ ચારિત્ર છે. ભાઈ! જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્યસ્વભાવમાં આવી જા. અરે! પણ સ્વભાવની જેને ખબર ન હોય તે કયાં આવે અને કયાં જાય ? એ તો સંસારમાં જ રખડે છે. શું થાય? મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર છે. વ્યવહા૨૨ત્નત્રય એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. હવે કહે છે ‘તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] જ્ઞાનનું ભવન (–પરિણમન ) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.’ જુઓ, આ નિષ્કર્ષ-સાર કાઢયો કે–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આનંદકંદ પ્રભુ આત્માનું જ ચૈતન્યમય પરિણમન છે. મહાવ્રતના જે પરિણામ છે એ તો વિજાતીય છે, અચેતન છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી. આ નગ્ન દશા અને ૨૮ મૂલગુણનો વિકલ્પ અજીવ છે કેમકે તે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ જાતિના ભાવ છે. વસ્ત્રવાળાની તો અહીં વાત જ નથી કેમકે વસ્ત્રવાળો સાધુ હોય એ જૈનદર્શન નથી, વીતરાગદર્શન નથી, અન્ય દર્શન છે. આવી વાત કોઈને આકરી લાગે પણ શું થાય? વસ્ત્ર રાખે અને મુનિપણું માને એ તો જૈનદર્શનથી સત્યદર્શનથી વિરુદ્ધ છે, કેમકે એને તો દ્રવ્યલિંગ પણ યથાર્થ નથી. અહીં તો એમ વાત છે કે નગ્નપણું આદિ ૨૮ મૂલગુણના જે પરિણામ છે તે ચારિત્ર નથી. તો ભાવલિંગીને પણ નગ્નતા સહિત ૨૮ મૂલગુણના પરિણામ તો હોય છે? હા, ભાવલિંગીને પણ નગ્નતા સહિત ૨૮ મૂલગુણના પાલનનો વ્યવહાર હોય છે પણ એ તો બધો રાગ છે. એ બાહ્ય સહકારીપણે-નિમિત્તપણે હોય છે પણ અંતરમાં જે શુદ્ધ રત્નત્રયરૂપ નિર્મળ ચૈતન્યનું પરિણમન તેને થયું છે એ જ ચારિત્ર છે. પ્રશ્ન:- એ બાહ્ય સહકારી નિમિત્ત સાધન તો છે ને? [ ૧૨૩ ઉત્તર:- નિમિત્ત ખરેખર સાધન નથી. એને સાધન કહેવું એ તો ઉપચારકથન છે. કોઈએ ઠીક કહ્યું છે કે–સોનગઢવાળા નિમિત્તનો નિષેધ કરતા નથી પણ નિમિત્તને કર્તા માનતા નથી. વાત તો એમ જ છે. જેમકે કર્મ વિકારમાં નિમિત્ત છે, પણ નિમિત્ત-કર્મ વિકારનું કર્તા નથી. તેમ કર્મનું પરિણમન કર્મમાં કર્મના કારણે થાય છે, અને રાગદ્વેષના પરિણામ એમાં નિમિત્ત છે. પણ તેથી કોઈ એમ માને કે નિમિત્તના કારણે કર્મબંધન થયું તો તે યથાર્થ નથી. તેવી રીતે અહીં વ્યવહારરત્નત્રયના પરિણામ છે તો એના કારણે આત્માનું ચારિત્રરૂપ વીતરાગી પરિણમન થાય છે એમ નથી. નિમિત્ત છે, હોય છે, પણ નિમિત્ત કર્તા નથી, યથાર્થ સાધન નથી. જુઓ, આ અહીં સરવાળો કાઢયો-બધાનું તાત્પર્ય કાઢયું કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે એકલું જ્ઞાનનું એટલે એકલું આત્માનું ભવન જ છે ‘એકલું ’ એટલે પંચમહાવ્રતનું પરિણમન સાથે મળીને ચારિત્ર છે એમ નહિ. ભાઈ ! આ તો જન્મ-મરણ મટાડનારું વીતરાગનું શાસ્ત્ર-ચોપડો છે. એનો શબ્દે-શબ્દ ગંભીર આશયથી ભરેલો છે. એકલું આત્માનું ભવન કહ્યું એમાં વ્રતાદિના રાગનો નિષેધ થઈ ગયો. માત્ર ચૈતન્યનું વીતરાગ ચૈતન્યમય પરિણમન જ રત્નત્રયરૂપ ચારિત્ર છે એમ સિદ્ધ કર્યું. ભાઈ ! આ જિંદગી ચાલી જાય છે હોં. પાંચ-પચાસ લાખનું ધન થાય એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જગત, તું સારું રળ્યો અને કમાણો એમ કહેશે પણ એ તો જિંદગી હારી જવાનું છે. ભાઈ! એ તો બધો ખોટનો જ વેપાર છે. આ પૈસા થાય એ કાંઈ સુખનું નિમિત્ત નથી, બલ્કે દુઃખનું જ નિમિત્ત છે. સ્ત્રી, કુટુંબ-પરિવાર, લક્ષ્મી, આબરૂ એ બધાં દુ:ખનાં નિમિત્ત સુખનું કારણ તો એક ભગવાન આત્મા છે. વીતરાગી આનંદનું સ્થાન ભગવાન આત્મા છે. એ (વીતરાગી આનંદ) પૈસામાં નથી, બાયડીમાં નથી, અને સારાં કપડાં પહેરે એમાંય નથી, અને મોટો હજીરો-મહેલ લાખ-કરોડ રૂપિયાની કિંમતનો હોય એમાંય નથી. ભાઈ ! એ તો બધાં દુઃખનાં નિમિત્ત છે અને દુઃખ કરીને પ્રાપ્ત થાય છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન જ છે. અહીં જ્ઞાન એટલે આત્મા; ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાનસ્વભાવે થવું તે સમ્યગ્દર્શન, એનું પોતાના જ્ઞાનરૂપે થવું એ જ્ઞાન અને એનું રાગના અભાવસ્વભાવે સ્થિરતા-રમણતારૂપ પરિણમન તે ચારિત્ર. એમાં કર્મના અભાવની કે વ્યવહારત્નત્રયના સદ્દભાવની કોઈ અપેક્ષા નથી. એકલો આત્મા સ્વયં નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. નિશ્ચયથી તો દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સ્વયં પોતાના ષટ્કારકપણે પરિણમતા થકા પ્રગટ થાય છે. એને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. (પણ એ વાત અહીં નથી ). અહીં કીધું ને કે આત્માનું પરિણમવું; ત્યાં વીતરાગભાવે પરિણમે એ તો પર્યાય છે. આત્મા (દ્રવ્ય આખું) કાંઈ પર્યાયમાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ (સજાતીય ) ચૈતન્યમય વીતરાગ પરિણામ છે તેથી ચૈતન્યમય આત્માનું પરિણમન છે એમ અભેદ કરીને કહ્યું પણ એ પરિણમનમાં દ્રવ્યસ્વભાવ આવતો નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે નિર્મળ વીતરાગ પરિણમન થયું તેથી દ્રવ્યનું-આત્માનું પરિણમન કહ્યું, બાકી પરિણમન તો પર્યાયમાં થાય છે અને તેને દ્રવ્યસ્વભાવનીય અપેક્ષા નથી. (વીતરાગતાનું પરિણમન દ્રવ્યસ્વભાવના લક્ષ થાય છે બસ એટલું જ). પ્રશ્ન:- ઘડીકમાં આત્માનું પરિણમન કહો છો ને વળી આત્માનું નહિ પર્યાયનું પરિણમન છે એમ કહો છો તો તે કેવી રીતે છે? ઉત્ત૨:- પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય છે અને દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્ય પરિણમતું નથી કેમકે દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ અક્રિય અચળ છે. જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાનમાં જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થાય છે તે શું ચીજ છે? તો કહે છે કે એ સદાય ધ્રુવ અચળ એકરૂપ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે; અને એનું જ્ઞાન–શ્રદ્ધાનપણે પરિણમવું-થવું તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. હવે આવી વાત બેસે નહિ એટલે માને કે બોલેચાલે, ઉપદેશ-ઉપવાસાદિ કરે તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] [ ૧૨૫ આત્મા. પણ ભાઈ! શું આત્મા કદી બોલે છે? (ના). આ જે બોલે–ચાલે છે એ તો જડ છે. અને આ જે ઉપદેશ-ઉપવાસાદિના પરિણામ છે એ આસ્રવ તત્ત્વ છે, અને એ પણ જડ અજીવ તત્ત્વ છે. એ જડ અજીવ તત્ત્વ સદા ચેતનસ્વભાવી એવા ભગવાન આત્મામાં કેમ હોય ? ( નથી જ). અને તો એ વડે ધર્મ કેમ થાય ? (ન જ થાય ). ભાઈ! ધર્મ તો આત્મરૂપ છે. અહીં કહ્યું ને કે–વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર એ ત્રણેય વીતરાગસ્વભાવી ભગવાન આત્માનું ઘર છે, એટલે આત્માનું ઘર છે. રહેઠાણ છે. (ભવનનો એક અર્થ ઘ૨-રહેઠાણ થાય છે.) રાગ અને પુણ્યના પરિણામ એ આત્માનું ઘર-સ્થાન નથી. એ તો ૫૨ઘર છે. ઉપદેશ-ઉપવાસાદિ પુણ્યની ક્રિયા પરઘર છે. આ લોકો મોટાં તપ કરે, એની ઊજવણી કરે, વરઘોડા કાઢે અને લોકો ભેગા થઈને બહુ ભારે ધર્મ કર્યો એમ વખાણ કરે, પણ ભાઈ! એ તો બધો રાગમાં રહે તે આત્મા નહિ. રાગ તો પરવર છે અને પરઘ૨માં ૨હેવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે. આત્માનું સ્વઘર તો વીતરાગતા છે. વીતરાગતામાં વસે તે આત્મધર્મ છે. ગાથા ૧૫૩ માં આવી ગયું કે–વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભકર્મો રાગ છે, અને એ બધાં હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે. અજ્ઞાનીઓને વળી તપ કેવું? તપ તો એને કહીએ જેમાં ભગવાન આત્મા, અંતર્મુખાકા૨ પરિણતિ વડે ઇચ્છાઓનો નિરોધ થવાથી અતીન્દ્રિય આનંદરસના-અમૃતના સ્વાદના અનુભવથી પરિતૃત હોય. આવી શુદ્ધ ચૈતન્યના પ્રતપનરૂપ આનંદની દશાને તપ કહે છે. અજ્ઞાનીનું તપ તો વૃથા કલેશ છે. ભાઈ! વ્રત, તપ, શીલ, ઇત્યાદિ રાગમાં જે ધર્મ માને છે એને તો મિથ્યાત્વનું મહાપાપ થાય છે. ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં તો વીતરાગતા વડે જ ધર્મ કહેલો છે. રાગ વડે ધર્મ થવાનું માનનારા જિનમાર્ગમાં નથી; એમનો તો એ કલ્પિત માર્ગ છે, એ તો અજ્ઞાનીનો માર્ગ છે. જુઓ, અહીં શું કહ્યું છે? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન જ છે. આત્માનું એકલું વીતરાગતારૂપ થવું-પરિણમવું એ જ શુદ્ધ રત્નત્રય છે. અહાહા...! એક લીટીમાં કેટલું ભર્યું છે! રાગમાં રત્નત્રય નહિ અને રત્નત્રયમાં રાગ નહિ. ગજબ વાત છે ભાઈ ! હવે આવો ( અદ્દભુત ) માર્ગ! કહે છે–‘માટે જ્ઞાન જ ૫રમાર્થ મોક્ષકારણ છે'. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદપણે પરિણમે એ એક જ મોક્ષનો માર્ગ છે. કોઈ વળી બે મોક્ષમાર્ગ કહે છે તેનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે. જ્ઞાન જ એટલે વીતરાગસ્વભાવી ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકા૨૫ણે-વીતરાગપણે પરિણમે તે એક જ મોક્ષનું કારણ છે. લ્યો, આ સારસાર વાત કહી. * ગાથા ૧૫૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે.’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શું કહ્યું આ? કે આત્માના સ્વભાવમાં તો અનંત ગુણો-ધર્મો છે; એમાં અસાધારણ ગુણ એક જ્ઞાન જ છે. જ્ઞાનગુણ બીજા કોઈ દ્રવ્યમાં નથી. વળી સ્વ અને પરને ભિન્ન ભિન્નપણે જાણે એવો જ્ઞાનનો જ સ્વભાવ છે. આત્માના બીજા કોઈ ગુણમાં આવો સ્વભાવ નથી. અહાહા....! આત્મામાં જે અનંત ગુણો છે એમાં એક જ્ઞાનનો જ સ્વપરને ભેદપૂર્વક જાણવાનો સ્વભાવ છે. શ્રદ્ધા, સુખ આદિ ગુણો નથી અને જાણતા કે નથી પરને જાણતા. તેથી જ્ઞાનને આત્માનું અસાધારણ સ્વરૂપ કહ્યું છે. આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. (એમ કે જ્ઞાન વડે જ આત્મા પરથી ભિન્ન જણાય એવો છે). હવે કહે છે “વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. આ મોક્ષમાર્ગના પ્રકરણમાં જ્ઞાન કહેતાં આત્મા અને આત્માની વીતરાગ પરિણતિ જ પ્રધાન છે. વ્રતાદિના જે રાગ વચ્ચે આવે તે પ્રધાન નથી કેમકે તે મોક્ષમાર્ગ નથી. જ્ઞાનનું પરિણમન જ મોક્ષનો માર્ગ છે. “તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે એક આત્મા જ પરિણમે છે અર્થાત્ એ રત્નત્રય આત્માનું જ વીતરાગી પરિણમન છે માટે આત્મા જ મોક્ષનું કારણ છે. “જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કોઈ પણ વિરોધ નથી.' જોયું? જ્ઞાન એ જ આત્મા એમ અભેદ કથનથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે અને એમાં કાંઈ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદવે જ્ઞાનસ્વરૂપ આત્માને ““જ્ઞાન”' શબ્દથી કહ્યો છે. ” જુઓ, જ્ઞાન છે તો આત્માનો એક ગુણ; પણ અસાધારણ છે ને! તેથી અભેદ વિવક્ષાથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. આવી વાત, હવે માંડ માંડ દુકાનના ધંધા આદિ મજૂરી કરીને નવરા પડતા હોય ત્યાં વળી આ કયાં સમજવું? કેવી રીતે સમજવું? પણ ભાઈ ! એ તો બધી એકલા પાપની મજૂરી છે હોં. એમાં ધર્મ તો દૂર રહો, પુણેય નથી. ફુરસદ લઈને રોજ બે ચાર કલાક સત્સમાગમ અને શાસ્ત્રસ્વાધ્યાય, મનન-ચિંતન કરે એ પુણ્ય છે. એ પુણ્યથીય ધર્મ થાય એમ નહિ, પણ ગતિ સુધરે. એવા અવસરમાં જો કોઈ પ્રકારે અંતર-પુરુષાર્થ જાગ્રત કરે તો ધર્મ થઈ જાય, સમકિત થઈ જાય એટલું ખરું. પણ એને કયાં ફુરસદ છે? અને કદાચ કોઈ વાર સાંભળવા મળી જાય તો-વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, –એ વડ ધર્મ થશે ઇત્યાદિ રાગનો મિથ્યા ઉપદેશ સાંભળે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે-૨૪ કલાકમાં બિચારાને માંડ એકાદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૫ ] [ ૧૨૭ કલાક મળે અને સાંભળવા જાય ત્યાં અરે! કુગુરુ એનો કલાક લૂંટી લે! રે શું થાય? આ જિંદગી એમ ને એમ ચાલી જશે હોં. આ પૈસા-બૈસા કોઈ શરણ નહિ થાય પ્રભુ! કદાચ એમાંથી થોડા પૈસા ધર્મને નામે ખર્ચ તોપણ એથી ધર્મ નહિ થાય, માત્ર ધર્મના નામે તું છેતરાશે કેમકે એને જે તું ધર્મ માને છે એ (-માન્યતા) મિથ્યાત્વ છે. ભાઈ તું ચૈતન્યમૂર્તિ વીતરાગસ્વભાવી આત્મા છે ને પ્રભુ! એનું જ્ઞાન કરીને અંતર્મુખ થઈ એને લક્ષમાં લે તો તને ધર્મ થાય. કોઈને એમ લાગે કે આત્મા અત્યારે વીતરાગ કેમ હોય ? એ તો કેવળી થાય ત્યારે વીતરાગ હોય. તેને કહીએ છીએ કે ભાઈ તું સદાય (ત્રણેકાળ) સ્વભાવે વીતરાગસ્વરૂપ છે; હમણાંય વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વભાવથી વીતરાગ ન હોય તો પ્રગટે કયાંથી? માટે ભગવાન ! એવા વીતરાગસ્વરૂપ આત્મામાં તન્મયપણે એકાગ્ર થઈ એનો જ આશ્રય કર, એમાં જ જામી જા. તેથી પર્યાયમાં-અવસ્થામાં વીતરાગતા-રત્નત્રયના પરિણામ પ્રગટ થશે અને એ જ ધર્મ છે, એ જ મોક્ષમાર્ગ છે, એ જ ભગવાન થવાનો માર્ગ છે. [ પ્રવચન નં. ૨૨૮ અને ૨૨૯ * દિનાંક ૧-૧૧-૭૬ થી ૨-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૬ अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति मोत्तूण णिच्छयद्वं ववहारेण विदुसा पवट्टंति । परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ।। १५६ ।। मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते। परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः ।। १५६ ।। હવે, ૫૨માર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહા૨માં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો ૫૨માર્થ-આશ્રિત સંતને. ૧૫૬. ગાથાર્થ:- [ નિશ્ચયાર્થ] નિશ્ચયનયના વિષયને [ મુવત્ત્તા ] છોડીને [વિદ્યાસ: ] વિદ્વાનો [ વ્યવહારેળ] વ્યવહાર વડે [પ્રવર્તન્ત] પ્રવર્તે છે; [તુ] પરંતુ [ પરમાર્થમ્ આશ્રિતાનાં ] ૫રમાર્થને ( -આત્મસ્વરૂપને ) આશ્રિત [યતીનાં] યતીશ્વરોને જ [ર્મક્ષય: ] કર્મનો નાશ [વિહિતા: ] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.) ટીકા:- ૫૨માર્થ મોક્ષહેતુથી દો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષàતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે ( મોક્ષહેતુ ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો ( અર્થાત્ પુદ્દગલસ્વભાવી ) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, -માત્ર ૫૨માર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી ) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. ભાવાર્થ:- મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્દગલસ્વભાવી છે તેથી તેના ભવનથી ૫રમાર્થ આત્માનું ભવન ન થઇ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] ( અનુટુમ્ ) वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।। १०६ ।। અનુદુમ્ ) वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ।। १०७ ।। ( અનુદુમ્ ) मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।। १०८ ।। હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ શ્લોકાર્થ:- [દ્રવ્યસ્વમાવત્વાત્] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી ( –જીવસ્વભાવી− ) હોવાથી [ જ્ઞાનસ્વમાવેન ] જ્ઞાનના સ્વભાવથી [સવા] હંમેશાં [ જ્ઞાનસ્ય મવન વૃત્ત] જ્ઞાનનું ભવન થાય છે; [ તવ્ ] માટે [ તવ્ વ મોક્ષહેતુ: ] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬. શ્લોકાર્થ:- [દ્રવ્યાન્તરસ્વમાવવાત્] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્દગલ-સ્વભાવી–) હોવાથી [ર્મસ્વમાવેન] કર્મના સ્વભાવથી [જ્ઞાનસ્ય ભવનં નહિ વૃત્ત] જ્ઞાનનું ભવન થતું નથી; [ તત્ ] માટે [ ર્મ મોક્ષહેતુ: ન] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭. હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ શ્લોકાર્થ:- [ મોક્ષહેતુતિરોધાનાત્] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [ સ્વયમ્ एव વન્ધાત્ ] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [7] અને [ મોક્ષહેતુતિરોધાયિમાવત્વાત્] તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [તત્ નિષિધ્યતે ] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮. * * * તિરોધાયિ = તિરોધાન કરનાર * [ ૧૨૯ * સમયસાર ગાથા ૧૫૬ : મથાળુ હવે, ૫૨માર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આત્માનો જે વીતરાગસ્વભાવ છે તે–રૂપે પરિણમવું એ જ પરમાર્થ મોક્ષનું કારણ છે. એ સિવાય દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ જે રાગ છે તે મોક્ષનું કારણ નથી એમ હવે કહે છે: * ગાથા ૧૫૬ : ટીકા ઉપરનું પ્રવચન * પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે.' જુઓ, આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન સદાય વીતરાગસ્વભાવી છે. તે વીતરાગસ્વરૂપે નિરાકળ આનંદના સ્વભાવે નિર્વિકાર પરિણમે તે પરમાર્થ કહેતાં સત્યાર્થ મોક્ષમાર્ગ છે. હવે એનાથી જુદો વ્રત, તપ વગેરે શુભકર્મરૂપ-શુભભાવરૂપ જે રાગ છે તેને કેટલાક લોકો મોક્ષનો ઉપાય માને છે તેનો સમગ્રપણે નિષેધ કરવામાં આવ્યો છે એમ કહે છે. અર્થાત્ તે વ્રતાદિનો રાગ મોક્ષનું કારણ નથી એમ સ્પષ્ટ કહેવામાં આવે છે. ગાથા ૧૫૪ માં વ્રત, નિયમ, શીલ, તપ, ઇત્યાદિ-એમ ચાર બોલ લીધા છે. અહીં પહેલો અને છેલ્લો વ્રત અને તપનો બોલ કહીને એ બધાનો આમાં સમાવેશ કરીને કહ્યું કે એ સઘળો જે પુણ્યનો ભાવ છે તેને કેટલાક અજ્ઞાની લોકો મોક્ષનો માર્ગ માને છે પણ તે મોક્ષનો માર્ગ નથી. એ વ્રતાદિના રાગને મોક્ષના હેતુપણે આખોય નિષેધવામાં આવ્યો છે. પહેલાં કોઈના મરણ પછી બાઈઓ છાજિયાં લેતી. એમાંથી જો કોઈ બરાબર છાજિયાં ન લે તો બીજી બાઈઓ ટકોર કરે કે-આ શું લાકડું ભાગ્યું છે તે બરાબર છાજિયાં નથી લેતાં? એમ આજે કોઈ બાઈએ વર્ષીતપ, ઉપવાસ વગેરે કર્યા હોય અને પોતે ખર્ચ કરીને ઉજમણું કરે એવી સંપત્તિવાન હોય પણ જો ખર્ચ કરીને એનું ઉજમણું ન કરે તો બીજી બાઈઓ ટકોર કરે ક-શુ આ તે કાઈ લાઘણો કરી છે તે ઉજમણું નથી કરતો ? અરે! ધર્મને નામ આ વ્રત અને તપ કરીને રાગના મલાવા કરે એ બધા (આત્માનાં) છાજિયાં લેનારા છે. કેમકે એમાં આત્મા કયાં છે? આત્માને તો રાગના પ્રેમમાં મરણતોલ કરી નાખ્યો છે. શું થાય? અત્યારે તો વીતરાગ માર્ગ પડ્યો રહ્યો એકકોર ને બીજો માર્ગ ચાલે છે. અહીં કહે છે એવો બીજો માર્ગ જૈનશાસનમાં છે જ નહિ, ભાઈ ! આ સમજવું પડશે હોં, નહિતર અવતાર ખલાસ થઈ જશે. (એળે જશે). અરેરે ! આ સાંભળવાનુંય મળે નહિ એ બિચારા શું કરે? કયાં જાય? માથે પરિભ્રમણ ઊભું રહે. ટીકામાં “કેટલાક લોકો માને છે” એમ કહ્યું છે. પાઠમાં તો લીધું છે કે “વવારે વિવુસા પવÉતિ'-વિદ્વાનો વ્યવહારમાં પ્રવર્તે છે. વિદ્વાનો એટલે શાસ્ત્રના પાઠી, શાસ્ત્રના વાંચનારા શાસ્ત્ર વાંચીને એમાંથી વ્યવહાર શોધીને કાઢે છે. એટલે એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૩૧ કે આ વ્રત, તપ, શીલ વગે૨ે મોક્ષમાર્ગ છે એમ શાસ્ત્ર ભણી-ભણીને અર્થ કાઢે છે, અને એમ વર્તે છે. અહીં કહે છે કે તેઓ (−શાસ્ત્ર ભણીને પણ) મૂઢ અજ્ઞાની છે અને તેમનો મોક્ષ થતો નથી; કેમકે તે વ્રતાદિનો રાગ વીતરાગમાર્ગથી-મોક્ષમાર્ગથી જુદો અન્ય છે. જુઓ, ભગવાન કુંદકુંદના સમયમાં પણ શાસ્ત્રનું પઠન કરનારા કોઈ વિદ્વાનો વ્યવહા૨થી ધર્મ થાય એમ માનનારા હશે. ત્યારે તો ગાથામાં કીધું કે-‘મોત્તૂળ ખિ∞યદું વવારેળ વિદ્વત્તા પવકૃતિ' વિદ્વાનો નિશ્ચયને છોડીને એટલે કે-શુદ્ધ ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્માએને છોડી દઈને વ્યવહારમાં વ્રતાદિના રાગમાં વર્તે છે પણ ‘પરમક્રમસ્તિવાળ ’...૫૨માર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. અહાહા...! સ્વરૂપમાં ગુપ્ત થયેલા અંતર-આનંદમાં રમનારા મુનિવરોને જ આગમમાં મોક્ષ કહ્યો છે. ભાઈ ! તું વ્રત, તપ ઇત્યાદિ વ્યવહારને મોક્ષનું કારણ માને છે પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થતાં વીતરાગપરિણતિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ મોક્ષનું કારણ છે. બિચારાને ખબર ન મળે કે-આનંદ શું અને દુઃખ શું? અને મંડી પડે વ્રત અને તપ કરવા. પણ ભાઈ ! એ વ્રત અને તપનો રાગ બધો દુ:ખ અને આકુળતા છે. શું થાય? નિરાકુળ આનંદ જોયો (અનુભવ્યો) હોય તો આકુળતાની ખબર પડે ને? એ મેળવે કોની સાથે ? બીજો સાચો માલ જોયો હોય તો મેળવે ને કે આ માલ ખોટો છે? એમ ને એમ આંધળે–બહેરું કૂટે રાખે છે. પણ એનું ફળ બહુ આકરું આવશે પ્રભુ! અહીં કહે છે-યતિવરોને એટલે મુનિવરોને-સંતોને ૫૨માર્થ કહેતાં શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષનો માર્ગ અને મોક્ષ થાય છે અને વ્યવહારમાં લીનપણે જે વિદ્વાનો વર્તે છે તેમને તો બંધ જ થાય છે, સંસાર જ ફળે છે. બંધના કારણને તેઓ મોક્ષનું કારણ સમજે છે તે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વીતરાગનો આવો માર્ગ છે બાપા! લૌકિકથી સાવ જુદો. આવો માર્ગ કદી સાંભળવા ન મળ્યો હોય એટલે શું સત્ય કાંઈ બીજું થઈ જાય? સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે. પ્રશ્ન:- પણ એ (-વ્રતાદિ) વ્યવહાર મોક્ષમાર્ગ તો છે ને? ઉત્ત૨:- વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર છે. વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો સાચા મોક્ષમાર્ગના સહચારી રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહીને વ્યવહા૨મોક્ષમાર્ગ કહ્યો છે. (એ તો બાહ્ય યથાસંભવ રાગ કેવો છે તે બતાવનારું નિમિત્તનું કથન છે). અરે! આમ ને આમ નિશ્ચય-વ્યવહારમાં ભરમાઈને પ્રભુ! તું ચોરાસીના અવતાર કરી-કરીને રખડી મર્યો છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શાસ્ત્રમાં વ્યવહારની પ્રધાનતાથી કથન કર્યું હોય એટલે વિદ્વાનો (-કોઈ પંડિતો) એને યથાર્થ સમજ્યા વિના વ્યવહારથી-રાગથી મોક્ષ થવાનું માને છે. જુઓ, શાસ્ત્ર ભણીને પણ એમાંથી આવું (વિપરીત) કાઢે છે! ૧૧ મી ગાથામાં તો પંડિત શ્રી જયચંદજીએ ભાવાર્થમાં છેલ્લે સુંદર ખુલાસો કર્યો છે કે-“પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો (-રાગનો) પક્ષ તો અનાદિકાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે.'' જુઓ, આ ભાવાર્થ ! શું ભાવાર્થ કર્યો છે જયચંદજીએ! આનું નામ તે પંડિત. અહીં કહે છે કે ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવની વાણીમાં વ્રત, નિયમ, શીલ, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જેટલા કોઈ શુભભાવ છે તે બધાયનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે, એટલે કે તે મોક્ષમાર્ગ નથી. “આખોય નિષેધવામાં આવ્યો છે એમ કહ્યું છે ને! મતલબ કે વ્યવહાર કથંચિત્ લાભ કરે અને કથંચિત્ ના કરે એમ વાત નથી. “આખોય’ શબ્દ મૂકીને મોક્ષમાર્ગમાં કિંચિત્ પણ લાભ ન કરે એમ અર્થ સૂચિત કર્યો છે. અર્થાત્ વ્રતાદિના રાગમાં મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં વ્રતાદિનો રાગ નહિ એમ સૂચિત કર્યું છે. સમજાણું કાંઈ? હવે એનું કારણ સમજાવે છે “કારણ કે તે (મોક્ષહેતુ) અન્યદ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદગલસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી.' જુઓ, વ્યવહાર છે તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે, ચૈતન્યસ્વભાવમય નહિ. આ જે વ્રત, તપ, શીલ, સંયમ, ઉપવાસ, દેવ-ગુરુ-શાસ્ત્રનાં ભક્તિ-પૂજા-વિનય, શાસ્ત્ર-સ્વાધ્યાય ઇત્યાદિ બધાય જે શુભરાગ છે તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે અર્થાત્ પુદ્ગલસ્વભાવી છે, એમાં ચૈતન્યનો સ્વભાવ નથી. કેમકે તેના (રાગના, પુદ્ગલના) સ્વભાવ વડે જ્ઞાનનું ભવનપરિણમન થતું નથી તેથી વ્યવહારના ક્રિયાકાંડ વડે આત્માનો નિશ્ચય ધર્મ-મોક્ષ-માર્ગ પ્રગટ થતો નથી. અર્થાત્ વ્રતાદિ મોક્ષમાર્ગનું સાધન નથી. પ્રશ્ન-વ્યવહારને સાધન કહ્યું છે ને? ઉત્તરઃ- વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ સાધનનું નિરૂપણ આવે છે પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયથી નિરૂપવામાં આવે છે. ખરેખર તો સાધન એક જ પ્રકારે છે. વિકલ્પથી જુદો પડીને અંદર શુદ્ધ ચૈતન્યનું સાધન સાધે એ એક જ સાધન છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે “ “જે જે વસ્તુ સાધક હૈં, તેઊ તહાં બાધક હૈં, બાકી રાગદોષકી દસાકી કાન બાતુ હું.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૩૩ અહીં તો આ ખુલાસો કર્યો છે કે વ્રત, તપ આદિનો ભાવ અન્યદ્રવ્યના પુદ્ગલદ્રવ્યના સ્વભાવમય હોવાથી તેના વડે જ્ઞાનનું એટલે આત્માનું ભવન-પરિણમન થતું નથી અર્થાત્ વીતરાગી પરિણમન થતું નથી. તેથી તેના વડે મોક્ષમાર્ગ કેમ થાય? (ન થાય). ત્યારે જયપુરમાં આ પ્રશ્ન થયો હતો કે-રાગ-દ્વેષના પરિણામ જીવના છે (જીવની પર્યાયમાં થાય છે ). એને પુદ્ગલના કેમ કહ્યા ? સમાધાન - સમાધાન એમ છે કે-રાગ છે તે વસ્તુ-તત્ત્વ (-આત્માનો સ્વભાવ ) નથી. નીકળી જાય છે ને? જો રાગ આત્માનો સ્વભાવ હોય તો નીકળી ન જાય, આત્માથી ભિન્ન ન પડે, પણ નીકળી જાય છે તેથી તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે. પુદ્ગલના ઉદયના સંગે થાય છે તેથી એ બધા પુદગલના જ છે એમ કહ્યું છે. આત્માની ચૈતન્યજાતિના નથી અને પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે તેથી રાગ બધા પુદ્ગલના જ છે એમ કહેવામાં આવ્યું છે. અહીં પુગલના કહીને એનાથી ભેદજ્ઞાન કરાવ્યું છે, સર્વ રાગ છોડાવ્યો છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વભાવી છે. અને વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ જડ પુદ્ગલસ્વભાવી છે. અહીં કહે છે-એ પુદ્ગલસ્વભાવી રાગ વડ ભગવાન આત્માનું નિર્મળ ચૈતન્યનું ભવન-પરિણમન થતું નથી. તેથી વ્રતાદિનો રાગ મોક્ષનું કારણ થઈ શકતું નથી. હવે આવો માર્ગ; દુનિયાથી સાવ જુદી ચીજ છે બાપુ! ભગવાન આત્મા તો નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એમાં રાગ કયા નીકળી જાય છે માટે એ આત્માની ચીજ નથી. એ નીકળી જતાં એકલો ભગવાન દ્રવ્યસ્વભાવ, શુદ્ધ ચૈતન્ય, જ્ઞાન-આનંદ રહી જાય છે. આવા ચૈતન્યનો-શુદ્ધનો અનુભવ તે મોક્ષમાર્ગ છે, મોક્ષનું કારણ છે. જે નીકળી જાય તે મોક્ષનું કારણ કેમ થાય ? ન થાય. અત્યારે તો લોકો ત૫ ને ત્યાગમાં ધર્મ માની બેઠા છે. વળી પાછું સમાચારપત્રોમાં આવે છે કે-આણે આટલા ઉપવાસ કર્યા, આણે આટલો ત્યાગ કર્યો, આણે બ્રહ્મચર્યના હાથ જોડયા, આ દશ વર્ષની બાલિકાએ પણ આઠ ઉપવાસ કર્યા, ૧૫ વર્ષની છોકરીએ મા ખમણ કર્યું, ઇત્યાદિ. અહો ! ધન્ય છે તેમને. અહીં કહે છે-એ બધી ક્રિયા પરના લક્ષણવાળી, ચૈતન્યના સ્વભાવથી રહિત, પુગલના સ્વભાવની ક્રિયા છે. તે ક્રિયા મોક્ષનું કારણ થતી નથી કેમકે તેના ( ક્રિયાના) સ્વભાવ વડે જ્ઞાનનું-આત્માનું ભવન થતું નથી. ભગવાન આત્માનું જ્ઞાન અને આનંદરૂપ થવું-પરિણમવું એ રાગની ક્રિયા વડે થતું નથી. ભારે આકરી વાત, ભાઈ ! પણ આ જ સત્ય વાત છે. અરેરે ! આવી પરમ સત્ય વાત સાંભળવા મળે નહિ એણે કયાં જવું બાપુ! એના કયા i ઉતારા થશે? ભાઈ ! આ મોભા-આબરૂ બધા પડ્યા રહેશે. આ પાંચ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પચાસ કરોડની મૂડી-ધૂળ બધી પડી રહેશે. બાપુ! એ ધૂળ ક્યાં તારી છે? અનંત જ્ઞાન અને અનંત આનંદની તારી પુજી તો અંદરમાં પડી છે. અરેરે ! સરોવરના કાઠે આવ્યો ને તરસ્યો રહી ગયો. અહીં પુલના નિમિત્તે થયેલા વિકારને અન્યદ્રવ્યનો સ્વભાવ ગણીને એનાથી (વિકારથી) આત્માનો જે જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેનું ભવન-પરિણમન થતું નથી એમ સિદ્ધ કર્યું. ભાઈ ! આ તો મૂળ મુદ્દાની રકમની વાત છે. એનો નિશ્ચય કર્યા વિના બધું (વ્રતાદિ) થોથેથોથાં છે. હવે કહે છે માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.' ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવવાળો છે. એના પરિણમનમાં એકલું જે જ્ઞાન અને આનંદનું પરિણમન થાય એ જ મોક્ષનો હેતુ છે. ઓલું હુકમચંદજીનું આવે છે ને કે “મેં જ્ઞાનાનંદ સ્વભાવી હૂં' એમાં ખૂબ બધું આવે છે કે મારે રંગ, રાગ અને ભેદ સાથે લેશ પણ સંબંધ નથી. ભગવાન આત્મા ગુણી અને જ્ઞાન અને આનંદ એના ગુણ-એવો ગુણભેદ એકાકાર સ્વરૂપ ભગવાનમાં નથી. અહાહા....! ભગવાન આત્મા તો ગુણભેદય સ્પર્શતો નથી એવી અભેદ એકરૂપ ચીજ છે. આવા આત્માનું જ્ઞાનાનંદસ્વભાવે થવું-પરિણમવું એ મોક્ષમાર્ગ છે. બાકી બધું થોથેથોથાં છે. આવી વાત આકરી પડે પણ શું થાય? સત્ય તો જેમ છે તેમ જ છે. ભાઈ ! આ તો ભગવાન જિનેશ્વરદેવ ત્રણ લોકના નાથ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ જે કહેતા હતા તે અહીં દિગંબર સંતો કહે છે. કહે છે-અન્યદ્રવ્યના સ્વભાવ વડે મોક્ષનો હેતુ થાય એવી માન્યતા મિથ્યાદર્શન અર્થાત્ મહાપાપ છે; કેમકે પરમાર્થ મોક્ષનો હેતુ એકદ્રવ્યના સ્વભાવવાળો અર્થાત્ ચૈતન્યસ્વભાવી છે. તેના (ચૈતન્યના) સ્વભાવ વડ જ્ઞાનનું-આત્માનું ભવન-પરિણમન નિર્મળ વીતરાગભાવપણે-આનંદપણે થાય છે, કેમકે એક જીવદ્રવ્યસ્વભાવ વીતરાગસ્વભાવ છે. અહાહા..! એક ચૈતન્યદ્રવ્યના સ્વભાવે જે જ્ઞાતાપણે-આનંદપણેશાન્તિપણે–સ્વચ્છતાપણે–પ્રભુતાપણે જ્ઞાનનું-આત્માનું પરિણમન થાય એ જ મોક્ષનો હેતુ છે. જેણે શુદ્ધ ચૈતન્યથી વ્યાપ્ત ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ મૂકી એનું પરિણમન શુદ્ધ ચૈતન્યમય થયું અને એનું એ પરિણમન મોક્ષનું કારણ છે. દયા, દાન, વ્રતના પરિણામ પુદ્ગલસ્વભાવે હોવાથી તે નિષેધવામાં આવ્યા છે. એનાથી ભિન્ન એકદ્રવ્યસ્વભાવે-ચૈતન્યસ્વભાવે જે પરિણમન થાય તે મોક્ષનો હેતુ છે. ભગવાન આત્મા સ્વભાવથી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ છે. તેનું સમ્યક દર્શન-જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૩૫ ચારિત્રપણે જે આચરણ થાય, સ્વસ્વરૂપ આચરણ જે થાય તે મોક્ષનો હેતુ છે. તથા જેટલું પરસ્વરૂપ આચરણ તે બધું બંધનું કારણ છે. બહારમાં બબ્બે મહિનાના સંથારા કર્યા હોય એટલે જાણે કે સમાધિમરણ કર્યાં; પણ ભાઈ! ધૂળેય એમાં સમાધિમરણ નથી, સાંભળને. સમાધિમરણ કોને કહેવું બાપુ? જેને હજુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નથી અને વ્રતાદિના રાગની ક્રિયાને ધર્મ માને છે તેને સમાધિ-મરણ કેવું? (તેને સમાધિમરણ હોતું નથી). કદાચિત્ શુભભાવ હોય તો સ્વર્ગમાં જાય, પણ એથી શું? સ્વર્ગમાં તો અભવી પણ જાય છે. અજ્ઞાનીને શુભભાવ મિથ્યાત્વસહિત હોય છે. મિથ્યાશ્રદ્ધા સહિત શુભભાવ વડે ભાઈ! તું નવમી ત્રૈવેયક અનંતવા૨ ગયો, પણ ભવભ્રમણ ન મટયું. મિથ્યાત્વસતિ શુભભાવ વખતે ઘાતીનો તો બંધ થાય છે જ, સાથે અઘાતીનું પુણ્ય જે બંધાય છે તેના ફળમાં એકાદ ભવ સ્વર્ગ મળે કે મોટો રાજા વા શેઠીઓ થાય તોપણ શું? મિથ્યાત્વનું પરંપરા ફળ તો નિગોદ છે. સમજાણું કાંઈ...? આ મોટા કરોડપતિ-અજબપતિ શેઠીઆ દારૂ-માંસ ન ખાતા હોય એટલે નરકે તો ન જાય પણ સત્સમાગમ, સ્વાધ્યાય અને ચિંતન-મનનના અભાવે અશુભભાવના ફળમાં તિર્યંચમાં–ઢોરની ગતિમાં જ જાય. શું થાય ? એવા ભાવનું ફળ એવું જ છે. પાલેજ દુકાન ઉપર સ્થાનકવાસીનાં પુસ્તકો-આચારાંગ, સૂત્રકથાંગ, દશા વૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે બધાં વાંચ્યાં હતાં. પણ જ્યાં આ સમયસાર હાથમાં આવ્યું ને જોયું (અવગાહ્યું) તો કહ્યું કે મોક્ષનો માર્ગ તો આમાં (દર્શાવ્યો) છે. બીજે તો એકલી ક્રિયાકાંડની વાતો છે. * ગાથા ૧૫૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ.’ જુઓ, આ ન્યાય આપ્યો-કે મોક્ષ એટલે સિદ્ધપદ આત્માને થાય છે માટે એનું કારણ પણ આત્મસ્વભાવમય જ હોવું જોઈએ. મતલબ કે જ્ઞાતા-દષ્ટાના વીતરાગી નિરાકુળ આનંદમય જે પરિણામ જે જીવસ્વભાવમય છે તે જ મોક્ષનું કારણ હોઈ શકે, અને છે. હવે કહે છે ‘જે અન્યદ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?’ આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિનો ભાવ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે. રાગસ્વભાવી છે ને ? રાગ કાંઈ જીવસ્વભાવ છે? જો હોય તો રાગ નીકળી કેમ જાય? જુઓ, આ જે વીતરાગ થયા તેમને રાગ નીકળી ગયો ને વીતરાગતા રહી ગઈ. તેથી રાગ અન્યદ્રવ્યના સ્વભાવવાળો અને તેથી રાગથી આત્માનો મોક્ષ થઈ શકે નહિ, અર્થાત્ રાગ મોક્ષનું કારણ છે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હવે આવી વાત સાંભળવા ન મળે એને ધર્મ થાય કે દિ? એક તો બાયડી-છોકરાં સાચવવાં અને ધંધો-વેપાર કરવો ઇત્યાદિ સંસારનાં કામ આડ બિચારો નવરો ન થાય અને કદાચિત્ માંડ નવરાશ લઈ સાંભળવા જાય તો મળે ઊંધું કે-વ્રત કરો, તપસ્યા કરો, સાધુને વહોરાવો, દાનમાં પૈસા વાપરો એટલે તમને ધર્મ થઈ જશે. હવે આમ ને આમ જિંદગી ચાલી જાય અને ચાર ગતિની રખડપટ્ટી ઊભી રહે. ભાઈ ! આ નવરાશ લઈને સમજવાનું છે હોં. દુનિયામાં તો બે-પાંચ કરોડની સંપત્તિ હોય, ઘરે બે-ચાર દીકરા હોય અને બધાને રહેવાના આવાસ હોય એટલે લોકો તને ભાગ્યશાળી કહેશે પણ એ કાંઈ ભાગ્યશાળીનાં લક્ષણ નથી. એ તો ભોગશાળી એટલે ભાંગશાળી છે. જેમ ભાંગનું સેવન મનુષ્યને બેભાન-પાગલ બનાવે તેમ આ ભોગોનું સેવન તને પાગલ બનાવનારું છે. ભાગ્યશાળી તો એને કહીએ જેને આવી સત્ય વાત સાંભળવા અને સમજવા મળે. આ સમજ્યા વિના તો જિંદગી હારી જવાની છે બાપુ ! શ્વેતાંબરમાં ૩ર સૂત્રમાં એક વિપાકસૂત્ર છે. એમાં આવે છે કે દાન દેનારો મિથ્યાષ્ટિ હતો પણ સાધુ આવ્યા અને એણે એમને હરખથી ખૂબ આદર-સત્કાર કરીને આહાર વહોરાવ્યો અને સંસાર પરિત કર્યો. હવે આવી વાત તો તદ્દન ગપ-જૂઠી છે. મોટી ચર્ચા સંપ્રદાયમાં નીકળેલી ત્યારે કહ્યું હતું કે-પરદ્રવ્યના આશ્રયે સંસાર મટે એ વાત ત્રણકાળમાં સત્ય હોઈ શકે નહિ. જેમ શ્વેતાંબરમાં શત્રુંજય-માહાભ્યનું પુસ્તક છે તેમ એક દિગંબર સાધુ પાસે સમ્મદશિખરજીના માહાભ્યનું પુસ્તક હતું. તે કહેતા હતા કે એમાં એમ લખ્યું છે કેસમ્મદશિખરજીની જાત્રા કરે એને ૪૯ ભવે મોક્ષ થાય. તો કીધું કે આ વીતરાગની વાણી નહિ. પદ્રવ્યના દર્શનથી સંસાર પરિત થાય એવી વાત ત્રણકાળમાં વીતરાગની વાણી ન હોય. અહીં તો એમ કહે છે કે-દયા, દાન, પૂજા, જાત્રા, આહાર-દાન ઇત્યાદિના ભાવ અન્યદ્રવ્યસ્વભાવી (–મુગલસ્વભાવી) હોવાથી સંસારનું કારણ છે; તે આત્માના મોક્ષનું કારણ કેમ થાય? મોક્ષ તો આત્માનો થાય છે તેથી તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. રાગ વિભાવસ્વભાવ છે; એનાથી મોક્ષનો હેતુ થાય અને સંસાર ઘટે એ ત્રણકાળમાં બને નહિ. શ્વેતાંબરમાં એક જ્ઞાનસૂત્રમાં મેઘકુમારનો અધિકાર આવે છે. એમાં મેઘકુમારના જીવે પૂર્વે હાથીના ભવમાં સસલાની દયા પાળી, એનાથી સંસાર પરિત કર્યો એમ આવે છે. મેઘકુમારનો જીવ પૂર્વ ભવમાં હાથી હતો. તેણે કોઈ વખત વનમાં દવ લાગે ત્યારે બચવા માટે એક જોજન વિસ્તારમાં સાફસૂફી કરીને મંડપ કરેલો. એમાં એક વખત જંગલમાં ચારેકોર અગ્નિ લાગી. એટલે બધાં પ્રાણીઓ બચવા માટે મંડપમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ]. [ ૧૩૭ આવીને ઊભાં રહી ગયાં. મંડપ પ્રાણીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. જરાય જગ્યા ના હતી. એવામાં એક સસલું આવ્યું. એ જ વખતે હાથીને પગે ખંજવાળ આવી અને જેવો ખંજવાળવા પગ ઊંચો કર્યો કે એ જગામાં સસલું ગરી ગયું. પછી જ્યારે પગ નીચે મૂકવા જતો હતો ત્યાં તો સસલું જોયું; એટલે અઢી દિવસ સુધી (દાવાનળ શમી ગયો ત્યાં સુધી) પગ એમને એમ ઊંચો રાખ્યો. આમ સસલાની દયા પાળી એટલે સંસાર પરિત કર્યો એવો પાઠ છે. અહીં કહે છે-અન્ય દ્રવ્યના સ્વભાવ વડ ત્રણકાળમાં સંસાર ઘટે નહિ. દયા આદિના ભાવ તો અન્યદ્રવ્યના સ્વભાવમય છે. તે વડે સંસાર કેમ પરિત થાય? (ન થાય). માર્ગ આવો છે ભાઈ ! પણ બધો ફેરફાર થઈ ગયો, અને ભગવાનના નામે શાસ્ત્રો બનાવીને બિચારાઓને રઝળાવી માર્યા છે! અહીં તો એમ કહે છે કે-“શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે, માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે.' જ્ઞાતા-દેટાના ચૈતન્યમય પરિણમન વડે મોક્ષનો હેતુ થાય છે અને રાગના પરિણમન વડે મોક્ષનો હેતુ થતો નથી. આ વાત છે. આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. એની રુચિ કરી એમાં જ નિમગ્ન થઈને પરિણમવું તે આત્મસ્વભાવી પરિણમન છે અને એ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન જ મોક્ષનું કારણ થાય છે. વ્રતાદિના શુભકર્મરૂપ પરિણમન તો અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી તેના વડે આત્માનું પરિણમન થઈ શકતું નથી તેથી તે મોક્ષનું કારણ થઈ શકતું નથી. સમુદ્રના તળિયે મોતી હોય છે. તેને લેવા લોકો સાધન સજ્જ થઈ તળિયે પહોંચે છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. તેની અંદર પૂરા તળમાં જ્ઞાન ને આનંદ અને શાંતિ વગેરે રત્નો પડ્યાં છે. અહીં કહે છે-ભગવાન! તું શુભાશુભને ભેદીને એના તળમાં જાને જ્યાં જ્ઞાન અને આનંદ ભર્યા છે? અહાહા...! સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય.' ભગવાન જ્ઞાનસમુદ્ર પોતાના તળમાં ગુણરત્નો લઈને ઉછળી રહ્યો છે. ત્યાં જે ભાગ્યવાન એટલે ધર્મી પુરુષાર્થી જીવ છે તે અંતરમાં તળમાં પહોંચીને આનંદ, શાંતિ અને જ્ઞાનનાં રત્નોને પ્રાપ્ત કરે છે. તેથી તેને મોક્ષમાર્ગ મળે છે. વળી–“સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યહીન કર વાવરે, એની શંખલે મૂઠીઓ ભરાય.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જેઓ ભાગ્યહીન એટલે પુરુષાર્થહીન છે, તળમાં જતા નથી તેઓને રાગ અને પુણ્યના શંખલા જ હાથ આવે છે. તેઓને સંસાર જ પ્રાપ્ત થાય છે. અહા! ધર્મીને જ્ઞાન અને આનંદ પાકે અને પુણ્યની રુચિવાળાને સંસાર જ પાકે છે. આવું છે, બાપુ ! માર્ગ આવો છે ભાઈ ! ત્યારે કેટલાક કહે છે–આ સોનગઢનું એકાન્ત છે. વળી કેટલાક કહે છે કે કાનજીસ્વામી જાદુગર છે; એમ કે લાકડીથી લોકોને વશ કરી નાખે છે. આમ ગમે તેમ લોકો ડીંગ હાંકે રાખે છે. ભાઈ ! આ લાકડી તો હાથમાં પરસેવો થાય તે શાસ્ત્રને ન લાગે, અસાતના ન થાય એ માટે રાખી છે. એક સુખડની હતી એ તો ચોરાઈ ગઈ. પછી આ પ્લાસ્ટીકની લાવ્યા છે. આ લાકડીમાં શું છે? એ તો જડ માટી-પુદગલ છે. ત્યારે કહે છે-આપે મંત્ર લગાડ્યો છે. મંત્ર-બંત્ર કાંઈ છે નહિ, ભાઈ ! અહીં તો તું શુદ્ધ જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ આત્મા છો એવો મંત્ર છે. એની વાત સાંભળીને જિજ્ઞાસુઓ આકર્ષાય છે. બસ આ મંત્ર છે. અહાહા..! સમજણનો પિંડ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છે. એના સ્વભાવે પરિણમવું એટલે એના તળમાં દષ્ટિ ઠેરવીને વીતરાગી પરિણતિએ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ભાવે પરિણમવું એ એકદ્રવ્યસ્વભાવી હોવાથી મોક્ષનું કારણ છે. હવે આને એકાન્ત કહો તો એકાન્ત; એ સમ્યક એકાન્ત છે. સમજાણું કાંઈ..? આવું એને આકરું લાગે; અને આણે દયા પાળી ને આણે ઉપવાસ કર્યા ને આણે કરોડોનું દાન કર્યું ઇત્યાદિ બધું સારું લાગે, પણ પ્રભુ! એથી ધર્મ નહિ થાય. એમ ને એમ જિંદગી વહી જશે, બાપા! આવું મનુષ્યપણું મળ્યું એની એક ક્ષણ પણ મહામૂલ્યવાન છે; એની એક ક્ષણ સામે કરોડો રત્નોનો ઢગલો કરો તોપણ એની કિંમત ન થાય એવું આ મનુષ્યપણું મોંઘુ છે. ભાઈ ! અને વિષય-કષાયમાં અને રાગના રાગમાં રગદોળી ન નખાય. અહા! આ જુવાની ઝોલા ખાતી વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહેશે. પછી ખેદ કરવાથી શું? જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહિ, ઇન્દ્રિયો શિથિલ પડે નહિ, શરીરમાં રોગ વ્યાપે નહિ તે પહેલાં (તસ્વદષ્ટિ) કરી લે બાપુ! પછી તારાથી કાંઈ નહિ થાય. પછી તો કેડ દુઃખશે, માથુ ચઢશે, ઉઠ-બેસ થઈ શકશે નહિ, દેખાશે નહિ, સંભળાશે નહિ. માટે હમણાં જ આત્મહિત કરી લે. આ સાડાત્રણ હાથના શરીરમાં એક એક તસુએ ૯૬ રોગ છે-એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તો આખા શરીરમાં કેટલા રોગ થયા? ભાઈ ! તું ગણ તો ખરો. આમાં અમને મઝા છે અને અમે સુખી છીએ એવી ભ્રમણા છોડ, વિષય-કષાયની દૃષ્ટિ છોડ, રાગની દૃષ્ટિ છોડ. એ તો બધી આકુળતા છે, બાપુ! આ અહીં ભગવાન કહે છે તે સાંભળ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૩૯ કે-મોક્ષનો માર્ગ તો એકદ્રવ્યસ્વભાવી છે. ૫૨માર્થે ૫૨દ્રવ્યથી આત્માનું ભવન ન થઈ શકે માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી હોવાથી તેના ભવનથી આત્માને મોક્ષનું કારણ થાય છે. ભવન એટલે થવું-પરિણમવું. અહાહા...! જ્ઞાનરૂપે-આનંદરૂપે વીતરાગભાવપણે આત્માનું થવું એ જ મોક્ષનું કારણ છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષનો હેતુ છે. જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનું કારણ છે; બીજું કાંઈ મોક્ષનું કારણ છે નહિ. હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ * કળશ ૧૦૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ' एकद्रव्यस्वभावत्वात् ' જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી ( –જીવસ્વભાવી ) હોવાથી ‘ જ્ઞાનસ્વભાવેન’ જ્ઞાનના સ્વભાવથી ‘સવા જ્ઞાનસ્ય ભવન વૃત્ત' હંમેશાં જ્ઞાનનું ભવન થાય છે. શું કહ્યું? આ જાણવું, શ્રદ્ધવું અને ઠરવું-એ એક દ્રવ્યસ્વભાવી એટલે જીવસ્વભાવી માત્ર ચૈતન્યસ્વભાવી છે. અહાહા...! રાગની ક્રિયાથી ભિન્ન પડતાં જે અંતર-પરિણમન થયું તે ચૈતન્યસ્વભાવી હોવાથી તે જ્ઞાનનું કહેતાં આત્માનું પરિણમન છે. શુદ્ધ આત્મદ્રવ્યના સ્વભાવથી શુદ્ધ આત્મદ્રવ્યનું ભવન-પરિણમન થાય છે. એમાં કોઈ પરદ્રવ્યના કે રાગના આશ્રયની અવલંબનની અપેક્ષા છે જ નહિ. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે-નિજ ૫રમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ ૫૨મ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.' મતલબ કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ શુદ્ધ ચૈતન્યના ભવનમાત્ર જ છે. હવે કહે છે - ‘તદ્' માટે ‘તત્ વ મોક્ષહેતુ: ' જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન એટલે સ્વરૂપને જાણવા-શ્રદ્ધવાના પરિણામ અને સ્વરૂપમાં જ વિશ્રાંતપણે ઠરવાના વીતરાગ પરિણામને પ્રગટ ક૨વા એ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જુઓ, આ એક કળશમાં કેટલું ભર્યું છે! શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ વીતરાગી પરિણતિ એ એદ્રવ્યસ્વભાવી છે અને એ જ આત્માનું પરિણમન છે. તેથી મોક્ષનું કારણ છે. રાગની ક્રિયા અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી ત્રણકાળમાં ધર્મ થાય નહિ. લ્યો, આ ૧૦૬ થયો; હવે ૧૦૭; ટીકા છે ને! એના સારરૂપ કળશ કહે છે. * કળશ ૧૦૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘દ્રવ્યાન્તરસ્વભાવત્વાત્' કર્મ અન્યદ્રવ્યસ્વભાવી ( –પુદ્દગલસ્વભાવી ) હોવાથી ‘ ર્મસ્વમાવેન ’ કર્મના સ્વભાવથી ‘ જ્ઞાનસ્ય ભવનં ન હિ વૃત્ત' જ્ઞાનનું ભવન થતું નથી. . જુઓ, કર્મ એટલે વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ એ બધો શુભભાવ અન્યદ્રવ્યસ્વભાવી-પુદ્દગલસ્વભાવી છે. હવે આ સાંભળીને લોકો રાડ નાખે છે પણ ભાઈ ! રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ. જો રાગ આત્માનો સ્વભાવ હોય તો તે નીકળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦ ] || પ્રવચન રત્નાકર ભાગ-૬ કેમ જાય? પોતાના પરમાત્મસ્વરૂપમાં ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાય એટલે રાગ નીકળી જાય છે અને એકલી વસ્તુ રહી જાય છે. એ કહ્યું હતું પહેલાં-આત્માવલોકનમાં આવે છે કે ભગવાનની મૂર્તિ કે સાક્ષાત્ ભગવાનને દેખીને ધર્મીને એવો વિચાર આવે છે કે જેના હોઠ હુલતા નથી, પગ ચાલતા નથી, શરીર સ્થિર છે, આંખની પાંપણ પણ હાલતી નથી એવા ભગવાન સ્થિરબિંબ છે. અને એવો જ અચળ અંદર આત્મસ્વભાવ છે. જેમ પરમાત્માને રાગ તો તે ટળી ગયો અને વીતરાગતાનો જે સ્વભાવ હતો તે રહી ગયો તેમ આત્માનો અંદર વીતરાગસ્વભાવ જ છે; રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ. અહાહા..! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવનો મહાસાગર છે; અને રાગ તો જડ સ્વભાવ છે. રાગને કયાં ખબર છે કે હું રાગ છું? આ શરીર અને રાગ ઇત્યાદિને જાણનાર તો જીવ પોતે જે સદાય જ્ઞાનસ્વરૂપ છે તે છે. અહાહા..આવો જાણનાર-જાણનાર-જાણનાર જે જ્ઞાયકભાવપણે છે તે પોતે જીવ છે. એમાં રાગ કયાં છે? પોતાને અને પરને જાણે નહિ એવો રાગ તો અન્યદ્રવ્યસ્વભાવી છે. તેથી રાગના સ્વભાવથી જ્ઞાનનું-આત્માનું ભવન થતું નથી. હવે આવી વાત સાંભળવાની બિચારાને માંડમાંડ કોઈક દિ નવરાશ મળતી હોય તે સમજે કે દિ અને પડકે કે દિ? આ ચોવિહાર કરો, ઉપવાસ કરો, અઠ્ઠમ કરો, તપ કરો, દયા પાળો, એથી નિર્જરા થશે-ઇત્યાદિ વાત તો સહેલી સટ પડી જાય છે. પણ ભાઈ ! એમાં કયાં ધર્મ ને નિર્જરા છે? એ તો બધો રાગ છે. હા, પણ એ બધું કરશે તો પામશે ને? પામશે? શું પામશે? જે શુભરાગને કર્તાપણાના ભાવે કરે છે તે મિથ્યાત્વ પામે છે. ભાઈ ! આ રાગ હું કરું અને એ મારું કર્તવ્ય છે એવી માન્યતા મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે તે અનંત સંસારની જડ છે; પરંપરાએ નરક અને નિગોદને આપનારું છે. મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ બીજું પાપ નથી. ભરત ચક્રવર્તી સમકિતી હતા. ૯૬ હજાર સ્ત્રી, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ, ઇત્યાદિ અપાર વૈભવ વચ્ચે પણ તેઓ આત્મજ્ઞાની હતા. જે રાગ થાય છે તે ચીજ પોતાની (આત્માની) નહિ એવું અંતરમાં ભાન હતું. અલબત ચારિત્ર ન હતું. છ લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. (એક પૂર્વમાં ૭૦ લાખ છપ્પન હજાર કરોડ વર્ષ થાય). ચારિત્રના અભાવમાં કેટલું કર્મ બંધાણું? તો કહે છે કે દીક્ષા લઈ આત્માની અંદર ધ્યાનમગ્ન થયા તો અંતર્મુહૂર્તમાં સર્વ કર્મ નાશ કરી નાખ્યું, અને કેવળજ્ઞાન ઉપજાવ્યું. ચારિત્ર-દોષ હતો, પણ સમકિત હતું, મિથ્યાત્વ ન હતું તેથી જે બંધ થતો હતો તે અત્યંત અલ્પ હતો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૪૧ જુઓ! એક બાજુ મિથ્યાત્વનું પાપ એવું હોય છે કે તે અનંતા નરક-નિગોદના ભવ કરાવે અને બીજી બાજુ સમકિત સહિત હોવાથી ભારતને ૯૬ હજાર રાણીઓના સંગમાં વિષય સંબંધી રાગ હતો પણ એ રાગનું પાપ અલ્પ હતું, અલ્પસ્થિતિ અને અલ્પરસવાળું હતું. જ્યાં અંદર ધ્યાનમાં આવ્યા તો લીલામાત્રમાં ઉડાવી દીધું અને ક્ષણમાં જ ઝળહળ જ્યોતિમય કેવળજ્ઞાન ઉપજાવી દીધું. અહાહા...! એકાવતારી ઇન્દ્ર જેની પાસે મિત્રપણે બેસે અને જે હીરાજડિત સિંહાસન પર આરૂઢ થાય એવા ભરત ચક્રવર્તી આત્મજ્ઞાની હતા. રાગથી અને (બાહ્ય) વૈભવથી ભિન્ન પોતાની ચીજ જે પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા તેનું અંતરમાં ભાન હતું. ભગવાન ઋષભદેવ જ્યારે અષ્ટાપદ (કૈલાસ) પર્વત ઉપર મોક્ષ પધાર્યા ત્યારે ત્યાં ભારતની હાજરી હતી. તે વખતે ૩ર લાખ વિમાનના સ્વામી એકાવતારી ઇન્દ્ર પણ ત્યાં આવ્યા. ત્યાં જોયું તો ભરતની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ભરત વિલાપ કરતા હતા કે અરે! ભરતક્ષેત્રમાં આજે સૂર્ય અસ્ત થયો! આ સૂર્ય તો સવારે રોજ ઉગે જે સાંજે આથમે; પણ ભગવાન કેવળજ્ઞાન-સૂર્યનો અસ્ત થયો અને હા! સર્વત્ર અંધકાર થઈ ગયો! આમ ભરતજીને વિલાપનાં આંસુ વહી રહ્યાં હતાં. ત્યારે ઇન્દ્ર કહ્યું-અરે! ભરતજી, આ શું? તારે તો આ છેલ્લો દેહ છે, અમારે તો હુજુ એક દેહુ મનુષ્યનો થશે ત્યારે મોક્ષ થશે. ભરતે કહ્યું-ઇન્દ્ર! બધી ખબર છે. આ તો એવો રાગ આવી ગયો છે; એ ચારિત્ર-દોષ છે, દર્શન-દોષ નહિ. આમ ભરતજીને સ્વરૂપનું શ્રદ્ધાન તો અકબંધ છે. અહાહા....સમ્યગ્દર્શન કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે! સમ્યગ્દર્શન શું અને એનો વિષય શું-એના મહિમાની લોકોને ખબર નથી. તેથી એકલા ક્રિયાકાંડનો મહિમા તેમને ભાસે છે. જાહેરખબરો પણ ક્રિયાકાંડની કરે છે કે-આણે ઉપવાસ કર્યા, આણે આટલો ત્યાગ કર્યો, આણે પાંચ લાખનું દાન કર્યું, આણે સંઘ જમાડયો ને આણે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું, ઇત્યાદિ. પણ ભાઈ ! એમાં શું છે બાપુ! અહીં કહે છે-કર્મ છે, જે પુણ્ય-પાપના ભાવ છે, (અહીં ખરેખર તો પુણ્યભાવને કર્મ લેવું છે) તે અન્યદ્રવ્યસ્વભાવી છે. આ વ્રત, તપ, દાન, શીલ, બ્રહ્મચર્યના ભાવ છે તે અન્યદ્રવ્યસ્વભાવી છે; એનાથી આત્માનું ભવન થઈ શકતું નથી. નિશ્ચયથી તો બ્રહ્મસ્વરૂપ જે શુદ્ધ આત્મા તેમાં ચરવું તે બ્રહ્મચર્ય છે અને તે ધર્મ છે. કર્મ એટલે પુણ્યના પરિણામ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી જ્ઞાનનું-આત્માનું પવિત્ર મોક્ષમાર્ગરૂપ પરિણમન થતું નથી. તેથી કહે છે-“તત્વ' માટે “વર્ગ મોક્ષદેતુ: ' કર્મ મોક્ષનું કારણ નથી. જુઓ, આ દાંડી પીટીને કાંઈ પણ ગુપ્ત રાખ્યા વિના જાહેર કર્યું કે વ્રત-તપ આદિ ક્રિયા મોક્ષનું કારણ નથી. અહા ! લોકોને આવું સાંભળવું મુશ્કેલ અને સમજવુંય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મુશ્કેલ! જેના મહાભાગ્ય હોય તેના કાને પડે. અને કાને પડે તોય શું? પુરુષાર્થ કરીને જ્યારે અંતર-નિમગ્ન થાય ત્યારે આત્માના જ્ઞાન-શ્રદ્ધાન થાયઃ સાંભળવામાત્રથી ન થાય. દિવ્યધ્વનિ સાંભળે એટલા માત્રથી આત્માનું જ્ઞાન ન થાય. ભગવાન આત્માના-સ્વદ્રવ્યના આશ્રયથી સમ્યજ્ઞાન થાય. શ્લોક ૧૦૬ માં પહેલી લીટીમાં કહ્યું કે-જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ થાય. અહીં કહ્યું કે-કર્મ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ ન થાય. “વર્મસ્વમાન જ્ઞાન ભવ ન દિ'-કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી માટે કર્મ મોક્ષનું કારણ નથી. આ સઘળો ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી; સમજાણું કાંઈ....? હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે: * કળશ ૧૦૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * મોક્ષદેતુતિરોધાનાત' કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી.. જુઓ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. શું કહ્યું આ? કર્મ એટલે પુણ્યપાપના ભાવ, ખરેખર તો અહીં કર્મ એટલે પુણ્યના ભાવ એમ લેવું છે, મોક્ષના કારણના ઘાતક છે. વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ મોક્ષના કારણને ઢાંકનારા એટલે ઘાતનશીલ છે. હવે જે ઘાતનશીલ છે એ મોક્ષના કારણને મદદ કરે એ કેમ બની શકે? (ન જ બની શકે ). હવે આ મોટો વાંધો છે અત્યારે લોકોને એમ કે વ્યવહારથી નિશ્ચય થાય. પહેલાં કાયાથી ત્યાગની શરુઆત થાય, પછી મનથી થાય-એમ બાહ્યથી લેવું છે. પણ ભાઈ ! એમ સમ્યગ્દર્શન કેમ થાય ? બાહ્ય કર્મ છે એ તો મોક્ષના કારણનું ઘાતનશીલ છે. ભગવાન આત્માને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પૂર્ણ સ્વભાવની પ્રતીતિ, પૂર્ણ સ્વભાવનું જ્ઞાન અને પૂર્ણ સ્વભાવમાં રમણતા-લીનતારૂપે આત્માનું થયું તે મોક્ષનું કારણ છે. અહીં કહે છે-વ્રત, તપ, શીલ, ભક્તિ, પૂજા, દાન ઇત્યાદિ સમસ્ત શુભકર્મ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું ઘાતનશીલ છે. હવે આવી વાત દુનિયાને બેસે ન બેસે એ દુનિયા જાણે; દુનિયા તો અનાદિથી અજ્ઞાનના પંથે છે. કહ્યું છે ને કે “ દ્રવ્યક્રિયારુચિ જીવડાજી, ભાવ ધરમ રુચિહીન; | ઉપદેશક પણ એવાજી, શું કરે જીવ નવીન ?' દ્રવ્યક્રિયા એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિની રુચિ તો અનાદિથી અજ્ઞાની જીવને છે. વળી તેને ઉપદેશ દેનારા ઉપદેશક પણ એવા મળ્યા જે ઉપદેશે કે-વ્રતાદિ પાળવાં એ ધર્મ છે અને તે કરતાં કરતાં મોક્ષ પમાય. તેથી એ વાત એને પાકી દઢ થઈ ગઈ. વારંવાર સાંભળી ને ! એટલે પાકી થઈ ગઈ. હવે એ નવું શું કરે ? એને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૪૩ સમકિત કેમ થાય? ન થાય. કેમકે એ પુણ્યના પરિણામ, મોક્ષનું કારણ જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એનાં ઘાતનશીલ છે, ઘાત કરનારા છે. આ એક વાત. હવે કહે છે-“સ્વયમેવ વન્યત્વતિ' તે (-કર્મ) પોતે જ બંધસ્વરૂપ હોવાથી... કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. હવે જે બંધસ્વરૂપ છે તે અબંધનું-મોક્ષનું કારણ કેમ થાય? (ન થાય છે. કોઈને આકરું લાગે પણ જ્યાં વસ્તુસ્થિતિ આવી છે ત્યાં શું થાય? અહાહા..! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંતજ્ઞાન અને આનંદનું દળ છે તેનો આશ્રય લીધા વિના મોક્ષનો માર્ગ ત્રણકાળમાં બીજે કયાંયથી પ્રગટે એમ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપમાત્ર વસ્તુનો આશ્રય-અવલંબન કરવાથી જ મોક્ષનો માર્ગ પ્રગટે છે. આ એક જ રીત છે. આ સિવાય જે વ્રત, તપ, શીલ, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ છે તે પોતે જ બંધસ્વરૂપ છે તેથી બંધનું કારણ છે અને મોક્ષના કારણનો ઘાત કરનારા છે. સમયસાર કળશટીકામાં આ શ્લોકની ટીકા કરતાં શ્રી રાજમલજીએ એમ કહ્યું છે કેઅહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષયકષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર બહુ આકરી વાત ભાઈ ! સમ્યગ્દર્શન વિના બધું થોથેથોથાં જ છે. ચારિત્ર છે જ નહિ. (વ્યવહારેય નહિ ને ). ભગવાન કુંદકુંદાચાર્યે દર્શન પ્રાભૃત, ગાથા ૩ માં કહ્યું છે કે "दसणभट्टा भट्टा दंसणभट्टस्य णत्थि णिव्वाणं। सिझंति चरियभट्टा दंसणभट्टा ण सिज्झंति।।'' જે દર્શન-શ્રદ્ધાનથી ભ્રષ્ટ છે તે સર્વ રીતે ભ્રષ્ટ છે; તે કોઈ દિ મુક્તિ પામશે નહિ. તથા જે ચારિત્રથી ભ્રષ્ટ હોવા છતાં સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી યુક્ત છે તો તે સિદ્ધિ પામશે. એને સ્વરૂપની દષ્ટિ હોવાથી ચારિત્ર આવવાનું, આવવાનું ને આવવાનું અને એની મુક્તિ થશે જ. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ પ્રભુ ચેતના સ્વરૂપ ત્રિકાળ છે. એની સન્મુખની દષ્ટિ, એનું જ્ઞાન અને એમાં જ રમણતારૂપ જે પરિણમન છે તે મોક્ષનું કારણ છે. ભાઈ ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી શરૂ થાય છે, સમ્યગ્દર્શનથી શરૂ થાય છે. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જ્ઞાન પણ સાચું નથી અને ચારિત્ર પણ સાચું નથી. વિના સમ્યગ્દર્શન જે કાંઈ છે તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. આ બે બોલ થયા. હવે ત્રીજો બોલ કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ ] વચન રત્નાકર ભાગ-૬ ' અને “મોક્ષદેતુતિરોધાયિત્વાત' તે (-કર્મ) મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી... શું કહે છે? આ વ્રતાદિરૂપ જેટલું છે શુભકર્મ તે મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું છે. સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતારૂપ જે મોક્ષમાર્ગ છે તેનાથી કર્મ એટલે પુણ્ય-પાપરૂપ પરિણામ વિપરીત સ્વભાવવાળા છે. હવે કહે છે તેથી “તત નિષ્યિતે' તેને (કર્મ) નિષેધવામાં આવે છે. જુઓ, વ્રતાદિ સમસ્ત શુભભાવરૂપ કર્મને નિષેધવામાં આવે છે એમ ત્રણ બોલથી કહ્યું ૧. કર્મ મોક્ષના કારણનું ઢાંકનારું વા ઘાતનશીલ છે, ૨. કર્મ સ્વયં બંધસ્વરૂપ છે અને ૩. કર્મ મોક્ષના કારણના વિરોધી સ્વભાવવાળું છે. અહાહા....! ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવી સદા મુક્તરૂપ જ છે અને એના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય એ પણ અબંધસ્વરૂપ છે. અને તેથી મોક્ષનું કારણ છે. પરંતુ શુભાશુભ કર્મ જે છે તે મોક્ષના કારણના ઘાતનશીલ હોવાથી, સ્વયં બંધસ્વરૂપ હોવાથી અને મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું હોવાથી નિષિદ્ધ છે. અહાહા...! વ્રત, તપ આદિના શુભભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામના ઘાતક અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી નિષિદ્ધ છે. શુભભાવથી મને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાદર્શન, એવું જ એકલા શુભભાવનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને શુભભાવમાં જ રમણતા તે મિથ્યાચારિત્ર છે. અહીં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ વિપરીતસ્વભાવવાળા કહીને જડ અચેતન કહ્યા. મતલબ કે જ્યાં ચૈતન્યના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ હોય ત્યાં મિથ્યા-દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામ ન હોય. બન્ને જાતના પરિણામ એકી સાથે ન હોય. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામ જેને છે તેને મિથ્યાત્વસહિત રાગના પરિણામ નથી. અહીં ત્રણે વાત સાથે લેવી છે ને? જેને આત્માનાં નિર્વિકલ્પ શ્રદ્ધાન-જ્ઞાન અને શાંતિનું વેદના થાય તેને કદાચિત્ રાગ હોય પણ તે મિથ્યાત્વ સહિત નથી અને તેને રાગનું સ્વામિત્વ અને એમાં ઇષ્ટપણાનો ભાવ પણ નથી. તેથી તેને પૂર્ણ વીતરાગતા ન હોવા છતાં મિથ્યાચારિત્ર નથી, સમ્યફચારિત્ર જ છે. અહાહા...! સ્વભાવથી જ આત્મદ્રવ્ય ભગવાનસ્વરૂપ વીતરાગસ્વરૂપ છે. તેનાં શ્રદ્ધાનજ્ઞાન અને રમણતારૂપ પરિણામ મોક્ષમાર્ગ છે. અને શુભાશુભ કર્મ તેનાં ઘાતક છે, સ્વયં બંધસ્વરૂપ છે અને શુદ્ધ પરિણામથી વિપરીત સ્વભાવવાળાં છે માટે નિષેધ્યાં છે. લ્યો, આ ભગવાન અમૃતચંદ્રાચાર્યદવે પીરસેલું પરમામૃત છે. શ્રીમદે કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૬ ] [ ૧૪૫ “વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.'' ભાઈ ! આ ભગવાનની વાણી તો ભવરોગને મટાડનારું પરમામૃત છે. પણ શુભભાવની જેમને રચિ છે એ કાયરોને તે સહાતી નથી. શુભરાગની રુચિવાળાને શાસ્ત્રમાં કાયર-નપુંસક કહ્યા છે. ભલે એ મોટો અબજોપતિ શેઠ હોય. કે મોટો રાજા હોય કે નવમી રૈવેયકનો દેવ હોય. જો તેને પુણ્યભાવની રુચિ-પ્રેમ છે તો તે કાયર-નપુંસક છે કેમકે એને ધર્મની પ્રજા નથી. જેમ પાવૈયાને પ્રજા ન હોય તેમ આને ધર્મની પ્રજા નથી તેથી તે નપુંસક છે. આવી વાત છે ભાઈ! જે દર્શન-ભ્રષ્ટ છે તે બધાયથી ભ્રષ્ટ છે. શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થશે એવી જેને માન્યતા છે તે દર્શનથી-શ્રદ્ધાથી ભ્રષ્ટ છે; માટે તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેયથી ભ્રષ્ટ છે. તેથી તો કહ્યું કે-પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ, ૨૮ મૂલગુણ ઇત્યાદિ જે વ્યવહારચારિત્રના પરિણામ છે તે શુભભાવરૂપ કર્મકાંડ છે; એ આત્માના નિર્મળભાવરૂપ જ્ઞાનકાંડ નથી. બહુ આકરી વાત બાપુ! આવા બધા પુણ્યના ભાવ તો તે અનંતવાર કર્યા પણ તેથી શું વળ્યું? છઠુંઢાળામાં કહ્યું છે ને કે મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.'' અહા ! આત્મજ્ઞાન વિના-સમ્યગ્દર્શન વિના અનંતવાર મુનિવ્રત ધારણ કર્યા. પાંચ મહાવ્રત, સમિતિ અને ગુતિ અનંતવાર પાળ્યાં. અનંતવાર બાળ બ્રહ્મચારી રહ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું, અર્થાત દુઃખ જ થયું. મતલબ કે એ વ્રત અને તપના પરિણામ એને લેશ પણ સુખ ન આપી શક્યા. નવમી રૈવેયક ગયો પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્યો, સુખની પ્રાપ્તિ ન થઇ. પરિભ્રમણ ઊભું રહ્યું, કેમકે આત્માનુભવ વિના બધું જ દુઃખરૂપ છે, ફોગટ સંસાર ખાતે જ છે. આવી વાત છે. બાપુ! સમજાય એટલું સમજો. માર્ગ આ છે; અહીં વીતરાગ માર્ગમાં કોઈની સિફારસ લાગતી નથી. સત્યને માનનારા થોડા છે અને અસત્યને માનનારા ઝાઝા છે. પણ એ રીતે સંખ્યા વડે સત્ય-અસત્યનું માપ નથી. સત્યનું માપ તો સ્વયં સત્યથી છે. તેને માનનારા ભલે એકાદ બે હોય વા ન હોય, તેથી સત્ય કાંઈ બીજું થઈ જતું નથી. [ પ્રવચન નં. ૨૧૯ શેષ, રર૦, ૨૨૧ * દિનાંક ર-૧૧-૭૬ થી ૪-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૭ થી ૧૫૯ अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ।। १५७ ।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ।। १५८ ।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ।। १५९ ।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः । मिथ्यात्वमलावच्छन्नं तथा सम्यक्त्वं खलु ज्ञानव्यम् ।। १५७ ।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः । अज्ञानमलावच्छन्नं तथा ज्ञानं भवति ज्ञातव्यम् ।। १५८ ।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः । कषायमलावच्छन्नं तथा चारित्रमपि ज्ञातव्यम् ।। १५९ ।। હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છેઃ મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યક્ત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯. गाथार्थ:- [ यथा ] જેમ [ वस्त्रस्य ] वस्त्रनो [ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ] भेलना भणवाथी भरडायो थst [ नश्यति ] नाश पामे छे-तिरोभूत थाय Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૫૭ થી ૧૫૯ ] [ ૧૪૭ છે, [તથા] તેવી રીતે [મિથ્યાત્વનનાવઘ્નનં] મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું-વ્યાસ થયું-થકું [ સભ્યપત્યું હતુ] સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યસ્] એમ જાણવું. [ યથા ] જેમ [વસ્ત્રસ્ય] વસ્ત્રનો [ શ્વેતમાવ: ] શ્વેતભાવ [મતમેજનાસō: ] મેલના મળવાથી ખરડાયો થકો [નશ્યતિ] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [તથા] તેવી રીતે [અજ્ઞાનમન્તાવચ્છi] અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું-વ્યાસ થયું-થકું [ જ્ઞાનં મવતિ] જ્ઞાન તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યમ્ ] એમ જાણવું. [ યથા] જેમ [વસ્ય] વસ્ત્રનો [શ્વેતમાવ: ] શ્વેતભાવ [ મનમેનનાસō: ] મેલના મળવાથી ખરડાયો થકો [નિયંતિ] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [તથા] તેવી રીતે [ષાયમલાવત્ત્તત્ત્ત] કષાયરૂપી મેલથી ખરડાયું-વ્યાસ થયું-થકું [ ચારિત્રમ્ અપિ] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યસ્] એમ જાણવું. ટીકા:- જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ ૫૨ભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાસ થવાથી તિરોભૂત થાય છે-જેમ ૫૨ભાવસ્વરૂપ મેલથી વ્યાસ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાસ થવાથી તિરોભૂત થાય છે–જેમ ૫૨ભાવસ્વરૂપ મેલથી વ્યાસ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું (–સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું–) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ:- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કા૨ણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. * * સમયસાર ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯ : મથાળું હવે પ્રથમ કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે. * ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન * ‘“ જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે–જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરભાવસ્વરૂપ મેળથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત તસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.” જુઓ, મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ એટલે ભાવ મિથ્યાત્વ અર્થાત્ શુભભાવ ધર્મ છે એવી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વની વાત છે. એ મિથ્યાત્વ નામનો જે ભાવકર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી જ્ઞાન નામ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માનું સમ્યકત્વ તિરોભૂત થાય છે અર્થાત્ સમકિતનો નાશ-ઘાત થાય છે. જુઓ ! આ વીતરાગની વાણી દિગંબર સંતો જાહેર કરે છે. સમાજ સમતુલ રહેશે કે નહિ, માનશે કે નહિ, વિપરીત થઈ જશે કે નહિ એની સંતોને શું પડી છે? નાગા બાદશાહથી આઘા; એ તો સત્ય જેમ છે તેમ જાહેર કરે છે. લોકો માને વા ન માને તેથી કાંઈ સત્ય બદલાઈ જતું નથી. જ્ઞાનનું સમકિત-આત્માનું સમકિત એટલે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની અનુભવસહિત પ્રતીતિ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેનો પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વભાવ છે તે વાત કરે છે. અર્થાત્ મિથ્યાત્વભાવ છે તે સમકિત થવા દેતું નથી. આ વ્રતાદિના શુભભાવ એ ધર્મ છે એવી વિપરીત શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વભાવ છે તે સમકિત થવા દેતું નથી. આવો વીતરાગનો માર્ગ દિગંબર જૈનદર્શન સિવાય બીજે ક્યાંય છે નહિ; વેદાંતમાંય નહિ અને વૈશેષિકમાંય નહિ; સાંખ્યમાંય નહિ અને બૌદ્ધમાંય નહિ. અરે ! શ્વેતાંબરમાંય આ વાત નથી; બધું વિપરીત છે. કોઈ વાત કયાંક ઠીક હોય પણ તેથી શું? મૂળ તત્ત્વમાં જ આખો ફેર છે. કેવળીને આહાર ઠરાવે, વસ્ત્રસહિતને મુનિ ઠરાવે, સ્ત્રીને તીર્થકર ઠરાવે ઇત્યાદિ બધું જ વિપરીત છે. આ કોઈ વ્યક્તિના વિરોધની વાત નથી. ભાઈ ! વ્યક્તિ તો આત્મા સ્વભાવથી ભગવાનસ્વરૂપ છે. આ તો દષ્ટિમાં જે વિપરીતતા છે તેને યથાર્થ જાણવી જોઈએ એમ વાત છે. પરભાવરૂપ જે મિથ્યાત્વ છે તે કર્મરૂપી મેલ છે. આ કર્મ એટલે જડકર્મ નહિ, પણ વિપરીતશ્રદ્ધાનરૂપ ભાવમિથ્યાત્વની વાત છે. શુભભાવનું જ્ઞાન કરવાથી જાણે જ્ઞાન થયું, અને શુભમાં રમણતા થઈ એ જાણે ચારિત્ર થયું એમ શુભભાવમાં ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મેલ છે અને તે આત્માના સમકિતનો ઘાત કરે છે અર્થાત્ સમકિત પ્રગટ થવા દેતું નથી. જેમ શ્વેત વસ્ત્રને તેના શ્વેતસ્વભાવથી અન્યભૂત મેલ લાગવાથી તેનો શ્વેતસ્વભાવ ઢંકાઈ જાય છે તેમ ભગવાન આત્માને તેના વિપરીત શ્રદ્ધાનરૂપ મેલ લાગવાથી તેનો સમકિતનો ભાવ ઢંકાઈ જાય છે, પ્રગટ થતો નથી. આ એક વાત થઈ. હવે કહે છે-“જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૫૭ થી ૧૫૯ ] [ ૧૪૯ શું કહ્યું આ ? ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યસૂર્ય-ચૈતન્યના નૂરનું-તેજનું પુર એવો મહાપ્રભુ છે. અહાહા...! જેમ પાણીનું પૂર હોય તેમ ભગવાન આત્મા એકલા ચૈતન્યના નૂરના-તેજના પુરથી પરિપૂર્ણ ભરેલો છે. અરે! એની ખબરેય ન મળે! કોઈ દિ એની કોર જોયું હોય તો ને! અનાદિથી પર્યાયમાં ને રાગમાં અનંતકાળનું જીવતર કાઢયું છે. પણ ભાઈ! એ એક સમયની પર્યાય પાછળ આખો ભગવાન ચૈતન્યમહાપ્રભુ વિરાજી રહ્યો છે. એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન છે. અહીં જ્ઞાન શબ્દથી આખો આત્મા કહેવો છે. જ્ઞાનનું જ્ઞાન એટલે અખંડ એકરૂપ ત્રિકાળી વસ્તુ જે આત્મા છે તેનું જ્ઞાન. અહીં કહે છે-એ ચૈતન્યમય આત્માનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ શાસ્ત્ર આદિ જે ૫રનું જ્ઞાન છે એની વાત નથી. અહાહા...! આ તો જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નથી એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્યાનંદસ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ-એવા આત્માનું જ્ઞાન તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. આવું મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે જ્ઞાનનું જ્ઞાન કહે છે, પરભાવસ્વરૂપ જે અજ્ઞાનરૂપી કર્મમળ તેના વડે વ્યાપ્ત થવાથી ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થતું નથી. આ શુભભાવ છે તે ધર્મ એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન છે તે મેલ છે. આવા અજ્ઞાનરૂપી મેલથી વ્યાપ્ત હોવાથી આત્માનું જ્ઞાન તિરોભૂત થાય છે અર્થાત્ સભ્યજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ બાહ્ય મેલથી શ્વેત વસ્ત્રની સફેદાઈ ઢંકાઈ જાય છે તેમ મિથ્યાજ્ઞાનરૂપી કર્મમળથી જ્ઞાનનું (–આત્માનું) જ્ઞાન ઢંકાઈ જાય છે, અર્થાત્ સમ્યજ્ઞાન થતું નથી. લ્યો, આ વીતરાગ માર્ગની આવી બધી વાતો છે. પણ આખો દિવસ સંસારના કામમાં રચ્યોપચ્યો રહે-રાત્રે છ-સાત કલાક ઊંઘમાં જાય અને જાગે ત્યારે આ બધી દુનિયાદારીનીબાયડીની, છોકરાંની, પૈસાની હોળી સળગતી જ હોય. ત્યાં માંડ કલાક સાંભળવાનું મળે એમાંય શું ભલીવાર આવે? (બિચારો કષાય-અગ્નિમાં બળી રહ્યો હોય એના સાંભળવામાં શું ઠેકાણું હોય ?) હવે એ આવા (વીતરાગી ) તત્ત્વનો નિર્ણય કયારે કરે? ભાઈ ! આ તો ખાસ ફુરસદ લઈને સમજવા જેવું છે હોં. પ્રભુ! આ તારો માર્ગ તદ્દન જુદી જાતનો છે. (વિષય-કષાયની પ્રવૃત્તિ સાથે એનો મેળ આવે એમ નથી ). ભગવાન જૈન પરમેશ્વર એમ કહે છે કે-જ્ઞાનનું જ્ઞાન એટલે જે આત્માનું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. બહુ ગંભીર વાત પ્રભુ! આ શાસ્ત્રનું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે એમ નહિ. ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે એમ નહિ. બહિર્લક્ષી-પરલક્ષી છે ને? ભગવાન! દિવ્યધ્વનિ તો અનંતવાર સાંભળી; પણ તેથી શું ? દિવ્યધ્વનિ સાંભળતાં જે ધારણારૂપ પરલક્ષી જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ છે એમ નહિ. દિવ્યધ્વનિ તો નિમિત્ત માત્ર છે. અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. આખો જ્ઞાનનો પિંડ પ્રભુ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપે અંદર જે બિરાજે છે તેનું જ્ઞાન-સ્વસંવેદનજ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે. આવું જ્ઞાનનું જ્ઞાન, શુભભાવ જે અજ્ઞાન છે, કર્મમળ છે તે વડે ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થવા પામતું નથી, ઘાત પામે છે. હવે જ્ઞાનનું ચારિત્ર-એ ત્રીજી વાત. “જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કપાય નામના કર્મમળ વડ વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.' જુઓ, આ ચારિત્ર સાચુ કોને કહેવું? આત્મા જે જ્ઞાનસ્વરૂપે-આનંદસ્વરૂપે અંદર નિત્ય વિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી તેમાં અંતર્લીન થતાં-રમતા કરતાં જે અતીન્દ્રિય આનંદનુંશાંતિનું વદન થાય તે ચારિત્ર છે. “જ્ઞાનનું-ચારિત્ર'—એમ કહ્યું ને? અહીં જ્ઞાન એટલે આત્મા; એટલે આત્માનું ચારિત્ર જે અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનસ્વરૂપ છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. પંચમહાવ્રત આદિ જે પુણ્યના પરિણામ તે મોક્ષના કારણરૂપ સ્વભાવ નથી. એ તો શુભરાગ છે, કષાયરૂપી મેલ છે. એ પંચમહાવ્રતાદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે-ઘાતે છે એમ કહે છે. હવે જે વાત કરે તે શું આત્માને લાભ (ધર્મ) કરી દે? (ન કરે ). ભાઈ ! પુણ્યના પરિણામ આત્માને લાભ કરે એમ જે માને છે એની તો મૂળ શ્રદ્ધામાં જ મોટો ફેર છે. એનું શ્રદ્ધાન વિપરીત છે તેથી એનું જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત એટલે મિથ્યા છે. અહા ! વ્રત કરો, તપ કરો, શીલ પાળો, ભક્તિ કરો, ઇત્યાદિ, તે વડે તમારું કલ્યાણ થશે; હવે આવો જેમનો ઉપદેશ છે, આવી જેમની પ્રરૂપણા છે તેમનું પોતાનું શ્રદ્ધાન મિથ્યા છે અને તેમનો એવો ઉપદેશ પણ મિથ્યા શ્રદ્ધાનનો પોષક છે. તેથી તો છ૭ઢાલામાં કહ્યું કે “મુનિવ્રતધાર અનંત વાર, ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.'' પંચમહાવ્રતાદિ અનંતવાર પાળ્યાં અને રૈવેયક સુધી ગયો; પણ અંતરમાં આત્માનું જ્ઞાન પ્રગટ થયા વિના, અંતરની રમણતા થયા વિના લેશ પણ આનંદ ન આવ્યો. એનો અર્થ એ થયો કે પંચમહાવ્રતાદિના પરિણામ-રાગરૂપ બાહ્ય ચારિત્રના પરિણામ દુઃખરૂપ જ હતા; ભવભ્રમણ છેદવાના કારણરૂપ ન હતા. જુઓ! આ વીતરાગની વાણી અને વીતરાગનો માર્ગ ! ભાઈ ! માર્ગ તો આ છે બાપુ! લોકો શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. આવાં શાસ્ત્રો પડ્યાં છે એ તો વીતરાગ સમયસાર ગાથા-૧૫૭-૧૫૮ ] | [ ૧૫૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨મેશ્વરની વાણીનો અમૂલ્ય વારસો છે. અહો ! દિગંબર સંતો શાસ્ત્ર બનાવીને ભગવાનનો મહા આશ્ચર્યકારી વારસો મૂકતા ગયા છે. બાપ પૈસો મૂકી ગયા હોય તો એને તરત સંભાળે; પણ અરે ! વીતરાગની વાણીનો આ અમૂલ્ય વારસો અત્યંત નિસ્પૃહ થઈ સંતો મૂકી ગયા છે તેને તે સંભાળતો નથી ! ( અરે ! એના દુર્ભાગ્યનો મહિમા કોણ કહે?) બાપુ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવ જેમની એક સમયની દશામાં (કેવલજ્ઞાનમાં ) ત્રણકાળ ત્રણલોક ઝળકી ઉઠયા છે એવા જિન પરમેશ્વરની જે ઇચ્છા વિના દિવ્યધ્વનિ ખરી તેનો આ દિવ્ય વારસો આચાર્ય ભગવંતો મૂકી ગયા છે. બનારસી વિલાસમાં શારદાષ્ટકમાં આવે છે કે 66 નમો કેવલ નમો કેવલ રૂપ ભગવાન, મુખ કારધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રિચ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે, સો સત્યા૨થ શારદા તાસુ ભક્તિ ઉર આન, ભુજંગપ્રયાતમેં અષ્ટક કહોં બખાન.” છ ભગવાનના શ્રીમુખેથી ૐૐ ધ્વનિ નીકળે છે. તે હોઠ હલ્યા વિના, કંઠ ધ્રુજ્યા વિના જ ૐ એવો ધ્વનિ ઊઠે છે. અહીં ‘મુખ’ શબ્દ તો લોકમાં મુખથી વાણી નીકળે એમ લોકો માને છે માટે લખ્યો છે; બાકી ભગવાનની ધ્વની સર્વ પ્રદેશથી ઊઠે છે, આખા શરીરથી ઊઠે છે. એ ઓંકારધ્વનિ સાંભળી ગણધર સંત-મુનિ એનો અર્થ વિચારી એમાંથી આગમ રચે છે. એ ઉપદેશને જાણી ભવ્ય જીવો સંશયને દૂર કરે છે એટલે કે ધર્મને પ્રાપ્ત થાય છે. લ્યો, આવો આ દિવ્ય વારસો છે. એમાં સંતો એમ કહે છે કે-ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ આત્માની અંત૨–૨મણતારૂપ જે નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તેને ચારિત્ર કહીએ. આવા જ્ઞાનના ચારિત્રનો પરભાવસ્વરૂપ જે કષાય શુભભાવ તે ઘાતક છે. અહાહા...! કેટલું સ્પષ્ટ છે! છતાં માણસોને એમ થાય છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. પણ ભાઈ! એ તો લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવશે એના જેવી તારી વાત છે. જેમ લસણ ખાય તો કસ્તૂરીનો ઓડકાર ન આવે તેમ શુભરાગરૂપ વ્યવહાર કરતાં કરતાં વીતરાગભાવરૂપ નિશ્ચય પ્રગટ ન થાય. શું રાગથી વીતરાગી પર્યાય પ્રગટે ? ( કદી ન પ્રગટે ). વાત તો આવી છે; પણ રાગની આદત પડી ગઈ છે તેથી લોકોને આકરી લાગે છે. આકરી લાગે છે તેથી રાડો પાડે છે કે-આ તો સોનગઢની વાત છે. પણ ભગવાન ! જુઓ તો ખરા કે આ જૈન ૫૨મેશ્વર દેવાધિદેવ ભગવાનની છે કે સોનગઢની છે? પોતાના (મિથ્યા ) અભિપ્રાયથી બીજો અર્થ નીકળે એટલે કહી દીધું કે આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સોનગઢની છે. પણ ભાઈ! એથી તને શું લાભ છે? દુનિયા પાસે ભગવાનની વાણીનો પોકાર તો આ છે. તને ન બેસે તેથી સત્ય કાંઈ ફરી નહિ જાય. તારે જ સત્યને સમજી ફરવું પડશે. જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેતવસ્ત્રનો શ્વેત-સ્વભાવ ઢંકાઈ જાય છે તેમ પરભાવસ્વરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય નામનો જે કર્મમળ તે વડે મોક્ષના કારણસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તિરોભૂત થઈ જાય છે. તેથી હવે કહે છે–‘માટે મોક્ષના કારણનું (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું–) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. મતલબ કે શુભભાવ-પુણ્યભાવરૂપ કર્મ મોક્ષના કારણનું ઘાતનશીલ હોવાથી ભગવાનની આજ્ઞામાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે. પ્રશ્ન:- રાગ (-શુભરાગ) મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષમાર્ગ છે ને ? ઉત્ત૨:- જુઓ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયના-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ તે વ્યવહાર. આ સદ્દભૂત વ્યવહાર છે. હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કહ્યા તો તેને સહકારી વા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ તેને વ્યવહારથી વ્યવહા૨૨ત્નત્રય વા વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આ અસદ્દભૂત વ્યવહા૨ છે. એનો અર્થ શું? એનો અર્થ જ એ કે વ્યવહા૨ત્નત્રય મોક્ષમાર્ગ છે જ નહિ, એને મોક્ષમાર્ગ કહેવો એ તો કથનમાત્ર આરોપ-ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક વિરોધી ભાવ જ છે, વેરી જ છે. ‘ આત્માવલોકન ’માં લીધું કે નિશ્ચયથી રાગ જ આત્માનો વેરી છે, કર્મ વે૨ી નથી. વિકારભાવ છે તે અનિષ્ટ છે અને એક આત્મસ્વભાવ જ ઇષ્ટ છે. વળી, કળશટીકા, કળશ ૧૦૮ માં ત્રણ બોલથી કહ્યું છે તે આવી ગયું કે-વ્યવહારચારિત્ર હોતું થયું તે દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. મૂળ આ પ્રરૂપણાનો ઉપદેશ ઘટી ગયો એટલે લોકોને એમ લાગે કે આ તો બધી નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે. પરંતુ ભાઈ ! નિશ્ચય એ જ સત્ય છે અને વ્યવહાર તો ઉપચાર છે. છઢાલામાં ત્રીજી ઢાલમાં પં. શ્રી દોલતરામજીએ કહ્યું ને કે ‘ ‘ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણ, શિવમગ સો દુવિધ વિચારો; જો સત્યા૨થરૂપ સો નિશ્ચય, કારણ સો વ્યવહારો.'' નિશ્ચયમોક્ષમાર્ગ સત્યાર્થ છે અને એનું કારણ (બાહ્ય નિમિત્ત) વ્યવહા૨ મોક્ષમાર્ગ અસત્યાર્થ છે. ભાઈ ! છઢાલામાં તો જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે! પણ લોકોને આખો દિ દુનિયાદારીની હોળી આડે આ વીતરાગી તત્ત્વને સાંભળવાનો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૫૭ થી ૧૫૯ ] [ ૧૫૩ વાંચવાનો કે વિચારવાનો વખત કયાં છે? બાપુ! વિષય-કષાયમાં ગુંચાઈ ગયો છે પણ અવસર ચાલ્યો જશે હોં. (પછી અનંતકાળે અવસર મળવો દુર્લભ છે). * ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ભગવાન ઉમાસ્વામીએ પણ કહ્યું છે કે સગર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા.'' આ મોક્ષમાર્ગ કહ્યો. હવે કહે છે “જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે.” શુભભાવને પોતાનો માનવો ઇત્યાદિ જે મિથ્યાત્વભાવ છે તે આત્માના સમ્યકત્વરૂપ પરિણમનનો ઘાતક છે; એટલે તે સમ્યકત્વને પ્રગટ થવા દેતો નથી. અહીં મિથ્યાત્વકર્મ એટલે જીવનો મિથ્યાશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ લેવો. કર્મ તો નિમિત્ત છે, જડ છે. કર્મનો ઉદય તો જીવને અડતોય નથી તો તે જીવના ભાવનો ઘાત શી રીતે કરે? પણ કર્મના નિમિત્તે જે જીવનો મિથ્યાત્વભાવ-વિપરીતભાવ છે તે તેના અવિપરીતભાવ-સ્વભાવભાવનો, સમકિતનો ઘાત કરે અહીં ભલે કર્મથી વાત લીધી છે; પણ કર્મથી એટલે કર્મના નિમિત્તે થતા જીવના ભાવથી-એમ અર્થ લેવો. અગાઉ ગાથા ૧૫૬ માં આવી ગયું કે વ્રત, તપ આદિ શભરાગરૂપ ભાવકર્મ છે તે શુભકર્મ છે, અને તે નુકશાન કરનારું હોવાથી નિષેધવામાં આવ્યું છે. અહીં કહે છે કે એનું જે રાગનું અશુદ્ધ ઉપાદાન છે તે એના શુદ્ધ ઉપાદાનની પરિણતિનો ઘાત કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ છે. ત્યાં જ્ઞાનનું એટલે આત્માનું સમ્યકત્વરૂપ જે નિર્મળ પરિણમન તે મિથ્યાત્વભાવથી તિરોભૂત થાય છે. મિથ્યાત્વભાવ એ નિર્મળ પરિણમનનો ઘાત કરે છે અર્થાત્ સમકિત પ્રગટ થવા દેતો નથી. જુઓ, આ સત્ય વાત! સંક્ષેપમાં કહેલું પણ આ સત્ય છે. હવે કહે છે જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે.' આત્માનું જ્ઞાનરૂપે જે પરિણમવું–થવું તે અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે. સ્વરૂપનું અજ્ઞાન, શુભભાવમાં અટકવારૂપ અજ્ઞાન આત્માના જ્ઞાનરૂપ પરિણમનને રોકી દે છે. શુભભાવમાં જે જ્ઞાન રોકાઈ ગયું છે તે અજ્ઞાન છે અને એ સમ્યજ્ઞાનના પરિણામનો ઘાત કરે છે. ભાઈ ! આ ધર્મકથા છે. આત્માનું હિત કેમ થાય એની આ વાત છે. શુભભાવરૂપ જે કર્મ છે તે આત્મધર્મને રોકનારા ઊંધા પરિણામ છે. કોઈ માને કે જડ કર્મ ઘાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કરે છે તો તે યથાર્થ નથી. કર્મ તો નિમિત્ત ભિન્ન ચીજ છે. તે કેમ કરીને ઘાત કરે ? પૂજામાં આવે છે ને કે “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ; અગ્નિ સહેં ઘનઘાત લોહકી સંગતિ પાઈ.' કર્મ તો બિચારાં જડ-માટી છે. એને તો ખબરેય નથી કે અમે કોણ છીએ. મિથ્યા પરિણમન તો પોતાનો જ દોષ છે. વળી ભક્તિમાં આવે છે કે અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા.' પોતે કોણ છે એનું જ્ઞાન પોતાને નથી તેથી સંસારમાં રખડીને હેરાન થઈ રહ્યો છે. દુનિયાનું બધું ડહાપણ ડહોળે, એવું ડહોળે જાણે દેવનો દીકરો; પણ પોતે કોણ છે એનું ભાન ના મળે ! અરે ભાઈ ! પોતાને ભૂલી ગયો છે એ તારું અજ્ઞાન છે અને તે અજ્ઞાન તારા નિર્મળ પરિણમનને થવા દેતું નથી. હવે કહે છે-“અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કાયકર્મથી તિરોભૂત થાય છે.' જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એટલે આત્માનું અતીન્દ્રિય આનંદનું-શાંતિનું પરિણમન. પંચમહાવ્રતના પરિણામ એ કાંઈ આત્માનું ચારિત્ર નથી. એ તો રાગનું આકુળતારૂપ આચરણ છે. આત્માનું ચારિત્ર તો વીતરાગ-પરિણતિરૂપ છે. આવું વીતરાગી ચારિત્ર કષાયરૂપ કર્મ એટલે વ્રત, તપ, શીલ આદિરૂપ કર્મ વડે તિરોભૂત થાય છે. જે શુભભાવ છે તે આત્માના ચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ ચારિત્રને થવા દેતો નથી. હવે કહે છે-“આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.' જુઓ, આ નિષ્કર્ષ કહ્યો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષના માર્ગનો કર્મ ઘાત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન ત્રિલોકીનાથ શ્રી સર્વજ્ઞદેવે શુભભાવને ધર્મ તરીકે માનવાનો, જાણવાનો અને આચરવાનો નિષેધ કર્યો છે. સમજાણું કાંઈ....? [ પ્રવચન નં. ૨૨૧ શેષ * દિનાંક ૪-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬૦ अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।। १६० ।। स सर्वज्ञानदर्शी कर्मरजसा निजेनावच्छन्नः। संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम् ।। १६० ।। હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે: તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મ૨જ-આચ્છાદને, સંસા૨પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. ગાથાર્થ:- [સ: ] તે આત્મા [સર્વજ્ઞાનવર્શી] (સ્વભાવથી ) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [નિનેન ર્મરત્નસા] પોતાના કર્મમળથી [અવચ્છ: ] ખરડાયો-વ્યાસ થયો–થકો[ સંસારસમાપન્ન ] સંસારને વ્યાસ થયેલો તે [ સર્વતઃ] સર્વ પ્રકારે [ સર્વમ્] સર્વને [ન વિજ્ઞાનાતિ] જાણતો નથી. ટીકા:- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (–સર્વ પદાર્થોને ) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાસ થયું-હોવાથી જ, બંધ–અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં ) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યુંછે. ભાવાર્થ:- અહીં પણ ‘જ્ઞાન ' શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સમયસાર ગાથા ૧૬૦: મથાળું હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે: પહેલાં ત્રણ ગાથામાં (૧૫૭-૧૫૮–૧૫૯ માં) એમ કહ્યું કે વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ, આત્માની નિર્મળ પરિણતિ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ છે તેનો ઘાતક છે, તેથી મોક્ષમાર્ગમાં તેનો નિષેધ છે. - હવે અહીં આ ગાથામાં એ વ્રત, તપાદિના શુભભાવ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે, જડકર્મ છે એ તો દ્રવ્યબંધ છે. એની સાથે આત્માને કોઈ સંબંધ નથી પણ જીવની દશામાં જે રાગાદિ પરિણામ થાય છે તે ભાવબંધ છે. ભગવાન આત્મા અબંધસ્વરૂપ છે અને એ અબંધસ્વરૂપના આશ્રયે થતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રોના પરિણામ પણ અબંધસ્વરૂપ છે. જ્યારે વ્રતાદિનો શુભભાવ છે તે પોતે જ ભાવબંધ છે તેથી નિષેધવા લાયક છે–એમ અહીં સિદ્ધ કરે છે: * ગાથા ૧૬O: ટીકા ઉપરનું પ્રવચન * જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, ... શું કહ્યું? કે ભગવાન આત્મા જ્ઞાન અને દર્શનસ્વરૂપ છે. સામાન્ય જે દર્શન અને વિશેષ જે જ્ઞાન એ ચૈતન્યસ્વરૂપ આત્માનો સ્વભાવ છે. આવું જાણવા-દેખવાના સ્વભાવવાળું આત્મદ્રવ્ય શરીર, કર્મ અને શુભાશુભભાવથી ભિન્ન તત્ત્વ છે. એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય “અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડ લેપાયું-વ્યાત થયું હોવાથી જ... .' જુઓ, ઘણા વખત પહેલાં આ ગાથા પ્રવચનમાં ચાલતી હતી ત્યારે ઇદોરથી શેઠ સર હુકમીચંદજી અને તેમની સાથે પંડિત શ્રી જીવંધરજી આવેલા હતા. પંડિતજીએ ત્યારે કહ્યું કે મૂળ ગાથામાં ‘વમ્યRUM' શબ્દ છે અને એનો અર્થ કર્મર વડે આત્મા ઢંકાએલો છે એમ થાય. ત્યારે કહ્યું કે એમ અર્થ નથી. જુઓ, ટીકામાં એનો અર્થ છે. ટીકામાં પાઠ એમ છે કે પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલો” અર્થાત્ ભાવકર્મથી આત્મા ઢંકાઈ ગયેલો છે. ભાવકર્મનું જે પરિણમન છે એ જ ભાવઘાતી છે. જડકર્મ છે એ તો માત્ર નિમિત્ત છે. જડને તો આત્મા અડતોય નથી. શરીર, મન, ઇન્દ્રિય અને જડ કર્મરજકણ વગેરેને તો ભગવાન આત્મા કોઈ દિ અડયોય નથી. અરૂપી આત્મા રૂપીને અડે ક્યાંથી ? (અડે તો બંને એક થઈ જાય). જડકર્મના ઉદયકાળમાં આત્મા પોતે પરને જાણવામાં રોકાઈ જાય છે અને ત્યારે તેને શુભ અને અશુભ ભાવો થાય છે. એ શુભાશુભ ભાવ તે ભાવઆવરણ છે. કર્મ સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પુદ્ગલ તો જડ આવરણ છે. એ તો પર નિમિત્ત છે, એને તો આત્મા અડતોય નથી. વાસ્તવમાં તો તે કાળે પોતે પોતાને જાણતો નથી એ તેના પુરુષાર્થનો અપરાધ છે અને તે ભાવ આવરણ છે, ભાવઘાતી છે. અહાહા...! આત્મા સદાય જાણવા-દેખવાના સ્વભાવવાળું અનાદિ અનંત તત્ત્વ છે તે અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી-ભાષા જુઓ, કર્મના કારણે ઢંકાયેલું છે. એમ નહિ પણ પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલું છે એમ કહે છે. પૂજામાં આવે છે ને કે “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ '' જડકર્મ શું કરે? એ તો બિચારાં છે એટલે કે આત્મામાં કાંઈ કરવા સમર્થ નથી. પણ પુણ્યના ભાવ ભલા છે અને મારા છે એવી જે માન્યતા છે તે ભૂલ છે, અપરાધ છે અને તે બંધનો ભેખ છે. શુભાશુભ ભાવ છે તે આત્માની પર્યાયમાં બંધનો ભેખ છે, એ નિજસ્વરૂપ નથી. સર્વને જાણવું-દેખવું એ જેનું સ્વરૂપ છે એવું જાણગ-જાણગ સ્વભાવવાળું તત્ત્વ પ્રભુ આત્મા છે. એમાં જે શુભરાગના પરિણામ છે એ ભાવબંધસ્વરૂપ છે. અહા ! પર્યાય ત્યાં જે રાગમાં રોકાઈ ગઈ છે તે ભાવબંધ છે અને તે એનો અપરાધ છે. હવે આવો યથાર્થ નિર્ણય કરવાનુંય જેનું ઠેકાણું નથી તેને ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યગ્દર્શન તે કયાંથી થાય? વર્તમાનમાં ભાઈ ! આ નિર્ણય કરવાનું ટાણું છે, અવસર છે; માટે નિર્ણય કરી લે. જોજે હોં, એમ ન બને કે અવસર ચાલ્યો જાય અને અજ્ઞાન ઊભું રહે. અહીં કહે છે કે જ્ઞાન અને દર્શનથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી છે. સર્વજ્ઞ અને સર્વદર્શીપણું આત્માનો શક્તિરૂપ સ્વભાવ એટલે ગુણ છે. આવા સર્વજ્ઞ અને સર્વદર્શીના સ્વભાવને ભૂલીને તે રાગમાં રોકાઈ રહે એ પોતાના પુરુષાર્થનો અપરાધ છે, અને તે અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે તે લેપાય છે. પુણ્ય-પાપના પરિણામ એ કર્મમળ છે, મેલ છે અને તે વડે આત્મા લેપાય છે. કર્મને લીધે લેપાય છે એમ નહિ કેમકે એ તો પર જડ છે; એની સાથે આત્માને અડકવાનોય સંબંધ નથી. આવે છે ને કે “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.'' અહાહા...આખાય વિશ્વને એટલે સમસ્ત પદાર્થોને જાણવા-દેખવાના સ્વભાવવાળું જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળું એવું પોતે અનુપમ તત્ત્વ છે. લોકાલોકની સર્વ ચીજોને દેખું-જાણે એવું એના સ્વભાવનું સામર્થ્ય છે. એવા પોતાના સ્વભાવસામર્થ્યને ભૂલીને ભગવાન પોતાના અપરાધથી વ્રત, તપ, શીલ, દાન ઇત્યાદિના રાગમાં રોકાઈને-અટકીને બંધ ભાવને પ્રાપ્ત થયો છે. ભાઈ ! અશુભની જેમ શુભભાવ પણ બંધભાવ છે અને તેથી તેને અહીં નિષેધવામાં આવ્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહા! ભગવાન! તું અનાદિથી કેમ ભૂલ્યો છે? તો કહે છે કે પોતાના અપરાધથી ભૂલ્યો છે. પોતાનું જે શુદ્ધ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી તત્ત્વ છે એના પર નજર હોવી જોઈએ એના બદલે રાગ ઉપર તારી નજર છે. આ જડકર્મના ભેખ તો અજીવના છે; અને આ ભાવકર્મ છે તે જીવની પર્યાયનો ભેખ છે. તે મેલ છે, બંધરૂપ છે. અહીં ખાસ તો પુણ્ય-પરિણામને કર્મમળ તરીકે લેવું છે. અશુભ તો કર્મમળ છે જ એ સાધારણ વાત છે. ભાઈ ! વ્રતાદિના શુભભાવ જેને તું ધર્મ માને છે તે કર્મમળ છે, બંધરૂપ છે એમ અહીં કહે છે. અહીં જે એમ કહ્યું કે “કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ' એનો અર્થ જડકર્મ સાથે વ્યાપ્તિ-એમ નથી. ભગવાન આત્મા વ્યાપક અને જડકર્મ વ્યાપ્ય એમ નથી; પણ એનું (અજ્ઞાનદશામાં) વ્યાપ્ય ભાવકર્મ છે. એટલે વ્યાપક આત્મા અને વ્રત, તપ આદિના પરિણામ એનું વ્યાપ્ય કર્મ નામ કાર્ય છે. એમાં (-ભાવકર્મમાં) રોકાવાથી એનું (-આત્માનું) જ્ઞાન-દર્શન એટલે સર્વને જાણવા-દેખવાનું કાર્ય પ્રગટ થતું નથી. આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ-એ બધી બાહ્ય ચીજોને તો આત્મા અડતોય નથી, અનંતકાળમાં કદી અડતો નથી. પણ સદાય અબંધસ્વરૂપ એવો પોતાનો જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એનાથી ભ્રષ્ટ થઈ ભગવાન રાગમાં રોકાઈ ગયો એ પોતાનો અપરાધ છે અને એ જ ભાવબંધ છે. હવે કહે છે એવા કર્મમળ વડ લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ, “બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે.' જુઓ, શું કહ્યું? બંધ-અવસ્થામાં એટલે રાગમાં રોકાવાની દશામાં તે સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને એટલે ત્રિકાળી, અનંતગુણનો પિંડ એવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને-કે જે સર્વને સર્વ પ્રકારે જાણવાના સ્વભાવવાળો છે –તેને નહિ જાણતો થકો અજ્ઞાનભાવે વર્તે છે. અહા! અનંતકાળમાં ભગવાન ! એ દુ:ખી કેમ થયો છે? તો કહે છે –એનો સ્વભાવ તો પરિપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, પરંતુ પોતે રાગમાં રોકાઈ રહેવાથી પોતાના પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનને દેખતો નથી અને તેથી અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. જુઓ, આ અધ્યાત્મની વાત છે, પણ ન્યાયથી કહેવાય છે ને? કહે છે –દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન છે એ બધો રાગ છે, ચૈતન્યનું સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપમાં એ (-રાગ) ક્યાં છે? હુવે પર એવા રાગમાં પોતે રોકાઈ રહ્યો એ એનો અપરાધ છે અને એ અપરાધને લઈને સર્વને જાણવાદેખવાના સ્વભાવવાળા પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧૫૯ ચૈતન્યમહાપ્રભુને આનંદના નાથને તે દેખતો નથી. બસ, તેથી તે દુ:ખી થઈ રહ્યો છે, કોઈ જડ કર્મને લઈને દુઃખી થઈ રહ્યો છે એમ નથી. સમજાણું કાંઈ...? લોકોને–જૈનમાં પણ જ્યાં-ત્યાં કર્મ નડે છે એવી (વિપરીત ) માન્યતા છે. પણ અહીં જુઓ, એનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. કહે છે -તું પરને-રાગને જાણવામાં રોકાઈ રહેતાં સર્વને જાણના૨દેખના એવા પોતાને દેખતો નથી એ તારો મહાઅપરાધ છે. રાગ અને રાગ દ્વારા બીજાને જાણવામાં જ્યાં રોકાય છે ત્યાં સર્વજ્ઞ અને સર્વદર્શી એવું પોતાનું તત્ત્વ તને જણાતું નથી. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનને જાણવો ( અનુભવવો ) જોઈએ એને બદલે તું ૫૨ને-રાગને જાણે ( અનુભવે ) છે અને એમાં રોકાઈ રહે છે એ તારો અપરાધ છે, અજ્ઞાનભાવ છે. અહો ! આચાર્યદેવે કાંઈ અદ્દભુત ટીકા રચી છે! ગજબ વાત છે! જુઓ, મૂળ ગાથામાં ‘સવ્વળળવરિસી’ -એવો પાઠ છે. એમાંથી ટીકાકાર આચાર્યદેવે કાઢયું કે વિશ્વને (-સર્વ પદાર્થોને ) જાણવા-દેખવાના સ્વભાવવાળું દ્રવ્ય જે પોતે છે તેને જાણવું જોઈએ એના બદલે રાગને જાણવામાં રોકાઈ ગયો એ એનો અપરાધ છે, કેમકે રાગ છે એ કયાં ચૈતન્યતત્ત્વ છે? એ તો આસ્રવતત્ત્વ છે, બંધતત્ત્વ છે. ત્યારે એક ભાઈ કહેતા હતા કે આવો ધર્મ કયાંથી કાઢયો? એમ કે અમે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ કરીએ તે ધર્મ નહિ અને આ ધર્મ! બાપુ! વીતરાગનો માર્ગ જ આ છે. ભાઈ! જેણે પૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા આત્માને કેવળજ્ઞાનમાં જાણ્યો છે એવા દેવાધિદેવ ત્રણલોકના નાથ તીર્થંકરદેવની વાણીમાં જે માર્ગની વાત આવી તે અહીં વીતરાગી સંતોએ કહી છે. ભગવાન ! તું કોણ છો ? કેવડો છો? તો કહે છે કે –સર્વને જાણવા-દેખવાનો જેનો સ્વભાવ છે એવો તું સર્વજ્ઞ-સર્વદર્શી પ્રભુ ૫૨માત્મદ્રવ્ય છો. આવો તું રાગમાં રોકાઈ રહ્યો તે અપરાધ છે. ‘ કર્મરજથી' એમ પાઠમાં શબ્દ છે એનો ટીકાકાર આચાર્યદેવે આ અર્થ કર્યો કેપોતાના પુરુષાર્થના અપરાધથી વર્તતા એવા કર્મમળ વડે એટલે પુણ્ય-પાપના ભાવ વડે લેપાયો હોવાથી જ એટલે કે રાગમાં-બંધમાં એકાકાર થવાથી જ સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વપ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. ભાઈ! કર્મને લઈને રાગમાં રોકાયો છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો માટે રાગ આવ્યો અને એમાં રોકાયો એમ નથી. એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. પંચાસ્તિકાય ગાથા ૬૨ માં કહ્યું છે કે-આત્મામાં જે મિથ્યાત્વના પરિણામ થાય છે એટલે કે ‘રાગ તે હું' એવા જે મિથ્યાત્વના પરિણામ થાય છે તે પરિણામ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી સ્વતંત્ર થાય છે; તે અન્ય કર્મના કારકોની અપેક્ષા રાખતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નથી. આત્માનું વિકારી-અશુદ્ધ પરિણમન કર્મને લઈને થાય છે એમ નથી; તેમ દ્રવ્ય-ગુણને લઈને થાય છે એમ પણ નથી, કેમકે દ્રવ્ય-ગુણ તો સદાય શુદ્ધ-નિર્મળ છે. ત્યાં પંચાસ્તિકાયમાં અસ્તિકાય સિદ્ધ કરવું છે ને? સને અહેતુક સિદ્ધ કરવું છે. તેથી વિકારી પર્યાયનું પરિણમન પણ પોતાના કર્તા, કર્મ આદિ પદ્ધારકોને લીધે પરથી નિરપેક્ષ સ્વતંત્ર છે એમ ત્યાં કહ્યું છે. અહીં કહે છે કે પોતાના અપરાધથી રાગમાં રોકાણો એ મિથ્યાત્વભાવ છે. અરે ભગવાન! સ્વભાવમાં-ચૈતન્યસ્વરૂપમાં આવવું જોઈએ. એને ઠેકાણે રાગમાં રોકાણો એ મિથ્યાદર્શન છે. આવી વાત છે. પ્રશ્ન:- તો સમકિતીને પણ પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ તો હોય છે? ઉત્તર:- હા, સમકિતીને પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ શુભરાગ હોય છે. પણ તેને તે મોક્ષનું કારણ થાય છે એમ નથી. જેટલો શુભરાગ છે તેટલો તો બંધનું જ કારણ છે. વળી તેને જે રાગ આવે છે તેમાં તે રોકાઈને રહેતો નથી પણ એના જાણનાર-દેખનાર સ્વરૂપે રહે છે. એને રાગનું સ્વામિત્વ કે રાગમાં અહંબુદ્ધિ નથી. જેટલો રાગ છે તે તેને ચારિત્રનો દોષ છે એને એટલો (અલ્પ પણ) બંધ જ છે. ભાઈ ! શુભરાગના-વ્યવહારના કારણે આત્માને મોક્ષનું કારણ પ્રગટે એવો આત્માનો સ્વભાવ જ નથી. જ્યારે દષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષા હોય ત્યારે જ્ઞાની નિરાસ્રવ અને નિબંધ છે એમ કથન આવે છે. જ્યારે જ્ઞાનની અપેક્ષા લઈએ ત્યારે જેટલે અંશે જ્ઞાની રાગદ્વેષભાવે પરિણમે એટલો એનો અપરાધ છે એમ તે જાણે છે. એ અપરાધ પોતાની (પર્યાયની) સત્તામાં છે. વળી જ્યારે ચારિત્ર અપેક્ષાથી કહીએ ત્યારે એ રાગના પરિણામ ઝેર છે એમ કહેવાય. રાગ દષ્ટિની અપેક્ષાએ પર છે, જ્ઞાનની અપેક્ષાએ પોતાનું શેય છે અને ચારિત્રની અપેક્ષાએ ઝેર છે. અહો ! આવા પરમામૃતની વાત બીજે કયાંય નથી. બાપુ! બીજે તો બધો મૂળથી ફેરફાર થઈ ગયો છે. ભાઈ ! શું કરીએ! વીતરાગ પરમેશ્વરનો આ માર્ગ લોકોને યથાર્થ સાંભળવામાંસમજવામાં આવ્યો નથી! ભગવાન! તું પરમાત્મસ્વરૂપ છો. જેમ પરમેશ્વર-પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે છે તેમ તું સર્વજ્ઞ-સર્વદર્શી ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ છો. આવા ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને ન જોતાં રાગને જોવામાં અટકયો છે તેથી સર્વ પ્રકારે સંપૂર્ણ-અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિ અનંત સામર્થ્યથી ભરેલા અનંતગુણમંડિત પરિપૂર્ણ–એવા આત્માને (પોતાને) જાણતો નથી; સર્વ પ્રકારે સર્વજ્ઞયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. જુઓ, અહીં રાગમાં રોકાયેલો જીવ સર્વજ્ઞયોને જાણતો નથી એમ ન કહ્યું પણ સર્વજ્ઞયોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧૬૧ જાણનાર એવા પોતાને (-આત્માને) જાણતો નથી એમ કહ્યું છે. (પોતાને જાણવું એ મુખ્ય છે કેમકે પોતાને જાણે છે તે સર્વને જાણે છે અને પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી). સમજાણું કાંઈ..? અહા! જેની સભામાં ઇન્દ્રો તથા ગણધરો બેઠેલા હોય એવા ભગવાન જ્યાં બિરાજે છે તે ક્ષેત્રથી વર્તમાનમાં વિરહ પડ્યો ! જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં અત્યારે સાક્ષાત્ સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે. તેમની પાસે ભગવાન કુંદકુંદાચાર્ય સંવત્ ૪૯ માં ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. સદેહે સાક્ષાત્ પરમાત્માની જાત્રા કરી હતી અને ભગવાનની વાણી સાંભળી હતી. શ્રુતકેવલી ભગવંતો સાથે પણ ચર્ચા કરી હતી. અને ભારતમાં પાછા આવી ભગવાનનો જે સંદેશ લાવ્યા હતા તે આ શાસ્ત્રમાં પ્રગટ કર્યો છે. અહો કુંદકુંદાચાર્ય! અહો સમયસાર! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. એવા આ સમયસારની ટીકા ભગવાન અમૃતચંદ્રાચાર્યદવે કરી છે. શું ટીકા છે! એકલાં અમૃત રેયાં છેઆવે છે ને કે વચનામૃત વીતરાગનાં, પરમશાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.'' – ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. અહો! ત્રણ લોકના નાથનો સંદેશો પ્રગટ કરીને જાહેર કરીને આચાર્ય ભગવંતોએ પરમામૃત વરસાવ્યાં છે. એક એક ગાથામાં કેટકેટલું ભર્યું છે, હું! પહેલાં આવ્યું હતું કે –રાગ એ મોક્ષના માર્ગની પરિણતિનું ઘાતક છે. હવે કહે છે કે રાગ પોતે બંધસ્વરૂપ છે અને તેથી તેનો નિષેધ છે. સર્વને જાણવા-દેખવાનો સ્વભાવ તો અબંધસ્વરૂપ છે. આવો અબંધસ્વરૂપ ભગવાન આત્મા રાગમાં રોકાવાથી પોતાને જાણતો નથી; અહા ! સર્વ જ્ઞયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી ! પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વજ્ઞયોને જાણતો નથી એમ ન કીધું. કેમકે પોતાને જાણવું એ નિશ્ચય છે અને પરને જાણવું એ વ્યવહાર છે. સર્વને એટલે સ્વ અને પરને (એકલા પરને એમ નહિ) જાણનાર-દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નહિ જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાનભાવે પ્રવર્તે છે. જુઓ, આ બંધસ્વરૂપને સિદ્ધ કરે છે. એ શુભભાવ અને શુભભાવમાં રોકાઈ રહેવું એ બંધસ્વરૂપ છે, અજ્ઞાનસ્વરૂપ છે. તે જે રાગમાં વર્તે છે તે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવરૂપ દશા છે. રાગમાં જાણવાની શક્તિ કયાં છે? શુભરાગ હો તોપણ તે પોતાને કે આત્માને જાણતો નથી. રાગ તો સર્વ અચેતન, અજ્ઞાનમય જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે વર્તે છે” એટલે ? સર્વજ્ઞ-સર્વદર્શી-સર્વને (સ્વપરને) જાણવા-દેખવાના સ્વભાવવાળો પોતે પોતાને જાણવામાં નહિ પ્રવર્તતાં રાગને-પરને જ જાણવામાં પ્રવર્તે છે તે અજ્ઞાનભાવ છે. રાગ પોતે જ અજ્ઞાનમય ભાવ છે ને? તેમાં રોકાઈ રહી પ્રવર્તવું તે અજ્ઞાનભાવરૂપ પ્રવર્તન છે. અહા ! જ્ઞાનસ્વભાવી પોતાના ભગવાનને દેખતોજાણતો નથી તે મિથ્યાદર્શન છે, અજ્ઞાન છે. હવે કહે છે “તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.” જુઓ આ સિદ્ધ કર્યું કે વ્રત, તપ, ભક્તિ, દાન, શીલ, પૂજા ઇત્યાદિના શુભભાવરૂપ જે કર્મ તે બંધસ્વરૂપ છે. અહીં કર્મ એટલે રાગરૂપ કાર્યની વાત છે, જડ પુલકર્મની વાત નથી. પોતે બંધસ્વરૂપ હોવાથી વ્રતાદિ કર્મ નિષેધવામાં આવ્યું છે. હવે આવી વાત શુભભાવ વડે ધર્મ થવાનું માનતા હોય એમને આકરી પડે એવી છે. બે પાંચ ઉપવાસ કર્યા, આહારપાણીનો ત્યાગ કર્યો અને રસ છોડ્યા હોય એટલે માને કે થઈ ગયો ધર્મ. એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બંધસ્વરૂપ છે અને એમાં તું ધર્મ માને છે તે મિથ્યાત્વ છે. ભગવાને તો કર્મ પોતે જ બંધસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં નિષેધ્યું છે. આવે છે ને પચીસ પ્રકારના મિથ્યાત્વ? અધર્મને ધર્મ માને તો મિથ્યાત્વ, ધર્મને અધર્મ માને તો મિથ્યાત્વ, સાધુને કુસાધુ માને તો મિથ્યાત્વ અને કુસાધુને સાધુ માને તો મિથ્યાત્વ, ઇત્યાદિ. પણ એને ખબર ક્યાં છે કે મિથ્યાત્વ કોને કહેવું અને સાધુ કોને કહેવાય? અહીં તો આ સ્પષ્ટ વાત છે કે પોતે જ બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. આ તો બાર અંગનો સાર છે. શુભરાગ બંધસ્વરૂપ હોવાથી તેને નિષેધવામાં આવ્યો છે. શુભભાવ કાંઈ ધર્મ નથી, એટલે કે અધર્મ છે. આકરી લાગે પણ સત્ય વાત છે, બાપા! બંધસ્વરૂપ કહો કે અધર્મસ્વરૂપ કહો, બન્ને એક જ વાત છે. સમજાણું કાંઈ... * ગાથા ૧૬૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો.' પાઠમાં જ્ઞાન શબ્દ છે ને? એ જ્ઞાન એટલે આત્મા અર્થાત્ આત્મપદાર્થ. “જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડ આચ્છાદિત છે. અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે.' અહીં કર્મ વડ આચ્છાદિત છે એમ કહ્યું ત્યાં આત્મદ્રવ્ય પુણ્ય-પાપરૂપ ભાવકર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧૬૩ વડે આચ્છાદિત-ઢંકાયેલું છે એમ સમજવું. ભાવકર્મ છે એ ભાવઘાતી છે અને દ્રવ્યઘાતી કર્મ છે એ તો જડ છે, ૫૨ છે. શું ૫૨દ્રવ્ય આત્માને રોકે? (ના). પોતાનો અપરાધ જે ભાવકર્મ તે એને રોકે છે. ભાવકર્મ એનું વેરી છે. ૫૨ એને ભલું માને અને પોતાનું સ્વરૂપ માને એ જ મહા અપરાધ છે. ઝીણી વાત, બાપા! ભાઈ ! આવો મનુષ્યદેહ મળ્યો અને એમાં વીતરાગ માર્ગને-ભગવાન જિનેશ્વરદેવના પંથને ન ઓળખ્યો તો જન્મ-મરણના આંટા નહિ મટે. જેમ વંટોળિયે ચઢેલું તણખલું કાં જઈને પડે તે નક્કી નથી તેમ અજ્ઞાનના પંથે ચઢેલો જીવ કાગડે-કૂતરે કંથવે-કયાં જઈને પડશે બાપુ! એ વિચારવા જેવું છે. ભગવાન! તું જન્મ-મરણની ચક્કીમાં આજ સુધી પીસાઈને મરી ગયો છે. વર્તમાનમાં કાંઈક બહારમાં સંજોગો ઠીક હોય, શરીર ઠીક હોય, બાયડી-છોકરાં અનુકૂળ હોય અને પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય એટલે જાણે કે ઠીક છે પણ ધૂળેય ઠીક નથી, સાંભળને. એ તો બધી પર ચીજ છે. અનંત જ્ઞાન-દર્શનની લક્ષ્મીથી ભરેલો ભગવાન તું છે એની તને રુચિ નથી અને આ પ૨ની-ધૂળની રુચિ છે તો કહીએ છીએ કે તું અબજોપતિ હોય તોય ભિખારો છે. અરે ભગવાન! આ સર્વને દેખનાર-જાણનારનો સ્વામી ન થતાં તું જડનો (ધૂળનો ) સ્વામી થયો ! અહીં કહે છે-ભગવાન! તું રાગમાં રોકાયો છે એ તારો અપરાધ છે; કોઈ (જડ) કર્મનો દોષ નથી. આમ અનાદિથી અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતો નથી. જોયું? ૫૨ને-સર્વને જાણતો નથી એમ નહિ પણ પોતાનું જે સ્વ૫૨ને જાણવા-દેખવારૂપ સંપૂર્ણ સ્વરૂપ તેને જાણતો નથી એમ કહે છે. સ્વ-૫૨ને સર્વને જાણવા–દેખવાનો જેનો સ્વભાવ છે તે જાણનારો જાણનારને પોતાને જાણતો નથી; અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આચાર્યદેવ ન્યાયથી તો વાત કરે છે; પણ સમજવું હોય એને ને? ભાઈ ! મારી-મચડીને ગમે તેમ કોઈ વાત કરે એ કાંઈ વસ્તુ નથી. આ ન્યાયથી સિદ્ધ થયેલી વાત છે. સમ્યગ્દર્શનમાં જેવું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે તેવી જ પ્રતીતિ થાય છે. કેવળજ્ઞાન આદિ ભલે પછી પ્રગટ થશે પણ વર્તમાનમાં સમ્યગ્દષ્ટિને અનંતગુણનો પિંડ સદાય સ્વ-૫૨ને સર્વને જાણવા-દેખવાના સ્વભાવે રહેલો પરિપૂર્ણ ભગવાન આત્મા પ્રતીતિમાં આવેલો હોય છે. હું મારામાં પરિપૂર્ણ છું એવું સમકિતીને યથાર્થ શ્રદ્ધાન હોય છે. રાગને કે અલ્પજ્ઞ પર્યાયને પોતાની માનતો નથી અર્થાત્ એ પર્યાય જેવડો હું છું એમ તે માનતો નથી. જુઓ, સમકિતીના ચોથા ગુણસ્થાનની આ વાત છે. ભગવાન! હજુ સમ્યગ્દર્શન (ચોથા ગુણસ્થાન )નાં ઠેકાણાં નથી ત્યાં વ્રત, તપ ને ચારિત્ર કયાંથી આવી ગયાં? એકડા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વિનાનાં મીંડાની સંખ્યા કયાંથી થઈ ગઈ ? અહીં તો કહે છે કે વ્રતાદિના રાગમાં રોકાઈ રહેવાથી તે સંપૂર્ણ પોતાના સ્વરૂપને જાણતો નથી અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. રાગમાં રોકાઈ રહે એ મિથ્યાદષ્ટિ છે; એને કોઈ સાચાં વ્રત, તપ, ચારિત્ર હોઈ શકતાં નથી. વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. હવે કહે છે આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડ લિસ હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.' અહાહા...! કેવળ એકલો જ્ઞાનસ્વરૂપ, પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાનની મૂર્તિ એકલો જ્ઞાનનો રસકંદ ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. કેવળ દેખવા-જાણવાના સ્વરૂપે છે એમાં બંધ કયાંથી હોય? ભગવાન આત્મા પોતે અબંધસ્વરૂપ જ છે. બંધની સામે લેવું છે ને? આવો કેવળજ્ઞાન સ્વરૂપ વા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડ પુણ્ય-પાપના ભાવ વડ લિસ હોવાથી અજ્ઞાનરૂપ વા બંધરૂપે વર્તે છે, રાગમાં અજ્ઞાનપણે વર્તે છે. માટે એમ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. પોતે (કર્મ) બંધસ્વરૂપ હોવાથી કર્મનો-શુભાશુભભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. જુઓ, આત્માના સંબંધમાં ભેખ બે પ્રકારના છે–એક જડકર્મનો ભેખ એ અજીવ બંધ છે, દ્રવ્યબંધ છે, બીજો રાગનો ભેખ એ જીવબંધ છે, ભાવબંધ છે. ભાવબંધ છે એ ચેતનનો વિકારી ભેખ છે. કર્મથી પૂર્ણ છૂટવું એ દ્રવ્યમોક્ષ છે. અને ભાવથી-અપૂર્ણતા અને રાગથી પૂર્ણ છૂટી જવું એ ભાવમોક્ષ છે. મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે. દ્રવ્ય છે એ ત્રિકાળી છે અને મોક્ષ છે એ એનો પર્યાયરૂપ ભેખ છે. મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપિ મોક્ષ છે તે પૂર્ણ નિર્વિકાર ચૈતન્યમય પર્યાય હોવાથી તે આત્માનો વાસ્તવિક ભેખ છે તેથી તેનો નિષેધ નથી. (પ્રગટ કરવાની અપેક્ષાએ વાત છે). અહીં તો એણે જે અનાદિથી બંધનો ભેખ ધારણ કર્યો છે એની વાત છે. અહા ! અબંધસ્વરૂપ સર્વજ્ઞાની-સર્વદર્શી એવો પોતે પોતાને જાણતો નથી કેમકે એ કર્મ અને રાગને જાણવામાં રોકાઈ ગયો છે. બીજી રીતે કહીએ તો રાગ જે પરય છે તે જાણે પોતાનું જ્ઞય હોય, સ્વજ્ઞયરૂપ હોય તેમ રાગ છે તે હું છું એમ માની બેઠો છે. તેથી પોતાનું ત્રિકાળી જ્ઞાન-દર્શનમય અબંધ તત્ત્વ એની દષ્ટિમાં આવતું નથી. આ જ એનો મિથ્યાત્વનો મહા અપરાધ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. શુભભાવ છે એ બંધસ્વરૂપ છે, પોતે બંધઅવસ્થારૂપ છે. ખરેખર તો એ જ્ઞાનનું શયમાત્ર છે પણ એમ ન માનતાં અજ્ઞાની એ હું છું એમ માની એમાં રોકાઈ રહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૦ ]. [ ૧૬૫ અને એ જ મિથ્યાત્વરૂપ મહાબંધ છે. સમજાણું કાંઈ..? લ્યો, આ કર્મનો નિષેધ કરનારા ત્રણ બોલ પૈકી બે થયા. ૧. શુભભાવ છે એ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ચૈતન્યની નિર્મળ પરિણતિનો ઘાતક છે તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. (ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯). ૨. શુભભાવ સ્વયં બંધસ્વરૂપ છે માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ૩. શુભભાવનાં શ્રદ્ધાન-જ્ઞાન અને આચરણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી વિપરીત ભાવ છે માટે શુભભાવ નિષેધવામાં આવ્યો છે એ ત્રીજો બોલ હવેની ગાથાઓમાં (૧૬૧, ૧૬ર, ૧૬૩ માં) કહેશે. હવે આવી વાત કયાં છે, બાપા? સાંભળવા મળવી પણ દુર્લભ છે. [ પ્રવચન નં. રરર | દિનાંક ૫-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૬૧ થી ૧૬૩ अथ कर्मणो मोक्षहेतुतिरोधायिभावत्वं दर्शयति सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो मिच्छादिट्टि त्ति णादव्यो।। १६१ ।। णाणस्य पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो अण्णाणी होदि णादव्यो।। १६२ ।। चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो अचरित्तो होदि णादव्वो।। १६३ ।। सम्यक्त्वप्रतिनिबद्धं मिथ्यात्वं जिनवरैः परिकथितम्। तस्योदयेन जीवो मिथ्यादृष्टिरिति ज्ञातव्यः।। १६१ ।। ज्ञानस्य प्रतिनिबद्धं अज्ञानं जिनवरैः परिकथितम्। तस्योदयेन जीवोऽज्ञानी भवति ज्ञातव्यः ।। १६२ ।। चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरैः परिकथितः। तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः।। १६३ ।। હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છે: સમ્યકત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું.૧૬૩. थार्थ:- [ सम्यक्त्वप्रतिनिबद्धं ] सभ्यइत्यने रोना [ मिथ्यात्वं] मिथ्यात्व छ मेम [ जिनवरैः] नपरोसे [परिकथितम् ] युं छे; [ तस्य उदयेन] तेन। यथा [ जीव: ] ७५ [ मिथ्यादृष्टि:] मिथ्यादृष्टि थाय छ [इति ज्ञातव्य: ] मेम. पुं. [ ज्ञानस्य Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]. | [ ૧૬૭ (શાર્દૂતવિહિત) संन्यस्तव्यमिदं समस्तमपि तत्कमैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन् नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।। १०९ ।। પ્રતિનિવÉ] જ્ઞાનને રોકાનારું [જ્ઞાન] અજ્ઞાન છે એમ [fબનવ:] જિનવરોએ [ પરિથિત] કહ્યું છે; [ તસ્ય ૩યેન] તેના ઉદયથી [ નીવડ] જીવ [ જ્ઞાન] અજ્ઞાની [ ભવતિ] થાય છે [ જ્ઞાતવ્ય:] એમ જાણવું. [ વારિત્રપ્રતિનિવÉ ] ચારિત્રને રોકાનાર [ વષય:] કષાય છે એમ [ નિનવરે:] જિનવરોએ [ પરિથિત:] કહ્યું છે; [ તરસ્ય ઉદ્યેન] તેના ઉદયથી [ નીવ:] જીવ [ વારિત્ર:] અચારિત્રી [ ભવતિ] થાય છે [ જ્ઞાતવ્ય:] એમ જાણવું. ટીકા:- સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાષ્ટિપણુંથાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કપાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યકત્વાદિનું-ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે-મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લિોકાર્ધઃ- [ મોક્ષાર્થના રૂટું સમસ્તમ્ ય િતત વ સંન્યસ્તવ્ય] મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. [સંન્યસ્તે સતિ તત્ર પુષ્યસ્ય પાઉચ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (શાર્દૂત્રવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तनमोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११० ।। વાં વિત્ત [ 5થા] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ-એવી વાતને કયાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [ સચવવાહિનિનસ્વભાવમવનાત્ મોક્ષચ હેતુ: ભવન ] સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી–પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [ નૈર્રપ્રતિવદ્ધમ ઉદ્ધતરસં] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત (–ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ જ્ઞાન] જ્ઞાન [સ્વયે] આપોઆપ [ થાવતિ] દોડયું આવે છે. ભાવાર્થ- કર્મને દૂર કરીને, પોતાના સમ્યકત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે ? ૧૭૯ હવે આશંકા ઊપજે છે કે-અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બને (-કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને) સાથે કેમ રહી શકે ? તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વાવત] જ્યાં સુધી [જ્ઞાનચ વિરતિઃ] જ્ઞાનની કર્મવિરતિ [ સી. સભ્ય પામ્ ન પૈતિ] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [ તાવ ] ત્યાં સુધી [ર્મજ્ઞાનસમુન્વય: પિ વિદિત:, ન છાવિત્ ક્ષતિ:] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [ ઝિન્દુ] પરંતુ [બત્ર કપિ ] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [વશત: વત્ ર્મ સમુન્નતિ] અવશપણે (-જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે [ તત્ વાય] તે તો બંધનું કારણ થાય છે, અને [ મોક્ષાય] મોક્ષનું કારણ તો, [ મ્ વ પરમ જ્ઞાન ચિતમ્] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે- [સ્વત: વિમુ$] કે જે જ્ઞાન સ્વત:વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્યભાવોથી ભિન્ન છે ). ભાવાર્થ- જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧ [ ૧૬૯ (શાર્દૂતવિહિત) मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन्मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।। १११ ।। પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધી નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પોશુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧). હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છે: શ્લિોકાર્થઃ- [ વર્ઝનયાવનqનપST: HT: ] કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત કર્મનયના પક્ષપાતી) પુરુષો ડુબેલા છે [ ] કારણ કે [ જ્ઞાન ને નીત્તિ] તેઓ જ્ઞાનને જાણતા નથી. [ જ્ઞાનનય–fષણ: પિ મના:] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત પક્ષપાતી) પુરુષો પણ ડુબેલા છે [૩] કારણ કે [ગતિરસ્વચ્છવૂમન્વ-ઉદ્યમ:] તેઓ સ્વચ્છેદથી અતિ મંદઉધમી છે (સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ તે વિશ્વસ્ય ઉપર તર]િ તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [૨ સ્વયં સતત જ્ઞાન ભવન્ત: વર્ષ ન યુર્વત્તિ ] જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થકા કર્મ કરતા નથી [૨] અને [નાતુ પ્રમાદ્રશ્ય વશ ન યાન્તિ ] કયારેય પ્રમાદને વશ પણ થતા નથી (-સ્વરૂપમાં ઉધમી રહે છે). ભાવાર્થ:- અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે. કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે તેનો પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો-જેઓ જ્ઞાનને તો જાણતો નથી અને કર્મનયમો જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે. વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદિ મિથ્યાષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) ] પ્રવચન રત્નાકર ભાગ-૬ (મુન્દ્રાન્તિા ) भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।। ११२ ।। રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડયા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શનશાનચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે. મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને ય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉધમવંત છે-સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી-જોકે સ્વરૂપસ્થિરતાનું અંતર-આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ-અંતર-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. આવા જીવો-જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ-કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. ૧૧૧. હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદવ જ્ઞાનનો મહિમા કરે છે - શ્લોકાર્થઃ- [વતમોહં] જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી [ ભ્રમ–૨–માત્ મેવોનાä નાટય] જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે [તત સંવનમ્ પ વર્મ] એવા સમસ્ત કર્મને [વર્લેન ] પોતાના બળ વડે [મૂતોન્નં કૃત્વા ] મૂળથી ઉખેડી નાખીને [ જ્ઞાનળ્યોતિ: મરે પ્રોનેઝૂમે ] જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [વનિતતમ:] જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, [ દેના–ન્જિન] જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે અને [ परमकलया सार्धम् आरब्धकेलि ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]. [ ૧૭૧ इति पुण्यपापरूपेण द्विपात्रीभूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम्। समयसारव्याख्यायामात्मख्यातौ इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां पुण्यपापप्ररूपकः तृतीयोऽङ्कः।। જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રિીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.) - ભાવાર્થ - પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ-એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિડા માંડી છે”. જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧ર. ટીકા:- પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું. ભાવાર્થ- કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું. આશ્રય, કારણ, રૂપ, સવારનું ભેદ વિચારી ગિને દોઊ ત્યારે, પુણ્ય ! પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુ:ખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લખે બધુ આશ્રય આદિ સમાન વિચારે, બંધકે કારણ દોઉ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્ય-પાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાસ થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સમયસાર ગાથા ૧૬૧ થી ૧૬૩: મથાળુ હવે કર્મ મોક્ષના કારણના વિરોધાયીભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છે: હવે, પુણપરિણામ જે કર્મ છે એ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના તિરોધાયીભાવસ્વરૂપ એટલે વિરુદ્ધ ભાવસ્વરૂપ છે-એમ કહે છે. શુભભાવની રુચિ તે મિથ્યાત્વ છે, શુભભાવમાં રોકાયેલું જ્ઞાન તે અજ્ઞાન છે અને શુભભાવનું આચરણ તે અચારિત્ર છે. એ ત્રણેય ભાવ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રથી વિપરીતભાવ છે. માટે કર્મ નિષેધવા લાયક છે. જુઓ, આ લોજીકથી-ન્યાયથી તો વાત ચાલે છે, કચડી-મચડીને કહેવાય છે એમ તો છે નહિ. પણ અરે ! એણે સમજવાની કોઈ દિ દરકાર કરી નથી ! પહેલાં (ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯માં) એમ કહ્યું કે કર્મ એટલે શુભભાવ મોક્ષના કારણરૂપ નિર્મળ રત્નત્રયપરિણતિનું વાતનશીલ છે. પછી (ગાથા ૧૬૦ માં ) એમ કહ્યું કે કર્મ એટલે શુભભાવ પોતે જ બંધસ્વરૂપ છે તેથી નિષેધવા યોગ્ય છે. હવે આ ગાથાઓમાં એમ કહે છે કે કર્મ એટલે શુભભાવ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ એટલે મિથ્યાત્વાદિભાવસ્વરૂપ છે, તેથી તે નિષેધવા યોગ્ય છે. ખરેખર શુભભાવ છે તે મિથ્યાત્વ નથી પણ શુભભાવને પોતાના માનવા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ સહિત જે જ્ઞાન અને આચરણ છે તે અજ્ઞાન અને અચારિત્ર છે. તેથી કર્મ છે તે મોક્ષના કારણના વિરુદ્ધભાવસ્વરૂપ હોવાથી નિષેધવા યોગ્ય છે એમ હવે કહે છે * ગાથા ૧૬૧ થી ૧૬૩ઃ ટીકા ઉપરનું પ્રવચન * સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે.” જુઓ, શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અંદર અનુભવ કરીને પ્રતીતિ કરવી તે સમ્યકત્વ છે. આ સમ્યકત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ એટલે ત્રિકાળીની વાત નથી, પણ સમકિતની વાત છે. સમ્યકત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને તેને રોકનારું મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે જીવના પરિણામ હાં, મિથ્યાત્વ કર્મની વાત નથી. કર્મના નિમિત્તથી તો કથન કરેલું હોય છે, બાકી તત્ત્વના અશ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ તે સમ્યકત્વને રોકનારું છે. અહા! રાગ કેમ ટળે? પ્રતિબંધક કારણ-કર્મ ટળે તો રાગ ટાળે. આ પ્રતિબંધક કર્મ એટલે જડકર્મ નહિ. જડકર્મ તો ખરેખર પ્રતિબંધક કારણ છે જ નહિ, કેમકે એ તો પર છે. આત્મા જડને તો કદી સ્પર્ધોય નથી, જડ ચેતનને ત્રણકાળમાં સ્પર્યું નથી. આત્મા જડને સ્પર્યો નથી અને જડ આત્માને સ્પર્યું નથી. તો પછી જડકર્મ આત્માને કેમ રોકે ? આત્મા ફક્ત પોતાની મિથ્યાશ્રદ્ધારૂપ વિપરીત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૭૩ દશાને સ્પર્શે છે. સમ્યકત્વને રોકનારું જે પ્રતિબંધક કારણ છે તે આ મિથ્યાશ્રદ્ધાનરૂપ ભાવ છે, અને તે મોક્ષના કારણથી વિપરીતભાવરૂપ છે. અહીં ગાથામાં મિથ્યાત્વાદિનો ઉદય-એમ જે લીધું એનો અર્થ એમ છે કે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિરૂપ જે શ્રદ્ધાન એનાથી વિપરીત પરિણમન થવું તે મિથ્યાત્વનો ઉદય છે. પુણ્યથી ધર્મ થાય. નિમિત્તથી આત્મામાં લાભ-નુકશાન થાય, પર મને લાભ કરે, હું પરને લાભ કરું ઇત્યાદિ અનેક પ્રકારે જે માન્યતા છે એ સમકિત વિરુદ્ધ છે અને એ વિરુદ્ધભાવરૂપ પરિણમન એ મિથ્યાત્વ છે. કર્મ છે એ તો અજીવનો ભેખ છે; અને મિથ્યાત્વભાવ છે એ જીવનો ભેખ છે. તો મિથ્યાત્વાદિને પુગલસ્વભાવી કહ્યા છે ને? હા, કહ્યા છે; કેમકે મિથ્યાત્વાદિભાવ પોતે નિમિત્તને આધીન થઈને થાય છે. વળી શુદ્ધ જીવદ્રવ્યમાં તે નથી માટે (દષ્ટિ અપેક્ષાએ) તેમને પુદ્ગલસ્વભાવી કહ્યા છે. બાકી છે તો એ જીવની અશુદ્ધ પરિણતિ. એને પરની-જડની સાથે શું સંબંધ છે? (કાંઈ નહિ ). ભારે વાત, ભાઈ ! ભાઈ ! અશુદ્ધપણાનું જે પરિણમન છે તે જીવનો ભેખ છે, જીવમાં થાય છે. ખરેખર તો મિથ્યાત્વભાવરૂપ અશુદ્ધ પરિણમન પર્યાયમાં પોતાના પકારકથી થાય છે. તેને પરની કે કર્મની અપેક્ષા તો નથી, એને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. આવી વસ્તુ છે. શુભભાવ કરતા કરતા સમકિત થશે એવી વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વભાવ છે એ જીવની પોતાની પરિણતિ છે અને તે સમ્યકત્વથી વિરુદ્ધ છે. કેટલાક કહે છે કે કર્મને લઈને રાગ થાય છે અને કર્મ ટળે તો રાગ ટળે. ભાઈ ! એ બધો મિથ્યા ભ્રમ છે. લોકમાં જેમ બધું ભગવાન કરે એમ જૈનમાં બધું કર્મ કરે એવું કર્મનું લાકડું (મિથ્યા ભ્રમ) બહુ ગરી ગયું છે. પણ ભાઈ! કર્મ તો અજીવ પુદ્ગલ છે; એમાં જીવની નાસ્તિ છે અને જીવમાં એની નાસ્તિ છે. જીવ અરૂપી અને કર્મ રૂપી; કર્મ જીવને ત્રણકાળમાં અડયું-સ્પર્યું નથી અને જીવ કર્મને ત્રણકાળમાં અયો-સ્પર્યો નથી. હવે આમ જ્યાં પરસ્પર નાસ્તિ છે તો કર્મ જીવને કરે શું? કાંઈ ન કરે. ભાઈ ! દૃષ્ટિમાં પોતે જે વિપરીતતા કરે છે તે મિથ્યાત્વ છે અને તે આત્માના સમકિતથી વિરુદ્ધભાવરૂપ છે. જડ કર્મને જે વિરુદ્ધ કહ્યું છે એ તો જડમાં-પરમાં છે, અને એ તો ઉપચાર કથન છે. ભગવાન આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. એના યથાર્થ શ્રદ્ધાનરૂપ જે સમ્યક પરિણતિ એનાથી મિથ્યાત્વ પરિણતિ વિરુદ્ધ છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે પોતાના વેરી પોતાનો વિકાર છે એ નિશ્ચય છે. પર વેરી છે એ વસ્તુસ્વરૂપ જ નથી. ણમો અરિહંતાણં' બોલે છે ને બધા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એનો અર્થ એમ કર્યો છે કે-નમસ્કાર હો તેમને જેમણે કર્મરૂપી વેરીને હણ્યા છે. ભાઈ ! આમાં તો આ નિમિત્તનું કથન છે, વાસ્તવિક નથી. વાસ્તવમાં તો અનિષ્ટ જે વિકારના-અજ્ઞાનના પરિણામ હતા અરિ હતા. એને હણીને પૂર્ણ વીતરાગતા પ્રગટ કરી એનું નામ અરિહંત છે. હવે આ એકડે એકથી જ વાંધા કે કર્મ વેરી છે. પણ ભાઈ! ચેતનને જડ વેરી હોઈ શકે જ નહિ. વેરી તો એનો જે વિપરીતભાવ-વિકાર ને અજ્ઞાન છે તે વેરી છે. પ્રવચનસાર ગાથા ૬૧ માં આવે છે કે-કેવળી ભગવાને સર્વ અનિષ્ટનો નાશ કર્યો છે અને સર્વ ઇષ્ટની પ્રાપ્તિ કરી છે. ત્યાં અનિષ્ટ એટલે કાંઈ જડ અનિષ્ટ છે? (ના ). પોતાના વિકારના-અજ્ઞાનના જે પરિણામ છે તે અનિષ્ટ છે. ભગવાને આ સર્વ અનિષ્ટનો નાશ કરી સર્વ ઇષ્ટ એવું કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રાપ્ત કર્યું છે. આ વાત છે. ‘સમ્મત્તપકિળિવવું’ એમ પાઠ છે ને? એનો અર્થ આ છે કે-અનિષ્ટ પરિણામ જે મિથ્યાત્વના પરિણામ છે તે સમ્યગ્દર્શનને રોકનારા એનાથી વિરુદ્ધ અર્થાત્ સમતિના પ્રતિબંધક છે. તો ગાથા ૭૫ માં એને પુદ્ગલના પરિણામ કહ્યા છે ને? એ કઈ અપેક્ષાએ ? કે એ જીવનો સ્વભાવ નથી એ અપેક્ષાએ કહ્યા છે. અશુદ્ધ પરિણામ છે એ જીવની-ચૈતન્યની જાતિના નથી અને જીવમાંથી નીકળી જાય છે માટે એ પરિણામ જીવના નથી. રાગાદિ અશુદ્ધતા જો જીવની હોય તો તે નીકળી ન જાય; પણ નીકળી જાય છે અને વસ્તુ જેવી આનંદઘન વીતરાગસ્વરૂપ છે તેવી રહી જાય છે. માટે રાગાદિ અશુદ્ધતા જીવની નથી અને જીવની નથી તો તે અજીવ, અચેતન છે અને પુદ્દગલના સંગે થાય છે માટે તે પુદ્દગલની છે એમ કહ્યું છે. ત્યાં તો પર્યાયનું લક્ષ છોડાવી ત્રિકાળી ચૈતન્યસ્વભાવનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે. અહીં સવાલ આવે છે કે-પર્યાયમાં જો સમકિત નથી તો એનું પ્રતિબંધક કોણ છે? તો કહે છે-પોતાની વિપરીત માન્યતા-શ્રદ્ધાનરૂપ જે પરિણામ છે તે જ સમ્યક્ત્વનું પ્રતિબંધક એટલે વિરોધી છે; જડકર્મ કાંઈ સમ્યક્ત્વનું વિરોધી નથી. પોતે જે રાગાદિમાં અટકીને વિપરીત પરિણમી રહ્યો છે તે પરિણમન સમ્યક્ત્વનું પ્રતિબંધક છે. કર્મ પ્રતિબંધક છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ પુણ્ય-પાપ અધિકાર છે ને? એટલે પહેલેથી કર્મથી લીધું છે, પણ અર્થમાં પાછું બધું લીધું છે; કે જે પરિણામથી પુણ્ય બંધાય તે શુભ છે અને જે પરિણામથી પાપ બંધાય તે અશુભ છે. બેય અજ્ઞાનભાવ છે. ભગવાન! એને સત્ય સમજવામાં જ હજી વાંધા છે ત્યાં સત્ય હાથ કેમ આવે ? કર્મ વિકાર કરાવે એવી વિપરીતતામાં જ પડયો છે ત્યાં શું થાય? પણ ભાઈ! કર્મ તો નિમિત્તમાત્ર વસ્તુ છે, વિકારના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૭૫ પરિણામનું કર્તા જડકર્મ છે જ નહિ. જેમ મિથ્યાત્વના પરિણામનો કર્તા દર્શનમોહ કર્મ નથી તેમ જીવના દ્રવ્ય-ગુણ પણ એનો કર્તા નથી. ખરેખર વિકારી પરિણામનો કર્તા તે પરિણામ પોતે જ તિ 4 પંચાસ્તિકાયની ગાથા ૬ર માં આવે છે કે વિકારના પક્કરકનું પરિણમન પર કારકની (-કર્મની) અપેક્ષા વિના છે. મિથ્યાત્વનું પરિણમન પર નિમિત્તના (-કર્મના) કારકની અપેક્ષા આની મોટી ચર્ચા થઈ હતી સં. ૨૦૧૩ માં (વર્ણાજી સાથે ). તેઓ ક–પ્રતિબંધક કારણ ટળે તો વિકાર ટળે. પણ પ્રતિબંધક કારણ કર્યુ છે કે પોતાની વિપરીત માન્યતા છે? અહા ! દર્શનમોહન નિમિત્તમાં જે ઉપયોગ ગયો એ પોતાનો ઉપયોગ છે. જે મિથ્યાત્વના પરિણામ થયા એ પોતામાં પોતાના જ કારણે થયા છે. અધિક સ્પષ્ટ કહીએ તો પરિણામ પોતે પરિણામનો કર્તા છે. પરિણામનો કર્તા નિમિત્ત નથી તેમ પોતાના દ્રવ્ય-ગુણ પણ નથી. અહીં સમ્યકત્વના પરિણામ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એને રોકનારું મિથ્યાત્વ છે એમ કહે છે. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. તે પોતે જ કર્મ છે, વિકાર છે; એ કાંઈ આત્મા નથી. પહેલાં ગાથા ૧૫૪ માં આવી ગયું કે વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભભાવ કર્મ છે. કર્મ એટલે કાર્ય વિકારના પરિણામ કાર્ય છે. એ જીવના પરિણામરૂપ કાર્ય છે. પછી એ જીવ છે વા જીવ એનો કર્તા છે એમ વ્યવહારથી કહેવાય છે. હવે આવી વાત; આ વાણિયાઓને કાંઈ ખબર હોય નહિ, આખો દિવસ પાપની મજારીમાંથી નવરા પડે નહિ અને કયાંક સાંભળવા જાય તો માથે (પાર્ટ) બેઠેલા કહે એટલે “જૈ બાપજી”—એમ માથું ધુણાવે; પણ ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. (એને યથાર્થ સમજવો જોઈએ ). જે દર્શનમોહનો ઉદય છે તે જડનો ભેખ છે. એમાં ઉપયોગ જોડાઈ જાય છે તે મિથ્યાત્વપરિણામ છે. તે જીવની ઊંધાઈ ભરી દષ્ટિ પોતે પોતાના કારણે છે, કર્મના કારણે છે એમ નહિ. કર્મ તો પરવસ્તુ છે. તે કાંઈ વેરી કે મિત્ર હોઈ શકે નહિ. પોતાની જે વિપરીતદષ્ટિ છે એ જ વેરી છે અને તે પોતે પોતાના કારણે છે. હવે કહે છે તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાષ્ટિપણું થાય છે.” જુઓ, મિથ્યાત્વ પોતે કર્મ જ છે એટલે કે તે આત્માનો સ્વભાવ નથી. તેના ઉદયથી એટલે મિથ્યાત્વના પ્રગટ થવાથી જ જ્ઞાનને એટલે આત્માને મિથ્યાષ્ટિપણું થાય છે. ઉદય એટલે ઉદયભાવ. મિથ્યાત્વ ઉદયભાવ છે. કર્મનો ઉદય તો કયારે કહેવાય કે ઉપયોગ એમાં જોડાય ત્યારે એમાં ન જોડાય તો કર્મ તો ખરી જાય છે. એને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કારણે આવ્યું અને એને કારણે ખરી જાય છે. અહા ! આત્મા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજને ભૂલીને દર્શનમોહને વશ થઈ પરને જાણવા-દેખવામાં રોકાઈ ગયો છે તેનો પોતાનો અપરાધ છે અને તે મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવને લઈને આત્માને મિથ્યાદષ્ટિપણું છે, જડકર્મને લઈને નહિ. સમજાણું કાંઈ.... વિકાર છે તે કર્મથી થાય એમ કેટલાક કહે છે. હવે આ વાંધા સં. ૧૯૭૧ થી ઊયા છે. તેઓ કહે છે-વિકાર છે તે કર્મથી થાય એમ ન માનો તો એ (-વિકાર) સ્વભાવ થઈ જાય. પણ ભાઈ ! ગાથા ૩૭ર માં તો રાગને ( વિકારી પરિણમનને) સ્વભાવ કહ્યો છે. પુણ્ય ને પાપનો ભાવ પણ સ્વભાવ એટલે એનું પોતાનું પરિણમન છે. ત્યાં ગાથામાં છે કે – “અન્યદ્રવ્યથી અન્યદ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે.'' અહીં વિકારની વાત કરવી છે. એ પણ એનો સ્વ-ભાવ એટલે સ્વનું ભવન (પોતાનું પરિણમન) છે એમ વાત છે. ત્યાં ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે-“જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્યદ્રવ્ય વડે અન્યદ્રવ્યના ગુણનો (-પર્યાયનો) ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.'' જુઓ કર્મથી આત્મામાં વિકાર કરાય એ અયોગ્ય છે, અલાયક છે, વિકારી પરિણામ કે અવિકારી પરિણામ એ એનો (પર્યાયનો) સ્વભાવ છે. “સ્વસ્થ ભવનન તુ સ્વભાવ:' એમ અહીં અપેક્ષા છે. ‘વિકાર એ સ્વભાવ નથી' એમ જ્યાં કહ્યું એ તો દ્રવ્યદૃષ્ટિની વાત છે. વિકાર દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી પણ નીકળી જવા યોગ્ય છે એ અપેક્ષાએ વાત છે. જ્યારે અહીં વિકાર એ પર્યાયનો પોતાનો ભાવ છે એ અપેક્ષાએ સ્વભાવ કહ્યો છે. આ પ્રમાણે કર્મ વિકાર કરાવે છે” એ માન્યતા સાવ જૂઠી છે, અયથાર્થ છે. વિકાર પોતાના ઊંધા પુરુષાર્થથી (બળથી) થાય છે. આમ વાત છે. પણ એને નિર્ણય કરવાની ગરજ કયાં છે? અરે! સત્ય શું છે અને એની પ્રાપ્તિ કેમ થાય એ સમજવાની એને દરકારેય નથી ! પ્રશ્ન- તો ગોમ્મદસારમાં તો એમ આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ ઘાતકર્મ છે અને તે જ્ઞાનને ઘાતે છે? ઉત્તર- ભાઈ ! એ તો નિમિત્તથી વ્યવહારનયનું કથન છે. જ્ઞાનાવરણીય કર્મ એ તો જીવને અડતુંય નથી, તો પછી એ જ્ઞાનને શું વાત કરે? જીવ પોતે જ જ્યારે જ્ઞાનની પર્યાયમાં ભાવઘાતીરૂપ હીણું પરિણમન કરે ત્યારે દ્રવ્યઘાતીને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત જ્ઞાનના પરિણમનને કાંઈ કરે છે એમ ત્રણકાળમાં નથી. ઘાતી કર્મ-એમ કહેવું અને વાત કરે નહિ એ કેવું? ભાઈ ! પ્રવચનસાર ગાથા ૧૬ ની ટીકામાં આવે છે કે ઘાતકર્મ બે પ્રકારનાં છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૭૭ એક ભાવઘાતી અને બીજું દ્રવ્યથાતી. ભાવઘાતી કર્મ એ જીવના જ્ઞાન, દર્શન આદિ ગુણોની ઊંધી (અશુદ્ધ, વિકારી) દશા છે અને દ્રવ્યઘાતી એ જીવની ઊંધી દશાના પરિણમનમાં નિમિત્ત જડ કર્મની અવસ્થા છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણસ્વભાવે ભરેલો ચિદાનંદઘન પ્રભુ ત્રિકાળ છે. એની સન્મુખ થતાં એની જે નિર્વિકલ્પ, નિર્મળ પ્રતીતિ થાય કે જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો આવે તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન ધર્મનું પ્રથમ સોપાન છે અને મોક્ષનું કારણ છે. એ મોક્ષના કારણથી વિપરીત છે તે મિથ્યાત્વભાવ છે અને તે ભાવઘાતી છે. જીવન પરની સાથે શું સંબંધ છે? દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય આદિ કર્મ છે એ તો જડ પુદ્ગલના ખેલ છે. કર્મથી, નિમિત્તથી વ્યવહારનયનું કથન કરવામાં આવે એ જુદી વાત છે, પણ કર્મ કે નિમિત્ત જીવને વિકાર કરાવે છે એમ છે નહિ. અહીં કહે છે-મિથ્યાત્વના ઉદયથી એટલે મિથ્યાત્વભાવ પ્રગટ થવાથી જ જ્ઞાનને-આત્માને મિથ્યાષ્ટિપણું આવે છે, કેમકે મિથ્યાત્વભાવ આત્માના સમકિતને રોકનારો વિરોધીભાવ-વિપરીતભાવ છે. હવે કહે છે-“જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે.” અહીં જ્ઞાન શબ્દ ત્રિકાળી આત્મા નહિ, પણ આત્માનું જ્ઞાનરૂપે પરિણમન થતાં સમ્યજ્ઞાન પ્રગટ થાય એની વાત છે. આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એની સન્મુખ ઢળતાં જે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ઝાઝું શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન છે એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. વળી આ વકીલાતનું કે દાક્તરીનું જ્ઞાન હોય તે પણ જ્ઞાન નહિ. જેમાં એલ. એલ. બી કે એમ.બી.બી. એસ ઇત્યાદિ પૂંછડાં લગાડ્યાં હોય એ જ્ઞાન તો કુશાન છે. જ્ઞાન તો એને કહીએ કે જે પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જાણતું-અનુભવતું થયું પ્રગટ થયું હોય. આ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું, તેનો વિરોધી અજ્ઞાન છે. જ્ઞાનને એકલું રાગમાં અને પર પદાર્થને જાણવામાં રોકવું તે અજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાનનું વિરોધી છે. હવે વીતરાગદેવે કહેલો મોક્ષનો માર્ગ કોને કહેવાય એની ખબરેય ન મળે અને મંડી પડે વ્રત ને તપ કરવા, તથા મંદિર બંધાવે અને જાત્રાઓ કરે અને માને કે ધર્મ થઈ ગયો; પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી, સાંભળને. એ તો બધો શુભરાગ છે અને એથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. એ પુણ્યબંધન સ્વભાવથી વિપરીત દશા છે એ તો અહીં સિદ્ધ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાન એટલે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન જ્ઞાન જેને આત્મજ્ઞાન કહે છે, અને જે અતીન્દ્રિય આનંદ સહિત હોય છે. છઠ્ઠઢાળામાં કહ્યું છે ને કે મુનિવ્રત ધારી અનંતવાર ગ્રીવક ઉપજાયો, û નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’ 66 પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ અનંતવા૨ પાળ્યાં ને નવમી ત્રૈવેયક સુધી ગયો પણ આત્મજ્ઞાન કર્યું નહિ તેથી અંશ પણ નિરાકુળ આનંદ ન મળ્યો. અહીં જેના વિના નિરાકુળ આનંદ ન ઉપજે એ આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ભાઈ! પંચમહાવ્રતના પરિણામ એ આસ્રવ છે તેથી દુ:ખરૂપ છે. સમ્યજ્ઞાન જ મોક્ષના કારણરૂપ, સુખરૂપ છે. બાપુ! આ વીતરાગ પરમેશ્વરનો માર્ગ આખી દુનિયાથી બહુ જુદો છે. અહાહા...! ભગવાન ચૈતન્યદેવ આનંદમૂર્તિ પ્રભુ આત્મા સદાય અંદર વિરાજમાન છે. તેની સન્મુખ થઈ એમાં જ ઢળીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન આનંદ અને વીતરાગતા સહિત છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળીની વાત નથી, પર્યાય જે સભ્યજ્ઞાનરૂપ છે એની વાત છે. અહીં કહે છે -તેને રોકનારું અજ્ઞાન છે. તે (અજ્ઞાન) પોતે કર્મ જ છે એટલે વિકારી ભાવ જ છે, આત્મસ્વભાવ નથી. તેના ઉદયથી એટલે અજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાન કહેતાં આત્માને અજ્ઞાનીપણું થાય છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને અજ્ઞાન એ મોક્ષમાર્ગથી વિપરીતભાવ છે એમ બે બોલ થયા. હવે ચારિત્રનો ત્રીજો બોલ :-અહાહા...! પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મામાં રમણતા કરવી, એમાં ચરવું એને ચારિત્ર કહીએ. સમયસાર નાટકમાં આવે છે કે ‘‘ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધસમાન સદા પદ મેૌ, મોહ મહાતમ આતમઅંગ, કિયૌ પરસંગ મહા તમ ઘેરૌ; ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહૌં ગુન નાટક આગમ કેરૌ, જાસુ પ્રસાદ સઐ સિવમારગ, વેગિ મિટૈ ભવવાસ બસેરો. આમાં બનારસીદાસ એમ કહે છે કે-જેની કોઈ ઉપમા નથી અને જે અમૂર્ત છે એવું ચૈતન્યનું જાગૃતસ્વરૂપ, જ્ઞાતા-દષ્ટાનું સ્વરૂપ તે સદાય સિદ્ધસમાન એવું મારું પદ છે. પરંતુ મોહરૂપી મહાઅંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો; એટલે કે રાગ અને પુણ્યનો સંગ કરવાથી હું મારું નિજપદ જાણી શકતો નહોતો. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે. અહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવથી-રાગથી રહિત મારી શુદ્ધ ચૈતન્યમય ચીજ છે અને તે એકના આશ્રયે જ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૭૯ તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે એવું મને ભાન થયું છે. અહો ! આવી જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ હોવાથી હું આ નાટક સમયસાર ગ્રંથ કહું છું. કેમકે એના પ્રસાદથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે અને સંસારનો નિવાસ-જન્મમરણ છૂટી જાય છે. રોટલા ખાય છે ને ? એ તો કહેવાય એમઃ બાકી જીવ રોટલા ખાતો-ભોગવતો નથી. રોટલા તો જડ છે. શું જડને આત્મા ખાય? એ તો બધી જડની ક્રિયા છે, આત્માની નહિ. પણ એના તરફનો જે રાગ કરે છે તે રાગને જીવ ખાય છે, ભોગવે છે. આ મહેસૂબ ઠીક છે, રસગુલ્લાં ઠીક છે, સ્ત્રીનું શરીર ઠીક છે, ઇત્યાદિ જે રાગ કરે છે તે રાગને તે ભોગવે છે. શરીરને કે પર પદાર્થને આત્મા ત્રણકાળમાં ભોગવતો નથી. ભગવાન આત્મા શરીરાદિ પર પદાર્થોને ત્રણકાળમાં અડતોય નથી તો તેમને તે કેમ ભોગવે? પરંતુ ભોગના કાળે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ભૂલીને, આ ઠીક છે એવો જે રાગ કરે છે તેને તે ભોગવે છે. અહીં એનાથી બીજી વાત છે. અહીં કહે છે-સ્વરૂપમાં રમણતારૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતીન્દ્રિય આનંદને ભોગવે છે. ચારિત્ર એને કહીએ જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. અહાહા...! ભગવાન આત્મા એકલા આનંદની ખાણ છે. એની પર્યાયમાં આનંદની પ્રકૃષ્ટ ધારા વહેવી તે ચારિત્ર છે. ભગવાન કુંદકુંદાચાર્યદવે પાંચમી ગાથામાં કહ્યું છે કે હું મારા નિજ વૈભવથી શુદ્ધાત્મા બતાવીશ. કેવો છે તે નિજ વૈભવ? કે જેમાં પ્રચુર સ્વસંવેદન, આનંદનું ઉગ્રવદન થયેલું છે એવા અનુભવથી મુદ્રિત છે. જુઓ, આ આત્માનો વૈભવ! આ પાંચ-પચાસ કરોડનું ધન હોય એ આત્માનો વૈભવ નથી. એ તો માટી-ધૂળ છે. વળી ખૂબ પુણ્ય ઉપજાવે એ પણ આત્માનો વૈભવ નથી, કેમકે એ તો રાગ છે, આકુળતા છે એમાં આનંદ કયાં છે? (નથી). ત્રિકાળ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવાથી પ્રચુર અતીન્દ્રિય આનંદ જેની મહોર-મુદ્રા છે એવો જે અનુભવ પ્રગટ થાય તે આત્માનો વૈભવ છે અને તે ચારિત્ર છે. આવું ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ કહ્યો તે પર્યાયની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. અહીં કહે છે-“ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે.' જુઓ, આ શુભાશુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી ભાવ છે. આ શરીરનું નગ્નપણું છે એ તો જડ માટીની-પુદ્ગલની દશા છે. અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે આસ્રવ છે. હવે એ આસ્રવ છે એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સિદ્ધસમાન પોતાનું જે સ્વરૂપ છે તે સ્વરૂપમાં રમણતા કરતાં ઉત્પન્ન થતો પોતાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સમરસીભાવરૂપ પરિણામ છે, અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય એટલે શુભાશુભભાવ છે. આ વ્રતાદિના શુભભાવ છે તે ચારિત્રના રોકનાર છે. શુભભાવનો વ્યવહા૨ કહો, કષાય કહો કે ચારિત્રનો વિરોધી પરિણામ કો-એ બધું એકાર્થવાચક છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે-શુભભાવથી ચારિત્ર થાય છે. પણ જે ચારિત્રને રોકનાર છે તે ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે? ભાઈ! પુણ્યના ભાવ, શુકલલેશ્યાના પરિણામ તો તેં અનંતવાર કર્યા અને નવમી ત્રૈવેયક ગયો. પણ તેથી શું? અભવીને પણ શુકલ લેશ્યાના પરિણામ તો હોય છે. એ કયાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અહીં તો કહે છે-એ (શુભભાવ ) ચારિત્રને રોકના૨ ચારિત્રના વિરોધી છે. ભગવાનનો-જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આવી વાત દિગંબર સિવાય બીજે કયાંય નથી. પરમાત્મા ત્રિલોકનાથ કહે છે કે-આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ સદાય સિદ્ધ સમાન પરમેશ્વર છે; હમણાં પણ હોં. સિદ્ધમાં જેમ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ છે તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વભાવ સદા વિધમાન છે. આવા સ્વભાવમાં અંતર્લીન થઈ ૨મવું અને પ્રચુર આનંદનો અનુભવ કરવો એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનું કારણ છે. તેને રોકનારો કષાય છે. ક-એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે. શુભભાવ છે તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે, કેમકે જગપંથ છે ને? સમયસાર નાટકમાં મોક્ષદ્વા૨માં ૪૦ મા પદ્યમાં કહ્યું છે કે 66 ‘તા કારણ જગપંથ ઇત, ઉત શિવમારગ જોર પરમાદી જગકોં કૈ, અપ૨માદી સિવ ઓર.'' પંચમહાવ્રતના શુભરાગનો વિકલ્પ જગપંથ એટલે સંસારપંથ છે. એનાથી ભિન્ન જે આત્માનો અનુભવ છે તે મોક્ષનું કારણ છે. ભાઈ ! અનંતકાળ પરિભ્રમણ કરતાં ગયો પણ હજી ભવનો અંત ન આવ્યો. ભવભવ-ભવ; કદીક મનુષ્યના તો કદીક તિર્યંચના તો કદીક દેવના ને કદીક નરકના-એમ દરેકના અનંત-અનંત ભવ કર્યા પણ રે! જન્મ-મરણનો અંત ન આવ્યો! ઘણાં પાપ કરે તો નરકમાં જાય, માયા-કપટ કરે તો તિર્યંચમાં–ઢોરમાં જાય, કદીક કષાયની મંદતા અને સ૨ળ પરિણામ ધરે તો મનુષ્ય થાય, અને વ્રત, તપ, શીલ આદિના વિશેષ શુભપરિણામ કરે તો દેવ થાય. પણ એ ચારે ગતિ સંસાર છે, દુઃખરૂપ છે. દેવને પણ એનું સુખ વિષયને આધીન હોવાથી દુ:ખ જ છે. વિષય-ભોગના પરિણામ છે તે રાગ છે અને રાગ છે એ દુ:ખ જ છે. આત્મા અંદર એકલા આનંદનું ધામ છે. એ પરમાં સુખ શોધવા જાય છે એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૧ એની મૂઢતા છે; જેમ મૃગજળમાં પાણી શોધવા જવું એ મૂર્ખતા છે તેમ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવું એ મૂઢતા છે. ખારી જમીનમાં સૂર્યનાં કિરણ અડે એટલે જળ જેવું દેખાય તે મૃગજળ છે. મૃગલા-હરણીયાં આવા મૃગજળની પાછળ જળની આશાએ દોડાદોડ કરી મૂકે છે, પણ ત્યાં જળ કયાં છે? તેમ અજ્ઞાની ઇન્દ્રિયો આદિ બહારના વિષયોમાં સુખ માની સુખ માટે વિષયોમાં ઝાવાં નાખે છે, પણ ત્યાં કયાં સુખ છે તે મળે? તારે સુખ જોઈતું હોય તો અનંત સુખનું ધામ પ્રભુ તું પોતે છે તેમાં જાને? આનંદનો સાગર પ્રભુ તું પોતે છે એને જોતો નથી અને બહાર સુખ શોધે છે એ તારી મૂઢતા છે. લોકમાં તો કહે કે આ મોટા કરોડપતિઓ, મોટા-મોટા બંગલાવાળા, ગાડીવાળા બધા સુખી છે. પણ ભાઈ! પૈસામાં, બંગલામાં, ગાડીમાં કે સ્ત્રી-કુટુંબ-પરિવારમાં કયાંય પંચમાત્ર સુખ નથી. સુખ તો પ્રભુ! આત્મામાં છે. બહારમાં સુખ માને એ તો મૂઢ મિથ્યાદષ્ટિ છે. અરે! એ ભવસમુદ્રમાં કયાંય ખોવાઈ જશે ! અહીં સ્વરૂપના આચરણરૂપ જે ચારિત્ર છે તેમાં આનંદ-સુખ એમ કહે છે. સ્વરૂપમાં ચરવું એ ચારિત્ર છે. ‘સ્વરુપે ઘરળ ચારિત્ર' એ પ્રવચનસારમાં આચાર્ય ભગવંતનું કથન છે. એ ચારિત્ર મોક્ષ એટલે સુખના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય છે. દયા, દાન, વ્રત, તપ આદિના જે શુભભાવ છે તે ચારિત્રને રોકનાર છે. હવે આવી વાત સાંભળીને રાડ નાખી જાય છે માણસ-કે આ કયાંથી કાઢયું? ભાઈ! આ તો સીમંધર પરમાત્મા પાસેથી જે ભગવાન કુંદકુંદાચાર્ય સંદેશો લાવ્યા એ વાત છે, નવીન તો કાંઈ નથી. તને ન બેસે તો શું થાય? સૌ પોતપોતામાં સ્વતંત્ર છે. અનાદિથી એને સત્ય બેઠું જ નથી ત્યારે તો તે વિપરીત માન્યતામાં રોકાઈને ભવભ્રમણ કરી રહ્યો છે. આ સ્વરૂપમાં રમણતારૂપ જે ભાવ છે તે ચારિત્ર છે. તેને રોકનાર કષાય-શુભભાવ છે. તે પોતે કર્મ જ છે. તેના ઉદયથી એટલે પ્રગટ થવાથી આત્માને અચારિત્રીપણું છે. શુભભાવની પ્રગટતાથી આત્માને અચારિત્રીપણું છે. તેથી કહે છે− માટે, ( કર્મ ) પોતે મોક્ષના કારણના તિરોધાયીભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.' લ્યો, એ વિકારી શુભભાવ નિષેધવામાં આવ્યો છે. એટલે કે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી; પરંતુ ધર્મથી વિરુદ્ધ સ્વભાવવાળો છે તેથી શુભભાવ નિષેધ્યો છે. ધર્મીને શુભભાવ આવે ખરો, પણ એને એ ધર્મ નહિ પણ હેય માને છે. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. * ગાથા ૧૬૧-૧૬૨-૧૬૩ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મોક્ષ એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. આ બહારમાં ધનસંપત્તિ, વિષયભોગ સામગ્રી, ઇજ્જત-આબરૂ ઇત્યાદિમાં જે સુખ-આનંદ માને છે એ તો અજ્ઞાનીનો ભ્રમ છે. સુખ તો અંદર આત્મામાં છે. પર્યાયમાં સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ છે. એ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અહા! ભગવાન આત્મા સદા પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એની સન્મુખ થઈને એમાં ઢળવાથી પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, એના વદન સહિત જે એનું જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને એમાં રમણતા-લીનતા થતાં જે પ્રચુર આનંદનું વેદના થાય તે સમ્યક્રચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, મોક્ષ જે પૂર્ણાનંદના લાભસ્વરૂપ પરિપૂર્ણ દશા છે તેના કારણરૂપ ભાવો છે. અહીં કહે છે તેમનાથી (-સમ્યકત્વાદિથી) વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે. પરમાં સુખ છે, પુણ્યભાવથી ધર્મ થાય, શરીરાદિ પર મારાં છે ઇત્યાદિ જે મિથ્યા માન્યતા છે તે સમ્યગ્દર્શનથી વિપરીત છે. એકલું પરલક્ષી પરનું જે જ્ઞાન છે તે મિથ્યાજ્ઞાન છે અને સ્વરૂપના આચરણરહિત જે પુણ્યભાવરૂપ આચરણ છે તે મિથ્યાચારિત્ર છે. આ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ જે સમ્યકત્વાદિ એનાથી વિપરીત છે. હુવે કહે છે ‘કર્મ તે મિથ્યાત્વાદિ ભાવોસ્વરૂપ છે.' જુઓ, કર્મ એટલે પુણ્ય-પાપના ભાવ મારા છે, ભલા છે એવી માન્યતા મિથ્યાત્વ છે, એવું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે અને એનું જ આચરણ તે મિથ્યાચારિત્ર છે. પહેલાં આવી ગયું કે ચારિત્રને રોકનાર કષાયભાવ છે. ચાહે તો પાપનો ભાવ હો કે પુણ્યનો હો, એ કષાય છે અને તે સમ્યકત્વાદિથી વિપરીત છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. પહેલાં ત્રણ ગાથાઓમાં (૧૫૭-૧૫૮–૧૫૯ ગાથામાં) કહ્યું હતું કે વ્રત, નિયમ, તપ, શીલ ઇત્યાદિ શુભભાવરૂપ કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું એટલે સમ્યકત્વાદિનું ઘાતક છે. પુણાદિ ભાવ મારા છે, ભલા છે એવો જે મિથ્યાત્વભાવ તે મોક્ષના કારણરૂપ ભાવોનો ઘાતક છે એટલે કે તે સમ્યકત્વાદિને પ્રગટ થવા દેતો નથી. પછી એક ગાથામાં (ગાથા ૧૬૦ માં) કહ્યું કે કર્મ પોતે બંધસ્વરૂપ છે. પોતે જ બંધસ્વરૂપ હોવાથી તે મોક્ષનું કારણ થવાને લાયક નથી. હવે આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરુદ્ધ ભાવસ્વરૂપ છે. માટે કર્મ સઘળુંય નિષેધ કરવા લાયક છે કેમકે એ ધર્મનું ઘાતક છે, ધર્મનું કારણ નથી અને ધર્મથી વિરુદ્ધભાવરૂપ છે. પ્રશ્ન:- એને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને? ઉત્તર- ખરેખર તો સમકિતી ધર્માત્માને જે શુદ્ધતા પ્રગટી છે, જે ચારિત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૩ પ્રગટયું છે તે વૃદ્ધિ પામતું થયું પૂર્ણતાનું એટલે મોક્ષનું પરંપરા કારણ થાય છે. પણ એની સાથે જે સહકારી શુભભાવ એને બાકી રહે છે, જેને એ શુદ્ધ ચૈતન્યસ્વભાવના ઉગ્ર આશ્રય વડે ક્રમશઃ ટાળતો જાય છે તેને ઉપચારથી આરોપ કરીને મોક્ષનું પરંપરા કારણ કહ્યો છે. તે વાસ્તવિક પરંપરા કારણ છે નહિ. નિશ્ચયથી રાગ મોક્ષનું સાક્ષાત્ કે પરંપરા કારણ હોઈ શકે નહિ. જુઓને ! અત્યારે તો લોકો એને જ વળગી પડયા છે કે પરંપરા કારણ કહ્યું છે ને? ભાઈ ! ઉપચાર કથનને પણ જેમ છે તેમ યથાર્થ સમજવું પડશે ને ! અહીં તો કહે છે કે તે ઘાતક છે, બંધસ્વરૂપ છે અને વિપરીત ભાવસ્વરૂપ છે. આ યથાર્થ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે-કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. જુઓ, લોકો કહે છે કે-વ્રત, તપ, દાન, શીલ ઇત્યાદિ કરીએ એટલે ધર્મ થઈ જાય. તો અહીં કહે છે કે જે શુભકર્મ સ્વયં બંધસ્વરૂપ છે એ કરતાં કરતાં ભગવાન! તને અબંધ પરિણામ કયાંથી થશે ? (નહિ થાય ). એ તો અબંધ પરિણામનું ઘાતક છે, વિરોધી છે અને તેથી નિષિદ્ધ છે. આકરી વાત, ભાઈ ! જ્ઞાનીએ તો અંદર આનંદનો નાથ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી ભગવાન પડયો છે તેને ઉપાદેય કર્યો છે અને એને જે શુભાશુભ રાગ આવે છે તેને એ ય તરીકે જાણે છે. દયા, દાન, વ્રતાદિનો જે શુભરાગ આવે તેને તે હૈયરૂપ જ્ઞેય તરીકે જાણે છે. શૈય તો ત્રણે છે; ત્રિકાળી શુદ્ધ આત્મા જ્ઞેય છે, મોક્ષમાર્ગના પરિણામ શૈય છે અને પુણ્ય-પાપના ભાવ પણ શેય છે પણ એક જ્ઞેય ત્રિકાળી શુદ્ધ પોતાની વસ્તુ આદરવા લાયક ઉપાદેય છે, એક જ્ઞેય વર્તમાન શુદ્ધ પરિણમન મોક્ષનું કારણ પ્રગટ કરવા યોગ્ય છે અને એક શેય પુણ્ય-પાપના ભાવ બંધરૂપ હોવાથી હૈય છે. જાણવાનું હોય ત્યાં તો બધું જાણવું જોઈએ ને ? સવારમાં આવ્યું હતું ને તત્ત્વ-અતત્ત્વને જાણીને તત્ત્વમાં લીન થવું. પણ અરે! અત્યારે તો આત્મા શું ચીજ છે એ સમજવાનું મૂકીને બહારની (ક્રિયાકાંડની) બધી વાતો ચાલે છે! પ્રશ્ન:- દિગંબર હોય એ તો સમજે જ ને ? ઉત્તર:- ભાઈ! દિગંબર કહેવું કોને ? જયપુરમાં એક પંડિત હતા તે કહેતા હતા કે દિગંબરમાં જન્મ્યા એ બધા ભેદજ્ઞાની જ છે. એમ સ્થાનકવાસીમાં પણ કહેતા કે જે સ્થાનકવાસી છે તે બધાને સમ્યગ્દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા તો છે, હવે વ્રત પાળે એટલે ચારિત્ર. સ્થાનકવાસીની શ્રદ્ધા ગણધર જેવી છે એમ કહેતા. બાપુ! એ શ્રદ્ધા ગણધર જેવી કોને કહેવી ? ભાઈ ! અંદર વસ્તુ પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળ છે તેને જ્ઞાનમાં જ્ઞેય કરીને ઉપાદેય ન કરે ત્યાંસુધી એને સમ્યગ્દર્શન-જ્ઞાન નથી. તો પછી એને વ્રત, તપ અને ચારિત્ર કયાંથી હોય ? (હોતાં જ નથી ). અજ્ઞાની જે વ્રત ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તપ કરે છે તેને ભગવાને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે કેમકે એમાં ભગવાન આત્મા હોતો નથી. હવે કહે છે-“અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.” જુઓ, આ શું કહ્યું? કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, વિષયભોગની વાસના, કામ, ક્રોધ આદિ જે પાપ છે એ તો મોક્ષનું કારણ છે જ નહિ, પણ આ વ્રત, તપ, દાન ઇત્યાદિ શુભકર્મ પણ કર્મસામાન્યમાં આવી જાય છે અને તે પણ મોક્ષનું કારણ નથી, બાધક જ છે, અને તેથી નિષિદ્ધ જ છે. બહુ આકરું લાગે, પણ માર્ગ તો આ જ છે ભાઈ ! એકાન્ત છે, એકાન્ત છે એમ લોકો રાડો પાડે પણ શું થાય? એની વર્તમાન લાયકાત એવી છે એટલે એમ કહે, પણ અંદર તો ત્રિકાળી ભગવાન છે ને? પર્યાયમાં ભૂલ છે. (તે સ્વાશ્રયે મટી જશે ) અહીં તો સ્પષ્ટ કહ્યું કે શુભકર્મ પણ મોક્ષનું કારણ નથી, બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે. વ્રત, તપ આદિના પરિણામ મોક્ષમાર્ગમાં બાધક જ છે, નિષિદ્ધ જ છે. મતલબ કે એ ધર્મ નહિ, ધર્મનું કારણ પણ નહિ, તેથી નિષેધ કરવા યોગ્ય જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૦૯ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * મોક્ષાર્થિના રૂવં સમસ્તે ગઈ તત્ ર્મ રવ સંન્યસ્તવ્યમ' મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. મોક્ષાર્થીએ એટલે જેને મોક્ષનું પ્રયોજન છે, જેને પરમાનંદની પ્રાપ્તિનું પ્રયોજન છે તેને સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. લ્યો, સઘળુંય કર્મ કહ્યું ત્યાં એમાં શું બાકી રહી ગયું? સઘળુંય કહ્યું એમાં પુણ્ય અને પાપ એ બેય આવી ગયાં. પુણ્ય અને પાપ એ બેય ત્યાગવા યોગ્ય છે એમ વાત છે. એ જ કહે છે સંન્યસ્તે સતિ તત્ર પુષ્યસ્ય પાચ વા વિન વI વકથા' જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? જ્યાં બધું જ કર્મ છોડવામાં આવે છે ત્યાં પુણ્ય ઠીક અને પાપ અઠીક-એવી વાતને કયાં અવકાશ છે? એવો ભેદ છે જ નહિ, કેમકે જેમ પાપ બંધનું કારણ છે તેમ પુણ્ય પણ બંધનું જ કારણ છે. કર્મમાત્ર ત્યાજ્ય છે એમાં પાપ અને પુણ્ય બન્નેય કર્મસામાન્યમાં આવી ગયાં. હવે આવું આકરું લાગે પણ બાપુ! વીતરાગદેવનો માર્ગ જ વીતરાગની દૃષ્ટિથી શરુ થાય છે. રાગને કારણે વીતરાગી દષ્ટિ ન થાય; પણ અંદર ત્રિકાળી ભગવાન વીતરાગી દેવ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા વિરાજે છે તેના આશ્રયે વીતરાગી દષ્ટિ એટલે સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૫ થાય છે. એવા જીવને પુણ્ય અને પાપ બને નિષેધવા લાયક છે. યોગીન્દ્રદેવ યોગસારમાં પુણ્યને પણ પાપ કહે છે: પાપતત્ત્વને પાપ તો જાણે જગ સહુ કોઈ, પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. '' તેમ આ અધિકારમાં આચાર્ય જયસેનની ટીકામાં પણ આ વાત આવે છે. છેલ્લે શિષ્યનો પ્રશ્ન છે કે 'अत्राह शिष्यः। जीवादिसदहणम् इत्यादि व्यवहाररत्नत्रयव्याख्यानं कृतं तिष्ठति कथं पापाधिकार इति।' અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-જીવાદિનું શ્રદ્ધાન વગેરે વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન-આ તો પાપનો અધિકાર ચાલે છે તેમાં-ક્યાંથી આવ્યું? કેમકે વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે. “તત્ર પરિહાર:' તેનો ઉત્તર (ખુલાસો) આપે છે 'यद्यपि व्यवहारमोक्षमार्गो निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया जीवस्य पवित्रताकरणात् पवित्रस्तथापि बहिर्द्रव्यालंबनेन पराधीनत्वात्पतति नश्यतीत्येकं कारणं' જોકે વ્યવહાર મોક્ષમાર્ગ ઉપાદેયભૂત એવા નિશ્ચયરત્નત્રયનું કારણ હોવાથી વ્યવહાર ઉપાદેય કહેવામાં આવે છે અને પરંપરા જીવની પવિત્રતા કરનારું હોવાથી વ્યવહારે પવિત્ર કહેવામાં આવે છે તોપણ પરદ્રવ્યના અવલંબનથી પરાધીનપણું થવાથી સ્વરૂપથી પતિત થાય છે. સ્વાધીનતાનો નાશ થાય છે કેમકે શુભરાગમાં પરદ્રવ્યનું અવલંબન છે. આ એક કારણથી નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્ય) એ પાપ છે. 'निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणम्। इति निश्चयनयापेक्षया पापं।' નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાપણું થાય છે. એમ બીજા કારણથી વ્યવહાર સમકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રરૂપ કષાયની મંદતા (પુણ) નિશ્ચયનયે તો પાપ છે. 'अथवा सम्यक्वादिविपक्षभूतानां मिथ्यात्वादीनां व्याख्यानं कृतमिति वा पापाधिकारः।' અથવા સમ્યકત્વાદિથી વિપક્ષ હોવાથી મિથ્યાત્વાદિનો અર્થાત્ પાપનો અધિકાર ચાલે છે. કેમકે વ્યવહારરત્નત્રયનો શુભરાગ સમ્યક રત્નત્રયના વીતરાગી પરિણામથી વિરુદ્ધ હોવાથી એ પાપ છે. તેથી પાપ અધિકારમાં લીધેલ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહાહા....! અહીં કહે છે જ્યાં સમસ્ત કર્મને છોડવામાં આવ્યું છે ત્યાં પુણ્ય અને પાપના ભેદ પાડવા એ શું? સ્વયં આચાર્ય કુંદકુંદદેવે પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે “નહિ માનતો-એ રીત પુણે પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે.'' જે પુણ્ય અને પાપમાં ફેર નથી એમ નથી માનતો-એટલે કે પુણ્ય અને પાપમાં ફેર નહિ હોવા છતાં ફેર છે એમ માને છે તે મોહથી-મિથ્યાત્વથી ઢંકાયેલો થકો અપાર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપ સામાન્યપણે બન્ને બંધરૂપ હોવા છતાં, પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ જે કોઈ માને છે તે ઘોર સંસારમાં રખડે છે. અહો! માત્ર કુંદકુંદ જ નહિ, સર્વ દિગંબર સંતો આ સનાતન વીતરાગી જૈનદર્શનના પ્રવાહોને જ પોષે છે. કુંદકુંદાચાર્ય 2000 વર્ષ પહેલાં થયા, અમૃતચંદ્રાચાર્ય ૧OOO વર્ષ પહેલાં થયા અને તેમની પછી જયસેનાચાર્ય ૯૦૦ વર્ષ પહેલાં થયા. બધાય દિગંબર સંતોનું એક જ કથન છે કેદેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા, બાર વ્રત કે પાંચ મહાવ્રતના ભાવ અને શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન એ ત્રણે (નિશ્ચયનયની અપેક્ષાએ) પાપ છે. આવી વાત છે બાપા! દિગંબર મુનિરાજનાગા બાદશાહથી આવ્યા. એને કોઈ બાદશાહુ કે સમાજની શું પડી છે? સમાજમાં શું પ્રતિક્રિયા થશે? સમાજ માનશે કે નહિ? –એની મુનિરાજને શું પડી છે? આ તો વસ્તુનું સત્ય ઉદ્ઘાટન કર્યું છે. કોઈ માનો કે ન માનો; સૌ સ્વતંત્ર છે. જે જીવ એમ માને છે કે વ્યવહારના શુભરાગથી ધર્મ થશે અને એનાથી પરંપરાએ મોક્ષ થશે તે જીવ મૂળમાં દર્શનભ્રષ્ટ છે, અને જે દર્શનભ્રષ્ટ છે. તે જ્ઞાન અને ચારિત્ર બધેથી ભ્રષ્ટ છે. અરે ભાઈ ! એવો શુભભાવ તો તે અનંતવાર કર્યો અને નવમી રૈવેયક ગયો, પણ તે વડે હજીય સમ્યગ્દર્શન ન પામ્યો. પ્રશ્ન- કાળલબ્ધિ પાકે ત્યારે સમકિત થાય ને? ઉત્તરઃ- ભાઈ ! કાળલબ્ધિ-કાળલબ્ધિ એમ તું કહે છે પણ કાળલબ્ધિ તો તું સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે પાકે ને? કાળલબ્ધિ થઈ એવું સાચું જ્ઞાન કયારે થાય? આ કાળલબ્ધિનો પ્રશ્ન સં. ૧૯૭ર થી ચાલ્યો હતો. એમ કે ભગવાન કેવળીએ દીઠું હશે ત્યારે થશે. પણ જગતમાં કેવળી ભગવાન છે એની તને પ્રતીતિ છે? જેણે એની પ્રતીતિ કરી હોય તેને ભવભ્રમણ હોય જ નહિ, કેમકે સ્વભાવસમ્મુખ થયા વિના કેવળીની પ્રતીતિ થતી જ નથી. જીવ પોતાના સ્વભાવસમ્મુખતાનો પુરુષાર્થ કરે ત્યારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] ૧. સ્વભાવ આવી ગયો, ૨. સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ આવી ગયો, નિર્મળ પર્યાય પ્રગટી તે કાળલબ્ધિ આવી ગઈ. ૩. તે સમયે પોતાની ૪. ભવિતવ્યનો ભાવ આવી ગયો. (જે થવા યોગ્ય હતું તે થયું). ૫. કર્મનું નિમિત્ત પણ હઠી ગયું એટલે કર્મનાં ઉપશમાદિ આવી ગયાં. આ પ્રમાણે પાંચે સમવાય સાથે જ હોય છે. આવી વાત છે. બાપુ! વીતરાગના માર્ગની સમજણ કરવી એ મહા પુરુષાર્થ છે. ચારિત્રનો પુરુષાર્થ તો અદ્દભુત અલૌકિક છે જ, પણ એ પહેલાં સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પણ મહા અલૌકિક છે. [ ૧૮૭ અહીં કહે છે-જયાં સઘળુંય કર્મ ત્યાજ્ય છે ત્યાં પુણ્ય-પાપના ભેદ શું કરવા? પાપની જેમ પુણ્યભાવરૂપ કર્મ પણ ત્યાજ્ય જ છે કેમકે તે આત્માનું-ચૈતન્યનું કર્મ નથી. નિશ્ચયથી તો જે જ્ઞાતા-દષ્ટાના પરિણામ-નિર્મળ રત્નત્રયરૂપ પરિણામ થાય તે આત્માનું કર્મ છે, અને ભગવાન આત્મા તેનો કર્તા છે. વળી દ્રવ્ય કર્તા અને પરિણામ-પર્યાય તેનું કર્મ-એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પરિણામ પોતે જ પર્યાયનું-પરિણામનું કર્તા-કર્મ-કરણ આદિ છે, દ્રવ્ય-ગુણ નહિ; કેમકે દ્રવ્યગુણ તો અક્રિય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ જાય એટલું જ; બાકી સમ્યગ્દર્શનની પર્યાય પોતે જ તે પરિણામની કર્તા, પોતે જ તે કાર્ય, પોતે જ એનું કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છે. છએ કાક પર્યાયના પોતાના પોતામાં જ છે. આવી વાત છે; આકરી લાગે તોય સત્ય આ જ છે. પરિણામ સમ્યગ્દર્શનના હોય કે મિથ્યાદર્શનના, એના કર્તાદિ નિમિત્ત પણ નહિ અને દ્રવ્ય-ગુણ પણ નહિ. પર્યાય પોતે જ પોતાના ષટ્કારકભાવને પ્રાપ્ત થઈને સ્વતંત્રપણે પરિણમે છે. બીજી ચોપડીના પાઠમાં આવતું કે ‘‘ઝાઝા નબળા લોકથી, કદી ન કરીએ વેર; કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર.'’ લાખો કીડીઓ ભેગી થઈને સાપને ફોલી ખાય. કીડી એમ તો નબળી ( ક્ષુદ્ર જંતુ ) છે; પણ ભેગી થઈને મોટા સર્પને પણ મારી નાખે. પણ આવું કાંઈ અધ્યાત્મમાં લાગુ ન પડે. જગતમાં મિથ્યાદષ્ટિ ઝાઝા હોય પણ તેથી શું? તેઓ આવી ભગવાનની તત્ત્વની વાત ન માને તેથી આપણને તેમના પ્રતિ વે૨ ન હોય. અંદર તો બધા જ ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે પણ એ તો સ્વરૂપના આશ્રયે નીકળી જવા યોગ્ય છે. અંદર તો બધા જ પૂર્ણાનંદના નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનરૂપે છે. ચાહે બાળકનો દેહ હો, સ્ત્રીનો દેહ હો, પુરુષનો દેહ હો કે પાવૈયા–હીજડાનો દેહ હો; કીડીનો દેહ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હો, હાથીનો દેહ હો કે મોટા મત્સ્યનો હજાર યોજનનો દેહ હો; પણ અંદર તો આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપે વિરાજી રહ્યો છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના ભેદનું લક્ષ છોડીને પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કરતાં મોક્ષનો માર્ગ ઉત્પન્ન થાય છે. હવે આવી કલ્યાણની વાતને લોકો એકાન્ત કહે છે, શું થાય? પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે પુણ-પાપમાં વિશેષ (-ફેર) કાંઈ નથી છતાં વિશેષ (-ફેર) છે એમ જે માને તે મોહથી ઢંકાયેલો થકો ઘોર સંસારમાં રખડે છે. આવું સ્પષ્ટ હોવા છતાં એની ગાથા ૪૫ માં “પુછતા અરહંતા' એમ જે પાઠ છે એનો “પુણ્યના ફળ તરીકે અરિહંતપદ મળે છે' એવો અર્થ કરે છે. અરે ભગવાન! ગાથાનું મથાળું તો જુઓ! ત્યાં એમ કહ્યું છે કે અર્થવ સતિ તીર્થછતાં પુષ્પવિપાવોવિવિર –વધારયતિ' તીર્થકરને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એટલે કાંઈ કરતો નથી એમ નક્કી કરે છે. હવે આવે ચોકખો પાઠ છે. છતાં કોઈ પંડિતો પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એમ કહે છે! ભારે વિચિત્ર! આમાં તો પુણ્યના અતિશય મળે એની વાત છે; પણ આત્માને એ પુણ્ય કાંઈ કરતું નથી એમ કહે છે. અરિહંતપદમાં જે સમોસરણની રચના, દિવ્યધ્વનિ, વિહાર વગેરે ક્રિયા છે એ પુણ્યનું ફળ છે, અતિશય છે. એ બધી ઉદયની ક્રિયા છે તે મોહાદિથી રહિત હોવાથી તેને ક્ષાયિકી કહી છે. મતલબ કે ક્ષણેક્ષણે જે ઉદયભાવ છે તે ક્ષણેક્ષણે નાશ પામે છે કેમકે ત્યાં મોહભાવ છે નહિ. એટલે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે એ વાત ત્યાં કહી છે. તેમાં હવે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એવી વાતને કયાં અવકાશ છે ? (નથી). હવે કહે છે-“સચવજ્યાલિનિનજ્યમાંવમવનતિ મોક્ષચ હેતુ: ભવન સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી–પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું ‘નર્મ્સપ્રતિવદ્ધમ ઉદ્ધતસમ્’ નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું જ્ઞાનં સ્વયં ઘાવતિ' જ્ઞાન આપોઆપ દોડયું આવે છે. પુણ-પાપના ભાવ જે વિભાવ છે તે સર્વનો ત્યાગ થતાં સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે પરિણમવાથી, નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કટ રસ સંકળાયેલો છે તે જ્ઞાન આપોઆપ દોડયું આવે છે. જુઓ, પુણ્ય-પાપનો જે રસ છે એ દુ:ખરૂપ ઝેરનો રસ છે, અને એના ત્યાગથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે પરમ અતીન્દ્રિય આનંદનો અમૃતરસ છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિષ્કર્મ અવસ્થા છે તે ઉત્કટ અતીન્દ્રિય આનંદના અમૃતરસથી સંબંધિત છે; પણ કર્મની (વ્યવહારરત્નત્રયની) અવસ્થા એનાથી સંબંધિત નથી કેમકે કર્મનો જે રસ છે એ તો ઝેરનો આકુળતામય રસ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૯ પુણ્ય-પાપના ભાવ જે કર્મ અવસ્થા છે તેનો ત્યાગ થતાં મોક્ષમાર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે તે મોક્ષનું કારણ છે. એ નિષ્કર્મ અવસ્થા સાથે આત્માના અતીન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગટી છે, તેથી એ રાગને ગણકારતો નથી. જેમ કુટુંબમાં કોઈ છોકરો ઉદ્ધત હોય તો તે કોઈને-માતાને પિતાને કે મોટાભાઈને ગણતો નથી, તેમ આ આત્મા જેને સ્વભાવની પરિણતિ-શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા પ્રગટ થયાં છે તે રાગને અવગણીને અતીન્દ્રિય આનંદના ઉદ્ધત રસમાં લીનતરબોળ થાય છે, રાગને તે ગણકારતો નથી, તેનો આદર કરતો નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસના સ્વભાવથી છલોછલ ભરેલો છે. તેનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પરિણમન થાય તે તે ઉદ્ધત (ઉત્કટ) આનંદના રસથી સંકળાયેલું છે. અહા ! સમ્યગ્દર્શન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, સમ્યજ્ઞાન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે અને સમ્યક્રચારિત્ર અતિ અતિ આનંદના રસથી સંકળાયેલું છે. આવી વાત છે. અરે! લોકો ચારિત્રને દુ:ખરૂપ કહે છે! ચારિત્ર તો મીણનાં દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહે છે! પણ ભાઈ ! એમ નથી. ચારિત્ર તો સહજ સુખરૂપ છે, એ તો અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે. એ દુ:ખરૂપ કેમ હોય ? ચારિત્રને દુ:ખરૂપ માને એ તો મિથ્યાદષ્ટિ છે. છ૭ઢાલામાં કહ્યું છે ને કે આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લગૈ આપકો કષ્ટદાન.'' એટલે કે જેઓ મિથ્યાષ્ટિ છે. તેઓ એમ માને છે કે ચારિત્ર કષ્ટદાયી છે. અહીં તો કળશમાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારિત્ર આત્માના અતીન્દ્રિય આનંદના ઉદ્ધતરસથી સંકળાયેલું છે. ‘જ્ઞાનં સ્વયં ઘાવતિ' એમ કહ્યું છે ને? મતલબ કે નિર્મળ પરિણમન સ્વયં પ્રગટ થાય છે; એને વ્યવહારની કોઈ અપેક્ષા નથી. કષાયની મંદતારૂપ વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે એ તો ઉપચારથી વ્યવહારનયનું કથન કરેલું હોય છે. અહીં તો ચોખ્ખું આવ્યું છે કે-એવું જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે. પુણ્ય-પાપથી રહિત અંદરમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપ રમણતાની પરિણતિ આપોઆપ દોડી આવે છે. હવે આવી વાત વાંચે નહિ, વિચારે નહિ અને પોતાનો પક્ષ છોડ નહિ; પણ શું થાય? ભાગ્યશાળી હોય એના કાને આવી વાત પડે. જેને અંતરમાં બેસી જાય એની તો વાત જ શી ? અહીં એમ કહે છે કે-વ્રતાદિ શુભકર્મ દુઃખથી સંકળાયેલું છે અને પુણ્ય-પાપ રહિત આત્માના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણમન અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે, કેમકે ભગવાન આત્મા એકલા આનંદનું ઢીમ છે. પ્રવચનસારમાં શેય અધિકારમાં આવે છે કે દરેક દ્રવ્યની પર્યાય દોડતી એટલે એક પછી એક ક્રમસરથી દોડતી આવે છે. એમ અહીં કહે છે કે મોક્ષના કારણભૂત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એવું આનંદના ઉત્કટ રસથી સંકળાયેલું જ્ઞાન એટલે આત્માનું નિર્મળ પરિણમન આપોઆપ દોડતું આવે છે. જેણે, વર્તમાન પુણ્યના પરિણામ હોવા છતાં, પુણ્ય-પરિણામને ઓળંગીને જ્ઞાનની પર્યાયને દ્રવ્યમાં જોડી દીધી તેને તે પર્યાયમાં ઉત્કટ આનંદના રસનો સ્વાદ આવે છે, કેમકે મોક્ષમાર્ગની દશા સહજ આનંદના રસ સાથે સંકળાયેલી છે. લૌકિકમાં તો કહે છે કે-પોતે યુવાન હોય, ૨૫-૫૦ લાખની સંપત્તિ હોય અને રોજની મોટી આવક હોય, પત્ની પણ રૂપાળી જુવાન હોય એટલે મનમાન્યા વિષયભોગ ભોગવતો તે સુખી છે. હવે ધૂળેય સુખી નથી, સાંભળને. વિષયોમાં કયાં સુખ છે? સુખ તો આત્મામાં છે. વિષયભોગમાં પડીને એણે તો આત્માને-આનંદના નાથને દુઃખમાં રગદોળી નાખ્યો છે. ભગવાન! એક મોક્ષમાર્ગની દશા જ આનંદના રસથી પ્રતિબદ્ધ છે, શુભાશુભ કર્મ નહિ. સમજાણું કાંઈ... * કળશ ૧૦૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કર્મને દૂર કરીને. .” આ પુણ્ય-પાપ અધિકાર છે ને! દયા, દાન, વ્રત, તપ આદિના ભાવ પુણ્યકર્મ છે. તેને દૂર કરીને, “પોતાના સમ્યકત્વાદિ સ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.' જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વભાવી વસ્તુ છે, એની નિર્મળ પ્રતીતિ, એની સન્મુખનું જ્ઞાન, અને એમાં રમણતા-તે-રૂપે પરિણમવાથી, તે-રૂપ થવાથી પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપ જે મોક્ષ તેના કારણરૂપ થતું જ્ઞાન (–આત્મા) આપોઆપ પ્રગટ થાય છે. આત્મા પુણ્ય-પાપના ભાવથી રહિત થઈને, પોતાના સ્વભાવના લક્ષે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થવાથી તે-રૂપે આપોઆપ પ્રગટ થાય છે. મતલબ કે તે-રૂપ પરિણમતાં એને કાંઈ પરની-નિમિત્તની કે વ્યવહારરત્નત્રયની અપેક્ષા નથી. હવે કહે છે ત્યાં પછી તેને કોણ રોકી શકે?” જ્યાં રોકાઈ રહ્યો હતો તે પુણ્ય-પાપના ભાવને જ્યાં છોડી દીધા ત્યાં મોક્ષના કારણરૂપ જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. આપોઆપ એટલે વ્યવહારરત્નત્રયની અપેક્ષા વિના પ્રગટ થાય છે. જ્યાં કોઈની અન્યની અપેક્ષા નથી ત્યાં એને કોણ રોકી શકે ? શુભાશુભ ભાવ જેણે દષ્ટિમાંથી છોડી દીધા અર્થાત્ શુભાશુભભાવનું જેણે લક્ષ છોડી દીધું અને એક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ સ્થાપીને તેનો આશ્રય કર્યો તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણમન આપોઆપ થયું કે જે મોક્ષનું કારણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૯૧ છે. અહીં કહે છે કે એને (જ્ઞાનને) પ્રગટતું કોણ રોકી શકે ? જ્યાં કોઈની-વ્યવહારની અપેક્ષા નથી ત્યાં કોણ રોકી શકે ? કેટલાક લોકો કહે છે કે શું આવો ધર્મ હોય? એમ કે વ્રત કરવાં, તપ કરવાં, દયા કરવી. સમ્મદશિખરની જાત્રા કરવી ઇત્યાદિ બધું કહો તો એમાં તો સમજણ પડે, પણ આ તે કેવો ધર્મ ? તેને કહે છે કે ભાઈ ! જેને તું ધર્મ માને છે એ તો બધો રાગ છે. કર્મ છે. એ કદીય ધર્મ થાય નહિ. ધર્મ તો સ્વભાવના આશ્રયે જ થાય. સ્વભાવનો આશ્રય કરવાથી ધર્મ આપોઆપ પ્રગટ થાય છે. એટલે એ રાડો પાડે છે કે-એકાન્ત છે, એકાન્ત છે. વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એવો એને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે ને? એટલે એકાન્ત છે, એકાંત છે એમ રાડો પાડે છે. પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે. સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના – રાગના આશ્રયે ધર્મ ન થાય એમ સાચો અનેકાન્ત છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો તો એકકોર રહ્યાં. એ તો એના (આત્માના) દ્રવ્યગુણ કે પર્યાયમાં એક સમયમાત્ર પણ નથી. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભભાવનું એની પર્યાયમાં એક સમય માટે અસ્તિત્વ છે. અહીં કહે છે-એ શુભભાવનું લક્ષ છોડી દઈને અંદર શાયકસ્વભાવી આત્મામાં એકાગ્ર થવાથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રનું સહજ પરિણમન થાય તે ધર્મ છે, મોક્ષનું કારણ છે. આ સમ્યક એકાન્ત છે. અને બીજા જે વ્રત, તપ આદિ શુભરાગ કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થાય એમ કહે છે તે મિથ્યા એકાન્ત છે. પ્રશ્ન:- કોઈ એમ માને કે એનાથી (વ્રતાદિના શુભભાવથી) ન થાય પણ એના (વ્રતાદિના શુભભાવ) વિના પણ ન થાય-એમ તો અનેકાન્ત છે ને? ઉત્તર- ના; એ મિથ્યા અનેકાન્ત છે. એના વગર જ થાય; એનો અભાવ કર્યો તો એના વગર જ થયું ને? “કર્મને દૂર કરીને શબ્દ તો એમ છે. એનો અર્થ શું? કે રાગભાવને દૂર કરીને, સ્વભાવની સમીપમાં આવ્યો એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થયું. હવે એ નિર્મળ પરિણમન એના (શુભરાગના) વિના થયું છે. ભાઈ ! સમ્યગ્દર્શનનો આશ્રય ત્રિકાળી દ્રવ્યસ્વભાવ છે, રાગાદિ નહિ. રાગાદિના આશ્રયે પરિણમે ત્યાં સુધી સમકિત થતું જ નથી. સમ્યકત્વાદિના નિર્મળ પરિણામ વ્યવહારના રાગથી તદ્દન નિરપેક્ષ છે, એટલે કે એ વ્યવહારનારાગના લક્ષે થતું જ નથી. આવી વાત છે; પણ અત્યારે પરંપરા બધી તૂટી ગઈ એટલે આ એકાન્ત લાગે છે. પણ માર્ગ તો આ છે, બાપુ! એની સમ્યક શ્રદ્ધાના પક્ષમાં આવવું પડશે. પહેલાં શ્રદ્ધાનો દોર સમજણમાં તો બાંધ કે રાગથી–પરદિશા તરફના વલણથી સ્વદિશા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તરફનું વલણ ન થાય. ઉગમણા જવું હોય તો શું આથમણે ચાલવાથી જવાય? (ન જવાય). તેમ શું ઊંધી શ્રદ્ધાથી મોક્ષમાં જવાય? ( ન જવાય ). એ વડ તો ચારગતિનું પરિભ્રમણ જ થાય. અરે ! ચોરાસીના અવતારોમાં જન્મ-મરણ કરી-કરીને જીવ દુ:ખી દુ:ખી થયો છે, કેમકે એને ભગવાન આત્માના નિરાકુલ આનંદના સ્વાદની ખબર નથી. કળશમાં આ ‘નર્મ્સપ્રતિષદ્ધdદ્ધતરH' જેનો અર્થ કર્યો કે-રાગરહિત જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિષ્કર્મ અવસ્થા તે ઉદ્ધત આનંદના રસથી સંબંધિત છે, સંકળાયેલી છે. ભાઈ ! જેને અનાકુળ મોક્ષનું કારણ પ્રગટ કરવું હોય, ધર્મ પ્રગટ કરવો હોય તેણે પુણ્ય-પાપના પરિણામોનેઆકુળતામય રાગને દષ્ટિમાંથી છોડી દઈને અંતરમાં આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જે વિરાજે છે તેનો આશ્રય કરવો પડશે. ભાઈ ! વ્યવહારરત્નત્રયના જે પરિણામ છે તે આકુળતામય રાગના પરિણામ છે, એ જેનાથી આનંદરસ સંકળાયેલો છે એવું મોક્ષનું કારણ નથી. હવે એ બહારના ધંધામાંથી નવરો ન થાય, આખો દિવસ ધન-સંપત્તિ, બાયડી-છોકરાં અને વિષય-ભોગોમાં ગૂંચાયેલો રહે ત્યાં એને આવી વાત વિચારવાની ફુરસદ કયાં મળે? વળી અજ્ઞાનથી એમ માને કે આ વડે અમે સુખ છીએ તે એકલા પાપના પ્રપંચમાં સંડોવાયેલો રહીને આત્માને દુઃખના દાવાનળમાં જ ધકેલી દે છે. કદાચિત્ દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા થાય તો તે પાપથી ખસીને પુણ્યભાવમાં આવે છે, પણ એ પુણ્યભાવ પણ રાગ-વિકાર છે, બંધન છે એમ નહિ જાણવાથી તે કેવળ વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્યકર્મમાં જ રોકાયેલો રહે છે. એ પણ મિથ્યાદષ્ટિ જ છે. અહાહા..! જે પુણ્યના ફળરૂપ ધૂળમાં (લક્ષ્મી આદિમાં) રોકાયેલો રહે છે એ તો ભ્રમણામાં છે પણ જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવમાં રોકાયેલો રહે છે એ પણ મિથ્યાત્વભાવમાં જ રોકાયેલો છે. આવી વાત છે. અહીં કહે છે-પુણ્ય-પાપરૂપ સમસ્ત કર્મની દૃષ્ટિ છોડીને જે સ્વના આશ્રમમાં રોકાઈને પરિણમ્યો તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિરાકુળ આનંદના ભાવે પરિણમતો કોણ રોકી શકે ? પહેલાં તો પુણ્યના પ્રેમમાં રોકાયો હતો, અર્થાત્ પુણ્યની ચિએ તેને રોકી રાખ્યો હતો, પણ હવે જ્યાં પુણ્યભાવની રુચિ-દષ્ટિ છૂટી ગઈ ત્યાં સ્વાધીન સુખના સ્વભાવભાવે પરિણમતો એને કોણ રોકી શકે? જેમ દરેક પદાર્થ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયની સત્તામાં છે, તેમ આ આત્મા પણ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયની સત્તામાં છે. આ અબાધિત મર્યાદા છે. આ શરીર, મન, વાણી, સ્ત્રી-કુટુંબ, પૈસો-ટકો-એ બધી તો બહારની ચીજ છે. એ આત્માની પર્યાયમાં નથી. એની સાથે આત્માને સંબંધ શું? (કાંઈ નથી). પણ શરીર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૯૩ મારું, સ્ત્રી-કુટુંબ મારાં, પૈસો મારો–એવી જે મમતા છે તે એની એક સમયની પર્યાયમાં છે, પણ એ ચીજ કયાં એની પર્યાયમાં છે? કાંઈ વિચાર નહિ અને એમને એમ આંધળે બહેરું કૂટે રાખે છે. અહીં કહે છે એ બધાં મારાં છે એવી જે મમતા છે તે મિથ્યાત્વભાવ છે અને તે સમકિતને રોકી રાખે છે. તથા પર્યાયમાં જે વ્રતાદિના શુભભાવ થાય છે તે બંધરૂપ છે તોપણ તે ભલા છે એમ જે તુ માને છે તે પણ મિથ્યાત્વભાવ છે અને તે સમકિતને પ્રગટ થવા દેતો નથી. પરંતુ જેણે પુણ્ય-પાપની ભાવના છોડીને સ્વરૂપને આશ્રય કર્યો છે, સ્વરૂપમાં પરિણામ જોયાં છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આનંદનું પરિણમન થાય છે અને તેને તેમ પરિણમતાં કોણ રોકી શકે ? ગજબ વાત છે. ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવની રુચિમાં જે અટક્યો છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીએ સ્તવનમાં કહ્યું છે કે-“ષ અરોચક ભાવ.” આત્માની અરુચિ અને પરની રુચિ એ વૈષ છે, ક્રોધ છે. સ્વભાવથી જે વિરુદ્ધભાવ છે તેનો પ્રેમ એ ક્રોધ છે. માટે સદાય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવે રહેલું જે જ્ઞાયકતત્ત્વ તેને પામવા માટે પુણ્યભાવની રુચિ છોડવી પડશે. એ સિવાય આત્માની રુચિ જાગ્રત નહિ થાય. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ ફરમાવે છે કે પુણ્યની રુચિ છોડીને ભગવાન જ્ઞાયકદેવ જ્યાં અંદર વિરાજે છે ત્યાં તું જા, ત્યાં તને નિરાકુલ આનંદ થશે. જેને હજુ પુણ્યના ઠેકાણાં નથી અને નિરંકુશ પાપ-પ્રવૃત્તિમાં પડેલો છે તેની તો શું વાત કરવી? એ તો ભવસમુદ્રમાં બૂડલો છે જ. અહીં તો જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિ પુણ્યભાવમાં આવેલો છે તેને કહે છે કે-ભાઇ! જો તારે જન્મ-મરણથી, ભવભ્રમણના ૮૪ના અવતારના દુઃખથી છૂટવું હોય તો પુણ્યભાવની રુચિ છોડી દે અને અંદર જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકસ્વરૂપે વિરાજમાન છે તેમાં દષ્ટિ કર, તેમાં રમણતા-લીનતા કર; તેથી તને પરમ આનંદની પ્રાપ્તિ થશે. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. ૭૦૦ વર્ષનું એનું આયુષ્ય હતું. એને ૯૬OO૦ રાણીઓ, ૯૬ કરોડ ગામ અને ૯૬ ક્રોડનું પાયદળ હતું. એના વૈભવની શી વાત? સોળ હજાર દેવો તો એની સેવામાં રહેતા. એની પટરાણીની એક હજાર દેવી સેવા કરતા. તે હીરા-મણીરત્નના ઢોલિયામાં તો શયન કરતો. આ બ્રહ્મદત્ત ચક્રવર્તી મરતી વખતે કુમતિ.કુમતિ કરતાં કરતાં સાતમી નરક ગયો. મમતાની તીવ્રતાની તીખાશના ફળમાં તે એક શ્વાસોચ્છવાસની સામે ૧૧ લાખ છપ્પન હજાર પલ્યોપમના દુઃખમાં સાતમી નરકે પોઢયો. એને ૮૫ હજાર વર્ષ થયાં, હુજુ તો અસંખ્ય અબજ વર્ષનો નરકવાસ રહેશે. અહાહા....! ચક્રવર્તી જેને પાણી માગે ત્યાં મોસંબીનાં પાણી મળે, ભોજન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ ] || પ્રવચન રત્નાકર ભાગ-૬ માગે ત્યાં મહેસૂબના રસદાર કટકા મળે, જેને ખમ્મા, અન્નદાતા શું જોઈએ એમ પૂછનારા સેવકો સદા તત્પર હોય અને જે મણિરત્નના ઢોલિયામાં મખમલની ગાદીઓમાં હંમેશાં સૂતો હોય એવા ચક્રવર્તીની આ દશા ! એવા પરિણામનું એવું જ ફળ હોય છે. તું આડું-અવળું કરવા જઈશ તો તેમ નહિ થાય. એક પ્રશ્ન કર્યો હતો સાત વર્ષના છોકરાએ (સં. ૧૯૯૪ માં) કે મહારાજ ! ભરત ચક્રવર્તી જેને ૯૬000 રાણીઓ હતી અને જે મણિરત્નના ઢોલિયામાં મખમલનાં ત્રણ ત્રણ ગાદલામાં સૂતા તે ધર્મી અને અમે સાદાઈથી રહીએ તોપણ ધર્મી નહિ–એ કેવી વાત? ત્યારે કહ્યું કે બાપુ! એને રાણીઓ હતી અને મખમલના ગાદલામાં એ સૂતા હતા પણ એ રાણીઓમાં અને ગાદલામાં કયાં હતા? જે રાગ થાય એમાં એ નહોતા, એ તો રાગને જાણતા થકા જ્ઞાતાના જ્ઞાનમાં હતા. ધર્મી તો રાગમાં હતા જ નહિ અને રાણીઓમાં અને ગાદલાંમાં પણ કયારેય નહિ. સમજાણું કાંઈ ? જ્યારે અજ્ઞાનની દશાવાળા રતનના ઢોલિયામાં સૂતા હોય ત્યાં એની દૃષ્ટિમાં ફેર છે. તે વડે અમે સુખી છીએ, અમને આ સુખનાં સાધન છે, અને અમે તે ભોગવીએ છીએ એવી તેની અજ્ઞાનમય મિથ્યા માન્યતા હોય છે. અને સાદાઈથી રહે ત્યાં અમે સાદાઈથી રહીએ છીએ એવી પદ્રવ્યના લક્ષે થતા પરિણામમાં આત્મબુદ્ધિ હોય તો તે પણ અજ્ઞાનમય મિથ્યા દશા છે. સમજાણું કાંઈ...? અહા! જે પાપમાં તલ્લીનપણે રોકાયા છે એમની તો અહીં વાત નથી; કેમકે એમને તો ઉપદેશ શું કામ કરે? અહીં તો જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવમાં રોકાયા છે તેને કહે છે-ભગવાન! જો તારે ધર્મ કરવો હોય તો પુણ્યની રુચિ છોડવી પડશે અને ભગવાન આનંદના નાથના પ્રેમમાં તારે આવવું પડશે. જ્યાં પુણ્યભાવનો પ્રેમ દૂર થયો ત્યાં ભગવાન આત્મા જે દૂર હતો તે સમીપ થયો, અને ત્યારે મોક્ષનું કારણ ખરેખર પ્રગટયું. અહીં કહે છે જેને મોક્ષનું કારણ પ્રગટયું તેને મોક્ષ સુધી પહોંચતાં કોણ રોકી શકે? એને તો જ્ઞાન આપોઆપ દોડતું આવે છે, અર્થાત્ તે પૂર્ણ વીતરાગપદને અવશ્ય પ્રાપ્ત કરશે. કોઈને થાય કે આવી વ્યાખ્યા અને આવો ધર્મ? પાંચ-દસ લાખનું દેરાસર બનાવીએ ને ધર્મ થાય એમ તો સાંભળ્યું છે. તેને કહીએ છીએ ભાઈ ! એમાં ધૂળેય ધર્મ નહિ થાય. અંદર ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શાશ્વત સ્વરૂપે રહેલો છે એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા કરે તો જ ધર્મ થાય, અને તો જ મોક્ષ પામે. આ એક જ માર્ગ છે. “હવે અહીં આશંકા ઉપજે છે કે-' આશંકા એટલે શંકા નહિ. શંકા એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૯૫ તો તમે કહો છો તે સત્ય ન હોય-એવો ભાવ; અને આશંકાનો અર્થ તો તમે કહો છો એ સમજાયું નથી એવો ભાવ છે. શંકા અને આશંકા વચ્ચે આવો ફેર છે. અહીં શિષ્ય આશંકા ઉપજાવીને સમજવા માગે છે કે-‘અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે?' એમ કે એને રાગ થાય છે, દ્વેષ થાય છે અને વિષય-કષાયના ભાવ પણ થાય છે. આવા શુભાશુભ ભાવ તો એને હોય છે; તો કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન (–આત્મા ) મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બન્ને સાથે કેમ રહી શકે? કર્મ એટલે શુભાશુભ રાગની પરિણતિ અને જ્ઞાનની પરિણતિ બન્ને સાથે કેમ રહી શકે? પાંચમે અને છઠ્ઠ ગુણસ્થાને વિકાર હોય અને ધર્મ (નિર્વિકાર પરિણામ) પણ હોય-એ બન્નેય સાથે કેમ હોઈ શકે? આ આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ * કળશ ૧૧૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘યાવત્' * જ્યાં સુધી ‘ જ્ઞાનસ્ય ર્મવિરતિ:' જ્ઞાનની કર્મવિરતિ ‘ સા સમ્યક્ પાન્ ન ઐત્તિ' બરાબર પરિપૂર્ણતા પામતી નથી...એટલે શું કહે છે? કે ધર્મીને પણ જ્યાં સુધી પુણ્યપાપના ભાવની–રાગના ભાવની નિવૃત્તિ બરાબર પરિપૂર્ણતાને પામતી નથી અર્થાત્ પરિપૂર્ણ વીતરાગતા થતી નથી-‘તાવત્’ ત્યાં સુધી ‘ ર્મજ્ઞાનસમુળ્વય: અપિ વિહિત: ન હાષિત્ ક્ષતિ: ’ કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. અત્ર પિ' અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં ‘ અવશત: યત્ ર્મ સમુન્નસતિ' અવશપણે (–જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે ‘તત્ વન્ધાય ' તે તો બંધનું કારણ થાય છે. ધર્મીને રાગની જરા પણ રુચિ નથી, છતાં તેને શુભાશુભ રાગ થાય છે. જે પુણ્યપાપના ભાવ એને થાય છે તે બંધનું કારણ થાય છે એમ કહે છે. તો જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે ને ? હા, પણ કઈ અપેક્ષાએ ? એ તો સમકિતીને જેને ભગવાન પૂર્ણાનંદનો નાથ અનુભવમાં આવ્યો છે તેને દૃષ્ટિનું જોર છે. તો તે કાળમાં એને જે ભોગનો ભાવ આવ્યો તે, એને ભોગની રુચિ નહિ હોવાથી નિર્જરી જાય છે, ખરી જાય છે એ અપેક્ષાએ જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. (ત્યાં એના એ ભોગનો મહિમા નથી પણ દૃષ્ટિનો એ મહિમા છે એમ વાત છે.) અહીં એમ વાત છે કે ધર્મીને જે શુભ કે અશુભ પરિણામ થાય છે એ તો બંધનું કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ ] ચન રત્નાકર ભાગ-૬ અને “મોક્ષાય' મોક્ષનું કારણ તો ‘વ પરમ જ્ઞાને સ્થિતમ' જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. અહાહા...! જુઓ, ધર્મીને જેટલું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવનું-આનંદનું પરિણમન છે એટલું મોક્ષનું કારણ છે. જેટલા શુભાશુભ ભાવ છે એ બંધનું કારણ છે અને નિર્મળ રત્નત્રયનું જે પરિણમન છે તે મોક્ષનો હેતુ છે. ધર્મીને પણ અવશપણે એટલે રુચિ નથી છતાં નબળાઈને કારણે પુણ્ય-પાપના ભાવ થાય છે. એને પુણ્ય-પાપની હોંશ નથી, પણ જબરદસ્તીથી એટલે અસ્થિરતાને કારણે તેને પુણ્ય-પાપના ભાવ થાય છે તે બંધનું કારણ થાય છે. અને મોક્ષનું કારણ તો જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. “વમેવ’નો અર્થ કળશટીકામાં નિષ્કર્મ કર્યો છે. એટલે કે કર્મથી નિરપેક્ષપણે, પુણ્ય-પરિણામની અપેક્ષા વિના જે શુદ્ધ ચૈતન્યસ્વભાવનાં દષ્ટિજ્ઞાન અને રમણતા પ્રગટ થાય તે એક જ મોક્ષનું કારણ છે, અને પુણ્ય-પાપના ભાવ જે થાય છે એ તો બંધનું કારણ છે. પૂર્ણ બંધરહિત તો પોતે ભગવાન થાય ત્યારે થાય. ભગવાન કેવળી સંપૂર્ણ અબંધ છે, મિથ્યાષ્ટિને સંપૂર્ણ બંધ છે અને મોક્ષમાર્ગી સમકિતી સાધક જીવને કાંઈક અબંધ અને કાંઈક બંધ છે. સમકિતી ધર્મીને કાંઈક બંધનો અભાવ અને કાંઈક બંધનો સદ્દભાવ બન્ને એક સાથે હોય છે. દ્રવ્યસ્વભાવને સ્પર્શીને સાધકને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પ્રગટ થાય એ જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે, અને જેટલો શુભાશુભભાવે પરિણમે એટલું બંધનું કારણ છે. “સ્વત: વિમુવતમ્' જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે. તેથી જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી સાધકને રાગરહિત દશા અને કાંઈક રાગસહિત દશા એમ બન્ને એકસાથે હોય છે. એમ બંને સાથે રહેવાનો વિરોધ નથી. મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શનને સાથે રહેવામાં વિરોધ છે. જ્યાં મિથ્યાદર્શન હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય અને સમકિત હોય તો મિથ્યાદર્શન ન હોય. પણ કાંઈક રાગ અને કાંઈક વીતરાગતાને સાથે રહેવામાં વિરોધ નથી. પણ ત્યાં જે આત્મદર્શન-જ્ઞાન અને રમણતારૂપ વીતરાગતા છે તે મોક્ષનું કારણ થાય છે અને જેટલો પુણ્ય-પાપરૂપ રાગ છે તે એકાન્ત બંધનું કારણ છે. જેટલું જ્ઞાન છે તે એકાન્ત મોક્ષનું કારણ છે અને જેટલો રાગ છે તે એકાન્ત બંધનું કારણ છે. આવો માર્ગ છે. ઓલું તો સહેલું સટ કે-“ઇચ્છામિ ભંતે.........તચ્ચ મિચ્છામિ દુક્કડું' એમ પાઠ થઈ ગયો અને થઈ ગયાં પ્રતિક્રમણ અને સામાયિક, પણ એમાં તો ધૂળેય સામાયિક નથી, સાંભળને. સામાયિક તો એને કહીએ જેમાં આત્મામાં સમભાવ પ્રગટ થઈને અતીન્દ્રિય આનંદ પ્રગટયો હોય. એ સામાયિક મોક્ષનું કારણ છે અને જેટલો રાગ વર્તે છે એટલું બંધનું કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૯૭ અહીં કહે છે-જેને આત્મજ્ઞાન થયું છે તેને રાગમાંથી પ્રેમ ઊઠી ગયો છે, અને ભગવાન આત્માની રુચિ જાગી છે. પરંતુ હજુ એને અપૂર્ણતા-અસ્થિરતા છે, રાગની પૂર્ણ નિવૃત્તિ નથી. વીતરાગ ભગવાનને રાગની પૂર્ણ નિવૃત્તિ થઈ છે, મિથ્યાષ્ટિને ભગવાન આત્માની પૂર્ણ નિવૃત્તિ છે અને સાધકને કાંઈક રાગથી નિવૃત્તિ છે અને કાંઈક રાગમાં પ્રવૃત્તિ છે. જેટલી રાગથી નિવૃત્તિ છે તે મોક્ષનું કારણ છે અને જેટલી રાગમાં પ્રવૃત્તિ છે તેટલું બંધનું કારણ છે. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા, હજારો રાણીઓ હતી, હજારો રાજા એમની સેવા કરતા. એમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું, પણ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું-એટલે હાલ નરકમાં છે. ત્યાંથી નીકળીને ભગવાન મહાવીરની જેમ તીર્થંકર થવાના છે. અત્યારે પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષની સ્થિતિએ છે. શ્રેણીક પહેલાં બૌદ્ધધર્મી હતા, જૈનના દ્રષી મિથ્યાષ્ટિ હતા. તેમની રાણી ચલણી સમકિતી જૈન ધર્મી હતી. એક વખતે શ્રેણીક રાજાએ જૈન મુનિની ડોકમાં મરેલો સાપ નાખ્યો. ઘેર આવીને મહારાણી ચેલણાને વાત કરી તો તે ખૂબ ખેદ પામી. ત્યારે રાજાએ કહ્યું, મુનિરાજે તો સાપ ક્યારનોય કાઢી નાખ્યો હશે. તો ચલણાએ કહ્યું-મહારાજ! એ તો મુનિને ઉપસર્ગ થયો, જૈન મુનિ તો ઉપસર્ગના સમયે ધ્યાનસ્થ રહે પણ ઉપસર્ગ દૂર કરવાની ચેષ્ટા ન કરે. બીજે દિવસે ખાત્રી કરવા બંને મુનિ પાસે ગયાં તો જોયું કે ગળામાં સર્ષ એમ જ હતો અને એના ઉપર કરોડો કીડીઓ ચઢી હતી. મુનિને શરીરનું લક્ષ જ ન હતું, એ તો આત્મધ્યાનમાં લીન હતા. શ્રેણીક રાજા તો જોઈને આભો જ બની ગયો અને વિચારવા લાગ્યો કે-આવો જૈન ધર્મ અને આવા મુનિ! ધન્ય મુનિદશા ! બન્નેએ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. ત્યાર પછી મુનિરાજના ધર્મોપદેશને પ્રાપ્ત થઈ શ્રેણીક સમકિત પામ્યા. મુનિની વિરાધનાથી જે સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બંધાયું હતું તે સ્થિતિ તોડી નાખી અને પહેલી નરકની ૮૪ હજાર વર્ષની સ્થિતિ બંધાઈ ગઈ. ગતિ તો રહી પણ આયુની સ્થિતિ ઘટી ગઈ. હાલ શ્રેણીકનો જીવ નરકમાં છે. અઢી હજાર વર્ષ ગયાં છે અને ૮૧૧ હજાર વર્ષ બાકી છે. ત્યાર પછી માતાના ગર્ભમાં આવશે તે અગાઉ ઇન્દ્રો સ્વર્ગથી આવીને એમની માતાની સેવા કરશે. સમકિત થયા પછી શ્રેણીને ભગવાનની સભામાં જઈ દિવ્ય દેશના સાંભળી અને ત્યાં ક્ષાયિક સમકિત પામીને તીર્થકર ગોત્ર બાંધ્યું. આ શ્રેણીક રાજાને હજારો રાણીઓ હતી, હજારો રાજાઓ સેવા કરતા હતા, હીરાજડિત સિંહાસન પર બિરાજતા, ઇત્યાદિ પ્રકારે રાગ તો હતો પણ અંદર સાથે સમકિત પણ હતું. હું તો પૂર્ણાનંદનો નાથ છું, રાગ છે તે ચીજ મારી નથી, પર્યાયમાં અપૂર્ણતા છે એ પણ હું નથી એવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નિર્મળ શ્રદ્ધાન અને અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મપ્રતીતિ અને જ્ઞાન હતાં. અહીં એ સમતિ અને આનંદ જે હતાં એ તો મોક્ષનું કારણ કહ્યું અને જે અવશેષ રાગ હતો એને બંધનું કારણ કહ્યું. આ રીતે જ્ઞાનીને એકસાથે કર્મધારા અને જ્ઞાનધારા બન્ને હોય છે, કેવળીને એકલી જ્ઞાનધારા છે અને અજ્ઞાનીને એકલી કર્મધારા હોય છે. આશય એમ છે કે-જ્ઞાનીને જેટલી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ થાય તે એકાન્ત મોક્ષનું જ કારણ છે, બંધનું નહિ અને તેને જેટલો શુભાશુભ રાગ છે તે એકાન્ત બંધનું જ કારણ છે અને બીલકુલ મોક્ષનું નહિ. * કળશ ૧૧૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા.” શું કહ્યું? કે સમ્યગ્દષ્ટિને આત્માનું દર્શન થયું, ભાન (-જ્ઞાન) થયું અને અંશે શુદ્ધનું પરિણમન પણ થયું પણ પરિપૂર્ણ શુદ્ધનું પરિણમન-યથાખ્યાતચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા રહે છે; એક શુભાશુભ કર્મધારા એટલે રાગધારા અને બીજી જ્ઞાનધારા. અહીં રાગધારામાં એકલી શુભ લીધી નથી પણ શુભ અને અશુભ બેય હોય છે અને જ્ઞાનધારા, રાગથી ભિન્ન એવી આત્મજ્ઞાનની ધારા પણ વહે છે. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.' શુદ્ધ ચૈતન્યસ્વભાવના અવલંબનથી પ્રગટેલી સમ્યગ્દર્શનની જ્ઞાનધારા અને પરના અવલંબનથી પ્રગટેલી શુભાશુભ ભાવની રાગધારા-એ બેય એક સમયે રહેવામાં વિરોધ નથી. જેમ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનને સાથે રહેવામાં પરસ્પર વિરોધ છે એમ અહીં નથી. જેમ મિથ્યાજ્ઞાન હોય ત્યાં સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાન હોય ત્યાં મિથ્યાજ્ઞાન ન હોય એવું અહીં નથી. અહીં તો કર્મસામાન્ય એટલે પુણ્ય-પાપના ભાવ અને જ્ઞાનને સાથે રહેવામાં વિરોધ નથી એમ કહે છે. સમકિતીને ચોથે ગુણસ્થાને લડાઈના ભાવ પણ હોય છે અને પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. એ અશુભ રાગની ધારા છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન અને અંશે સ્થિરતા છે તે જ્ઞાનધારા છે. રાગની અશાંતિની ધારા છે અને સમ્યગ્દર્શન-જ્ઞાનની શાંતિની ધારા છે. હવે તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે.' આવી સ્થિતિમાં કર્મ એટલે પુણ્ય-પાપના ભાવ બંધનું કાર્ય કરે છે અને સ્વભાવના અવલંબને પ્રગટેલાં જે દર્શન-જ્ઞાન તે શુદ્ધતા અને શુદ્ધતાની વૃદ્ધિનું અર્થાત્ સંવર-નિર્જરાનું કામ કરે છે. સાધકને એક સમયે બેય હોય છે અને બેયનું કામ ભિન્ન-ભિન્ન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] | [ ૧૯૯ વીતરાગને કર્મધારા હોતી નથી, એકલી જ્ઞાનધારા છે; મિથ્યાષ્ટિને જ્ઞાનધારા હોતી નથી, એકલી કર્મધારા હોય છે. અહા ! જેને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ચૈતન્યપ્રકાશ પર્યાયમાં પ્રગટયો નથી એવા મિથ્યાત્વી જીવને એકલી કર્મધારા-રાગધારા વર્તે છે. તેને કેવળ બંધ જ છે. અહીં સાધકને બેય ધારા સાથે હોય છે એની વાત છે. સાધકને-જ્ઞાનીને જે શુભઅશુભ ભાવ આવે છે તે બંધનું કારણ બને છે. એને જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ વર્તે છે તે બંધનું કારણ બને છે. મોક્ષનું નહિ. જે બંધનું કારણ છે અને જે ય છે તે મોક્ષનું સાધન કેમ હોય? (ન હોય). પ્રશ્ન:- પંચાસ્તિકાયમાં એને સાધન કહ્યું છે ને? ઉત્તર- એ તો ધર્મીને એવા શુભભાવ નિશ્ચયધર્મની સાથે સહવર્તી હોય છે એનું જ્ઞાન કરાવવા અને ઉપચારથી સાધન કહ્યું છે. ખરેખર એ સાધન નથી. નિશ્ચયથી જેને સ્વરૂપની દષ્ટિ અને અનુભવ થયાં છે એવા જીવને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે. એ રાગને વ્યવહારથી વ્યવહાર સમકિત કહ્યું છે પણ તેથી કાંઈ એ સમકિત નથી. એ તો રાગ જ છે અને બંધનું જ કારણ છે. ભાઈ ! જેટલું સ્વાવલંબન પ્રગટયું છે એટલો સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે અને જેટલો પરાવલંબી ભાવ છે તે ચાહે તો ભગવાનની ભક્તિરૂપે હો, કે વ્રતતપરૂપે હો, એ પરાવલંબી ભાવ બંધનું જ કારણ છે, મોક્ષનું સાધન નથી. એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે. નિશ્ચય અને વ્યવહારનું બધે આ પ્રમાણે લક્ષણ સમજવું. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિત પ્રવર ટોડરમલજીએ આનો સરસ ખુલાસો કર્યો છે. (પાનું ૨૫૩૨૫૫-૨૫૬). શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં કહ્યું છે કે –“એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” પરમાર્થનો પંથ એક જ હોય. પોતાની શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ તેનું અવલંબન-આશ્રય લેવાથી જે દશા પ્રગટ થાય તે એક જ મોક્ષનો માર્ગ છે. બે મોક્ષમાર્ગ છે જ નહિ. એનું તો નિરૂપણ હોય છે, પણ એમાં એક તો યથાર્થનું નિરૂપણ છે અને બીજું આરોપિત કથન છે. બે મોક્ષમાર્ગ માનવા એ તો ભ્રમ છે. ત્યારે કોઈ પંડિત વળી અત્યારે એમ કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમ છે. અરે ભગવાન! તું આ શું કહે છે? તારા હિતની વાત તો અહીં આ કહી છે કે “જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રત-નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં કર્મબંધનું કારણ છે.” સમકિતીને પાંચમે ગુણસ્થાને તીર્થકર જેવાને પણ અશુભભાવ હોય છે. ઉત્તર પુરાણમાં પાઠ છે કે-કોઈ તીર્થકર ચક્રવર્તી કે કામદેવ હોય તે આઠમા વર્ષે પંચમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ગુણસ્થાન ધારણ કરે છતાં ૯૬ હજાર રાણીઓના ભોગમાં હોય. આવી જે રાગની ધારા સમકિતીને હોય છે તે બંધનું કામ કરે છે. અને જોડે જાણનાર જ્ઞાયક જે જાગ્યો છે તે એ રાગનો જાણનાર જ્ઞાતાપણાનું જ કાર્ય કરે છે. એ જાણવા-દેખવાનું જ્ઞાતાપણે જે પર્યાય કામ કરે છે તે સંવર-નિર્જરારૂપ છે. જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલી સંવર-નિર્જરા છે અને વચ્ચે જેટલા અંશે રાગધારા રહે એ વડે કર્મબંધ જ થાય છે, એના વડે જરાય સંવર-નિર્જરા નથી. અહીં તો કહ્યું ને કે-વિષયકષાયના વિકલ્પો, વ્રત-નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે. આ જ વાત કળશ ટીકાકારે કળશ ૧૧૦ માં આ પ્રમાણે કહી છે અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે. તે બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું શુભક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્શલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી એવો બધ છે. શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો? તે જ કાળે શુદ્ધ સ્વરૂપ-અનુભવ-જ્ઞાન પણ છે, તે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે.'' વળી ત્યાં આગળ કહ્યું છે કે “એક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે-વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવા લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી.' ' આ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવરનિર્જરાનું કારણ છે, એમાં જરાય બંધનું કારણ નથી અને બર્વિમુખપણે પ્રવર્તતી જેટલી શુભાશુભ રાગધારા છે તેટલું બંધનું જ કારણ છે, અંશ પણ સંવર-નિર્જરાનું કારણ નથી. ભાવલિંગી મુનિવરને જે પંચમહાવ્રતના પરિણામ છે એ બંધનું કારણ છે. એક શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. કથંચિત્ જ્ઞાનધારા અને કથંચિત્ રાગધારા મોક્ષનું કારણ છે એવું સ્વરૂપ નથી. લોકોને શુભભાવ કોઠે પડી ગયો છે અને શુભભાવમાંથી નીકળવું ગોઠતું નથી તેથી સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates શુભભાવથી લાભ થાય એમ કોઈ કહે તો રાજી રાજી થઈ જાય છે, પણ ભાઈ! તારી એ માન્યતા મોટું મિથ્યાત્વનું શલ્ય છે. સમયસાર નાટકમાં પણ મુનિરાજને જે પંચમહાવ્રતના પરિણામ હોય છે તે પ્રમાદના પરિણામ છે અને તે જગપંથ છે, સંસારનો પંથ છે, બંધનો માર્ગ છે એમ કહ્યું છે. એનાથી ભવ મળશે અને આત્માની જે આત્મરૂપ જ્ઞાનધારા છે એનાથી જ મોક્ષ થશે. આવી તો ચોખ્ખી વાત છે. ભગવાન! આવો અવસર મળ્યો એમાં આ વિવાદ-ઝઘડા શાના? બધા વિવાદ મૂકીને નક્કી કર કે-તરવાનો ઉપાય એક સ્વ-આશ્રયથી જ થાય છે અને પરાશ્રયના સઘળા ભાવ બંધનું જ કારણ બને છે. બંધ અધિકાર, કળશ ૧૭૩ માં પણ કહ્યું છે કે-જિન ભગવાનોએ સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય ત્યાગવા યોગ્ય કહ્યાં છે. તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિકંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનથનસ્વરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી ? આચાર્યદેવે અહીં આશ્ચર્ય સાથે સર્વ પરાશ્રય છોડીને સંપૂર્ણ અંતઃસ્થિતિને પ્રાપ્ત થવાની પ્રેરણા કરી છે. ગાથા ૨૭૨ માં પણ કહ્યું છે કે-‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. અહાહા...! આટલું સ્પષ્ટ હોવા છતાં જેના અંતરમાં શુભરાગનો મહિમા વસ્યો છે તેને પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પૂર્ણ વીતરાગતાના, પ્રભુતાના અને ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પોતાનો જે આત્મા તેનો મહિમા કેમ આવે? તેને તો રાગની રુચિની આડમાં આખો ૫૨માત્મા નજરથી દૂર થઈ ગયો છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ રાગનો મહિમા અને શુદ્ધ ચિત્તૂપનો મહિમા બે સાથે રહી શકતાં નથી. ભગવાન! જો તને મોક્ષની ઇચ્છા છે તો રાગની રુચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ ૫૨માત્મદ્રવ્યનો મહિમા કરી તેમાં જ અંતર્લીન થા. અહીં કહે છે કે ધર્મી જીવને થતા જે પંચમહાવ્રતાદિના પરિણામ તે પણ એકાંત બંધનું જ કારણ છે અને એક માત્ર શુદ્ધત્વપરિણમનરૂપ જે જ્ઞાનધારા છે તે જ એકાંતે મોક્ષનું કારણ છે. પ્રશ્ન:- જેટલો અશુભથી બચ્યો એટલો તો સંવર છે ને? ઉત્ત૨:- ના; અશુભથી બચી જે શુભમાં આવ્યો તે શુભ પોતે પણ બંધનું જ કારણ છે. એક જ્ઞાન-પરિણતિ જ સંવ-નિર્જરાનું કારણ છે. સમજાણું કાંઈ...? * હવે કર્મ અને જ્ઞાનનો નવિભાગ બતાવે છે: * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ * કળશ ૧૧૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ર્મનયાવસંવનપST: મના:' કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી ) પુરુષો ડૂબેલા છે, “યત' કારણ કે “જ્ઞાનં ૧ નાનન્તિ' તેઓ જ્ઞાનને જાણતા નથી. જુઓ, કર્મ એટલે શુભભાવનું આલંબન લેનારા શુભકર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે એટલે સંસારમાં ખૂંચેલા છે કેમકે તેઓ પોતે સદા ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. અહા! રાગને અવલંબનારા પુરુષો રાગરહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે અને જાણતા નથી, અનુભવતા નથી અને તેથી તેઓ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ ભવસમુદ્રમાં ગોથાં ખાયા કરે છે. વળી કહે છે જ્ઞાનનય-ષિM: પિ મના:' જ્ઞાનનયના ઇચ્છક (-પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા છે, “યત' કારણ કે “કતિસ્પષ્ટન્મઃ -૩ઘમ:' તેઓ સ્વચ્છેદથી અતિ મંદ ઉધમી છે. જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે પણ દષ્ટિ અને રમણતા જ્ઞાનમાં એટલે અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કરતા નથી એવા જ્ઞાનના પક્ષપાતીઓ પણ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ સંસારમાં રખડે છે. તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉધમી છે. એટલે એકલા સ્વચ્છેદથી જ્ઞાનની વાતો કરે છે પણ સ્વરૂપની પ્રાપ્તિનો અંતરસન્મુખતાનો પુરુષાર્થ કરતા નથી તેથી નિરાધમી છે, પ્રમાદી છે; વિષય-કષાયમાં વર્તે છે અને સ્વસમ્મુખતા દ્વારા સ્વરૂપ-પ્રાપ્તિનો વિચાર સરખો પણ કરતા નથી. કળશટીકામાં લીધું છે કે “મંદ-ઉધમી' એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. ખાલી જ્ઞાનની વાતો કરે છે, શુભથી દૂર રહે છે અને શુદ્ધનો વિચાર સરખો કરતા નથી તેઓ સ્વચ્છેદે પરિણમતા થકા અશુભમાં ચાલ્યા જાય છે અને ૮૪ ના અવતારમાં રઝળી મરે છે. જેને દષ્ટિને અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર કરવા પ્રતિ વલણ હજુ થયું નથી અને માત્ર જે કોરી જ્ઞાનની આત્માની વાતો કરે છે તે પુરુષ મિથ્યાદષ્ટિ છે. વળી સ્વભાવમાં દૃષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કરે છે પણ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ નથી તો તે પણ સમ્યકત્વસન્મુખ મિથ્યાષ્ટિ છે. બેય વાત છે ને? અહીં બે પ્રકારના જીવો લીધા છે-એક શુભરાગની ક્રિયાને ધર્મ માનનારા અને બીજા જ્ઞાનની માત્ર કોરી વાતો કરનારા. એક શુભરાગની અનેક ક્રિયાઓમાં રોકાઈ રહીને મિથ્યાત્વસહિત હોવાથી સંસારમાં ડૂબે છે અને બીજા પુરુષાર્થરહિત પ્રમાદી થઈને વિષય-કષાયમાં સ્વચ્છેદે વર્તતા થકા સંસાર સમુદ્રમાં ડૂબે છે. હવે કહે છે-“તે વિશ્વસ્થ ઉપર તપત્તિ' તે જીવો વિશ્વના ઉપર તરે છે કે “યે સ્વયં સતતં જ્ઞાન ભવન્ત: ફર્મ ન દુર્વત્તિ' જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા-પરિણમતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૩ થકા કર્મ કરતા નથી “ઘ' અને “નાત અમાવસ્ય વશ ન યાન્તિ' કયારેય પ્રમાદને વશ પણ થતા નથી. આત્મા સદા જ્ઞાનાનંદ પરમાનંદસ્વરૂપી અંદર વિરાજમાન છે. તેનાં દષ્ટિ-જ્ઞાન અને રમણતારૂપે થવું-પરિણમવું તે જ્ઞાનરૂપ પરિણમન છે. અહીં કહે છે જે જીવો જ્ઞાનરૂપ પરિણમતા થકા કર્મ કરતા નથી તેઓ તરી જાય છે. ‘કર્મ કરતા નથી એટલે કે અનુભવ કાળે બુદ્ધિપૂર્વકનો રાગ હોતો નથી અને જ્ઞાનીને જે રાગ આવે છે તે રાગના કર્તાપણાનો તેને અભિપ્રાય નથી, તેનું સ્વામિત્વ નથી તેથી તે કર્મનો કર્તા નથી. રાગને તદ્દન વશ થઈને તે અશુભમાં (મિથ્યાત્વમાં) જતો નથી. આ પ્રમાણે સ્વરૂપમાં નિરંતર ઉદ્યમશીલ એવા તે જીવો પ્રમાદરહિત થઈને સંસારને તરી જાય છે. સ્વરૂપમાં જેઓ ઝુકેલા છે અને તેમાં જ ઉદ્યમી રહે છે, પ્રયત્નશીલ રહે છે તેઓ મોક્ષમાર્ગી છે અને તેઓ તરી જાય છે; બીજા કે જેઓ સ્વરૂપથી વિમુખ છે તેઓ તો મિથ્યાષ્ટિ છે અને સંસારમાં ડૂબેલા છે. આવી વાત છે. * કળશ ૧૧૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અહીં સર્વથા એકાન્ત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.' જુઓ, નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી–રાગથી પણ લાભ થાય એમ કેટલાક અનેકાન્ત કરે છે પણ તેમની એ માન્યતા એકાન્ત છે. વ્યવહારથી (-શુભભાવથી) બંધ જ છે અને નિશ્ચયથી-શુદ્ધ પરિણતિથી મોક્ષ છે-આનું નામ અનેકાન્ત છે. પણ શુદ્ધભાવ-સન્મુખતાથી પણ મોક્ષ થાય અને રાગથી પણ મોક્ષ થાય-એમ અનેકાન્ત નથી. એ તો મિથ્યા એકાન્ત છે. વળી રાગ-વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એવી માન્યતા પણ એકાન્ત છે. તે સર્વથા એકાન્ત હોવાથી મિથ્યાત્વ છે, તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. ત્યારે કોઈ કહે કે વ્યવહાર સાધન નથી એમ તમે કહો છો તો તેથી લોકો સ્વચ્છંદી થઈ જશે. અરે ભાઈ ! જેને ભવનો ભય છે અને અંતરમાં મુમુક્ષુતા પ્રગટી છે એ સ્વચ્છંદી કેમ થાય ! જેને આત્માની આરાધના પ્રગટી છે વા જે આત્માની આરાધનાના પ્રયત્નમાં વર્યા જ કરે છે તે સ્વચ્છંદી કેમ થશે? (નહિ થાય). હવે કહે છે-“કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનશાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છેતેનો પક્ષપાત કરે છે.' જોયું? કેટલાક લોકો-પોતે પરમાનંદનો નાથ જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ ભગવાન છે એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરમાં તત્પર રહે છે. આ વ્યવહાર સમકિત-જ્ઞાન-ચારિત્ર એ બધું ક્રિયાકાંડ છે. દેવ-શાસ્ત્ર-ગુની રાગરૂપ શ્રદ્ધા ક્રિયાકાંડ છે, શાસ્ત્રનું ભણતર અને વ્રતાદિનું આચરણ એ બધું ક્રિયાકાંડ છે. રાગ છે ને? વ્યવહારરત્નત્રયની બધી રાગની ક્રિયા છે અને તે ક્રિયાકાંડ જ છે. હવે આ ક્રિયાકાંડનો મોટો આડંબર રચે. મહિના-મહિનાના ઉપવાસ કરે ને વ્રત કરે ને તપ કરે ને વળી એનાં ઉજમણાં કરે, વરઘોડા કાઢે-એ બધો ક્રિયાકાંડનો આડંબર છે. ભગવાનની પાસે ભક્તિમાં માગે કે મને મોક્ષ આપો અને આઠ-દસ કલાક શાસ્ત્ર વાંચે ને સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે એ બધો ક્રિયાકાંડનો-રાગની ક્રિયાનો આડંબર છે. અહીં કહે છે-કેટલાક લોકો એને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે, તેનો પક્ષપાત કરે છે. એટલે એમ કે આ ક્રિયાકાંડના વ્યવહારથી કદીક નિશ્ચય પ્રગટ થશે એમ જાણી વ્યવહારરત્નત્રયમાં તત્પર રહે છે. અશુભથી તો શુદ્ધ ન થાય પણ શુભ કરતાં કરતાં શુદ્ધ ઉપયોગ થઈ જશે એમ જાણી વ્રત, નિયમ, તપ, શીલ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવમાં તત્પર રહે છે. આવા લોકો કર્મનયના, એકાંત પક્ષપાતી છે, મિથ્યાષ્ટિ છે. હવે કહે છે “આવા કર્મનયના પક્ષપાતી લોકો જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે.” જુઓ, આવા લોકો જ્ઞાનને કહેતાં ક્રિયા-રાગથી રહિત પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણતા નથી-અનુભવતા નથી અને માત્ર કર્મ એટલે શુભરાગની ક્રિયામાં રચ્યા-પચ્યા રહી ખેદખિન્ન થાય છે. જુઓ, શુભરાગ છે તે ખેદરૂપ-દુઃખરૂપ છે, કેમકે તે આત્માની નિરાકુળ શાન્તિનો ક્ષય કરે છે. શુભભાવમાં ભગવાન આત્માની શાન્તિનો ક્ષય થાય છે. માટે જેઓ શુભરાગના પક્ષપાતી જીવો છે તેઓ સંસારમાં ડૂબે છે, સંસારમાં ૮૪ ના અવતાર કરી-કરીને રઝળે છે. આ એક પ્રકારના લોકોની (વ્યવહારાભાસી મિથ્યાષ્ટિઓની) વાત થઈ. હવે બીજી (નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિઓની) વાત કરે છે. જેઓ જ્ઞાનની વાતો કરે છે પણ જ્ઞાનની સન્મુખ થતા નથી એમની વાત કરે છે. કહે છે “વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યાષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે.” જ્ઞાન એટલે આત્મા પોતે સદાય જ્ઞાતા-દષ્ટારૂપે છે એની તેઓને ખબર નથી, એનો અનુભવ પણ નથી અને ખાલી એનો પક્ષપાત કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૫ પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે.” અહા ! પોતાની પરિણતિમાં તો એવા ને એવા વિષય-કષાયનું સેવન રહ્યા કરે છે, આત્મસ્વરૂપના વલણનો વિચાર સરખો પણ કરતા નથી અને અમને બંધ નથી એમ માનીને વ્યવહારના ક્રિયાકાંડને-વ્રત, તપ, શીલ, સંયમ, ઇત્યાદિ આચરણને નિરર્થક નિષ્ફળ જાણી છોડી દે છે. અહા! તેઓ શુદ્ધની પ્રતિ ઢળતા નથી, શુભ છોડી દે છે, તેથી અશુભમાં-વિષયકષાયમાં જ મગ્ન રહે છે. આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કોઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે આવા જ્ઞાનનયના એકાંત પક્ષપાતી લોકો એકલી કોરી આત્માની વાતો કરે છે પણ શુદ્ધ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ કરતા નથી અને શુભભાવને છોડી દઈ સ્વેચ્છાચારી બનીને નિરંકુશપણે વિષય-કષાયમાં વર્તે છે. અહા ! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન સંબંધી અશુદ્ધતા ટળી નથી અને માત્ર કોરી આત્માની વાતો કરનારા તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે. શ્રીમદે કહ્યું છે ને કે “ “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.” આથી એમ ન સમજવું કે શુભભાવ છોડીને અશુભ કરવા; વળી અશભભાવ છોડ્યા છે માટે શુભથી હળવે હળવે નિશ્ચય (ધર્મ) થશે એમ પણ અર્થ નથી. આશય એમ છે કે નિશ્ચયસ્વરૂપ જે નિજ શુદ્ધાત્મા તેનો વિચાર અને તેનું લક્ષ કર્યા વિના, અંતરમાં ઢળ્યા વિના બાહ્ય ક્રિયા કે ખાલી આત્માની કોરી વાતો કરવાથી જીવો સંસારમાં જ ડૂબે છે. હવે ત્રીજી મોક્ષમાર્ગી જીવોની વાત કરે છે-“મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હુય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે.” જુઓ, આ જયચંદજી પંડિત ખુલાસો કરે છે. મોક્ષમાર્ગી જીવો શુદ્ધતાપણે થયા થકા, શુદ્ધ ઉપયોગપણે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે. જુઓ, અશુભ અને શુભ-બેયનેય હેય જાણે છે. શુભથી આત્માને લાભ થશે એમ જ્ઞાની જાણતા નથી. વળી વિષય-કપાયના પરિણામમાં પણ હોંશથી જોડાતા નથી. સમાધાન થતું નથી એટલે એને રાગનું આચરણ થઈ જાય છે, પણ તે એમાં સ્વચ્છેદી નથી આ રાગ ઠીક છે એવો ભાવ એને નથી, જો એવી ઠીકપણાની બુદ્ધિ હોય તો તો એ મિથ્યાત્વ છે. વિષયકષાયમાં સુખ છે, આનંદ-મઝા છે એવી જેને બુદ્ધિ હોય એ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મિથ્યાષ્ટિ છે. ધર્મી તો અંદર સ્વભાવમાં ટકીને રહી શકતા નથી અને એથી એને રાગ આવે છે, પણ તે રાગને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભકર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉધમવંત છે–સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે.' જુઓ, શું કહે છે? કે મોક્ષમાર્ગી જીવો માત્ર અશુભ કર્મને (-ભાવને) જ નહિ પણ શુભ કર્મને (-ભાવને) પણ છોડી સ્વરૂપ-રમણતા કરે છે. પણ શુભભાવને છોડી સ્વચ્છેદમાં જાય છે-અશુભ કરે છે એમ નથી. અહાહા..! સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યાં સુધી સ્વરૂપનું જ વલણ કર્યા કરે છે, સ્વરૂપમાં જ ઉદ્યમી રહે છે. હવે કહે છે જ્યાંસુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાંસુધી-જોકે સ્વરૂપસ્થિરતાનું અંતર-આલંબન તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ અંતર-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે.' જાઓ, પુરુષાર્થની કચાશને લીધે ઉપયોગ સંપૂર્ણપણે ટકીને રહેતો નથી તો તેઓ શુભ પરિણામોમાં વ્રત, તપ, ભક્તિ, સ્વરૂપના વિચાર, ઇત્યાદિમાં હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આ શુભ પરિણામો બાહ્ય આલંબન છે એટલે કે નિમિત્તરૂપે છે. એનાથી શુદ્ધ પ્રગટશે એમ નહિ, પણ ઉપયોગ શુદ્ધમાં ટક્યો નથી ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, સ્વરૂપના વિચાર, વ્રત, તપ આદિ શુભભાવમાં તેઓ હેયબુદ્ધિએ પ્રવર્તતા હોય છે. હવે કહે છે પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી.' શુભ અને અશુભ બન્નેને તેઓ બંધનું કારણ જાણે છે તેથી તેમાં એમને સુખબુદ્ધિ નહિ હોવાથી શુભને છોડીને શુદ્ધોપયોગપણે પરિણમે છે પણ શુભને છોડીને સ્વચ્છંદી થઈ અશુભમાં પ્રવર્તવાની તેમને કદીય ભાવના થતી નથી. જ્ઞાનીને શુભાશુભ ભાવ બન્ને યથાસંભવ આવે છે, પણ અહીં તેને સ્વછંદ પરિણમન હોવાનો નિષેધ કર્યો છે. કેટલાક જ્ઞાનની વાતો કરે અને વ્યભિચાર અને લંપટપણું સેવતા હોય અને કહે કે અમારે શું ? એ તો ઈન્દ્રિયો ઈન્દ્રિયોનું કામ કરે; શરીર અને ઇન્દ્રિયો તો જડ છે, જડ જડનું કામ કરે એમાં અમારે શું? ભાઈ ! એ તો સંસારમાં ઉંડ ડૂબવાના, કેમકે એ તો નિરર્ગલ સ્વચ્છેદ કપાય પ્રવૃત્તિ છે. અહીં કહે છે-આવા એકાંત અભિપ્રાયથી રહિત જ્ઞાની જીવો હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૭ હવે કહે છે-“આવા જીવો-જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ-કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે.' અહાહા..! જેમને આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ દષ્ટિમાં આવ્યો અને તેના આશ્રયે જેની પરિણતિ નિર્મળ શુદ્ધ થઈ તે એકાંત અભિપ્રાયથી રહિત છે. ઉપયોગ અંદર સ્થિર થઈને ટકતો નથી તો તેઓ શુભાશુભ ભાવમાં જોડાય છે પણ તેમને તેનો અભિપ્રાય નથી. એકલા બહારના જાણપણાથી જ મુક્તિ થાય વા શુભભાવથી જ મુક્તિ થાય એવો એમને એકાંત અભિપ્રાય નથી. આહાહા...! આવા જીવો શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ઉગ્ર આલંબન લઈને શુદ્ધ પરિણતિ દ્વારા કર્મનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય છે. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવના આલંબનથી જેટલી શુદ્ધતા પ્રગટ કરે છે તેટલો (પર્યાયમાં) શુદ્ધ થાય છે, પરંતુ પરિપૂર્ણ શુદ્ધ પરિણતિ ન થાય ત્યાં સુધી તેને પુણ્ય-પાપના ભાવ આવી જાય છે પણ તેમાં એને હેયબુદ્ધિ છે. હેયબુદ્ધિ એટલે શું? કે એવા ભાવ એને અવશે આવી પડે છે પણ એનો એને આદર નથી, એમાં એને ઉપાદેયબુદ્ધિ, સુખબુદ્ધિ કે આત્મબુદ્ધિ નથી. શુભનો વ્યવહાર આવે ખરો અને કદાચિત્ અશુભ ભાવ પણ આવે ખરો પણ એમાં એને રુચિનો ભાવ નથી, એનું એને પોસાણ નથી. આવી વાતો છે બધી અંદરની. આ સમજ્યા વિના જીવ ચોરાસીના અવતાર કરી-કરીને રખડી મર્યો છે. વર્તમાનમાં અહીં મોટો કરોડપતિ શેઠીઓ હોય અને મરીને કુતરીને પેટે ગલુડિયું થાય; કેમકે સ્વરૂપની દષ્ટિનું ભાન નથી અને અશુભને છોડતો નથી, નિરંતર માયા, કપટ, કુટિલતાના ભાવના સેવનમાં રચ્યોપચ્યો રહે છે એટલે એનું ફળ એવું જ આવે. એનું ફળ બીજું શું હોય? અહીં કહે છે-એકાંત અભિપ્રાયથી રહિત થઈ જે શુદ્ધાત્માનું સેવન કરે છે તે જ કર્મનો નાશ કરી સંસારથી નિવૃત્ત થઈ જાય છે. હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છે: * કળશ ૧૧૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આ પુણ્ય-પાપ અધિકારની છેલ્લી ત્રણ ગાથાઓ પછીના કળશોમાંથી છેલ્લો કળશ છે. શું કહે છે એમાં? કે-“તમોÉજેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી “શ્રમ-રસ-મરાત મેવોન્માકં નાટયત્' જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે....... અહાહા...! શું કહ્યું? શુભભાવ-વ્યવહારરત્નત્રયાદિના ભાવ ઠીક-ભલા છે અને અશુભભાવ અઠીક-બૂરા છે-એમ બેમાં જે ઉન્માદપણે ભેદ પાડે છે તેઓ, જેમ દારૂ પીને કોઈ પાગલ થઈ જાય તેમ મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસને પીને પાગલ થઈ ગયા છે એમ કહે છે. મોહરૂપી દારૂના અમલથી ઉત્પન્ન ભ્રમણાના રસની અતિશયતાથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે-એમ પુણ્ય-પાપમાં ભેદ પાડીને જેઓ ઉન્માદને નચાવે છે તેઓ પાગલ થઈ ગયા છે. હવે આવી વાત લોકોને આકરી પડે; પુણ્યનો પક્ષ થઈ ગયો છે ને? વ્યવહારથી (નિશ્ચય) થાય, વ્યવહારથી થાય; વ્યવહારથી થાય-એમ રટણ થઈ ગયું છે ને? એમ કેશુભભાવથી ભલે ન થાય પણ એમાં જે કષાયની મંદતા છે એનાથી થાય. અહીં કહે છે-આવું જે માને છે તેઓ મિથ્યાત્વના જોરથી મોહરૂપી દારૂ પીને પાગલ થઈ ગયા છે. ત્યારે તેઓ કહે છે-વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એમ નહિ માનો તો એકાંત થઈ જશે; પ્રમાણજ્ઞાન કરવું હોય તો આમ બન્ને માનવાં જોઈએ. સમાધાન:- ભાઈ ! આમાં જ્ઞાન કરવાની વાત તું કયાં કરે છે? એ (–શુભાશુભ ભાવ) જાણવા લાયક (કરવા લાયક નહિ) છે એમ તું ક્યાં કહે છે? તું તો એ બેમાંથી પુણ્યને કારણે ધર્મ થાય અને પાપને કારણે ધર્મ ન થાય એમ કહે છે. શુભભાવથી શુદ્ધતા થાય અને અશુભભાવથી ન થાય એમ તું ભેદ પાડે છે. જ્યારે છે તો બંનેય જાણવા યોગ્ય માત્ર. જ્યારે નિશ્ચયથી આત્મા સ્વસ્વરૂપના આશ્રયે નિર્વિકાર સ્વસંવેદન-પ્રત્યક્ષનો અનુભવ કરે છે ત્યારે સમ્યગ્દર્શન પામે છે. તે કાળમાં જે વ્યવહાર હોય છે તેને તે જાણે છે. જાણવાનો એમાં કયાં વાંધો છે? જે રાગ હોય છે તેને હેય તરીકે જાણે છે. આ પ્રમાણજ્ઞાન છે. વ્યવહાર હોતો નથી એમ વાત નથી. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે, પણ એનાથી પમાય, એનાથી શદ્ધતા થાય. એ (મોક્ષનું) સાધન થાય એમ તો મોહરૂપી મદિરા પીને ઉન્મત્ત-પાગલ થયેલા હોય તેઓ માને છે એમ અહીં કહે છે. કર્મ-શુભભાવ વળી સાધન કેવું? એ તો પહેલાં આવી ગયું કે કર્મ-શુભભાવ મોક્ષમાર્ગનું ઘાતક એટલે વિધ્ર કરનારું છે, વિરુદ્ધસ્વભાવી છે અને સ્વયં બંધનું કારણ છે. હવે કર્મધારા જે બંધનું કારણ છે તે મોક્ષનું સાધન કેમ થાય? (ન થાય). ભાઈ ! શુભથી પણ થાય અને શુદ્ધથી પણ થાય-એમ અનેકાન્ત છે એવું માનનારા તો બેયને (સ્વભાવ-વિભાવને) ભેગા (એક) કરીને માનતા હોવાથી એકાંત મિથ્યાત્વરૂપ મદિરાને પીને પાગલ થયેલા છે-એમ અહીં કહ્યું છે. હવે કહે છે-“તત સંવનન પિ વર્મ' એવા સમસ્ત કર્મને ‘વન' પોતાના બળ વડે મૂનોનૂર્ત કૃત્વા' મૂળથી ઉખેડી નાખીને “જ્ઞાનજ્યોતિ: મરેન પ્રોપૃમે' જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. જુઓ, સમસ્ત કર્મ એટલે શુભ હો કે અશુભ, પુણ્યભાવ હો કે પાપભાવ-બનેય વિકારી કર્મ છે, આત્માના સ્વભાવરૂપ ધર્મ તો એકેય નથી, એવા સમસ્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] | [ ૨૦૯ કર્મને એટલે પુણ્ય-પાપના ભાવને પોતાના બળથી મૂળથી ઉખેડી નાખે છે. “પોતાના બળથી - ભાષા જુઓ! પોતાના બળથી એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયના બળ વડે પુણ્ય-પાપ બેયનો જે મૂળથી નાશ કરે છે તે ધર્મી છે. પોતાના બળથી એટલે કર્મ મંદ પડે અને (ધર્મ) પ્રગટ થાય એમ નહિ પણ સ્વભાવના આશ્રયના પુરુષાર્થ વડે પુણ્ય-પાપનો નાશ કરે છે-એમ વાત છે. ત્યારે કોઈ કહે છે-જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય; એમાં કોઈ ફેરફાર ન કરી શકે. હવે આમ છે તો બીજો પુરુષાર્થ કરવાનો કયાં રહે છે? બાપુ! જે સમયે જે થવાનું હોય તે સમયે તે જ થાય એવો જેને અંતરમાં નિર્ણય થયો છે એની દષ્ટિ તો ત્રિકાળી જ્ઞાયકની સન્મુખ છે અને એ જ્ઞાયકસન્મુખની દષ્ટિ છે એ જ પુરુષાર્થ છે. અહાહા..! હું એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી છું એવી દષ્ટિના પુરુષાર્થમાં જે સમયે જે થાય તેનું માત્ર તે જ્ઞાન કરે છે. (જે થાય તેને હું કરું કે પલટી દઉં એવો એને અભિપ્રાય રહેતો નથી). ગજબ વાત છે, ભાઈ ! શું થાય? માર્ગમાં ફેરફાર થઈ ગયો! પરાયરૂપ સમસ્ત કર્મને સ્વઆશ્રયના બળથી મૂળથી ઉખેડી નાખે છે. જેમ વૃક્ષ ઊભું હોય તેનાં પાંદડાં તોડવામાં આવે તોય તે થોડા વખતમાં નવાં આવે. પણ જો વૃક્ષને મૂળથી ઉખેડી નાખે તો નવાં પાંદડાં ન આવે, હોય તે નાશ પામી જાય. તેમ અહીં કહે છે–પુણ્યપાપરૂપ સમસ્ત કર્મને સ્વરૂપના આશ્રયે મૂળમાંથી ઉખેડી નાખે છે એટલે કે અભિપ્રાયમાંથી તેનો નાશ કરે છે, જેથી નવાં ન આવે પણ અલ્પકાળમાં નાશ પામી જાય. હવે સત્યની (–આત્માની) શ્રદ્ધાના ઠેકાણાં ન હોય અને બહારથી વ્રત ને તપ ને નિયમ ધારણ કરે પણ ભાઈ ! એ તો બધાં બાળવ્રત, બાળતપ અને બાળનિયમ છે. હવે આથી માણસને દુઃખ લાગે તો કહીએ છીએ-દુઃખ લાગે તો ક્ષમા કરજે, ભાઈ ! તારો આત્મા પણ સ્વરૂપથી ભગવાન છે, અમારો સાધર્મી છે. બાકી પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાનનો દોષ છે તેનો પક્ષ કેમ કરીને કરીએ? વસ્તુસ્થિતિ જ જે છે તે છે; એમાં શું થાય? એના (વસ્તુસ્થિતિના) વિરોધનું ફળ બહુ આકરું છે બાપુ! સત્યથી વિરુદ્ધ શ્રદ્ધાનું એટલે મિથ્યાત્વનું પરંપરા ફળ નરક અને નિગોદ છે. અમને એવા પ્રાણી પ્રત્યે વેર ન હોય, વિરોધ ન હોય. અમને તો “સત્વેષ મૈત્રી' બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. કેમકે બધા અંદર ભગવાન છે. વસ્તુ તરીકે વસ્તુ તો અંદર પરમાત્મસ્વરૂપે જ છે, એની પર્યાયમાં ભૂલ છે એ તો સ્વરૂપના આશ્રયે નીકળી જવા યોગ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ ] | | પ્રવચન રત્નાકર ભાગ-૬ અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવરૂપ સમસ્ત કર્મને મૂળથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. અહાહા..! જેને ચૈતન્યસૂર્યનો પ્રકાશ પ્રગટ થયો તેણે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કર્યો. પુણ્ય-પાપના ભાવ છે તે અજ્ઞાનરૂપ અંધકાર છે. હવે એમાં શુભની-પુણ્યની શું હોંશ કરીએ? ભાઈ ! આવી જ વસ્તુસ્થિતિ જગતમાં છે એનો જ્ઞાનમાં સ્વીકાર કર. ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયકસ્વભાવી દેવ છે. તેનો આશ્રય લઈને જેણે પુણ્ય-પાપના ભાવનો મૂળમાંથી નાશ કર્યો અને નિર્મળ જ્ઞાનજ્યોતિ અતિશયપણે પ્રગટ થઈ. જે પુણ્ય-પાપનો સંતાપરૂપ, કલેશરૂપ, દુ:ખરૂપ સ્વાદ હતો તેને છેદીને ભગવાન આત્માના આશ્રયે તેને ચૈતન્યના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો, અંતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ ચૈતન્યની પરિણતિ પ્રગટ થઈ. અહાહા....! વસ્તુ તો અખંડ ચૈતન્યજ્યોતિરૂપ હતી જ; તેનો આશ્રય લેવાથી શુભાશુભ કર્મને છેદીને વર્તમાન પર્યાયમાં જ્ઞાનજ્યોતિ નિર્મળ પ્રગટ થઈ અર્થાત્ શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થયો. આત્માના સ્વભાવમાં જ્યાં શુદ્ધ ઉપયોગનું અતિશય સામર્થ્ય પ્રગટ કર્યું, જ્યાં વીર્યનું સ્કૂરણ અંતરમાં કર્યું, ત્યાં હીન પુણ્ય-પાપના ભાવ મૂળથી છેદાઈ ગયા, વ્યવહારરત્નત્રયનો રાગ પણ છેદાઈ ગયો અને શુદ્ધરત્નત્રયરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થઈ. સ્વભાવની સન્મુખ થતાં અને વિભાવથી વિમુખ થતા, વ્યવહારરત્નત્રયના રાગથી પણ વિમુખ થઈને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? “વનિતનમ:' જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે. જુઓ, પુણ્ય-પાપરૂપ ભાવ છે તે અજ્ઞાન છે, કેમકે તેમાં જ્ઞાનજ્યોતિ નથી. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ, પણ પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાનના-ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી તેથી તે અજ્ઞાન છે. જ્ઞાનજ્યોતિ અજ્ઞાનરૂપી અંધકારનો કોળિયો કરી ગઈ. ભાષા તો જુઓ! શુભભાવ મોક્ષમાર્ગીને આવે છે તેથી શુભથી ધર્મ થશે અને અશુભથી નહિ થાયએવા અજ્ઞાનરૂપી અંધકારનો તેણે (જ્ઞાનજ્યોતિએ) નાશ કરી નાખ્યો. વળી કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-“દેના-ન્મિત્તત' જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઉઘડતી-વિકસતી જાય છે. લીલામાત્રથી એટલે અંદર રમત કરતાં કરતાં, આત્માની અંદર આનંદની મોજ કરતાં કરતાં જ્ઞાનજ્યોતિ વિકસતી જાય છે. શુભાશુભભાવ જે દુઃખરૂપ હતા તેને ઉખેડી નાખ્યા એટલે જ્ઞાનજ્યોતિ સહજપણે ક્ષણે-ક્ષણે નિર્મળ વિકસતી જાય છે, પ્રગટ થતી જાય છે. આવો ધર્મ બાપુ! માણસને પરંપરાથી જે (ખોટું) મનાણું હોય એમાં ફેર પડ એટલે આકરું લાગે, પણ ભાઈ ! માર્ગ તો આ જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૧ અનંતા તીર્થકરો અને અનંતા સંતોએ પ્રવાહરૂપે આ જ માર્ગ કહ્યો છે. આગળની ગાથાઓમાં વાત આવી ગઈ કે -શુભાશુભ ભાવની જે રુચિ એવો જે મિથ્યાત્વભાવ તે સમકિતનો ઘાતક છે -શુભભાવ સ્વયં બંધસ્વરૂપ જ છે, અને -શુભભાવ એ સમ્યગ્દર્શનાદિ મોક્ષના કારણરૂપ ભાવોથી વિપરીત ભાવસ્વરૂપ છે. જુઓ, સમ્યગ્દર્શનાદિ અબંધ સ્વરૂપ છે, અને શુભભાવ બંધસ્વરૂપ છે અને શુભભાવની રુચિ સમ્યકત્વાદિની ઘાતક છે. હવે જે ઘાતક છે તે આત્માને સમ્યગ્દર્શનાદિમાં મદદ કેમ કરે? (ન કરે). ભાઈ ! જ્યાં ભેદ સાધક અને અભેદ સાધ્ય-એમ કહ્યું છે ત્યાં તો ઉપચારથી આરોપ આપીને કહ્યું છે. જો એમ ન હોય તો જિનવાણીમાં વિરોધ આવે; કેમકે એકકોર ઘાતક કહે અને વળી બીજી કોર સાધક છે એમ કહે એ તો વિરોધ થયો. એ વિરોધ ટાળવાનો ઉપાય શું? જે સાધક કહ્યું એ તો વ્યવહારનયથી આરોપથી કહ્યું છે. પ્રજ્ઞાછીણી વડ રાગથી ભિન્ન પડીને જે અંતરઅનુભવ કર્યો તે વાસ્તવિક (મોક્ષનો) સાધક છે. તે કાળમાં જે વ્યવહારનું વર્તન છે તેને ઉપચારમાત્રથી આરોપ આપીને સાધક કહેવામાં આવે છે. આમ વાત છે. વસ્તુસ્થિતિ જ આવી છે એમાં કોઈનો કાંઈ ( વિપરીત) પક્ષ ચાલી શકે નહિ. લીલામાત્રથી” એમ કહ્યું ને? એટલે કે ચૈતન્યસ્વભાવને જ્યાં દષ્ટિમાં પકડ્યો અને તેના અનુભવમાં સ્થિરતા અને રમણતા જામી ત્યાં સહજ આનંદની દશા વિકસતી જાય છે. વળી “લીલામાત્રથી એમ કેમ કહ્યું? તો કહે છે કે ચારિત્ર બહુ કષ્ટદાયક છે એમ કેટલાક લોકો માને છે તેનો આ શબ્દ વડ પરિહાર કર્યો છે, અર્થાત્ તેમની એ માન્યતા ખોટી છે એમ આ શબ્દ દ્વારા સ્પષ્ટ કર્યું છે. અહાહા..! ધર્મી જીવ લીલામાત્રથી એટલે સહજપણે આનંદની લહેર કરતો કરતો ચારિત્રને સાધે છે એમ કહેવું છે. વળી તે જ્ઞાનજ્યોતિ કેવી છે? તો કહે છે-“પરમનયા સાર્ધમ માધવનિ' જેણે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રિીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છમી છે ત્યાંસુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ કીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે). અહાહા....! સાધકભાવ જે છે તે કેવળજ્ઞાનની સાથે ક્રિીડા કરે છે એટલે શું? એટલે કે તેને સાધકભાવ મટીને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે. જેમ બીજ ઉગી છે તો ૧૩ દિવસે પૂનમ થયે જ છુટકો, તેમ જેને જ્ઞાનકલા જાગી એની જ્ઞાનકળાએ મતિ-શ્રુતની કળાને કેવળજ્ઞાનની કળા સાથે જોડી દીધી છે. પટખંડાગમમાં કહ્યું છે કે મતિ-શ્રતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. એટલે કે અલ્પકાળમાં એ (મટીને) કેવળજ્ઞાન થશે. હવે આવી વાત બીજે કયાં છે ભાઈ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અરે! શુભભાવમાં તું સંતોષ માનીશ પણ એ વડે ચૈતન્યરત્ન હાથ નહિ આવે. મિથ્યાત્વના ભાવમાં તો ભવિષ્યના અનંત નરક-નિગોદના ભાવ પડ્યા છે. એ ભવનું નિવારણ કરવાનો આ એક જ ઉપાય છે કે-ચૈતન્યસ્વભાવની સન્મુખતા કરવી, સ્વભાવનો અનુભવ કરવો અને સ્વભાવની આનંદદશાનું વેદન કરવું. જેણે સ્વરૂપનું જ્ઞાન, સમ્યક મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ કર્યું છે તેણે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે, અર્થાત્ ભવનો અભાવ કરવાની રમત માંડી છે. આ હું (સાધક પર્યાય. અલ્પજ્ઞાન) તે એનો (કેવળજ્ઞાન સ્વભાવનો ) અંશ છું. એ અંશીને (કેવળજ્ઞાનસ્વભાવની પૂર્ણતાને) હું પ્રગટ કરે. આશય એમ છે કે શુભભાવ કે વ્યવહારરત્નત્રયનો ભાવ એ કાંઈ સ્વભાવનો અંશ નથી; એ તો વિભાવભાવ છે. એનાથી રહિત જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટયાં એ સ્વભાવનો અંશ છે અને કેવળજ્ઞાન સ્વભાવની પૂર્ણતા છે. આ સ્વભાવનો અંશ પૂર્ણતાની સાથે રમત માંડે છે. અહાહા..! એને ધ્યેયમાં દ્રવ્ય છે અને સાધ્ય કેવળજ્ઞાન (પરિપૂર્ણતા) છે. આ જ્ઞાનજ્યોતિ શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે ક્રિીડા કરે છે. એટલે કે ધ્રુવને ધ્યેય બનાવીને એણે પૂર્ણ પર્યાયને સાધ્ય બનાવી છે. શુદ્ધનયના બળથી એટલે શુદ્ધનયનો વિષય જે શુદ્ધ આત્મા તેને ધ્યેય બનાવીને શુદ્ધનયની પૂર્ણતા જે કેવળજ્ઞાન તેનો ઉધમ માંડ્યો છે. જોકે શુદ્ધનયનો વિષય તો પરિપૂર્ણ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છે, પણ જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી એટલે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે એમ કહેવાય છે. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી શુદ્ધનયનો એટલે તેના વિષયભૂત દ્રવ્યનો આશ્રય હોય છે અને પૂર્ણતા થતાં તેનો (દ્રવ્યનો) આશ્રય કરવાનો રહેતો નથી એટલે ત્યાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો એમ કહે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનની પર્યાય થતાં શુદ્ધનયની પૂર્ણતા થઈ એમ કહેવામાં આવે છે. (જ્યાં સુધી જ્ઞાનની પર્યાયનો ઉપયોગ શુદ્ધનયના વિષયભૂત ધ્રુવ આત્મદ્રવ્યમાં પરિપૂર્ણપણે જામતો નથી ત્યાં સુધી શુદ્ધનયની અપૂર્ણતા અર્થાત્ અલ્પજ્ઞાન છે અને જ્યારે જ્ઞાનનો ઉપયોગ શુદ્ધનયના વિષયભૂત આત્મદ્રવ્યમાં પરિપૂર્ણ જામી ગયો, પછી ઉપયોગ પલટતો નથી-શયથી જ્ઞયાંતરપણે થતો નથી, એક ધ્રુવમાં જ જામેલો રહે છે ત્યારે તેને શુદ્ધનયની પૂર્ણતા અર્થાત્ કેવળજ્ઞાન કહેવાય છે). ૧૧ મી ગાથામાં ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ અખંડ એક ચૈતન્યભાવી સત્યાર્થ-બૂતાર્થ વસ્તુને શુદ્ધનય કહ્યો. ત્યાં શુદ્ધનયના વિષય સાથે અભેદ કરીને એને શુદ્ધનય કહ્યો. અહીં કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનો આશ્રય પૂરો થયો, પછી એનો આશ્રય કરવાનો રહ્યો નહિ એ અપેક્ષાએ શુદ્ધનયની પૂર્ણતાને કેવળજ્ઞાન કહ્યું. આસ્રવ અધિકારમાં આ વાત આવે છે. અરે ભાઈ ! હોંશથી તું હી તો પાડ; એનો વિરોધ ન કર, ભાઈ! કેમકે એનો વિરોધ થતાં તારો પોતાનો જ વિરોધ થાય છે. જ્યાં પુણ્યભાવનું બળપણું થાય છે ત્યાં પોતાનું બાળપણું ઢંકાઈ જાય છે. અહા! શુભભાવની હોંશ કરતાં એની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૩ ભાવના થઈ જાય છે; અને એની ભાવના થતાં મિથ્યાત્વ થાય છે. એનું ફળ બહુ આકરું છે ભાઈ ! અહીં કહે છે કે ચૈતન્યસ્વભાવની ભાવના એટલે એકાગ્રતારૂપ જે દશા પ્રગટી તે પૂર્ણ એકાગ્રતાને સાધે છે. એની સાથે ક્રીડા માંડી છે ને ! તેથી તે પર્ણ એકાગ્રતા કરશે વાત છે! અંતરમાં બેસવી કઠણ છે; જેના ભવના આરા નજીક છે તેને તે ગોઠી જશે. | મિથ્યાષ્ટિને, ભલે તે વ્યવહારને સાધે તોય નિશ્ચય અસાધ્ય જ છે. પુણના પ્રેમમાં પડ્યા છે તે અસાધ્ય દશામાં પડ્યા છે. અરે! તેઓ મહા અસાધ્ય દશામાં-નિગોદમાં જ્યાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ ખુલ્લો છે ત્યાં જશે! ત્યાં વસ્તુ તો પૂર્ણાનંદસ્વરૂપ પરિપૂર્ણ ચૈતન્યમય છે, પણ પર્યાયમાં ઉઘાડ તો અક્ષરના અનંતમા ભાગે જ છે. અક્ષર એટલે ક્ષય-નાશ ન થાય એવું જે કેવળજ્ઞાન એના અનંતમો ભાગ ત્યાં નિગોદમાં ઉઘાડ રહેવા પામે છે. ભાઈ ! જેણે સત્યને આળ દીધાં છે, પોતાના સચ્ચિદાનંદ ભગવાનને આળ દીધાં છે તે આળ દીધેલાની એવી હીન પર્યાય રહે છે કે પોતે જીવ છે એની એને તો ખબર ન મળે પણ બીજા જીવ પણ આ જીવ છે' એમ માનવા તૈયાર ન રહે. આજે પણ એવા નિગોદના અનંતા જીવ છે જેઓ પોતાની હયાતીને આળ આપતા થકા-આ શરીર તે હું, રાગ તે હું –એમ પરમાં એકત્વબુદ્ધિ કરીને ચિરકાળથી પડેલા છે. ચોથી ગાથામાં ન આવ્યું? કે “સુદપરિચિદાણુભૂદા સબસ્સ.' નિગોદમાંથી હજુ જે જીવો નીકળ્યા નથી તેમણે રાગની કથા સાંભળી છે એમ ત્યાં કહ્યું. મતલબ કે તેઓ રાગને જ વેદે છે. ત્યાં પણ ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ-એમ જે પરિણામ થાય છે તેને જ અનુભવે છે, અને ભગવાન આત્મા એકકોર રહી જાય છે. બાપુ! સત્યનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. જેના ફળમાં જે અનંતી ભૂતકાળની પર્યાયો ગઈ એનાથી અનંતગણી ભવિષ્યની પર્યાયો અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત આનંદના વેદનયુક્ત પર્યાયો ફળે છે તે મોક્ષનો ઉપાય મહા અલૌકિક છે. અહીં કહે છે-જેને આવો મોક્ષમાર્ગ મળ્યો, જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે પરોક્ષ ક્રિીડા કરે છે, અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે એટલે કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે. અહાહા....એક કળશમાં કેટલી બધી વાત મૂકી છે! શુદ્ધનયના બળે જે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે તે રમત પૂરી થયે કેવળજ્ઞાન થઈને રહેશે. અહો ! શું અદ્દભુત માર્ગ ! અને શું અદભુત દિગંબર સંતોની કથની! * કળશ ૧૧૨: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પોતાને ( જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઊખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.' મત હુતું જાઓ, કર્મ તો એક જ જાત છે; શુભ અને અશુભ ભાવ બન્નેથી બંધન થતું હોવાથી કર્મ એક જ જાત છે. તોપણ શુભભાવની જાત જુદી અને અશુભભાવની જાત જુદી; પુણ્યબંધની પ્રકૃતિ જદી અને પાપબંધની પ્રકૃતિ જદી એમ કર્મ ભેદરૂપ થઈને નાચતું હતું. પરિણ અને જ્ઞાનને એટલે આત્માને ભુલાવી દેતું હતું. શુભભાવ ઠીક અને અશુભ અઠીક-એમ ભેદરૂપ થઈને કર્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માને ભુલાવી દેતું હતું. (શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઠીક અને શુભાશુભકર્મ અઠીક એમ ભેદ પાડવા જોઈએ એને બદલે શુભ ઠીક અને અશુભ અઠીક એમ ખોટા ભેદ પાડીને કર્મ જ્ઞાનને ભુલાવી દેતું હતું). હવે તે કર્મને પોતાની શક્તિથી એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયના પુરુષાર્થથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. “આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે.' લ્યો, લોકોને આમાંય વિવાદ; એમ કે કેવળજ્ઞાનનો અંશ આ હોય? કેવળજ્ઞાન પ્રગટે તે પૂર્ણરૂપે પ્રગટે છે, તો એનો વળી અંશ કેવો? કેમકે કેવળજ્ઞાનાવરણીય ઘાતી કર્મની પ્રકૃતિ તો સર્વઘાતી છે, તે ટળે તો એકી સાથે ટળે, એનો થોડો અંશ કાંઈ ઉઘડે નહિ. વળી મતિશ્રુતજ્ઞાનાવરણીય દેશઘાતી પ્રકૃતિ છે, તેનો ઉઘાડ એ તો ક્ષયોપશમનો અંશ છે. એને કેવળજ્ઞાનનો-ક્ષાયિકનો અંશ કેમ કહેવાય? સમાધાન- મતિ-શ્રુતજ્ઞાનનો જે અંશ સમ્યક પ્રગટ થયો તેને કેવળજ્ઞાનનો અંશ કહ્યો કેમકે બન્ને એક જ સમ્યજ્ઞાન (શુદ્ધ ચૈતન્યની)ની જાતિના જ છે. મતિ-શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણે છે અને તે અંશ વધી વધીને કેવળજ્ઞાન થશે. જેમ બીજનો ચંદ્ર ઉગે છે તે બીજને પ્રકાશે છે અને ચંદ્રના પૂરા આકારને પણ બતાવે છે. બીજના ચંદ્રમાં થોડી રેખા ચમકતી પ્રગટ દેખાય છે અને તેના પ્રકાશમાં બાકીનો આખો આકાર પણ ઝાંખો જણાય છે. આમ બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્રને બતાવે છે. તેમ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ પૂર્ણ કેવળજ્ઞાનને બતાવે છે. મતિ-શ્રુતજ્ઞાન પૂર્ણને જાણે છે અને પૂર્ણ તરફ ગતિ કરે છે. શુભાશુભભાવ પ્રગતિ નથી કરતા કેમકે એ તો વિકાર છે. શુભાશુભભાવરહિત જે નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ છે તે અંશ વધતો-વધતો પરિપૂર્ણ કેવળજ્ઞાનરૂપ થાય છે. જેમ બીજની ત્રીજ, ચોથ, પાંચમ... વગેરે થઈને પૂનમ થાય તેમ મતિ-શ્રુતનો અંશ વધી-વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. તેથી એમ કહ્યું છે કે“ “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી છે.' ' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૫ જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે.' અહીં સિદ્ધાંત શું સિદ્ધ કરવો છે? કે શુભાશુભ ભાવથી ભિન્ન પડેલું જ્ઞાન વધીને કેવળજ્ઞાન થઈ જાય છે. એ સમ્યજ્ઞાનજ્યોતિ પોતાથી વધતી જાય છે; એને રાગની મદદની જરૂર નથી. વ્યવહારરત્નત્રય હોય એનાથી પ્રગતિ થાય, આગળ વધાય એમ નથી. જોકે કેવળજ્ઞાન ભણી ગતિ કરતા જ્ઞાનીને વચમાં શુભભાવ આવશે ખરો, પણ એના વડે કેવળજ્ઞાન ભણી ગતિ થશે એમ છે નહિ. જેટલા અંશે શુભ-અશભથી ભિન્ન પડીને નિર્મળ થયો છે તેટલા અંશે તે ગતિ કરે છે અને તે નિર્મળ અંશ વધતો વધતો કેવળજ્ઞાનને-પૂર્ણને પ્રાપ્ત થશે. એટલે કે શુભભાવનો અભાવ કરીને પૂર્ણને પામશે, પણ શુભભાવ વધી વધીને કેવળજ્ઞાન પામશે એમ છે નહિ. આવો માર્ગ છે, બાપુ ! પૂર્વે કોઈ દિ કર્યો નથી એટલે નવો લાગે છે પણ એ પોતાની જ જાતની ચીજ છે, પોતાના ઘરમાં જ પડી છે. અરે, પોતે જ એ-રૂપે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ જે સદાય પરમાત્મસ્વરૂપે જ છે તે જ (પર્યાયમાં) પરમાત્મરૂપે પ્રગટ થાય છે. * ગાથા ૧૬૧ થી ૧૬૩: આગળની ટીકા ઉપરનું પ્રવચન * “પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપે થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.' કર્મરૂપે થઈને બહાર નીકળી ગયું. એ પાત્ર જે વેશ હતા તે છોડી દઈને કર્મરૂપ થઈને બહાર નીકળી ગયું. જયસેનાચાર્યની ટીકામાં તો જે પુણ્ય છે તેને પાપ જ કહ્યું છે. પુણ્ય-પાપ એમ બે નથી પણ બેય એક પાપ જ છે એમ કહ્યું છે. યોગસારમાં પણ કહ્યું છે કે “પાપતત્ત્વને પાપ તો, જાણે જગ સૌ કોઈ; પુણતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.'' લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? વસ્તુની સ્થિતિ જ આવી છે. એને કચડીમચડીને બીજી રીતે બેસાડવા જઈશ તો એ નહિ બેસે, ભાઈ ! માત્ર તને ખેદ અને દુઃખ જ થશે. * ભાવાર્થ (બાકીના અંશનો) ઉપરનું પ્રવચન * કર્મ સામાન્યપણે એક જ છે તો પણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.” જુઓ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કુશીલ, પરિગ્રહ ઇત્યાદિના અશુભભાવ-એ બેય ભાવ વિકાર છે, બેમાંથી એકેય ધર્મ કે ધર્મનું કારણ નથી. બેય બંધસ્વરૂપ અને બંધનાં જ કારણ છે. તેથી બેય કર્મ-સામાન્યપણે એક જ છે. પુણ્ય-પાપના તો એના બે સ્વાંગ-ભેખ છે. જેમ નાટકમાં એક જ પુરુષ જુદા જુદા પાત્રરૂપે સ્વાંગ ધારણ કરે તેમ કર્મ પુણ્ય અને પાપના સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ્ય હતું તેને જ્ઞાને યથાર્થ જાણી લીધું. ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા સ્વભાવી છે. તેમાં એકાગ્ર થયેલા જ્ઞાને પુણ્ય-પાપના સ્વાંગ ધારણ કરેલા કર્મને યથાર્થ જાણી લીધું. પહેલાં બેમાં ફેર જણાતો હતો તે મિથ્યાત્વ હતું. પણ અંતરમાં એકાગ્ર થતા જે જ્ઞાન પ્રગટ થયું તેણે જાણી લીધું કે બેય એક જ છે, વિભાવ છે, પુગલની જાત છે, ફરક કાંઈ નથી, બન્નેય સંસારનું જ કારણ છે. આમ યથાર્થ જ્ઞાન જ્યાં પ્રગટ થયું ત્યાં તે પુણ્ય-પાપના સ્વાંગ તજી દઈને રંગભૂમિમાંથી કર્મ બહાર નીકળી ગયું. અહાહા...! આત્માએ જ્યાં જ્ઞાનનો ભેખ ધારણ કર્યો ત્યાં પુણ્ય-પાપ પલાયન થઈ ગયાં. હવે આ બધાનો સરવાળો કહે છે આશ્રય, કારણ, રૂપ સવાદનું ભેદ વિચારી ગિને દોઊ ત્યારે, પુણ છે પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુ:ખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લખે બુધ આશ્રય આદિ સમાન વિચારે, બંધકે કારણ હૈ દોઉ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે.'' અજ્ઞાની જીવ પુણપરિણામ મોક્ષમાર્ગના આશ્રયે છે અને પાપપરિણામ બંધના આશ્રયે છે એમ ભેદ પાડે છે. અજ્ઞાની પુણ્યબંધમાં શુભભાવ નિમિત્ત છે અને પાપબંધમાં અશુભભાવ નિમિત્ત છે-એમ કારણભેદ માને છે. વળી તે એક પુણ્યપ્રકૃતિરૂપ છે બીજું પાપપ્રકૃતિરૂપ છે એક સ્વરૂપભેદ માને છે. તથા પુણનો સ્વાદ ભલો-મીઠો અને પાપનો સ્વાદ બૂરો-કડવો માને છે. આ પ્રમાણે તે કર્મમાં ભેદ પાડી બન્નેને જુદાં જુદાં સુખ દુઃખનાં કરવાવાળા માને છે. પરંતુ પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન છે એનું જેને ભાન થયું તે ધર્મી જીવ પુણ્ય અને પાપ બન્નેને એક જ જાણે છે. બન્ને બંધમાર્ગના આશ્રયે જ છે એમ જાણે છે. પુણ્ય-પાપના ભાવ અને વિકાર છે અને બંધના જ કારણ છે એમ જાણે છે. બન્ને પ્રકૃતિ પુદ્ગલમય જ છે અને બન્નેનું ફળ પણ પુદ્ગલમય જ છે એમ યથાર્થ જાણે છે. પુણ્યના ફળમાં મોટો દેવ થાય વા મોટો શેઠ થાય અને સ્ત્રી, કુટુંબ-પરિવાર વગેરે સંજોગો ઠીક મળે, સંપત્તિના ઢગલા થાય પણ એ બધું ધૂળ-માટી પુદ્ગલ જ છે એમ સમકિતી યથાર્થ જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૭ પ્રશ્ન- આપ ધનાદિ સંપત્તિ વગેરેને ધૂળ-માટી કહો છો પણ એના વિના શું ચાલે છે? ઉત્તર- એના વિના ન ચાલે એ તારી માન્યતા ભ્રમ અને અજ્ઞાન છે. એ તો કહ્યું હતું એક ફેરા કે સ્વદ્રવ્ય (-જીવ) અનંતા પરદ્રવ્ય (પુદગલાદિ સર્વ)ના અભાવથી જ ટકી રહ્યું છે. જુઓ, આ બે આંગળી છે ને? તેમાં આ એકમાં બીજીનો અભાવ છે. બીજીનો અભાવ છે તો આ એક પોતાના ભાવે ટકી રહી છે. તેમ સચ્ચિદાનંદ નિર્મળાનંદસ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ-દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્માદિનો અભાવ છે એટલે એ ત્રિકાળ અસ્તિપણે ટકી રહ્યો છે. ભાઈ ! આ શરીર, બાયડી-છોકરાં અને ધૂળના (-ધનના) ઢગલા-એ બધાનો એમાં અભાવ છે, સદાકાળ અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે. ( જો આત્મા ધનાદિ પરભાવથી ટકે તો બે એક થઈ જતાં આત્માનો અભાવ થઈ જાય છે. હવે આવી વાત છે ત્યાં આના વિના ન ચાલે એમ માનનારા તો મૂઢ મિથ્યાદષ્ટિ છે, સંસારમાં ચારગતિમાં રઝળનારારખડનારા છે. સમજાણું કાંઈ....! પ્રશ્ન:- આ છોકરા પૈસા-બેસા રળે ત્યારે (ધંધામાંથી) નિવૃત્તિ મળે ને? ઉત્તર- આ પૈસા-ઐસા તો ધૂળેય નથી, સાંભળને. એ કાંઈ જીવનું જીવતર છે? જીવનું જીવતર તો ચૈતન્યપ્રાણ વડ છે, ધૂળ વડ નહિ; એનો તો જીવમાં અત્યંત અભાવ છે. અને નિવૃત્તિ તો અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો થાય છે તેનાથી નિવૃત્ત થતાં-વિરત્ત થતાં થાય છે. જેમાં જન્મ-મરણના અંત આવે એને નિવૃત્તિ કહીએ. ભગવાન આત્માની સહજ-પ્રાપ્ત પરમાનંદમય દશા તે નિવૃત્તિનો-મોક્ષનો માર્ગ છે. બાકી આ કરો ને તે કરો, વ્રત કરો ને દયા કરો એ બધો સંસારનો માર્ગ છે. જિન ભગવાનના માર્ગમાં તો જિનમુનિ પુણ્ય-પાપની ભાવના છોડીને અંતર ચૈતન્યસ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય-પાપરહિત થઈને મોક્ષ પધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વરાગરહિત વીતરાગપદને પ્રાપ્ત થઈ જાય છે-એમ કહે છે. આ અધિકાર પૂરો થયો, લ્યો. આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્યદવપ્રણીત સમયસાર શાસ્ત્ર પરનાં પરમ કૃપાળુ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો ત્રીજો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત થયો. ઇતિ. [ પ્રવચન નં. ૨૨૩ થી ૨૨૮ (ચાલુ) * દિનાંક ૬-૧૧-૭૬ થી ૧૧-૧૧-૭૬] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates 5555555555555555555 -૪આસ્રવ અધિકાર 5 卐 5555555555 अथ प्रविशत्यास्त्रवः। 95 95 95 卐 卐 (વ્રુતવિનન્વિત ) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम् । अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ।। ११३ ।। દ્રવ્યાસ્ત્રવથી ભિન્ન છે, ભાવાસ્ત્રવથી કરી નાશ; થયા સિદ્ધ પ૨માતમા, નમું તેહ, સુખ આશ. પ્રથમ ટીકાકાર કહે છે કે ‘ હવે આસ્રવ પ્રવેશ કરે છે'. જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્ત્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છેઃ શ્લોકાર્થ:- [અથ] હવે [ સમર પાતક્] સમરાંગણમાં આવેલા, [માનવ– નિર્મરમન્થર] મહા મદથી ભરેલા મદમાતા [ આવક્] આસ્રવને [સયન્ ટુર્નયોધધનુર્ધર: ] આ દુય જ્ઞાન-બાણાવળી [નયતિ] જીતે છે- [૩વારશમીરમહોય: ] કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શક્તા નથી એવો છે). ભાવાર્થ:- અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે ‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્ત્રવને જીતે છે'. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્ત્રવ સંગામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્ત્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૬૪-૧૬૫ तत्रास्रवस्वरूपमभिदधाति मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।। १६४ ।। णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति। तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो।। १६५ ।। मिथ्यात्वमविरमणं कषाययोगौ च संज्ञासंज्ञास्तु। बहुविधभेदा जीवे तस्यैवानन्यपरिणामाः।। १६४ ।। ज्ञानावरणाद्यस्य ते तु कर्मणः कारणं भवन्ति। तेषामपि भवति जीवश्च रागद्वेषादिभावकरः ।। १६५ ।। હવે આમ્રવનું સ્વરૂપ કહે છે: મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંશ છે, ‘એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. ગાથાર્થ- [ મિથ્યાત્વમ્] મિથ્યાત્વ, [વિરમi ] અવિરમણ, [ વષાયયોની ] કષાય અને યોગ એ આસ્રવો [ સંજ્ઞાસંજ્ઞા: 1] સંશ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંg (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. [વવિધમા:] વિવિધ ભેટવાળા સંશ આગ્નવો[ નીવે] કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ- [તચ પર્વ ] જીવના જ [બન્યપરિણામ:] અનન્ય પરિણામ છે. [તે તુ] વળી અસંજ્ઞ આસ્રવો [ જ્ઞાનાવરણIઘચ વર્મા: ] જ્ઞાનાવરણ આદિ કર્મનું [ PIR[ ] કારણ (નિમિત્ત) [ મવત્તિ] થાય છે [] અને [તેષામ મu] તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આગ્નવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) [રા ફેષાવિભાવર: નીવ:] રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ [ મવતિ] કારણ (નિમિત્ત) થાય છે. ટીકાઃ- આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસ્ત્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે (જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્ધિકાર છે). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણનાં (આવવાના) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્ત્રવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને ) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદગલપરિણામોને) આસ્ત્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહુ જ આસ્ત્રવો છે. અને તે તો (-રાગદ્વેષનો તો) અજ્ઞાનીનેજ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.) ભાવાર્થ:- જ્ઞાનાવરણાદિ કર્મો ના આસ્ત્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિકર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્ત્રવો છે. વળી તેમને કર્મઆસ્ત્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહુ જ આસ્ત્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્ધિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આત્મવો હોય છે. આસવ અધિકાર શુભ અને અશુભભાવ બન્ને આસ્રવ છે. તેના સ્વરૂપને જાણીને આત્મા તેને જીતે છે તેનો આ અધિકાર છે. “દ્રવ્યાસૈવથી ભિન્ન છે, ભાવાસ્રવ કરી નાશ; થયા સિદ્ધ પરમાતમા, નમું તેહ, સુખ આશ.'' આત્મા દ્રવ્ય એટલે જડ આસ્રવથી ત્રિકાળ જુદો છે. પરમાણુ-રજકણો તો અજીવ અચેતન છે અને એનાથી ચૈતન્ય મહાપ્રભુ આત્મા જાદો જ છે. તથા ભાવાગ્નવ જે પુણ્ય-પાપના વિકારી ભાવો-તેમનો સ્વભાવના આશ્રયે જેમણે નાશ કર્યો અને પરમ વીતરાગ ભાવને પ્રાપ્ત થઈ જેઓ પરમાત્મપદ-ધૂણમો સિદ્ધાણં' પદને પામ્યા અર્થાત્ મોક્ષ પધાર્યા તેમને હું અતીન્દ્રિય આનંદની-સુખની અભિલાષાથી નમન કરું છું એમ કહે છે. જુઓ, નમન કરું છું એમ જે વિકલ્પ છે એ તો શુભરાગ છે, પણ અભિલાષા તો અંદર નિરાકળ આનંદની પ્રાપ્તિની છે. નમન કરવાથી–વિકલ્પથી થાય એમ નહિ, પણ કથનમાં બીજી શૈલી શું આવે? (થશે તો સ્વાશ્રયે જ) પુણ્ય થશે અને તેથી સ્વર્ગાદિ મળશે અને આ ધૂળના (-લક્ષ્મીના) ઢગ મળશે એવી પુણ્યના સુખની અભિલાષાથી નમું છું એમ લીધું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૪-૧૬૫ ] [ ૨૨૧ વળી પરમાત્મપદને પામ્યા તે આસ્રવથી પામ્યા એમ નથી. શું વ્યવહાર મોક્ષમાર્ગનું (શુભાન્સવનું) ફળ નિશ્ચય મોક્ષમાર્ગ હશે? (ના). એમ જે માને છે એ તો અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. “ભાવાસ્રવ કરી નાશ” એમ કહ્યું એટલે પુણ્ય-પાપરૂપ સમસ્ત આગ્રુવનો નાશ કરી પરમાત્મપદને પામ્યા છે. પણ શું થાય? માણસને પુણ્યની મીઠાશ અને પકડ થઈ ગઈ છે. પુણ્યના ફળમાં બહાર પૈસા, આબરૂ, બાગ, બંગલા, બાયડી-છોકરાં, મખમલનાં કપડાં, ઇત્યાદિ ચમક-દમક દેખાય છે તેથી તે ભરમાઈ ગયો છે. પણ ભાઈ ! એ બધું શું છે? એ તો ધુળ છે. પુગલ છે. પેલો બાળકનો દાખલો નથી? કે જેઠ મહિનાની ગરમી હોય, એક દોઢ વર્ષનું બાળક હોય અને ભૂખ કરતાં વધારે દૂધ પીવાઈ ગયું હોય તો પછી તે બાળકને સેરણું-પાતળા દસ્ત થઈ જાય. બાળકને કાંઈ ખબર નહિ એટલે એમાં હાથ નાખે અને ઠંડુ ઠંડુ લાગે એટલે તે એને ચાટે. બસ, આવું જ અજ્ઞાનીને પુણ્યના ફળના ભોગનું ચાટવું છે. હવે આવું આકરું લાગે પણ શું થાય? ઈદોરમાં કાચના મંદિરમાં લખ્યું છે ને કે ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ; કાગ-વિટ સમ ગિનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.'' સમ્યગ્દષ્ટિ લોકો એટલે કે જ્ઞાનીઓ, પુણ્યના ફળ એવાં ચક્રવર્તીપદ કે જેમાં હજારો રાણીઓ તથા ઇન્દ્રપદ કે જેમાં કરોડો દેવાંગનાઓનો સમાગમ હોય-તેને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. એમ કે માણસની વિષ્ટામાંથી તો ખાતરેય થાય અને એને ભુંડ પણ ખાય પણ કાગડાની વિટ્ટામાંથી તો ખાતરેય ન થાય અને એને ભુંડ પણ ન ખાય. અહા ! આત્મા એકલી પવિત્રતાનો પિંડપ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ -સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનું ઘર છે. એ નિજ ઘરમાં આવતો નથી અને વ્યભિચારી થઈને પરઘરમાં સુખ માની રઝળે છે ! પુણ્યને વિષ્ટા કહી ત્યાં તો રાડ પાડી ઉઠે છે. પણ ભાઈ ! પુણ્યના ફળના ભાગમાં બેઠેલો ખરેખર વિષ્ટાના ઢગલા પર બેઠેલો છે. સમયસાર, મોક્ષ અધિકારમાં શુભભાવને ઝેરનો ઘડો કહ્યો છે. પાપના પરિણામ તો ઝેરનો ઘડો છે જ, પણ શુભભાવ પણ ઝેરનો ઘડો-વિષકુંભ છે. એક ભગવાન આત્મા અમૃતનો સાગર છે; કેમકે પુણ્ય-પાપથી એ રહિત છે ને ? આવા પુણ્ય-પાપથી રહિત નિજ આત્માને જે જોયો છે તે પુણ્યની આશા કરતા નથી. તે તો માત્ર સિદ્ધ ભગવાનના જેવા અતીન્દ્રિય આનંદને જ ઇચ્છે છે. સમજાણું કાંઈ...? બાપુ! અંદર આનંદનો નાથ સદાય વિરાજી રહ્યો છે પણ એની તને ખબર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહીં પ્રથમ ટીકાકાર કહે છે કે-“હવે આસ્રવ પ્રવેશ કરે છે.'' જેમ નૃત્યના અખાડામાં-નાટકશાળામાં નૃત્ય કરનાર પુરુષ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે.” પુણ્ય અને પાપ બેઉ આસ્રવ છે, નવાં આવરણ આવવાનું કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો અંદર પાણી આવે છે તેમ ભગવાન આત્મામાં પુણ્ય-પાપરૂપ છિદ્ર પડતાં સ્વર્ગાદિનું આવરણ આવે છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે.' નાટકમાં જેમ પ્રથમ નારદ સ્વાંગ લઈને આવે છે અને બોલે છેબ્રહ્માસુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું' એમ અહીં નાટકમાં એમ આવે છે કેબ્રહ્માસુત હું જ્ઞાન કહાવું, જ્યાં તીર્થકર ત્યાં સંગ કરાવું.' એમ કે પુણ્ય-પાપનો પ્રેમ તોડવીને હું ભગવાન સાથે પ્રીતિ કરાવું. ભગવાન આત્માની રુચિ કરાયું. અહો ! વીતરાગતાના નાટકની શરૂઆત આ રીતે થાય છે. એવા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે: * કળશ ૧૧૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “અથ' હવે “સમ૨૨૪૫૨તમ' સમરાંગણમાં આવેલા, “મહામનિર્ભમન્થ' મહામદથી ભરેલા મદમાતા “શાશ્વવન' આસ્રવને “લયન ટુર્નવોઘધનુર્ધર:' આ દુર્જય જ્ઞાનબાણાવળી ‘નયતિ' જીતે છે. શું કહ્યું આ? આ સમયસાર નાટક છે ને? એમાં આગ્નવરૂપી મહામદથી ભરેલો યોદ્ધો છે તેને ભારે અભિમાન ચઢી ગયું છે. એમ કે મેં મોટા મોટા મહાવ્રતના ધરનારા અને ૨૮ મલગણના પાળનારા એવા દિગંબર સાધઓને (દ્રવ્યલિંગીઓને) પણ પછાડયા છે. પંચમહાવ્રતના શુભ પરિણામથી લાભ થાય એવી માન્યતા કરાવીને મેં મહંતોને પણ મિથ્યાત્વના કૂવામાં ઉતારી દીધા છે. તો તારી તો શું વિસાત? આખા જગત પર જેની આણ વર્તે છે એવો હું સમરાંગણનો મહાન યોદ્ધો છું. એમ આસ્રવને ખૂબ મદ ચઢી ગયો છે. અહીં કહે છે-આવા એ આસ્રવને, દુર્જય એટલે જેને જીતવો કઠણ છે એવો આ જ્ઞાન–બાણાવળી જીતે છે. ભગવાન આત્મા ચિદાનંદમય શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. એમાં એકાગ્ર થઈ જેણે અંતરમાં જ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનરૂપી દુર્જય બાણાવળી છે. પુણ્ય-પાપરહિત ભગવાન આત્માનું જ્ઞાન કર્યું એ મહાન બાણાવળી છે. ક્રમે ક્રમે તે આસ્રવને પછાડે છે, જીતે છે, અને સંવરને પ્રગટ કરે છે. અહાહા..! શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપની દષ્ટિના પ્રહાર વડે એકાગ્રતાનું વેધક બાણ છોડી તે આસ્રવને જીતી લે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૪-૧૬૫ ] [ રર૩ જુઓ, આસ્રવને અભિમાની યોદ્ધો કહ્યો, અને બોધને (સમ્યજ્ઞાનને) દુર્જય ધનુર્ધરબાણાવળી કહ્યો. પુણ્ય-પાપમાં એકાગ્ર થતાં પ્રગટ થયેલો એ આસ્રવ વિકાર, વિભાવ, દુઃખ અને સંસારનું કારણ હતો. તેને અવગણતાં અને આનંદના નાથ ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં પ્રગટ થયેલું જે જ્ઞાન-તે દુર્જય બાણાવળી આમ્રવને જીતી લે છે અને એક પછી એક એમ ક્રમશઃ સંવર અને નિર્જરા પ્રગટ કરે છે, શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ કરે છે. અહાહા..! વસ્તસ્વભાવ જે પુરણ ચૈતન્યકંદ પ્રભુ છે તેમાં દષ્ટિ અને એકાગ્રતા થતાં જે જ્ઞાનધારા અને આનંદધારા પ્રગટ થઈ તે દુર્જય બોધ–બાણાવળી છે. અગાઉ જે પરિણામમાં પુણ્ય-પાપ થતા તે પરિણામે સંવરને જીતી લીધો હતો. હવે તે પરિણામને (આમ્રવને) અવગણીને જે પરિણામ શુદ્ધ ચિતૂપમાં મગ્ન થયા તે જ્ઞાનના પરિણામ અશુદ્ધતાને-આસ્રવને જીતી લે છે. ગજબ વાત છે, ભાઈ ! જેમ અર્જુન અને રામનાં બાણ પાછાં ન ફરે, દુશ્મનને જીતીને જ રહે; તેમ પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન અંદર આખો ચિદાનંદ ભગવાન ત્રિકાળી પડયો છે એનો સ્વીકાર થતાં જે શ્રદ્ધાન-જ્ઞાન અને આનંદની ધારા પ્રગટ થઈ તેણે આસ્રવને જીતી લીધો છે, ખતમ કર્યો છે. પદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આસ્રવ છે. તેને સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલો જ્ઞાન–બાણાવળી જીતી જ લે છે. પરના અવલંબને થતા પરિણામને સ્વના અવલંબને થતું પરિણામ (-જ્ઞાન) જીતી લે છે. આ એક જ આસ્રવને જીતવાનો-હુઠાવવાનો પ્રકાર છે. અહાહા...! સ્વ એટલે આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ છે. એના અતીન્દ્રિય આનંદરસના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં જેવાં તુચ્છ ભાસે છે. અહા ! જેમાં દુનિયા-મૂઢ જીવો મઝા માને છે તે વિષયો જ્ઞાનીને ફીકા-વિરસ અને ઝેર જેવા લાગે છે. આવાં જ્ઞાન-આનંદ જેને પ્રગટ થયાં છે તે જ્ઞાન–બાણાવળી છે અને તે આસ્રવને જીતી લે છે. અહીં જ્ઞાન એટલે શાસ્ત્ર-જ્ઞાન કે બીજા જાણપણાની વાત નથી. આ તો નિર્વિકાર સ્વસંવેદનપૂર્વક પ્રગટ થયેલા સમ્યજ્ઞાનની વાત છે. પુષ્ય-પાપના ભાવથી રહિત એક જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે જ્ઞાનધારા, સમકિતધારા, આનંદધારા, સ્વસંવેદનધારા પ્રગટ થઈ તે જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતી લે છે; અને આ ધર્મ છે. હવે આ જ્ઞાન–બાણાવળી કેવો છે? તો કહે છે-“વારસામીરમહોય:' એ જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે. અહા ! આમ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો કાઢીને આપે એવો છે. અહાહા..! ભગવાન આત્મા અંદર એકલો આનંદ અને પુરુષાર્થનો દરિયો છે, સ્વભાવનો અનંતો સાગર છે. ગુણોનું ગોદામ છે. એમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી પડી છે. આવા ચૈતન્યરત્નાકરમાં નિમગ્ન થઈને જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતવા જેટલો જોઈએ એટલો પુરુષાર્થ પૂરો પાડે એવો છે. વળી તે ગંભીર છે. ભગવાન આત્મા અનંત અનંત શક્તિઓનો પિંડ છે. તેના અનુભવથી પ્રગટ થયેલું જ્ઞાન અનંત શક્તિઓ સહિત ઉછળે છે તેવું ગંભીર છે. તેના આનંદ આદિ સ્વભાવો સાથે જ ઉછળે છે. અહાહા...! તે અપાર-અપાર-અપાર છે. છદ્મસ્થ-આવરણમાં રહેલા અલ્પજ્ઞ જીવો તેનો પાર પામી શકતા નથી તેવો તે છે. જુઓ, આસ્રવ અધિકાર શરૂ કરતાં આસ્રવને જીતનાર સમ્યજ્ઞાનનું આ માંગલિક કર્યું. લોકો બહાર રળવા જાય કે પરણવા જાય ત્યારે માંગલિક સંભળાવો-એમ કહે છે ને? હવે એ તો બધા એકલા પાપના ભાવો છે. એમાં શું માંગલિક કરવું? અમંગળનું વળી માંગલિક શું? અહીં તો એનું માંગલિક કર્યું જેણે પુણ્ય-પાપ રહિત થઈને શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માનો અનુભવ પ્રગટ કર્યો અને આસ્રવને જીતી લીધો. અહાહા...! જે જ્ઞાન આત્માનો અનુભવ કરે અને તેની (આત્માની) યાદદાસ્ત ધારણામાં રહી ગઈ છે તે આસ્રવને જીતે છે અને તે મંગળ છે. અહા ! સાંભળીને કે વાંચીને નહિ પરંતુ અનુભવ કરીને યાદગીરી પ્રાપ્ત કરી છે તે આસ્રવને જીતે છે. બીજે ઠેકાણે આવે છે ને કે શ્રુતજ્ઞાનની ધારા કેવળજ્ઞાનને બોલાવે છે. એમ કે-પૂર્ણજ્ઞાન જે મારો સ્વભાવ છે તે પર્યાયમાં આવો. આવે. આવો. આવો ગંભીર આત્માનો સ્વભાવ છે અને આવું ગંભીર આત્માનું સમ્યજ્ઞાન છે. છદ્મસ્થ અલ્પજ્ઞ જીવો ઉપલક દષ્ટિ વડે તેનો પાર પામી શકતા નથી એવું એ અપાર ગંભીર છે. અહો ! સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા! એની જે જાગૃત દશા થઈ તેની મહાન ઉદારતા અને અપાર ગંભીરતાની શી વાત! * કળશ ૧૧૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં નૃત્યના અખાડામાં સૂવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે“ “જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતે છે.'' જુઓ, શુભાશુભ ભાવ છે તે અશાંત રસ છે. આસ્રવ છે તે અશાંત રસ છે. અને ભગવાન આત્માના જ્ઞાન અને ધ્યાન એ શાંત રસ છે. અહીં છે તો શાંત રસનું, અકષાય રસનું, ઉપશમ રસનું, વીતરાગ રસનું વર્ણન; પણ અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતે છે.” મૂળ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં નિમગ્ન થતાં આસ્રવ મટે છે અને જ્ઞાન અને શાંતિ પ્રગટ થાય છે. અહીં આ વાતને અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને કહ્યું કે જ્ઞાન આમ્રવને જીતે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૪–૧૬૫ ] [ ૨૨૫ હવે આમાં કોઈને એમ થાય કે આ તે વળી કેવો ધર્મ? દરિદ્રીને દાન દેવું, ભૂખ્યાને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું અને ચિકિત્સાલયો બનાવવા ઇત્યાદિ તો આમાં આવતું નથી. અરે ભાઈ ! તું દાન આદિ દેવાની વાત કરે છે પણ શું આત્મા એ બધું (-પરદ્રવ્ય ) દઈ શકે છે? (ના). શું આત્મા ચિકિત્સાલયો બનાવી શકે છે? (ના). એ બધી પર દ્રવ્યનીપુદ્ગલની અવસ્થાઓ તો પોતપોતાના કારણે પોતપોતાના સમયે થયા કરે છે, તેનો કર્તા આત્મા કદીય છે નહિ. અહીં તો જન્મ-મરણના રોગને મટાડવાના ચિકિત્સાલયની વાત છે. પૈસા કમાવા અને પૈસા દેવા ઇત્યાદિ આત્માના પુષાર્થનું કાર્ય નથી. એ તો પૂર્વનાં પુણ્ય હોય તો મળે છે. પૈસા કોઈ પુરુષાર્થથી કમાય છે એમ છે નહિ. એકમાત્ર શાંતરસઉપશમરસ જીવ પોતાના પુરુષાર્થ વડે પ્રગટ કરી શકે છે અને તે ધર્મ છે, તે જન્મ-મરણ મટાડનારું ઔષધ છે. અહીં કહે છે-“આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આમ્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય ભલભલા અગિયાર અંગના પાઠીઓને પણ મેં પછાડ્યા છે એમ ગર્વથી ઉન્મત્ત થયેલો આસ્રવ સમરાંગણમાં આવી ઊભો છે. પરંતુ પોતાના સ્વરૂપનું જેને સંચેતન છે એવો જ્ઞાનયોદ્ધો એનાથી મહા બળવાન છે. તે સ્વરૂપનો આશ્રય કરીને આસ્રવને જીતી લે છે, આમ્રવને મિટાવી દે છે. અહાહા...! પોતાના અનંતબળસ્વરૂપ ભગવાનને જેણે જાણ્યો તે જ્ઞાન, પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો. વસ્તુ તો વસ્તુ સદા અનંતવીર્યસંપન્ન છે જ, આ તો એના આશ્રયે પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો એની વાત છે. સ્વરૂપના આશ્રયે જ્ઞાન એવો બળવાન યોદ્ધા થયો કે તે આસ્રવને જીતી લે છે અને અંતર્મુહૂર્તમાં સમસ્ત કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે, સર્વોત્કૃષ્ટ પદને ઉપજાવે છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી તેને અંતરમાં વાળી જ્ઞાનસ્વરૂપમાં મગ્ન કરતાં અંતર્મુહૂર્તમાં સર્વ કર્મોનો નાશ કરીને તે કેવળજ્ઞાન ઉપજાવે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. આત્માનો સ્વભાવ કહો, શક્તિ કહો કે સામર્થ્ય કહો; એ તો સિદ્ધ પરમેશ્વરના સમાન જ છે. તેને પર્યાયમાં પ્રગટ કરી સમસ્ત આગ્રુવનો નાશ કરી પરમાત્મપદ-સિદ્ધપદને પ્રાપ્ત કરવાની આ વાત છે. હું તો જ્ઞાતા-દષ્ટા જ્ઞાનાનંદસ્વભાવી એક ચિત્માત્ર ભગવાન આત્મા છું, પુણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પાપ એ મારું સ્વરૂપ નહિ, મારું કર્તવ્ય પણ નહિ. આમ જાણીને જે સ્વરૂપના અંતરમાં નિમગ્ન થાય છે, એકાગ્ર થાય છે તે આસ્રવને જીતે છે અને એ જ ધર્મ છે. આવી વાત છે. * સમયસાર ગાથા ૧૬૪-૧૬૫ : મથાળુ * હવે આસ્રવનું સ્વરૂપ કહે છે: * ગાથા ૧૬૪-૧૬૫ : ટીકા ઉપરનું પ્રવચન * “આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આગ્નવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે.' રાગ, દ્વેષ અને મોહ-એ આગ્નવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે એટલે પોતાના પરિણામના આશ્રયે થાય છે, અને તેથી તેઓ જડ નથી. અહીં પ્રથમ આગ્નવો જીવની પર્યાયમાં થાય છે એમ સિદ્ધ કરવું છે. આગ્નવો વાસ્તવિક ચૈતન્યનું સ્વરૂપ તો નથી, પણ તેઓ જીવની પર્યાયમાં ચિદ્ધિકારપણે થાય છે માટે તેઓ ચિદાભાસ છે. જુઓ, સમયસાર, ગાથા ૭ર માં એમ કહ્યું કે-પુણ્ય-પાપરૂપી આગ્નવો જડ છે, તે જીવનો ચૈતન્યસ્વભાવ નથી. ત્યાં શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે અને આગ્નવો પોતે પોતાને જાણતા નથી, પરને જાણતા નથી પણ તેઓ પર વડ (જીવ વડે) જણાય છે માટે તેઓ જડ છે એમ ત્યાં કહ્યું છે. અહીં કહે છે કે-આસ્રવો જડ નથી. “મનહત્વે સતિ' એમ ટીકામાં પાઠ છે ને! માટે તે ચૈતન્યના પરિણામ છે અને ચૈતન્યના (પર્યાયના) અસ્તિત્વમાં પોતાથી થાય છે. ગંભીર વાત. રાગ, દ્વેષ અને મોહ-એ આગ્નવો પોતાના પરિણામના કારણે આશ્રયે થાય છે, એટલે તેઓ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી એમ અહીં સાથે સાથે સિદ્ધ કરે છે. અહા ! રાગ તે ચૈતન્યની પરિણતિ છે માટે ચિદાભાસ એટલે ચૈતન્યનો અભાસ એવો ચિદ્ધિકાર છે. હવે એકકોર એમ કહે કે-આસ્રવો જડ, અશુચિ અને દુ:ખનું કારણ છે અને અહીં કહે કે તેઓ જીવના પરિણામ છે–આ તે કેવી વાત! ભાઈ ! જ્યાં આસ્રવો જડ, અશુચિ અને દુઃખનું કારણ કહ્યા ત્યાં આન્સવોનું કર્તાપણું છોડાવી શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરાવવી છે. ત્યારે અહીં તેઓ પોતાની-જીવની પર્યાયમાં થાય છે એમ સિદ્ધ કરીને કર્મના ઉદયને લઈને તેઓ થાય છે એમ નથી એમ સિદ્ધ કરવું છે. લોકો રાડ પાડે છે ને કે વિકાર કર્મને લઈને થાય છે; સિદ્ધમાં કર્મ નથી તો વિકાર નથી, માટે કર્મ ન હોય તો વિકાર ન થાય અર્થાત્ વિકાર કર્મને લઈને થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૪-૧૬૫ ] [ ૨૨૭ છે. તેને કહે છે કે વિકાર પોતાના કારણે થાય છે, કર્મને કારણે નહિ. ઘણે ઠેકાણે-પ્રવચનસારમાં, સમયસારમાં આવે છે કે-કર્મના ઉદયમાત્રથી જો આત્માને રાગ-દ્વેષાદિ થાય તો સદાય સંસાર જ રહ્યા કરે, કેમકે સંસારીઓને કર્મનો ઉદય તો સદાય હોય છે જ. પ્રવચનસાર, ગાથા ૪૫ ની જયસેનાચાર્યની ટીકામાં આ વાત લીધી છે. ખરેખર તો જીવ વિકારના પરિણામ કરે તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. વસ્તુસ્વરૂપ આવું છે. પંચાસ્તિકાય ગાથા ૬૨ માં જ્યાં પાંચ અસ્તિકાય સિદ્ધ કરવા છે ત્યાં વિકાર પોતાના અસ્તિત્વમાં પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકના પરિણમનથી થાય છે, એને ૫૨ કાકોની અપેક્ષા નથી એમ કહ્યું છે. વિકારનો કર્તા પોતે વિકાર, વિકાર કર્મ વિકારનું પોતાનું, વિકારનું સાધન વિકાર પોતે, વિકારનું સંપ્રદાન પોતે વિકાર, વિકારનું અપાદાન વિકાર પોતે અને વિકારનું અધિકરણ પણ વિકાર પોતે. ત્યારે કોઈ કહે કે આ તો અભિન્ન કારણની વાત થઈ ? હા; પણ અભિન્ન કારણનો અર્થ શું? કે બીજું કારણ નથી. (પોતે જ કારણ છે). ભાષાથી તો સમજાવવામાં આવે છે, પરંતુ જેને આ અંતરમાં બેસી જાય એની બલિહારી છે. સમજાણું કાંઈ...? મોટી તકરાર છે ને? એમ કે વિકાર કર્મને લઈને ન થાય તો વિકાર સ્વભાવ થઈ જશે; આવો એમનો તર્ક છે. પરંતુ ભાઈ ! સમયસાર, ગાથા ૩૭૨ માં રાગને જીવનો સ્વભાવ (પર્યાયભાવ) કહ્યો છે. ‘ સ્વમાવેનૈવોત્પાવાત્' એમ ત્યાં ટીકામાં પાઠ છે. મિથ્યાત્વ તથા પુણ્ય-પાપ આદિ પર્યાયનો સ્વભાવ છે. ત્યાં કહ્યું છે કે-‘ જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એવી શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે.' અહા ! શું થાય? આ તો જેને આત્માની સત્યતા શોધવી હોય એના માટે છે. બાકી આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું , નથી. બીજી વાત–‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્દગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્દગલકર્મના આસ્રવણનાં (–આવવાનાં ) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્રવો છે;...’ શું કીધું એ ? જૂનાં કર્મનો જે ઉદય છે એ નવાં કર્મને આવવાનું નિમિત્ત છે માટે તેને આસ્રવ કહે છે. અસંજ્ઞ આસ્રવો તે જડના પરિણામ-જડના ભાવ છે. તે અજીવ પુદ્દગલ છે. દર્શનમોહ કર્મ, ચારિત્રમોહ કર્મ, કષાય તથા યોગનો જે ઉદય આવે છે તે જડના પરિણામ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે જાણવી જોઈએ, નહિતર એકાંતની પકડ થઈ જાય. એક બાજુ સમયસાર ગાથા ૭૫-૭૬ માં એમ કહે કે-જ્ઞાનીનો આત્મા જ્ઞાનસ્વભાવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરિણમે છે માટે જ્ઞાનીને આત્મા વ્યાપક અને નિર્મળ પરિણામ એનું વ્યાપ્ય કર્મ છે. તથા જે કાંઈ વિકાર બાકી રહ્યો છે તેમાં કર્મ વ્યાપક થઈને વિકાર કરે છે અર્થાત્ તે વિકાર કર્મનું વ્યાપ્ય કાર્ય છે. ત્યાં તો જ્ઞાન અને રાગને જુદા પાડવાની વાત છે. દ્રવ્યસ્વભાવમાં કે તેના અનંત ગુણોમાં કયાં વિકાર છે કે વિકાર તેનું વ્યાપ્ય થાય? તેથી જ્ઞાનભાવે પરિણમનાર જ્ઞાનીને વિકાર કર્મનું વ્યાપ્ય કહ્યું. અહીં તો વિકાર પ્રથમ ચૈતન્યની પર્યાયના અસ્તિત્વમાં થાય છે એમ સિદ્ધ કરી પછી કાઢી નાખે છે. રાગ, દ્વેષ અને મોહ એ આત્મદ્રવ્યની પર્યાયના અસ્તિત્વમાં જ છે અને તે પોતાથી જ છે, પરને-કર્મને લઈને નહિ એમ સિદ્ધ કરીને પછી કાઢી નાખશે. ઝીણી વાત છે, ભાઈ ! અહા ! એક બાજુ રાગ-દ્વેષ-મોહ-એ આગ્નવોને ચૈતન્યના પરિણામ સિદ્ધ કરીને ચિદાભાસ કહ્યા. બીજી બાજુ દર્શનમોહ-મિથ્યાત્વ, ચારિત્રમોહ–અવિરતિ, કષાય અને યોગ એવા જડના પરિણામને ખરેખર આઝૂવો કહ્યા; કેમકે જૂનાં (પૂર્વના) જડ કર્મનો ઉદય નવાં કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે. પણ એ જૂનાં કર્મ નવા કર્મના આસ્રવણનું નિમિત્ત થાય કયારે? તો કહે છે કે-જીવ રાગ-દ્વેષ-મોહના પરિણામ કરે ત્યારે. જૂના જડ કર્મના ઉદયને ખરેખર આસવ કેમ કહ્યો? (કારણ કે નવા પુદ્ગલ કર્મના બંધનમાં પુદગલ નિમિત્ત હોય, જીવસ્વભાવ નહિ એમ અધ્યાત્મની અપેક્ષાએ વાત છે) કે જૂનાં કર્મ, નવાં કર્મના બંધનમાં નિમિત્ત હોવાથી તેઓને ખરેખર આઝૂવો કહ્યા. હવે કહે છે અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલ પરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્તે રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે.' વ્રત, ભક્તિ આદિ રાગ અને ક્રોધ, માન આદિ દ્રષના ભાવ-જે આસ્રવો છે તે જીવના પરિણામો છે અને તે જીવને કારણે જીવમાં થાય છે, કર્મને લઈને નહિ. હવે આ સંજ્ઞ આસ્રવો સ્વયં પ્રગટ થતાં, તે કાળે જે જૂનાં કર્મનો ઉદય છે તે નવા કર્મના આસ્રવણનું નિમિત્ત થાય છે. તેથી તે જૂનાં મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને આઝૂવો કહેવામાં આવ્યા છે. આવી વાત હવે સાધારણ માણસને કાંઈ વિચાર, મનન હોય નહિ એટલે શું નક્કી કરે? માથેથી જે કહે તે “જય નારાયણ” એમ સ્વીકારી લે. અરે! પંડિત પણ કોને કહેવા? સનો નાશ કરે તે શું પંડિત કહેવાય? તેને તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં-હું પાડે!–હે પાંડે! હે પાંડે! તું ફોતરાં જ ખાંડે છે માટે મૂર્ખ જ છે એમ કહ્યું છે. અહીં આસ્રવો સંજ્ઞ, અસંશ એમ બે લીધા ને! સંજ્ઞ એટલે જે ચેતનાભાસ છે તે જીવના પરિણામ છે અને અસંજ્ઞ છે તે જડ પુદ્ગલના પરિણામ છે. રાગ-દ્વેષ-મોહ છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાના ચેતનના આભાસરૂપ પરિણામ છે અને દર્શનમોહ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૪–૧૬૫ ] [ ૨૨૯ ચારિત્રમોહ, યોગ અને કષાયનો જે ઉદય છે તે સ્પર્શદિહિત અજીવ પુદ્ગલના પરિણામ છે. તે મિથ્યાત્વાદિ પુદ્દગલના પરિણામો જીવને રાગ-દ્વેષાદિ હોતાં નવાં આવરણનું નિમિત્ત થાય છે. અત્યારે તો અનેક વાંધા ઉઠયા છે ને! એમ કે-કર્મથી વિકાર થાય, શુભરાગવ્યવહારથી નિશ્ચય થાય; ક્રમબદ્ધ (પરિણમન, પર્યાય ) છે નહિ, ઇત્યાદિ. લોકોને લાગે છે કે આ નવી વાત છે. પણ નવી કયાં છે? અનંત તીર્થંકરોએ કહેલી અનાદિની તો છે. પ્રવચનસાર, ગાથા ૯૯ માં દરેક પરિણામ તેના સ્વકાળે પોતાના અવસરે પ્રગટ થાય છે એવો ચોકખો પાઠ તો છે. ભાઈ! નિશ્ચયથી વિકારનો કર્તા જીવ છે, તેમાં પરના કારકની અપેક્ષા છે નહિ. આ બધાનો નિર્ણય કરવા માટે ઉલ્લાસ જોઈએ. અહો ! ભગવાન આત્મા અમૃતનો સાગર છે. પુણ્ય-પાપના ભાવ છે તે એના દ્રવ્યગુણમાં નથી. દ્રવ્ય એટલે શક્તિવાન અખંડ વસ્તુ અને ગુણ એટલે શક્તિ. અહાહા...! અંદર આત્મા સુખના રસના સ્વાદથી ભરેલો અનંત ગુણોનો ભંડા૨ એવો ભગવાન પોતે છે. આવો અમૃતનો નાથ ભગવાન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. શરીર મારું છે, એની સંભાળ રાખવી જોઈએ ઇત્યાદિ ભાવ વડે તે મૂર્છાઈ ગયો છે. અરે ભાઈ ! જરા સાંભળ. આ દેહ તો પરમાણુની ચીજ છે. શું કહીએ નાથ! પહેલાં જે વીંછીના ડંખપણે પરિણમેલા તે પરમાણુ અહીં આ શરીરરૂપે થઈને આવ્યા છે. વીંછીના ડંખપણે હતા ત્યારે એમાં તને ઠીક ન હોતું લાગતું અને આ શરીરપણે થયા એટલે જાણે તે મારા છે, એનાથી રમત કરું, વિષય ભોગ લઉં–એમ ચેષ્ટા કરે છે! ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, ભોગની ક્રિયા ઇત્યાદિ મારી અને એમાં મને મઝા છે એમ મૂર્છાઈ ગયો છે! અરે! શું થયું છે પ્રભુ! તને ? આ (મિથ્યાત્વનો ) રોગ કયાંથી વળગ્યો તને ? અહીં કહે છે–એ રોગ તેં સ્વયં ઉત્પન્ન કર્યો છે; એ તારો જ અપરાધ છે, કોઈ કર્મને લઈને થયો છે એમ નથી. ગંભીર વાત છે, ભાઈ ! અહીં ત્રણ વાત લીધી છે ૧. જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે; કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ. ૨. તે કાળે મિથ્યાત્વાદિ જડ પુદ્દગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. ૩. તે મિથ્યાત્વાદિ અજીવ પુદ્દગલકર્મના પરિણામને આસ્રવ કેમ કહીએ? તો કહે છે કે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત છે માટે. હવે તે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત કયારે થાય કે જૂનાં કર્મના ઉદયકાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂનાં કર્મ નવાં કર્મના આવરણમાં નિમિત્ત થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ બહુ ઝીણી વાત. આ વાણિયાને આવું વિચારવાનો વખત ક્યાંથી મળે? આખો દિવસ વેપાર-ધંધામાં પૈસા કમાવાની મજુરીમાં પડ્યા રહે તેમને ક્યાંથી નવરાશ મળે? પણ અરે! એ શું છે બાપુ? આ પૈસાના ઢગલા તો પૈસામાં છે; એ કયાં તારામાં ગરી ગયા છે? એને દેખીને આ મારા છે એવી મમતા તારામાં તો છે. એ મમતા છે તે એકલું દુઃખ છે, અને એનું ફળ પણ બહુ આકરું છે. અહીં કહે છે-એ દુઃખ પોતે ઉત્પન્ન કર્યું છે, પૈસાને લઈને કે કર્મને લઈને થયું છે એમ નથી. કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ-દ્વેષ-મોહ છે કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. જીવને જે રાગ-દ્વેષ-મોહના પરિણામ થયા તે પરને કારણે થયા છે એમ નહિ પણ તે પોતાને કારણે કરેલા અજ્ઞાનમય આત્મપરિણામ છે. અહા! મિથ્યાત્વ અને શુભાશુભભાવ, પુણ્ય-પાપના ભાવ-એ બધા અજ્ઞાનમય આત્મપરિણામ છે. પરદ્રવ્યને એમાં શું સંબંધ છે? પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે; અને આત્મા પોતે પોતાના વિકાર કે અવિકારમાં રમે તેમાં પરની સાથે કાંઈ સંબંધ નથી. પ્રવચનસાર (ગાથા ૬૭) માં તો એમ કહ્યું છે કે-પાંચ ઇન્દ્રિયના વિષયો આત્માને રાગ-દ્વેષ કરાવવાને અસમર્થ-અકિંચિત્કર છે. જેમ કર્મ રાગ-દ્વેષ કરાવવાને અસમર્થ છે તેમ નોકર્મ પણ રાગ-દ્વેષ કરાવવા અકિંચિત્કર છે. કર્મનો ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે, કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવે વિકાર કરવો જ પડે એ વાત યથાર્થ નથી. ગોમ્મસાર આદિ શાસ્ત્રમાં જે અનેક વ્યવહારથી કરેલાં કથનો આવે-જેમકે કર્મનું જોર છે માટે નિગોદના જીવો નિગોદ છોડતા નથી ઇત્યાદિ-એ બધાં નિમિત્તનું જ્ઞાન કરાવનારાં નિમિત્તની મુખ્યતા કરીને કરવામાં આવેલાં કથનો છે. નિમિત્ત શું હોય છે એવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. ભાઈ ! વીતરાગ માર્ગમાં પૂર્વાપર વિરોધવાળી વાત હોય નહીં. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી છે. તેમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ. પહેલાં એટલું કહ્યું હતું કે-આગ્નવો પોતાના પરિણામના નિમિત્તે એટલે કે આશ્રયે થતા હોવાથી તેઓ જડ નહિ પણ ચિદાભાસ છે. વળી તેને જ પછી અજ્ઞાનમય આત્મપરિણામ કહ્યા. રાગ, દ્વેષ અને મોહના પરિણામ અજ્ઞાનમય આત્મપરિણામ છે એમ કહ્યું. હવે કહે છે-તેઓ ‘મિથ્યાત્વાદિ પુદ્ગલ પરિણામોને આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષમોહ જ આસ્રવો છે.” જોયું? પહેલાં જૂનાં કર્મને ખરેખર આસ્રવ કહ્યા હતા અને હવે અહીં ચેતનના રાગ-દ્વેષ-મો–તે “જ” ખરેખર આસ્રવ છે એમ લીધું “જ” નાખ્યો. છે, પાઠમાં (ટકામાં) “ઇવ' શબ્દ પડ્યો છે. ભાઈ ! પોતાનો અભિપ્રાય છોડીને આચાર્ય ભગવાનનો અભિપ્રાય શું છે, તેઓ શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાંતિથી, ધીરજથી, જિજ્ઞાસુ થઈને સ્વાધ્યાય કરે નહિ તો વાત યથાર્થ કેમ સમજમાં આવે? (ન આવે ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૪–૧૬૫ ] [ ૨૩૧ અહા! ભગવાન! તું અતીન્દ્રિય આનંદનો દરિયો છો. પ્રભુ! તને એની ખબર નથી, તને એનો વિશ્વાસ આવતો નથી. અરે! પોતાને પોતાનો ભરોસો નહિ અને ૫૨ના ભરોસે (આંધળે–બહેરો ) ચાલ્યો જાય છે! પ્રશ્ન:- આત્મા આવો હોઈ શકે-એટલો બધો વિશ્વાસ કેમ આવે ? ઉત્ત૨:- અરે ભાઈ! તેં જેની સાથે લગ્ન કર્યાં છે તે કન્યાને પહેલાં ઓળખતો હતો ? (ના ). બીલકુલ અજાણી હોવા છતાં તને કદી શંકા પડી કે આ મારું અહિત કરશે તો? મને મારી નાખશે તો ? ભગવાન! તને વિષયમાં રસ-રુચિ છે તેથી ત્યાં શંકા પડતી નથી અને વિશ્વાસ પાકો થઈ ગયો છે. તેના સંગે રહે છે અને તેના સંગે રમે છે. બીજા કોઈ બીજી વાત કરે તોપણ શંકા જ પડતી નથી. વિષયમાં રસ-રુચિ છે ને? તેમ જેને અંતરમાં રસ-રુચિ થઈ તેને ભગવાન આત્માનો એવો વિશ્વાસ આવે છે કે ત્રણકાળમાં ફરે નહિ. અજાણી કન્યાને જોઈને જેમ પહેલી ઘડીએ વિશ્વાસ આવી ગયો, શંકા પડી નહિ તેમ પહેલી ઘડીએ જ જ્યાં ચિજ્ઞાનને ચિદાનંદ ભગવાનનો ભેટો થાય ત્યાં તે જ ક્ષણે અતીન્દ્રિય આનંદની લહર સાથે તેનો વિશ્વાસ પાકો થઈ જાય છે, શંકા રહેતી નથી. પૂર્ણાનંદના નાથને જ્યાં અંદર જઈ જોયો અને એનો ભેટો કર્યો ત્યાં તે જ ક્ષણે તેનો પાકો વિશ્વાસ આવી જાય છે, અને અતીન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. ભાઈ! આવો અતીન્દ્રિય આનંદ તે આનંદ છે, બાકી બધી વાતો છે. આવો આનંદ માત્ર જ્ઞાનીને જ હોય છે. સમજાણું કાંઈ... ? અહીં સિદ્ધ કરવું છે કે-મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ જ્ઞાનીને હોતા નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ તો અજ્ઞાનીને જ હોય છે; માટે અજ્ઞાનીને જ આસવ છે એમ કહે છે અને તે તો (રાગ દ્વેષ મોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે,' ‘જ' શબ્દ લીધો છે. ભગવાન કુંદકુંદના કેડાયત ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ગાથાના જ અર્થમાંથી આ વાત સિદ્ધ થાય છે. રાગ-દ્વેષ-મોહ જે અજ્ઞાનમય આત્મપરિણામ છે તે અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહિ. ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી છતાં ગાથાના જ અર્થમાંથી આ આશય સિદ્ધ થાય છે. અજ્ઞાનીને જ રાગ-દ્વેષ-મોહ હોય છે, કેમકે મિથ્યાત્વભાવ જ્યાં છે ત્યાં જ રાગ-દ્વેષના પરિણામની રુચિ હોય છે. તેનો પ્રેમ હોય છે. જ્ઞાનીને કિંચિત્ રાગાદિ હોવા છતાં એને એની રુચિ હોતી નથી તેથી જ્ઞાનીને રાગ-દ્વેષ નથી એમ દૃષ્ટિ અપેક્ષાએ કહીએ છીએ. અહીં તો જેની દષ્ટિ વિપરીત છે તેને જ રાગ-દ્વેષ-મોહ છે એમ સિદ્ધ કરવું છે. સમ્યગ્દષ્ટિને હા જેટલો ચારિત્રમોહ છે તે અહીં ગણવામાં આવ્યો નથી. અહીં દષ્ટિની મુખ્યતામાં ના પાડે છે પણ પછી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આગળ (ગાથા ૧૭૧ માં) લેશે કે જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર નથી ત્યાં સુધી જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પરિણમન જઘન્ય છે. તેથી તેને રાગ-દ્વેષ છે અને એનાથી કિંચિત્ બંધ પણ છે. ભાઈ ! કઈ અપેક્ષાએ કયાં શું કહ્યું છે એ યથાર્થ સમજવું પડે. પોતાનો આગ્રહુ ન ચાલે, પોતાનો આગ્રહ છોડી દેવો પડેઃ અમે માન્યું છે એમ શાસ્ત્રમાં આવવું જોઈ: ન ચાલે. શાસ્ત્રને જે કહેવું છે તે અભિપ્રાય એમાંથી કાઢવો જોઈએ. (એ જ સમજણની રીત * ગાથા ૧૬૪-૧૬૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનાવરણાદિ કર્મોના આસ્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિ કર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આઝૂવો છે.” નવાં જ્ઞાનાવરણાદિ કર્મના આસ્રવણનું નિમિત્ત જૂના મિથ્યાત્વાદિ કર્મનો ઉદય છે; માટે તે મિથ્યાત્વાદિ જૂનાં કર્મો ખરેખર આસ્રવો છે. વળી તેમને કર્મ-આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે, માટે રાગદ્વેષમોહુ જ આસ્રવો છે. તે રાગ-દ્વેષ-મોહને ચિદ્ધિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય હવે આવી વાત ક્યાં છે ભાઈ ? આવો અવસર મળ્યો, આવું મનુષ્યપણું અને ભગવાન જિનદેવનો સંપ્રદાય (પરંપરા) મળ્યાં; એમાં આવો નિર્ણય નહિ કરે તો કયારે કરીશ? ઝાઝા માણસોની સંખ્યા આ વાતને માને છે કે નહિ એ કયાં જોવાનું છે? સત્ય છે કે નહિ એટલું જ જોવાનું છે. સત્યને માનનારા બહુ થોડા જ હોય. કહ્યું છે ને કે વીરલા ધ્યાવે તત્ત્વને, વીરલા ધારે કોઈ.” અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે એમ કહીને આ ગાથામાં જ્ઞાનીને આગ્નવોનો અભાવ દર્શાવ્યો છે. જ્ઞાનીને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન છે ને? અહા! દ્રવ્યને ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે; અને એ શુદ્ધનો જેને અંતરમાં અનુભવ થયો તે જ્ઞાનીને શુદ્ધનું પરિણમન હોવાથી ભાવ-આસ્રવનો અભાવ છે. મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહનો જ્ઞાનીને અભાવ છે તેથી જ્ઞાનીને આસવ-બંધ છે નહિ એમ અહીં કહ્યું છે. [ પ્રવચન નં. ૨૨૮ શેષ, અને ૨૨૯ * દિનાંક ૧૧-૧૧-૭૬ થી ૧૨-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬૬ अथ ज्ञानिनस्तदभावं दर्शयति णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो। संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो।।१६६ ।। नास्ति त्वाम्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः। सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन्।।१६६ ।। હવે જ્ઞાનીને આસ્ત્રવોનો (ભાવાસ્ત્રવોનો) અભાવ છે એમ બતાવે છે: સુદષ્ટિને આસ્રવનિમિત્ત ન બંધ, આમ્રવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. ગાથાર્થઃ- [સભ્યપદ તુ] સમ્યગ્દષ્ટિને [ સામ્રવવન્ય: ] આસ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ [ નાસ્તિ] નથી, [માર્જવનિરોધ:] (કારણ કે) આસ્રવનો (ભાવાન્સવનો) નિરોધ છે; [ તાનિ] નવાં કર્મોને [મન] નહિ બાંધતો [સ:] તે, [સત્તિ] સત્તામાં રહેલાં [ પૂર્વનિર્વધ્રાનિ] પૂર્વે બંધાયેલાં કર્મોને [નાનાતિ] જાણે જ છે. ટીકાઃ- ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્ત્રવધૂત (આસ્ત્રવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને સ્ત્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસ્ત્રવો જેમનું નિમિત્ત છે એવાં ( જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.) ભાવાર્થ- જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્ત્રવો હોતા નથી અને આસ્ત્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વ બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અવિરતસમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિધમાન છતાં અવિધમાન જેવા છે. તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, મા સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી. આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી. સમયસાર ગાથા ૧૬૬ : મથાળુ હવે જ્ઞાનીને આગ્નવોનો (ભાવાગ્નવોનો) અભાવ છે એમ બતાવે છે: * ગાથા ૧૬૬ : ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છેરોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવે સાથે રહી શકે નહિ.” જેને શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આનંદકંદ પ્રભુ આત્માની દૃષ્ટિ થઈ છે, અહાહા...! જેને પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાનમાં જણાયો છે, જેને પર્યાયમાં નિર્વિકલ્પ અનુભવ થયો છે અને અતીન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે અને ધર્મી અથવા જ્ઞાની કહે છે. આવા જ્ઞાનીને જ્ઞાનમય એટલે આત્મમય-શુદ્ધ ચૈતન્યમય પરિણામ થાય છે. તેને જ્ઞાનમય-ચૈતન્યમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ રોકાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષના અજ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ વડે અવશ્ય નિરોધાય છે. આસ્રવનો નિરોધ તે સંવર એમ બહારથી સંવર લઈ કોઈ વ્રતાદિ લઈ બેસી જાય એ વાત આ નથી. એવું સંવરનું સ્વરૂપ નથી. પ્રશ્ન- પણ એ રીતે મહાવરો-પ્રેકટીસ તો પડે ને? ઉત્તર:- ભાઈ ! રાગના વિકલ્પથી ભિન્નની (શુદ્ધ ચૈતન્યની) અંદરમાં પ્રજ્ઞા (ભેદવિજ્ઞાન) વડે પ્રેકટીસ કરે તે પ્રેકટીસ છે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો પવિત્રતાનો પિંડ છે; તે પોતાનું સ્વ છે. ત્યાં પર તરફના રાગના વલણથી છૂટી એ સ્વ તરફના વલણની પ્રેકટીસ કરે તો તે જણાય એવો છે. વ્યવહારના–રાગના સાધન વડે ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. પ્રવચનસાર, ગાથા ૧૭ર માં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં છે કે “લિંગ દ્વારા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૩૫ નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” અહાહા..! આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી-પરિણામથી જણાય એવો ભગવાન આત્મા છે. દયા, દાન, વ્રત આદિના વિકલ્પથી આત્મા જણાય એવી ચીજ નથી. મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળ પર્યાયમાં આત્મા પ્રત્યક્ષ જણાય છે, તેને પરની અપેક્ષા નથી. પ્રત્યક્ષ કહ્યું એટલે પ્રદેશ પ્રત્યક્ષ એમ વાત નથી, પણ અનુભવ-પ્રત્યક્ષ-વેદન-પ્રત્યક્ષની વાત છે. આત્મા રાગનું વેદન અનાદિથી કરી રહ્યો છે. અહા ! મોટો નગ્ન દિગંબર સાધુ થઈને એણે પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ પાળ્યા અને એના ફળમાં નવમી ગ્રેવેયક ગયો; પણ એ તો બધું રાગનું વદન હતું. એ રાગના વેદનથી હઠીને અંદર પરિપૂર્ણ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે છે. એનો જે અનુભવ કરે અને અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદે તે જ્ઞાની અને ધર્મી છે. બાહ્ય ક્રિયાકાંડના પક્ષવાળાઓને આ આકરું પડે છે. પરંતુ ભાઈ ! ચરણાનુયોગમાં કહેલાં બાહ્ય વ્રત, તપ આદિની ક્રિયારૂપ આચરણ કરવાથી સાધક થાય છે એમ નથી. ચરણાનુયોગમાં તો જ્ઞાનીને-સાધકને ભૂમિકા પ્રમાણે બાહ્ય વ્રતાદિ કેવાં હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. જ્ઞાની તેને (બાહ્ય વ્રતાદિને) આચરે, કરે-એમ વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી બાહ્ય આચરણ તે ચારિત્ર જ નથી. આવો માર્ગ છે, ભાઈ ! જેમ ખોરાક પચે નહિ તેને અજીર્ણ થાય તે માર્ગ યથાર્થ સમજે નહિ તેને મુશ્કેલ પડે એવું છે. (મતલબ કે તે માર્ગને પામી શકતો નથી). પ્રશ્ન- તો આપ પાચન થાય તેવી ગોળી આપો તો? ઉત્તર- દૃષ્ટિની પર્યાય ભગવાન પૂર્ણાનંદના નાથને સ્વીકારે તે પાચન છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જેમ અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહકનો –એમ ત્રણ ગુણ છે તેમ આત્મામાં પાચક, પ્રકાશક અને દાહકના ત્રણ ગુણ છે. આત્મામાં સમ્યગ્દર્શનની પાચકશક્તિ છે. અહાહા...! આત્માનું નિર્મળ શ્રદ્ધાન જે સમ્યગ્દર્શન તેમાં ભગવાન પૂર્ણાનંદનું પાચન થાય છે. ભલે વર્તમાન અલ્પજ્ઞ દશા હોય પણ સમ્યગ્દર્શન ભગવાન પૂર્ણાનંદના નાથને જેવો છે તેવો પરિપૂર્ણ પ્રતીતિમાં લઈ લે છે, તે આત્માને પૂર્ણપણે પચાવી દે છે. અહાહા...! અનંતગુણના પાસાથી સદાય શોભાયમાન અંદર ચૈતન્ય હીરો પ્રકાશી રહ્યો છે. તેને પ્રતિસમય અનંતગુણની પર્યાયો પ્રગટે છે. તેમાં સમ્યગ્દર્શનની પર્યાયની ભગવાન પૂર્ણાનંદના નાથને પચાવવાની શક્તિ છે, સમ્યજ્ઞાનની પ્રકાશકની શક્તિ છે અને સમ્યક્રચારિત્ર અથવા સ્વરૂપસ્થિરતાની રાગાદિને બાળવાની દાહકશક્તિ છે. આવી પાચક, પ્રકાશક અને દાહક શક્તિ જેને પ્રગટ થઈ છે તે જ્ઞાની છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરમાત્મપ્રકાશમાં આવે છે કે વ્રતના વિકલ્પથી છૂટીને ભગવાન આનંદના નાથમાં સ્થિર થઈ જવું, જામી જવું, લીન થઈ જવું તેને વ્રત નામ ચારિત્ર કહે છે. પંચમહાવ્રતના વિકલ્પને તો ઉપચારથી ચારિત્ર કહે છે. અહા ! પર તરફના વિકલ્પોની લાગણીઓને પ્રભુ! તે અનંતકાળ સેવી છે. જન્મ-મરણ રહિત થવું હોય તો આ એક જ પંથ છે કે અંતરસન્ન થઈ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું. આવી સમકિતની દશા-જેમાં અનાકુળ આનદનો સ્વાદ વેદાયો-તે જેને પ્રગટ થઈ તે જ્ઞાની છે. અંદર “જ્ઞાની” શબ્દ પડ્યો છે ને ? જ્ઞાની કોને કહેવાય એની આ વ્યાખ્યા છે. ઘણાં શાસ્ત્ર ભણ્યો હોય અને વ્યાખ્યાન કરી શાસ્ત્ર સમજાવતો હોય માટે તે જ્ઞાની એમ નહિ. સમજાવવાની ભાષા છે એ તો જડ પુદ્ગલની છે, અને સમજાવવા પ્રત્યે વલણ છે એ રાગ છે. ભણવું અને ભણાવવું –એમ જે વલણ છે એ તો બધા વિકલ્પ રાગ છે. એમાં કયાં ભગવાન આત્મા છે? આ તો સ્વરૂપસંવેદન સહિત રાગથી ભિન્ન આત્માના જ્ઞાન-શ્રદ્ધાન જેને પ્રગટ થયાં છે તે જ્ઞાની છે એમ વાત છે. સમજાણું કાંઈ...! ભાઈ ! રાગના પક્ષમાં રહીને ૮૪ ના અવતાર કરી કરીને તું મરી ગયો છે, દુઃખી થયો છે. ક્ષણમાં દેહ છૂટી જાય, ખબર પણ ન પડે એવાં અનંતવાર જન્મ-મરણ થઈ ચુ. ચૂકયા છે. ઘણી વખત તો કાંઈ સાધ્ય ન રહે એવી તારી અસાધ્ય દશા થઈ છે. એ અસાધ્ય તો બહારના (શરીરના) રોગોની અપેક્ષાએ છે. પણ અંદર આત્મા રાગથી ભિન્ન છે એવું સ્વસ્વરૂપનું સાધ્યપણું પ્રગટયું નહિ તે મહા અસાધ્ય છે. પ્રશ્ન:- કાળલબ્ધિ પાકશે એટલે સાધ્યપણું પ્રગટી જશે. ઉત્તર- ભાઈ ! તું શાસ્ત્રમાંથી ધારણામાં લઈને કાળલબ્ધિની કોરી વાતો કરે છે પણ એનો શું અર્થ છે? એથી કાંઈ સાધ્ય નથી. જ્યારે અંતર-એકાગ્ર થઈને સ્વભાવનું ભાન કરે ત્યારે કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. ૭૨ ની સાલમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો કે કેવળીએ દીઠું હશે તે થશે. ત્યારે કહ્યું હતું કે જેની પર્યાયમાં દિવ્ય કેવળજ્ઞાન પ્રગટયું છે જેમાં આખો આ લોકાલોક તો શું એનાથી અનંતગુણો લોકાલોક હોય તોય જણાઈ જાય એવા કેવળીની સત્તાનો તને સ્વીકાર છે? એની સત્તાનો સ્વીકાર પર કેવળીની કે પર્યાયની સન્મુખ થઈને થઈ શકતો નથી. એની સત્તાનો સ્વીકાર તો નિજ ચૈતન્યસ્વભાવની-સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થવાથી જ થાય છે અને ત્યારે કાળલબ્ધિ પાકી જાય છે. અહાહા..! સર્વજ્ઞ-સ્વભાવની દૃષ્ટિમાં સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે અને સર્વજ્ઞતાનો સ્વીકાર કરનારી દષ્ટિ થતાં કાળલબ્ધિ પાકી જાય છે. શ્રીમદે કહ્યું છે ને કે જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ.'' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૩૭ ભગવાને દીઠું હશે તે થશે-એમ કાળલબ્ધિ અને ભવસ્થિતિનું નામ લઈ તું સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થને છેદીશ મા. ભગવાન આત્માના યથાર્થ શ્રદ્ધાનનો પુરુષાર્થ જાગ્રત કર. સંસારમાં ધન રળવા જાય ત્યાં તો કાળલબ્ધિ હશે તો પૈસા મળશે એમ કહેતો નથી. ત્યાં કાળલબ્ધિની રાહ જોઈ બેસી રહેતો નથી. જમવાના કાળે જમવાનો કાળ પાકશે ત્યારે જમાશે એમ તું શું વિચારે છે? (ના). ત્યાં તો પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે. ભલે, ભોજન તો એના કાળે એના કારણે આવે છે, પણ તું એવો પ્રયત્ન તો કરે છે ને? ખાવા-પીવા આદિની બધી જડની ક્રિયા એ આત્માની નહિ, છતાં આમ કરું, તેમ કરું એમ રાગ તો કરે છે ને? તેવી જ રીતે આત્મોપલબ્ધિ માટે અંતરમાં પુરુષાર્થ માંડીને આત્માનુભવ પ્રગટ કરવો પડશે. નિજ ભગવાનનું આરાધન કરવા અને રાગનો-વિકારનો ભુક્કો બોલાવવા અખંડ ચૈતન્યપ્રભુની અખંડ દષ્ટિ સાધીને અખંડપણે અંતર-રમણતાનો પુરુષાર્થ કરવો પડશે. અહીં કહે છે-આવો અંતર-પુરુષાર્થ જેણે પ્રગટ કર્યો છે તે જ્ઞાની છે. અહાહા..! પોતે શુદ્ધ ચૈતન્યઘન જ્ઞાનઘન પ્રભુ છે એવી જેને દષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને બધા ભાવો જ્ઞાનમય હોય છે એમ કહે છે. એને રાગમય મિથ્યાત્વભાવ હોતા નથી. તેને જ્ઞાનમય ભાવ વડે મિથ્યાત્વસંબંધી રાગ અને દ્વેષ અવશ્યમેવ નિરોધાય છે, અજ્ઞાનમય ભાવ જરૂર રોકાઈ જાય છે. ભાષા જુઓ! જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે, જ્ઞાનવાળા એમ નહિ. જ્ઞાનમય ભાવ એટલે ભગવાન શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ ચેતન્યબિબ પ્રભુ જે અંદર ત્રિકાળ વિરાજે છે તેના અભેદ વલણવાળા ભાવ. અહાહા..! આવા જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો જરૂરથી રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે, અભાવરૂપ થાય છે. આ તો અધ્યાત્મના લઢણ અથવા ઘૂંટણ છે ભાઈ ! આ કાંઈ કથા નથી. (બહુ શાંતિ અને ધીરજથી ઉપયોગને સૂક્ષ્મ કરી સાવધાનીથી સાંભળવું જોઈએ). શું કહે છે? કે આત્મા પર તરફના વલણને છોડીને અંતરના સ્વના વલણમાં ગયો એટલે એને જ્ઞાનમય ભાવો થાય છે અને તે વડે અજ્ઞાનમય એટલે મિથ્યાત્વમય રાગ-દ્વેષાદિના ભાવ જરૂર રોકાઈ જાય છે કેમકે પરસ્પર વિરોધી ભાવ સાથે રહી શકે નહિ. અસ્થિરતાના અનેક ભાવ હોય તેની અહીં વાત નથી. અહીં તો જ્ઞાનમય ભાવમાં મિથ્યાત્વમય ભાવ હોય નહિ અને મિથ્યાત્વમય ભાવોમાં સમ્યક જ્ઞાનમય ભાવો હોય નહિ એમ વાત છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વસંબંધી રાગ-દ્વેષના ભાવ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ભાવોમાં રહી શકે નહિ. બેય પરસ્પર વિરોધી છે. એક સાથે હોઈ શકતા નથી. જ્ઞાનભાવમાં અજ્ઞાનભાવનો અભાવ જ હોય છે. હવે કહે છે “તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આગ્નવભૂત (આગ્નવસ્વરૂપ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ] ચન રત્નાકર ભાગ-૬ છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે.” જુઓ, જ્ઞાનીને મિથ્યાત્વ અને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ-એવા જે આસ્રવો તેનો નિરોધ હોય જ છે. ભાઈ ! આ કાંઈ વાતે વડાં પાકે એવું નથી. વડાં આમ થાય ને તેમ થાય એમ માત્ર વાતોથી વડાં ન થઈ જાય. વડાં માટે લોટ જોઈએ, તેલ જોઈએ, એની આવડત જોઈએ, બધું જોઈએ ને? તેમ ભગવાન આત્માને પ્રગટ કરવા અંતરનો પુરુષાર્થ જોઈએ. એ વાત કહે છે કે-અંતરના જ્ઞાયકસ્વભાવના પ્રતિ વીર્યના વલણવાળા ધર્મમય ભાવથી અધર્મમય ભાવ ઉત્પન્ન થતા નથી તેથી જ્ઞાનીને અધર્મનો-આસ્રવનો નિરોધ જ છે. અરે! એને પોતે ચૈતન્યમૂર્તિ ભગવાન છે એનું મહાભ્ય આવતું નથી ! અનાદિથી એણે પરમાં અને એક સમયની પર્યાયમાં રમત માંડી છે ને? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ અને ઇન્દ્રિયોના ભોગ આદિમાં તથા પર્યાયમાં જ્ઞાનનો ક્ષયોપશમ ઉઘાડ હોય એમાં તે અનંતકાળથી રમી રહ્યો છે. પણ ભગવાન! તારા ત્રિકાળી ચૈતન્યતત્ત્વની આગળ એ ક્ષયોપશમની શું કિંમત છે? કાંઈ કિંમત નથી. માટે અંદર જા અને ધ્રુવ ચૈતન્યતત્ત્વને પકડ; તેથી તને મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ થશે, નિરાકુળ આનંદ થશે. જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે. “માટે જ્ઞાની, આગ્નવો જેમનું નિમિત્ત છે એવા (જ્ઞાનાવરણાદિ ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહિ બાંધતો થકો સત્તામાં કહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે.” જુઓ, જ્ઞાનીને આસ્રવ નથી એટલે નવાં જ્ઞાનાવરણાદિ કર્મ બંધાતાં નથી. ખરેખર તો પરમાણુઓને તે કાળે બંધાવાનો યોગ જ હોતો નથી, પરંતુ સમજાવવું હોય ત્યારે બીજી શી રીતે કથન આવે? જ્ઞાની તો, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોનો જાણનાર-દેખનાર છે. દુનિયાની આંખ છે ને? આખી દુનિયા જેના જ્ઞાનમાં જણાય એવો ભગવાન જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાતાસ્વભાવના વલણમાં જ્ઞાની કેવળ જાણે જ છે, કર્મનો કર્તા નથી. સદાય અકર્તાપણું હોવાથી એટલે કે જ્ઞાનીને રાગનું કર્તાપણું નહિ હોવાથી કર્મને બાંધતો નથી, કેમકે કર્મબંધનું નિમિત્ત તો રાગના કર્તાપણાનો ભાવ છે. સમયસાર નાટકમાં આવે છે ને કે “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનહારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' રાગના કર્તાપણે રોકાય તેને જ્ઞાતાપણું રહેતું નથી અને જે જ્ઞાતાપણામાં આવ્યો તેને રાગનું કર્તાપણું હોતું નથી. જ્ઞાનીને બંધનું કારણ જે આસ્રવ તે હોતો નથી તેથી તેને બંધ પણ થતો નથી. અહો ! આવી સ્વભાવની વાત સહજ અને સરલ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૩૯ પણ સ્વભાવનો પુરુષાર્થ કરે તો ને? ભાઈ ! ખાલી વાતોથી કામ પાર પડે એમ નથી. હવે કેટલાક લોકો કહે છે કે-સોનગઢનું નિયત મિથ્યાત્વ છે, કારણ કે સોનગઢ વાળા તો જે સમયે જે પર્યાય થાય એમાં નિમિત્તથી કાંઈ ન થાય એવું માનનારા છે. તેને કહીએ છીએ ભગવાન! નિયત જ છે. જે સમયમાં જે પર્યાયની નિજક્ષણજન્મક્ષણ વા ઉત્પત્તિનો કાળ હોય તે સમયે તે પર્યાય થાય છે, નિમિત્તથી થતી નથી. પરંતુ એનો (ક્રમબદ્ધનો) નિર્ણય કોને હોય? કે જે અંતઃસ્વભાવમાં સન્મુખ થયો હોય તેને એનો સમ્યક નિર્ણય હોય છે. જ્ઞાનીને ભલે મતિ-શ્રુતજ્ઞાન હોય, પણ એક સમયમાં લોકાલોકને (પરોક્ષ) જાણવાની તાકાતવાળી પર્યાય તેને પ્રગટ થઈ છે. જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. તેને પોતાનું જાણવાપણું અને જે રાગ થાય તેનું જાણવાપણું પોતામાં છે. તેથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને જ્ઞાની કેવળ જાણે જ છે. જેમ કેવળી ભગવાનને ચાર ઘાતી કર્મો પડ્યા છે તેને એ કેવળ જાણે જ છે, મારાં કર્મ છે અને મારામાં છે એમ નહિ, પણ પોતાની સત્તાથી ભિન્ન સંયોગમાં સંયોગી ભિન્ન ચીજ છે એમ કેવળ જાણે જ છે તેમ જ્ઞાની પૂર્વબદ્ધ કર્મોને કેવળ જાણે જ છે. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું એનો સ્વભાવ નથી. જેમ કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એટલે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત હોવા છતાં લોકાલોકના કર્તા નથી, માત્ર જ્ઞાતા છે તેમ જ્ઞાની જ્ઞાનમાં રાગાદિને જાણવા છતાં તે રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. અહો ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ કોઈ અલૌકિક ચીજ છે! એનાથી ધર્મની શરૂઆત છે અને એના વિના ધર્મ શરૂ થતો નથી. જ્ઞાનીને અસ્થિરતાનો કિંચિત્ રાગ-દ્વેષ છે. પરંતુ સ્વશયના જાણનારને રાગાદિ અને તે વડ થતો અલ્પ બંધ-તે જ્ઞાનમાં પરણેય તરીકે જણાય છે. અહીં ગાથા ૧૧ માં જે કહી તે શૈલીથી વાત લીધી છે. ભૂતાર્થ-સત્યાર્થ ત્રિકાળી પરમાત્મસ્વરૂપ પોતે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. હવે તેને અશુદ્ધતા અને અપૂર્ણતા જે (પર્યાયમાં) રહી તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરેલાં નહિ. તે કાળે જ્ઞાતા-સ્વભાવ જ સ્વયં એવો છે કે તે સ્વને જાણે છે અને સાથે જે રાગ થાય છે તેને પણ સ્પર્યા વિના કેવળ જાણે છે. આવું જ એનું સ્વરૂપ છે. ઓહો ! એક જ્ઞાનગુણમાં બીજો ગુણ નથી છતાં જ્ઞાનગુણમાં અનંતગુણોનું રૂપ છે. જેમ જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણ નથી છતાં જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણનું રૂપ છે. અર્થાત જ્ઞાન છે તે સ્વયં અસ્તિત્વપણે છે. અસ્તિપણું જ્ઞાનનું રૂપ છે. એવી રીતે જ્ઞાનમાં વસ્તુપણું, પ્રમેયપણું, કર્તાપણું, કર્મ-કરણપણું ઇત્યાદિ રૂપ છે. જ્ઞાન પોતે જ્ઞાનના કર્તાપણે છે; કર્તા ગુણથી નહિ, પોતાનું સ્વરૂપ જ કર્તાપણે છે, અહીં કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જે જ્ઞાનમયભાવ પ્રગટયો તે જ્ઞાનની પર્યાયનું કર્તાપણું જ્ઞાનગુણમાં છે, પણ રાગનું કર્તાપણું તે જ્ઞાનસ્વરૂપમાં છે નહિ. આવી ઝીણી વાત છે, ભાઈ ! પણ તું ઝીણો-અરૂપી છો ને પ્રભુ! સંકલ્પ-વિકલ્પ છે એ તો બધા જડ, રૂપી અચેતન છે. પુણ્ય-પાપના અચેતન સ્વભાવથી ભગવાન ત્રિકાળી ચૈતન્યસ્વભાવ તદ્દન ભિન્ન છે. આવા ચૈતન્યને જાણતાં-અનુભવતાં જે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો તે અજ્ઞાનમય ભાવનો કર્તા હોતો નથી. તેને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન જ થતા નથી એટલે તે કર્તા નથી. તેને અજ્ઞાનમય ભાવનું પરિણમન જ નથી. * ગાથા ૧૬૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહ અર્થાત્ આસ્રવો હોતા નથી અને આસ્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.' જુઓ, ધર્મી જીવ તો રાગ આદિનો સદાય અકર્તા છે, કેમકે જ્ઞાનસ્વભાવમાં રાગનું કરવાપણું છે જ નહિ. આત્મામાં કર્તાગુણ છે પણ એ નિર્મળ પર્યાયને-જ્ઞાનભાવને કરે એવો તેનો સ્વભાવ છે. અહા ! જ્ઞાનગુણ અને આનંદગુણની જેમ આત્મામાં કર્તાગુણ ત્રિકાળ નિર્મળ પવિત્ર છે. એ કર્તાગુણ પવિત્ર પર્યાયને કરે એવો તેનો સ્વભાવ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે ત્યાં આ વાત લીધી છે. અહાહા..! શક્તિ જે નિર્મળ છે તે નિર્મળ પરિણામને-જ્ઞાનપરિણામને કરે છે, વિકારને નહિ. વિકાર જે થાય છે તેના જ્ઞાનપણે જ્ઞાની પરિણમે છે, વિકારના કર્તાપણે નહિ. તેથી જ્ઞાની નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં કર્મો જે સત્તામાં રહ્યાં છે તેમનો તે જ્ઞાતા જ છે, પરય તરીકે તેમને તે કેવળ જાણે જ છે. આવી વાત છે. અવિરત સમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી.” જુઓ, રાગ છે તે હું છું, પુણ્ય છે તે હું છું અને એ રાગભાવ મારો સ્વભાવ પ્રગટવાનું કારણ છે એવી જે વિપરીત માન્યતા તે સહિત જે રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમકિતીને ચોથ, પાંચમે, છટ્ટે કંઈક રાગ હોય છે પણ એ અજ્ઞાનના પક્ષમાં નથી, કેમકે સમકિતીને સદા આત્માના વલણયુક્ત જ્ઞાનમય ભાવ હોય છે. જે રાગ હોય છે તેનું તે જ્ઞાન કરે છે. રાગ છે માટે એનું જ્ઞાન છે એમ નહિ, એને તો સ્વ-પરને જાણનારા જ્ઞાનનું જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૪૧ જ્ઞાન હોય છે, અને તે સ્વ-પરને જાણનારું જ્ઞાન પોતે પોતાને લઈને થાય છે. તેથી તે રાગાદિનો જ્ઞાતા જ છે. તેને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને અહીં ઉદયની બળજોરી કહી ત્યાં કર્મ બળજરીએ તેને રાગ કરાવે છે એમ અર્થ નથી. પણ તેને રાગની રુચિ નથી છતાં તેને અસ્થિરતાના કારણે કિંચિત્ રાગ થાય છે તો તેને ઉદયની બળજોરી કહી છે. પોતાનો પુરુષાર્થ કંઈક કમજોર છે એટલે ઉદયની બળજોરી છે એમ કહ્યું છે. રુચિમાં તો ભગવાન આત્મા છે, રાગ નહિ તેથી કહ્યું કે ચારિત્રમોહના ઉદયની બળજોરીથી કંઈક રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી. એ ભલો છે, કરવા જેવો છે. એમ એને આત્મબુદ્ધિ અને કબુદ્ધિ નથી. આસ્રવ અધિકારની પહેલી ગાથામાં (ગાથા ૧૬૪-૧૬૫ માં) એવું આવ્યું કે મિથ્યાત્વરાગ-દ્વેષમય પરિણામ જીવના જીવને કારણે થાય છે. તેઓ (અજ્ઞાનદશામાં) જીવના છે અને એના અસ્તિત્વમાં થાય છે એમ ત્યાં જ્ઞાન કરાવ્યું. હવે અહીં તો જ્ઞાનસ્વભાવી આત્માનું ભાન થયું છે, તેનું વલણ થયું છે તેથી આમ્રવનો-રાગાદિનો જીવ જ્ઞાતા જ છે એમ કહ્યું છે. લ્યો, આમ જ્ઞાતાપણે રહે-પરિણમે તેને ધર્મ થાય છે. ભાઈ ! ઉદ્ધારનો-મુક્તિનો રસ્તો તો આ છે. એનો વિરોધ ન થાય, બાપુ! કેમકે એથી તો પોતાનો જ વિરોધ થાય છે. સામાયિક, પોસા અને પ્રતિક્રમણ આદિ બાહ્ય ક્રિયાઓ છે એ તો શુભરાગ છે. એ રાગનો પુરુષાર્થ તો કૃત્રિમ છે. ધર્મની પ્રાપ્તિ તો સ્વભાવના સહજ પુરુષાર્થથી થાય છે. ભાઈ ! આ સત્ય સમજવાનો કાળ છે હોં. માર્ગ આકરો લાગે પણ ખરેખર આકરો નથી કેમકે સ્વભાવ તો સહજ છે. નાથ! ભગવાને તો એમ કીધું છે કે જે સ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ; રાગની રચના કરે એ તો નપુંસકપણું છે. વિભાવની રચના કરે તે વીર્ય ગુણનું પુરુષાર્થ ગુણનું કાર્ય નથી. શું કીધું? વીર્યગુણ-પુરુષાર્થ-શક્તિ જે છે તે આત્માનું સહજ છે અને તે સ્વરૂપની રચના કરે છે. અહા ! જેણે સ્વભાવવાન ભગવાન આત્માની દષ્ટિ થઈ એણે સ્વભાવને-પુરુષાર્થને માન્યો છે અને એને નિર્મળ પરિણતિની રચના થાય છે. મલિન પરિણતિ થાય એ વીર્યગુણનું કાર્ય છે જ નહિ. પહેલાં રાગ-દ્વેષ-મોહના પરિણામ આત્મામાં પોતાથી થયા છે એમ કહ્યું ત્યાં પર્યાયને સ્વતઃ સિદ્ધ કરી છે. ત્યારે અહીં આત્મા જ્યાં જ્ઞાની થયો ત્યાં એને ચૈતન્યના વલણવાળા જ્ઞાનમય પરિણામ હોવાથી રાગનું કર્તુત્વ રહેતું નથી. એમ કહે છે. અહા ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જેને ચૈતન્યસ્વભાવનું જ્ઞાન અને ભાન થયું તે જ્ઞાનીને ઉદયની બળજોરીથી કિંચિત્ રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી; તે રાગ સાથે એકત્વ પામતો નથી. જે શુદ્ધ દ્રવ્યમાં એકત્વ કરીને જ્ઞાનભાવે પરિણમ્યો તે જ્ઞાનીને અલ્પ રાગ થાય પણ તેમાં તે એકપણું પામીને ખરડાતો નથી. ભાઈ ! તું ચોરાસી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયા વે છે. અહીં તને જન્મ-મરણ રહિત થવાની રીત કહેવામાં આવે છે. આ તારો સમજણનો કાળ છે. - આત્મામાં એક “સ્વસ્વામી-સંબંધ શક્તિ” છે. તે વડ ચૈતન્યદ્રવ્ય, ગુણ અને એની નિર્મળ પર્યાય બસ એ તેનું સ્વ છે અને આત્મા તેનો સ્વામી છે. આવી આત્મામાં સંબંધ શક્તિ છે. પરંતુ રાગનો સ્વામી થાય એવો કોઈ આત્મામાં ગુણ નથી. તેથી જ્ઞાની થતાં રાગનો સ્વામી જ્ઞાની થતો નથી. “તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે-અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.' જ્ઞાનીને રાગ રોગસમાન દુઃખરૂપ લાગે છે. કોઈ રીતે સમાધાન થતું નથી તેથી રાગમાં આવી જાય છે પણ તે એને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. જેમ કોઈ રોગી રોગને ઔષધ વડે દૂર કરતો થકો પ્રવર્તે છે તેમ જ્ઞાની પોતાની શક્તિ વડે-સ્વભાવના પુરુષાર્થ વડે રાગને કાપતો જાય છે અર્થાત દૂર કરતો જાય છે. જુઓ, કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ-દ્વેષ, દુ:ખ હોય જ નહિ તો એ બરાબર નથી. અરે ભાઈ ! જે હોઈ એને કાપતો જાય કે ન હોય એને? જ્ઞાનીને અસ્થિરતાનો અલ્પ રાગ-દ્વેષ તો થતો હોય છે અને તેને એ સ્વરૂપના અવલંબનની એકાગ્રતા ઉગ્ર કરીને કાપતો જાય છે એટલે ક્રમશઃ મટાડી દે છે. જેમ જેમ સ્વરૂપની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ રાગનો ક્રમશઃ અભાવ થતો જાય છે. પરંતુ જેટલા અંશે તેને રાગ છે તેટલું જ્ઞાનીને દુઃખ પણ અવશ્ય છે. હવે કહે છે માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી.” જુઓ, બંધ તો કરે છે પણ સામાન્ય એટલે અનંત સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.’ દૃષ્ટિની પ્રધાનતામાં અલ્પ બંધ કાંઈ નથી. અહો ! આવો દષ્ટિનો કોઈ અચિંત્ય મહિમા છે. આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી.' [ પ્રવચન નં. ૨૩) * દિનાંક ૧૩-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬૭ अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति भावो रागादिजुदो जीवेण कदो दुबंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७ ।। भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः। रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम्।।१६७ ।। હવે, રાગદ્વેષમોહુ જ આસ્રવ છે એવો નિયમ કરે છે – રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. ગાથાર્થ:- [ નીવેન કૃત:] જીવે કરેલો [ રાવિયુત: ] રાગાદિયુક્ત [ ભાવ: 7] ભાવ [ વન્યવ: મણિત:] બંધક (અર્થાત નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [RI[વિવિપ્રમુp:] રાગાદિથી વિમુક્ત ભાવ [ નવ:] બંધક નથી, [વતમ્ ય5:] કેવળ જ્ઞાયક જ છે. ટીકાઃ- ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત (મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (-પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી. :- રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪ ] વિચન રત્નાકર ભાગ-૬ સમયસાર ગાથા ૧૬૭ : મથાળુ હવે, રાગદ્વેષમોહ જ આસ્રવ છે એવો નિયમ કરે છે: જેને રાગમાં એકત્વબુદ્ધિ છે એવા મિથ્યાષ્ટિના રાગ-દ્વેષ-મોહ જ આસ્રવનું કારણ થાય છે એમ કહે છે * ગાથા ૧૬૭ : ટીકા ઉપરનું પ્રવચન * “ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ..” જુઓ, લોહચુંબક-પાષાણના સંસર્ગમાં આવવાથી સોયમાં ગતિ થવાની પ્રેરણા ઉત્પન્ન થઈ અર્થાત્ એમાં ગતિની ભાવના છતી થઈ એમ કહે છે. લોખંડની સોય લોહચુંબક-પાષાણના સંસર્ગમાં આવે છે તેથી એનાથી ઉત્પન્ન થયેલો ભાવ સોયમાં ગતિ પ્રેરે છે, એટલે કે તે વડે સોય ચુંબક પાસે જાય છે. લોહચુંબક તો નિમિત્ત છે; સોયમાં તે વખતે પોતાના કારણે પોતામાંથી થયેલો ભાવ તેને ચુંબક ભણી ગતિ કરવાને પ્રેરે છે. લોહચુંબક એને ખેંચે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. લોહચુંબક સોયને ખેંચે છે એમ નહિ, પણ લોહચુંબકનો સોયે સંસર્ગ કર્યો તેથી સ્વયં સોયમાં તેની સમીપ જવાની ભાવના જાગ્રત થઈ છે. જુઓ આ દષ્ટાંત કહ્યું. - હવે સિદ્ધાંતઃ-તેમ રાગદ્વપમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે.' ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ સદાય જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણું થવાથી અર્થાત રાગાદિમાં એકત્વબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. હું શુદ્ધ ચિતૂપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છું એમ જેને ખબર નથી તે વર્તમાન પર્યાયમાં થતા રાગદ્વેષમોહના ભાવ સાથે એકત્વ માનીને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન કરે છે અને તે અજ્ઞાનમય ભાવ તેને કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. અહા ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને કામ, ક્રોધ, વિષયવાસના આદિ જે વિકલ્પ છે તે મારું કર્તવ્ય છે એવો જે અજ્ઞાનમય ભાવ તે આત્માને કર્મ એટલે રાગાદિ કરવા પ્રેરે છે. અર્થાત્ એ અજ્ઞાનમય ભાવને કારણે આત્મા રાગાદિનો કર્તા થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની ખબર નથી એટલે જીવ રાગને પોતાનો માનીને એકત્વબુદ્ધિથી રાગના કર્તૃત્વમાં પ્રેરાય છે. કોઈ કહે અમને ખબર ન હોય એમાં શું દોષ? તેને કહે છે કે ભાઈ ! તને ખબર નથી એ જ મહાન દોષ છે. સ્વરૂપનું અજ્ઞાન એ મહાદોષ છે. અજ્ઞાન એ કાંઈ બચાવ નથી. કોઈ હીમજની જગાએ અજ્ઞાનથી સોમલ (ઝેર) ખાઈ જાય તો તેથી તેનું મોત જ થાય. ખબર નથી માટે તે બચી ન જાય. એમ સ્વરૂપનું અજ્ઞાન રાખે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૭ ] [ ૨૪૫ તે ચારગતિમાં રખડી-રખડીને મરી જ જાય કેમકે સ્વરૂપનું અજ્ઞાન એ જ મહાપાપ છે. અહીં કહે છે–હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ મારું સ્વરૂપ નથી એવી ખબર નહિ હોવાથી અજ્ઞાનમય ભાવ વડે જે રાગ કરવાને પ્રેરાય છે તે બંધનમાં જ પડે છે. સમજાણું કાંઈ....? અહાહા...! આચાર્ય ભગવાન કેવી શૈલીમાં કહે છે! આત્મા તો ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. પણ એની જેને દુષ્ટિ થઈ નથી અને માત્ર પર્યાયબુદ્ધિએ અજ્ઞાનમય ભાવ જેને વર્તે છે તેને પર્યાયબુદ્ધિમાં રાગની જ ઉત્પત્તિ થાય છે, અને એ બંધનમાં જ પડે છે. ભાઈ ! ધર્મ અને ધર્મની પદ્ધતિ બહુ સૂક્ષ્મ છે. આ તો જન્મ-મરણનો મોટો ભવસમુદ્ર પાર કરવાની વાતો છે. ભગવાન એમ કહે છે કે-પ્રભુ! તેં દ્રવ્યલિંગી જૈન સાધુપણું એટલી વાર ધારણ કર્યું કે લોકમાં એવો કોઈ ભાગ (ક્ષેત્ર) નથી જેમાં તું અનંતવા૨ જન્મ્યો અને મર્યો ન હોય. ભગવાન ! દ્રવ્યલિંગ ધારણ કરીને પણ રાગને પોતાનું કર્તવ્ય માનીને અજ્ઞાનભાવે તું બંધ જ કરતો હતો. ભગવાન કુંદકુંદાચાર્ય તો એમ કહે છે કે મારા પ્રતિ જેને-દ્વેષ થયો છે તેને પણ દ્રવ્યલિંગ ન હજો; કેમકે વસ્તુ અંદર પ્રાપ્ત થઈ ન હોય અને દ્રવ્યલિંગ લેવાઈ જાય પછી મુંઝવણનો પાર રહેતો નથી. દ્રવ્યલિંગી કર્તાબુદ્ધિએ રાગ કરે છે. તે પંચમહાવ્રતને બરાબર પાળે છે પણ એવા રાગને ધર્મ માની કરવાપણાની બુદ્ધિએ તે કરવા પ્રતિ પ્રેરાય છે. આ અજ્ઞાનમય ભાવ જ એને બંધનનું કારણ બને છે. ભાઈ ! આ તો પરમ સત્ય વાતો છે. કુદરતી અહીં આવી ગઈ છે. આ તો ભગવાનના સંદેશા છે. અભ્યાસ નહિ એટલે સાધારણ માણસોને ઝીણું લાગે, પણ ભાઈ! હું જ્ઞાનસ્વરૂપ છું, રાગસ્વરૂપ નથી એવું જેને ભાન નથી, વિવેક નથી તેને વ્યવહારની જે બાહ્યક્રિયાઓનું કરવાપણું છે તે અજ્ઞાનની પ્રેરણાથી છે અને તે બંધનું કારણ બને છે. કર્તાપણે થયેલા સર્વ ભાવો બંધનું જ કારણ છે. આ વાણિયા માલમાં ભેળસેળપણું નથી કરતા? કાળાં મરી સાથે બપૈયાનાં બીજ ભેળવી દે–એવી ઘણી બધી ભેળસેળ કરે છે ને? તેમ અનાદિથી અજ્ઞાની આત્મા પોતાના જ્ઞાનાનંદસ્વભાવ સાથે પુણ્ય-પાપના પરિણામોની ભેળસેળ કરીને બેઠો છે. પરમાત્મા કહે છેપ્રભુ! તું નિર્મળાનંદનો નાથ જ્ઞાતા-દષ્ટાસ્વભાવથી ભરેલો-એમાં તેં રાગને ભેળવી નાખ્યો! ભગવાન ! તને શું થયું આ? અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકદેવ વિરાજી રહ્યો છે તેની સાથે અરે ! તેં વિભાવને-રાગદ્વેષને પોતાના માનીને ભેળવી દીધા ! ભગવાન! તું તો એકલો જ્ઞાનસ્વરૂપ છો ને! તારામાં અનંત આનંદ અને અનંત જ્ઞાન પડયાં છે ને! આવા સ્વરૂપને છોડીને, રાગ મારો એમ માનીને રાગ કરવાની બુદ્ધિ તને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કેમ થઈ ? ભાઈ! આ રાગ છે તે તારી પોતાની જાત નથી, એ તો કજાત છે. પુણ્ય-પાપના ભાવ તો વિભાવ-ચંડાલણીના પુત્ર છે. ભાઈ! સ્વરૂપથી અજાણ રહી, રાગને પોતાનો માનીને રાગ કરવા પ્રતિ પ્રેરાય છે એ અજ્ઞાનભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ-સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદના શાંત-શાંત-શાંત સ્વભાવે સદાય રહેલો છે. તેને ભૂલીને પુણ્ય-પાપના વિકલ્પોની ભેળસેળ કરી આત્માને માને છે-રાગ મારું સ્વરૂપ છે વા રાગથી મને લાભ થાય, ધર્મ થાય-એમ જે માને છે-તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવ જીવને કર્મ કરવાને પ્રેરે છે. ભગવાન જ્ઞાયક સાથે રાગની ભેળસેળ કરવાથી જે અજ્ઞાનમય ભાવ થયો તે કર્મ કરવાને પ્રેરે છે અને તે બંધનનું કારણ બને છે. સંપ્રદાયમાં તો કહે કે-ભગવાનની સેવા ભક્તિ કરતાં કરતાં કલ્યાણ થઈ જાય; એટલે કે રાગ કરતાં કરતાં વીતરાગ થઈ જાય વા બંધભાવ કરતાં કરતાં નિર્બંધ થઈ જાય. આવું તે હોય બાપુ? (ન હોય). રાગ ચાહે તો શુભભાવ હો, પણ એ તો આસ્રવ તત્ત્વ છે અને ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. તથાપિ બન્નેની ભેળસેળ કરીને એક માને તો તેથી અજ્ઞાનમય ભાવ ઉપજે અને તે રાગ-દ્વેષને જ કરવા પ્રતિ પ્રેરે છે, બંધનના ભાવ પ્રતિ જ ધકેલે છે. (રાગના કરવાપણાનો ભાવ એ બંધનનો જ ભાવ છે). સ્વરૂપના અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની પ્રાપ્તિ એ મૂળ વાત છે. ધર્મી જીવને અસ્થિરતાનો દોષ હોય તેની અહીં ગણતરી નથી. જ્ઞાનીને પણ થોડી અશુદ્ધતા હોય છે અને તેના નિમિત્તે થોડો બંધ પણ થાય છે પણ તેને રાગના કર્તાપણાની બુદ્ધિ નહિ હોવાથી તેનો તે જ્ઞાતા જ રહે છે. જેમ ભગવાન કેવળી વ્યવહાર નયથી લોકાલોકને જાણે છે ત્યાં લોકાલોકમાં તન્મય થઈને ભગવાન જાણતા નથી તેમ જ્ઞાની, પર્યાયમાં જે રાગ થાય છે તેને જાણે છે પણ તે રાગમાં તન્મય નથી. જ્ઞાની પોતામાં જ રહીને રાગને પરજ્ઞેય તરીકે જાણે છે, રાગમાં ભળીને રાગને જાણે છે એમ નહિ. રાગ સંબંધીનું જ્ઞાન રાગથી નહિ પોતાના સામર્થ્યપણે પોતાથી થાય છે. રાગમાં એકત્વબુદ્ધિ કરીને રાગને જાણે એ તો અજ્ઞાનમય મિથ્યાત્વના ભાવ છે અને એ જ આસવ-બંધનું કારણ છે. અહો! માર્ગ બહુ ગૂઢ, બાપુ! જેના ફળમાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ પ્રગટે એ માર્ગ–ઉપાય તો ગૂઢ અલૌકિક જ હોય ને? હવે સવળેથી લે છે–‘ અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં ) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ...’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૭ ] [ ૨૪૭ જુઓ, શું કહ્યું? કે જો લોહચુંબક-પાષાણ સાથે સોય સંસર્ગ કરતી નથી તો તે ગતિપરિણામને ઉત્પન્ન કરનારા ભાવને પામતી નથી અને તેથી ગતિ કરતી નથી. લોહચુંબકના સંસર્ગના અભાવે સોય સોયમાં જ એટલે તેના સ્વભાવમાં જ રહે છે. ચુંબકના સંસર્ગના અભાવે ઉત્પન્ન થયેલો ભાવ સોયને (સ્થિરપણાના) સ્વભાવમાં સ્થાપે છે, સોયમાં ગતિપરિણામને (વિભાવને) ઉત્પન્ન કરતો નથી. તેમ રાગદ્વેષમો સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે.' જુઓ, ભગવાન આત્મા એકલા જ્ઞાનસ્વરૂપે છે, તેમાં રાગ-દ્વેષ-મોહની ભેળસેળ નથી. રાગ ને આત્મા એક નથી. આવી ભિન્નતાના વિવેકયુક્ત ભાવને જ્ઞાનમય ભાવ કહે છે. શુદ્ધ ચૈતન્યમય આત્માના અનુભવથી-પરિચયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમય ભાવમાં અસ્થિરતાનો જે રાગ થાય તેને કરવાની ઉત્સુકતા નથી. અહા ! જ્ઞાનીને રાગ કરવાની રુચિ કે હોંશ નથી. રાગ ભલો છે એમ રાગની દશાને પ્રેરીને રાગ કરે એવી દશા જ્ઞાનીને નથી. શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન શાયકનું જેને ભાન થયું છે તે જ્ઞાનીને રાગાદિ સાથે અભેળસેળપણાને લીધે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો છે, અને તેથી રાગના કર્તાપણાની બુદ્ધિ અને છૂટી ગઈ છે. હું રાગ કરું એવો અભિપ્રાય એને છૂટી ગયો. ભગવાન જ્ઞાયક સાથે એકત્ર થયું હોવાથી તેને કર્મ કરવાની ઉત્સુકતા હોંશ નથી. અહાહા..! જ્ઞાયકસ્વભાવમાં કર્મ (-રાગાદિ) નહિ અને કર્મનું (રાગાદિનું) કર્તાપણું પણ નહિ. આવા જ્ઞાયકને દષ્ટિમાં લેનાર જ્ઞાનીને કર્મ કરવા પ્રતિ નિરુત્સુકતા છે. ( અર્થાત્ તે રાગાદિના કર્તાપણાથી વિરત્ત છે). ધર્મના સ્વરૂપની આવી વાતો છે. સંપ્રદાયમાં તો દયા પાળવી, વ્રત કરવાં, પોસા ને પ્રતિક્રમણની ક્રિયાઓ કરવી-એટલે સમજે કે ધર્મ થઈ ગયો, કેમકે એ બધું સહેલું સટ હતું ને? પણ સહેલું શું? ભાઈ ! એ તો બધું જિંદગી હારી જવાનું હતું. રાગથી ભેળસેળ કરીને રાગનો કર્તા થાય એ તો અજ્ઞાનમય ભાવ છે, બંધનમાં નાખનારો ભાવ છે. જ્ઞાનીને જોકે બાહ્યક્રિયાનો અલ્પ રાગ થાય છે પણ તેને રાગમાં એકતા બુદ્ધિ નથી. તે રાગને જ્ઞાનથી પૃથક રાખીને રાગનું જ્ઞાન કરે છે, રાગનો કર્તા થતો નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જ્ઞાતા-દષ્ટા છે. તે પોતાના સ્વસંવેદનજ્ઞાનમાં જ્યાં પ્રત્યક્ષ જણાયો ત્યાં રાગ પૃથફ પડી જાય છે. જ્ઞાની રાગની ભેળસેળ કરતો નથી. તે પુણ્યના-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સાથે અભેળસેળપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પૃથક જ રહે છે. જ્ઞાન રાગને જાણે છે પણ જ્ઞાન રાગમય થઈ જતું નથી, ભિન્ન જ રહે છે. આવો માર્ગ બાપા! સમજવાનો આ અવસર છે. અરે! ક્ષણમાં દેહુ તો છૂટીને ચાલ્યો જશે. કોઈની પાસેથી માન કે અભિનંદન મળ્યાં હશે તે કોઈ ત્યાં કામ નહીં આવે. ત્યાં તો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા જે થયાં છે તે જ કામ આવશે. અહો ! અમૃતચંદ્રાચાર્યદવની આ “આત્મખ્યાતિ’ ટીકા અતિ ગંભીર રહસ્યોથી ભરેલી છે. શ્રી જયસેનાચાર્યે પણ લોહચુંબકનો દાખલો લીધો છે. ભગવાન આત્મા સદાય જ્ઞાયક જ છે. પરંતુ તે રાગના વિકલ્પથી ભેળસેળપણું કરે છે ત્યારે તેને ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ તેને રાગાદિ કર્મ કરવાને પ્રેરે છે. પણ જો તે રાગાદિથી ભેળસેળપણું કરતો નથી, સંસર્ગ કરતો નથી તો તે સ્વભાવમાં-જ્ઞાનભાવમાં જ રહે છે. અહા ! રાગથી એકતા તોડીને જેણે નિજ જ્ઞાયકસ્વભાવમાં એકત્વ કર્યું તે પોતાને સ્વભાવમાં સ્થાપે છે અર્થાત્ તે પોતાને પોતામાં જવા માટે પ્રેરે છે. જ્ઞાની આત્માને આત્મામાં જ સ્થાપે છે. જેમ ચુંબકના સંસર્ગના અભાવમાં લોખંડની સોય ગતિ કરતાં અટકી જાય છે તેમ જ્ઞાની જ્ઞાનમય ભાવના કારણે રાગમાં ગતિ કરતાં અટકી જાય છે. જ્ઞાની જ્ઞાનસ્વભાવમાં-જ્ઞાયકભાવમાં જ પોતાને સ્થાપે છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષમાર્ગ છે. રાગનું જેટલું પરિણમન પોતામાં છે તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. અલબત પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે તે રાગનો કર્તા છે એમ કહેવાય છે પણ ત્યાં રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ તેને નથી. મુનિરાજને છટ્ટ ગુણસ્થાને જે રાગાંશ છે તેના તે પરિણમનની દષ્ટિએ કર્તા છે પણ કર્તબુદ્ધિએ નહિ; કેમકે કર્તબુદ્ધિએ રાગને કરવો એ જીવનો સ્વભાવ જ નથી. હવે કહે છે-“માટે રાગાદિ સાથે મિશ્રિત (મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.' જુઓ, આ સરવાળો કહ્યો. ભગવાન આત્મા પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ સદા અબંધસ્વભાવ છે. પણ રાગાદિ એટલે પુણ્ય-પાપના ભાવ સાથે તેને ભેળવતાં અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે; તે રાગાદિ કરવાને પ્રેરતો હોવાથી બંધક છે, બંધનનો કરનારો છે. પરંતુ રાગથી ભેળસેળ વિનાનો, રાગથી ભિન્ન પડેલો જે ભાવ છે તે સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય-પાપથી નહિ ભળેલો ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે પ્રગટ કરનારો હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરાપણ બંધક નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૭ ] [ ૨૪૯ જ્ઞાનીને કિંચિત્ રાગ થાય છે, પણ તે રાગમાં એકત્વ નહિ કરતો હોવાથી દષ્ટિની અપેક્ષાએ તેનો તે સ્વામી નથી. પરિણમનની અપેક્ષાએ તે રાગનો સ્વામી છે કારણ કે રાગના પરિણામ કાંઈ કર્મને લઈને થાય છે એમ નથી. જ્ઞાનીને છટ્ટ ગુણસ્થાને જે રાગ છે તેનો તે પર્યાય અપેક્ષાએ સ્વયં કર્તા-ભોક્તા છે. તે પણ જે અલ્પ રાગ છે તેનું કર્તાપણું અને ભોક્તાપણું પોતાનું છે એમ યથાર્થ જાણે છે. તેને કર્મને લઈને રાગ થયો છે અને કર્મને લઈને રાગનું ભોગવવાપણું થાય છે એમ નથી. કોઈ એમ માને કે-જ્ઞાની થયો એટલે એને રાગેય નથી અને બંધનેય નથી તો એમ વાત નથી. આગળ ગાથા ૧૭૧ માં આવશે કે જ્ઞાનીને પણ જ્યાં સુધી જઘન્ય પરિણમન છે, યથાખ્યાતચારિત્ર પ્રગટ થયું નથી ત્યાં સુધી રાગનું પરિણમન છે અને તેટલું બંધન પણ છે, પરંતુ અનંત સંસારનું કારણ થાય તેવું બંધન નથી. કોઈને વળી થાય કે આવો ધર્મ કયાંથી કાઢયો! કાઢે કયાંથી? એ તો અનાદિનો છે જ. આ તો બહાર કાઢીને બતાવ્યો છે. રાગ કરતાં કરતાં લાભ થાય, શુભરાગથી-પુણ્યભાવથી ધર્મ થાય એમ અબંધસ્વભાવને રાગ સાથે ભેળવવું એ જ અજ્ઞાન છે અને તે અજ્ઞાનમય ભાવ, મિથ્યાદર્શનનો ભાવ બંધક છે, બંધનું જ કારણ છે. અને ભગવાન જ્ઞાયકને બંધસ્વભાવી રાગ સાથે ભેળસેળ ન કરતાં, અર્થાત્ રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં રહેતાં જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે જરાપણ બંધક નથી. જ્ઞાનભાવ પ્રગટતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જરાય બંધ થતો નથી. લ્યો, આનું નામ ધર્મ છે અને આ ધર્મી છે. * ગાથા ૧૬૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે. પુણ્ય-પાપના ભાવ અને આત્મા એક છે એવા ભેળસેળથી ઉત્પન્ન જે અજ્ઞાનમય ભાવ છે તે જ બંધનો કરનાર છે.' રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.' પુણ્યના વિકલ્પ સાથે નહિ મળેલો એવો જ્ઞાનમય ભાવ બંધનો કરનારો નથી. અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ અબંધક છે. જ્યાં સુધી રાગમિશ્રિત પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી અજ્ઞાનભાવ છે અને તે રાગના કરવાપણાનો પ્રેરનાર હોવાથી બંધક જ છે. તથા રાગથી ભિન્ન પોતાના જ્ઞાયકસ્વભાવને જાણતાં-અનુભવતાં જ્ઞાનમય ભાવ પ્રગટ થાય છે અને તે આત્માને આત્મામાંજ્ઞાનમાં સ્થાપે છે, રાગના કરવાપણામાં સ્થાપતો નથી અને તેથી તે અબંધક છે. આવી વાત છે. (અહીં અસ્થિરતાનો રાગ ગણતરીમાં નથી એમ સમજવું). [ પ્રવચન નં. ૨૩૧ * દિનાંક ૧૪-૧૧-૭૬ ] ગાથા-૧૬૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि।। १६८ ।। पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः। जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति।। १६८।। હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે: ફળ પકવ ખરતાં, વૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. ગાથાર્થ-[ યથા] જેમ [પકવે જો] પાકું ફળ [તિરે ] ખરી પડતાં [પુન: ] ફરીને [ H] ફળ [વૃન્ત ] ડીંટા સાથે [ વધ્યતે] જોડાતું નથી, તેમ [ નીવર્ચ] જીવને [ 5માવે] કર્મભાવ [પતિતે] ખરી જતાં (અર્થાત છૂટો થતાં) [ પુન:] ફરીને [૩યમ્ ન Qતિ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી). ટીકા:- જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ- જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયર્દષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે. હવે, “જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાન્સવનો અભાવ છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨૫૧ (શાતિની) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौधान् एषोऽभावः सर्वभावास्रवाणाम्।।११४ ।। શ્લોકાર્થઃ- [ નીવચ] જીવને [ 5 ] જે [ ૨ષનોદે: વિના ] રાગદ્વેષમોહ વગરનો, [ જ્ઞાનનિવૃત્ત: gવ ભાવ: ] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [ચાતુ] છે અને [ સર્વાન દ્રવ્યવર્ણાશ્વયોધન ન] જે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [gs: સર્વ-માવાઝવામ્ નમાવ:] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાગ્નવના અભાવસ્વરૂપ છે. ભાવાર્થ- મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાન્સવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪. સમયસાર ગાથા ૧૬૮ મથાળું હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે: રાગાદિ એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષ સાથે નહિ મળેલા એવા જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ બતાવે છે; અર્થાત્ ભગવાન ચૈતન્યનો દરબાર જે અનંત અનંત જ્ઞાન અને આનંદથી ભરેલો છે તેને પ્રગટ કરનારો, રાગાદિ સાથે નહિ મળેલો એવો જે સ્વભાવભાવ-જ્ઞાનમય ભાવ તેની ઉત્પત્તિ પ્રસિદ્ધ કરે છે * ગાથા ૧૬૮: ટીકા ઉપરનું પ્રવચન * જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ..” જુઓ, ધ્યાન રાખીને સાંભળવા જેવી બહુ મઝાની વાત કરી છે. કહે છે-પાકું ફળ એકવાર ડીંટાથી છૂટું પડી જાય પછી તે ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી. આ દષ્ટાંત કહ્યું. હવે કહે છે “તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવભાવને પામતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૫ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કહે છે? કર્મના ઉદયે ઉત્પન્ન મિથ્યાત્વનો વિકારી ભાવ એકવાર જીવથી છૂટા પડ્યા પછી જીવ સાથે ફરીને સંબંધ પામતો નથી. અહાહા..! સમ્યગ્દર્શન થઈને પછી એ પડી જાય એ વાત અહીં છે નહિ. જ્યાં રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનું જ્ઞાન કર્યું ત્યાં એ જ્ઞાનભાવમાં કર્મનો ઉદય આવે અર્થાત્ રાગ થાય તો પણ તે રાગની સાથે એકત્વબુદ્ધિ થતી નથી અને તેથી તે ઉદય ખરી જાય છે; પછી ફરીને બંધ થતો નથી. અહાહા...! આચાર્યદેવ પોતાનો અપ્રતિહત ભાવ દર્શાવે છે. ભગવાન આત્મા રાગથી જુદો-અધિક શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ છે. આવા આત્માનું જ્યાં ભાન થયું ત્યાં રાગની એકતા તૂટી ગઈ. એટલે હવે કહે છે કે જ્ઞાનીને જે કર્મનો ઉદય આવે છે તે, ડીંટાથી ખરી ગયેલા પાકા ફળની જેમ ખરી જાય છે, કર્મ ફરીને ઉદયમાં આવતું નથી. ભગવાન શાયકને રાગથી ભિન્ન અનુભવ્યો અને રાગના એકપણાથી જુદો પાડ્યો; એટલે હવે કહે છે કે જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે વડે કર્મની નિર્જરા થાય છે અર્થાત્ કર્મનો ઉદય જે આવે છે તે ખરી જાય છે અને જે ખરી ગયું તે ફરીને સંબંધ પામતું નથી. (મિથ્યાત્વ-દશા તો જે ગઈ તે ગઈ ). કર્મનો ઉદય ખરી જતાં એને રાગનો (-મિથ્યાત્વનો) બંધ થઈને વળી રાગથી એકત્વ થાય એવું જ્ઞાનીને બનતું નથી એમ કહે છે. જ્ઞાનીને જ્ઞાનનો ક્ષયોપશમભાવ છે. તેથી તેને કર્મનો ઉદય આવે છે પણ તે ખરી જાય છે, ફરીને ઉદયમાં આવીને બંધ કરતો નથી. અહાહા...! રાગની એકતા તોડીને જ્ઞાયકભાવની એકતા કરી છે જેણે તે જીવ હુવે પડશે જ નહિ એવા અપ્રતિહતભાવની શૈલીથી અહીં વાત છે. પ્રવચનસાર, ગાથા ૯ર માં કહ્યું છે કે-આગમ કૌશલ્ય અને સ્વભાવના આશ્રય વડ આત્મજ્ઞાન દ્વારા મેં મિથ્યાત્વનો નાશ કર્યો છે તે ફરીથી મને ઉત્પન્ન થવાનો નથી. અહાહા...! ભગવાનના વિરહ હોવા છતાં પંચમ આરાના મુનિ આમ કહે છે! આચાર્ય મુનિવર કહે છે-ભલે ભગવાનના વિરહ્યું છે, પણ અંદર મને મારા આનંદના નાથનો ભગવાનનો ભેટો થયો છે. મેં રાગથી ભિન્ન પડીને ભગવાન ચિદાનંદસ્વરૂપ આત્માનો આશ્રય લીધો છે; હવે કર્મનો ઉદય આવે અને મને તેમાં એકત્વબુદ્ધિ થાય એ વાત છે નહિ. કોઈને એમ થાય કે મુનિ છદ્મસ્થ છે, ભગવાન કેવળી પાસે ગયા નથી અને પંચમ આરો છે છતાં આટલું જોર ! મુનિરાજ કહે છે કે હું મારા સમ્યક અતિશ્રુતજ્ઞાનના સામર્થ્યથી કહું છું, કેમકે ભગવાન આત્માના સમવસરણ-સમ્ કહેતાં સમ્યક પ્રકારે ગુણોનું ઉતરવું જેમાં થયું છે એવા અનંત અનંત ગુણોથી ભરેલા આત્મામાં હું ગયો છું. આવા ચૈતન્ય મહાપ્રભુનું મેં શરણ લીધું છે તો હવે મને રાગમાં ફરીથી એકત્વબુદ્ધિ થાય એમ બનનાર નથી. જુઓદષ્ટિના વિષયમાં આસ્રવ નથી અને એવા અભેદસ્વરૂપની દષ્ટિમાં પણ આગ્નવ નથી એમ અહીં સિદ્ધ કરવું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨૫૩ પ્રવચનસા૨ની ૪૫ મી ગાથા ‘પુષ્ણલા અ૨હંતા...નો આધાર લઈને કોઈ પંડિત વળી અત્યારે એમ કહે છે કે-પુણ્યને લઈને અરિહંતપદ મળે છે. પરંતુ આ વાત સાવ ખોટી છે. ત્યાં તો ગાથાનું મથાળુ જ આ છે કે- તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે' અર્થાત્ સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી. ભાઈ! પુણ્યનું ફળ તીર્થંકરના આત્માને અકિંચિત્કર છે. તીર્થંકરને પુણ્યનો અતિશય ઉદય છે એ વાત જુદી છે પણ પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એ વાત તદ્દન ખોટી છે. ભાઈ! પોતાની મતિ-કલ્પનાથી મચડી-કચડીને ગાથાના અર્થ ન કરાય; એમ કરવાથી તને નુકશાન થશે પ્રભુ! ત્યાં (પ્રવચનસારમાં ) ગાથા ૭૭ માં તો એમ કહ્યું છે કે-પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો અર્થાત્ પુણ્ય અને પાપના પરિણામમાં જે ભેદ પાડે છે-પાપથી બંધ થાય અને પુણ્યથી લાભ થાય-એમ પુણ્ય-પાપમાં જે ભેદ પાડે છે તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાઈ ! આ સિદ્ધાંત છે; સિદ્ધાંત તો બધે એકસરખો જ હોય. ભગવાન કેવળીને જે દિવ્યધ્વનિ આદિ ક્રિયાઓ છે તે પુણ્યના વિપાકરૂપ અને તે ભગવાનના આત્માને અકિંચિત્કર છે એટલે બંધની કરનાર નથી પણ ક્ષાયિકી છે; ઉદય પ્રતિક્ષણ ક્ષય પામે છે એમ ત્યાં ગાથા ૪૫ માં સિદ્ધ કર્યું છે. હવે આવું સ્પષ્ટ છે ત્યાં પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એ વાત કયાં રહી? (એ વાત યથાર્થ છે જ નહિ). ભાઈ ! સિદ્ધાંતનો વિરોધ કરવા જતાં તો ભગવાન તારો જ વિરોધ થશે; પરનો વિરોધ તો કોણ કરી શકે છે? અહીં કહે છે-કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. રાગથી ભિન્નતા અને ભગવાન જ્ઞાયકની એકતા થતાં જ્ઞાનભાવ પ્રગટ થયો ત્યારે જે કર્મનો ઉદય ઝરી ગયો અને મિથ્યાત્વભાવ મટી ગયો તે ફરીને થાય એ વસ્તુમાં છે નહિ. અહો! દિગંબર મુનિવરોને અંતરજ્ઞાનધારા અક્ષયધારા છે. ભાઈ ! ચારિત્રદોષ જુદી ચીજ છે અને દૃષ્ટિ-દોષ જુદી ચીજ છે. એકવાર દર્શન-દોષ (મિથ્યાત્વ) નાશ પામ્યો અને જ્ઞાનભાવ પ્રગટ થયો પછી તે દર્શન-દોષ અને રાગની અસ્થિરતા જે નાશ પામ્યાં તે ફરીને નહિ થાય એમ કહે છે. આ તો ધારાવાહી અંતર-પુરુષાર્થની અપ્રતિત પુરુષાર્થની અહીં વાત છે. અહા ! આ ભગવાન વીરનો માર્ગ વીરુનો-શૂરાનો જ માર્ગ છે. કહ્યું છે ને કે ‘વીરનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને!' . વી૨નો માર્ગ–ભગવાનનો માર્ગ શૂરાનો છે, અંતર-પુરુષાર્થથી ભાગનારા હીણપુરુષાર્થી કાયરોનું એમાં કામ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હવે કહે છે–‘આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય આ રીતે રાગના-પુણ્યના વિકલ્પથી એકરૂપ નહિ થયેલો એવો સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદનો ભાવ ઉત્પન્ન થાય છે. હું શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છું એવો વેદનરૂપ જ્ઞાનમયભાવ રાગાદિ સાથે એકત્વ નહિ થયેલો ઉત્પન્ન થાય છે. રાગ થાય છે પણ રાગ સાથે જ્ઞાનભાવ એકત્વ પામતો નથી. ચોથે ગુણસ્થાને આ સ્થિતિ હોય છે એમ વાત છે. કોઈ જ્ઞાનીને ક્ષયોપશમ કે ક્ષાયિક સમ્યગ્દર્શન થયું હોય અને તેને તીર્થંકર ગોત્ર બાંધે એવો જે ભાવ થાય તે અપરાધ-ગુન્હો છે. સમ્યગ્દષ્ટિને તે શુભભાવ અપરાધ છે. તે ભાવ જ્ઞાનમયભાવથી પૃથક્ છે ને? જુઓ, શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે, અને ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. પણ તે શુભભાવ અપરાધ છે. જ્ઞાનીનો જ્ઞાનભાવ એવા રાગ સાથે પણ એકત્વ નહિ કરતો થકો ઉત્પન્ન થયેલો હોય છે. ભાઈ! આ તો વીતરાગ પરમેશ્વરનો સર્વજ્ઞનો માર્ગ છે. ભગવાન આત્માનો ‘જ્ઞ સ્વભાવ જ છે. એમાં અપૂર્ણતા કેવી ? ‘જ્ઞ’ સ્વભાવ કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો-એક જ વાત છે. જેને પર્યાયમાં સર્વજ્ઞસ્વભાવ પ્રગટ થયો તેને વિશ્વનું જેટલું (અનંત ) જ્ઞેય છે તે સમસ્ત પર્યાયમાં-કેવળજ્ઞાનમાં જણાય છે. એથી અનંતગણું જ્ઞેય હોય તોપણ તેને જાણી લે એવું સ્વભાવનું અને કેવળજ્ઞાન પર્યાયનું સામર્થ્ય છે. આવું સ્વભાવનું પરિપૂર્ણ સામર્થ્ય છે. હવે આમાંય લોકો વાંધા ઉઠાવે છે કે-જ્ઞેય વિશેષ નથી માટે જ્ઞાન વધારે નથી અર્થાત્ નિમિત્ત નથી એટલે ભગવાન જાણતા નથી. નિમિત્ત હોય તો જાણે. અરે ભાઈ ! નિમિત્તને જાણવું કહેવું એ તો અસદ્ભૂત ઉપચિરત વ્યવહાર નય છે, કેમકે ૫૨ને જાણતાં ૫૨માં તન્મય થઈને જાણતા નથી. સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાનમાં પણ એટલી તાકાત છે કે ૫૨શેયને જાણતાં તે ૫૨જ્ઞેયમાં તન્મય થઈને જાણતું નથી. પોતાના જ્ઞાનમાં તદ્રુપ થઈને પોતાને જાણે છે તેમાં ૫૨શેય જણાઈ જાય છે. ૫૨જ્ઞેયને જાણે છે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહા૨ છે. જણાય છે તે યથાર્થ છે. પ્રશ્ન:- સર્વજ્ઞ પ૨ને જાણે છે તે અસદ્દભૂત વ્યવહા૨ નય છે તો તે ૫૨ને જાણે છે તે જૂઠું ઠર્યું; તો ૫૨ને જાણવું સર્વજ્ઞપણામાં રહેતું નથી ? ઉત્તર:- એમ નથી, સાંભળને ભાઈ! આત્માનો સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ પોતાનો પોતાથી જ છે, ૫૨ને લીધે નથી. ૫૨શેયને જાણનારું જ્ઞાનનું પરિણમન પોતાનું પોતાથી જ થયું છે, ૫૨જ્ઞેયના કારણે થયું નથી. ૫૨જ્ઞેયને જાણવાના કાળે ખરેખર પરશેય જણાય છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું સ્વપ૨પ્રકાશક જ્ઞાન જ જણાય છે. ૫૨જ્ઞેયને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨૫૫ જાણનારું જ્ઞાન પરશેયમાં તદ્રુપ નથી પણ પોતામાં જ તદ્રુપ રહીને, પરયને ભિન્ન રાખીને જાણે છે માટે અસદ્દભૂત વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે, ત્યાં જાણપણાનો અભાવ છે એમ અર્થ નથી. સર્વજ્ઞપણાની-સ્વપરપ્રકાશકપણાની શક્તિ સ્વની સ્વતઃ છે, પરને લઈને છે એમ નથી–એ વાત છે. અરે ભગવાન! અગ્નિ કોને ન બાળે ? સૂકાને બાળે અને ભેગું લીલું હોય તેને પણ સૂકું કરીને બાળે. તેમ ભગવાનનું જ્ઞાન કે જે પરિપૂર્ણ સામર્થ્યરૂપે અંદર હતું તે પૂર્ણપણે પ્રગટ થતાં કોને ન જાણે ? એને મર્યાદા શી ? એ સ્વ-પરરૂપ સમસ્ત લોકાલોકને જાણે છે. એક સમયમાં શક્તિમાં જે અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ છે તે કેવળજ્ઞાનમાં બધા પ્રગટ થઈ ગયા છે. એટલા જ બીજા સમયે હોય, એટલા જ ત્રીજા સમયે હોય ઇત્યાદિ. બધા અનંત સમયનો સરવાળો કરીને અનંત હોય એમ નહિ. એ સર્વને કેવળજ્ઞાન એક સમયમાં-સેકન્ડના અસંખ્યાતમા ભાગમાં જાણે છે. જેમ કેવળી લોકાલોકને જાણે પણ લોકાલોકમાં તદ્રુપ નથી તેમ જ્ઞાનીનો જ્ઞાનમય ભાવ રાગાદિક સાથે મળેલો રાગથી તદ્રુપ નથી. રાગથી નહિ મળેલો એવો જ્ઞાનમય ભાવ જ્ઞાનીને ઉત્પન્ન થાય છે–એમ અહીં કહે છે. * ગાથા ૧૬૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જો જ્ઞાન એકવાર ( અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જૂદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.” ભગવાન આત્મા લોકાલોકને એક સમયમાં જાણે એવા જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી ભરેલો ચૈતન્યબિંબ છે. એનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ ફરીથી રાગાદિક સાથે એકપણાને પામતો નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પથી જૂદું પડેલું જ્ઞાન-ભેદજ્ઞાન જે થયું તે-ફરીથી રાગ સાથે એકત્વ કરતું નથી. ચાહે શુભ હો કે અશુભ હો-રાગ છે તે મેલ છે. તે મેલથી જૂદું પડેલું જે નિર્મળ જ્ઞાન ભગવાન નિર્મળાનંદના આશ્રયે પ્રગટ થયું તે ફરીથી મેલ સાથે એકપણું કરતું નથી. જ્ઞાનમય ભાવ જ્ઞાનમય જ રહે છે, રાગમય થતો નથી. ભાષા તો સાદી છે પણ ભાવ-મર્મ બહુ ઊંડો છે, ભાઈ ! જુઓ, આ કુંદકુંદાચાર્ય પછી ૧OOO વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ગાથામાં જે ભાવ છે તેનું દોહન કરીને આ અર્થ કાઢે છે. “ “મંગલ ભગવાન વીરો મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો જૈન ધર્મોડસ્તુ મંગલ.'' આ માંગલિકમાં ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી જેમનું ત્રીજું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નામ આવે છે તે ભગવાન કુંદકુંદાચાર્યની આ વાણી છે. તેનો ભગવાન અમૃતચંદ્રાચાર્ય દોહન કરીને અર્થ કાઢયો છે તે આ છે. સમજાણું કાંઈ...? પ્રશ્ન- આમાં બીજા આચાર્યો અને મહામુનિવરોનો અનાદર તો નથી થતો ને? ઉત્તર- ભાઈ ! કુંદકુંદાચાર્યની શૈલી વસ્તુસ્વરૂપને શાસ્ત્ર દ્વારા સંક્ષેપમાં યથાર્થ સ્પષ્ટ કરવાની રહી છે તેથી તેઓ પ્રસિદ્ધ છે. બીજા મુનિવરો પોતાનું કલ્યાણ કરી ગયા અને કેટલાક તો એમાંથી મોક્ષ પણ ગયા; ભગવાન કુંદકુંદાચાર્ય હવે મોક્ષ જશે. પણ એમની અર્થગંભીર અતિ સ્પષ્ટ વાણી રહી ગઈ. તેથી પોતાને થયેલો ઉપકાર જાણીને તેમનો મહિમા કર્યો એમાં બીજાના અનાદરની વાત કયાં આવી ? આચાર્ય દેવસેને “દર્શનસાર' ગ્રંથની રચના કરી છે. તેમાં તેઓએ કહ્યું છે કે – મહાવિદેહક્ષેત્રમાં વર્તમાન તીર્થંકરદેવ શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીદવે (કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિઓ સાચા માર્ગને કેમ જાણત? આચાર્ય શ્રી દેવસેન જ્ઞાની હતા અને એમના ગુરુ પણ જ્ઞાની હતા. છતાં પોતે કુંદકુંદાચાર્યનો ઉપકાર માને છે. તેમાં શું તેમના ગુરુનો અને બીજા મુનિવરોનો અનાદર થયો કહેવાય? એમ અર્થ ન થાય ભાઈ ! અરે! લોકોને પોતાની મોટાઈ આગળ સત્ શું છે તે દેખાતું નથી. ગૌતમ ગણધર પછી કેટલાક મુનિઓ મોક્ષ પધાર્યા છે. પણ ગૌતમ ગણધર પછી કુંદકુંદાચાર્યનું નામ આવ્યું તે પરંપરામાં આવેલું છે, કોઈએ નવું કરેલું નથી. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે-હું કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપના અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હવે કહે છે-“આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે.' એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે તે અપેક્ષાએ જ્ઞાનીને રાગમાં જોડાણ છે જ નહિ. અસ્થિરતા છે તેને તે ભિન્ન રાખીને જાણે છે. દષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ જે અલ્પ બંધ થાય છે તે ગૌણ છે, કેમકે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. જ્ઞાનમય ભાવ નિરંતર વર્યા જ કરે છે. “વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨૫૭ અહાહા..! મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી પણ રાગાદિ બધો સૂકાઈ જ જાય છે, નાશ જ પામી જાય છે. ચોથે ગુણસ્થાને ૪૧ પ્રકૃતિઓનો તો સમકિતીને બંધ થતો જ નથી અને અન્ય પ્રવૃતિઓ દીર્ઘ (અનંત) સંસારનું કારણ નથી. આવો સમકિતનો અચિંત્ય મહિમા છે. હવે, “જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાન્સવનો અભાવ છે' એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે * કળશ ૧૧૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * નીવસ્ય' જીવને “ચ:' જે “ મોદૈ: વિના' રાગદ્વેષ મોહ વગરનો, “જ્ઞાનનિવૃત્ત: વ માવ:' જ્ઞાનથી જ રચાયેલો ભાવ “ચાત્' છે અને “સર્વાન દ્રવ્યવ-ગોધાન જૂન' જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને રોકનારો છે; “gs: સર્વ-માવાઝવામ અમાવ:' તે ( જ્ઞાનમય ) ભાવ સર્વ ભાવાન્સવના અભાવસ્વરૂપ છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. શું કહે છે? કે સમકિત થતાં જે જ્ઞાતાદષ્ટા સ્વભાવથી રચાયેલો જ્ઞાનમય ભાવ, શ્રદ્ધામય ભાવ, સ્થિરતામય ભાવ પ્રગટ થયો તેમાં મિથ્યાત્વ અને દયા, દાન આદિ ભાવાગ્નવનો અભાવ છે. અરે પ્રભુ! શું થાય? લોકોને તો શુભભાવ મોક્ષનું કારણ ઠરાવવું છે. પણ એમ છે નહિ. બંધ છે તે મોક્ષનું કારણ નથી અને મોક્ષનો માર્ગ છે તે બંધનું કારણ નથી. અહા ! સત્યને સ્વીકારતાં જો બહારની આબરૂ જાય તો જવા દે. ભગવાન આત્મામાં એ આબરૂ ક્યાં છે? ભૂલમાં તો અનાદિથી પડયો છે. તે ભૂલને ટાળવામાં તારી આબરૂ નહિ જાય, પરંતુ તેને એનાથી લાભ થશે. પહેલાં ન જાણે ત્યાં સુધી ખોટી માન્યતા હોય, અમને પણ હતી પણ હવે સત્યને સ્વીકારવામાં બહારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આગળ કરીશ નહિ. અહીં તો કહે છે કે-રાગ-દ્વેષ-મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમયભાવ જથ્થાબંધ દ્રવ્યકર્મના-જડકર્મના પ્રવાહને રોકનારો છે કેમકે તે ભાવ સર્વ ભાવાન્સવના અભાવસ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આસ્રવ છે, સંસારનું કારણ છે એમ વાત છે. * કળશ ૧૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.” મિથ્યાત્વહિત જે ભાવ છે તે અજ્ઞાનમય છે. રાગને પોતાની સાથે મેળવવો-ભેળવવો-એવો મિથ્યાત્વસહિત ભાવ છે તે અજ્ઞાનમય છે. અને રાગને આત્મા સાથે નહિ ભેળવેલો એવો મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગ-દ્વેષ-મોહ વગરનો છે, અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે.” ભાવાગ્નવ નથી એટલે દ્રવ્યકર્મ રોકાઈ જાય છે. દ્રવ્યકર્મનો પ્રવાહ આવનારો હતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ને રોકી દીધો –એમ નહિ, પણ ભાવાગ્નવ જ્યાં નથી ત્યાં દ્રવ્યાસવનો પ્રવાહ ઉદ્ભવતો જ નથી–તેને રોકી દીધો એમ કહેવામાં આવ્યું છે. હવે કહે છે-“તેથી તે ભાવ જ ( જ્ઞાનમય ભાવ જ) ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.” રાગથી ભિન્ન પડલો જ્ઞાનમય ભાવ ભાવાત્રંવના અભાવસ્વરૂપ છે. અને તેથી દ્રવ્યાન્નવ થતો નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, વિષયવાસના આદિ ભાવ ભાવાસ્રવ છે અને દ્રવ્યકર્મના ૨જકણો જે આત્માના એકક્ષેત્રાવગાહે આવે તે દ્રવ્યાસ્રવ છે. - હવે અહીં પંડિત જયચંદજી વિશેષ ખુલાસો કરતાં કહે છે કે-“સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાગ્નવનો અભાવ થયો એમ અહીં કહ્યું.' લ્યો, એક બાજુ કહે કે-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બંધનું કારણ છે અને અહીં એમ કહે કે મિથ્યાત્વ એ જ સંસાર છે, એ જ બંધ છે–એ કેવું! અહીં અવ્રતાદિના પરિણામ અલ્પ સંસારનું કારણ હોવાથી તેને ગૌણ કરેલ છે. બાકી તો મનિને છટે ગુણસ્થાને જે શુભભાવ થાય તેને “જગપંથ' કહ્યો છે. પરંતુ તે અનંત સંસારનો પંથ નથી; થોડા દેવ અને મનુષ્યના ભવ થાય તેવો એ ભાવ છે. તેને અહીં ગૌણ કર્યો છે. આત્મસ્વભાવના ભાવને-જ્ઞાનમય ભાવને શિવપંથ કહ્યો છે. અનંતાનુબંધીના અભાવપૂર્વકનું જે સ્વરૂપ-આચરણ છે તે પણ વીતરાગ અવસ્થા છે અને તે શિવપંથ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે એમ કહ્યું. અનંત નરક-નિગોદના ભવસિંધુનું કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ નાશ પામતાં જે અલ્પ કષાય રહ્યો તેનો અલ્પ કાળમાં-એક, બે ભવમાં અભાવ થઈ જાય છે. જેમ વૃક્ષનાં મૂળ ઉખડી ગયા પછી તેનાં લીલાં પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ કપાઈ જતાં અલ્પ કાળમાં રાગાદિનો અભાવ થઈ જ જાય છે. પરંતુ જેમ વૃક્ષનાં મૂળ સાજાં હોય તો તોડી નાખવા છતાં પાંદડાં ફરી આવે છે તેમ મિથ્યાત્વ રહે ત્યાં સુધી રાગની પરંપરા-સંસારની પરંપરા અનંત કાળ સુધી ચાલ્યા જ કરે છે. માટે મિથ્યાત્વનો અભાવ થતાં સર્વ ભાવાન્સવનો અભાવ થયો એમ અહીં કહ્યું છે. ભાઈ ! જેને શ્રદ્ધામાં ગોટા છે તેનાં વ્રત, તપ કે સંયમ સાચાં હોતાં નથી. [ પ્રવચન નં. ૨૩ર * દિનાંક ૧૫-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬૯ अथ ज्ञानिनो द्रव्यास्रवाभावं दर्शयति पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स। कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स।। १६९ ।। पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य। कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः।। १६९ ।। હવે, જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ છે એમ બતાવે છે: જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. ગાથાર્થ- [ તસ્ય જ્ઞાનિન: ] તે જ્ઞાનીને [પૂર્વનિવર્ધી: તુ] પૂર્વે બંધાયેલા [ સર્વે કર] સમસ્ત [પ્રત્યયઃ] પ્રત્યયો [પૃથ્વીuિષ્કસમાના: ] માટીના ઢેફાં સમાન છે [1] અને [તે] તે [ #ર્મશરીરે ] (માત્ર) કાર્મણ શરીર સાથે [ વહ્વા: ] બંધાયેલ છે. ટીકાઃ- જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાઍવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફાં સમાન છે (-જેવા માટી વગેરે પુદગલન્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે–સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. ભાવાર્થ- જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાગ્નવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્પણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ તો સ્વભાવથી જ છે. વળી જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્રવણનું કારણ થતાં નથી તેથી તે દષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ છે.) હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (૩૫નાતિ) भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव ।। ११५ ।। શ્લોકાર્થ:- [ભાવાાવ-માવત્ પ્રપન્ન: ] ભાવાસવોના અભાવને પામેલો અને [દ્રવ્યાન્નવેમ્સ: સ્વત: વ મિન્ન: ] દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ અયં જ્ઞાની] આ જ્ઞાની– [સવા જ્ઞાનમય—y—ભાવ: ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે- [નિરાસ્રવ: ] નિરાસ્રવ જ છે, [yō: જ્ઞાય: વ] માત્ર એક જ્ઞાયક જ છે. * ભાવાર્થ:- રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસવ પુદ્દગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસવ તેમ જ દ્રવ્યાસવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ છે. ૧૧૫. * સમયસાર ગાથા ૧૬૯ : મથાળુ હવે, જ્ઞાનીને વ્યાસવનો અભાવ છે એમ બતાવે છેઃ * ગાથા ૧૬૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન * જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્દગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે.’ જુઓ, શું કહે છે ? કે રાગની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાનભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગ-દ્વેષ બંધનું કારણ બને છે. પુણ્ય-પરિણામને કરવું એ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી; એ તે અજ્ઞાનભાવ છે અને તે-પૂર્વકના કષાયભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે. પણ જેણે રાગથી પોતાના જ્ઞાયકતત્ત્વને ભિન્ન પાડયું અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે એવા ધર્મીને પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પ૨માણુઓદર્શનમોહનો થોડો અંશ અર્થાત્ સમ્યકમોહનીયના રજકણો જે ક્ષયોપશમ સમકિત પ્રગટ થયું છે છતાં હોય તે, તથા અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો છે; પણ તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્દગલપરિણામવાળા હોવાથી તેને માટીનાં ઢેફાં સમાન છે. જેમ માટીનાં ઢેફાં અજીવ છે, શેય છે તેમ એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૯ ] [ ર૬૧ પ્રત્યયો પણ અજીવ અને શેય છે. જેમાં માટીનાં ઢેફાં પુદ્ગલસ્કંધો છે તેમ એ પ્રત્યયો પણ તેવા જ સ્કંધો છે. વળી કહે છે-“તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કામણ શરીર સાથે બંધાયેલા છેસંબંધવાળા છે, જીવ સાથે નહિ.” મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરમાણુઓ જેઓ જડ અચેતન છે તે માત્ર કાર્પણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહિ. મિથ્યાત્વાદિ જડ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્યકર્મ સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે. એટલે દ્રવ્યકર્મને પુદગલ કાર્પણ શરીર સાથે જ સંબંધ છે. સદાય ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્યકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ; અને આવા આત્માની જેને દૃષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. તેથી સમકિતીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય તોપણ તે પ્રકૃતિના પરમાણુને કાર્પણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહિ. જ્ઞાનીને દ્રવ્યાન્સવો સાથે સંબંધ છે જ નહિ. હવે કહે છે માટે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.” જેમ શરીર, વાણી, સ્ત્રી-કુટુંબ-પરિવાર આદિ પર પદાર્થ પર જ છે, એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી તેમ જ્ઞાનીને દ્રવ્યાસવોથી કાંઈ સંબંધ નથી. પર ચીજ પોતપોતાના કારણે દ્રવ્ય-ગુણપણે કાયમ રહીને પર્યાયમાં બદલીને રહી છે. શરીર પોતાના દ્રવ્ય-ગુણમાં પોતાની પર્યાય કરી રહ્યું છે; બીજા આત્માઓ, બીજા શરીરો કે પુદ્ગલો પોતપોતાના દ્રવ્યગુણમાં પોતપોતાની પર્યાય કરી રહેલાં છે. કાર્પણ શરીર છે તે પણ પોતાના દ્રવ્ય-ગુણપર્યાયમાં રહેલું છે. કર્મ-પરમાણુઓ કાંઈ આત્માની પર્યાયમાં આવ્યા નથી. ભાઈ ! આત્માને અને પર દ્રવ્યોને કોઈ સંબંધ છે જ નહિ. માટે જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્માનો જેને આશ્રય થયો છે તે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે કેમકે પરમાણુઓનો સંબંધ જડ સાથે જ છે. સવારે ભેદભેદરત્નત્રય મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું ને? એનો ખુલાસો જુઓ, ભેદરત્નત્રય છે તે રાગ છે. શુદ્ધ ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે એવા નિશ્ચયદષ્ટિવંતને ભેદરત્નત્રયરૂપ શુભરાગ આવે છે. તેને નિશ્ચય અભેદરત્નત્રયનો સહકારી જાણીને વ્યવહાર મોક્ષનું કારણ કહ્યું છે. ભેદરત્નત્રય રાગ હોવાથી છે તો બંધનું જ કારણ, પરંતુ વાસ્તવિક મોક્ષનું કારણ જે અભેદ રત્નત્રય તેના સહુચરપણે એવો જ રાગ હોય છે તેથી આરોપ આપીને તેને વ્યવહાર મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. અભેદરત્નત્રય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર ], [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એક જ નિશ્ચયથી મોક્ષનું કારણ છે; તોપણ જેને નિશ્ચય-દષ્ટિ થઈ છે, કર્તબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં રાગ (ભેદરત્નત્રયનો) આવે છે એવા ધર્મી જીવના ભેદરત્નત્રયના પરિણામને આરોપ આપીને અભેદરત્નત્રયની સાથે મોક્ષનું કારણ કહ્યું છે. ભાઈ આત્મા શું ચીજ છે એની જેને ખબર જ નથી એવા અજ્ઞાનીને તો વ્યવહાર જ નથી. જેને અભેદની દૃષ્ટિ નથી એને કયાં ભેદરત્નત્રય છે? અજ્ઞાનીનો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કાંઈ વ્યવહાર નથી, એ તો વ્યવહારાભાસ છે. જ્ઞાનીને જે રાગ થાય છે તેને તે માત્ર જાણે જ છે, કરતો નથી અને એવા જાણનારની જે દષ્ટિ અને સ્થિરતા અંદરમાં થયાં છે. તે જ વાસ્તવિક મોક્ષનું કારણ છે. આવી વાત છે. * ગાથા ૧૬૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાગ્નવભૂત પ્રત્યયો છે તે તો માટીના ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે.' જ્ઞાનીને દ્રવ્યાસવભૂત પ્રત્યયો એના દ્રવ્યમાં તો નથી પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેમ પર્યાયમાં રાગ-દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મનો સંબંધ નથી. તેમનો બંધ વા સંબંધ પુદગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નહિ. ભગવાન આત્મા તો પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ચૈતન્યમય જ છે; એની સાથે જડ અચેતન એવા કર્મને કાંઈ પણ સંબંધ નથી. લૌકિકમાં સ્ત્રી-કુટુંબ-પરિવાર વગેરેને આ અમારા સંબંધીઓ છે એમ નથી કહેતા? આ અમારા નાતીલા છે અને એમની સાથે અમારે ખૂબ પુરાણો સંબંધ છે એમ કહે છે ને? બાપુ ! કોની સાથે તારે સંબંધ? બહુ તો અજ્ઞાનમાં તારે રાગ-દ્વેષ અને વિકાર સાથે સંબંધ છે; જ્ઞાનમાં તો એ સંબંધ પણ નથી. ત્યાં હવે અન્ય સાથે સંબંધ કયાંથી આવ્યો? પુદ્ગલકર્મ સાથે પણ સંબંધ કયાંથી હોય? અહા ! ચૈતન્ય ભગવાન આનંદના નાથને જ્યાં રાગના કર્તાપણાથી ભિન્ન ભાળ્યો ત્યાં એને કર્મના જડ પુદ્ગલો સાથે તો સંબંધ નથી, ભાવાગ્નવ સાથે પણ સંબંધ નથી. જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ હોવાથી દ્રવ્યાગ્નવભૂત પ્રત્યયો નવાં કર્મના આસ્રવણનું કારણ થતા નથી. જડ કર્મ ઉદયમાં આવે, પણ મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષરૂપ ભાવાગ્નવો નથી તો જૂનાં કર્મ નવા બંધનું કારણ થતાં નથી. આગળ આ વાત આવી ગઈ કે જડકર્મ છે તે ખરેખર આઝૂવો છે અને નવા બંધનનું કારણ છે; પણ કોને? મિથ્યાત્વ અને રાગ-દ્વેષપણે પરિણમે તેને. મિથ્યાત્વ અને રાગ દ્વેષ ન કરે તો તે કર્મનો ઉદય નવાં કર્મના આસ્રવણનું કારણ નથી. તેથી આ અપેક્ષાએ પણ જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૯ ] [ ર૬૩ એક તો દ્રવ્યાસ્રવ પુદગલ છે માટે સંબંધ નથી; અને બીજું જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ છે એટલે દ્રવ્યાસૂવો બંધનું કારણ નહિ થતા હોવાથી જ્ઞાનીને દ્રવ્યકર્મ નથી. આ પ્રમાણે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ * કળશ ૧૧૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ભાવાઝવ-મામ પ્રપન્ન:' ભાવાગ્નવોના અભાવને પામેલો... મતલબ કે ધર્મી જીવ શુદ્ધ દ્રવ્યસ્વભાવના અવલંબનથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીના રાગ-દ્વેષરૂપ ભાવાગ્નવના અભાવને પામેલો છે. અહાહા! જેને રાગનું કર્તાપણું છૂટી જ્ઞાતા-દષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તે ધર્મી ભાવાન્સવના અભાવને પામેલો છે. સમકિતીને ભાવાન્સવનો એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષનો અભાવ જ છે. આ નાસ્તિથી વાત કરી. અતિથી કહીએ તો ધર્મી જીવ ભગવાન જે ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને પામેલો છે. અનાદિથી જીવ રાગ-દ્વેષ-મોહરૂપ ભાવાસવને પામતો હતો. રાગદ્વેષ મારા અને એ મારાં કર્તવ્ય એમ અનાદિથી કર્તાપણું માનતો હતો. હવે કર્તાપણાનો ત્યાગ કરી તે જ જીવ જ્યારે-હું તો પરમાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એક જ્ઞાતા-દષ્ટા છું, જગત આખુંય માત્ર શેય છે, દશ્ય છે-એમ પોતાના જ્ઞાતા-દષ્ટાસ્વરૂપને ધ્યેય બનાવી તેમાં અંતર્લીન થયો ત્યારે તે ભાવાન્સવના અભાવને પામેલો જ્ઞાની છે. અનાદિથી પુણ્ય-પાપના ભાવ જે આસ્રવો છે તેને જે પામેલો છે તે મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. જે વસ્તુ પોતાથી ભિન્ન છે એ ચીજને પોતાની માને તે જીવ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. એ ઊંધો પુરુષાર્થ કરે છે ને? ભાઈ ! અજ્ઞાની કે જ્ઞાની-કોઈને કોઈ કાર્ય પુરુષાર્થ વિનાનું હોતું નથી. પરમાણુમાં પણ તેનું કાર્ય તેની વિર્યશક્તિના કારણે જ હોય છે. આત્માની જેમ પરમાણુમાં પણ વીર્યશક્તિ છે. અજ્ઞાની ભિન્ન ચીજને પોતાની માને છે, પણ એમ છે નહિ અને એમ બનવું સંભવિત પણ નથી. છતાં પોતાની માને છે અને રાગદ્વેષ કરે છે; એ પ્રમાણે એણે ઊંધું વીર્ય ફોરવ્યું છે. શ્રીમદે લખ્યું છે કે “દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે.' અહાહા ! ચિદાનંદઘન પ્રભુ અનાકુળ શાંત અને આનંદરસનો અમાપ-અમાપ ગંભીર જેનો બેહદ સ્વભાવ છે એવા ભગવાન આત્માનો મોક્ષ થતો નથી. જીવને પહેલાં માન્યતા હતી કે હું રાગથી બંધાણો છું જ્ઞાન થતાં હું મોક્ષસ્વરૂપ જ છું એમ સમજાય છે. આત્મા રાગથી ભિન્ન સ્વરૂપ જ છે એમ અંતર-અનુભવમાં સમજાણું ત્યારે તે મુક્ત જ છે, મુક્તસ્વરૂપ જ છે. આવા જ્ઞાયકને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મુક્તસ્વરૂપે-અબદ્ધસ્વરૂપે દેખવો એ જૈનશાસન છે. (જ્ઞાની પર્યાયમાં જૈનશાસન પામેલો છે.) સમયસાર ગાથા ૧૪ અને ૧૫ માં પણ આવ્યું કે-આત્મા અબદ્ધસ્પષ્ટ છે. અહા ! રાગથી એ બંધાયેલો નથી તો પછી કર્મથી એ બંધાયેલો છે એ વાત કયાં રહી ? (ન રહી). સૂકાયેલા નાળિયેરમાં જેમ ગોળો છૂટો હોય છે તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છૂટું તત્ત્વ છે. - પ્રવચનસાર, ગાથા-ર00 માં આવે છે કે-અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. અનેક જ્ઞયને જાણવાપણે પરિણમ્યો હોવા છતાં સહુજ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોહને લઈને અન્યથા અધ્યવસિત થાય છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ-ધ્રુવ ધ્રુવ અનાદિ-અનંત જ્ઞાયકભાવ જ્ઞાયકભાવરૂપે જ છે. પરયને જાણવા છતાં શુદ્ધ તત્વ પરયપણે થયું નથી, છે નહિ અને થશે નહિ. હવે આવી (સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનની) વાત સમજવાની લોકોને ફુરસદ હોય નહિ એટલે બિચારા કોઈ ઉપવાસ કરવામાં, તો કોઈ વ્રત પાળવામાં, કોઈ જાત્રા-ભક્તિ કરવામાં અને કોઈ મંદિરો બંધાવવામાં જોડાઈ ગયા છે. પણ ભાઈ ! એ બધી જડની ક્રિયાઓ તો જડના કારણે એના કાળમાં થાય છે અને એ કાળે તને જો શુભરાગ હોય તો પુણ્યબંધ થાય પણ ધર્મ નહિ. પરદ્રવ્યની ક્રિયા-કાળે રાગનું નિમિત્ત હો ભલે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત હોય છે ખરું, પણ નિમિત્ત પરમાં કાંઈ (કાર્ય) કરે છે એમ નથી. લોકોને આ ખટકે છે. કર્મનો ઉદય નિમિત્ત હોય તો વિકાર થાય છે એમ માને છે તેમને આ ખટકે છે. પરંતુ એવી માન્યતા અયથાર્થ છે. ઉપાદાનની તે તે સમયની યોગ્યતા જ ' તે તે પ્રકારે થવાની છે. પ્રશ્ન- પરમાત્માની દિવ્યધ્વનિથી આત્માને જ્ઞાન થાય છે-એમ આવે છે ને? બનારસીવિલાસમાં કહ્યું છે કે 3ૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે; રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.'' ઉત્તર- ભાઈ ! નિમિત્તના (નિમિત્તની મુખ્યતાના) કથન એમ જ આવે. જીવ સ્વયં પોતાથી સંશય ટાળે તો વાણીને નિમિત્ત કહેવાય છે. બાકી ભગવાન શાયકની અંતર્દષ્ટિ કરતાં જે જ્ઞાન થયું તે સંશય રહિત જ્ઞાન છે-અને તે સ્વભાવના પુરુષાર્થથી સ્વતઃ થયું છે; નિમિત્તથી નહિ. કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૯ ] [ ર૬૫ જિન સોહી હૈ આત્મા અન્ય સોઈ હૈ કર્મ, યહી વચનસે સમજલે જિન-પ્રવચન કા મર્મ.'' રાગાદિ પણ અન્ય કર્મ છે, આત્મા નહિ. ભગવાન ત્રિલોકીનાથની વાણીનો આ મર્મ છે. ભાઈ ! જૈનશાસન કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાન! તું મુક્તસ્વરૂપ છો, અને જે શુદ્ધોપયોગમાં આત્મા મુક્તસ્વરૂપ જણાયો તે શુદ્ધોપયોગ જેનશા હવે આવી અંતર્દષ્ટિની વાતમાં સૂઝ પડે નહિ એટલે વ્રત કરવા, દયા પાળવી, ભક્તિ કરવી, દાન કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓમાં જીવ લાગી જાય છે, કેમકે એમાં ઝટ સમજ પડે છે. મહાવરો છે ને એનો? વળી બીજાને પણ ખબર પડે કે કાંઈક કર્યું. પણ ભાઈ ! એ તો બધી બહારની ક્રિયાઓ છે. એમાં કયાં આત્મા છે? જન્મ-મરણનો અંત કરવો હોય તો એનાથી નહિ થાય. ભગવાન! પોતાને સમજ્યા વિના અને અંતર્દષ્ટિ કર્યા વિના જીવ અનાદિથી દુઃખી છે. આ મોટા રાજાઓ અને કરોડપતિ શેઠિયાઓ બધા આત્મદષ્ટિ વિના દુઃખી જ છે. શાંતરસનો સમુદ્ર એવા ભગવાન આત્માને ભૂલીને તેઓ કષાયની અગ્નિમાં બળી જ રહ્યા છે. છઠ્ઠાલામાં આવે છે ને કે “યહુ રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ. ચિર ભજે વિષય-કપાય અબ તો, ત્યાગ નિજપદ બેઈએ.” ભાઈ ! અનંતકાળ વિષય-કપાય સેવા, હવે તો તેને છોડી અંતર્દષ્ટિ કર. પોતાની અંદર વિકારના પરિણામ થાય છે એને છોડવાનું જ્ઞાનીઓ કહે છે, પરને સેવવાની અને છોડવાની કોઈ વાત નથી, કેમકે મરને કોણ સેવે અને છોડે છે? અહીં તો એમ કહે છે કે વિષયકષાયરહિત અંદર આનંદનો નાથ ભગવાન છે એની સેવામાં એકવાર આવ. તેથી તને આનંદ થશે, સુખ થશે અને અંદર ભણકાર વાગશે કે હવે હું અલ્પકાળમાં મુક્તિ પામીશ. અહા ! સમ્યજ્ઞાન જે થયું તે ભાવાગ્નવથી રહિત થયું છે. ભલે મતિ-શ્રુતજ્ઞાન હો તોપણ એણે સ્વયને પકડયું છે ને? સમ્યક મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે એટલે કે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે. પ્રશ્ન- બહારમાં મંદિર આદિ બંધાવે, મોટા ગજરથ કાઢે તો ધર્મની પ્રભાવના થાય ને? ઉત્તર- શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા પૂર્વક વિજ્ઞાનઘનસ્વભાવની પર્યાયમાં વૃદ્ધિ થવી તે નિશ્ચય પ્રભાવના છે. આવી નિશ્ચય-પ્રભાવના જેને પ્રગટ થઈ છે તેવા જીવના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શુભરાગને વ્યવહાર પ્રભાવના કહે છે. બહારમાં જડની ક્રિયામાં તો એનું કાંઈ કર્તવ્ય નથી. લોકોને એકલો વ્યવહાર ગળે વળગ્યો છે, પણ અજ્ઞાનીનો શુભરાગ કાંઈ વ્યવહાર પ્રભાવના નથી. (એ તો પ્રભાવનાનો આભાસમાત્ર છે હવે કહે છે આ રીતે ભાવાન્સવના અભાવને પામેલો અને ‘દ્રવ્યાખ્રવેમ્ય: સ્વત: વ fમન:' દ્રવ્યાસ્ત્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો “ચું જ્ઞાન' આ જ્ઞાની ‘સવા જ્ઞાનમય-વ-ભાવ:' કે જે સદા એક જ્ઞાનમયભાવવાળો છે તે “નિરવ:' નિરાસ્રવ જ છે. અહાહા..! અભેદ એક જ્ઞાન જે શુદ્ધ આત્મા તેને પામેલો જ્ઞાની સદાય જ્ઞાનમયભાવવાળો હોવાથી નિરાસ્રવ જ છે. આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો જે રાગ છે તેને સ્વભાવના અવલંબને ટાળવાનો પ્રયત્ન છે તેથી તેને ગૌણ કરીને જ્ઞાની નિરાસ્રવ જ છે એમ કહ્યું છે. વળી “વ: જ્ઞાયવ:વ' માત્ર એક જ્ઞાયક જ છે. જ્ઞાની જાણનાર-જાણનાર-જાણનાર જ છે; પરને જાણનાર એમ નહિ, પણ જાણનારને જાણનારો તે જ્ઞાયક જ છે. * કળશ ૧૧૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાન્સવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસૈવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે.” જડ દ્રવ્યાસ્ત્રવોથી તો અજ્ઞાની પણ ભિન્ન છે, પણ એ માને છે. વિપરીત કે મારે અને દ્રવ્યકર્મને સંબંધ છે. દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે તેથી જ્ઞાની દ્રવ્યાસવથી સ્વભાવથી જ ભિન્ન છે. આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાન્સવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ જ છે.' જ્ઞાની મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવવાળો અને સમકિત અને સ્વરૂપસ્થિરતાવાળો હોવાથી તેને અહીં નિરાગ્નવ જ કહ્યો છે. કોઈ એકાંતે પકડી બેસે કે તેને આસ્રવનું અસ્તિત્વ જ નથી તો એમ નથી. બાપુ! અનંતકાળમાં નહીં કરેલી આ વાત છે. ભગવાન! તું પંચમહાવ્રતધારી દિગંબર સાધુ અનંતવાર થયો પણ સ્વરૂપે ગ્રહ્યા વિના એકલી રાગની ક્રિયાઓમાં વ્યસ્ત રહીને ત્યાં ને ત્યાં (સંસારમાં) જ રોકાઈ રહ્યો. બાકી જ્ઞાન થતાં જ્ઞાની તો નિરાગ્નવ જ હોય છે, તે અલ્પકાળમાં મુક્તિને પામે છે. આવી વાત છે. [ પ્રવચન નં. ૨૩૩ દિનાંક ૧૬-૧૧-૭૬] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates कथं ज्ञानी निरास्रव इति चेत् ગાથા-૧૭૦ चउविह अणेयभेयं बंधंते णाणदंसणगुणेहिं । समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु । । १७० ।। चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम् । समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु ।। १७० ।। હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ ચવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી, બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦. ગાથાર્થ:- [યમાત્] કારણ કે [ ચતુર્વિધા: ] ચાર પ્રકારના દ્રવ્યાસવો [જ્ઞાનવર્શનમુળાખ્યાન્] જ્ઞાનદર્શનગુણો વડે [ સમયે સમયે] સમયે સમયે [અનેમેવું] અનેક પ્રકારનું કર્મ [ વઘ્નન્તિ ] બાંધે છે [ તેન ] તેથી [ જ્ઞાની તુ] જ્ઞાની તો [અવન્ધ: રૂતિ] અબંધ છે. ટીકા:- પ્રથમ, જ્ઞાની તો આસ્રવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્દગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે. * * * સમયસાર ગાથા ૧૭૦ : મથાળુ હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે ?-તેના ઉત્તરની ગાથા કહે છે. અહાહા...! શુદ્ધચિદાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ અને અનુભવ જેને થયાં તે જ્ઞાની છે, ધર્મી છે. તેને જ્ઞાની કહો, ધર્મી કહો વા સમ્યગ્દષ્ટિ કો-એ બધું એકાર્થવાચક છે. એવા જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આસવનો અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ હો કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસનાના અશુભભાવ હો-બન્ને ભાવ આસ્રવ છે. જ્ઞાની એનાથી રહિત છે. વળી જડકર્મ-દ્રવ્યાસવોથી તે સ્વભાવથી જ ભિન્ન છે. આ વાત આગળની ગાથાઓમાં આવી ગઈ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હવે અહીં શિષ્ય પૂછે છે કે જ્ઞાની નિરાન્સવ કઈ રીતે છે? બસ, જ્ઞાની થયો એટલે નિરાગ્નવ થઈ ગયો? આવી આશંકા પૂર્વક પૂછે છે તેને આ ગાથામાં ઉત્તર આપવામાં આવે છે. * ગાથા ૧૭૦: ટીકા ઉપરનું પ્રવચન * પ્રથમ, જ્ઞાની તો આગ્નવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે.” ધર્મી જીવને પુણ્ય-પાપરૂપ આગ્નવભાવ કરવાનો અભિપ્રાયમાં અભાવ છે. આસ્રવભાવ કરવા લાયક છે એવા અભિપ્રાયથી જ્ઞાની રહિત છે; તેથી તેને નિરાસ્રવ કહેવામાં આવે છે. જેને સમકિત થયું છે, સમ્યજ્ઞાન થયું છે એવા ધર્મી જીવને શુભાશુભ ભાવની ભાવના નથી, શુભાશુભ ભાવ કરવાનો અભિપ્રાય નથી. અહાહા..! ધર્માત્માને દયા, દાન, ભક્તિ આદિ શુભભાવ કરવા યોગ્ય છે એમ અભિપ્રાય નથી. ગજબ વાત છે! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનાં શ્રદ્ધાન-રુચિ અને આશ્રય જેને થયાં છે તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવની એકાગ્રતાની ભાવનામાં પુણ્ય-પાપની ભાવનાનો અભિપ્રાયમાં અભાવ છે. અહો ! ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અહીં સમયસારમાં આચાર્ય કુંદકુંદદેવે કહ્યું છે. વાહ! સંતો ભગવાનના આડતિયા થઈને ભગવાનનો સંદેશ જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે-ભાઈ ! ૮૪ ના જન્મ-મરણના ફેરા મટાડવાનો ઉપાય અંદર જે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિદાનંદઘન પરમાત્મા પ્રભુ પડ્યો છે તેની દષ્ટિ-ચિ અને અભિપ્રાય બાંધવો તે છે. ધર્મનું પ્રથમ પગથિયું સમ્યગ્દર્શન છે, અર્થાત્ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞપણું-એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે-હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્યરસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું. ભગવાનને જે પર્યાયમાં સર્વશપણું પ્રગટ છે તે કયાંથી આવ્યું? અંદર આત્મામાં સર્વશપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર-એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે. અહીં કહે છે-ધર્મીને અંતરમુખ વલણ હોવાથી અભિપ્રાયમાં શ્રદ્ધાનમાં આસ્રવ એટલે પુણ્ય-પાપના ભાવની ભાવના-એટલે તે ભલા છે, કરવા યોગ્ય છે એવી ચિંતવના-નો અભાવ છે. પુણ્ય-પાપના ભાવ જ્ઞાનીને આવે છે ખરા, પણ તે કરવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૦ ] [ ૨૬૯ લાયક છે એવો ભાવ તેના અભિપ્રાયમાંથી છૂટી ગયો છે. આ કારણથી જ્ઞાની નિરાસ્રવ જ છે. જોયું ‘જ’ લીધું છે. અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ જ છે. હવે કહે છે ‘પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્દગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.' પૂર્વનાં જડ કર્મ ઉદયમાં આવતાં જ્ઞાનીને જરા (થોડાં) નવાં કર્મ બંધાય છે તેમાં જ્ઞાનગુણનું (જઘન્ય ) પરિણમન જ કારણ છે; અર્થાત્ જીવના જ્ઞાનગુણની ક્ષયોપશમય દશા જ બંધનું કારણ છે. વસ્તુ-આત્મા અને એની દ્દષ્ટિ બંધનું કારણ નથી. અભિપ્રાય બંધનું કારણ નથી તો બંધનું કારણ શું છે? તેનો આ ખુલાસો કર્યો કે કમજોરીના કારણે જ્ઞાનની જે હીણી દશા પરિણમે છે તે બંધનું કારણ છે. અહો ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. દુનિયા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાને સમકિત માને છે પણ એ (માન્યતા) અયથાર્થ છે, વિપરીત છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ ૫૨માત્મા બિરાજે છે તે એમ ફરમાવે છે કે-જેને પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માનો દૃષ્ટિમાં સ્વીકાર-સત્કાર થયો છે એવા જ્ઞાનીને અભિપ્રાયમાં આસ્રવ કરવાનો ભાવ છૂટી ગયો છે. પણ આ સ્થિતિમાં જે અલ્પ કર્મબંધન થાય છે તે પૂર્વકર્મના ઉદયમાં જે વર્તમાન જ્ઞાનની પરિણિત થોડી કમજોરીથી જોડાય છે તે કારણ છે. જ્ઞાનગુણની હીણી–ક્ષયોપશમ દશા જ ત્યાં બંધનું કારણ છે. એ હીણી દશા સક્તિનો વિષય કે સમકિતનું કારણ નથી. [પ્રવચન નં. ૨૩૪ * દિનાંક ૧૭–૧૧–૬૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૭૧ कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत् जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।।१७१।। यस्मात्तु जधन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते। अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः।। १७१।। હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે: જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ગાથાર્થ- [ ચસ્મા તુ] કારણ કે [ જ્ઞાનકુળ: ] જ્ઞાનગુણ, [નવજાત્ જ્ઞાનાત્] જઘન્ય જ્ઞાનગુણને લીધે [પુનરપિ] ફરીને પણ [બન્યત્વે ] અન્યપણે [પરિણમતે] પરિણમે છે, [ તેન તુ] તેથી [ : ] તે (જ્ઞાનગુણ ) [ વન્ય: ] કર્મનો બંધક [ મળત: ] કહેવામાં આવ્યો છે. ટીકા- જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (ક્ષાયોપથમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે. | ભાવાર્થ:- ક્ષાયોપથમિક જ્ઞાન એક શૈય પર અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય શેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, –યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. સમયસાર ગાથા ૧૭૧ : મથાળુ હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? –તેના ઉત્તરની ગાથા કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૧ ] [ ર૭૧ અહા ! આ તો એકદમ અધ્યાત્મ-વાણી છે. અનંતકાળમાં તું એને સમજ્યો નથી. છઢાલામાં આવે છે ને કે મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.'' જીવ નગ્નદશા સહિત ૨૮ મૂલગુણનું પાલન કરીને અનંતવાર રૈવેયકમાં ઉપજ્યો છે, પણ આસ્રવરહિત ભગવાન આત્માના જ્ઞાન વિના તેને અંશ પણ સુખ પ્રગટ થયું નહિ; અર્થાત્ દુઃખ જ થયું. જેને આત્મજ્ઞાન થાય તેને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આવા આત્મજ્ઞાનના અભાવમાં પંચમહાવ્રતાદિનો ભાવ એ પણ દુઃખ અને આસ્રવ જ હતા. સમ્યગ્દષ્ટિને કમજોરીથી વ્રતનો વિકલ્પ આવે છે પણ તેને એમાં કર્તાબુદ્ધિ નથી (સ્વામીપણું નથી). ધર્મીને વ્રતાદિની ભાવના નથી. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી તા. હાલ નરકમાં છે. ત્યાં સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધે છે અને આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થકર થશે. તેને હજારો રાજાઓ ચામર ઢાળતા અને હજારો રાણીઓ હતી. છતાં સમકિતી હતા ને? અભિપ્રાયની અપેક્ષાએ તેઓ નિરાસ્રવ જ હતા. અહા ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો બાહ્ય ત્યાગમાં ધર્મ માની લે છે પણ ધર્મ અંતરની જુદી ચીજ છે ભાઈ ! ત્રણ લોકના નાથ વીતરાગ પરમેશ્વરની વાણીમાં તો એમ આવ્યું કે-પંચમહાવ્રતાદિ જેટલા ક્રિયાકાંડના ભાવ છે તે બધા આસ્રવ છે અને બંધનું કારણ છે. સમજાણું કાંઈ....? તો જ્ઞાનીને તે આસ્રવ ભાવો કેવી રીતે છે? એનું સમાધાન કરે છે * ગાથા ૧૭૧ : ટીકા ઉપરનું પ્રવચન * “જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (-ક્ષાયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય શું કહે છે? કે અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો, પરંતુ પરિણતિમાં તેને અસ્થિરતાનો કમજોરીનો રાગ-આસ્રવભાવ છે અને તેટલો બંધ પણ થાય છે. જ્ઞાનીને જ્ઞાનની પરિણતિ પૂર્ણ કેવળજ્ઞાનપણે પ્રગટ ન થાય અર્થાત્ જ્યાંસુધી જ્ઞાનગુણ જઘન્યભાવે ( અલ્પભાવે) પરિણમે છે ત્યાંસુધી જ્ઞાનગુણ વિપરિણામને પામે જ છે. પોતે આત્મા જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ ભગવાન પરમાત્મા છે એવા ભાનપૂર્વક શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાનીને અનુભવ થયો છે પણ અંતરધ્યાનમાં-આત્માના અનુભવની દશામાં તો તે અંતર્મુહૂર્ત જ રહી શકે છે, તેથી વિશેષ રહી શકતો નથી; અને ત્યારે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વિકલ્પ ઊઠે છે, ચાહે તે વિકલ્પ વ્રતાદિનો હો કે વિષયકષાયનો હો, પણ રાગ આવે જ છે. જ્ઞાનગુણનું જઘન્ય પરિણમન હોવાથી અંતર્મુહૂર્ત એટલે ઘડીના અંદરના કાળમાં તેનું વિપરિણમન થાય જ છે અર્થાત્ રાગનું પરિણમન આવી જ જાય છે. સાયિક સમકિતી હોય તોપણ નિર્વિકલ્પ અનુભવમાં આવ્યા પછી અંતર્મુહૂર્તમાં અનુભવની પરિણતિથી વિપરીત રાગભાવ આવી જાય છે, એટલે કે ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. હવે કહે છે તે (જ્ઞાનગુણનું જઘન્યભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવયંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે. સમકિતી ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ નિરાગ્નવ કહ્યો કેમકે અભિપ્રાય અને અભિપ્રાયનો વિષય તો અખંડ વસ્તુ છે. ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ તો ચૈતન્યસ્વભાવમાં જ એકાગ્રતાની ભાવના છે, પણ એની પરિણતિ જઘન્ય છે અર્થાત્ નીચલા દરજ્જાની વીતરાગ પરિણતિ છે. તેને પરિપૂર્ણ વીતરાગતા પ્રગટી નથી માટે સાથે રાગનો સદ્દભાવ જરૂર છે; અને તે બંધનું જ કારણ છે, અને એટલું દુઃખ પણ જ્ઞાનીને છે. પર્યાયમાં હીણપ છે તે અપેક્ષાએ જ્ઞાનીને એટલું બંધન છે અને તે જાણવા લાયક છે. જ્ઞાનીને નિશ્ચય-વ્યવહાર બને નયો યથાર્થ હોય છે. જ્ઞાનીને રાગ થતો જ નથી, દુ:ખ હોતું જ નથી–એ જુદી અપેક્ષાએ દષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની જાણે છે કે છટ્ટ ગુણસ્થાનકે મુનિને-કે જેને સમકિત સહિત પ્રચુર સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે-તેને પણ મહાવ્રતાદિના જે પરિણામ આવે છે તે પ્રમાદ અને દુઃખ છે. શ્રી બનારસીદાસે સમયસાર નાટકમાં ભાવલિંગી સંતને પણ જે ૨૮ મૂલગુણ આદિનો રાગ આવે છે તેને “જગપંથ ” કહ્યો છે, “શિવપંથ” નહિ. “ “તા કારણ જગપંથ ઇતિ, ઉત સિવમારગ જોર; પરમાદી જગક ધુકે, અપરમાદી સિવ ઓર.'' (૪) મોક્ષદ્વાર) માત્ર સ્વભાવસમ્મુખતાનું જેટલું પરિણમન છે તેટલો જ શિવપંથ-મોક્ષમાર્ગ છે. અહો! અગાઉના પંડિતો-બનારસીદાસ, ટોડરમલજી વગેરેએ અલૌકિક વાતો કરી છે! તેઓ પરંપરા અને શાસ્ત્રને અનુસરીને કહેનારા હતા. અહા ! એક બાજુ કહે કે જ્ઞાની નિરાગ્નવ જ છે અને વળી પાછું કહે કે યથાખ્યાતચારિત્ર થવા પહેલાં તેને રાગ છે–આ તે કેવી વાત ! ભાઈ ! અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાગ્નવ કહ્યો, પણ પરિણમનમાં જઘન્યતા છે તેની અપેક્ષાએ તેને અલ્પ રાગાંશ વિદ્યમાન છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૧ ] [ ૨૭૩ એટલું બંધન છે એમ કહ્યું, ગણધરદેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે. તીર્થકરને પણ જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી રાગ છે અને તે રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ભાઈ ! વીતરાગની વાણીમાં ક્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. તીર્થકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધકદશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે અને જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે. જ્ઞાનીને પણ રાગ બંધનું જ કારણ છે. શુભરાગથી કલ્યાણ થશે, પરંપરા મુક્તિ થશેએવી માન્યતાનો અહીં નિષેધ કરે છે. બંધનું કારણ તે વળી મોક્ષનું કારણ થાય? ( ન થાય). જે શુભરાગને મુક્તિનું કારણ માને છે તેની શ્રદ્ધામાં બહુ ફેર છે; તે જીવો મિથ્યાદષ્ટિ છે, જૈન નહીં. તેઓ અનંત સંસારી છે. ભાઈ ! દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાનનો માર્ગ વીતરાગતાનો છે. તેમનો ઉપદેશ તો આ છે કે જો તારે સુખી થવું હોય તો અમારી સામે જોવાનું છોડ અને અંતરમાં સ્વસમ્મુખ જો. * ગાથા ૧૭૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “ક્ષાયોપથમિક જ્ઞાન એક ષેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે.” સ્વરૂપમાં એટલે આનંદના અનુભવમાં ક્ષાયોપથમિક જ્ઞાન અંતર્મુહૂર્ત જ રહી શકે છે. પછી જરૂરથી સ્વથી વિચલિત થઈ પર અવલંબે છે અને રાગ થાય છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો-યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય પરિણમનને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.' અહા ! કેટલું સ્પષ્ટ કર્યું છે? સાચા સંત હો કે જ્ઞાની-જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ છે એમ યથાર્થ જાણવું જોઈએ. દષ્ટિ અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ હોવા છતાં પરિણતિમાં જે જઘન્ય પરિણમન છે તે અવશ્ય બંધનું કારણ છે. [ પ્રવચન . ૨૩૪ દિનાંક ૧૭-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૭૨ एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत् दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण। णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण।। १७२।। दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन। ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन।। १७२।। હવે વળી ફરી પૂછે છે કે જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાન્સવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે: ચારિત્ર દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨. ગાથાર્થઃ- [ ] કારણ કે [વર્ગનજ્ઞાનવારિત્ર ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ન જમાવેન] જઘન્ય ભાવે [ પરિણમતે ] પરિણમે છે [ તેન તુ] તેથી [ જ્ઞાની] જ્ઞાની [વિવિધેન ] અનેક પ્રકારના [ પુનર્મળT ] પુદ્ગલકર્મથી [ વધ્યતે] બંધાય છે. ટીકા- જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આગ્નવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાગ્નવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે –તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવા, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્દભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્રવ જ હોય છે. ભાવાર્થ:- જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સવોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ | [ ર૭પ (શાર્દૂત્તવિવ્રીહિત) संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन्नात्मा नित्यनिराम्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।। ११६ ।। જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગ દર્શન-જ્ઞાનચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે. જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાગ્નવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાગ્નવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ માત્મા યુવા જ્ઞાની ચાત્ તવા] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, [ સ્વયં] પોતે [ નિવૃદ્ધિપૂર્વમ્ સમ રાT] પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ગનિશ ] નિરંતર [ સંન્યરચન] છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો, [ગવુદ્ધિપૂર્વમ્] વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે [તે કપિ] તેને પણ [ નેતું] જીતવાને [ વારંવારમ્] વારંવાર [ સ્વશ$િ સ્પૃશન] (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને સ્પર્શતો થકો અને (એ રીતે) [ સનાં પૂરવૃત્તિમ્ ઇવ છિન્દ્રન] સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને-ઉખેડતો [ જ્ઞાનચ પૂf: ભવન ] જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [ દિ] ખરેખર [ નિત્યનિરાવ: ભવતિ ] સદા નિરાસ્રવ છે. ભાવાર્થ- જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે. પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (અનુષ્ટ્રમ) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ। कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ११७ ।। શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે. “બુદ્ધિપૂર્વક” અને “અબુદ્ધિપૂર્વક”નો અર્થ આ પ્રમાણે છે:-જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે. (રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં “બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છે -જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.) ૧૧૬. હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે – શ્લોકાર્થ:- ‘[ સર્વસ્યામ્ દ્રવ્યપ્રત્યયસંતતી નીવત્યાં] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાગ્નવની સંતતિ વિદ્યમાન હોવા છતાં [જ્ઞાની] જ્ઞાની [ નિત્યમ્ વ ] સદાય [નિરીઝવ:] નિરાસવ છે [ :] એમ શા કારણે કહ્યું?'- [તિ વે મતિઃ] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭. સમયસાર ગાથા ૧૭૨ : મથાળું હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાન્સવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે - એકકોર એમ કહો છો કે જેને અંતરસ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન થયું છે તે જ્ઞાની નિરાસ્રવ છે અને વળી પાછા કહો છો કે જ્યાં સુધી જ્ઞાનનું જઘન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૭૭ પરિણમન છે ત્યાં સુધી જ્ઞાનીને રાગ છે અને તેથી બંધ પણ છે તો આ કેવી રીતે છે? જ્ઞાની નિરાગ્નવ કઈ રીતે છે? સમ્યગ્દષ્ટિ-જ્ઞાની સર્વથા નિરાસ્રવ હોય તો તેને કેવળજ્ઞાન હોવું જોઈએ; પણ એ તો છે નહિ માટે તેને હજુ આસ્રવ છે, બંધ છે; છતાં તે નિરાસવ છે એમ કહેવું એ તો વિરુદ્ધ છે. તો કઈ અપેક્ષાએ તેને નિરાગ્નવ કહેવામાં આવે છે તેનો ખુલાસો કરે છે * ગાથા ૧૭૨ : ટીકા ઉપરનું પ્રવચન * “જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક ) રાગદ્વેષમોહરૂપી આગ્નવભાવોનો તેને અભાવ હોવાથી નિરાસ્રવ જ છે.' જુઓ, “જે ખરેખર જ્ઞાની છે” એમ કહીને આ સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની વાત કરે છે. હવે આમાંથી કોઈને એમ થાય કે જેને સમ્યગ્દર્શન નથી તેણે પહેલાં શું કરવું? | ઉત્તર- સમ્યગ્દર્શન થયા પહેલાં-આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી-એવો પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય કરવો. રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે, છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. આ વાત ગાથા ૭૩ માં આવી ગઈ છે. ત્યાં કહ્યું છે કે-જેમ વહાણ વમળમાં પકડાઈ ગયું હોય તે વમળ છૂટતાં છૂટી જાય છે તેમ વિકલ્પથી છૂટીને નિર્વિકલ્પ અનુભવ કરવો. સમુદ્રમાં વમળ એની મેળે છૂટે છે અને રાગ તો પોતે પુરુષાર્થ કરીને છોડે તો છૂટે છે એટલો દાંત અને સિદ્ધાંતમાં ફેર છે. ગાથા ૧૪૪ માં પણ આવે છે કે-આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરવો. - આત્મામાં એક વીર્ય ગુણ છે; તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. આથી પર્યાયમાં પણ વીર્ય છે તે વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે હું શુદ્ધ બુદ્ધ અખંડ ચૈતન્યઘન છું, સદા અબદ્ધસ્પષ્ટ સામાન્ય એકરૂપ છે. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતર્દષ્ટ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. ભાઇ! ખરેખર તો પહેલા-પછી છે જ કયાં? (કેમકે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે) તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ કયાં છે? છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુદ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાનાં ઠેકાણાં જ નથી. માર્ગ આવો છે, ભાઇ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં કયાં છે ? ત્યાં અંતરમાં દૃષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહીં જે ખરેખર જ્ઞાની છે”-એમ વાત ઉપાડી છે. સંસ્કૃતમાં “દિ' એટલે “ખરેખર'એમ શબ્દ છે; એટલે કે શાસ્ત્રના વાંચનથી જાણપણું કર્યું, ધારણા કરી કે વિકલ્પથી નિર્ણય કર્યો તે જ્ઞાની-એમ નહિ. અંતર્દષ્ટિ કરવાથી જેને નિર્વિકલ્પ અનુભવ થયો છે, ભગવાન આનંદના નાથનું જેને સ્વસંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. સ્વ નામ પોતાના સંવેદન એટલે પ્રત્યક્ષ જ્ઞાનના અવલંબનથી (વેદનથી) જેને આત્મા જણાયો છે તે જ્ઞાની છે. સમજાણું કાંઈ...! પ્રશ્ન:- તો વિદ્વાન અને જ્ઞાનીમાં શું ફરક છે? ઉત્તરઃ- જે ઘણાં શાસ્ત્ર ભણેલો હોય તે વિદ્વાન છે. જેને નિશ્ચયતત્ત્વ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ આત્માનું જ્ઞાન નથી અને શાસ્ત્રમાં વ્યવહારનાં (નિમિત્તાદિનાં) જ્ઞાન કરાવવા માટેનાં જે લખાણ હોય તેને પકડીને તેમાં વર્તે તે વિદ્વાન છે. જ્યારે નિર્વિકલ્પ વસ્તુ અનાકુળ આનંદસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે તે જ્ઞાની છે. જેને વાસ્તવિક આત્મજ્ઞાન પ્રગટયું છે તે જ્ઞાની છે. અહીં કહે છે-જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક-ઇચ્છાપૂર્વકઅજ્ઞાનપૂર્વક તેને અજ્ઞાનમય એવા રાગદ્વેષમોહરૂપી આગ્નવભાવોનો અભાવ હોવાથી નિરાગ્નવ જ છે. અભિપ્રાયમાં આસ્રવની ભાવનાનો ધર્મીને અભાવ હોવાથી તથા તેનો સ્વામી નહિ થતો હોવાથી જ્ઞાનીને નિરાગ્નવ કહ્યો છે. જડ દ્રવ્યાગ્નવોનો તો તેને સ્વભાવથી જ અભાવ છે અને આસ્રવભાવોના કર્તાપણાનો તેને અભિપ્રાય-શ્રદ્ધાન નથી તેથી જ્ઞાની નિરાસ્રવ છે એમ કહ્યું છે. જે આસ્રવ થાય છે તેમાં જ્ઞાનની જઘન્ય-હીણી પરિણતિ જ કારણ છે. અબુદ્ધિપૂર્વક રાગના બે અર્થ થાય છે-(૧) અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના જે રાગ થાય તે-જે અર્થ અહીં કર્યો છે અને (૨) રાજમલજીએ અબુદ્ધિપૂર્વક રાગ એટલે જે રાગ જાણવામાં ન આવે તે રાગ-એમ અર્થ કર્યો છે. જ્ઞાનીને પાપના પરિણામની તો શું પુણ્યના પરિણામની પણ રુચિ નથી. પુણ્યપરિણામને જ્ઞાની ભાવતો નથી. આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતાની જેને ભાવના છે અને રાગાદિ આગ્નવભાવની જેને ભાવના નથી એવો જ્ઞાની નિરાસ્રવ જ છે. હવે કહે છે પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે-તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા ઉપપત્તિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ર૭૯ વડે જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે.' આગળની ગાથામાં એમ લીધું હતું કે યથાખ્યાતચારિત્ર થયા પહેલાં જ્ઞાની જઘન્યભાવે પરિણમે છે તેથી તેને રાગ છે અને બંધ પણ છે. અહીં પણ છે. અહીં એમ કહ્યું કે જ્ઞાની જ્ઞાનને એટલે ચૈતન્યાનસ્વરૂપ ભગવાન આત્માને જ્યાં સુધી જઘન્યભાવે જ દેખે છે. જાણે છે અને આચરે છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવા, જાણવાને અને આચરવાને સમર્થ નથી ત્યાં સુધી તેને રાગ છે અને તેથી બંધ પણ છે. જ્ઞાની જે સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને દેખવા-જાણવા અને આચરવામાં અશક્તપણે વર્તે છે તે અશક્તપણે કોઈ કર્મને લઈને છે એમ નથી પણ પોતાની પર્યાયનું વીર્ય એટલું જ કામ કરે છે એમ વાત છે. અને ત્યાં સુધી તેને કિંચિત્ રાગ છે અને બંધ પણ છે. અસમર્થપણું પોતાના પુરુષાર્થની નબળાઈથી છે, કર્મના ઉદયનું જોર કે બળજોરી છે માટે છે એમ નથી. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એમ આવે કે-જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે તેથી રાગ-દ્વેષમાં જોડાય છે પણ તેનો અર્થ એટલો જ છે કે જ્ઞાનીને હોંશ વિના-રૂચિ વિના રાગદ્વપમાં જોડાવું થાય છે. રાગની જ્ઞાનીને રુચિ નથી એમ બતાવવા માટે કર્મના ઉદયનું જોર કહેવામાં આવે છે. ઇષ્ટોપદેશમાં ““જીવો બળિયો, કમ્મો બળિયો'' કોઈ વખતે જીવ બળવાન અને કોઈ વખતે કર્મ બળવાન-એવો પાઠ આવે છે. પર તરફના લક્ષે જીવ પરિણમે છે ત્યારે કર્મનું બળ કહેવામાં આવે છે અને સ્વ તરફના એટલે ભગવાન આત્માના લક્ષ પરિણમે ત્યારે જીવનું બળ કહેવામાં આવે છે. જડ કર્મ તો આત્માને અડતુંય નથી તો એનું બળ કયાંથી આવ્યું ? પરદ્રવ્યને અને આત્માને કોઈ સંબંધ નથી તેથી કર્મ જીવને રાગ કરાવે કે રખડાવે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી. પોતાને પર્યાયમાં પુરુષાર્થની હીણતાના કારણે નિમિત્તના આશ્રયે રાગાદિ-પરિણમન થાય છે તે ભાવકર્મનું બળ છે તો ત્યાં ઉપચારથી દ્રવ્યકર્મનું બળ છે એમ કહેવામાં આવે છે; બાકી દ્રવ્યકર્મ બળ કરીને જીવને રાગાદિ ભાવે પરિણમાવે છે એ વાત નથી. પ્રશ્ન- કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને? ઉત્તર- અરે ભાઈ ! એનો અર્થ શું? કે કર્મના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે જોડાય ત્યારે કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાય. (નિશ્ચયથી સંબંધ છે નહિ). લોકોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં અત્યારે મોટા ગોટા ઉઠયા છે; એમ કે નિમિત્ત કર્મ નૈમિત્તિક રાગને કરાવે છે; પણ એમ છે નહિ. અહીં કહે છે-જ્ઞાની પોતાના આત્માને જઘન્ય ભાવે દેખે, જાણે અને આચરે છે ત્યાં સુધી તેને અબુદ્ધિપૂર્વક રાગ છે અને એટલો બંધ પણ છે. ક્ષાયિક શ્રદ્ધાનમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તો સમકિતીને આત્મા પૂર્ણ આવી ગયો છે, પણ દેખવા-જાણવામાં અને આચરવામાં જે પૂર્ણ આવવો જોઈએ તે હજુ આવ્યો નથી. ભગવાન આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવો-જાણવો એટલે પરિપૂર્ણ આશ્રય કરીને દેખવો-જાણવો એમ વાત છે. આ પર (અરહંતાદિ) ભગવાનને દેખવાજાણવાની વાત નથી પણ પોતાનું જે પૂર્ણ સ્વરૂપ છે તેને દેખવા-જાણવાની વાત છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત્ જે દિવ્યધ્વનિ થઈ તેને સંતો કહે છે. છ૭ઢાલામાં આવે છે ને કે જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન, ઇહિ પરમામૃત જન્મજરાકૃતિ-રોગ-નિવારના ભગવાન આત્માનું જ્ઞાન તે સુખનું કારણ છે, કેમકે એ જ્ઞાન થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આવું આત્મજ્ઞાન જન્મ-જરા-મરણરૂપ રોગને ટાળનાર પરમ અમૃત છે. આ સિવાય આ શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, બાગ-બંગલા કે ધન-સંપત્તિ ઇત્યાદિ કોઈ સુખનું કારણ નથી. લૌકિક જ્ઞાન કે પુણ્યના પરિણામ એ કોઈ સુખનાં સાધન નથી. કેટલાક કહે છે કે આમાં શું કરવું તેની સૂઝ પડતી નથી. વ્રત, ઉપવાસ, એકાશન, રસત્યાગ, બ્રહ્મચર્ય આદિ પાળવાનું કહો તો સમજાય તો ખરું. ભાઈ ! જે કરવાનું તને સમજાય છે એ તો બધો રાગ છે. એનાથી તો આત્માને બંધ અને દુઃખ થાય છે. ચિબ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માને જઘન્ય ભાવે દેખું-જાણે અને આચરે એટલું જઘન્ય બ્રહ્મચર્ય છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખું-જાણે-આચરે તો તે સર્વોત્કૃષ્ટ એટલે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. (બ્રહ્મચર્ય પાળવાનો રાગ તો કથનમાત્ર બ્રહ્મચર્ય છે.) જ્ઞાની જ્યાં સુધી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જઘન્યભાવે દેખું-જાણે અને આચરે છે ત્યાં સુધી જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે અર્થાત્ જો રાગ ન હોય તો જઘન્યભાવ બનતો (સિદ્ધ થતો) નથી તેથી જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી તેને પુદ્ગલકર્મનો બંધ થાય છે. ત્યાં બુદ્ધિપૂર્વકનો-ચિપૂર્વકનો રાગ ભલે ન હોય પણ અરુચિપૂર્વક ત્યાં રાગ છે અને તેથી તેટલો બંધ પણ છે. તેથી કહે છે માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય.' જોયું? જ્યાં સુધી સર્વોત્કૃષ્ટભાવે જાણવું, દેખવું અને આચરવું ન થાય ત્યાં સુધી અંદર દેખવા-જાણવાઆચરવાનો પુરુષાર્થ કરતા રહેવું એમ કહે છે. આમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૮૧ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય લીધાં. અહા ! શું ટીકા છે! શું સમયસાર! ૫૨મ અલૌકિક વાત છે. હવે કહે છે–જ્યારથી જ્ઞાનનો એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવા-જાણવા અને આચરવામાં પૂરેપૂરો આવી જાય ‘ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો ( આત્મા ) સર્વથા નિરાસ્રવ જ હોય છે.' કેવળજ્ઞાનમાં પોતાનો આત્મા પૂર્ણ દેખાય, પૂર્ણ જણાય અને પૂર્ણ આચ૨ણમાં આવે ત્યારે તે જીવ સાક્ષાત્ જ્ઞાની થાય અને ત્યારે તે સર્વથા નિરાસ્રવ થાય છે. ટીકાની શરૂઆતમાં જે કહ્યું જે ખરેખર જ્ઞાની છે'-એમાં તે જ્ઞાની તો છે પણ સાક્ષાત્ જ્ઞાની નથી. સાક્ષાત્ જ્ઞાની તો પોતાને સર્વોત્કૃષ્ટભાવે દેખે, જાણે અને આચરે ત્યારે થાય છે. જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ-દ્વેષ-મોહરૂપી આસ્રવભાવનો અભાવ હોવાથી તે દૃષ્ટિ અપેક્ષાએ નિરાસ્રવ જ છે એમ કહ્યું. અને અહીં તે સાક્ષાત્ જ્ઞાની થયો થકો સર્વથા નિરાસ્રવ જ હોય છે એમ કહ્યું. ઉપ૨ની અને આ નીચેની-એમ બન્ને વાતનો મેળ છે. પુણ્ય-પાપ અધિકારમાં ગાથા ૧૬૦ માં આવે છે કે- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાસ થયુંહોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે વર્તે છે.' જુઓ, સર્વજ્ઞાની, સર્વદર્શી એવો પોતે સર્વને જાણતો નથી એમ નથી લીધું પણ સંપૂર્ણ એવા પોતાને જાણતો નથી એમ વાત લીધી છે. અહીં પણ પોતાને દેખવા-જાણવા અને આચરવાની વાત છે. જ્ઞાની પોતાને જ્યાંસુધી જઘન્યભાવે દેખે-જાણે અને આચરે છે ત્યાંસુધી તેને કિંચિત્ અસ્થિરતાનો રાગ છે અને તેથી બંધ પણ છે. પરંતુ જ્યારે તે સર્વોત્કૃષ્ટ ભાવે પોતાને દેખેજાણે અને આચરે છે ત્યારે તે સાક્ષાત્ જ્ઞાની થાય છે અને ત્યારે તે સર્વથા નિરાસ્રવ જ હોય છે. વળી ત્યાં ( ગાથા ૧૬૦ માં) કહ્યું છે કે-‘તે અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ '–જુઓ, આમાં પણ પોતાના પુરુષાર્થનો અપરાધ લીધો છે; વળી કર્મમળ લીધું છે, કર્મ૨જ નહિ. (મતલબ કે પોતાના વિકારના-અજ્ઞાનના ભાવ જડ દ્રવ્યકર્મને લીધે છે એમ નહિ). પણ કોણ જાણે ત્રણેય સંપ્રદાયને અત્યારે તો કર્મ વળગ્યું છે! જેમ ઇશ્વરર્તાવાળા ઇશ્વરને માથે નાખે છે તેમ અહીં (જૈનમાં ) બધા કર્મને માથે નાખે છે! (બન્ને વિપરીત અભિપ્રાય છે). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ ]. | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વળી કેટલાક કહે છે કે-તમે નિયતને માનો છો એટલે તમારી શ્રદ્ધામાં મોટી ભૂલ છે; શ્રદ્ધા ખોટી છે. નિયત એટલે જે સમયે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય તે નિશ્ચય છે. આત્માવલોકન, ચિદ્વિલાસ તથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં ત્રણેમાં આ વાત આવે છે. જે સમયે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે તે સમયે જ થાય એ નિશ્ચય છે એમાં નિમિત્ત વિના થાય એ વાત આવી ગઈ. (પર્યાય સ્વકાળે જ થાય એમાં નિમિત્ત આવે તો થાય એ વાત રહેતી નથી). નિમિત્ત વિના તો શું ધ્રુવ ને વ્યવહાર વિના ઉત્પાદ છે એ નિશ્ચય છે. નિમિત્ત તો પરદ્રવ્ય છે, પણ જે સમયે જે ઉત્પાદ થાય તેને ધ્રુવની એટલે કે પોતાના નિયત દ્રવ્યની પણ અપેક્ષા નથી. પરદ્રવ્યને તો બીજાં દ્રવ્ય અડે છે જ કયાં? પ્રશ્ન- ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા નથી એનો અર્થ શું? ( આપ એમ કહીને શું સિદ્ધ કરવા માગો છો?). ઉત્તરઃ- ઉત્પાદ સત્ છે અને જે સત્ છે તે અહેતુક છે. ઉત્પાદન ઉત્પન્ન થવામાં દ્રવ્ય હોવા છતાં દ્રવ્યની અપેક્ષા નથી. તેવી જ રીતે ઉત્પાદ ને વ્યયની અપેક્ષા નથી. ત્રણે-ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વતંત્ર સત્ છે. (બીજી રીતે લઈએ તો) આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે. તે પ્રભુત્વ શક્તિનું રૂપ એક-એક પર્યાયમાં છે. તેથી સમ્યગ્દર્શન આદિ બધી પર્યાયો સ્વતંત્રપણે પોતે પોતાના અખંડ પ્રતાપથી શોભાયમાન છે. એને નિમિત્તની-પરદ્રવ્યની અપેક્ષા તો નથી પણ પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી. પ્રશ્ન- ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા લઈએ તો શું વાંધો આવે? ઉત્તર- દ્રવ્યની અપેક્ષા આવી ત્યાં વ્યવહાર થઈ ગયો. અહીં તો નિશ્ચય સિદ્ધ કરવું છે. ધર્મને ધર્માની અને ધર્મીને ધર્મની નિશ્ચયથી અપેક્ષા નથી. બંને ભિન્ન છે એમ નહિ માનવામાં આવે તો બંને પોતાથી છે એમ સિદ્ધ નહિ થાય. (એકવાર નિશ્ચય સિદ્ધ કર્યા પછી) આ પર્યાય દ્રવ્યની છે એમ કહેવું તે વ્યવહાર છે કેમકે તેમાં અપેક્ષા આવી ગઈ. જે સમયે જે પર્યાય થવાની હોય તે તે પર્યાયની જન્મક્ષણ છે. ભાઈ ! આનો સ્વીકાર કરવામાં અનંત પુરુષાર્થ રહેલો છે; કેમકે પ્રત્યેક પર્યાય પોતાની જન્મક્ષણે થાય છે એવો નિર્ણય દ્રવ્યસ્વભાવના (-જ્ઞાયકભાવના) આશ્રયે થાય છે. એક એક પર્યાય નિયત છે એમ જાણવાનું તાત્પર્ય વીતરાગતા છે; કેમકે દ્રવ્યના આશ્રયે તે નિર્ણય થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. તે સમયે વીતરાગતા થવાનો જ કાળ છે ને થાય છે, કોઈ વ્યવહારને લઈને કે પૂર્વની પર્યાયને લઈને થાય છે એમ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૮૩ ભાઈ ! આમાં (આડુ-અવળું કરવાની) તારી પંડિતાઈ કામ નહિ આવે. આ તો ભેદજ્ઞાન કરવાની અંતરની જુદી જ વાત છે. સર્વજ્ઞ દીઠું એમ જ ક્રમબદ્ધ એટલે જે કાળે જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય, આઘીપાછી નહિ-એવો નિર્ણય જેણે કર્યો તેણે એ પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ જઈને કર્યો છે, કેમકે જ્ઞાયક સ્વભાવમાં સર્વજ્ઞતા છે. જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ પર્યાયના આશ્રયે ન થાય. જ્ઞાયકસ્વભાવની પ્રતીતિમાં સર્વજ્ઞની પ્રતીતિ આવે છે અને તેના જ્ઞાનમાં સર્વજ્ઞસ્વભાવનું જ્ઞાન આવે છે. અહો ! જેને આવા સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો તેને ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થયું છે. સર્વજ્ઞ ભગવાન જગતમાં છે અને એણે જે જોયું તે જેમ છે તેમ જ છે અને તે પ્રમાણે જ થાય; એમાં જે શંકા કરે તે મિથ્યાદષ્ટિ છે. છે તો એમ જ, પણ એનો નિર્ણય કોને થાય? આત્માના જ્ઞાનસ્વભાવનો (જ્ઞાયકસ્વભાવનો) જેને અંતર્દષ્ટિ વડે નિશ્ચય થાય છે તેને જ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવા જતાં-તેમાં જ્ઞાયકસ્વભાવની જે સન્મુખતા કરી તે પુરુષાર્થ આવ્યો, -સન્મુખતા જ્ઞાયકભાવ પ્રતિ થઈ તે સ્વભાવ આવ્યો, -સ્વભાવસમ્મુખતાની નિયતિનો પર્યાય-કાળ છે તે કાળલબ્ધિ આવી, -જે ભાવ થવા યોગ્ય હતો તે થયો-એમ ભવિતવ્ય આવ્યું, અને -તે સમયે નિમિત્તનો (કર્મનો) જે અભાવ છે તે નિમિત્ત પણ આવ્યું. આમ પાંચે સમવાય એક સાથે આવી જાય છે. સર્વજ્ઞના માર્ગમાં આવીને પણ કેટલાક લોકો કહે છે કે સર્વજ્ઞ પુરુષાર્થ કરવાનું કહે નહિ અર્થાત તે પુરુષાર્થકર-એવી આજ્ઞા સર્વજ્ઞ આપે નહિ કારણ કે સર્વજ્ઞ જાણે છે કેસમયે એને પુરુષાર્થ થશે. પુરુષાર્થ કરી શકાય નહિ, પુરુષાર્થના કાળે પુરુષાર્થ થશે, આપણે નવો કરી શકીએ નહિ. આવા પ્રકારની માન્યતાવાળાને જ્ઞાનીઓ કહે છે-ભાઈ ! સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને જ થાય છે અને એ જ પુરુષાર્થ છે. પ્રવચનસારની ગાથા ૮૦ માં કહ્યું છે કે “ “જે જાણતો અરહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.' ' અરિહંતની પર્યાયને જે જાણે તે આત્માને-નિર્મળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ, અરિહંતને યથાર્થ જાણનારની એવી જ યોગ્યતા છે. પોતાના આત્માને જાણે ત્યારે જ અરિહંતને વ્યવહાર સાચા જાણ્યા કહેવાય. આવી વાત છે. અહા ! વીતરાગની વાણી નીકળે એ આત્માના સ્વભાવના પુરુષાર્થનો જ આદેશ કરનારી હોય. (તું સ્વભાવનો પુરુષાર્થ કર એવી જ વાણી આવે કેમકે ભગવાને પણ સ્વભાવના પુરુષાર્થ વડે જ વીતરાગતા પ્રગટ કરી છે અને સ્વભાવના પુરુષાર્થ સિવાય જીવે બીજું કરવા યોગ્ય પણ શું છે?). અહા ! જ્ઞાનસ્વભાવી આત્મા કરે શું? બસ જાણે. ત્રણકાળ ત્રણલોકને જાણે ત્યાં પણ સ્વપરપ્રકાશકપણાનું પોતાના સ્વભાવનું સામર્થ્ય છે તે વડે જાણે છે; પરવસ્તુ છે માટે પરને જાણે છે એમ નહિ. (પોતાને જાણે-દેખે અને પોતાને પોતામાં આચરે એ જ સાચો પુરુષાર્થ છે). ક્રમબદ્ધના યથાર્થ નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર અને ઉપાદાન-નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન આવી જાય છે. વસ્તુની નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ તે નિશ્ચય અને તે કાળે જે રાગની મંદતા છે તે વ્યવહાર. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ન રહી; બંને એક કાળમાં સાથે જ છે. વળી જે સમયે જે પર્યાય થવાની હોય તે કાળે જ તે થાય એમ નિર્ણય થતાં નિમિત્ત આવે તો પર્યાય થાય એ વાત પણ ન રહી. કાર્યકાળ નિમિત્તની ઉપસ્થિતિનો કાળ છે તો નિમિત્ત હો, પરંતુ ઉપાદાનની પર્યાય પોતાના કાળે પોતાથી થઈ છે, નિમિત્તથી થઈ નથી. દ્રવ્યસંગ્રહ, ગાથા ૪૭ માં આવે છે કે “નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષમાર્ગ એક સાથે ધ્યાનમાં પ્રગટ થાય છે. આ વાત પણ ક્રમબદ્ધના નિર્ણયમાં યથાર્થ સિદ્ધ થાય છે. ક્રમબદ્ધનો જ્યારે નિર્ણય કરે છે ત્યારે દષ્ટિ આત્મસ્વભાવ તરફ જાય છે અને ત્યારે સ્વભાવનું જે નિર્મળ પરિણમન થાય છે તે નિશ્ચય છે અને એ જ કાળે જે રાગ બાકી રહ્યો તે વ્યવહાર છે. આ પ્રમાણે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહેતી નથી. માર્ગ તો આવો છે, ભાઈ ! સર્વજ્ઞ પરમાત્મા કેવળજ્ઞાનમાં ત્રણકાળ-ત્રણલોકને પ્રત્યક્ષ જાણે અને સર્વજ્ઞનો નિર્ણય કરનારું વર્તમાન મતિ-શ્રુતજ્ઞાન ત્રણકાળ-ત્રણલોકને પરોક્ષપણે જાણે. બસ જાણે જ; બીજાનું કાંઈ કરે કે બીજામાં ફેરફાર કરે એવું કાંઈ છે નહિ. વસ્તુસ્વરૂપ જ આવું છે. સર્વજ્ઞસ્વભાવ જેને પ્રગટ થયો તેને ગુણના આશ્રયે કહીએ તો સર્વજ્ઞસ્વભાવમાંથી પ્રગટ પર્યાય આવી છે; સર્વજ્ઞસ્વભાવનું લક્ષ છે એ અપેક્ષાએ; બાકી તો સર્વજ્ઞસ્વભાવના લક્ષે થયેલી પર્યાય પોતાના (પર્યાયના) પકારકના પરિણમનથી થઈ છે. આકરી વાત ભાઈ ! પણ વીતરાગનો માર્ગ જેવો સૂક્ષ્મ છે તેવો ફળદાયક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૮૫ (સુખદાયક) છે. અરે ! લોકોએ વર્તમાનમાં પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રો લખી વીતરાગના નામે ચઢાવીને વીતરાગ માર્ગને વીંખી નાખ્યો છે! * ગાથા ૧૭૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસવ જ છે.' અહીં એમ કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. હું રાગ કરું અને રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. હું તો નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞતાથી રહિત પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી જ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું-એવી જ્ઞાનીને દષ્ટિ હોવાથી તેને અજ્ઞાનપૂર્વકના રાગાદિનો અભાવ છે અને તે અપેક્ષાએ તે નિરાફ્સવ જ છે. જે કર્તા થઈને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવને કરે છે એની તો દષ્ટિ પરની ક્રિયા અને રાગ ઉપર છે. તેથી એ તો મિથ્યાષ્ટિ જ છે. જેની દૃષ્ટિ ભગવાન આત્મા પર નથી એ તો મિથ્યાત્વ સહિત રાગ-દ્વેષ-મોહને જ કરે છે. પ્રશ્ન- બુદ્ધિપૂર્વકના ( રૂચિ પૂર્વકના) રાગ-દ્વેષ-મોહનો નાશ થયા પછી શું કરવું? (વ્રત, તપ કરવા કે નહિ?) ઉત્તર- તેણે પછી સ્વરૂપમાં અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. અંદર સ્થિર થવું એ જ કરવું છે. (વ્રતાદિના વિકલ્પ કરવા–એ કરવાની તો વાત છે જ નહિ કેમકે એ તો રાગ છે.) જુઓ, એ જ વાત કરે છે પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હુજુ અબુદ્ધિપૂર્વકનો કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહ સંબંધી રાગ-દ્વેષ ) વિધમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું.' જુઓ, પછી શું કરવું એનો ખુલાસો કર્યો. ભાઈ ! જીવને પ્રથમ ભૂમિકા (સમ્યગ્દર્શન) પ્રગટ થયા પછી શું કરવું એની શંકા રહેતી જ નથી, કેમકે તેના જ્ઞાનમાં બધો ખુલાસો થઈ જ જાય છે. ક્ષાયિક સમકિતીને પણ જઘન્ય પરિણમન છે ત્યાં સુધી ચારિત્રમોહનો રાગ છે અને એટલો બંધ પણ છે. માટે આ ઉપદેશ છે કે કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનમાં જ રમણતા કરવી, જ્ઞાનને જ દેખવું, જાણવું અને આચરવું. વ્યવહારરત્નત્રયના રાગનું આચરણ કરવું એમ વાત નથી. આત્માનું જ આચરણ કરવું એમ વાત છે. હવે કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આ જ માર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે.' અહીં વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે એમ ન કહ્યું, પણ સ્વરૂપની એકાગ્રતા વધારતાં વધારતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...? “કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.' જોયું? જ્ઞાની તો હતો પણ કેવળજ્ઞાન પ્રગટે સાક્ષાત્ જ્ઞાની થયો અને ત્યારે તે સર્વથા-સર્વ પ્રકારે નિરાસ્રવ છે. સમ્યગ્દષ્ટિ (ચોથે ગુણસ્થાનકે) મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિરાફ્સવ હતો અને કેવળજ્ઞાન પ્રગટતાં પૂર્ણ સાક્ષાત્ જ્ઞાની થયો ત્યારે તે સર્વ પ્રકારે નિરાસ્રવ છે. આવી વાત છે. સમજાણું કાંઈ.....? પ્રશ્ન- આપ તો સમજવું-સમજવું-સમજવું -બસ એટલું જ કહો છો, કરવાનું તો કાંઈ કહેતા નથી. ઉત્તર- ભાઈ ! સમજવું એ શું કરવું નથી? ખરેખર એ જ એનું કરવું અને એ જ એનું કાર્ય છે. સ્વયાકારે જે જ્ઞાન (સમજવું) થાય તે જ્ઞાનને જ અહીં જ્ઞાન કહ્યું છે. અસ્થિરતાથી પછી પર તરફ લક્ષ જાય છે ત્યારે રાગાદિ સહિત પરજ્ઞયનું જ્ઞયાકાર પરિણમન થાય છે. પરને શેય બનાવીને જે જ્ઞયનું જ્ઞાન થયું તે પોતાનું જ્ઞાન છે પણ તે રાગાદિ સહિત છે. તેથી અહીં તો સ્વયમાં એકાગ્ર થઈને તેને જ જાણવું-દેખવું અને આચરવું એમ કહ્યું છે. “જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાગ્નવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાગ્નવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષા સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.' ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે તો ખરો, પણ બુદ્ધિપૂર્વકના અજ્ઞાનમય રાગના અભાવની અપેક્ષાએ તેને રાગ નથી અર્થાત્ તે નિરાસ્રવ છે એમ કહ્યું. સર્વથા નિરાસ્રવ તો કેવળજ્ઞાન પ્રગટ થયે જ થાય છે. આમ જે વિવક્ષા છે તે યથાર્થ સમજતાં બંને કથન બરાબર છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - * કળશ ૧૧૬ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * લાત્મા યુવા જ્ઞાની ચાત તવા' આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે... . જુઓ, એકાંત રાગને જ્યાંસુધી અનુભવે છે ત્યાં સુધી આત્મા અજ્ઞાની છે. પરંતુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] | [ ૨૮૭ જ્યારે તે પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ કરે છે ત્યારે તે જ્ઞાની થાય છે. એ રીતે જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે સ્વયં” પોતે નિવૃદ્ધિપૂર્વમ્ સમર્થ રા' પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને “નિશ સંન્યચન' નિરંતર છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો... . જુઓ, આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને પહેલાં જે રુચિપૂર્વક રાગ થતો હતો તે સમગ્ર છૂટી જાય છે. વળી ‘મવુદ્ધિપૂર્વમ' જે અબુદ્ધિપૂર્વક રાગ છે-રુચિ નથી છતાં રાગ થાય છે તે 'િ તેને પણ “નેતું' જીતવાને “સ્વશમિ પૂશન' સ્વશક્તિને સ્પર્શતો થકો એટલે કે જ્ઞાનસ્વભાવી એવા નિજ પરમાત્માને સ્પર્શતો થકો રાગને ટાળે છે. પોતાના ચૈતન્યમહાપ્રભુમાં એકાગ્ર થતો તે અબુદ્ધિપૂર્વક રાગને ટાળે છે. વ્યવહારના ક્રિયાકાંડ કરતાં રાગને ટાળે છે એમ નહિ; વા કર્મ ટળે-હુઠી જાય તો રાગ ટળે એમ પણ નહિ. જ્ઞાનીને વ્યવહારનો જે (યથાસંભવ) રાગ આવે છે તેની એને રુચિ નથી. એ રાગને તે ઉગ્ર આત્મએકાગ્રતા કરીને ટાળે છે. ઘણા વખત પહેલાં એકવાર ચર્ચામાં પ્રશ્ન થયેલો કે-રાગ કેમ ટળે? ત્યારે (સામાવાળા) કહે કે પ્રતિબંધક કારણ એવું કર્મ ટળે તો રાગ ટળે. તો કહ્યું અરે ભાઈ ! પરદ્રવ્ય (જડા એવાં દ્રવ્યકર્મ) અને આત્માને સંબંધ શો? (પરસ્પર અડવાનોય સંબંધ નથી). ભાઈ ! કર્મ ટળે તો રાગ ટળે એવી માન્યતા તો મૂળમાં ભૂલ છે, તદ્દન વિપરીત દષ્ટિ છે, અજ્ઞાન છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યને-અનંત અનંત શક્તિવાન ચિદાનંદઘનસ્વરૂપ આત્માને સ્પર્શવાથી રાગ ટળે. આને સિદ્ધાંત કહેવાય. સ્વના આશ્રયે રાગ ટળે એ સિદ્ધાંત છે. સ્વના આશ્રયે વીતરાગતા પ્રગટે અને જેટલી વીતરાગતા પ્રગટે એટલો રાગનો અભાવ થાય. અહો ! આ અલૌકિક સિદ્ધાંત છે ! જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને સ્પર્શતાં એટલે એમાં એકાગ્ર થતાં પ્રથમ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ટળે છે, ત્યારે જીવ જ્ઞાની થાય છે. પછી જે અબુદ્ધિપૂર્વકનો રાગ બાકી રહે છે તે પણ સ્વનો ઉગ્રપણે આશ્રય કરવાથી ટળે છે; આવી વાત છે. કેટલાક કહે છે કે વિકાર બેથી થાય, આત્માથી પણ થાય અને કર્મથી પણ થાય, જેમ દીકરો માં અને બાપ બેથી થાય છે, એકથી નહિ તેમ. અરે ભાઈ ! એ તો (પુદગલ કર્મ) પરમાણુનું જ્ઞાન કરવાની વાત છે. બાકી રાગ થી એકથી જ થાય છે. રાગ પોતાના પટકારકરૂપ પરિણમનથી થાય છે અને નિર્વિકારી પરિણામના પકારકનું પરિણમન થતાં તે (રાગ, ભાવકર્મ) ટળી જાય છે. જડ-દ્રવ્યકર્મ ટાળવાની વાત નથી. કર્મ જડ તો એને કારણે ટળે છે અને એને કારણે રહે છે. અહીં કહ્યું ને કે-“સ્વશક્તિ મ્યુશન” સ્વશક્તિ કહેતાં પોતાનો જે શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ચૈતન્યસ્વભાવ તેને સ્પર્શતો થકો અર્થાત્ તેમાં એકાગ્ર-સ્થિર થતો થકો જ્ઞાની અબુદ્ધિપૂર્વક રાગને ટાળે છે. વળી કોઈ કહે કે રાગ કેમ ટાળવો એનું શાસ્ત્રમાં લખાણ નથી. અરે ભાઈ ! સ્વભાવને સ્પર્શે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી અને રાગ ટાળ્યો એમ કહેવામાં આવે છે. ચોકખી વાત તો છે. આ રાગ છે અને એને ટાળું એમ રાગના લક્ષે રાગ ન ટળે, એથી તો રાગ જ થયા કરે. પોતાના શુદ્ધ ચૈતન્યશક્તિવાનના લક્ષ-આશ્રયે રાગ ટળે છે કેમકે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. કર્મના, રાગના કે પર્યાયના લક્ષે રાગ ટળે એવું વસ્તુસ્વરૂપ નથી. ણમો અરિહંતાણે” એમ પાઠ છે ને? એનો કેટલાક એવો અર્થ કરે છે કે કર્મરૂપી અરિને હંત કહેતાં જેણે હણ્યા છે તે અરિહંત. પણ તેનો ખરો અર્થ એમ નથી. કર્મ કયાં વેરી છે? જડકર્મને વેરી કહેવું એ તો નિમિત્ત પર આરોપ આપીને કરેલું કથન છે. જડ ઘાતકર્મ વેરી છે એમ નહિ પણ ભાવઘાતકર્મ (વિકારી પરિણતિ) આત્માનો વેરી છે, અને ભાવઘાતીને જે હણે તે અરિહંત છે. પોતાની વિકારી પરિણતિ વેરી હતી તેને જેણે હણી તે અરિહંત છે. પ્રવચનસારમાં વિકારને અનિષ્ટ કહ્યો છે. વિકાર અનિષ્ટ છે અને શુદ્ધ સ્વભાવ જે પ્રગટ થાય તે ઇષ્ટ છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મોડુ જીવની સ્વભાવગુણની પર્યાયના વેરી છે. બીજો (કર્મ) વેરી કયાં છે? જડ દ્રવ્યકર્મ અને આત્મા ભલે એક પ્રદેશ હો, પણ કોઈ કોઈના કર્તા નથી, કોઈ કોઈની પર્યાયમાં જતા નથી (વ્યાપતા નથી). સૌ પોતપોતામાં જ પરિણમી રહ્યા છે. અહા! આવું વસ્તુનું સ્વરૂપ પ્રગટ (સુસ્પષ્ટ) હોવા છતાં અત્યારે લુપ્ત થઈ ગયું હોવાથી લોકો તેનો વિરોધ કરે છે! સત્યને યથાર્થ સમજી તેને પ્રાપ્ત કરવાની અરે! લોકોને કયાં દરકાર છે? પણ આવી પરમ સત્ય વાત કદી સાંભળી પણ ન હોય તેને સત્યની રુચિ અને પ્રાપ્તિ કયાંથી થશે ભાઈ ! અહીં કહે છે-વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર જ્ઞાનાનુભવનરૂપ સ્વશક્તિને સ્પર્શતો થયો અને એ રીતે ‘સવનાં પ૨વૃત્તિમ શવ છિન્દન' સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને ઉખેડતો “જ્ઞાનસ્ય પૂર્ણ: ભવન’ જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, દિ' ખરેખર ‘નિત્યનિર/wવ: મવતિ' સદા નિરાફ્સવ છે. આત્મા સ્વભાવે જ્ઞાનમય છે અને એની પર્યાયમાં પૂર્ણ જ્ઞાનમય થતાં ખરેખર તે સદા નિરાસ્રવ છે. સમકિતીને બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહનો અભાવ હોવાથી દૃષ્ટિની અપેક્ષાએ નિરાગ્નવ કહ્યો, પણ જઘન્ય પરિણમનના કારણે તેને અબુદ્ધિપૂર્વકનો આસ્રવ થતો હોય છે તેને તે આત્માના ઉગ્ર આશ્રય વડે ઉત્કૃષ્ટ પરિણમનને પ્રાપ્ત થઈ–વસ્તુની શક્તિને ઉત્કૃષ્ટપણે સ્પર્શીને ઉખેડી નાખે છે. ઉખેડી નાખે છે એ તો વ્યવહારથી કથન છે. ખરેખર તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭ ] [ ૨૮૯ આત્માનો પૂર્ણ આશ્રય થતાં રાગનો સંપૂર્ણ અભાવ જ રહે છે, રાગની ઉત્પત્તિ જ થતી નથી. ધર્મી વિકારનો નાશ કરે છે એમ કહેવું એ તો વ્યવહાર-કથન છે. સમયસાર ગાથા ૩૪ માં કહ્યું છે કે “પ્રત્યાખ્યાનના સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવતેલું ત્યાગના કતોપણાનું નામ હોવા છતા પણ પરમાર્થથી જોવામાં આવે તો પરંભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે. કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે.'' જુઓ, રાગના ત્યાગનો કર્તા કહેવો એ પણ નામમાત્ર છે. આમ જ્યાં વસ્તુનું સ્વરૂપ છે ત્યાં પરના ત્યાગની તો વાત જ શી કરવી ? આત્મામાં “ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ” નામની શક્તિ છે. તે શક્તિના કારણે આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. લોકો તો આહારનો ત્યાગ કર્યો માટે અમને ઉપવાસ થઈ ગયો ઇત્યાદિ પરના ત્યાગ વડે ધર્મ થયો માને છે. પરંતુ ભાઈ ! આત્મા પરને ગ્રહ શી રીતે અને ત્યાગે પણ શી રીતે? આત્માને પરના ગ્રહણ-ત્યાગ માનવાં એ તો મિથ્યાદર્શન છે. * કળશ ૧૧૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાગ્નવ જ કહેવાય છે.” જુઓ આ દષ્ટિનો મહિમા ! જ્ઞાનીને અંતર્દષ્ટિ થઈ હોવાથી તેને પુણ્યપરિણામની ભાવનાનો પણ અભિપ્રાય નથી. તેને તો એક વીતરાગ ભાવની ભાવનાનો અભિપ્રાય છે. તેથી તે સદા નિરાગ્નવ જ કહેવાય છે. પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજશક્તિને વારંવાર સ્પર્શે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.” જ્ઞાની પોતાની પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. મુનિદશામાં તો અંતર્મુહૂર્તમાં આવું થયા કરે છે. એ રીતે એ સંપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિરતા કરીને કેવળજ્ઞાન પ્રગટાવે છે. “બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક 'નો અર્થ આ પ્રમાણે છે:–જે રાગાદિ પરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિ પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. પરનિમિત્તની બળજરી એટલે ઇચ્છા રહિતપણે પરનિમિત્તના લક્ષે રાગ થાય છે તેને પરની બળજોરીથી થયા એમ કહેવામાં આવે છે. નિમિત્તની કાંઈ ખરેખર બળજોરી છે એમ નથી. પોતાના (હીન) પુરુષાર્થનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ક્રમ (પુરુષાર્થની નબળાઈનો કાળ) એવો છે અને તે સમયે રાગનો પણ એવો જ ક્રમ છે તો નિમિત્તની બળજોરી કહી છે. નિમિત્ત છે ખરું, પરંતુ નિમિત્તથી પરમાં કાંઈ થાય છે વા નિમિત્ત બળથી (બળપૂર્વક ) પરનું પરિણમન કરાવે છે એમ નથી. જ્ઞાનીને જે રાગાદિ પરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિ પરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ ઠીક છે એમ નથી છતાં રાગ થાય છે તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં “બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક 'નો આ પ્રમાણે અર્થ લીધો છે -જે રાગાદિ પરિણામ મનદ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે રાગ આવે છે તે મનદ્વારા પોતાને ખ્યાલમાં આવે છે. સ્વરૂપના જ્ઞાન સાથે આ રાગનું પણ જ્ઞાન થઈ આવે છે અને બીજાને પણ આ ભક્તિ આદિનો રાગ છે એમ અનુમાનથી જણાય છે તેથી તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદિ પરિણામ ઇન્દ્રિય-મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવન જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. ખરેખર તો જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મનનું જોડાણ તો છે પરંતુ સ્થૂળપણે જોડાણ નથી એમ અહીં લેવું છે. કર્મના ઉદયમાં જોડાણ છે ત્યાં મન તો છે પણ સૂક્ષ્મ છે તે અપેક્ષાએ મન નથી એમ કહ્યું છે. જ્ઞાનીને જાણવામાં આવે એવો (બુદ્ધિપૂર્વક) રાગ થાય છે છતાં તેને રાગથી નિરંતર ભેદજ્ઞાન વર્તે છે. મારી ચીજ તો રાગથી ભિન્ન છે અને હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદરસકંદ ભગવાન આત્મા છું એવું ભાન તેને નિરંતર વર્તે છે. સમકિતી નારકી હો કે તિર્યંચ હો-દરેકને આવું ભાન નિરંતર હોય છે. પરવસ્તુ મારી છે, રાગ મારો છે–એવી માન્યતા જેને છે તેને તો રાગનો-ઝેરનો જ સ્વાદ આવે છે. પરંતુ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જેને અનુભવ છે તેને અનાકુળ આનંદનો-પરમ અમૃતનો સ્વાદ આવે છે. સમયસાર, મોક્ષ અધિકારમાં શુભભાવને પણ વિષકુંભ કહ્યો છે. હવે શુભભાવને પણ ભગવાન જ્યાં ઝેર કહે છે ત્યાં રળવું, કમાવું અને ભોગ ભોગવવા-ઇત્યાદિ અશુભભાવની તો વાત જ શું? આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિન્હ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ર૯૧ પહેલાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક-રુચિની અપેક્ષાએ કહ્યા અને અહીં રાજમલ્લજીએ જાણવા ન જાણવાની અપેક્ષાએ કહ્યા છે. વિપક્ષાભેદ જેમ છે તેમ સમજવું. હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે: * કળશ ૧૧૭ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * સર્વચાન વ દ્રવ્યપ્રત્યયસંતતી નીવન્ય' જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાન્સવની સંતતિ વિધમાન હોવા છતાં “જ્ઞાની' જ્ઞાની “નિત્યમ્ વ' સદાય નિરાવ:' નિરાસ્રવ છે “ત:' એમ શા કારણે કહ્યું? જે રાગથી ભિન્ન પડ્યો છે અને જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તેવા ધર્મીને તેના આત્મપ્રદેશે આઠ જડકર્મ સ્થિત છે, તેનો ઉદય પણ છે અને અહીં પર્યાયમાં રાગ-દ્વેષ પણ થાય છે તો તેને નિરાન્સવ કેમ કહ્યો? રૂતિ વેત મતિઃ' એમ જો તારી બુદ્ધિ છે અર્થાત્ એવી જો તને આશંકા છે તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. [ પ્રવચન નં. ર૩પ અને ર૩૬ * દિનાંક ૧૮-૧૧-૭૬ અને ૧૯-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૭૩ થી ૧૭૬ सव्वे पुव्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिद्विस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण।। १७३।। होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं।। १७४ ।। संता दुणिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स।।१७५।। एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिद्रो। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा।।१७६ ।। सर्वे पूर्वनिबद्धास्तु प्रत्ययाः सन्ति सम्यग्दृष्टेः। उपयोगप्रायोग्यं बध्नन्ति कर्मभावेन।।१७३ ।। भूत्वा निरुपभोग्यानि तथा बध्नाति यथा भवन्त्युपभोग्यानि। सप्ताष्टविधानि भूतानि ज्ञानावरणादिभावैः।। १७४।। હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે: જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સસ-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તે બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫. આ કારણે સમ્યકત્વસંયુત જીવ અણબંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬. थार्थ:- [ सम्यग्दृष्टे:] सभ्यदृष्टिने [ सर्वे ] 40 [पूर्वनिबद्धाः तु] पूर्व पाये। [ प्रत्ययाः ] प्रत्ययो (द्रव्य पासपो ) [ सन्ति ] सत्॥३५ भो छ तेसो Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] | [ ૨૯૩ सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य। बध्नाति तानिं उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य।।१७५।। एतेन कारणेन तु सम्यग्दृष्टिरबन्धको भणितः। आस्रवभावाभावे न प्रत्यया बन्धका भणिताः।। १७६ ।। [ ૩પયોપ્રાયોડ્યું] ઉપયોગના પ્રયોગ અનુસાર, [ વર્ષમાવેન] કર્મભાવ વડે (-રાગાદિક વડે) વનન્તિ ] નવો બંધ કરે છે. તે પ્રત્યયો. [ નિરુપમોથાનિ] નિર૫ભોગ્ય [ ભૂત્વા] રહીને પછી [ યથા] જે રીતે [૩૫મોથાનિ] ઉપભોગ્ય [મવત્તિ] થાય છે[ તથા] તે રીતે, [ જ્ઞાનાવરણ રિમાવૈ:] જ્ઞાનાવરણાદિ ભાવે [ સપ્તાઈવિધાનિ ભૂતાનિ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [વજ્ઞાતિ] બાંધે છે. [સત્તિ 1] સત્તા-અવસ્થામાં તેઓ [ નિરુપમોથાનિ] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી- [પથી] જેમ [ફ૬] જગતમાં [ વીના સ્ત્રી ] બાળ સ્ત્રી [ પુરુષચ] પુરુષને નિરુપભોગ્ય છે તેમ [ તાનિ] તેઓ [ ૩પમોથાનિ] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [વનાતિ] બંધન કરે છે– [૩થા] જેમ [તળી સ્ત્રી] તરુણ સ્ત્રી [ રસ્ય] પુરુષને બાંધે છે તેમ. [9તેન તુ વોરણેન] આ કારણથી [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિને [અવશ્વવ:] અબંધક [મતિઃ ] કહ્યો છે, કારણ કે [બાઝવમાવામાd] આસ્રવભાવના અભાવમાં [ પ્રત્યય:] પ્રત્યયોને [વર્ષ :] (કર્મના ) બંધક [ ન મળતા:] કહ્યા નથી. ટીકાઃ- જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે-વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસાર), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આગ્નવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના કારણ નથી. ( જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આગ્નવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે. ) ભાવાર્થ- દ્રવ્યાસવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્તનૈમિત્તિકભાવ છે. દ્રવ્યાન્સવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઇ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ ] પ્રવચન રત્નાકર ભાગ-૬ (મતિની) विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासादवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।। ११८ ।। અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્ત્રવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભાવાગ્નવ ન કરે તો તેને નવો બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાગ્નવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઇ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપશમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં-સત્તામાં-જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યકત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.) અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે; તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઇને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઇને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની–અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઇ જાય છે એમ પહેલાં કહેવાઇ ગયું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] ( અનુદુમ્ ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः । तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम् ।। ११९ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ યદ્યપિ] જોકે [સમયમ્ અનુસરન્તઃ] પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા ) એવા [ પૂર્વવન્દ્વા: ] પૂર્વબદ્ધ ( પૂર્વે અજ્ઞાનઅવસ્થામાં બંધાયેલા ) [ દ્રવ્યરૂપા: પ્રત્યયા: ] દ્રવ્યરૂપ પ્રત્યયો [ સત્તાં] પોતાની સત્તા [ન હિ વિનતિ ] છોડતા નથી ( અર્થાત્ સત્તામાં છે–હયાત છે), [ તવપિ] તોપણ [ સળતરા દ્વેષમો વ્યવાસાત્] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ જ્ઞાનિન ] જ્ઞાનીને [ ર્મવન્ધ: ] કર્મબંધ [ ખાતુ] કદાપિ [ અવતતિ ન] અવતાર ધરતો નથી-થતો નથી. ભાવાર્થ:- જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮. હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનકારૂપ શ્લોક કહે છેઃ શ્લોકાર્થ:- [યત્] કારણ કે [ જ્ઞાનિન: રાદેવિમોહાનાં અસમ્ભવ: ] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [તત: વ] તેથી [અસ્ય વન્ય ન] તેને બંધ નથી; [હૈિં] કેમ કે [તે વન્યસ્ય દ્વારળમ્] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯. * * * સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ : મથાળુ હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે: [ ૨૯૫ * ગાથા ૧૭૩ થી ૧૭૬ : ટીકા ઉ૫૨નું પ્રવચન * પ્રથમ દૃષ્ટાંત આપે છે–જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે, વશ કરે છે...’ જુઓ, કોઈ બાળ કન્યા ૧૦-૧૨ વર્ષની પરણેલી હોય તે તેના પતિને ઉપભોગ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નથી એટલે કે ભોગવવા લાયક નથી. પરંતુ તે જ પરણેલી સ્ત્રી યૌવનને પ્રાપ્ત થાય ત્યારે ઉપભોગ્ય થાય છે. હવે જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે જોયું? અહીં વજન છે-કે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષ તેના પ્રતિ જેટલો રાગ કરે તેટલા પ્રમાણમાં તે સ્ત્રી બંધન કરે છે, વશ કરે છે. કોઈને વળી પ્રશ્ન થાય કે આચાર્યદેવે આવું દષ્ટાંત કેમ આપ્યું? ભાઈ ? આચાર્યદેવ તો મુનિવર છે. દુનિયાને સમજમાં આવે માટે આવું દષ્ટાંત આપ્યું છે. વીતરાગી સંતો દષ્ટાંત આપવામાં નિઃસંકોચ હોય છે. તેમને શું સંકોચ ? હવે કહે છે ‘તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે એવા પુદ્દગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે ( અર્થાત્ ઉપયોગના પ્રયોગના અનુસારે), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્દભાવને લીધે જ, બંધન કરે છે. ’ અહીં આ જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને આઠ કર્મ જે સત્તામાં પડયાં છે તે બાળ સ્ત્રીની જેમ અનુપભોગ્ય છે. પરંતુ તે જ કર્મો વિપાક-અવસ્થામાં એટલે પાકીને ઉદયમાં આવે છે ત્યારે ઉપભોગ્ય થાય છે, ભોગવવા યોગ્ય થાય છે. હવે તે દ્રવ્યપ્રત્યયો જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે એટલે કે ઉપયોગ તેમાં જોડાય તે પ્રમાણે, કર્મોદયના કાર્યભૂત જેટલો રાગાદિ ભાવ હોય તેટલા પ્રમાણમાં બંધન કરે છે. કર્મના ઉદયમાં વર્તમાન જેટલો ઉપભોગ કરે એટલું બંધન થાય છે. હવે જ્ઞાનીને રુચિપૂર્વક રાગ કરવો એ તો છે નહિ. એને પર્યાયમાં કિંચિત્ રાગ દેખાય છે છતાં રુચિપૂર્વક તે પરિણામ તેને થયા નથી. જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષનો તો અભાવ જ છે અને ચારિત્રની અસ્થિરતાનો જે અલ્પ રાગ થાય છે તેનું એને પોસાણ નથી. તેથી કહે છે ‘માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.' વેપારીને જે માલનું પોસાણ હોય તે માલ તે ખરીદે છે, બીજો માલ ખરીદતો નથી. તેમ જ્ઞાનીને રાગનું પોસાણ નથી. અસ્થિરતાનો અલ્પ રાગ તેને થાય છે પણ એનું પોસાણ નથી. તેથી તેને ગૌણ ગણીને જ્ઞાની નિરાસ્રવ જ છે એમ કહ્યું કેમકે ઉદયના કાર્યભૂત જે મિથ્યાત્વ અને રાગદ્વેષમોહભાવ તેનો અભાવ હોવાથી દ્રવ્યપ્રત્યયો જ્ઞાનીને બંધનાં કારણ નથી. કર્મોદયના કાર્યભૂત જે જીવભાવ એટલે કે જીવની પર્યાયમાં થતા રાગદ્વેષમોહના પરિણામ તે જો જીવ કરે તો દ્રવ્ય પ્રત્યયો બંધનાં કારણ થાય. પરંતુ જ્ઞાનીને તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] | [ ૨૯૭ રાગ-દ્વેષ-મોહ છે નહિ. માટે તેના અભાવમાં જ્ઞાનીને દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણે થતાં નથી. અહીં આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષની અપેક્ષાએ વાત છે. પોતાના આત્માના આનંદના સ્વાદના આસ્વાદી જ્ઞાનીને બંધનના કારણભૂત એવા મિથ્યાત્વ સહિત રાગદ્વેષમોડું થતા જ નથી. તેની દષ્ટિ સમ્યફ આત્મા ઉપર છે અને સ્વરૂપાચરણ પણ છે તેથી જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો છે. અસ્થિરતાનો અલ્પ રાગ જ્ઞાનીને છે અને દ્રવ્યકર્મમાં પણ અલ્પ બંધન, અલ્પ સ્થિતિ પડે છે પણ સંસારમાં દીર્ઘ પરિભ્રમણ કરવું પડે એવું કર્મનું બંધન હોતું નથી. અહા ! રાગનો કર્તા હું છું એવો મિથ્યાત્વભાવ જ (મુખ્યપણે) આગ્નવભાવ છે, અને એ જ દીર્ઘ સંસાર છે, મહાપાપ છે, અનંત ભવનું કારણ છે. એથી વિપરીત જેને મિથ્યાત્વનો નાશ થઈને સમકિત થયું તે માનો ભવરહિત થઈ ગયો. “ભરતજી ઘરમાં વૈરાગી'-એમ આવે છે ને? એનો અર્થ જ એ છે કે દષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી કર્મના ઉદયમાં પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ ઉત્પન્ન થાય એટલું જોડાણ તો થતું જ નથી. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણે તીર્થકર ચક્રવર્તી અને કામદેવ હતા. તેઓ સંસારમાં રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એ બુદ્ધિનો નાશ કરીને રહેતા હુતા. રાગ થતો હતો ખરો, પણ એ પોતાને લાભદાયક છે એવી દષ્ટિ ઉડી ગઈ હતી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ-દ્વેષનો તેમને અભાવ હતો. આ અપેક્ષાએ તેમને (ગૃહસ્થદશામાં પણ ) નિરાન્સવ કહ્યા છે: અસ્થિરતાનો અલ્પ રાગ હતો તે અહીં ગૌણ છે. અહા! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો જેને અભાવ થયો છે એવા સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ જોવામાં આવે તો કર્મની એકસો અડતાલીસે પ્રકૃતિનો બંધ નથી પછી ભલે તે સમ્યગ્દષ્ટિ બહારમાં ચક્રવર્તી હો કે બલદેવ. સમયસાર નાટકમાં આવે છે ને કે “કરે કરમ સોઈ કરતારા જો જાનૈ સો જાનનારા, જો કરતા નહિ જાનૈ સોઈ જાનૈ સો કરતા નહિ હોઈ.' જ્ઞાનીને રાગ મારું કર્તવ્ય-કર્મ છે એ વાત છૂટી ગઈ છે. તેને રાગ થાય છે પણ તે એનું કર્મ બનતું નથી, જ્ઞાની એનો કર્તા થતો નથી. જે રાગનો કર્તા બને વા રાગ જેનું કર્મકર્તવ્ય બને છે એ જ્ઞાની નહિ પણ મિથ્યાદષ્ટિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ લોકોને બાહ્ય ત્યાગના મહિમા આગળ સમકિત શું ચીજ છે, અંદરમાં મોહ-મિથ્યાત્વનો ત્યાગ અને વીતરાગતાની પ્રગટતા શું ચીજ છે એની ખબર નથી. ભાઈ! ભવબીજનો નાશ કરનાર સમકિત પરમ મહિમાવંત ચીજ છે. ભવ અને ભવના ભાવરહિત ભગવાન આત્માની રુચિ-પ્રતીતિ જેને થઈ તેને બારમાં છ ખંડનું રાજ્ય અને છન્નુ હજા૨ રાણીઓનો સંયોગ હોય તોપણ એને એના ભોગની રુચિ નથી; તેને અભિપ્રાયમાં સર્વ રાગનો ત્યાગ થઈ ગયો છે અને તેથી સમકિતી-જ્ઞાની નિરાસ્રવ જ છે. અહો ! સમકિત ૫રમ અદ્દભુત ચીજ છે! આવા સમકિતનો વિષય પરિપૂર્ણ ભગવાન આત્મા છે. આત્મશ્રદ્ધાન થયા વિના દેવગુરુ-શાસ્ત્રની કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કાંઈ સમકિત નથી, કેમ કે એ તો બધો રાગ છે. આવું તો અનંતવાર જીવે કર્યું છે; એક માત્ર ભવછેદક એવી આત્માની અંતર્દષ્ટિ દુર્લભ રહી છે. * ગાથા ૧૭૩ થી ૧૭૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * દ્રવ્યાસવોના ઉદયને અને જીવના રાગ-દ્વેષ-મોહના ભાવોને નિમિત્ત-નૈમિત્તિક ભાવ શું કહ્યું આ ? કે ભગવાન આત્મા સ્વભાવથી જુઓ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમ પવિત્ર સદા વીતરાગસ્વભાવી છે; પણ એની પર્યાયમાં જે વિકાર થાય છે તે ભાવાસવ છે. તેમાં દ્રવ્યાસવ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત હોય છે. જડકર્મનો ઉદય તે નિમિત્ત અને પોતાની અવસ્થામાં જે વિકાર થાય છે તે નૈમિત્તિક છે. પ્રથમ જે કર્મ સત્તામાં હતાં તે પ્રગટ થાય તેને (કર્મનો ) ઉદય કહે છે. ત્યાં પોતાની પર્યાયમાં નૈમિત્તિક જે વિકાર તેનું અશુદ્ધ ઉપાદાન તેના પોતાથી જ છે, નિમિત્તથી નહિ. રાગ-દ્વેષ-મોહ આદિ આસવભાવો પોતપોતાના કાળમાં પોતાથી થવાવાળા હોય તે થાય છે. જૂના કર્મનો ઉદય નિમિત્તપણે ભલે હો, પણ નિમિત્તથી તે વિકારી પર્યાય થાય છે એમ નથી. નિમિત્તનો નિમિત્તપણે નિષેધ નથી, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એ વાતનો નિષેધ છે. તો કેટલાક અજ્ઞાનીઓ પોકાર કરે છે કે-કથંચિત્ પોતાથી થાય અને કથંચિત્ નિમિત્તથી થાય એમ અનેકાન્ત કરવું જોઈએ. અરે ભાઈ ! આવું અનેકાન્તનું સ્વરૂપ નથી. એ તો ફુદડીવાદ છે, મિથ્યાવાદ છે. પોતાથી થાય અને નિમિત્તથી ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે. આત્મા જેટલા પ્રમાણમાં કર્મના ઉદયમાં જોડાય છે તેટલા પ્રમાણમાં આત્માને મિથ્યાત્વ અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને તેનાથી નવા કર્મનો બંધ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] | [ ૨૯૯ કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે અર્થાત્ નિમિત્તના પ્રમાણમાં જોડાણ થાય જ એવી અત્યારે કેટલાકની માન્યતા છે પરંતુ તે માન્યતા યથાર્થ નથી, ખોટી વિપરીત છે. અરે ભાઈ ! કર્મનો ઉદય તો જડ છે અને આત્મા ચેતન છે; બર્ન ભિન્ન ભિન્ન છે, કર્મ આત્માને સ્પર્શતુંય નથી; તો પછી જડકર્મ ચેતનને શું કરે? ચેતનની પર્યાયમાં જે મિથ્યાત્વાદિ છે તે એની જન્મક્ષણ છે, તે પોતાના કાળે પોતાથી છે, કર્મને લીધે છે એમ નથી. જ્યારે પર્યાયમાં વિકાર થાય ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહે છે. એવી રીતે પોતાના શદ્ધ દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે ત્યાં રાગની મંદતા નિમિત્ત છે, પરંતુ એ નિમિત્ત નૈમિત્તિક એવી સમ્યગ્દર્શનની પર્યાયને ઉત્પન્ન કરે છે એમ નથી. સમ્યગ્દર્શનની પર્યાય નિમિત્તના કારણે કે નિમિત્તના આશ્રયે-અવલંબને ઉત્પન્ન થાય છે એમ નથી. હવે આગળ કહે છે ‘દ્રવ્યાન્નવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાગ્નવ થાય તે પ્રકારે દ્રવ્યાન્નવો નવીન બંધના કારણે થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.” દ્રવ્યાગ્નવોના ઉદય વિના એટલે દ્રવ્યાગ્નવોના ઉદયમાં જોડાયા વિના જીવને આગ્નવભાવ થઈ શકે નહિ. ઉદયમાં જેટલું જીવ સ્વતંત્રપણે જોડાણ કરે છે તેટલો ભાવાસ્રવ થાય છે. કેટલાક લોકો આશયને સમજતા નથી એટલે કહે છે કે આ તો તમારા ઘરની વાત છે. પરંતુ ભાઈ ! એમ નથી, બાપુ ! એનો આશય જ આ છે. દ્રવ્યાન્નવોના ઉદય વિના એટલ ઉદયથી ભાવાગ્નવો થાય એમ નહિ, પણ ઉદયકાળે જીવ ઉદયમાં જોડાય છે, જીવનું લક્ષ નિમિત્ત ઉપર જાય છે ત્યારે વિકાર-ભાવાગ્નવો ઉત્પન્ન થાય છે. નિમિત્ત વિના ન થાય એનો અર્થ નિમિત્તથી થાય એમ નથી. (નિમિત્ત વિના ન થાય-એ તો માત્ર નિમિત્તની ઉપસ્થિતિ સૂચવે છે). અહા ! શું થાય? સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરની આ વાણી હમણાં હુમણાં ચાલતી ન હોતી એટલે લોકોને એકાંત લાગે છે. પણ જુઓ, આગળ પંડિતજી સ્વયં ખુલાસો કરે છે કે દ્રવ્યાગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસવો નવીન બંધનાં કારણે થાય છે; ઉદયના પ્રમાણમાં થાય એમ નહિ. બીજી રીતે કહીએ તો જીવ જે પ્રકારે પોતાના ઉપયોગનું ઉદયમાં જોડાણ કરે તે પ્રકારે દ્રવ્યાસવો બંધનું કારણે થાય છે, જીવને ભાવાગ્નવો જે પ્રકારે થાય છે તે પ્રકારે દ્રવ્યાસૂવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો નવો બંધ થતો નથી. જો કર્મનો ઉદય આવે ત્યારે આસ્રવ અને બંધ થાય જ ( વિકાર કરવો જ પડે) એવો નિયમ હોય તો-કર્મનો ઉદય તો સદાય છે અને તો પછી બંધ પણ સદાય થયા જ કરે; પણ એમ છે નહિ. પોતે એમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩00 ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જોડાઈને આસ્રવ કરે તો નવીન બંધ થાય છે, ન કરે તો કર્મ છૂટી-ઝરી જાય છે. સતની સામે આજે લોકોને બે મોટા વાંધા છે. ( વિરોધ છે)૧. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય અને ૨. વ્યવહારથી નિશ્ચય થાય અર્થાત્ ચરણાનુયોગનું આચરણ-વ્રત-પચકખાણ આદિ શુભરાગથી ધર્મ થાય. ૧. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં સ્પષ્ટ કહ્યું છે કે-મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર આદિ જે કોઈ પરિણામ ઉત્પન્ન થાય છે તે તેની ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. તે પરિણામ પરથી–નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. પરદ્રવ્ય-નિમિત્તને તો આત્મા સ્પર્શતો પણ નથી. જુઓ, ઘડો જે થયો છે તે માટીથી થયો છે. બીજું નિમિત્ત (કુંભાર) હો ભલે, પરંતુ નિમિત્તથી ઘડો થયો નથી. સમયસાર ગાથા ૩૭ર માં આચાર્ય ભગવાન કહે છે કેકુંભાર ઘડાને કરે છે એમ અમે દેખતા નથી; કેમકે માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. માટીમાં ઘડો ઉત્પન્ન થવાનો કાળ હતો તો તે ઘડાની પર્યાયે ઉત્પન્ન થઈ છે, કુંભારે ઘડો કર્યો જ નથી. વળી ત્યાં જ (ગાથા ૩૭ર માં) આચાર્ય ભગવાને કહ્યું છે કે-“વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોના સ્વભાવથી જ ઉત્પાદ થાય છે જુઓ, કર્મની એ શક્તિ નથી કે તે આત્માને વિકાર કરાવી દે. કર્મ નિમિત્ત જરૂર છે, પણ તે આત્માને વિકાર કરાવી દે એવી તેની યોગ્યતા નથી, અયોગ્યતા છે. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાન રોકાય એમ અજ્ઞાનીઓ માને છે. ત્યાં શબ્દ “જ્ઞાનાવરણીય' પડ્યો છે ને? પણ ભાઈ ! એમ નથી. જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતાની જ્ઞાનની હીણી પરિણતિ પોતે પોતાથી કરે છે તો કર્મને નિમિત્ત કહે છે. જેમ કુંભાર ઘડાનો ઉત્પાદક છે નહિ તેમ કર્મ જીવમાં વિકારનો ઉત્પાદક ૨. વ્યવહારથી નિશ્ચય થાય એમ કેટલાક લોકો માને છે. આ વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિ કરે તો જાણે ધર્મ થઈ ગયો એમ અજ્ઞાનીઓ માને છે. ભાઈ ! એ સર્વ ભાવો પર લક્ષ થતા હોવાથી શુભભાવ છે, પણ એમાં ધર્મ કયાંથી આવ્યો? અશુભથી બચવા ધર્મીને પણ તે આવે છે પણ તે ધર્મ નથી. ધર્મ તો ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ જે ધ્રુવ પરમાત્મદ્રવ્ય તેના આશ્રયે થાય છે. સમ્યગ્દર્શન એ ધર્મનું પહેલું પગથિયું છે. સમ્યગ્દર્શન અર્થાત્ આત્માનુભવમંડિત આત્મશ્રદ્ધાન વિના ધર્મ કેવો ? સમ્યગ્દર્શન વિનાના ક્રિયાકાંડ તો એકડા વિનાના મીંડાં અથવા વર વિનાની જાન જેવા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૧ સમયસાર ગાથા ૭ર માં (આત્મા અને આસવોનું ભેદજ્ઞાન કરાવતાં) સ્પષ્ટ કહ્યું છે કે-શુભ અને અશુભ ભાવ બંને આસ્રવભાવો છે. દયા, દાન, વ્રતાદિના ભાવ આસ્રવ છે. અરે જે ભાવે તીર્થકરગોત્રનો બંધ થાય તે શુભભાવ પણ આસ્રવ છે, અને તે આસ્રવો મલિન છે, વિપરીત સ્વભાવવાળા જડ છે અને આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે. જ્યારે બીજી બાજુ ભગવાન આત્મા અતિ નિર્મળ, ચૈતન્યમાત્રસ્વભાવપણે અને સદાય નિરાકુળ સ્વભાવપણે અનુભવમાં આવે છે. આ રીતે ભગવાન આત્મા શુભભાવથી ભિન્ન છે. આ પ્રમાણે જે શુભરાગ આત્માથી ભિન્ન છે તે નિશ્ચયનું કારણ કેમ થાય? રાગ કારણ અને નિર્મળ વીતરાગી પર્યાય કાર્ય એમ છે નહિ, રાગ કરતાં કરતાં સમ્યકત્વ થાય એ વાત તદ્દન મિથ્યા છે. શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીના ઓડકાર આવે ? ન જ આવે. તેમ ચરણાનુયોગની લાખ ક્રિયા વ્રત, તપ આદિ કરે પરંતુ એનાથી નિશ્ચય (ધર્મ) પ્રગટ ન થાય. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! લોકોને સાંભળવા મળ્યો નથી એટલે તેઓ અજૈનને જૈન માની બેઠા છે. શું થાય? જીવની યોગ્યતા ન હોય તો એને (જૈનપણું ) મળે શી રીતે? હવે કહે છે “સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાઝૂવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી.' જુઓ, પુણ્યથી ધર્મ થાય કે રાગથી (વ્યવહારથી) નિશ્ચય થાય એવી વિપરીત માન્યતા સમ્યગ્દષ્ટિને હોતી નથી. શેયને ઇષ્ટ માની રાગ થવો અને અનિષ્ટ માનીને દ્વેષ થવો તે અનંતાનુબંધી કષાય છે. એનો સમ્યગ્દષ્ટિને અભાવ છે. વિપરીત માન્યતાના નાશ સહિત સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે અને તેટલો તે સ્વરૂપાચરણમાં સ્થિર થયો છે તેથી તેને તે પ્રકારના ભાવાગ્નવો થતા જ નથી અને તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. આ ગાળામાં સમકિતીને જે અસ્થિરતાનો રાગ થાય છે તેને ગણ્યો જ નથી, કારણ કે મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ જ સંસારની જડ છે. અહો ! સમ્યગ્દર્શન એ એવી અદભુત ચીજ છે જે સંસારની જડ છેદી નાખે છે. અહા! આત્મદ્રવ્ય અનંત અનંત આનંદના સ્વભાવથી ભરેલી વસ્તુ છે. એવા દ્રવ્યની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. એકલા આનંદનો નહિ પરંતુ દ્રવ્યમાં જેટલા ગુણો છે તે દરેકનો વ્યક્ત અંશ સમ્યગ્દર્શનના કાળે પ્રગટ થાય છે. આવા સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ તો છે જ નહિ તેથી તે પ્રકારનો બંધ પણ નથી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.' જુઓ! જયચંદ પંડિત થોડો વધુ ખુલાસો કરે છે કે પરમાણુની (જડકર્મની)–મિથ્યાત્વકર્મની સત્તા છે એનો ક્ષય થતી વખતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે તથા તે સંબંધી અવિરતિનો પણ નાશ થાય છે. વળી સમ્યગ્દર્શન થતાં કષાય થવાનું છે તે પ્રકારનું યોગ-કંપન (યોગગુણની વિકૃત અવસ્થા) હતું તે પણ નાશ થયું છે કેમકે અયોગ-ગુણ-અકંપસ્વભાવનો એક અંશ ત્યારે પ્રગટ થયો છે. અહીં એમ કહે છે કે સમ્યગ્દર્શન થતાં અનંતગુણનો અંશ પ્રગટ થાય છે અને સાથે તે તે પ્રકારના અવગુણનો અંશ પણ નાશ પામે છે. ચોથે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમમાં આત્માના ચારિત્રગુણનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે અને તેથી તે પ્રકારના (અનંતાનુબંધી) કષાયનો પણ નાશ થાય છે. ઔપશમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યકમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાકઉદયમાં આવતી નથી, તેથી તે પ્રકારનો બંધ થતો નથી. ક્ષયોપશમ સમકિતીને મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીની ચાર એમ છ પ્રકૃતિઓનો ઉદય જ નથી. સમ્યક મોહનીયનો જરી ઉદય છે પણ એનો કોઈ બંધ નથી. હવે કહે છે “અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે.” શું કહ્યું એ? નિમિત્તપણે જડકર્મ ચારિત્રમોહનો ઉદય વર્તે છે, પણ તેમાં જીવ જે પ્રકારે જોડાય છે એટલો બંધ થાય છે. ઉદયને લઈને બંધ થાય છે વા ઉદય આવ્યો માટે વિકાર કરવો પડે એમ છે નહિ. જીવની પર્યાયની યોગ્યતા (કર્મના ઉદયમાં) જોડાવાની જેટલી છે એટલો જોડાય છે. બીજી રીતે કહીએ તો (નિશ્ચયથી) તેનો જોડાણનો કાળ છે તે પ્રકારે જોડાય છે. કર્મનો ઉદય આવે એના પ્રમાણમાં વિકાર કરવો પડે એવું છે નહિ. જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે થાય છે અને તે નિમિત્તની અપેક્ષા વિના જ થાય દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે બધી ક્રમબદ્ધ થાય છે. આમાં કોઈ એમ કહે કે દ્રવ્યની એક પછી એક એમ ક્રમથી પર્યાય તો થાય પણ આના પછી આ જ પર્યાય થાય એમ નિયતક્રમ નહિ તો તેની વાત ખોટી છે. દરેક દ્રવ્યની પર્યાય નિયતક્રમમાં જ સર્વજ્ઞ જોઈ છે અને એ જ પ્રમાણે જેમ છે તેમ થાય છે; આડી-અવળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૩ થાય નહિ અને સ્વકાળમાં થયા વિના રહે નહિ. પર્યાયનો-આયતસમુદાયનો પ્રવાહુક્રમ છે. ગુણો અક્રમ છે અને પર્યાયોનો પ્રવાહક્રમ એટલે એક પછી એક થવાનો ક્રમ છે. એ ક્રમ નિયત જ છે. જેમ જમણા પછી ડાબો અને ડાબા પછી જમણો પગ ઉપડે છે-એ નિયત કમ છે તેમ જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે જ થાય એવો નિયત ક્રમ છે. અહા ! વસ્તુનું આવું સ્વરૂપ છે, છતાં જે પર્યાયો ક્રમબદ્ધ માનતો નથી તેનો મતમાં સવેરાતા રહેતી નથી અર્થાત્ તે સર્વેશન માનતો નથી. અહા! જેની એક એક ગુણ-શક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્રપણે થતી પર્યાયોનું સમ્યગ્દષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. સમ્યગ્દર્શનની પર્યાય પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ પકારકના પરિણમનથી થાય છે; અને નિમિત્તની પર્યાય નિમિત્તમાં એના પોતાના કાળક્રમે થાય છે. (કાર્યકાળ) નિમિત્ત હોય પણ નિમિત્તથી કાર્ય થાય એમ નહિ, કેમકે વ્યવહાર ને નિશ્ચય એક જ સમયે હોય છે. દષ્ટિ સ્વભાવ ઉપર જતાં સમ્યગ્દર્શનની પર્યાય એના કાળે પોતાથી નિશ્ચયથી થાય છે અને તે જ કાળે જે રાગ બાકી છે તેનો પણ એ જ ક્રમ અને કાળ પોતાથી છે. એટલે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહેતી નથી. સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા જે રાગ-વ્યવહાર છે એ તો નથી પણ એના દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નથી. અહા ! આવું વસ્તુનું સ્વરૂપ પ્રગટ હોવા છતાં અજ્ઞાનીઓ હઠથી પોકાર કરે છે કે નિમિત્ત આવે તો ઉપાદાનમાં કાર્ય થાય! પણ ભાઈ ! પર્યાય પોતાની તે તે ક્ષણે સ્વતઃ પ્રગટ થાય છે એમાં નિમિત્ત આવે તો થાય એ કયાં રહ્યું? બાપુ! જે રીતે દ્રવ્યગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દષ્ટિ-પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે પ્રગટ થાય છે એવો નિર્ણય કરનારની દષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે. હવે કહે છે-“તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરત-સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી.' ચોથે ગુણસ્થાને સમકિતીને ૪૧ પ્રકૃતિઓનો નાશ હોય છે. સમકિતીને ચારિત્રમોહના ઉદયકાળમાં પોતાની જેટલી યોગ્યતા છે એટલો વિકાર થાય છે અને એટલો બંધ પણ થાય છે પણ તે અલ્પ છે તેથી સામાન્ય એટલે મૂળ સંસારની અપેક્ષાએ એને બંધમાં ગણ્યો નથી. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ જ નથી.” જુઓ, ધર્મી કર્તા થઈને રાગને કરતો નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનબંધી તો ક્ષય પામી ગયા છે તેથી એટલો તો એની પર્યાયમાં વિકાર-રાગ છે જ નહિ. ચારિત્રમોહના ઉદયમાં પોતાની જેટલી (પર્યાયની) યોગ્યતા છે તેટલા પ્રમાણમાં જોડાય છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પણ જે કિંચિત્ રાગ થાય છે તેનો તે સ્વામી કે કર્તા થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં જે આવે છે તે પ્રમાણે ધર્મી રાગને માત્ર જાણે જ છે. ખરેખર જ્ઞાની રાગનો સ્વામી નથી પણ પોતાની નિર્મળ પર્યાયનો સ્વામી છે. આત્મામાં સ્વસ્વામિત્વનો એક ગુણ છે જેને લઈને શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને નિર્મળ શુદ્ધ પર્યાય એ ધર્મીનું સ્વ છે અને આત્મા તેનો સ્વામી છે. આત્મા રાગનો સ્વામી નથી. સમયસાર પરિશિષ્ટમાં શક્તિઓના વર્ણનમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણે નિર્મળ લીધાં છે. ગુણનો ધરનાર ગુણી આત્માનો આશ્રય બનતાં ગુણનું જે નિર્મળ પરિણમન થાય તેનો આત્મા સ્વામી છે, રાગનો નહિ. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં માત્ર અસ્થિરતારૂપે જોડાય છે, એટલે કે તે તે સમયે તે અસ્થિરતારૂપ પર્યાય થવાની થાય છે પણ અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ જ નથી. અસ્થિરતાના રાગની અહીં ગણત્રી નથી; અહીં તો મિથ્યાત્વ સહિતના રાગદ્વેષને જ આસ્રવ-બંધમાં ગણ્યો છે. માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે.” દયા, દાન, વ્રત, તપ આદિના પરિણામ તે તે કાળમાં જ્ઞાનીને આવે છે પણ જ્ઞાની તેના સ્વામીપણે થતો નથી; જ્યારે અજ્ઞાની શુભરાગના સ્વામીપણે થઈને-પરિણમીને રાગનો કર્તા થાય છે. ભાઈ ! ચરણાનુયોગનું જેટલું વ્યવહારરૂપ આચરણ છે તેના કર્તા થઈને પરિણમવું તે અજ્ઞાન છે એમ અહીં કહે છે. ઉદયનો જ્ઞાતાદષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે.” જુઓ, ધર્મીને જે કાંઈ અસ્થિરતારૂપ રાગાદિ પરના નિમિત્તથી માત્ર એટલે પરના-નિમિત્તના લક્ષે થાય છે તેનો તે જ્ઞાતા જ છે, કર્તા નથી. “પરના નિમિત્તથી” એમ કહ્યું ત્યાં પર–નિમિત્તના કારણે રાગ થાય છે એમ નહિ પણ પર-નિમિત્તમાં પોતે જોડાય છે તો રાગ થાય છે એમ વાત છે. જડ નિયમાં એક ઈશ્વરનય છે. ત્યાં કહ્યું છે-આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે. એટલે કે આત્મા પોતે પરને આધીન થઈને પરિણમે એવી એની પર્યાયની યોગ્યતા છે; પર નિમિત્ત એને આધીન કરે છે એમ નહિ, પણ પોતે નિમિત્તને આધીન થાય છે. આમાં બહુ મોટો ફેર છે. જુઓ, ભાષા-કે “પરના નિમિત્તથી માત્ર” મતલબ કે નિમિત્ત તો નિમિત્તમાત્ર છે. જ્ઞાતા-દેણાસ્વભાવે પરિણમતો જ્ઞાની જે અસ્થિરતાનો રાગ થાય તેનો જ્ઞાતા જ રહે છે કર્તા નહિ. આ અપેક્ષાએ, સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈ ને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૫ બંધક કહેવામાં આવે છે.' દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય શુદ્ધ નિર્મળ છે એ અપેક્ષાએ નિર્મળ દષ્ટિવંત જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પરિણામ નહિ હોવાથી તે પ્રકારનું બંધન નથી અને તેથી તેને અબંધક કહેવામાં આવ્યો છે. બીજી બાજુ (પર્યાયનું) જ્ઞાન કરાવવું હોય ત્યારે એમ કહે છે કે દશમા ગુણસ્થાન સુધી જે રાગ થાય છે એ પોતાનો અપરાધ છે અને પોતે એને કરે છે, કર્મને લઈને એ રાગ થાય છે એમ નિહ. રાગના સ્વામીપણા અને કર્તાપણા વિના એ રાગ પોતાથી થાય છે. આવી વાત છે. હવે કહે છે–‘જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે.' જુઓ, જ્ઞાનીને શુદ્ધ સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે તેમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા તેને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટવાનો આ એક જ ઉપાય છે; વ્રત, તપ, ભક્તિ આદિ પણ ઉપાય છે એમ છે નહિ. શાસ્ત્રમાં જ્યાં એવું કથન હોય ત્યાં તે આરોપથી કરેલું કથન છે એમ સમજવું. જીવને જ્યારે શુદ્ધાત્માના અનુભવ વડે સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે તે જ્ઞાની થાય છે અને જ અનુભવના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે તે સાક્ષાત્ જ્ઞાની થાય છે. ચોથે ગુણસ્થાનકે જ્ઞાનીને દષ્ટિ અપેક્ષાએ નિરાસ્રવ કહ્યો છે અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ જ્ઞાની થયો થકો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે. લ્યો, હવે આ બધું સમજવું પડશે હોં. અરે ! આ બધું સમજવાની વાણિયાઓને ફુરસદ કયાં છે? બિચારા વેપાર ધંધામાં અને બૈરાં-છોકરાંની માવજતમાં ગુંચવાઈ ગયા છે. માંડ કલાક સાંભળવા મળે તો એમાં આવી સૂક્ષ્મ વાત બિચારાઓને પકડાય નહિ! કરે શું? ભાઈ! આ તો ફુરસદ લઈને સમજવા જેવું છે. સમજણ-જ્ઞાન તો પોતાનો સ્વભાવ છે. એને ન સમજાય એ તો છે નહિ; પોતાની રુચિની દિશા બદલવી જોઈએ. ભાઈ! એ બધી દુનિયાદારીની વાતો કાંઈ કામ આવશે નિહ હોં. તથા ઘણા બધા બીજું માને છે માટે એ સાચું-એવી આંધળી શ્રદ્ધા પણ કામ નહિ આવે. સત્ય જે રીતે છે એ રીતે માન્યું હશે તો સત્ય એને જવાબ આપશે. લાખો-કરોડો લોકો માને છે માટે તે સત્ય છે એમ નથી. સત્યને સંખ્યાથી શું સંબંધ છે? સત્યને તો અંતરની સમજણની જરૂર છે, સંખ્યાની નહિ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ * કળશ ૧૧૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અહીં સમ્યગ્દષ્ટિની વાત ચાલે છે. અહા! સમ્યગ્દષ્ટિ કોને કહીએ? ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મસ્વરૂપે અંદર બિરાજમાન છે. પરંતુ જીવે પોતાના ધ્રુવસ્વભાવનું અવલંબન કદી લીધું નથી; અને ધ્રુવના અવલંબન વિના તેને પરનુંપર્યાયનું જ અવલંબન અનંતકાળથી છે. ત્યાં પર્યાયનું લક્ષ છોડી જે પોતાના ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મદ્રવ્યની અંતર્દષ્ટિ કરી તેમાં લીન થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. અહાહા..! એક સમયની વ્યક્ત પર્યાયથી ભિન્ન ત્રિકાળી ભગવાન શાયકદેવ આનંદરસકંદ પ્રભુ સદા જાણવા-દેખવાના સ્વભાવે અંદર રહેલો છે તેના આશ્રયે અનુભૂતિ-રુચિ પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા ! જીવને અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરાવલંબી ભાવોની સાવધાનીમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની સૂઝ-બૂઝ રહી નથી. ભાઈ ! એ પરાવલંબી ભા સાવધાની મિથ્યાત્વ છે. વ્રત, તપ, ભક્તિ આદિ પરાવલંબી ભાવોથી ધર્મ થાય એવો મિથ્યાત્વ ભાવ જ અનંત સંસારની જડ છે. આવું મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષનો જેણે નાશ કર્યો છે તેને સમ્યગ્દષ્ટિ કહીએ. અનંતાનુબંધી એટલે કે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે તેની સાથે અનુબંધ એટલે સંબંધ રાખવાવાળા જે રાગદ્વેષ એનો સમ્યગ્દષ્ટિએ નાશ કર્યો છે. અતિથી કહીએ તો ત્રિકાળી મુક્તસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન જ્ઞાયક જાણવા-દેખવાના સ્વભાવે ધ્રુવધ્રુવ-ધ્રુવ અંદર રહેલો છે તેને અનુસરીને જેણે અનુભૂતિ પ્રગટ કરી છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ કર્યો છે તે સમ્યગ્દષ્ટિ છે. શુદ્ધ સમકિતના સ્વરૂપને જેઓ જાણતા નથી એવા અજ્ઞાનીઓ કહે છે કે-(બાહ્ય ) સંયમ એ જ ચીજ છે. સંયમભાવ મનુષ્યપર્યાયમાં જ હોય છે, બીજી ત્રણ ગતિમાં હોતો નથી. તેથી મનુષ્ય અવસ્થામાં વ્રતાદિ સંયમનાં સાધનનું આચરણ કરવું જોઈએ. અરે ભાઈ ! સંયમ કોને કહીએ એની તને ખબર નથી. જેને શુદ્ધ આત્માના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થયું છે તેને જે આત્મસ્વરૂપમાં લીનતા-રમણતા હોય છે તેનું નામ સંયમ છે. આ વ્રત, તપ આદિ જે શુભરાગ છે તે સંયમ નથી; એ તો (ખરેખર) અસંયમ છે. ભગવાન તો એમ કહે છે કે-મિથ્યાષ્ટિનાં બધાં વ્રત અને તપ બાળવ્રત અને બાળતપ છે. અરે ! પણ એને આ સમજવાની કયાં દરકાર છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૭ અત્યારે તો બસ આ જ-વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિ બધું ખૂબ ચાલ્યું છે. લોકોને બહારના ત્યાગનો અને બાહ્ય ક્રિયાઓનો મહિમા છે; એમ કે પોતે વ્રત પાળે છે, દયા પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્ત્રીનો ત્યાગ કર્યો છે, નગ્ન રહે છે એમ બાહ્ય આચરણના મહિમા આડે અંદર મિથ્યાત્વનું મહા શલ્ય પડયું છે તેને ત્યાગવાનું એને સૂઝતું નથી. અરે ભાઈ! એ બધી બાહ્ય ત્યાગની ક્રિયાઓ તો અભવી પણ અનંતવાર કરે છે. એ કોઈ અંતરની ચીજ નથી. એ ક્રિયાઓમાં ભગવાન આત્મા નથી. વિના સમ્યગ્દર્શન કદાચિત્ ૧૧ અંગ ભણી જાય તોપણ તે અજ્ઞાની છે. લોકોને આકરું લાગે પણ શું થાય? રાગની ક્રિયામાં ધર્મ માને તેને તો મિથ્યાત્વનો બંધ થાય છે. ભગવાન આત્મા અંદર સદા અબંધસ્વરૂપ છે તેનો મહિમા કરી તેમાં અંતર્લીન થવું તે અબંધપરિણામ છે. અહીં કળશમાં જે આવા અબંધ પરિણામને પ્રાપ્ત થયો છે એવા સમકિતી-જ્ઞાનીની વાત છે. કહે છે-‘ યદ્યપિ’ જોકે ‘ સમયમ્ અનુસરા:’ પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા ) એવા ‘પૂર્વલદ્ધા:' પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા ) ‘દ્રવ્યરૂપા: પ્રત્યયા: ' દ્રવ્યરૂપ પ્રત્યયો ‘સત્તાં’ પોતાની સત્તા ‘7 દ્દેિ વિનતિ' છોડતા નથી... શું કહ્યું ? કે સમ્યગ્દર્શન પ્રગટ થતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી સંબંધી કષાયનો નાશ થવા છતાં આઠ કર્મ જે પડયાં છે તે પોતાની સત્તા છોડતાં નથી. સમ્યગ્દષ્ટિને પણ આત્મપ્રદેશે સંબંધમાં રહેલાં આઠ જડકર્મનું અસ્તિત્વ છે અને તેઓ સમયે સમયે ઉદયમાં પણ આવે છે. ‘તપિ' તોપણ ‘ સળના દેવમોહવ્યવાસાત્' સર્વ રાગદ્વેષમોનો અભાવ હોવાથી ‘ જ્ઞાનિન: ’ જ્ઞાનીને ‘ ર્મબન્ધ:’ કર્મબંધ ‘નાતુ’ કદાપિ ‘અવતતિ ન' અવતાર ધરતો નથીથતો નથી. જ્ઞાનીને (દષ્ટિ અપેક્ષાએ ) કોઈ પણ રાગદ્વેષમોહ થતા નહિ હોવાથી તેને નવાં કર્મ બંધાતા નથી એમ કહે છે. અહીં અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે તે અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો અલ્પ ચારિત્ર-દોષ અહીં ગણવામાં આવ્યો નથી. ચારિત્ર-દોષ એ તો અતિ અલ્પ દોષ છે. તેને ગૌણ કરીને અહીં કહે છે કે જ્ઞાનીને-ધર્મીને કર્મબંધ કદાપિ અવતરતો-થતો નથી. વળી કેટલાક કહે છે કે-જ્ઞાની કોઈ જુદી ચીજ છે અને ધર્મી કોઈ જુદી ચીજ છે. તેઓ કહે છે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી. પરંતુ એ વાત બરાબર નથી. જ્ઞાની ન હોય તે વળી ધર્મી કેવો? ભાઈ! જ્ઞાની કહો કે ધર્મી હો-બંને એક જ છે; ધર્મી જ્ઞાની છે અને જ્ઞાની ધર્મી છે. નિર્વિકલ્પ આત્માનો જેને અનુભવ છે તે સમ્યગ્દષ્ટિ ધર્મી છે, જ્ઞાની છે. ભાઈ ! આ અપૂર્વ વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૮ ] [પ્રવચન રત્નાકર ભાગ-૬ જુઓ, ‘ભરત ચક્રી ઘરમાં વૈરાગી' એમ આવે છે ને? ભરત ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ અને તે સંબંધી વાસના હતી. પણ એ તો ચારિત્રનો અલ્પ દોષ હતો. તેને ગૌણ કરીને ‘ભરત ઘરમાં વૈરાગી' એમ કહ્યું છે. જ્યારે કોઈ લાખો કરોડ કે અબજ વર્ષ સુધી વ્રત, તપ કરે અને બ્રહ્મચર્યાદિ પાળે અને એનાથી પોતાને ધર્મ થવાનું માને તો તેને મિથ્યાત્વનો મહાદોષ ઉપજે છે જે અનંત સંસારનું કારણ થાય છે. વિપરીત માન્યતા ( મિથ્યાત્વ ) અને તેને અનુસરીને થવાવાળા રાગદ્વેષનો જેણે આત્માના અંતર-અનુભવ દ્વારા નાશ કર્યો છે એવી આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે. સમ્યગ્દર્શન થયા પછી કદાચિત્ લગ્ન કરે તોપણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનાં રાગદ્વેષ છે નહિ. અલ્પ ચારિત્રના દોષને ગૌણ કરીને અહીં કહ્યું કે તેને નવીન કર્મબંધ અવતરતો નથી. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અદ્દભુત ચીજ છે. * ગાથા ૧૧૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘જ્ઞાનીને પણ પૂર્વ અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે.' જુઓ, કળશમાં પોતપોતાના સમયને અનુસરતા ’’–એમ જે કહ્યું હતું તેનો આ અર્થ કર્યો કે જ્ઞાનીને સત્તામાં રહેલાં પૂર્વનાં જડકર્મો પોતાના કાળમાં ઉદયમાં આવે છે. હવે કહે છે પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમકે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહ ભાવોનો અભાવ છે.' જેને અંદર રહેલા સચ્ચિદાનંદમય ભગવાન આત્માના અવલંબને સમ્યગ્દર્શન થયું તેને મિથ્યાત્વ અને તેને અનુસરીને થનારા રાગદ્વેષ નાશ પામી ગયા. તેથી તેને પૂર્વ દ્રવ્યાસવોનો ઉદય નવીન કર્મબંધનું કા૨ણ થતા નથી. અહીં જે સકળ રાગ-દ્વેષ-મોહનો અભાવ કહ્યો ત્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષમોહ સમજવા. સંસારનું મૂળ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય છે. તેથી જે અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવી. મૂળ-જડનો જ જેણે નાશ કર્યો છે તેવા સમકિતીને રાગદ્વેષમોહ થતા જ નથી અને તેથી તેને પૂર્વ દ્રવ્યાસવો નવા કર્મબંધનું કારણ થતા નથી એમ કહે છે. ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ ચક્રવર્તી-પદે રહ્યા. એક પૂર્વમાં ૭૦ લાખ ૫૬ હજાર કરોડ વર્ષ થાય. એવા છ લાખ પૂર્વ ચક્રવર્તી-પદે રહેવા છતાં તેમને કર્મબંધન થતું ન હતું કારણ કે તેઓ સમકિતી હતા. ત્યારે કોઈ વળી કહે છે કે તે તો એ જ ભવે મોક્ષ જનાર મહાન પુરુષ હતા, પણ બીજાને તો કર્મબંધન થાય જ ને! સમાધાનઃ- ભાઈ! મહાન તો આત્મા છે અને તેનો એમને અનુભવ હતો. અનંત સંસારની જડ એવાં મિથ્યાત્વ અને તે પ્રકારના રાગદ્વેષ એમને હતા નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૯ અલ્પ રાગ હતો તેને કારણે કર્મની સ્થિતિ અને રસ પડ્યો તે પણ અલ્પ હતો. ભરત ચક્રવર્તી મોક્ષગામી હતા પરંતુ કોઈ તે ભવે મોક્ષ ન જાય અને સ્વર્ગમાં જાય તોપણ સમકિતીને દીર્થ સંસારના કારણરૂપ એવા રાગદ્વેષમોહ હોતા નથી. અહીં સમકિતીને રાગદ્વેષમોહ છે જ નહિ એમ કહ્યું ત્યાં અસ્થિરતાના અલ્પ રાગને ગણ્યો નથી એમ સમજવું. બાકી સમકિતીને અસ્થિરતાના કારણે શુભાશુભ બને ભાવ આવે છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે જ્યાં સુધી તેને અશુભભાવ રહે છે ત્યાં સુધી તેને ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી; જ્યારે તે શુભભાવમાં આવે છે ત્યારે ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે. ભરત ચક્રવર્તી તો તે જ ભવે મોક્ષ ગયા એટલે એમને ભવિષ્યના આયુના બંધનો સવાલ નથી, પરંતુ બીજા ચક્રવર્તી કે બળદેવ આદિ કે જે સ્વર્ગમાં વૈમાનિક દેવમાં જાય છે તેને જ્યાં સુધી અશુભ ભાવનો કાળ છે ત્યાં સુધી ભવિષ્યના આયુનો બંધ પડતો નથી. ચોથે ગુણસ્થાનકે ધર્મીને આર્ત અને રૌદ્ર બન્ને ધ્યાન હોય છે. ઘણા શુભભાવ તેમ જ ઘણા અશુભભાવ આવે છે. સ્ત્રી-સેવનનો અશુભ રાગ પણ આવે છે. પરંતુ તે કાળે ધર્મીને ભવિષ્યના આયુનો બંધ ન પડે એટલે કોઈ ગજબનું સમ્યગ્દર્શનનું જોર છે. અહો ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે ! લોકોને કોઈ બહારમાં રાજ્ય, દુકાન કે કુટુંબ પરિવાર છોડી દે કે શરીરથી બ્રહ્મચર્ય પાળે તો તેનો મહિમા આવે છે. પરંતુ એમાં શું છે ભાઈ ? એમાં તો જો કષાય મંદ હોય તો પુણ્યભાવ છે, પણ મિથ્યાત્વ તો ઊભું જ છે. એમાં ત્યાગ તો જરાય નથી કેમકે મિથ્યાત્વનો જ્યાં ત્યાગ નથી ત્યાં બીજો ભાગ જરાય સંભવિત નથી. મિથ્યાત્વનો ત્યાગ થતાં સર્વ રાગદ્વષ-મોહનો ત્યાગ થઈ જાય છે. અહીં કહ્યું ને કે-જ્ઞાનીને સમસ્ત રાગ-દ્વેષ-મોનો અભાવ છે. ભાઈ ! આચાર્ય ભગવાન કઈ શૈલીથી વાત કરે છે તે યથાર્થ સમજવી જોઈએ. અરે! પણ એને કયાં પડી છે? આખો દિવસ બાયડી-છોકરા અને વેપાર-ધંધાનું જતન કરવામાં જ ગૂંચાયેલો રહે છે. ત્યાં વળી થોડો વખત મળે તો એવું સાંભળવા મળે કે વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ; તે વડે તમારું કલ્યાણ થઈ જશે. પરંતુ ભાઈ ! એ તો ઊંધી શ્રદ્ધારૂપ મિથ્યાત્વને પોષક-અજ્ઞાનને પોષક પ્રરૂપણા છે. ભગવાન! જ્યાં પોતે સચ્ચિદાનંદસ્વરૂપે ત્રિકાળ બિરાજે છે ત્યાં દષ્ટિ કરવા જેવી છે. પોતે સદા પરમાત્મસ્વરૂપ જ છે તેની પાસે જવા જેવું છે, અને નિમિત્ત, રાગ ને પર્યાય તરફ પીઠ કરવા જેવી છે. સમજાણું કાંઈ...? ત્યારે કોઈ વળી કહે છે કે સમાધિ શતક' શાસ્ત્રમાં અવ્રતના પરિણામને તડકાની અને વ્રતના પરિણામને છાયાની ઉપમા આપી છે ને ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ ] [પ્રવચન રત્નાકર ભાગ-૬ સમાધાનઃ- હા, પરંતુ એ વ્રત કોને હોય? ભાઈ! જેને અંતરના અવલંબને આત્મજ્ઞાન થયું છે એની ત્યાં વાત છે. વિના આત્મજ્ઞાન અવ્રતના પરિણામ તડકો અને વ્રતના પરિણામ છાંયો-એમ છે નહિ. જેને આત્માના અનુભવસહિત સમ્યગ્દર્શન થયું છે એવા સમકિતીને અવ્રતના અશુભભાવમાં રહેવું એ તડકો છે. જ્યારે તે વ્રતના શુભમાં આવે છે ત્યારે તે વ્રતપરિણામ છાંયા સમાન છે. જ્યારે સમકિતીને અંદર વીતરાગી શાંતિ વધી જાય છે, વૈરાગ્યના પરિણામ દઢતર થાય છે ત્યારે તેને સાથે વ્રતના વિકલ્પ આવે છે એની ત્યાં વાત છે. અહીં હવે વિશેષ ખુલાસો કરે છે કે-‘અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો.' મતલબ કે જ્ઞાનીને જે સર્વ રાગદ્વેષમોહનો અભાવ કહ્યો તે બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવું. પંડિત રાજમલજીએ ‘બુદ્ધિપૂર્વક’નો બીજો અર્થ ‘જાણવામાં આવે તે’–એમ કર્યો છે પરંતુ એ વાત અહીં નથી. અહીં તો અભિપ્રાયમાં જ્ઞાનીને સર્વ રાગદ્વેષમોહનો અભાવ છે એની વાત છે. લોકો પૂછે છે ને કે-રાગ કેમ ટળે? ભાઈ! પોતે ચિદાનંદઘનસ્વરૂપ ૫રમાત્મા છે તેને સ્પર્શ કરતાં એટલે કે તેમાં એકાગ્ર થઈ પરિણમતાં રાગનો નાશ થઈ જાય છે. આ સિવાય રાગના નાશનો બીજો કોઈ ઉપાય નથી. અરે! સંસારના કામ આડે એને આ સાંભળવા અને સમજવાની કયાં નવરાશ છે? ઘરે પોતાને દીકરો ન હોય તો કોઈ બીજાનો દીકરો ગોદમાં લે પણ સંસારનું લપ તો અંદર રાખે જ. અરે! આ સંસારીઓની કેવી રીત! બીજાના દીકરાને ગોઠે લેવા કરતાં જે પૈસા હોય તે ધર્મકાર્યમાં ખર્ચે તો શુભભાવ થાય, અને સમય તત્ત્વ-વિચારમાં કાઢે તો આત્મકલ્યાણ પણ થાય. રહે? હા, પણ ગોદમાં લેવાથી પોતાનો વંશ રહે ને? પૈસા ધર્મકાર્યમાં ખર્ચે એમાં વંશ કયાં સમાધાનઃ- કોનો વંશ ભાઈ ? આ જડ દેહનો વંશ? ભારે વિચિત્ર સંસાર! ભાઈ! એ દેહના વંશની રુચિ અનંત જન્મ-મરણના દુ:ખમાં નાખનારી છે. એ બધા લપને છોડી આ શાસ્ત્ર શું કહે છે એનું શ્રવણ, ચિંતન અને મનન કરવાની ફુરસદ લેવી જોઈએ. * * * હવે આ જ અર્થ દૃઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચિનકારૂપ શ્લોક કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ ] [ ૩૧૧ * કળશ ૧૧૯: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * યત્' કારણ કે “જ્ઞાનિન: રાષવિમોદાનાં સન્મવ:' જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે “તત:વ' તેથી “અસ્થ વંધ: ' તેને બંધ નથી. જુઓ તો ખરા ! આ શું કહે છે? કે ચોથે ગુણસ્થાનકે સમકિતીને-જ્ઞાનીને રાગદ્વેષમોહ એટલે કે દુ:ખ નથી. ખરેખર તો અહીં મિથ્યાત્વનો નાશ થયો છે તેથી તે સંબંધી રાગદ્વેષમોહ નથી એમ કહેવું છે. આથી કોઈ એમ સમજી લે કે સર્વથા રાગદ્વેષ કે દુ:ખ નથી અર્થાત્ એકલું સુખ જ સુખ છે તો એમ નથી. સાચા ભાવલિંગી સંત કે જેને આત્મજ્ઞાન સહિત પ્રચુર સ્વસંવેદન વર્તે છે તેને પણ છઠ્ઠ ગુણસ્થાનકે કિંચિત્ રાગ, અશુદ્ધતા અને દુ:ખ છે. અહીં આ કળશમાં તો બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના આસ્રવના અભાવની અપેક્ષાએ વાત છે. અઢી દ્વીપની બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં એક સમકિતીએ અસંખ્ય મિથ્યાષ્ટિ-એ રીતે અસંખ્ય સમકિતી પાંચમે ગુણસ્થાનકે છે. એવી જ રીતે અવિરત સમ્યગ્દષ્ટિ તિર્યંચ પણ ત્યાં અસંખ્ય છે. તે બધા જ્ઞાની છે તેથી તે બધાને અહીં જે અપેક્ષાએ કહેવામાં આવે છે તે અપેક્ષાએ રાગદ્વેષમોનો અભાવ છે, અને તેથી તેમને બંધ નથી. તે પાણીમાં એક હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબો મગરમચ્છ રહે છે. તે દરિયાનું પાણી પીવે છે જે પાણીના બિંદુમાં અસંખ્ય જીવ રહેલા છે; ત્યાં ગરણું નથી કે પાણી ગળીને પીવે. છતાં તેને એનું પાપ અલ્પ છે અને બંધન પણ અલ્પ છે. સમ્યગ્દર્શનની અપેક્ષાએ (દષ્ટિની મુખ્યતાએ) તેને આસ્રવ અને બંધ નથી અને ચારિત્રની અલ્પ અસ્થિરતા છે તેની અપેક્ષાએ જોવામાં આવે તો અલ્પ અસ્થિરતા છે અને અલ્પ બંધ પણ છે. કોઈને એમ થાય કે આ કેવું? ઘડીકમાં છે ને ઘડીકમાં નથી! ભાઈ ! ક્યાં જે અપેક્ષાએ વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે તેથી તેને બંધ નથી-એ પરથી કોઈ એમ સમજે કે જ્ઞાની કરોડો પર્વ મોટા રાજપાટમાં અને હજારો સ્ત્રીઓના ભોગમાં રહેજેનો એક કોળિયો છનું કરોડનું પાયદળ ન પચાવી શકે એવા બત્રીસ કોળિયાનું ભોજન કરે છતાં તેને બંધ નથી તો તે બરાબર નથી. તેને અલ્પ અસ્થિરતાનો રાગ છે અને તેટલું બંધન પણ છે. ચક્રવર્તી છ— હજાર રાણીઓને ભોગવે છતાં તેના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે માટે તેને સર્વથા બંધ થતો જ નથી એમ કોઈ માને તો તે યથાર્થ નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી અને અનંત સંસારના કારણભૂત બંધ એ જ હોવાથી એના (મિથ્યાત્વાદિના) અભાવની અપેક્ષાએ બંધ નથી, નિર્જરા છે એમ કહ્યું છે. ત્યાં કોઈ પકડી લે કે લ્યો, ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે તો ભાઈ ! તું અપેક્ષા સમજ્યો નથી. ભાઈ ! તું ધીરજથી સાંભળ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ દષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં રાગનો અભિપ્રાય છૂટી જાય છે તેથી દષ્ટિનો મહિમા દર્શાવવા જ્ઞાનીના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે, અન્યથા જે પંચમહાવ્રતના શુભ પરિણામને બંધનું કારણ કહે તે શું ભોગના અશુભ પરિણામને નિર્જરાનું કારણ કહે ? ભાઈ ! તું અપેક્ષા ન સમજે અને (એકાંતે) તાણે તો એ ન ચાલે બાપા ! નિર્જરા અધિકારમાં એક બીજી વાત આવે છે કે-“હે સમકિતી! તું પરદ્રવ્યને ભોગવ.'' હવે આત્મા જ્યાં પરદ્રવ્યને ભોગવી શકતો નથી ત્યાં તું એને ભોગવ એમ કહે એનો અર્થ શું? ભાઈ ! ત્યાં પરદ્રવ્યના કારણે તને અપરાધ છે એવી વિપરીત દષ્ટિ છોડાવવાની વાત છે. એમ કે પરદ્રવ્યના કારણે તને અપરાધ-નુકશાન થાય છે એવી મિથ્યા માન્યતા છોડી દે. તારા અપરાધથી તને બંધ છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. જ્ઞાનીને કિંચિત્ રાગ હોય છે પણ એ તો અસ્થિરતાનો દોષ છે, અને તે સ્વરૂપના ઉગ્ર અવલંબને ક્રમશઃ મટી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે સિન્કંતિ ચરિયભટ્ટા દંસણભટ્ટા ણ સિઝંતિ' (દર્શનપાહુડ) મતલબ કે વ્રત, તપ આદિરૂપ પુણ્યભાવથી ધર્મ થાય એમ જે માને છે તે આત્મા દર્શનથી ભ્રષ્ટ છે અને તેનો મોક્ષ થતો નથી કેમકે જે દર્શનથી ભ્રષ્ટ છે તે જ્ઞાન અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે. મિથ્યાષ્ટિને આત્માનાં રુચિ, જ્ઞાન કે ચારિત્ર એકેય હોતા નથી. જ્યારે સમકિતી ચારિત્રથી રહિત હોય છતાં તેને સમ્યકદર્શન છે એટલે વર્તમાનમાં પુરુષાર્થની ઓછપના કારણે કિંચિત્ અસ્થિરતાનો દોષ છે તેને તે (હેયપણે) જાણે છે અને ક્રમે અંતરના ઉગ્ર અવલંબનના પુરુષાર્થ વડે તેનો તે નાશ કરી દે છે. ભાઈ ! વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના પરિણામ શુભભાવ છે અને તે દોષ છે. સમયસારમાં આલોચનનો જ્યાં પાઠ છે ત્યાં શુભભાવ છે તે વર્તમાન દોષ છે એમ કહ્યું છે; માટે તો તેનું (આત્માના આશ્રયે) આલોચન કરે છે. પરંતુ અત્યારે બહુ ફેરફાર થઈ ગયો! લોકોએ વીતરાગના માર્ગને ચુંથી ચુંથીને રાગમાં રગડી નાખ્યો છે. ભાઈ ! ભગવાન કેવળી પરમાત્માનો માર્ગ વીતરાગતાનો માર્ગ છે, અને તે વીતરાગ પર્યાયથી ઉત્પન્ન થાય છે. રાગની પર્યાય વડે વીતરાગ માર્ગ કદીય ઉત્પન્ન ન થાય. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો જે અંશ છે તે વીતરાગ પર્યાય છે અને તે પર્યાય રાગના આશ્રયે ઉત્પન્ન થઈ નથી, પણ પોતાના ત્રિકાળી વીતરાગસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થઈ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ ] [ ૩૧૩ જેના ઉપદેશમાં એમ આવતું હોય કે આ વ્રત અને તપ આદિના શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એની તો દષ્ટિ જ મિથ્યા છે. એનું શ્રદ્ધાન જ્યાં વિપરીત છે ત્યાં વ્રત અને તપ એને (સમ્યક ) છે જ કયાં? (છે જ નહિ ). અજ્ઞાનીની વાતે વાતે ફેર છે, ભાઈ ! અહીં કહે છે-જ્ઞાનીને નવીન બંધ નથી કેમકે રાગદ્વેષમોહ છે તે બંધનું કારણ છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે. [ પ્રવચન નં. ૨૩૭ થી ૨૪૦ ચાલુ * દિનાંક ૨૦-૧૦-૭૬ થી ૨૩-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૭૭-૧૭૮ रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।।१७७।। हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसि पि य रागादी तेसिमभावे ण बज्झंति।। १७८ ।। रागो द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः। तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति।।१७७।। हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम्। तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १७८ ।। હવે આ અર્થ ના સમર્થનની બે ગાથાઓ કહે છે: નહિ રાગદ્વેષ, ન મોહ-એ આસ્રવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. ગાથાર્થ:- [ રાT: ] રાગ, [ફેષ:] વૈષ [ મો:] અને મોહ- [કાવી:] એ આસ્રવો [ સચદD:] સમ્યગ્દષ્ટિને [ન સન્તિ] નથી [તસ્મા] તેથી [ સામ્રવમાવેન વિના] આગ્નવભાવ વિના [ પ્રત્યયા: ] દ્રવ્યપ્રત્યયો [ દેતવ: ] કર્મબંધનાં કારણ [ન ભવન્તિ] થતા નથી. [ ચતુર્વિન્ય હેતુ:] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ ગઈવિત્વચ] આઠ પ્રકારનાં કર્મોના [વIRM ] કારણ [ મળતન્] કહેવામાં આવ્યા છે, [૨] અને [ તેષાર્ ગરિ] તેમને પણ [રાવિય:] (જીવના) રાગાદિ ભાવો કારણ છે; [તેષાનું સમાવે] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [ન વધ્યન્ત] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.) ટીકા- સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી); Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] [ ૩૧૫ (વસત્તતિના) अध्यास्य शुद्धनयमुद्धतबोधतिसमैकण्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्त: पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।। १२०।। રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. ભાવાર્થ- અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાન્સવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાગ્નવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાન્નવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્ત્રવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિને-જ્ઞાનીને –બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. “જ્ઞાની” શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે:- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડ વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી. હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છેઃ શ્લોકાર્થઃ- [૩લ્ફતવોઘવિમ્ શુદ્ધનયમ્ અધ્યાર્ચ] ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને [૨] જેઓ [સવા રવ ] સદાય [Dયમ્ વ ] એકાગ્રપણાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ ] પ્રવચન રત્નાકર ભાગ-૬ (વસંતતિનવા) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः। ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्धद्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। १२१ ।। જ [વર્નયત્તિ] અભ્યાસ કરે છે [ તે] તેઓ, [સતi] નિરંતર [RI[વિમુમનસ: ભવન્ત:] રાગાદિથી રહિત ચિતવાળા વર્તતા થકા, [વશ્વવિધુરં સમયસ્થ સારમ્] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ) [ પશ્યન્તિ ] દેખે છે-અનુભવે છે. ભાવાર્થ- અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું”—એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ. શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦. હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી શ્રુત થાય તેઓ કર્મ બાંધે છે: શ્લોકાર્થઃ- [ રૂદ] જગતમાં [૨] જેઓ [ શુદ્ધનયત: પ્રવ્રુત્ય] શુદ્ધનયથી ટ્યુત થઈને [પુન: વ તુ] ફરીને [ રાવિયોગાન્] રાગાદિના સંબંધને [૩યાન્તિ] પામે છે [તે] એવા જીવો, [ વિમુવીધા:] જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, [ પૂર્વવદ્ધદ્રવ્યોક્સવે.] પૂર્વબદ્ધ દ્રવ્યાગ્નવો વડ [ર્મવશ્વન] કર્મબંધને [ વિશ્વતિ] ધારણ કરે છે (-કર્મોને બાંધે છે) – [ કૃત–વિવિત્ર-વિત્પ–ની] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે). ભાવાર્થ:- શુદ્ધનયથી ચુત થવું એટલે હું શુદ્ધ છું” એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાન્સવો કર્મબંધનાં કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) શ્રુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી ટ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું એવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] [ ૩૧૭ અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે:-જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધનય થાય છે. ૧૨૧. સમયસાર ગાથા ૧૭૭-૧૭૮: મથાળુ હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છે શું કહે છે? કે જે જીવ રાગદ્વેષમો કરે છે તેને જૂનાં દ્રવ્યકર્મ નવાં કર્મના બંધનું કારણ થાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિને ભાવાસ્રવ નથી તેથી તેને દ્રવ્યાન્નવો નવા બંધનું કારણ થતા નથી એમ આ ગાથાઓમાં દઢ કરે છે * ગાથા ૧૭૭-૧૭૮: ટીકા ઉપરનું પ્રવચન * “સમ્યગ્દષ્ટિને રાગદ્વપમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે...” જુઓ, શું કહે છે? કે રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું અને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ કર્યો તે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી. રાગના કર્તાપણાનો જેને અભિપ્રાય નથી અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે પ્રગટ થતી વીતરાગ પર્યાય જ ધર્મરૂપ છે એવી જેની માન્યતા છે તે સમ્યગ્દષ્ટિ છે અને એના ઉપદેશમાં શુભરાગથી શદ્ધતા પ્રગટે એવો અભિપ્રાય કદીય આવે નહિ. અહા ! નિર્મળ વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી રાગદ્વેષ અને મોટું નામ મિથ્યાત્વ એ ત્રણે નથી. મિથ્યાત્વ અને રાગદ્વેષ જે અનંતસંસારની જડ છે અને અહીં સંસાર ગણીને આસ્રવ કહ્યો છે. હવે આથી કોઈ બચાવ કરે કે અમને અસ્થિરતા ગમે તેટલી હોય તેમાં અમને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શું છે? તો એમ ન ચાલે. (એવો બચાવ કરનાર તો સમકિતી જ નથી). સમકિતીને જે કિંચિત અસ્થિરતા છે તે ચારિત્રનો દોષ છે અને તેનું એને અલ્પ બંધન પણ છે. ઠેઠ દસમા ગુણસ્થાને જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મોહ તથા આયુ કર્મ સિવાય છે કર્મનું બંધન પડે છે. સમકિતીને જ્યાં સુધી શુભરાગ છે ત્યાં સુધી એ દોષ છે; પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષ જેવો એ મહા દોષ નથી. અરે ! જગતમાં અજ્ઞાનીઓ શાસ્ત્ર વાંચવાથી, ભગવાનની પ્રતિમાના દર્શનથી, ભગવાનની ભક્તિથી સમ્યગ્દર્શન થશે એમ માને છે. વળી શુભરાગ કરતાં કરતાં સમકિત પ્રગટશે એમ પરસ્પર આચાર્યપણું કરે છે; આચાર્યપણું એટલે માંહોમાંહે એકબીજાને ઉપદેશ છે. તેઓ કહે છે-પંચમકાળમાં અત્યારે આ જ કરી શકાય અને આ જ (શુભરાગ જ) કરવા જેવું છે. કંઈક (પુણ્યભાવ) કરો, કરો; કંઈક કરશો તો કલ્યાણ થશે. તેમને અહીં સ્પષ્ટ કહે છે કે રાગથી ભિન્ન પડીને આત્માનુભવ કરે તેને સમ્યગ્દર્શન થાય છે અને સમકિતીને રાગદ્વેષમોનો અભિપ્રાય હોતો નથી. ભાઈ ! પરમાર્થનો આ એક જ પંથ છે. પાંચમા આરામાં રાગથી (ધર્મ) થાય અને ચોથા આરામાં ભેદજ્ઞાનથી થાય-શું એમ છે? (ના). અરે! લોકોએ બહુ ફેરફાર કરી નાખ્યો છે! રાગથી પ્રાપ્તિ થાય એવી વાતો પરસ્પર હોંશથી કરે છે અને હોંશથી સાંભળે છે પણ પોતે નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય ભગવાન સદા રાગથી ભિન્ન અંદર પડયો છે એની એને ખબર નથી. અરે ભાઈ ! એક વાર અંદર ડોકિયું કરી એની શ્રદ્ધા તો કર; તેથી તને લાભ થશે, સમકિત થશે. પણ એને કયાં નવરાશ છે? બિચારાને આખો દિવસ-ચોવીસે કલાક સંસારમાં–વેપાર-ધંધો અને બાયડી-છોકરાં આદિનું જતન કરવામાં-પાપમાં ચાલ્યો જાય છે. ધર્મ તો કયાંય રહ્યો, પુણેય એને કયાંથી મળે? (પુણ્યનાં પણ એને ઠેકાણાં નથી). આખો દિ આમ રળવું અને આમ કમાવું, માલ આમ લાવવો અને આમ વેચવો, આમ વખારમાં નાખવો અને આમ સંભાળ કરવી-ઇત્યાદિ અનેક વિકલ્પો કરી આખો દિ પાપ જ પાપ ઉપજાવે છે. પાપ, પાપ ને પાપમાં પડેલા તેને ધર્મબુદ્ધિ કેમ થાય? આત્માનો વેપાર તો રાગરહિત થવું તે છે. મોક્ષના પંથે જવું છે જેને એવા મોક્ષાર્થીએ તો કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરવાની છે. શું (જેનાથી ભિન્ન થયું છે એવા) રાગને રાખીને ભેદજ્ઞાન થાય? (ન થાય). વીતરાગની વાણીમાં તો રાગથી ભિન્ન પડીને વીતરાગ દશા પ્રગટ કરવાની વાત છે. જન્મ-મરણનો અંત લાવવો હોય તો બાપુ! આ વાત છે. બાકી તો પૂણેય અનંતવાર કર્યો અને એના ફળમાં સ્વર્ગમાં પણ અનંતવાર ગયો. ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] | [ ૩૧૯ એણે આ વાત સાંભળી પરંતુ રાગથી ભિન્ન પડવાની વાત એને રુચિ નહિ. તેથી તો કહ્યું છે કે-“કેવળી આગળ રહી ગયો કોરો.' દ્રવ્ય સંયમથી ઠેઠ રૈવેયક સુધી જઈને આત્માના ભાન વિના ત્યાંથી મનુષ્ય થઈ, ઢોરમાં જઈ નરક-નિગોદમાં જીવ ચાલ્યો જાય છે. આવી વાત છે, ભાઈ ! અહો ! આ તો ખૂબ ગંભીર વાત છે! કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો એટલે સીધી ભગવાનની વાણી. વળી એ મહા દિગંબર સંત પોતાના નિવૈભવથી વાત કરી રહ્યા છે. સમયસાર ગાથા ૫ માં પરમગુરુ સર્વજ્ઞદેવ એટલે ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ–દેવો-ત્યાંથી શરૂ કરીને મારા ગુરુ પર્યત બધા નિર્મળ વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન હતા એમ કહ્યું છે. ત્યાં મહાવ્રત પાળતા હતા કે નગ્ન દિગંબર હતા એમ વાત લીધી નથી. અરે ! કેવળી બધાને જાણે છે એમ પણ ત્યાં લીધું નથી. તેઓ નિર્મળ વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન હતા એમ કહ્યું છે. અહો! શું શૈલી છે! વળી ત્યાં જ કહ્યું છે કે એમનાથી “પ્રસાદરૂપે અપાયેલ'' અર્થાત્ એમણે કૃપા કરીને શુદ્ધાત્મતત્વનો ઉપદેશ આપ્યો; અમે લાયક હતા માટે અમને ઉપદેશ આપ્યો એમ ત્યાં ન કહ્યું. જુઓ, કેવી નમ્રતા! સમયસાર ગાથા ૫ માં ભગવાને કહ્યું ને મેં સાંભળ્યું તે હું કહું છું એમ ન કહ્યું પણ હું મારા નિજ વૈભવથી કહું છું એમ આચાર્યદેવે કહ્યું છે. અહા ! આ તો શૈલી જ જુદી છે! આમાં તો અંતરનિમગ્નતાપૂર્વક સ્વાનુભવની જ પ્રધાનતા છે. સ્વાનુભવ વિના ભગવાન પાસેથી સાંભળ્યું છે માટે ભગવાનનો આશય જ અજ્ઞાનીની વાણીમાં આવે એમ હોતું નથી. માટે જ જ્ઞાનીના ઉપદેશનું નિમિત્ત બનતાં મુમુક્ષુ જીવે સૌ પ્રથમ સ્વાનુભવ સહિત સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ જ મુખ્ય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે અજ્ઞાનીનો ઉપદેશ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવામાં નિમિત્ત થતો નથી. તથા જ્ઞાની પાસેથી સાંભળેલું હોય છતાં મિથ્યાષ્ટિના ઉપદેશમાં ભલે તે વીતરાગની વાત કહેતો હોય છતાં કારણવિપરીતતા, ભેદભેદવિપરીતતા અને સ્વરૂપવિપરીતતા આવ્યા વિના રહેતી નથી. તેથી તો આચાર્યદેવે કહ્યું કે હું કહું છું તે સ્વાનુભવથી પ્રમાણ કરવું. (શ્રોતા અને વક્તા બંનેમાં સ્વાનુભવની જ મુખ્યતા છે ). અહીં કહે છે-સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બનતું નથી. સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી એટલે કે રાગાદિ કરવા લાયક છે એવી બુદ્ધિ સમ્યગ્દષ્ટિને નથી. અનંતાનુબંધીના રાગદ્વેષ એને નથી અને જે કિંચિત્ રાગ છે એનું એને સ્વામિત્વ નથી. સમ્યગ્દષ્ટિએ તો રાગરહિત આખો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ કર્યો છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્યતત્ત્વ ભિન્ન છે એવું એના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. સમ્યગ્દષ્ટિએ રાગથી લાભ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ થાય એ વાત સાંભળી નથી જ્યારે મિથ્યાદષ્ટિએ રાગથી-૫૨થી આત્મા ભિન્ન છે એ વાત સાંભળી નથી. મિથ્યાદષ્ટિએ રાગ કરવો, રાગ કરવો એ જ વાત અનંતી વાર સાંભળી છે કેમકે એનું જ એને વેદન છે. રાગદ્વેષમોહ ન હોય ત્યાં સમ્યગ્દર્શનની ઉપપત્તિ છે અર્થાત્ મિથ્યાત્વરૂપ મોહ અને અનંતાનુબંધી રાગદ્વેષ જ્યાં નથી ત્યાં સમ્યગ્દષ્ટિપણું છે. રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી. રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વભાવ તેના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકતું નથી. રાગના કર્તાપણાના ભાવ વિનાનું સમ્યગ્દષ્ટિપણું છે. અહાહા...! ચૈતન્ય મહાસત્તા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપે અંદર બિરાજે છે તેને રાગ કરું એવી બુદ્ધિના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું સંભવિત નથી. હવે કહે છે રાગદ્વેષમોહના અભાવમાં તેને ( સમ્યગ્દષ્ટિને ) દ્રવ્યપ્રત્યયો પુદ્દગલકર્મનું ( અર્થાત્ પુદ્દગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્દગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે.' મતલબ કે જીવ જો રાગદ્વેષમોહભાવે પરિણમે તો જડકર્મનો ઉદય છે તે નવા બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાનીને તો રાગદ્વેષમોહભાવ છે નહિ તેથી તેને પૂર્વના દ્રવ્યકર્મોનો ઉદય નવા બંધનો હેતુ થતો નથી. નવા બંધના હેતુમાં નિમિત્ત દ્રવ્યકર્મ છે પણ જીવ દ્રવ્યકર્મના ઉદયમાં જોડાઈ રાગદ્વેષમોહ કરે તો તે નવા બંધનો હેતુ થાય છે. અસ્થિરતાના બંધની અહીં વાત નથી. ‘માટે હેતુના અભાવમાં હેતુમાનનો ( અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો ) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.' જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન બંધ નથી. ભાઈ! સંસારની કડાકૂટથી છૂટીને આ તત્ત્વ સાંભળવાનો-સમજવાનો પરિચય કરવો જોઈએ. લૌકિકમાં કાંઈક પુણ્ય સારું હોય અને પાંચ-પચાસ લાખની સંપત્તિ થઈ હોય એટલે ખુશ થાય; પણ ભાઈ ! એ તો બધું ધૂળધાણી છે. એ બધાને મારું માને છે એ તો મહામૂર્ખ છે કેમકે આત્મા તો પરદ્રવ્યને અડતોય નથી. આ દીકરા મારા, પત્ની મારી, સંપત્તિ મારી એમ માને પણ એ બધી ચીજ કયાં તારામાં આવી છે? વા તું એમાં કયાં ગયો છે? છતાં એ મારી છે એમ માને એ તો મિથ્યાત્વભાવ છે; એ મિથ્યાત્વભાવના ગર્ભમાં અનંતા જન્મ-મરણનાં દુઃખ પડેલાં છે. સમજાણું કાંઈ..? ત્યારે કોઈ કહે છે-જેની સાથે હસ્તમેળાપ કરી પરણ્યો હોય, સાથે પચીસ-પચાસ વર્ષ રહ્યો હોય છતાં એ સ્ત્રી પોતાની નહિ? અરે ભાઈ ! એ સ્ત્રી તો તારી નહિ પણ એના પ્રત્યે જે આસક્તિ થાય છે તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] | [ ૩૨૧ પણ તારી નહિ. બહુ આકરી લાગે પણ વાત તો એ છે. કોઈને એકનો એક છોકરો હોય અને સારી ખાનદાન રૂપાળી કન્યા સાથે તેના લગ્નનો પ્રસંગ હોય એટલે છોકરાની મા અંદરથી ખૂબ મલાવા કરે, ઘાંટા તાણી-તાણીને ગાય; બીજા કહે કે આમ તો સાદ બેસી જશે તો કહે-કયાં વારંવાર આ અવસર આવવાનો છે? અમારે તો આ પહેલો અને છેલ્લો છે. અહા ! કેવું ગાંડપણ! ગાંડાનાં તે કાંઈ જુદાં ગામ વસતાં હશે! વળી ઘરના છોકરાની વહુ આવે એટલે સરસ રૂપાળો ઝરી ભરેલો પાંચ હજારનો સાડલો લાવી આપ્યો હોય તે પહેરાવી તેને બહાર મોકલે. ત્યારે બીજા તેના તરફ નજર નાખે એટલે આ ખુશી થાય. અરે ! જોનારા બીજી નજરે જોતા હોય ત્યાં આ જાણે કે મારો સાડલો બહાર પડે છે; મારો સાડલો છે તે પહેરાવીને હું બહાર પડું છું-પ્રસિદ્ધ થાઉં છું. આવું છે; દુનિયાનું બધું પોકળ જોયું છે. નાચ્યા નથી પણ નાચનારાને જોયા છે. અરે મૂર્ખ! કયાં ગઈ તારી બુદ્ધિ ? આ શું થયું તને? આ રાગદ્વેષમોહના ભાવ તને અનંત જન્મ-મરણ કરાવશે. અંદર રાગરહિત ચૈતન્યસ્વરૂપ છે તેની દષ્ટિ કરી રાગદ્વેષમોહરહિત થઈ જા. રાગદ્વેષમોહરહિત થતાં તને નવો બંધ નહિ થાય. * ગાથા ૧૭૭-૧૭૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે.” અહાહા..! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીતરાગી શાંતિ તથા અનંત આનંદરૂપ જે અપરિમિત આત્મસ્વભાવ છે તેના ઉપર દૃષ્ટિ પડતાં તથા તેમાં એકાગ્ર થતાં જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદનો અંશ પ્રગટ થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. એવા સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે કારણ કે તેને રાગદ્વેષથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપના આશ્રયે સ્વાલંબી દષ્ટિ પ્રગટ થઈ છે. જ્યાં સમ્યગ્દષ્ટિપણું હોય ત્યાં રાગદ્વેષમોહ ન હોય અને રાગષમોટું ન હોય ત્યાં જ સમ્યગ્દષ્ટિપણું હોય છે એવો અવિનાભાવી નિયમ છે. જ્યાં સ્વભાવની રુચિ નથી અને રાગની રુચિ છે ત્યાં મિથ્યાત્વસંબંધી રાગદ્વેષમોહ સમજવા, જ્યાં રાગની રુચિ છે એવી મિથ્યાત્વની અવસ્થામાં જ થતા રાગદ્વેષને રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. જેને મિથ્યાત્વના નાશપૂર્વક જ્ઞાનીપણું પ્રગટ થયું છે તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષમોહ હોતા નથી. અસ્થિરતાના રાગદ્વેષની વાત અહીં ગૌણ છે. અહા ! પુણ્ય-પાપના વિકલ્પમાં પોતાનું સ્વરૂપ જ્યાં સુધી માન્યું હતું ત્યાં સુધી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩રર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (પોતાનો) ભગવાન દષ્ટિમાંથી ખોવાઈ ગયો હતો, પરંતુ જ્યાં વિકારના (સ્વરૂપપણે) સ્વીકારનો ત્યાગ કરીને દષ્ટિમાં નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ગ્રહણ કર્યું ત્યાં તેને મિથ્યાત્વસંબંધીના રાગદ્વેષ હોતા નથી. શાસ્ત્રોમાં જે એમ આવે છે કે છઠ્ઠ ગુણસ્થાને જે પંચમહાવ્રતના પરિણામ છે તે આસ્રવ છે અને દસમે ગુણસ્થાને પણ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે આસ્રવ છે અને તેનાથી જ કર્મ આવે છે તે અસ્થિરતાની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાના રાગને અહીં ગણ્યો નથી. અહીં તો મૂળ વસ્તુ જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તેના તરફ દૃષ્ટિ થઈ અર્થાત પરિણામનો વળાંક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્યસ્વભાવ ઉપર ગયો તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ હોતા નથી એ વાત છે. ચારિત્રમોહ સંબંધી કિંચિત્ રાગ હોય છે પણ એમાં એને રુચિ અને પ્રેમ ક્યાં છે? એનું એને સ્વામિત્વ કયાં છે? નથી; કેમકે રાગ દુ:ખરૂપ છે એમ ધર્મીને જાણપણું થઈ ગયું છે. તેથી ધર્મીના તે અલ્પ રાગને અહીં ગણ્યો નથી. જે રાગના એક અંશને પણ પોતાનો માને છે વા અંશમાત્ર રાગની જેને રુચિ છે તેના રાગદ્વેષને રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. સંસારની જડ જે મિથ્યાત્વ તેનો જેણે પોતાના અનંત અનંત શક્તિઓના પિંડરૂપ ચૈતન્યમય ભગવાનના આશ્રયે નાશ કર્યો તેનું સંસારનું મૂળ કપાઈ ગયું છે. અહાહા...! આવો જ્ઞાની લડાઈના અશુભ રાગમાં કે છ— હજાર રાણીઓના વિષયમાં ઊભેલો દેખાય તોપણ તે ચારિત્રમોહસંબંધી અલ્પ રાગ છે અને તેને અહીં ગણ્યો નથી. જેમ કોઈ મોટી આંબલીના ઝાડનું મૂળ કાપી નાખ્યા પછી પાંદડાં રહે એની ગણતરી શું? થોડા દિવસોમાં જ તે સૂકાઈ જશે. તેમ મિથ્યાત્વનું મૂળિયું કપાઈ ગયા પછી ધર્મીને અસ્થિરતાનો અલ્પ રાગ રહે તો થોડા જ કાળમાં નાશ પામ્યા વિના રહેતો નથી. આ અપેક્ષાએ અસ્થિરતાના અલ્પ રાગને અહીં ગણ્યો નથી. ગણ્યો નથી એટલે એનો અભાવ છે એમ નહિ, પરંતુ એની મુખ્યતા નથી વા એને ગૌણ કર્યો છે એમ અર્થ છે. લોકોને મૂળ પાપ મિથ્યાત્વ છે એની ખબર નથી. એટલે રાગની કંઈક મંદતા કે બહારનો ત્યાગ જુએ એટલે જાણે ધર્મ થઈ ગયો એમ માને સ્ત્રી-પુત્ર-પરિવારને છોડે એટલે જાણે સંસાર છૂટી ગયો એમ સમજે. પરંતુ ભાઈ ! રાગની રુચિ, રાગનું કર્તાપણું કે જે સંસારનું મૂળ છે તે જ્યાં સુધી સાબૂત (જીવંત ) છે ત્યાંસુધી સંસારનું પરિભ્રમણ છૂટતું નથી. રાગ તો આગ છે, અશાંતિ છે, દુઃખ છે. રાગને જ્યાં સુધી લાભરૂપ વા કર્તવ્યરૂપ માને ત્યાં સુધી બહારથી ગમે તેવો ત્યાગ દેખાય છતાં તેને સંસાર ઊભો જ રહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] [ ૩ર૩ હવે કહે છે-“આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાન્સવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાગ્નવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાગ્નવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાન્નવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિનેજ્ઞાનીને બંધ થતો નથી.' અહાહા..! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. એની જેને દષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દષ્ટિ છે. અહા ! સમ્યગ્દર્શન થતાં તેને જેની (શુદ્ધ ચૈતન્યતત્ત્વની) કિંમત કરવી હતી તેની કિંમત (-દષ્ટિ) થઈ ગઈ અને જેની (-રાગની) કિંમત નહોતી તેની કિંમત (-રુચિ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત (-વિસાત) નથી. આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે. અને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી દ્રવ્યાસવો એટલે પૂર્વે બંધાયેલા જડકર્મો તેને બંધનું કારણ થતાં નથી. તેથી સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીને બંધ થતો નથી. અહો ! સમયસારની એકે-એક ગાથા ચૈતન્ય-ચમત્કારથી ભરેલી છે. આત્મા પોતે ચૈતન્ય-ચમત્કાર વસ્તુ છે. અહા ! એ અનુપમ અલૌકિક ચિંતામણિ રત્ન છે. જ્યાં અંદર નજર કરી કે અતીન્દ્રિય આનંદમય ચૈતન્યરત્ન સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પરંતુ અરે! અજ્ઞાનીએ અનંતકાળમાં જ્યાં નજર કરવાની હતી તેના ઉપર નજર ન કરી અને ધર્મના નામે પુણ્ય અને પદ્રવ્ય ઉપર જ નજર કરી! પરિણામે એનો સંસાર મટયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને પુણ્યભાવ હોવા છતાં એની દષ્ટિ ચૈતન્ય-ચિંતામણિ ભગવાન આત્મા ઉપર છે. આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે ત્યારે એની દૃષ્ટિ વિજ્ઞાનઘન એવા નિજ ચૈતન્યતત્ત્વમાં નિમગ્ન હોય છે; નિમિત્ત, રાગ કે પર્યાય ઉપર એની દષ્ટિ હોતી નથી અને તેથી તેને નવીન બંધ થતો નથી. દષ્ટિ દ્રવ્યમાં નિમગ્ન થાય છે એનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળી જાય છે એમ નથી. પૂર્વના જે પરિણામ રાગમાં એકાકાર હતા તેનો વ્યય થઈ વર્તમાન પરિણામ નિજ જ્ઞાયકભાવ તરફ ઢળ્યા ત્યાં એ પરિણામ દ્રવ્યમાં લીન-નિમગ્ન થયા એમ કહેવામાં આવે છે. (પ્રગટ) પર્યાયમાં પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન તથા પ્રતીતિ આવે પણ એ પર્યાય દ્રવ્યમાં ભળી જાય એમ અર્થ નથી. હવે આગળ કહે છે-“સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે.” ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે, પછી ભલે તે નરકનો નારકી હોય, તિર્યંચ હોય, મનુષ્ય હોય કે દેવનો જીવ હોય. અનંત અનંત ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. તેને જેણે સ્વાનુભવમાં જાણો તે જ્ઞાની છે, પછી ભલે તેને શાસ્ત્રનું વિશેષ જાણપણું ન હોય. પુણ્ય અને પુણ્યના ફળથી અધિક-જુદો ચૈતન્યમય ભગવાન અંતરમાં જેવો છે તેવો જેણે જુદો જાણ્યો તે જ્ઞાની છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હવે તેનો વિશેષ ખુલાસો કરે છે-“જ્ઞાની” શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે:(૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. બધા આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે તે અપેક્ષાએ બધા આત્મા જ્ઞાની કહેવાય. અહીં સમ્યકત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ નથી. (૨) સમ્યકજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. અહા ! અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોવા છતાં જેને જ્ઞાનસ્વરૂપ નિજ ભગવાન આત્માનું ભાન (-જ્ઞાન) નથી અને રાગની રુચિ અને અધિકતા છે તે બધા મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. અગિયાર અંગ પૈકી પહેલા અંગમાં અઢાર હજાર પદ હોય છે અને એક એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક હોય છે. બીજામાં એથી બમણા, ત્રીજામાં એથી બમણા; એમ બમણા બમણા કરતાં જે પદ થાય તે અગિયાર અંગનું જ્ઞાન અને નવ પૂર્વની લબ્ધિ જે ભણવાથી ન પ્રગટે પણ રાગની અતિ મંદતાને લઈને અંદરથી એવી લબ્ધિ પ્રગટે-એટલું બધું જ્ઞાન હોવા છતાં શુદ્ધ ચૈતન્યના ભાન વિના તે અજ્ઞાની છે. જાણનારને જાણે તે જ્ઞાની છે અને જાણનારને ન જાણે તે અજ્ઞાની છે. આવો વીતરાગનો માર્ગ છે. શું થાય? અનંતકાળમાં જાણનારને જાણ્યો નહિ અને બીજી માથાકૂટ કરી-શાસ્ત્રો ભણ્યો, જગતને ઉપદેશ પણ આપ્યો. પણ જાણનારને જાણ્યા વિના, દેખનારને દેખ્યા વિના અને આનંદના માણનારને માણ્યા વિના બધા જીવો મિથ્યાષ્ટિ અજ્ઞાની (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે, અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમાં ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. અલ્પજ્ઞાનની અપેક્ષાએ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ગણવામાં આવ્યું છે. મિથ્યાત્વનું અજ્ઞાન જુદું અને જ્ઞાનની કમીરૂપ અજ્ઞાન જુદું. બારમે ગુણસ્થાને મોહનો બિલકુલ નાશ અને પૂર્ણ અકષાયભાવ હોવા છતાં કેવલજ્ઞાનીને જેવી જ્ઞાનની પૂર્ણતા છે તેવી નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાની કહેવામાં આવે છે. એક બાજુ શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને માત્ર આત્માનું જ્ઞાન હોય છતાં જ્ઞાની કહે અને મિથ્યાષ્ટિને અગિયાર અંગ અને નવપૂર્વની લબ્ધિ પ્રગટ હોય છતાં અજ્ઞાની કહે; બીજી બાજુ પૂર્ણજ્ઞાન પર્યાયમાં પ્રગટયું છે એવા કેવળજ્ઞાનીને જ્ઞાની કહે અને જ્ઞાનની અપૂર્ણતાની અપેક્ષાએ બારમે ગુણસ્થાને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ હોવા છતાં તેને અજ્ઞાની કહે; આ બધી વિવક્ષાની વિચિત્રતા છે તે યથાર્થ સમજવી જોઈએ. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૨૫ હવે જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ઘનયનું માહાત્મ્ય છે માટે શુદ્ઘનયના મહિમાનું કાવ્ય કહે છેઃ * કળશ ૧૨૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘Ëતવોવિન્દમ્ શુદ્ઘનયમ્ અધ્યાસ્ય' ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન ) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને... જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. જે જ્ઞાનની પર્યાય અંદ૨ દ્રવ્યમાં વળેલી છે એ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન ગણતું નથી. ઉદ્ધત જ્ઞાન બે પ્રકારેઃ-(૧) ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ વસ્તુને ઉદ્ધત જ્ઞાન કહીએ અને (૨) તેને જાણનાર શુદ્ઘનયનું પરિણમન તેને પણ ઉદ્ધત જ્ઞાન કહીએ. સ્વના આશ્રયે પ્રગટ થયેલું ભેદજ્ઞાન સ્વને જ ગણે છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી એમ અહીં કહે છે. આ ઉદ્ધત છોકરો નથી હોતો કોઈ? તે એના બાપને, માને કોઈને ગણતો નથી. તેમ શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર શુદ્ઘનય ઉદ્ધત છે; તે કોઈને ગણતો નથી. સ્વને ગણનારું તે જ્ઞાન કોઈ પ૨ને ગણતું નથી. ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દબે નહિ તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું-ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબતું નથી. જ્ઞાનાવરણીયનો ઉદય તે જ્ઞાનને દબાવે એમ છે નહિ. જ્ઞાનાવરણીયને લઈને અહીં ( આત્મામાં ) જ્ઞાનનો ઘટાડો-વધારો થાય વાત બીલકુલ નથી. સમ્યજ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને એટલે કે ત્રણલોકના નાથને, રાગને કે અલ્પજ્ઞતાને ગણતું નથી. સમ્યજ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે; તેને તે ગણે છે કે-આ મારો નાથ છે. અરે! આત્માની આવી વાત અજ્ઞાનીઓને રુચતી નથી. થોડુંઘણું જાણપણું થાય ત્યાં તો એને થઈ જાય કે હવે આપણે જાણીએ છીએ અને બીજાથી અધિક છીએ. લોકમાં પણ કોઈને થોડું જાણપણું હોય અને બોલતાં આવડતું હોય તો તેને જ્ઞાની કહે છે અને અંદર સમ્યક્ જાણપણું હોય પણ બોલતાં ન આવડતું હોય તો તેને અજ્ઞાની ગણે છે. અહા! લોકની માન્યતામાં જ મોટો ફેર છે. અહીં કહે છે–શુદ્ઘનયનો આશ્રય કરીને ધર્મ-જ્ઞાની સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. આત્મામાં-સ્વરૂપમાં એકાગ્રતા થવી એ જ વસ્તુ છે. પ્રવચનસારમાં પણ આચાર્ય અમૃતચંદ્રદેવે એ જ કહ્યું છે કે–અમને ઝાઝા ક્ષયોપશમ-જાણપણાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આકાંક્ષાથી બસ થાઓ, અમને વિશેષ-વિશેષ જાણપણાની જરૂર નથી; અમને તો અમારા સ્વરૂપમાં જ નિશ્ચય એકાગ્ર થવું છે. ભાઈ ! તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા..! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. એવા સ્વરૂપનો આશ્રય કરીને ‘યે' જેઓ ‘સવા રવ' સદાય પ્રથમ વ’ એકાગ્રપણાનો જ “નયત્તિ' અભ્યાસ કરે છે તે' તેઓ ‘સતત' નિરંતર IITમુpમનસ: ભવન્ત:' રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, ‘વવિધુરં સમયચ સાર’ બંધરહિત એવા સમયના સારને “પત્તિ ' દેખે છે-અનુભવે છે. શું કહ્યું? કે સ્વરૂપનો આશ્રય કરીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો તે કર્તવ્ય છે. મહાવ્રતાદિનું પાલન કરવું તે કર્તવ્ય છે એમ નહિ. મહાવ્રતાદિ પાળવાં એ તો રાગ છે, એ રાગ કર્તવ્ય કેમ હોય? અહીં તો કહે છે-સ્પષ્ટ કહે છે કે જેઓ સ્વરૂપનો આશ્રય કરીને અંતરએકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ રાગાદિરહિત ચિત્તવાળા વર્તતા થકા બંધ-વિધુર એટલે બંધરહિત એવા સમયસારને પામે છે અંતરમાં પરિપૂર્ણ એકાગ્ર થતાં પૂર્ણ કેવળજ્ઞાનને પામે છે. લોકમાં પતિ મરી જાય તેને વિધવા કહે છે અને પત્ની મરી જાય તેને વિધુર કહે છે. અહીં બંધ-વિધુર એટલે બંધરહિત સ્વભાવના આશ્રયે જેને બંધ મરી જાય-નાશ પામી જાય તેને બંધ-વિધુર કહે છે. બંધ-વિધુર ભગવાન સમયસારને દેખે છે એટલે કે અંતરમાં એકાગ્રતાની પૂર્ણતા થતાં બંધનો સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાનને પામે છે. અહા ! અધ્યાત્મની આવી વાત ઘણાને ઝીણી પડે એટલે બહારમાં વ્રત પાળવાં, સંયમ પાળવો, પર જીવોની રક્ષા કરવી ઇત્યાદિમાં તેઓ તણાઈ જાય છે. પરંતુ ભાઈ ! એવી ક્રિયા તો એણ અનંતવાર કરી છે. ભગવાન! તું તારી (અંદર રહેલા ચૈતન્ય ભગવાનની) દરકાર કરી નથી. અંતરમાં ચૈતન્યહીરલો અનંત અનંત શક્તિ-ગુણના પાસાથી ચમકી રહ્યો છે. અહા ! તે કયાં છે, કેવો છે, કેવડો છે અને કેમ જણાય તેની તે કદીય ખબર નથી કરી! પરિણામે અનેકવિધ બહારની ક્રિયાઓ કરવા છતાં તને સંસાર-પરિભ્રમણ મટયું નહિ. પ્રશ્ન:- તો શું અહિંસાદિ ધર્મ નથી ? ઉત્તર- ભાઈ ! અહિંસા તે ધર્મ છે, પણ ભગવાન મહાવીરે કોને અહિંસા કહી છે તે લોકો જાણતા નથી. ભગવાન! રાગથી પૃથક ચૈતન્યતત્ત્વ જે રીતે છે તેને એ રીતે પર્યાયમાં પ્રગટ કરવું (શ્રદ્ધવું, જાણવું ને આચરવું) એનું નામ અહિંસા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૨૭ છે. અંતરમાં રહેલા ત્રિકાળી વીતરાગભાવને પર્યાયમાં પ્રગટ કરવો એનું નામ અહિંસા છે અને તે ધર્મ છે. પરની દયા પાળવાનો ભાવ એ તો રાગ અને હિંસા છે. એવી જ રીતે સત્યાગ્રહ કરી બીજાને દબાણમાં લેવા એ ભાવ પણ રાગ હોવાથી હિંસા છે. અરે ભાઈ ! જે ભાવે તીર્થંકરગર બંધાય કે જે ભાવે સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાય તે ભાવ શુભરાગ છે અને તે અપરાધ છે કેમકે રાગ છે તે આત્મસ્વભાવની હિંસા કરનારો ભાવ છે. ભગવાને તો રાગની અનુત્પત્તિ અને વીતરાગતાની ઉત્પત્તિને અહિંસા કહી છે. વસ્તુ પોતે સ્વરૂપથી જ અહિંસકસ્વરૂપ એટલે કે વીતરાગસ્વરૂપ છે, એની દષ્ટિ અને એમાં સ્થિરતા થતાં પર્યાયમાં જે વીતરાગતા પ્રગટ થાય તે અહિંસા છે. સમ્યકત્વાદિની વીતરાગી પરિણતિ તે અહિંસા છે. આવી અહિંસાની પરિણતિ કયાંથી આવી ? અહિંસકસ્વરૂપ જે ત્રિકાળી આત્મા છે ત્યાંથી (તેનો આશ્રય કરવાથી) આવી છે, રાગમાંથી કે પર નિમિત્તમાંથી નહીં. ભગવાન મહાવીરે કોઈનુંય ભલું કે ભૂંડ કર્યું નથી. એમણે તો પોતાનો (આત્માનો) જે અનાદિ અહિંસક સ્વભાવ છે તેને પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ કર્યો છે. એટલે તો ભગવાન વીતરાગ-અહિંસક છે. ભાઈ ! ભગવાન આત્માનું સ્વરૂપ જ વીતરાગઅહિંસક છે; તેને ઓળખી તેના આશ્રયે વીતરાગ પરિણતિ પ્રગટ કરવી તે અહિંસા છે. તે કાળે જેટલો રાગ ઉત્પન્ન ન થયો તેને રાગ છોડ્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહિંસક આત્માની દૃષ્ટિ વિના (સમ્યગ્દર્શન વિના) જે કોઈ વ્રત, તપ આદિ આચરે છે તે બધા મૂઢ છે (મિથ્યાદષ્ટિ છે). વ્યવહારના એકાંત આગ્રહવાળાને આવું સાંભળીને દુ:ખ લાગે પણ શું થાય? એ દુઃખનું કારણ એની વિપરીત માન્યતા છે. બીજાને દુઃખ દેવાનો કોઈ જ્ઞાનીને ભાવ ન હોય. પહેલાંના વખતમાં શાહૂકાર પાસે કોઈ ખોટા રૂપિયા (સિક્કા) લઈને આવે અને શાહૂકારને તે ખબર પડે તો તેને પાછા ન આપે; દુકાનના બારણા આગળ જે ઉમરો હોય ત્યાં લાકડ તેને જડી દે, આગળ ચાલવા ન દે. એમ આ પણ ભગવાનની શરાફની પેઢી છે; તેમાં ખોટું ચાલવા ન દેવાય. ભાઈ ! આત્માની દષ્ટિ વિના જે કાંઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના ભાવ છે તે રાગ છે અને રાગ છે તે આત્માની હિંસા છે. (રાગ ઉત્પન્ન થતાં ચૈતન્યપ્રાણનો ઘાત થાય છે ). ભાઈ! પરિણામને અતરમાં વાળી ત્યાં જ એકાગ્ર થયા વિના વસ્તુ (ચૈતન્યતત્ત્વ) હાથ નહિ આવે. જ્યાં વસ્તુ છે ત્યાં પરિણામને વાળ્યા વિના વસ્તુનું જ્ઞાન કેમ થાય ? એમાં જ એકાગ્ર થયા વિના વસ્તુનું આચરણ કેમ થાય ? બાપુ! અનંત તીર્થકરોએ દિવ્ય-દેશના દ્વારા ધર્મ પામવાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આ જ માર્ગ કહ્યો છે અને વીતરાગી મુનિવરોએ તેમના આડતિયા થઈને તે જગતને જાહેર કર્યો છે. ભગવાનને વાણી નીકળે છે તે ઇચ્છા વિના સહજ નીકળે છે. અને છમસ્થ મુનિઓને જે વાણી હોય છે ત્યાં સાથે વિકલ્પ છે; ત્યાં ચારિત્રમોહનો એટલો દોષ છે. હવે આમાંથી કોઈને પ્રશ્ન થાય કે-રાગ તે હિંસા છે, તો એ રાગ ( હિંસા) દ્વારા તમારે અહિંસા સમજાવવી છે? એક બાજુ નિમિત્તથી થાય નહીં એમ કહો છો અને વળી નિમિત્ત દ્વારા સમજાવો છો-કેવી વાત? સમાધાન - ભાઈ ! એમ ન બોલાય ભગવાન! એનો ઉપકાર લેવાય. (છદ્મસ્થ દશામાં તો ) રાગ દ્વારા જ વસ્તુના સ્વરૂપનું કથન કરી શકાય છે. સમયસાર ગાથા ૮ માં આ વાત આચાર્ય ભગવાને લીધી છે-કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. ત્યારે એમાંથી કોઈ કાઢે કે-લ્યો, વ્યવહારથી સમજી શકાય છે કે નહીં? અરે ભગવાન! એમ અર્થ નથી બાપુ! ત્યાં જ ખુલાસો કર્યો છે કે-કહેનારે અને સાંભળનારે, વ્યવહાર (નિશ્ચય સમજતાં વચમાં) આવે છે, પણ વ્યવહારને અનુસરવું નહિ. વ્યવહારના ભેદ પાડયા વિના સમજાવાય નહિ માટે ભેદ પાડીને સંતો સમજાવે છે પરંતુ તેથી ભેદનું લક્ષ કરવું-ભેદમાં જ અટકી રહેવું એમ કયાં છે? લક્ષ તો અભેદનું જ કરવાની વાત છે. વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે તેથી દર્શાવ્યો છે, પરંતુ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એમ ત્યાં સ્પષ્ટ કહ્યું છે. સમજાણું કાંઈ...? અહીં કહે છે-સ્વરૂપનો આશ્રય કરીને જેઓ અંતર-એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરે છે તેઓ રાગરહિત ચિત્તવાળા થયા થકા બંધરહિત ભગવાન સમયસારને દેખે છે-અનુભવે છે અર્થાત્ અંતર-એકાગ્રતાની પૂર્ણતા કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. * કળશ ૧૨૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળજ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું.''—એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય.' અહીં કેવળ એટલે કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. હું કેવળ જ્ઞાનસ્વરૂપ એટલે માત્ર જ્ઞાનસ્વરૂપ શુદ્ધ-પવિત્ર છે એવું જે આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધનય કહે છે. પરની સાથે તો આત્માને કાંઈ સંબંધ છે નહિ. પરંતુ પુણ્ય-પાપના વિકલ્પ કે અલ્પજ્ઞતા તે હું નહિ એમ નિશ્ચય કરી રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યમય આત્મામાં અંતર્દષ્ટિ કરવી તેને શુદ્ધનય કહે છે. સમયસાર ગાથા ૧૧ માં ત્રિકાળીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] [ ૩૨૯ શુદ્ધનય કહ્યો છે. અહીં તેનું જે નિર્મળ જ્ઞાનમય પરિણમન થયું તેને શુદ્ધનય કહ્યો કેમકે પરિણમન થયું ત્યારે જાણ્યું કે પોતાની ચીજ (આત્મા) આ છે. ભગવાન કુંદકુંદાચાર્યદવ જેમને બહારમાં માત્ર પીંછી-કમંડળ અને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદની મસ્તી વર્તતી હતી તેઓ જગતને મોટા અવાજે જાહેર કરે છે કે-આત્મા એક શુદ્ધવિજ્ઞાનઘન છે જેમાં શરીર ને કર્મ તો શું દયા, દાનના વિકલ્પ પણ અંદર પ્રવેશ પામી શકતા નથી. એ તો સદાય ચૈતન્યરૂપ વીતરાગસ્વરૂપ છે. એનું વીતરાગતારૂપ પરિણમન થવું તે શુદ્ધનય છે અને તે મોક્ષમાર્ગ છે. સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણમનને શુદ્ધનયનું પરિણમન કહે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રના જાણપણાં કે પંચમહાવ્રતના વિકલ્પ ઇત્યાદિરૂપ જે વ્યવહારરત્નત્રય એ કાંઈ શુદ્ધનય નથી, મોક્ષમાર્ગ નથી; એ તો રાગ છે. રાગ આવે છે, રાગ હોય ખરો, પણ રાગમાં એકાગ્ર થઈ પરિણમવું એ તો મહાદોષ છે, વિપરીતતા છે. અહીં તો સિદ્ધ સમાન સદા પદ મેરો” એવો જે નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે શુદ્ધનય છે. શુદ્ધનય વીતરાગી પર્યાય છે જેમાં શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ છે.” સમ્યગ્દર્શનમાં પ્રથમ આનંદનો સ્વાદ આવ્યો પછી અંતરમાં દષ્ટિના બળે ઝુકતાં જેટલી સ્થિરતા વધે તેટલા પ્રમાણમાં આનંદ અને શુદ્ધિ વધતાં જાય છે તેને એકાગ્રતાનો અભ્યાસ કહે છે. આવો અંતર-એકાગ્રતાનો અભ્યાસ નિરંતર કરવાનું કહ્યું છે. વ્રતાદિના વિકલ્પનો અભ્યાસ કરવો એમ નહિ પણ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. હવે કહે છે શુદ્ધનય જ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધ નય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. જેને આત્માનો અનુભવ થાય છે, સમ્યગ્દર્શન થાય છે એની પર્યાયમાં ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તે ભાવશ્રુતજ્ઞાનનો શુદ્ધનય એક અંશ છે. અહીં દ્રવ્યશ્રત જે શબ્દ–વાણી તેની વાત નથી કેમકે એ તો પર છે. અહીં તો શુદ્ધનય ભાવશ્રુતજ્ઞાનનો એક અંશ છે એમ વાત છે. એ શુદ્ધનય દ્વારા આત્મા પ્રત્યક્ષ જણાતો નથી. પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન પ્રગટતાં જણાય છે. છતાં અનુભવના કાળમાં આનંદના વેદનને આત્મા પ્રત્યક્ષ વેદે છે. હું આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું એવી દષ્ટિ થતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ પ્રત્યક્ષ વેદનમાં આવે છે તેને તેથી સ્વાનુભવ પ્રત્યક્ષ પણ કહે છે અને તેને ભાવશ્રુતજ્ઞાન અને જૈનશાસન કર્યું છે; (જુઓ સમયસાર ગાથા ૧૫). વચ્ચે જે રાગ આવે તે કાંઈ જૈનશાસન નથી. શું થાય? અત્યારે તો આ ઉપદેશ અને પ્રરૂપણા જ ચાલતી નથી. અંદર ચિદાનંદમય ભગવાન આત્માના લક્ષે જે આનંદનું વેદન–અનુભૂતિ થાય તે સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ છે અને તે સૌ પ્રથમ ધર્મ છે. વિના સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્ર સમ્યક હોતાં નથી. વિના સમ્યગ્દર્શન આચરવામાં આવતાં વ્રત ને તપ ઇત્યાદિ સર્વ એકાન્ત અજ્ઞાનમય ભાવ છે, સંસાર છે અને બંધનું કારણ છે. “વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે.” જુઓ, અનંતગુણનો પિંડ અસંખ્યપ્રદેશી આત્મા પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન થતાં દેખાય છે પણ નીચે સમ્યગ્દર્શનમાં પરોક્ષ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તથા શ્રુતજ્ઞાનનો પટાભેદ જે શુદ્ધનયા તેની અપેક્ષાએ આત્માનું પૂર્ણ સ્વરૂપ પરોક્ષપણે પ્રતીતિમાં આવે છે તેથી તેને વ્યવહારે પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. છતાં વેદનની અપેક્ષાએ ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ નિર્વિકલ્પ આનંદનું વેદન પ્રત્યક્ષ પોતાથી વેદે છે. અનુભવ પરિપૂર્ણ નહિ પણ એકદેશ શુદ્ધ હોવાથી તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. મતલબ કે પૂર્ણ પવિત્રતાનું પરિણમન કેવળજ્ઞાન થતાં થાય છે. ખરેખર તો કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે અને શુદ્ધનય તો પરોક્ષ શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. પણ કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનું પૂર્ણ પરિણમન થઈ ગયું એ અપેક્ષાએ સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે એમ કહ્યું છે. પર્યાયમાં જ્યારે ત્રિકાળી વસ્તુ એટલે કે અનંતગુણ અને અસંખ્યાત પ્રદેશ સહિત શુદ્ધ ચૈતન્યવસ્તુ પ્રત્યક્ષ થઈ ત્યારે શુદ્ધનય સાક્ષાત્ પૂર્ણ થયો અર્થાત્ શુદ્ધનયનું ફળ પ્રગટ થયું તેથી કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થયો એમ કહ્યું છે. અહાહા...! વસ્તુ પોતાની અપેક્ષાએ પોતાથી તો વ્યક્ત-પ્રગટ-પ્રત્યક્ષ જ છે પણ પર્યાયમાં પ્રત્યક્ષ ભાસી ત્યારે શુદ્ધનય પૂર્ણ થયો એમ વાત છે. હવે આવો ઉપદેશ, લ્યો; કોઈને વળી થાય કે આ તે કેવો ઉપદેશ ! ભક્તિ કરવી, વ્રત પાળવાં, તપ કરવું, ઉપવાસાદિક કરવા –એવો ઉપદેશ હોય તો સમજમાં પણ આવે. પણ બાપુ ! એ તો બધા રાગના પ્રકાર છે: ધર્મીને પણ અશુભથી બચવા શુભરાગ આવે છે પણ એ કાંઈ ધર્મ નથી, જૈનશાસન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ વા શુદ્ધનય દ્વારા અંતરએકાગ્રતાનો અભ્યાસ થાય એ જ ધર્મ છે. સમજાણું કાંઈ...! ભાઈ ! આ સમજ્યા વિના જ એણે ચોરાસી લાખ યોનિમાં-પ્રત્યેક યોનિમાં અનંત અનંતવાર અવતાર ધારણ કર્યા છે. હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ટ્યુત થાય તેઓ કર્મ બાંધે છે: * કળશ ૧૨૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * રૂદ' જગતમાં “શે' જેઓ “શુદ્ધનયત: પ્રભુત્ય' શુદ્ધનયથી શ્રુત થઈને.. જુઓ! શુદ્ધનયથી ત થઈને એમ કહ્યું, જ્યારે હવે પછીની ગાથા ૧૮૦ માં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧ [ ૩૩૧ ‘નયપરિદીનાસ્તુ' –બસ એટલું જ કહેશે. એનો અર્થ એ કે શુદ્ધનયને જ ત્યાં નય કહ્યો છે. (અર્થાત્ આશ્રયયોગ્ય નય એક જ છે એમ કહે છે). “શુદ્ધનયથી શ્રુત થઈને એના બે અર્થ(૧) શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ એટલે કે સમ્યગ્દર્શન પ્રગટતા અતીન્દ્રિય આનંદનો જે અનુભવ હતો એનાથી ટ્યુત થઈને મિથ્યાદષ્ટિ થતાં અનંતસંસારનું કારણ એવા દર્શનમોહનીય કર્મને બાંધે છે. (૨) જ્ઞાતા, શય, જ્ઞાનના ભેદને છોડી શુદ્ધોપયોગમાં રહેવું તે શુદ્ધનય; એનાથી (શુદ્ધોપયોગથી) ચુત થઈને જે વિકલ્પમાં આવ્યો તે પણ (કિંચિત) કર્મને બાંધે છે. અહીં કહે જગતમાં જેઓ શુદ્ધનયથી ટ્યુત થઈને “પુન: વ તુ' ફરીને “રાI[તિયોગમ' રાગાદિના સંબંધને “પયાત્તિ' પામે છે “તે' એવા જીવો, ‘વિમુpવધા:' જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, ‘પૂર્વવદ્ધદ્રવ્યો:' પૂર્વબદ્ધ દ્રવ્યાગ્નવો વડે “ર્મવર્ધન વિશ્વતિ' કર્મબંધને ધારણ કરે છે. જુઓ, ફરીને-પુન: એમ કહ્યું છે ને? એનો અર્થ એ કે પહેલા શુદ્ધનયમાં આવ્યો હતો અર્થાત્ સમ્યગ્દર્શન થવાથી ચોથે ગુણસ્થાને જ્ઞાનીને રાગનો સંબંધ છૂટી સ્વભાવનો સંબંધ થયો હતો-અતીન્દ્રિય આનંદના વેદનમાં આવ્યો હતો તે ત્યાંથી છૂટીને ફરીને રાગના સંબંધને પામ્યો. તે છૂટવાના બે પ્રકાર: ૧. શુદ્ધોપયોગમાં હતો તે ત્યાંથી છૂટી વિકલ્પમાં રાગમાં આવ્યો છતાં સમ્યગ્દર્શન છે; કેવળ શુદ્ધ ઉપયોગથી છૂટી ગયો છે. ૨. સમ્યગ્દર્શનથી છૂટી મિથ્યાદષ્ટિ થઈ ગયો. હવે એવા જીવો જેમણે જ્ઞાનને છોડ્યું છે અર્થાત્ આનંદકંદ સ્વરૂપ ભગવાન આત્માને છોડી દીધો છે અને રાગની રુચિસહિત રાગને પકડયો છે તેઓ પૂર્વે બંધાયેલા દ્રવ્યાગ્નવો વડે કર્મોને બાંધે છે. સમ્યગ્દષ્ટિ ધર્મીએ વ્યવહારરત્નત્રય આદિ સમસ્ત રાગને (અભિપ્રાયથી) છોડ્યો છે. અને સ્વભાવને ગ્રહણ કર્યો છે. તેથી દ્રવ્યાસ્ત્રવો હોવા છતાં જ્ઞાનીને રાગનો સંબંધ નથી તેથી કર્મબંધન થતું નથી. જ્યારે સ્વરૂપને છોડીને રાગના સંબંધમાં આવે છે એવા અજ્ઞાની જીવોને પૂર્વબદ્ધ કર્મ નવા કર્મબંધનું કારણ થાય છે અર્થાત્ નવાં કર્મ બાંધે છે-“ત-વિવિત્રવિન્ધનાત્તમ’- કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. વસ્તુ અબદ્ધસ્વભાવ કહો કે મુક્તસ્વભાવ કહો, જ્યાં તેની દષ્ટિ છૂટીને રાગના સંબંધમાં આવ્યો ત્યાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય આદિ આઠ કર્મો અનેક પ્રકારે બંધાય છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દષ્ટિને તે પ્રકારનો રાગેય નથી અને બંધેય નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભાઈ ! આ તત્ત્વની વાતનો પરિચય કરી ખૂબ અભ્યાસ કરવો જોઈએ. બાકી તો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત લીધાં, હજારો રાણીઓનો ત્યાગ કર્યો, શરીરની ચામડીને ઉતારીને ખાર છોટે તોય ક્રોધ ન કર્યો-એવું એવું તો ઘણું બધું કર્યું, પણ તેથી શું? આવી ક્રિયાઓ અનંત વાર કરી પણ અંતરમાં એક ક્ષણ માટે સાચો ધર્મ-સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ. શુભરાગ-રાગની મંદતાના શુકલ વેશ્યાના પરિણામ અનંતવાર કર્યા પણ રાગથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજની દષ્ટિ કરી નહિ તો જન્મ-મરણના દુઃખનો અંત ન આવ્યો. કઢાલામાં શ્રી દોલતરામજીએ કહ્યું છે ને કે મુનિવ્રત ધાર અનંતવાર, ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.'' સ્વર્ગમાં ગ્રીવાના સ્થાને નવ પાટડા છે. ત્યાં પુણ્ય કરીને અનંતવાર જન્મ લીધો પણ રાગથી ખસીને શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ કદી કર્યો નહિ તો લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું. ભાઈ ! પંચમહાવ્રતાદિના પાલનનો રાગ પણ આસ્રવ અને દુઃખ જ છે. છઢાલામાં કહ્યું છે કે રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ.' શુભરાગ છે તે પણ આગ છે કેમકે તે કપાય છે ને! આત્માને કરે એટલે દુ:ખ દે એ શુભરાગ કષાય છે. * કળશ ૧૨૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “શુદ્ધનયથી શ્રુત થવું એટલે “હું શુદ્ધ છું'' એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદષ્ટિ બની જવું તે.' શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થવો તે શુદ્ધનય છે. તેનાથી વ્યુત થવું એટલે પૂર્ણાનંદના નાથની જે દષ્ટિ થઈ હતી તે છૂટીને હું રાગ છું, પુણ્ય છું –એવી દષ્ટિ થવી અર્થાત્ મિથ્યાષ્ટિ બની જવું તે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અતીન્દ્રિય મહાપદાર્થ છે. એવા ચૈતન્ય મહાપ્રભુની અંતર્દષ્ટિપૂર્વક જેને અનુભવ થયો તેને શુદ્ધનયનું ગ્રહણ થયું અને હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ આત્મા છું એવું જે અતીન્દ્રિય આનંદનું પરિણમન એનાથી ભ્રષ્ટ થઈ રાગની એકતાના અશુદ્ધ પરિણમનમાં આવી જવું તેને શુદ્ધનયથી ભ્રષ્ટ થવું કહે છે. “એમ થતાં જીવને મિથ્યાત્વસંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાન્સવો કર્મબંધના કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે.” પુણ્યના પરિણામ મને લાભદાયક છે એવી મિથ્યા માન્યતાથી પરિણમતાં અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] [ ૩૩૩ થાય છે અને તેથી દ્રવ્યાસ્ત્રવો એટલે જૂનાં દ્રવ્યકર્મો નવાં કર્મબંધનાં કારણે થાય છે, અને તેથી અનેક પ્રકારનાં-આઠેય પ્રકારનાં કર્મ બંધાય છે. અહા ! સમ્યક રુચિ હતી ત્યારે રાગની ઉત્પત્તિ તે હિંસા અને રાગની અનુત્પત્તિ તે અહિંસા એમ યથાર્થ માનતો હતો તે રુચિ પલટતાં (મિથ્યા રુચિ થતાં) ફરીને એમ માનવા લાગ્યો કે રાગની ઉત્પત્તિ તે પણ અહિંસા છે; અર્થાત્ પરની દયાનો ભાવ, પરને સુખી કરવાનો ભાવ, પરને સહાય કરવાનો ભાવ તે ધર્મી છે એમ માનવા લાગ્યો. અરે! શુદ્ધનયથી ભ્રષ્ટ થતાં આત્માની જેમાં હિંસા થાય છે તેમાં અહિંસા માનવા લાગ્યો. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) ટ્યુત થવું એમ કરવો.” જુઓ! જયચંદજી પંડિતે કેવો સરસ ખુલાસો કર્યો છે! શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ હું છું એવા વિશ્વાસના પરિણમનથી પતિત થઈ હું રાગી અને અલ્પજ્ઞ છું એમ માનવું. અહા ! તે આત્મા મિથ્યાદષ્ટિ થઈ ગયો. શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિથી શ્રુત થવું તે મુખ્ય છે. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી.” શું કીધું આ? અંતરમાં જ્ઞાતા-જ્ઞાન-શય એવા ભેદનું લક્ષ છોડી જ્ઞાયકના અનુભવમાં ઉપયોગની જમાવટ થવી તેને શુદ્ધોપયોગ કહે છે. એવા શુદ્ધ ઉપયોગથી છૂટી વિકલ્પમાં-રાગમાં આવવું એ અર્થ અહીં ગૌણ છે. શુદ્ધ ચૈતન્યમહાપ્રભુનો અનુભવ થઈને એની પ્રતીતિ આવવી તે સમ્યગ્દર્શન છે. આવો સમ્યગ્દષ્ટિ શુદ્ધ ઉપયોગમાંથી છૂટી અશુદ્ધ ઉપયોગમાં આવે તે અર્થ અહીં મુખ્ય નથી પણ શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થઈ રાગની રુચિમાં-પ્રેમમાં આવી જવું તે અર્થ મુખ્ય છે. “કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.' શું કહ્યું આ? અહીં એમ કહે છે કે નિજ પરમાત્મદ્રવ્યના અનુભવની સ્થિરતારૂપ શુદ્ધ ઉપયોગ-ધ્યાનની દશા અલ્પ કાળ જ રહે છે. માટે અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને, પછી એનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય છે અર્થાત્ ઉપયોગ અંદર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ધ્યાનમાં હતો તે ફરીને વિકલ્પમાં આવી જાય છે. શુદ્ધ ઉપયોગમાં ઝાઝો કાળ રહી શકાતું નથી એટલે રાગને જાણવાની દશામાં આવે છે ખરો; સ્વના જાણપણા પૂર્વક રાગને જાણવાની દશામાં આવે છે પણ રાગ કરવા જેવો છે એવો અભિપ્રાય નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે. સમકિતીને અભિપ્રાયમાં રાગ કર્તવ્ય નથી અને તેથી જે રાગનો અંશ ઉત્પન્ન થાય છે તેનાથી અલ્પ બંધ થાય છે. અલ્પ બંધ સંસારનું કારણ નહિ થતો હોવાથી અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. અહાહા....! શાસ્ત્રની એક પણ કડી યથાર્થ સમજે તો તેના ખ્યાલમાં આવી જાય કે અંદર વસ્તુ શું છે? ભાઈ ! વસ્તુની દષ્ટિ થયા વિના ભલે શાસ્ત્રનો ઘણો અભ્યાસ હોય, અને લાખો માણસોને સમજાવવાની શક્તિ પણ હોય પણ એ કોઈ ચીજ નથી. પોતાના આત્માને પકડવાની અંતર્દષ્ટિ થવી તે ચીજ છે. આવો સૂક્ષ્મ માર્ગ છે; તેને ધીરજ અને શાન્તિથી અભ્યાસ કરી પ્રાપ્ત કરવો જોઈએ. અરે! લૌકિક કેળવણી પાછળ વર્ષોનાં વર્ષો કાઢી નાખે છે અને આ અભ્યાસ માટે એને નિવૃત્તિ મળતી નથી! પ્રશ્નઃ- લૌકિક કેળવણી લેવાથી તો પૈસા કમાવાય છે ને? ઉત્તર- ભાઈ ! પૈસા તો આવવાના હોય તો આવે, લૌકિક ભણે માટે આવે છે એમ નથી. લક્ષ્મી તો પુણ્યને લઈને આવે છે; દુનિયામાં ચતુર હોય, ખૂબ ભણેલો હોય એટલે લક્ષ્મી મળે છે એ વાતમાં કાંઈ તથ્ય નથી. અણઘડ અને અભણ હોય એવા પણ લાખો-કરોડોની સંપત્તિ કમાય છે. ધન મળવું એ કાંઈ પુરુષાર્થનું કાર્ય નથી, ધર્મ મળવો એ પુરુષાર્થનું કાર્ય છે અને એ જ કર્તવ્ય છે. ધનમાં શું ભર્યું છે? (ધનથી સુખ નથી, ધર્મ વડે સુખ છે ). હવે કહે છે-“હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે છેઃ જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે.' મિથ્યાત્વ નથી તેથી અનંત સંસારના કારણરૂપ બંધ થતો નથી કારણ કે મિથ્યાત્વ એ જ ખરેખર સંસાર છે. “તે બંધ જો કે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે,” અંદર નિર્વિકલ્પ ઠરવાનો ઉપદેશ છે. કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે.” ખરેખર તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ તે શુદ્ધનય છે. (સમયસાર ગાથા ૧૧). પરંતુ એનો આશ્રય કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ થઈ ગયો, હવે પછી આશ્રય લેવાનું રહ્યું નહિ એ અપેક્ષાએ કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે એમ કહ્યું છે. શુદ્ધનયનો (આશ્રયનો) અભાવ થયો ત્યારે સાક્ષાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ] || ૩૩પ શુદ્ધનય થાય છે એમ કહ્યું. કેવળજ્ઞાનમાં નય કયાં છે? ત્યાં તો જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા પર્યાયમાં પરિપૂર્ણ ખીલીને પ્રગટ થઈ ગયાં છે. કેવળજ્ઞાન થતાં તો જેવી શુદ્ધ વસ્તુ છે એવી શુદ્ધતા પ્રગટ થઈ ગઈ ત્યાં પછી નય હોતો નથી. (શુદ્ધનયનો આશ્રય હોતો નથી). - બાપુ! તું પોતાની જાતને ભૂલીને કજાતને ( રાગને) સેવી રહ્યો છે. ધર્મ અસલી શું ને નકલી શું એની તને ખબર નથી. દયા, દાન, વ્રતાદિના રાગને ધર્મ માનવો એ નકલી ધર્મ છે, જ્યારે અંદર ચિદાનંદઘન પોતાનો ભગવાન છે તેનો અનુભવ કરવો તે અસલી ધર્મ છે. વ્યવહાર ધર્મને પણ ધર્મ નામ તો છે પણ એ પરમાર્થ ધર્મ નથી. સમયસાર નિર્જરા અધિકારમાં “જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી” એવો પાઠ છે. ત્યાં ધર્મ એટલે પુણ્ય અર્થ કર્યો છે, સમકિતી ધર્મીને, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર (શુભભાવ) હોય છે અને ઉપચારથી તેને ધર્મનું કારણ (સાધન) પણ કહ્યું છે પણ એ કાંઈ ખરું કારણ નથી. (નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને કારણ કહ્યું છે). દયા, દાન, ભક્તિ આદિના પરિણામ ધર્મીને આવે છે પણ એના ઉપર ધર્મીની દષ્ટિ નથી; ધર્મી તો એનો જાણનાર રહે છે. જેમ ખેડૂતની નજર અનાજ પર હોય છે, ઘાસ પર નહિ તેમ ધર્મીની દષ્ટિ ચૈતન્યસ્વભાવ પર હોય છે, પુણ્યભાવ પર નહિ. ચોથે ગુણસ્થાને કોઈ સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોય, છ— હજાર રાણીઓના વૃદમાં હોય છતાં એ રાજવૈભવ કે એ રાણીઓ મારી છે એમ એની દષ્ટિ નથી. તેથી તો કહ્યું છે કે “ભરત ઘરમાં વૈરાગી.' સમજાણું કાંઈ..! [ પ્રવચન નં. ૨૪) શેષ થી ૨૪૩ * દિનાંક ૨૩-૧૧-૭૬ થી ર૬-૧૧-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૭૯-૧૮૦ जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं। मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।।१७९ ।। तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं। बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।।१८०।। यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम्। मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९ ।। तथा ज्ञानिनस्तु पूर्व ये बद्धाः प्रत्यया बहुविकल्पम्। बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८० ।। હવે આ જ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે - પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦. ગાથાર્થ- [ 4થા ] જેમ [ પુરુષેણ ] પુરુષ વડે [ ગૃહીત:] ગ્રહાયેલો [ સાહાર: ] જે આહાર [સ:] તે [૩રાન્નિસંયુp:] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [ અને વિધમ] અનેક પ્રકારે [માંસવસારુધિરાવીન] માંસ, વસા, રુધિર આદિ [ભાવાન] ભાવારૂપે [પરિણમતિ] પરિણમે છે, [તથા તુ] તેમ [ જ્ઞાનિન:] જ્ઞાનીને [પૂર્વ વિદ્વા:] પૂર્વે બંધાયેલા [યે પ્રત્યયા:] જે દ્રવ્યાસ્ત્રવો છે [તે] તે [વહુવિકલ્પમ્] બહુ પ્રકારનાં [ ] કર્મ [વનન્તિ] બાંધે છે- [ તે નીવા: ] એવા જીવો [નયપરિશીલા: તુ] શુદ્ધનયથી ટ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય તો તેને કર્મ બંધાય છે.) ટીકાઃ- જ્યારે જ્ઞાની શુદ્ધનયથી શ્રુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્દભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૯-૧૮૦ ] [ ૩૩૭ (અનુદુમ ) इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।। १२२।। (શાર્દૂત્રવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वकषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। १२३ ।। આનું દષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. ભાવાર્થ:- જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્ત્રવો અવશ્ય કર્મબંધના કારણે થાય છે અને તેથી કાશ્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે “દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે”. હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [ 2] અહીં [ રૂમ કવ તાત્પર્ય ] આ જ તાત્પર્ય છે કે [ શુદ્ધય: ન હિ હેય:] શુદ્ધન, ત્યાગવાયોગ્ય નથી; [ દિ] કારણ કે [ત—સત્યાત્િ વત્થ: નાસ્તિ ] તેના અત્યાગથી (કર્મનો ) બંધ થતો નથી અને [ત—ત્યા*Inત્ વત્થ: વ ] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨. ફરી, “શુદ્ધનય છોડવાયોગ્ય નથી' એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ ધીર–8ાર–મંદિગ્નિ અનાિિનધને વાધે વૃત્તિ નિવનનું શુદ્ધનય: ] ઘીર ( ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય[ ફર્મનામ્ સર્વષ:] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે- [તિમિ:] પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ [નાત] કદી પણ [ને ત્યાન્વ:] છોડવાયોગ્ય નથી. [તત્રસ્થ:] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, [વદિ: નિયંત્ સ્વમરીચિમ્ વિરાત્ સંત્ય] બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (મન્વાòાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारैः स्वरसविसरै: प्लावयत्सर्वभावानालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।। १२४।। સમુહને ( અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યકિતઓને ) અલ્પ કાળમાં સમેટીને, [ પૂર્ણ જ્ઞાન-ધન-ગોધમ્ મ્ અવતં શાન્ત મહ:] પૂર્ણ, જ્ઞાનવનના પુંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજઃપુંજને- [ પશ્યન્તિ ] દેખે છે અર્થાત્ અનુભવે છે. ભાવાર્થ:- શુદ્ઘનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરિનિમત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પિરણિત શુદ્ઘનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિર-થતી જાય છે. એ પ્રમાણે શુદ્ઘનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ઘનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ઘનયનું આવું માહાત્મ્ય છે. માટે શુદ્ઘનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ઘનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩. હવે, આસ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [નિત્ય-૩દ્યોત] જેનો ઉધોત (પ્રકાશ) નિત્ય છે એવી [ક્િસપિ પરમં વસ્તુ] કોઈ ૫૨મ વસ્તુને [અન્ત: સમ્પશ્યત: ] અંતરંગમાં દેખનારા પુરુષને, [ રાવીનાં આસ્રવાળાં] રાગાદિક આસ્રવોનો [જ્ઞનિતિ] શીઘ્ર [ સર્વત: અપિ] સર્વ પ્રકારે [વિમાત્] નાશ થવાથી, [ yતત્ જ્ઞાનન્] આ જ્ઞાન [ઉન્મત્તમ્ ] પ્રગટ થયું- [ રê: ] કે જે જ્ઞાન અત્યંત અત્યંત ( –અનંત અનંત) વિસ્તાર પામતા [ સ્વરસવિસરે: ] નિજરસના ફેલાવથી [ ઞ-જોઅન્તાત્] લોકના અંત સુધીના [ સર્વમાવાન્] સર્વ ભાવોને [ખાવયત્] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [અવનમ્] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે–ચળતું નથી, અને [ અતુi] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજું કોઈ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૩૯ इति आस्रवो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ आस्रवप्ररूपक: વતુઠ્ઠ: ભાવાર્થ:- જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો સર્વથા અભાવ થઇને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪. ટીકા - આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થ- આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો. યોગ કપાય મિથ્યાત્વ અસંયમ આસ્રવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઈનિ પાલ સુરિદ્ધિ સમાજ લય સિવ થાયે, કાય નવાય નમું ચિત લાય કહૂં જય પાલ લહૂં મન ભાય. આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રીસમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો. સમયસાર ગાથા ૧૭૯-૧૦૦: મથાળુ હવે આ જ અર્થને દૃષ્ટાંત દ્વારા દઢ કરે છે: જુઓ, ગાથા ૧૮૦ માં “ગયપરિરી'-નયપરિહીના શબ્દ મૂકીને આચાર્ય ભગવાને શુદ્ધનય એ જ વાસ્તવિક–ખરેખર નય છે, જ્યારે વ્યવહારનય તે ઉપચરિત (કથન કરતો) હોવાથી વ્યવહાર છે એમ કહ્યું છે. શુદ્ધ ચૈતન્યપિંડ પ્રભુ આત્માનો અનુભવ થવો દષ્ટિ થવી એ શુદ્ધનય છે, અને એને છોડી દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં એકતાબુદ્ધિ થવી એ “નયપરિહીના” એટલે નયથી પરિભ્રષ્ટ છે કેમકે તે શુદ્ધનયથી પરિભ્રષ્ટ થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો આનંદના નાથ ભગવાન જ્ઞાયકની બેઠકમાંથી ખસી રાગની બેઠકમાં ગયો તે “નયપરિહાણા' એટલે વાસ્તવિક નયથી પરિભ્રષ્ટ થયો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હરિગીતમાં “નય પરિહાણા' નો અર્થ શુદ્ધનયપરિશ્રુત' કર્યો છે તેમાં મૂળ અર્થ ફેરવી નાખ્યો નથી પણ મૂળ અર્થનું સ્પષ્ટીકરણ કર્યું છે. * ગાથા ૧૭૯-૧૮૦: ટીકા ઉપરનું પ્રવચન * જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી.' જુઓ, આમ કહીને શું કહેવા માગે છે? એ જ કે નિર્વિકલ્પ અભેદ નિજ ચૈતન્યમહાપ્રભુની દષ્ટિમાં અતીન્દ્રિય આનંદનું વેદન થવું-આવવું એ શુદ્ધનામાં રહેવું છે, અને ત્યાંથી–સ્વભાવથી ખસી પર્યાયબુદ્ધિ થઈ જવી અર્થાત્ શુભરાગમાં એકત્વબુદ્ધિએ પરિણમે એવી રાગની દષ્ટિ થઈ જવી તે શુદ્ધનયથી શ્રુત-ભ્રષ્ટ થઈ જવું છે. અહીં કહે છે–શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ જાય ત્યારે તેને મિથ્યાત્વસંબંધીના અર્થાત અનંતાનુબંધીના રાગાદિભાવોનો સદુભાવ થાય છે. અહા ! જ્યાં સ્વભાવની રુચિ છૂટી રાગની રુચિ થઈ ગઈ ત્યાં (ફરી) મિથ્યાત્વ થઈ ગયું અને ત્યાં તેને અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. “રાગાદિભાવોનો સદ્દભાવ' નો અર્થ મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ ઉત્પન્ન થવાની વાત છે. (અસ્થિરતાના રાગની વાત નથી). અહાહા....! બહારમાં ધર્મીને વ્રત, સંયમ, તપ, નિર્દોષ આહાર ઇત્યાદિ ક્રિયા એવી ને એવી દેખાતી હોય પણ અંદરમાં ચૈતન્ય ભગવાન જે પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે એના વેદનમાંથી ખસી દયા, દાન, વ્રત, તપ આદિના શુભરાગની રુચિમાં આવી જાય તો તે મિથ્યાદષ્ટિ થઈ જાય છે અને તેને અનંતાનુબંધીના રાગાદિનો સદ્ભાવ થઈ જાય છે. હવે કહે છે-આ રીતે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, “પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે.' અહા! જુઓ! જૂનાં કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સત્તામાં પડ્યાં છે પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં, દષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે તેથી તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ થતા નથી અને તેથી તેને તે ઉદય ખરી જાય છે અને નવા બંધનું કારણ થતો નથી. પરંતુ જ્યારે તે જ આત્મા ચૈતન્યસ્વભાવની દષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાયબુદ્ધિ થઈ જાય છે વા રાગની રુચિપણે પરિણમી જાય છે ત્યારે મિથ્યાત્વસંબંધી રાગદ્વેષના સદ્દભાવને લીધે દ્રવ્યપ્રત્યયો એટલે પૂર્વે બંધાયેલાં કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદિભાવોનો સદ્ભાવ થતાં તેને નવા બંધનું અનિવાર્યપણું છે અર્થાત્ હવે તેને નવું બંધન થશે જ. જૂનાં કર્મના ઉદયને, અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગદ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી અર્થાત્ નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દષ્ટિ પલટી જવાથી રાગાદિભાવોનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૪૧ સદ્ભાવ થાય છે અને તે નવીન કર્મબંધનું નિમિત્ત થવાથી તેને જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થશે “અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. જેમ જઠરાગ્નિ પુરુષે ગ્રહણ કરેલા આહારને રસ, રુધિર. માંસ આદિ ભાવે પરિણમાવે છે તેમ અજ્ઞાનીને જે રાગદ્વેષમોહ થયા એ પુદ્ગલકર્મને જ્ઞાનાવરણાદિભાવે બંધરૂપે પરિણમાવે છે. રાગદ્વેષમોટું કર્મબંધનું નિમિત્ત છે ને ? તેથી કર્મબંધરૂપે પરિણમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! સમજવી કઠણ પડે પણ એને સમયે જ છૂટકો છે. દુર્લભ લાગે, આકરો લાગે પણ માર્ગ તો આ જ છે. એના વિના જન્મ-મરણના આરા નહિ આવે. બાપુ! તારાં માનેલાં વ્રત, તપ અને ઉપવાસ તો અનંતવાર કરી ચૂકયો છું પણ તારા આત્માની ઉપ નામ સમીપ કદીય વસ્યો નથી. વ્યવહાર નથી એમ કોઈ કહે તો એમ નથી. નિમિત્ત છે, પણ નિમિત્ત પરનું કાર્ય કરે છે એમ નથી. નિમિત્તને નિમિત્ત-કારણ, વ્યવહારને વ્યવહારકારણ કહેવાય પણ એ અંદર ઉપાદાનમાં કાંઈ કાર્ય કરે છે એમ નથી. હવે આવી વાતો સમજાય નહિ એટલે નવા માણસને તો એમ લાગે કે અમે ધર્મ સાંભળવા આવ્યા છીએ અને આમાં તો ધર્મ કેમ થાય એ તો આવતું જ નથી. અરે ભાઈ ! તો આ શું વાત ચાલે છે? વીતરાગ માર્ગમાં પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન પડી નિજ ચૈતન્યની દષ્ટિ અને એનો જ અનુભવ કરવો એને ધર્મ કહે છે. અને શુદ્ધ ચૈતન્યનો આદર અને દષ્ટિ છોડી રાગનો આદર અને સત્કાર કરવો તેને અધર્મ કહે છે. અજ્ઞાનીઓ કહે છે–તમે ગમે તે કહો પણ ઉપવાસ છે તે તપશ્ચર્યા છે અને તપશ્ચર્યાથી નિર્જરા છે અને નિર્જરા છે તે મોક્ષમાર્ગ છે. વળી તેઓ કહે છે- શાસ્ત્રમાં પણ તપની વ્યાખ્યા કરતાં અનશન, ઉણોદરને તપ કહ્યું છે. હા, ભાઈ ! પણ એ તો બધાં નિમિત્તનાં કથન છે. આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા છે. એમાં સ્થિરતા થતાં શરીર, કુટુંબ આદિ પ્રત્યે મમતા છૂટી અંતરમાં કષાયરહિત પરિણતિ થવી તેને ભગવાન તપ કહે છે. શદ્ધ નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપમાં તે પ્રતપવું-પર્યાયનું શોભાયમાનપણે થવું એનું નામ તપ છે. લોકો તો બહારમાં કોઈ ઉપવાસ કરી વર્ષીતપ કરે તો એના વખાણ કરવા લાગી જાય કે-જોયું? આ કરોડપતિના છોકરાની વહુએ આ સાલ વર્ષીતપ કર્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જાણે શું એ કરી નાખ્યું એમ એને થઈ જાય છે. પણ એમાં તો ધૂળેય તપ અને ધર્મ નથી, સાંભળને. એ બધા બહારના ભપકા તો સ્મશાનના હાડકાના ફોસ્ફરસની ચમક જેવા છે. અરે! બહારની ચમકમાં જગત ફસાઈ ગયું છે! ભાઈ ! એ તો બધો સ્થૂળ રાગ છે અને એને હું કરું એમ માને એ મિથ્યાત્વ છે. અહીં તો “હું શુદ્ધ ચૈતન્ય છું”—એવા અભિપ્રાયથી ખસી “રાગ તે હું છું' એ અભિપ્રાય થયો ત્યાં તે શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ ગયો; ભલે બહારના ક્રિયાકાંડ એવા ને એવા જ રહ્યા કરે પણ તે અંદરથી ભ્રષ્ટ થઈ ગયો છે અને નવીન કર્મબંધ અવશ્ય થાય જ છે...એમ કહે છે. * ગાથા ૧૭૯-૧૦૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદુભાવ થાય છે.” વીતરાગ સર્વશદેવની દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે કે જે કોઈ આત્મા નિમિત્ત, રાગ કે એક સમયની પર્યાયની દષ્ટિ છોડી અનંત અકષાય શાંતિનો પિંડ, ચૈતન્યપ્રકાશના પૂરસમા ચૈતન્યબિંબમય ભગવાન આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે તે જ્ઞાની છે, ધર્મી છે. હવે આવો ધર્મી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની મહત્તાના મહિમાથી છૂટી એક સમયની જ્ઞાનની વર્તમાન અવસ્થા કે દયા, દાન, વ્રત આદિ શુભરાગની અવસ્થાની રુચિમાં ગરી જાય તો તે શુદ્ધનયથી શ્રુત છે. આત્મા સદા જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તેના સ્વભાવની દૃષ્ટિમાં રહેવું તે શુદ્ધનયમાં રહેવું છે, અને એનાથી છૂટી દયા, દાન આદિ પર્યાયની રુચિ થઈ જવી એ શુદ્ધનયથી ભ્રષ્ટ થવાપણું છે. જેમ નાળિયેરમાં ઉપરની લાલ છાલ, અંદરની કાચલી કે ગોળા ઉપરની રાતડ એ કાંઈ નાળિયેર નથી. અંદરમાં સફેદ મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આત્મામાં શરીર, કર્મ કે શુભાશુભભાવ તે કાંઈ આત્મા નથી; અંદર જે નિર્મળાનંદનો નાથ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન બિરાજી રહ્યો છે તે આત્મા છે. શરીરની અવસ્થા બાળ હો, યુવા હો કે વૃદ્ધ હો વા દેવું પુરુષનો હો કે સ્ત્રીનો હો, આબાલગોપાળ બધાના આત્મા વસુસ્વભાવે આવા જ છે. આવા આત્માની દષ્ટિ કર્યા વિના જે કાંઈ દયા, દાન, વ્રતાદિ કરવામાં આવે એ કાંઈ આત્માનું કાર્ય નથી, કેમકે એ તો બધો રાગ છે. આત્માનું કાર્ય તો દષ્ટિ શુદ્ધ ચિદાનંદઘનમાં પ્રસરતાં પર્યાયમાં પરિપૂર્ણ સ્વજ્ઞયનું જ્ઞાન થાય, અનુભવ થાય તે છે. તેને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અહા ! આવા સુખના પંથે ચઢયો હોય અને ત્યાંથી ભ્રષ્ટ થઈ ફરીને રાગની રુચિ થઈ જાય, બહારના વ્રત, તપ આદિના પ્રેમમાં પડી જાય તે શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ ગયો છે. આ શરીર, મન, વાણી, મકાન, વાસ્તુ આદિના ભપકા તો જડ અને નાશવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮ ] [ ૩૪૩ છે અને અંદર પુણ્ય અને પાપના પરિણામ થાય તે પણ ક્ષણિક અને નાશવાન છે. એના પ્રેમમાં જે ફસ્યો એ દુ:ખના પંથે છે. ભાઈ ! ભગવાન તો એમ કહે છે કે રાગ છે તે વ્યભિચાર છે. શુદ્ધ આત્માની રુચિ છોડીને રાગના પ્રેમમાં ફસ્યો તે વ્યભિચારી છે. પદ્મનંદી પંચવિંશતિમાં કહ્યું છે કે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ખસી શાસ્ત્રમાં જે બુદ્ધિ જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. અહાહા...! પ્રભુ! એકવાર સાંભળ તો ખરો કે તું કોણ છો ? પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ તું ભગવાન આત્મા છો. આવા સ્વરૂપથી ખસીને શુભરાગના પ્રેમમાં પડવું તે વ્યભિચાર છે. ગજબ વાત છે, પ્રભુ! અહીં કહે છે તું તારા સ્વરૂપના પ્રેમથી ખસી જાય છે ત્યારે તને રાગાદિભાવોનો સદ્દભાવ થાય છે અર્થાત્ મિથ્યાત્વસહિત રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. - હવે કહે છે-“રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાગ્નવો અવશ્ય કર્મબંધનાં કારણે થાય છે અને તેથી કાશ્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે.” શું કહ્યું આ? અંદર શુદ્ધ જ્ઞાનાનંદનો મીઠો મધુરો અમૃતમય મહેરામણ ઉછળી રહ્યો છે. તેની રુચિમાંથી છૂટી રાગના પ્રેમમાં આવ્યો એટલે જૂના કર્મ જે પડ્યાં હતાં તે નવા બંધમાં નિમિત્ત થાય છે. અહીં એમ કહેવું છે કે મિથ્યાત્વસંબંધી રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં જૂનાં કર્મ નવા બંધમાં નિમિત્ત કારણ થાય છે. અહાહા....! આત્મા ત્રણલોકનો નાથ ભગવાન પોતે જ્ઞાનાનંદસ્વભાવનો મોટો મહેરામણ-દરિયો છે. અંતરમાં આવો અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે તે કદી માઝા ન મૂકે. ચેલૈયો સત્ ન ચૂકે” એવી વૈષ્ણવમાં એક ચેલૈયાની કથા આવે છે. ચેલૈયો કરીને એક છોકરો હતો. એક દિવસે એના ઘરે ભિક્ષા માટે એક બાવો આવ્યો. તેણે ભિક્ષામાં ચેલૈયાનું માંસ માગ્યું. ચેલૈયાના બાપે કહ્યું-દીકરો અત્યારે નિશાળે ગયો છે; એ આવે એટલે એને કાપીને માંસ આપું. નિશાળમાં ચેલૈયાને ખબર પડી કે આ માટે મને ઘેર બોલાવ્યો છે. તો તે બોલ્યો-“ચેલૈયો સત્ ન ચૂકે.” ગમે તે થાઓ, હું પિતાની આજ્ઞાનો ભંગ ન કરું, મર્યાદા-માઝા ન મૂકું. એમ અહીં કહે છે-આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ એની માઝા મૂકીને (સ્વભાવ મૂકીને) રાગમાં ન જાય અને અરાગી આત્માની દૃષ્ટિ જેને થઈ છે તે જ્ઞાની સ્વભાવને છોડીને વ્રતાદિના પ્રેમમાં ચિમાં ન જાય. આવી વાતુ! સમજાણું કાંઈ..? બાપુ! એણે (સ્વરૂપની) સમજણ વિના દુઃખના પંથે અનંતકાળ કાઢયો. આ શરીરની જુવાની અને પાંચ-પચાસ લાખ રૂપિયાની હોંશુ એ તો બધી ઝેરની હોંશુ છે. અરે! અંદર અમૃતનો સાગર ભગવાન આત્મા છે તેની એણે ઓળખાણ અને રુચિ કરી નહિ! અહીં કહે છે-એવા અમૃતના સાગર ભગવાન આત્માની એકવાર રુચિ આવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ ] પ્રવચન રત્નાકર ભાગ-૬ અને પાછી એની રુચિ છોડી રાગના મહિનામાં ચાલ્યો જાય તો રાગાદિનો સદ્ભાવ થવાથી તે અવશ્ય નવાં કર્મ બાંધે છે. અહીં મિથ્યાત્વસહિતના રાગાદિની વાત છે. “ટીકામાં જે એમ કહ્યું છે કે- “ દ્રવ્યપ્રત્યયો પુલકર્મને બંધરૂપે પરિણાવે છે'' તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે.'' મતલબ કે નવાં કર્મ પોતે પોતાથી બંધાય છે–પરિણમે છે ત્યારે જૂનાં કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. હવે આવી વ્યાખ્યા સાંભળવાની-સમજવાની નવરાશ કોને છે? છોકરાઓ લૌકિક ભણવામાં મશગુલ છે. વેપારીઓ વેપારમાં મશગુલ છે અને નોકરિયાતો નોકરીમાં મશગુલ છે. પણ ભાઈ ! આ સમજ્યા વિના જીવન હારી જઈશ હોં. અનંતકાળે મનુષ્યભવ મળે છે; એ ફરી-ફરીને મળવો મુશ્કેલ છે. આ ભવ તો ભવના અભાવનું ટાણું છે ભાઈ ! એ ભવનો અભાવ થાય કયારે? કે જેમાં ભવ અને ભવનો ભાવ નથી એવા નિજ ચૈતન્યમય આત્માનો આશ્રય લે ત્યારે ભવનો અભાવ થાય છે. આ ચૈતન્યમય આત્મા એ તારું નિજ ઘર છે. તેમાં તું જા. દોલતરામજીએ ભજનમાં કહ્યું છે ને કે હમ તો કબહું ન નિજ ઘર આયે, પરઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે. અહા! અમે વાણિયા, અમે શેઠ, અમે વેપારી, અમે પુરુષ, અમે સ્ત્રી, અમે પુણ્યશાળી, અમે ધનવાન, અમે રંક, અમે પંડિત, અમે મૂર્ખ-એમ અનેક સ્વાંગ રચીને ભગવાન! તું મહા કલંકિત થયો. એ બધું નિજઘરમાં કયાં છે ભાઈ ? નિજઘર તો એકલું ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય આનંદનું ધામ છે. બસ એમાં જા જેથી તને ભવનો અભાવ થશે. હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે: * કળશ ૧૨૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આ કળશમાં એકલું માખણ ભર્યું છે. ભગવાન! તારા ઘરમાં શું છે એ જો તો ખરો એમ કહે છે. ત્ર' અહીં ‘રૂમ વ તાત્પર્યમ' આ જ તાત્પર્ય છે કે “શુદ્ધનય: દિ દેય:' શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. લ્યો, આ આખા આસ્રવ અધિકારના મર્મનું રહસ્ય કહ્યું. શું? કે “શુદ્ધનય: ન હિ હેય:’–પરમાનંદના નાથ શુદ્ધ ચૈતન્ય ભગવાનને ઉપાદેયપણે જાણ્યો તે છોડવા યોગ્ય નથી. પોતે શુદ્ધ ચિદાનંદમય પરમાત્મસ્વરૂપ છે. એને જાણીને જે એનો આશ્રય લીધો તે ત્યાગવા-યોગ્ય નથી એમ કહે છે. આ સિવાય બે-પાંચ કરોડ કે અબજની ધૂળ (સંપત્તિ) ભેગી થાય તો તે કાંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૪૫ ચીજ નથી. એને તું મારી મારી કહે પણ ભગવાન! એ તો જડ છે; એ કયાં તારામાં છે? એવી રીતે આ શરીર પણ માટી-ધૂળ છે. એ જડ પુદ્ગલની ચીજ છે તે તારા ચૈતન્યસ્વરૂપ ક્યાંથી થાય? વળી અંદરમાં આ જે પુણ્ય-પાપના ભાવ થાય છે એ પણ તારી ચીજ નથી; એ તો આસ્રવ છે, આમ્રવની ચીજ છે, જડ છે, કેમકે ચૈતન્યનો અંશ એમાં કયાં છે? (નથી) તેથી તો આ સિદ્ધાંત-રહસ્ય કહ્યું કે “શુદ્ધન, ત્યાગવાયોગ્ય નથી. ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિનું રહસ્ય આ છે કે-શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા જે ઉપાદેય છે તે કોઈ ક્ષણે કે કોઈ કારણે છોડવા યોગ્ય નથી; અને રાગ જે અનાદિથી પર્યાયમાં ઉપાદેય કર્યો છે તે ગ્રહણ કરવા યોગ્ય નથી, અર્થાત્ છોડવા યોગ્ય છે. આ ટૂંકી અને ટચ સાર વાત છે. અહા! અત્યારે સંપ્રદાયમાં તત્ત્વના વિરહ પડ્યા એટલે લોકોને આ વાત સાંભળતાં દુઃખ લાગે છે. એમને થાય છે-શું અમે વ્રત ને તપ કરીએ છીએ તે ધર્મ નહિ? આમાં તો અમારી વાત બધી ખોટી પડે છે. બાપુ! તને દુઃખ થાય તો ક્ષમા કરજે ભાઈ ! પણ માર્ગ તો આ છે અને સત્ય પણ આ જ છે. તારો એ ભગવાન (આત્મા) પૂર્ણાનંદ પ્રભુ છે તે ક્ષમા આપે ભાઈ ! ભગવાન! તારી વાત બધી ખોટી હોય અને ખોટી પડે એમાં તારું હિત છે. આમાં કોઈ વ્યક્તિનો વિરોધ કે ૨ નથી. “સત્વેષ મૈત્રી '. બધા જ ભગવાન છે. દ્રવ્ય સાધર્મી છે ત્યાં કોનાથી વિરોધ ? અમને તો બધા પ્રત્યે વાત્સલ્ય છે, કોઈ પ્રતિ દ્વેષ નથી. જ્ઞાનીને તો કોઈનો અનાદર ન હોય. આ તો વસ્તુનું સ્વરૂપ અને માર્ગની રીત જેમ છે તેમ અહીં કહે છે. એક આર્યા મળ્યાં હતાં તે કહેતા હતાબાર પ્રકારના તપના ભેદમાં પ્રથમ “અનશન' એટલે આહાર છોડવો તેને શાસ્ત્રમાં તપ કહ્યું છે; અને તપ છે તે નિર્જરા છે અને નિર્જરાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. માટે તમે બીજું ગમે તે કહો પણ ઉપવાસ છે તે તપ છે, નિર્જરા છે અને ધર્મ છે. અહા! આવી વાત, હવે શું થાય? ભાઈ ! હું આહારનો ત્યાગ કરું છું અને ઉપવાસને ગ્રહણ કરું છું એવો ભાવ તે ઉપવાસ નથી; એ તો અપવાસ એટલે કે માઠો વાસ છે, કેમકે એવી માન્યતા મિથ્યાત્વ છે. આત્મામાં એક “ત્યાગઉપાદાનશૂન્યત્વ” નામની શક્તિ છે જેના કારણે આત્મામાં કોઈ પણ પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ છે જ નહીં. ભગવાન આત્મા તો અનાદિથી પરદ્રવ્યના ગ્રહણત્યાગરહિત જ છે. ફક્ત એણે પર્યાયમાં રાગને પડકયો છે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ત્યાગવો અને શુદ્ધ ચૈતન્યસ્વભાવને છોડ્યો છે એને ગ્રહણ કરવો-બસ આ વાત છે. અહો! જુઓ, સંતો પરમાત્માની વાણીનું રહસ્ય કહે છે. મૂળમાં (કળશમાં) તાત્પર્ય કીધું છે ને! પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, કે દ્રવ્યાનુયોગ હોય, ત્યારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. પંચાસ્તિકાય, ગાથા ૧૭ર માં સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. અહીં પણ એ જ કહે છે કે ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જેને ઉપાદેયપણે અનુભવ્યો તે ત્યાગવાયોગ્ય નથી. સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના ત્યાગથી જ એનો અનાદર-અરુચિ કરવાથી જ બંધન છે. સ્વભાવનો ત્યાગ એ જ બંધન છે અને એનો અત્યાગ એ જ અબંધન અર્થાત મુક્તિ છે. કોઈને (અજ્ઞાનીને) એમ થાય કે આમાં તે શું સમજવું? (એમ કે કોઈ દયા, દાન, વ્રત, તપની ક્રિયા કરવાની વાત કહે એ તો સમજવા યોગ્ય છે.) બાપુ! આ સમયે જ છૂટકો છે, અન્યથા નરક અને નિગોદના ભવ કરી-કરીને તારાં છોતાં નીકળી જશે. આજેય જેને લોકો જીવ માનવાને હા ન પાડે એવા નિગોદના અનંત જીવો છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગે ઉઘાડ રહી ગયો છે જેની કોઈ ગણતરી નથી. ભગવાન! આ સમજ્યા વિના અનંતકાળ તું આવી સ્થિતિમાં રહ્યો હતો. બાપુ! સ્વરૂપની સમજણનો ત્યાગ કરે તો એનું પરંપરા ફળ નિગોદ જ છે. સમજાણું કાંઈ...? છઠુંઢાળામાં કહ્યું છે કે “લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર આનો; તોરિ સકલ જગ વંદ-ફંદ, નિત આતમ ધ્યાઓ.'' લ્યો, સર્વ શાસ્ત્રોનું આ રહસ્ય! શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; કેમ? “દિ' કારણ કે “તત-અત્યાત વન્ધ: નાસ્તિ' તેના અત્યાગથી બંધ થતો નથી અને ‘ત-ત્યાત્વિ વન્ય: પવ' તેના ત્યાગથી બંધ જ થાય છે. અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેને જેણે ઉપાદેય કરી સત્કાર્યો, સન્માન્યો, આશ્રયભૂત કર્યો તે હવે ત્યાગવાયોગ્ય નથી કેમકે એના અત્યાગથી અર્થાત્ ગ્રહણથી-આશ્રયથી બંધ થતો નથી. શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માનો ત્યાગ ન થાય. જુઓ આ ત્યાગ અને અત્યાગની વ્યાખ્યા ! વસ્તુ આત્મા અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. એની પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિકાર હો, પણ વસ્તુના સ્વભાવમાં એ છે નહિ. આવી વસ્તુને જે સમ્યગ્દષ્ટિએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] | [ ૩૪૭ અનુભવી, આદરી, સત્કારી, સ્વીકારી વા ઉપાદેયપણે ગ્રહણ કરી તેને કર્મબંધન થતું નથી. અહાહા...! નિજ ચૈતન્યવહુના અત્યાગથી કર્મબંધન થતું નથી. અહીં તો ભાઈ ! એક આત્માની જ વાત છે. દુનિયાને રુચે ન રુચે, દુનિયા માને ન માને એની જવાબદારી દુનિયાને છે. અહા ! દુનિયા સ્વતંત્ર છે. તીર્થકરના જીવે પણ પૂર્વ મિથ્યાત્વાદિ અનંત પાપ કર્યા હતાં. એ પણ અનાદિથી એકેન્દ્રિયપણે નિગોદમાં હતા. તેમણે પણ જ્યારે તરવાના ઉપાયને પકડ્યો, પોતાના શુદ્ધ આત્માને ઉપાદેય કર્યો અને એમાં જ કર્યા ત્યારે તર્યા છે. સમજાણું કાંઈ...? સંપ્રદાયમાં તો “મા હણો, માં હણો' એ ભગવાનનો ઉપદેશ છે એમ પ્રરૂપણા કરે છે; પણ પરને હુણી કોણ શકે ? અને પરની દયા પાળી કોણ શકે ? એક પણ પર પદાર્થની અવસ્થાને બીજો કોણ કરી શકે? અહીં તો એમ કહ્યું કે શુદ્ધ આત્માને ગ્રહણ કરી વીતરાગતા પ્રગટ કરવી એ ભગવાનનો ઉપદેશ છે. અહીં તો પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માને ઉપાદેય કરી એનો જેને અત્યાગ છે એને કર્મબંધન નથી એમ કહે છે. અરે ! એને સત્ય સાંભળવા મળ્યું ત્યારે પણ એણે ઊંધાઈ જ ઊંધાઈ કરી છે. એમ કે આ તો એકાંત છે; વ્યવહાર-શુભરાગ કરતાં કરતાં જ આત્મા ઉપાદેય થાય. શાસ્ત્રમાં કયાંક લખ્યું હોય કે વ્યવહાર સાધન છે તો તેને ચોંટી પડે પણ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ મર્મ સમજે નહિ. સવારે તો આવ્યું હતું કે વ્રત ને નિયમ એ કાંઈ કાર્યકારી નથી અર્થાત્ એનાથી આત્માનું કાર્ય થાય (આત્માની નિર્મળ પર્યાય પ્રગટ થાય) એમ છે નહિ. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે ભગવાન આત્માનો અત્યાગ તે અબંધ છે અને તેના ત્યાગથી બંધન જ છે. કોઈ કર્મને લઈને આમ છે (બંધન છે) એમ વાત નથી. કર્મના જોરને લઈને ભગવાન આત્માનો ત્યાગ થાય અને કર્મ મંદ પડે તો તેનો અત્યાગ રહે એમ છે નહિ. (કર્મ તો બાહ્ય નિમિત્તમાત્ર છે). અહા! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માને સાંભળવા મહાવિદેહક્ષેત્રમાં એકાવતારી ઇન્દ્રો સ્વર્ગમાંથી આવે છે અને જંગલમાંથી સેંકડો સિંહ, વાઘ અને મોટા મોટા નાગ ચાલ્યા આવે છે. અહાહા...! એ વાણી કેવી હોય? શું આ કરો ને તે કરો-એમ કરવાની કથા ભગવાનની હોય? (ના). ભગવાનની દિવ્ય વાણીમાં તો એમ આવ્યું કે -આત્મા રાગ વિનાની પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવથી ભરેલી ચીજ છે જેમાં એક સમયની પર્યાયનો પણ નાસ્તિભાવ છે. આવી પોતાની ચીજનો જેણે સ્વીકાર કરી આશ્રય કર્યો તેને કર્મબંધન હોતું નથી અને જેણે પોતાની ચીજનો અનાદર કરી ત્યાગ કર્યો બાહ્ય ત્યાગ કરે એને કર્મબંધન ન હોય એમ નહિ અને બાહ્ય ત્યાગ નથી કર્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એને કર્મબંધન હોય એમ પણ નહિ. ગજબ વાત ભાઈ ! બહારમાં સ્ત્રી-કુટુંબપરિવાર, દુકાનધંધા આદિ છોડીને બેસે તો મોટો ત્યાગ કર્યો એમ દુનિયા કહે પણ શેનો ત્યાગ કર્યો? પરદ્રવ્યોનેએણે કે દિ' ગ્રહ્યા હતા કે એનો ત્યાગ કર્યો? અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ જ વાસ્તવિક ગ્રહણ-ત્યાગ છે જે અબંધનું કારણ છે. જ્યારે ત્રિકાળી સ્વરૂપનો ત્યાગ અને રાગનું ગ્રહણ એ બંધનું કારણ છે પછી ભલે બાહ્ય ત્યાગ ગમે તેટલો હોય, આવો પરમેશ્વરનો વીતરાગ માર્ગ છે ભાઈ ! ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદઘન ભગવાન આત્માની રુચિ-દષ્ટિ છોડીને રાગનો-શુભરાગનો પ્રેમ અને આદર કરે છે એ અજ્ઞાની બહિરાત્મા બાળક છે. અને જેણે દૃષ્ટિમાંથી રાગનો ત્યાગ કરી નિજ શુદ્ધ ચૈતન્યતત્ત્વનો આદર કર્યો તે અંતરાત્મા યુવાન છે અને એમાંથી પરમાત્મા થાય ત્યારે તે વૃદ્ધ (વર્ધમાન) થયો. બાકી આ શરીરની બાળ, યુવા અને વૃદ્ધાવસ્થા એ તો જડરૂપ જડની છે. હવે આવી વ્યાખ્યા અને આવી વાત માંડ કોઈ દિ' સાંભળવા મળે અને માંડ પકડાય ત્યાં વળી લાકડાં ઊંધાં ગરી ગયાં હોય કે-કાંઈક વ્રત કરે, તપ કરે તો ધર્મ થાય-એ આનો નિર્ણય કરે કયારે? અને નિર્ણય થયા વિના શુદ્ધાત્માનું ગ્રહણ કેમ થાય? અરે ભાઈ ! ધર્મીને એવો રાગ-વ્યવહાર આવે છે, થાય છે ખરો પણ એ આચરવા લાયક નથી, છોડવા લાયક જ છે. હજુ પરમાત્મા પૂર્ણ પર્યાયમાં પ્રગટ થયો નથી છતાં તે પૂર્ણ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે, આદરણીય અને આચરણીય છે આવી વાત છે. ફરી, “શુદ્ધનય છોડવા યોગ્ય નથી'' એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છે - * કળશ ૧૨૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ઘર-૩વાર-મદિગ્નિ નાવિધિને વોથે વૃત્તિ નિવદનન શુદ્ધના:' વીર (ચળાચળતા રહિત) અને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય જુઓ, શું કહે છે? ભગવાન આત્મા ધીર એટલે શાશ્વત સ્થિર ચળાચળતા રહિત છે. વળી તે ઉદાર છે અર્થાત વિશ્વના ગમે તેટલા (અનંત) જ્ઞયો હોય તોય તે સર્વને જાણવાના સામર્થ્ય સહિત છે. અહાહા....! ત્રણકાળ ત્રણલોકના અનંત પદાર્થને જાણે એવી જ્ઞાનસ્વભાવની ઉદારતા છે. કરે કોઈને નહિ અને જાણે સર્વને એવા ઉદાર સ્વભાવવાળો છે. જે આવે તેને પૈસા આપે એને લોકો ઉદાર માણસ છે એમ નથી કહેતા? એમ જ્ઞાનસ્વભાવ સર્વને જાણે એવો ઉદાર છે. એક ભાઈ પૂછતા હતા કે મહારાજ! સિદ્ધ પરમાત્મા શું કરે? કોઈનું ભલું બુરું કરે કે નહિ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૪૯ ત્યારે કહ્યું કે ભાઈ ! સિદ્ધ પરમાત્મા પરનું કાંઈ ન કરે, ફક્ત પોતાના અતીન્દ્રિય આનંદ અને વીતરાગી શાંતિનો અનુભવ કરે. (નિજાનંદરસમાં લીન રહે). ત્યારે એ ભાઈ કહેવા લાગ્યા –અમે સાધારણ માણસ છીએ તોય અમે કેટલાયનું ભલું કરીએ છીએ અને સિદ્ધ ભગવાન કોઈનું કાંઈ ન કરે તો એ ભગવાન કેવા? જુઓ આ મિથ્યાભાવ! અમે પરનું કરીએ છીએ, જીવ પરનાં કાર્ય કરે એવું જે કર્તાપણાનું અભિમાન તે મિથ્યાત્વ છે, કેમકે આત્મા પરનું ધૂળેય (કાંઈ પણ) કરતો નથી –કરી શકતો નથી. સમજાણું કાંઈ...? અહો! ત્રણકાળ ત્રણલોકને જાણે એવી જ્ઞાનની શક્તિની ઉદારતા છે. અરે! એના શ્રુતજ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. અલ્પજ્ઞાનમાં પણ લોકાલોક જણાય એટલી એની તાકાત છે. શક્તિએ ઉદાર છે અને દશાએ પણ ઉદાર છે, એવો એનો મહિમા છે. અહા ! એના મહિમાનાં ગાણાં પણ એણે સાંભળ્યાં નથી, અને કદાચ સાંભળ્યાં હોય તો સાંભળીને ગાંઠે બાંધ્યાં નથી. લોકમાં કોઈ સરખાઈની ગાળ આપે તો એને પચાસ-પચાસ વર્ષ સુધી ગાંઠે બાંધી રાખે કે આણે મને આવા પ્રસંગે ગાળ આપી હતી. આ તો દાખલો છે (એમ કરવું જોઈએ એમ નહિ). તેમ અહીં કહે છે-ભગવાન ! આવા પરમ મહિમાવંત તારા આત્માનાં ગીત સાંભળીને તું ગાંઠે બાંધ કે હું આવો છું. ભગવાન! તારી પરિણતિને એક વાર તારા આત્મામાં સ્થિર કર. (પરિણતિને ધ્રુવના ખીલે બાંધ). અહીં કહે છે કે-ધીર અને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય અર્થાત્ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપનો આશ્રય લઈને એમાં જ સ્થિરતા કરતી જ્ઞાનની પરિણતિ જેને શુદ્ધનય કહીએ તે, વર્માન્ સર્વષ:' કે જે કર્મોને મૂળથી નાશ કરવાનો છે તે “તિfમ:' પવિત્ર ધર્મી પુરુષોએ ‘નાતુ' કદી પણ “ત્યાખ્ય:' છોડવા યોગ્ય નથી. અહાહા....! ભગવાન પૂર્ણાનંદનો-પોતાની પૂર્ણ વસ્તુનો આશ્રય લેતાં પરિણતિમાં શુદ્ધતા-પવિત્રતા પ્રગટ થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયાં. હવે તે સમકિતી જીવ કર્મોને મૂળથી નાશ કરનારો છે અર્થાત્ રાગની ઉત્પત્તિ કરનારો નથી. ‘તિમિ:' કહ્યું છે ને? એટલે કે ધર્માત્મા જેણે આત્માના આનંદના અનુભવરૂપ જે કાર્ય કરવા યોગ્ય હતું તે પૂર્ણાનંદના નાથને દષ્ટિમાં અને વેદનમાં લઈને પૂરું કર્યું છે. રાગથી પોતાને બહાર કાઢી જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે તેણે કરવા યોગ્ય સુકૃત-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કરી લીધું છે. સુકૃત એટલે સત્કાર્ય. સમ્યગ્દર્શનાદિરૂપ સત્કાર્ય પ્રગટ કર્યું હોવાથી હવે તે ધર્મ પવિત્ર પુરુષ રાગાદિનો કરનારો નથી. તો શું ધર્માત્માને રાગ આવતો જ નથી? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ ] | પ્રવચન રત્નાકર ભાગ-૬ ના, એમ નથી; ધર્મી જીવને કિંચિત્ રાગ આવે છે, પણ એ રાગનો તે કર્તા નથી; કેમકે તેને રાગ કરવાનો અભિપ્રાય નથી. એ તો સ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર ઉધમ કરીને ક્રમશ: રાગનો અભાવ જ કરતો હોય છે. પ્રશ્ન- દયા પાળવી, વ્રત પાળવા, તપશ્ચરણ કરવું ઇત્યાદિ બધાં શું સત્કાર્ય-સદાચરણ નહિ? ઉત્તર- જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે (સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્ર) સત્કાર્ય નામ સત–આચરણ-સદાચરણ છે. આ સિવાય વ્રત, તપ આદિનો રાગ કોઈ સદાચરણ છે નહિ. ધર્મીના (વ્રતાદિને સદાચરણ વ્યવહારથી કહે છે એ બીજી વાત છે). હજુ મિથ્યાત્વથી પાછો ફરીને પોતાના ચૈતન્યભગવાનનો સ્વીકાર કર્યો નથી તેના વ્રતાદિના રાગમાં તો સદાચરણનો ઉપચાર પણ સંભવિત નથી કેમકે તેને મૂળ સામાયિક આદિ નિરુપચાર ચારિત્ર કયો છે? જેણે વીતરાગમૂર્તિ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કરીને એનો અનુભવ કર્યો છે તે વીતરાગતાના લાભને પામે છે. સમ્+આય-સામાયિક, સમતાનો-વીતરાગતાનો લાભ થાય તે સામાયિક છે. આત્માના ભાન વિના (સ્વાનુભવ વિના) સાચું સામાયિક હોતું નથી. એ જ પ્રમાણે ભગવાન આનંદના નાથને પોષવો તેનું નામ પોસહ (પ્રૌષધ) છે. રાગનું પોસાણ છોડી, નિર્મળાનંદના નાથને દૃષ્ટિમાં લઈ એમાં જ પુષ્ટ થવું-સ્થિર થવું તે પોસઠું છે. જેમ ચણાને પાણીમાં નાખતાં લે તેમ આનંદના નાથને દૃષ્ટિમાં લઈ તેમાં સ્થિરતા થતાં આત્મા પુષ્ટ થાય તેને પોસહ કહે છે. અજ્ઞાનીને સાચાં સામાયિક અને પોસહ હોતાં નથી. શું થાય? વાતે વાતે (દરેક વાતમાં) ફેર પડે અર્થાત્ જેને વીતરાગની આવી વાત ન પચે (બેસે) તેને વિરોધ લાગે. પણ બાપુ! માર્ગ તો આ છે. જ્યારે પણ સુખના પંથે જવું હશે ત્યારે માર્ગ તો આ જ છે. “કૃતિભિઃ' એટલે સુકૃતવાળા પવિત્ર ધર્મી સમ્યગ્દષ્ટિ પુરુષોએ અંદર નિજ ચૈતન્યમય પરમાત્માનો જે આદર કર્યો છે તે કોઈ દિ' છોડવા યોગ્ય નથી. અહા! વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ ઊઠે પણ પોતાની ચૈતન્યમય ચીજ છોડવા યોગ્ય નથી. જે વિકલ્પ આવે તે જાણવા યોગ્ય છે. વળી પ્રતિકૂળતાના ગંજ આવે, શત્રુઓનાં ટોળાં ઘેરી વળે કે દુશ્મનો ડારે તોપણ જેણે આત્મકલ્યાણ કરવું છે અને જન્મ-મરણ રહિત થવું છે એવા પુરુષે સ્વનો આશ્રય વા યોગ્ય નથી. દુ:ખના દરિયામાં (સંસાર-સમુદ્રમાં) તો ભગવાન! અનાદિથી ડબકી મારી રહ્યો છે. હવે જ્યારે આત્મદષ્ટિ થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩પ૧ છે તો નિજ આત્મસ્વરૂપમાં જ દષ્ટિ સ્થિર બાંધવા જેવી છે. “જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય” એમ કહ્યું છે ને? એનો અર્થ જ એ છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આશ્રય પકડયો છે એટલે શુદ્ધનય સ્વરૂપમાં જ સ્થિરતા બાંધે છે, સ્વરૂપથી ખસતો નથી. સમજાણું કાંઈ...? ભાઈ ! આ તો અધ્યાત્મશાસ્ત્ર છે બાપા! આ કોઈ લૌકિક કથા-વાર્તા નથી, આ તો ભગવાન આત્મા-પરમાત્માની કથા છે. ચિદાનંદ ચૈતન્યમય ભગવાનની અંતરની સ્થિરતા છોડીને વ્યવહારના વિકલ્પની દશાથી જીવને લાભ થાય એમ કહે તે કુકથા-વિકથા છે. શાસ્ત્રમાં ચાર પ્રકારે વિકથા કહી છે-સ્ત્રીકથા, રાજકથા, ભોજનકથા અને ચોરકથા. એનો જ વિસ્તાર કરતાં “ભાવદીપિકા માં પચીસ પ્રકારની વિકથા કહી છે. ત્યાં રાગના વિકલ્પથી ધર્મ થાય એવી વાતને વિકથા કહી છે. અરે ભગવાન! તને તારી દયા નથી ? ચૈતન્યનો આદર છોડીને તું રાગના આદરમાં ગયો! પ્રભુ! તું તારી હિંસા જ કરી છે. “આવો ત્રિકાળ પવિત્ર પ્રભુ આત્મા તે હું નહિ અને રાગ તે હું” –એમ સહજાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ઈન્કાર કરીને અને ક્ષણિક પુણ્ય-પાપના વિકલ્પોને સ્વીકારીને ભગવાન! તેં જીવતી જ્યોત એવી નિજ ચૈતન્યજ્યોતિનો નાશ કર્યો છે. હું ભાઈ ! જો તને હિંસા-દુઃખથી નિવૃત્તિની ઇચ્છા છે તો રાગની દષ્ટિ છોડીને નિજ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ કર, અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર થઈ બંધાઈ જા. હવે કહે છે-“તત્રસ્થા:' શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, ‘વદિ: નિયંત્ સ્વ-મરવિક્રમ વિરત સંદત્ય' બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને અલ્પ કાળમાં સમેટીને, ‘પૂર્ણ જ્ઞાન-ધન-મોલમ છમ અવતમ્ શાન્તમ મદ:' પૂર્ણ જ્ઞાનઘનના પંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજ:પુંજને “પત્તિ ' દેખે છે અર્થાત્ અનુભવે છે. જુઓ, શું કહ્યું? કે શુદ્ધનયમાં સ્થિત એટલે ચૈતન્યમૂર્તિ નિજ જ્ઞાયકભાવમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના સમૂહને સમેટીને અંદર જ્ઞાનઘનના પુંજારૂપ અવિચળ એક નિજ આત્મસ્વરૂપને અનુભવે છે. જ્ઞાનકિરણોના સમૂહને સમેટીને એટલે કે જે જ્ઞાનની પર્યાય પર અને વ્યવહારરત્નત્રયના અવલંબનમાં બહાર નીકળતી હતી તેને સંકોચીનેરોકીને શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ પરમાત્મદ્રવ્યમાં લીન-વિલીન કરી દે છે. અહાહા...અહીં કહે છે -જ્ઞાનનાં કિરણો અર્થાત્ જ્ઞાનની પર્યાયો શુભાશુભભાવમાં આમ બહાર જાય છે એને હવે સમેટી લે, રોકી દે, પાછી વાળ અને પોતાના સ્વરૂપમાં મગ્ન કર; કેમકે તે બન્ને ભાવો અઠીક છે. જો તારે શાંતિ જોઈતી હોય તો વિકલ્પમાં જતી જ્ઞાનની પર્યાયને પાછી વાળઅશુભરાગથી તો પાછી વાળ પણ વ્રત, તપ આદિ શુભરાગથી પણ પાછી વાળ. જ્ઞાન ભેદના લક્ષે સૂક્ષ્મ પણ વિકલ્પમાં રોકાઈ રહે એ બધું નુકશાન છે ભાઈ ! કેમકે પોતાના ભગવાનમાંથી બહાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ઉપર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નીકળતી જ્ઞાનની પર્યાયો પરાવલંબી થાય છે. સ્વાવલંબન છોડી પરાવલંબી થવું એ નુકશાન જ છે, દુઃખ જ છે, સમજાણું કાંઈ..? ભાઈ ! આ તો સમજીને અંદર પોતામાં સમાઈ જવાની વાત છે. કહે છે-ભર્યું ઘર છે ને પ્રભુ! તારું, અરે ! એમાંથી બહાર નીકળવું તને કેમ ગોઠયું? અહા ! દેવ-ગુરુ-શાસ્ત્રમાં જતી પર્યાય પણ પરાવલંબી અને રાગયુક્ત છે. દષ્ટિમાં તો એનો નિષેધ કર્યો છે. પણ હવે અંત:સ્થિરતા કરી એને (પરાવલંબનને, રાગને) છોડી દે. “અલ્પકાળમાં સમેટીને” એમ લીધું છે ને? મતલબ કે શીધ્ર કામ લે, વિલંબ ન કર, લાંબો કાળ ન થવા દે હવે; ભગવાન! તું અલ્પકાળમાં “અચિરા” એટલે તત્કાળ પાછો વળી જા. હવે આવો માર્ગ! અરે ભાઈ! એનો નિર્ણય તો કર કે માર્ગ આ છે, બીજો કોઈ નહિ. અહો ! આ તો એક એક કળશ એકલા અમૃતથી ભરેલો છે. આચાર્ય અમૃતચંદ્ર આ પંચમકાળમાં અમૃત વરસાવ્યાં છે. અહો ! “અમૃત વરસ્યાં રે પંચમકાળમાં !' બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના સમૂહને' –અહા! આ ભાષા તો જુઓ.. જ્ઞાનની પર્યાયો પોતે બહાર નીકળે છે, પરને અવલંબી પરાવલંબી થાય છે; કોઈ કર્મને લઈને પરાવલંબી થાય છે એમ નહિ. કર્મ શું કરે? કર્મ તો નિમિત્તમાત્ર છે. કર્મ નિમિત્ત છે પણ કર્મ (ઉપાદાનમાં) કાંઈ કરે છે એમ નથી. નિમિત્ત ઉપાદાનનું કરે તો તે નિમિત્ત કહેવાય નહિ. કોઈએ સંદેશમાં (છાપામાં) લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, નિમિત્ત નથી એમ નથી કહેતા પણ નિમિત્ત પરના (ઉપાદાનના) કાર્યના કર્તા નથી એમ કહે છે. વાત તો એમ જ છે બાપા! નિમિત્ત છે અવશ્ય પણ નિમિત્ત પરમાં કાંઈ કરે છે એ વાત નથી. હવે એવા પુરુષો કેવા આત્માને અનુભવે છે તે કહે છે. ભાઈ ! તું કોણ છો અને તારે કયાં જવું નાથ? અનાદિ અનંત ધીર અને ઉદાર એવા એક જ્ઞાનઘનના પુંજરૂપ તું તત્ત્વ છો, અહાહા..! જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન સામાન્ય અભેદ એક છે તેમાં જે વિશેષ-ભેદ પડે છે ત્યાંથી (ભેદના લક્ષથી) પાછો વળી સામાન્યમાં જા; ત્રિકાળી જ્ઞાનઘન ભગવાન અનાદિથી એક સમયની પર્યાયમાં રમતુ રમતો હતો એ રમતુ ફેરવ અને નિજાનંદઘનસ્વરૂપમાં રમતુ માંડ એમ કહે છે. તેથી તેને પૂર્ણજ્ઞાનઘનનો પુંજ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તે દેખાશે. કેવો છે તે? તો કહે છે જ્ઞાતા દષ્ટાના સ્વભાવે ભરેલો તે ‘એક’ છે અર્થાત્ અભેદ છે. વળી તે અચળ” અર્થાત્ ચૈતન્યસ્વરૂપથી ચળે નહિ તેવો છે. વળી શાંત તેજપુંજ છે અર્થાત્ અવિકારી શાંતિના તેજનો ગોળો છે. અહાહા...! બહાર જતી પર્યાયોને બહારમાંથી પાછી વાળી ત્યાં અંદરમાં આવો આત્મા દેખે છે-અનુભવે છે. ભાઈ ! આ ભગવાનની વાણી છે. કુંદકુંદાચાર્ય તો એના આડતિયા છે. અહો ! એકલાં હિતનાં અમીઝરણાં છે. ભગવાન! તારા આત્માના હિતની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૫૩ વાત સાંભળીને હોંશ કરજે-હા પાડજે, ના ન પાડીશ. “ના” પાડીશ તો કયાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ; અને હા પાડીશ તો હાલત થઈ જશે. અસ્થિરતા છોડી દઈને સ્વભાવમાં જઈશ તો શાંત-અકષાય તેજને અનુભવીશ. “અનુભવ” છે એમ કહ્યું ને? એટલે કે પ્રત્યક્ષ અનુભવે છે–વેદે છે. કલકત્તામાં બનેલી એક ઘટના છે. મા, બાપ અને એમનો દીકરો એક દિવસ સાંજે ફરવા નીકળ્યાં. ત્યાં ત્રણે હોડીમાં બેઠાં. હોડીમાં બીજા પણ સાત-આઠ માણસ હતા. એવામાં પેલા છોકરાએ હોડીની બહાર પગ કાઢયો અને બન્યું એમ કે એક મગરમચ્છ એનો પગ પકડ્યું છે. હોડીવાળાએ આ જોયું અને કહેવા લાગ્યો-અરે ભાઈ ! એ છોકરાને ફેંકી દો નહિતર જોતજોતામાં આખી હોડી ડૂબી જશે કેમકે મગરમચ્છે તેનો પગ પકડ્યો છે. જો તમે ન ફેંકી શકો તો મારે એ કામ કરવું પડશે. હવે કરવું શું? મા-બાપ મુંઝાયાં; પણ રોષે ભરાઈને હોડીવાળાએ ઝડપ કરવા કહ્યું. આખરે માબાપ છોકરાને સગા હાથે દરિયામાં ફેંકી દેવો પડ્યો-કરે પણ શું? નહિ તો બધાં જ ડૂબી મરત. જેનું જતન કરીને રક્ષા કરી તેને જ મારી નાખવાની તૈયારી ? એમ ભગવાન કહે છે-ભાઈ ! તારી હોડી ભવસમુદ્રમાં ન ડૂબે માટે એમાંથી (ભવના ભાવમાંથી ) ખસી જા અને આમ અંદરમાં (ચૈતન્યસ્વરૂપમાં) જા. રાગે તને ભવસમુદ્રમાં અંદર ખેંચી નાખ્યો છે; ચાહે શુભરાગ હો તોપણ તે સંસારસમુદ્રનો મહા મગરમચ્છ છે. એ તને ભવસમુદ્રમાં ડૂબાડીને જ રહેશે. માટે રાગના પાશમાંથી ખસી જા અને તારા અંતઃસ્વરૂપમાં લીન થઈ જા. આવી વાત છે. ત્યારે એક દાક્તર વળી કહેતા હતા કે જો આપણે આ બધી મહારાજની વાત સાંભળીશું તો આ સંસારનું કાંઈ કરી શકીશું નહિ. અરે ભાઈ ! સંસારનું કોણ કરી શકે છે? બાપુ! એ જડની ક્રિયા તો સ્વયે જડથી થાય છે. આ આંખમાં દવાનું ટીપું નાખે અને આંખ ઊંચી-નીચી થાય એ ક્રિયા જડની (આંખના પરમાણુઓની) છે. અજ્ઞાનીને એમ લાગે છે કે જાણે એ ક્રિયા આત્મા (પોતે) કરે છે. ધૂળેય આત્મા કરતો નથી, સાંભળને. બાપુ! તને ખબર નથી કે એમાં (એવી ક્રિયામાં) તને જે કર્તાપણાનું અભિમાન થાય એ મિથ્યાત્વભાવ છે અને એ મિથ્યાત્વ તને ચારગતિમાં રઝળાવી મારશે તને એમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડશે. ભાઈ ! મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ છે જ્યાંથી અનંતકાળે નીકળી ત્રસ થવું મુશ્કેલ છે. લાઠીની આ વાત છે. અઢાર વર્ષની એક રૂપાળી છોડી હતી. એના પતિને બે વર્ષનું પરણેતર, પહેલી વહુ મરી ગઈ પછી આની સાથે તેને બીજી વારનું લગ્ન હતું. એને શીતળા નીકળ્યા, આખા શરીરે દાણા-દાણા ફૂટી નીકળ્યા. અહા! દાણે-દાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ઈયળો પડી. તળાઈમાં સૂતેલી જ્યાં પડખું ફેરવે ત્યાં પારાવાર વેદના થાય. બિચારી રુવે-રુવેરુવે, ચીસ પાડીને ભારે આક્રંદ કરે. એની માને કહે બા મેં આ ભવમાં તો આવા પાપ કર્યો નથી અને આવી પીડા! પીડા-પીડા-પીડા-અસહ્ય પીડા, પણ નરકની પીડાથી તો અનંતમાં ભાગે હો. - એક છોડી હતી. એને હડકાયું કૂતરું કરડેલું. તે એવી તો વેદનાભરી રાડ નાખે કે-મને કોઈ મારી નાખો, મારાથી આ સહન થતું નથી, મને પવન નાખો; અરે ! શું થાય છે એની મને ખબર પડતી નથી. અહા! અડતાલીસ કલાક આમ ને આમ રાડ નાખતી મરી ગઈ. એવી ભયાનક પીડા કે જોનાર પણ ત્રાસી ઊઠે. ભાઈ ! આનંદનો નાથ ભગવાન પોતે જ્યારે ઉલટો પડે ત્યારે એની પર્યાયમાં આવાં ભયાનક દુઃખ ઊભાં થાય છે. ભાઈ ! આવાં દુઃખ તે અનંતવાર સહજ કર્યા છે. પણ ભૂલી ગયો તું. અહીં તને તેનું સ્મરણ કરાવી એ દુ:ખને મટાડવાનો આચાર્ય ઉપાય બતાવે છે તેને તું ગ્રહણ કર. * કળશ ૧૨૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિર થતી જાય છે.” જુઓ, શુદ્ધનય, આ મતિ-શ્રુત આદિ જે જ્ઞાનના ભેદો પડે છે-જેને સમયસાર ગાથા ૨૦૪ માં તે ભેદો એક અભેદને જ અભિનંદે છે એમ કહ્યું છે-તે ભેદોને તથા કર્મના નિમિત્તથી થતા સમસ્ત પુણ્ય-પાપના વિકારી ભાવોને ગૌણ કરીને એક ચૈતન્યમાત્ર શુદ્ધ જ્ઞાયકને જ ગ્રહણ કરે છે. ગૌણ કરીને એટલે કે ભેદ અને વિકાર પરનું લક્ષ છોડી દઈને દ્રવ્યના લક્ષે શુદ્ધતાના અંશો વધતા જાય છે અને એ વધતા જતા અંશો એક અભેદને જ અભિનંદે છે. એ ભેદો ઉપર લક્ષ કરવાયોગ્ય નથી એમ અહીં કહે છે. તે ભાવોને “ગૌણ કરીને' એમ કહ્યું છે, અભાવ કરીને-એમ નહિ. સમયસાર ગાથા ૧૧ માં વ્યવહારનયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે, અભાવ કરીને નહિ. મુખ્ય અને ગૌણ એવા બે ભેદ તો જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધામાં નહિ. ધર્માને તો સદા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ ઉપર જ દષ્ટિ હોય છે. બીજી વાત-મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર-એમ વસ્તુનું સ્વરૂપ છે; નિશ્ચય તે મુખ્ય અને વ્યવહાર તે ગૌણ-એમ નહિ. (જો એમ થાય તો પરની અપેક્ષાએ પર્યાય પણ નિશ્ચયનો વિષય છે તેથી પર્યાય પણ આશ્રયરૂપ મુખ્ય થઈ જાય). બેમાં બહુ ફેર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૫૫ ત્રીજી વાત-સમયસાર ગાથા ૧૬ ના કળશમાં ભેદને મેચક-મલિન કહ્યો છે; પણ એ છે, નિશ્ચયસહિત ભેદ-મલિનતા એવો વ્યવહાર છે; વ્યવહાર નથી એમ નહિ; નહિતર તો વેદાંત થઈ જાય. હવે આ વાતને સમજતા નથી એટલે અમુક લોકો કહે છે કે ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. આવા લોકોને તત્ત્વની કાંઈ ખબર જ નથી. અરે ભાઈ ! વેદાંતમાં અનંત સંસારી આત્મા, અનંત સિદ્ધ પરમાત્મા ઇત્યાદિ વાત છે જ કયાં? અહીં (જૈનમાં) તો જેમ પોતે એક આત્મા એવા અનંત ભિન્ન ભિન્ન આત્માઓ અને એથી પણ અનંતગુણા ભિન્ન ભિન્ન રજકણો ઇત્યાદિ બધું છે. પણ શુદ્ધનય તેને ગૌણ કરે છે. એ તો ઠીક પણ દયા, દાન, વ્રત આદિ જે શુભ વિકલ્પ ઊઠે તેને તથા એક સમયની પર્યાયને પણ ગૌણ કરી-લક્ષ છોડી શુદ્ધ આત્માને શુદ્ધ, અભેદ, નિત્ય, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે. અહાહા..! જેને અહીં શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર કહ્યો એને જ સમયસાર ગાથા ૧૪-૧૫ માં અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિત્ય, અવિશેષ અને અસંયુક્ત કહ્યો છે, એને જ સમયસાર ગાથા ૭ માં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદને ગૌણ કરીને એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે. કેમકે છદ્મસ્થ રાગી જીવને ભેદ ઉપર લક્ષ જતાં રાગ-વિકલ્પ થયા વિના રહેતા નથી તેથી જ ભેદને ગૌણ કરીને શુદ્ધનય ત્રિકાળી અભેદ દ્રવ્યને ગ્રહણ કરે છે. ગાથા ૧૧ માં એને જ ભૂતાર્થ કહ્યો છે. ભાઈ ! આ એકરૂપ શાકભાવ જ મુખ્ય છે, મોટો છે. એના જ મોટપ અને મહત્તા છે. અરે ભગવાન! એને છોડી બહારમાં કોનાં માન અને કોનાં સન્માન ? બહારનાં માન અને મોટામાં તું મરી ગયો પણ અંદર મોટો ભગવાન છે ત્યાં ગયો જ નહિ! અહાહા...! અનંતવાર હજારો રાણીઓ છોડી તથા પંચમહાવ્રત પાળીને દિગંબર સાધુ થયો, પણ રમતુ બધી પર્યાયમાં જ રમ્યો, એક વાર પણ દ્રવ્યમાં-ધ્રુવમાં આવ્યો નહિ; અંદર ભગવાન ચૈતન્યનો દરિયો ભર્યો છે તેમાં ડૂબકી લગાવી નહિ. પંચમહાવ્રતના રાગની રુચિની આડમાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિ થઈ નહિ, પછી સ્થિરતાની તો વાત જ કયાં રહી ? અરે ભગવાન! જેની દૃષ્ટિ રાગ અને પર્યાય પર છે તે મોટો સાધુ થયો હોય તોય મિથ્યાષ્ટિ છે અને તે મિથ્યાદર્શનના કારણે દેહ છોડીને ચોરાસીના અવતારમાં ચાલ્યો જશે; ઊંધી શ્રદ્ધાના લોઢમાં તણાતો તણાતો નરક ને નિગોદમાં ચાલ્યો જશે. શું થાય? એવા (મિથ્યાદર્શનના ) પરિણામનું એવું જ ફળ છે. જ્યાં સુધી પૂર્ણાનંદની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી ભેદ તો ઉત્પન્ન થાય જ. પણ એ ભેદને ગૌણ કરીને-બાજુ પર એકકોર રાખીને શુદ્ધનય એક, અભેદ ચૈતન્યમાત્રને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ગ્રહણ કરે છે. એક એટલે વેદાંત જેમ બધા થઈને એક કહે છે એમ નહિ; આ તો વસ્તુ પોતે એકરૂપ-ભેદ વિનાની સામાન્ય જે છે તેને એક કહે છે. પ્રવચનસાર ગાથા ૧૭ર માં અલિંગગ્રહણના ૧૫ મા બોલમાં બધું થઈને એક સર્વવ્યાપક આત્માને માનનારને પાખંડી કહ્યા અહીં કહે છે-શુદ્ધનય એક અભેદરૂપ ચૈતન્યમાત્ર વસ્તુને ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યમાત્ર આત્મામાં એકાગ્ર-સ્થિર થાય છે. અહાહા.! જેણે પોતાની જ્ઞાનની પર્યાયને અભેદ તરફ વાળી છે એ ક્રમે-કમે અભેદમાં એકાગ્ર થતી જાય છે. રાગની એકાગ્રતા છૂટી સ્વભાવની એકાગ્રતા થઈ ત્યાં પરિણતિ શુદ્ધ થઈ-સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થયું અને તે પછી વિશેષ એકાગ્ર થતાં ચારિત્ર થયું. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં ( આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન, કેવળજ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાભ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઉપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવા યોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.” લ્યો, કુંદકુંદ, અમૃતચંદ્ર આદિ સંતોનો આ ઉપદેશ છે એમ કહે છે. પહેલાં વિકલ્પ સહિત પણ નિર્ણય તો કર કે માર્ગ આ છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ નક્કી તો કર કે ભેદને લક્ષમાંથી છોડી અભેદની દૃષ્ટિ થતાં જે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે અને પછી એમાં જ સ્થિરતા જામતી જાય તે ચારિત્ર છે, અને તે ચારિત્રમાં અંતર્મુહૂર્ત શુકલધ્યાનપણે પ્રવર્તતાં કેવલજ્ઞાન થાય છે. આ રીત છે. હવે, આસવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે - * કળશ ૧૨૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * નિત્ય-ઉદ્યોત' જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી “મિ પિ પરમ વસ્તુ' કોઈ પરમ વસ્તુને “અન્ત: સમ્પશ્યત:' અંતરંગમાં દેખનારા પુરુષને, “રા'વીનાં માજવાળામ’ રાગાદિક આસવોનો ‘ તિ' શીધ્ર “સર્વત: પિ' સર્વ પ્રકારે “વિરામતિ' નાશ થવાથી, “તત્ જ્ઞાનમ્' આ જ્ઞાન ‘કન્મનમ’ પ્રગટ થયું જુઓ, જેનો જ્ઞાનપ્રકાશ નિત્ય છે એવી અભેદ એકરૂપ દ્રવ્યવસ્તુને અંતરંગમાં જેવી છે તેવી પ્રત્યક્ષ દેખનાર પુરુષને રાગાદિક આગ્નવોનો સર્વ પ્રકારે શીધ્ર નાશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯–૧૮૦ ]. [ ૩૫૭ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું. જેમ ફૂલની કળી સર્વ પાંખડિયે ખીલી નીકળે તેમ જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યરૂપ જ્ઞાનસ્વરૂપ ભગવાનમાં પૂર્ણ એકાગ્ર થતાં જ્ઞાન કેવળજ્ઞાનરૂપે ખીલી નીકળ્યું. અહીં રાગની કોઈ ક્રિયા કરવાથી ખીલી નીકળ્યું એમ નહિ, રાગનો તો નાશ કરીને ખીલી નીકળ્યું છે; એકાગ્રતાની અંતઃક્રિયા વડે ખીલી નીકળ્યું છે. આવી વાત ! રાગાદિક આગ્નવોનો નાશ થવાથી' એમ કહ્યું ને! ત્યાં કોઈને થાય કે-લ્યો, આમાં ક્રમબદ્ધ કયાં રહ્યું? તો કહે છે-ભાઈ ! ક્રમબદ્ધ જ રકમબદ્ધ જ છે. સ્વભાવમાં એકાગ્ર થનાર જીવ રાગાદિનો અભાવ કરીને અલ્પકાળમાં મુક્તિ પામે એવો જ એનો ક્રમ હોય છે. રાગનો સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાન પ્રગટ થયું એ ક્રમબદ્ધ જ છે –સમજાણું કાંઈ....? હવે કહે છે-આ જ્ઞાન પ્રગટ થયું-“wા૨wારૈ.' કે જે જ્ઞાન અત્યંત અત્યંત (-અનંત અનંત) વિસ્તાર પામતા “વરસવિસર:' નિજરસના ફેલાવથી “મા-નો મત્તાત' લોકના અંતસુધીના “સર્વમાવાન' સર્વ ભાવોને “પ્તાવિયત' તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે-લોક-અલોક બધાને જાણી લે છે. “પ્લાવય' એમ કહ્યું ને? મતલબ કે પૂરણપોળી જેમ ઘીમાં તરબોળ થઈ જાય છે તેમ સમસ્ત લોકાલોકને જ્ઞાન તરબોળ કરી દે છે અર્થાત્ આખા લોકાલોકને જાણી લે છે. આનાથી વિરુદ્ધ જે જ્ઞાન રાગની સાથે એકતા કરે છે તે જ્ઞાન ડૂબી જાય છે એટલે કે પર્યાયમાં ઢંકાઇ જાય છે. વસ્તુનો આદર કરી તેમાં જ એકાગ્ર થતાં શક્તિનો વિસ્તાર ફેલાવ થાય છે અને જેમ હજાર પાંખડિયું ગુલાબ ખીલી નીકળે તેમ અનંતગુણની પાંખડિયે આત્મા ખીલી નીકળે છે. કેવું છે તે જ્ઞાન? તો કહે છે-“વનમ' જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે-ચળતું નથી; ગુલાબની કળી તો ખીલ્યા પછી બે-ચાર દિવસમાં કરમાઈ જાય પણ કેવળજ્ઞાન તો એક વખત પ્રગટયા પછી એવું ને એવું જ રહે છે. વળી “તુ' જે જ્ઞાન અતુલ છે અર્થાત્ એના તુલ્ય બીજું કોઈ નથી, ઉપમા વિનાનું નિરુપમ છે. અહાહા.કેવળજ્ઞાન થતાં જાણે બધું અને કરે કોઈનું નહિ. આવી વાતો ને આવો ધર્મ ! આથી કેટલાક કહે છે કે સોનગઢમાં તો એકલી નિશ્ચય-નિશ્ચયની વાતો કરે છે. પણ ભાઈ ! નિશ્ચય એટલે જ પરમાર્થ પરમ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર-અપરમાર્થ. અહો ! આ તો ભગવાનની ધ્વનિની મીઠી મધુરી મોરલીનો નાદ! ગાજીને કહે છેભગવાન! તારા સ્વરૂપમાં અંદર જતાં તને આનંદ પ્રગટશે, એમાં જ વિશેષ એકાગ્ર થતાં તને ચારિત્ર-શાંતિ વૃદ્ધિ પામશે અને પરિપૂર્ણ એકાગ્ર થતાં કેવળજ્ઞાન પ્રગટ થશે. અહા! એ કેવળજ્ઞાન અચળ અને અતુલ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હવે આવો આત્મા એણે સાંભળ્યોય નથી. આત્માને (–પોતાને પામર માનીને એણે એને મરણતોલ કરી નાખ્યો છે. પરથી સુખ માને એ બધા પર્યાય પામર છે. જ્યાં પાંચ-પચાસ લાખનું ધન થાય કે બાયડી કાંઈક સારી રૂપાળી મળે, કે દીકરો કમાઉ પાકે ત્યાં માને કે અમે સુખી છીએ. કાંઈક સંજોગ ઠીક મળે કે સંજોગના મોહમાં તણાઈ જાય. અરે ભાઈ ! આ શું થયું તને ? તારી અનંતી મહત્તા ભૂલીને તું પરની મહત્તામાં મૂર્છાઈ ગયો ! બાપુ! એથી તો તારા ચૈતન્યસ્વરૂપનો ઘાત થયો છે. અરે ભાઈ ! જેનાં જીવન આમ ને આમ અજ્ઞાનમાં ચાલ્યા જાય છે એ બધા ઢોરમાં જઈ નરક-નિગોદમાં ચાલ્યા જશે. તત્ત્વનો વિરોધ કરનારા નિગોદદશાને પામે છે, અને તત્ત્વનું આરાધન કરનારા અવિચળ મોક્ષદશાને પામે છે. બાકીની બે-નરક અને સ્વર્ગની ગતિ તો શુભાશુભભાવનું ફળ છે. (ખરેખર તો બે જ ગતિ છે). આ વેપારાદિ વડે પૈસાની કમાણી થાય એ તો બધી પાપની કમાણી છે. અંદર નિજ ચૈતન્યભગવાનનું શરણ લેતા પવિત્રતાની કમાણી થાય છે. અહો! અંદર આખું ચૈતન્યનિધાન પડયું છે ને? અનંત સનું સત્ત્વ, અનંતગુણ-સ્વભાવની ખાણ અંદર પડી છે. અહાહા..! અનંત ગુણનું ગોદામ, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન પ્રભુ આત્મા છે. એની પર્યાયમાં રાગ થાય એ એને મોટું નુકશાન છે. જ્ઞાનીને વચમાં વ્રતાદિનો વ્યવહાર-રાગ આવે છે પણ છે એ નુકશાન. જ્ઞાની તેને અંતઃએકાગ્રતાના અભ્યાસ વડે દૂર કરે છે અને અંતરમાં પરિપૂર્ણ એકાગ્રતા કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. આવું કેવળજ્ઞાન સદા અચલ અને અતુલ છે એમ અહીં કહે છે. * કળશ ૧૨૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી.' પ્રશ્ન:- દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં વર્તમાન જણાઈ રહી છે તો પુરુષાર્થ કરવો કયાં રહ્યો? ઉત્તર- દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતર્દષ્ટિ-પૂર્વક સમ્યગ્દર્શન થયું અને એ જ પુરુષાર્થ છે. પર્યાયબુદ્ધિ-પર્યાયદષ્ટિ દૂર થઈને અંતર્દષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી અકર્તાપણું વા જ્ઞાતાપણું પ્રગટ થાય છે. આગળની ટીકા- આ રીતે આસ્રવ ( રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૫૯ ભાવાર્થ:- “આસવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.” પુણ્યપાપના ભાવ દુઃખસ્વરૂપ છે અને ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે એવું ભેદજ્ઞાન થતાં આત્મા આત્મામાં ઠર્યો-સ્થિત થયો અને ત્યારે આસ્રવનો નાશ થઈ ગયો; તેને આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો એમ કહે છે. યોગ કષાય મિથ્યાત્વ અસંયમ, આસ્રવ દ્રવ્યત આગમ ગાયે” આ નિમિત્તરૂપ જે દ્રવ્યાન્સવો છે તે કહ્યા. હવે “રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે” આ પંક્તિમાં ભાવાગ્નવની વાત કહી છે. હવે ત્રીજી પંક્તિમાં કહે છે જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાયે ” જે મુનિરાજ નિજ નિર્મળ વિજ્ઞાનઘન-સ્વભાવમાં ઠરે છે એણે રાગની આડે પાળ બાંધી દીધી છે અને તે આનંદ આદિ અનંતગુણની વૃદ્ધિને પામી મોક્ષમાં જાય છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જ્યારે આસ્રવને રોકે છે ત્યારે એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઉભરો આવે છે. એ એની રિદ્ધિ ને વૈભવ છે. “સમાજ' એટલે અનંતગુણની પર્યાયમાં વૃદ્ધિ થઈને મોક્ષને પામે છે. છેલ્લી પંક્તિમાં પંડિત શ્રી જયચંદજી કહે છે કાય નવાય નમું ચિત લાય કહૂં જય પાલ લહૂં મન ભાય.” | ચિત્તને સ્વરૂપમાં લાવીને કાયા વડે નમન કરું છું એકલું કાયાથી નમું છું એમ નહિ. આવી તૈયારીવાળા સંતો શિવપદને પામે છે; એમનો જય થયો છે એમ જાણીને એની હું ભાવના ભાવું છું. આમ શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય-રચિત સમયસાર, આસ્રવ અધિકાર પરનાં પરમપૂજ્ય ગુર્દેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચન સમાપ્ત થયાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates 959559595959555555555559595 卐 卐 卐 -૫ સંવ૨ અધિકાર अथ प्रविशति संवरः । 卐 卐 5 5555555555555555555 (શાર્દૂનવિદ્રીડિત) आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते ।। १२५ ।। મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે સંવર પ્રવેશ કરે છે” આસ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે: શ્લોકાર્થ:- [ આસંસાર-વિરોધિ-સંવર-ખય-પ્રાન્ત-અવતિપ્ત-માન્નવ-ન્યારાત્] અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કા૨ ક૨વાથી [પ્રતિતબ્ધ—નિત્ય-વિનયં સંવત્] જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને [સમ્પાવયત્] ઉત્પન્ન કરતી, [પરવત: વ્યાવૃત્ત] ૫૨રૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી ), [ સભ્ય—સ્વરૂપે નિયમિત રત્] પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, [વિન્દ્રયમ્ ] ચિન્મય, [ઉજ્વતં] ઉજ્જ્વળ (-નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન ) અને [નિન-રસ-પ્રાભાર૬] નિજરસના ( પોતાના ચૈતન્યરસના ) ભારવાળી-અતિશયપણાવાળી જ્યોતિ: ] જ્યોતિ [ ઉત્કૃમ્મતે] પ્રગટ થાય છે, ફેલાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૮૧ થી ૧૮૩ तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनन्दति उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो।।१८१।। अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।। १८२।। एदं तु अविवरीदं णाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।। १८३।। उपयोगे उपयोगः क्रोधादिषु नास्ति कोऽप्युपयोगः। क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः।। १८१ ।। ભાવાર્થ- અનાદિ કાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫. ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે: ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીંજ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. ગાથાર્થ- [ ઉપયો: ] ઉપયોગ [૩પયોm ] ઉપયોગમાં છે, [ aોવાવિષ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ર ] ચન રત્નાકર ભાગ-૬ अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः। उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति।।१८२।। एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य। तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा।। १८३।। ક્રોધાદિકમાં [ wોડ ઉપયો:] કોઈ ઉપયોગ [ નાસ્તિ] નથી; [૨] વળી [ શોધ:] ક્રોધ [ શોધે ઈવ દિ] ક્રોધમાં જ છે, [ ૩પયો] ઉપયોગમાં [ 47] નિશ્ચયથી [ શોધ:] ક્રોધ [ નાસ્તિ] નથી. [ કવિત્વે ળિ] આઠ પ્રકારનાં કર્મ [૨ ]િ તેમ જ [નોર્મfm ] નોકર્મમાં [૩૫યોT:] ઉપયોગ [ નાસ્તિ] નથી [] અને [૩પયો] ઉપયોગમાં [ *] કર્મ [ ] તેમ જ [નોર્મ ] નોકર્મ [ નો મસ્તિ] નથી.- [9તત્ તુ] આવું [વિપરીd] અવિપરીત [જ્ઞાન] જ્ઞાન [એવા તુ] જ્યારે [ નીવચ્ચ] જીવને [ મવતિ ] થાય છે, [ તવા] ત્યારે [ ઉપયોગશુદ્ધાત્મા] તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા [ બ્રિશ્ચિત્ ભાવ ] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [ ન કરોતિ ] કરતો નથી. ટીકા:- ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (-રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ ( જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાકિને) આધારાધેયપણું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬૩ | (શાર્દૂનવિક્રીડિત) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। १२६ ।। વળી વિશેષ સમજાવવામાં આવે છે-જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશકય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી (-ફાવી શકતી નથી. ઠરી જાય છે, ઉદ્ભવતી નથી); અને તે નહિ પ્રભવતાં, “એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે” એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, “એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે' એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પરઆધારાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. ભાવાર્થ:- ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં. કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું (ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે.) હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્ધઃ- [ વૈદ્રષ્ય નડતાં ૨ વઘતોજ્ઞાનસ્થ રાસ ] ચિદ્રુપતા (ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ- [ઢયો.] એ બન્નેનો, [ સન્ત:] અંતરંગમાં [વા -વારોન] દારુણ વિદારણ વડ (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વડે), [રિત: વિમા કૃત્વા] ચોતરફથી વિભાગ કરીને (-સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને), [ રૂટું નિર્મનન્ ભવજ્ઞાનમ્ ઉતિ] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [ ગધુના ] માટે હવે [ કમ્ શુદ્ધ-જ્ઞાન –ોધમ્ અધ્યાસિતા:] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પંજમાં સ્થિત અને [ દ્વિતીય-બુતા:] બીજાથી એટલે રાગથી રહિત એવા [સત્ત:] હું પુરુષો! [ મો ધ્વર્] તમે મુદિત થાઓ. ભાવાર્થ- જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પુગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઇ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ-ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પવિકલ્પ-ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી”. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સપુરુષો! હવે તમે મુદિત થાઓ”. ૧ર૬. સંવર અધિકાર મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુતિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.'' શરૂઆતમાં પંડિત જયચંદજી માંગલિક કરે છે કે મોહ અર્થાત મિથ્યાત્વ, રાગ અને દ્વેષને દૂર કરીને તથા નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ અને નિશ્ચય વ્રત પાળીને જેણે આત્માને સંવરમય એટલે ચૈતન્યની નિર્મળ પરિણતિરૂપ કર્યો છે તેને મનમાં (-જ્ઞાનમાં) લક્ષમાં લઈને નમન કરું છું. જેણે પરમાત્મપદ ગ્રહણ કર્યું અને પોતાના આત્માને પવિત્ર સંવરમય કર્યો તેને મનમાં ધારણ કરીને નમું છું એમ કહે છે. આ ભેદજ્ઞાનનો અલૌકિક અધિકાર છે. આ અધિકારની શરૂઆત કરતાં કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પ્રથમ “૩ૐ નમઃ” કરી અધિકાર શરૂ કર્યો છે. રાગથી ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું જે ભેદજ્ઞાન તેનો વિસ્તાર કરતા અધિકારમાં “ૐ નમ:' પ્રથમ કર્યું. શાસ્ત્રના બીજા અધિકારમાં આ શબ્દ નથી. હવે પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે સંવર પ્રવેશ કરે છે.' આગ્નવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬૫ ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે: * કળશ ૧૨૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * જુઓ તો ખરા આ કેવું માંગલિક કર્યું છે! કહે છે-“સંસાર-વિરોધ-સંવર-નયઅવન્તિ-અવનિત-મwવ-જેવારત' અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગવિત થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી... જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી તેથી આમ્રવને ગર્વ થયો છે કે-અનાદિકાળથી ( નિગોદથી માંડીને ) મેં મોટા મોટા ૨ પાડ્યા છે. મોટાં રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં (-આસ્રવે) પછાડ્યા છે-જીતી લીધા છે. દ્રવ્યલિંગી મુનિએ પંચમહાવ્રત, ગુતિ, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે તેના પ્રેમમાં સંવરને ઉત્પન્ન થવા ન દીધો એટલે ત્યાં આસ્રવનો જય થયો. દ્રવ્યલિંગી મુનિ પંચમહાવ્રત આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આસવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડ્યો; સંવર થયો નહિ તો આસ્રવ જીત્યો. આમ અનાદિકાળથી જે એકાંત-ગવિત થયો છે એવા આસ્રવનો તિરસ્કાર કરવાથી “પ્રતિનિધ્ધ-નિત્ય-વિનય સંવર' જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને “સમ્પાય' ઉત્પન્ન કરતી, “પરરુપત: વ્યાવૃત્ત' પરરૂપથી જુદી ‘ળ્યોતિ:' જ્યોતિ “૩ઝૂમત' પ્રગટ થાય છે, ફેલાય છે. અહીં એમ કહે છે કે-આસ્રવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષદશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હુઠવાનો નથી એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. રાગથી પૃથક થઈ જે એણે આસ્રવને જીત્યો તે જીવ સદાય રહેશે એમ આ પંચમઆરાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ એને અમે પકડયો છે અને તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહિ; દ્રવ્ય પડે તો સંવાર પડે. (દ્રવ્ય અવિનાશી છે તેથી સંવર હવે પડશે નહિ). અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, હવે અમને આસ્રવ ઉત્પન્ન થશે નહિ. આમ તો સમ્યગ્દર્શન પામીને કોઈ જીવ પડે છે એમ આસ્રવ અધિકારની ટીકામાં આવી ગયું છે. પણ અમે પડવાના નથી એમ અપ્રતિહત ઉપાડથી અહીં વાત કરી છે. બેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનમાં આવ્યું છે ને? ક્ષાયિકના બે પ્રકાર છે-એમ સીધું ક્ષાયિક અને બીજું જોડણી ક્ષાયિક; એટલે વર્તમાનમાં ક્ષાયિક સમકિત નથી પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકમાં જ જવાનું, પડવાનું નહિ. અહીં એ શૈલી છે. જોડણી ક્ષાયિક છે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વર્તમાનમાં ક્ષયોપશમભાવે પણ એ ક્ષયોપશમ સમકિત પડે નહિ (પડીને મિથ્યાત્વ ન થાય) પણ તેનો વ્યય થઈને ક્ષાયિક સમ્યગ્દર્શન જ થાય. આનંદઘનજીમાં આવે છે કે “સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાટી.” અનંતગુણના પરિવાર (આત્મા) સાથે સમકિતમાં સગાઈ કરી છે; હવે અમે કેવળજ્ઞાન સાથે લગ્ન કરીશું જ. જુઓ તો ખરા કેવી વાત છે! કહે છે-અમોએ સદાને માટે વિજય મેળવ્યો છે. હવે પછી અમને સંવર ટળીને આસ્રવ થવાનો નથી. - હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના એ બધો પાપ-આસ્રવ છે અને વ્રત, તપ, ભક્તિ વગેરે પુણ્ય-આસ્રવ છે. અનાદિથી બન્ને આસ્રવ ગર્વ કરતા હતા કે-અમારી જીત છે. પરંતુ અહીં કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ જે ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન આત્મા તેનો અમે આશ્રય કર્યો છે અને તેથી આસ્રવને પછાડીને (-દૂર કરીને) અમને જે સંવર પ્રગટ થયો છે તેણે હવે શાશ્વત વિજય મેળવ્યો છે; અનંતકાળમાં હવે અમે પાછા પડવાના નથી. જેમ મોટાના કહેણ પાછાં ફરે નહિ તેમ અહીં કહે છે-અમોને જ્ઞાનનું (ભેદજ્ઞાનનું) બળ પ્રાપ્ત થયું છે, અમે કેવળજ્ઞાનને વરવા નીકળ્યા છીએ તે અમે પાછા ફરીશું નહિ. અહાહા....! કુંદકુંદાચાર્યદવ પછી હજાર વર્ષે થયેલ આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબની વાત કરી છે. અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાનનો ભલે વિરહ હો, પણ અંદરના ચિદાનંદ ભગવાનનો વિરહુ તૂટી ગયો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્માના અમને ભેટા થયા છે અને એની દષ્ટિપૂર્વક અમે એમાં ઠર્યા છીએ તેથી અમે કહીએ છીએ કે અમે સદાય માટે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે. હવે આસ્રવ વિજય પામે અને મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય એમ કદીય બનશે નહિ. અહો ! શું અપ્રતિત ભાવ અને શું માંગલિક ! અહો! અસાધારણ માંગલિક કર્યું છે! આવી વાત બીજે કયાંય છે નહિ. ભગવાન (મહાવીર) પછી પંદરસો વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા તે કહે છે- અમને પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્માના ભેટા થયા છે અને અમે સંવર પ્રગટ કર્યો છે, સમ્યગ્દર્શનજ્ઞાન અને શાંતિની અદ્દભુત દશા પ્રગટ કરી છે; અમે આસ્રવ ઉપર કાયમી વિજય મેળવ્યો છે. રાગથી ભિન્ન એવું જે ભેદજ્ઞાન અને પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે, રાગમાં એકતા થશે એ વાત હુવે છે જ નહિ. અનંતકાળ પર્યત હવે અમારો વિજયડંકો છે અને આમ્રવની હાર છે. હવે અમે કેવળજ્ઞાન લઈશું જ. બાપુ! આ તો એકલું માખણ છે. જગત બહારમાં-સ્ત્રીમાં, લક્ષ્મીમાં, બંગલામાં. આબરૂમાં સુખ કહ્યું છે પણ એ તો એકલા ઝેરના પ્યાલા છે અને આ (સંવરની દશા) નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે. કુંદકુંદાચાર્યદવ તો મહાવિદેહુમાં ભગવાન પાસે ગયા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬૭ હતા, પરંતુ અમૃતચંદ્રાચાર્યદેવ ભગવાન પાસે ગયા નહોતા. પણ તેથી શું? પોતાના ચિદાનંદ ભગવાન પાસે તો ગયા હતા ને? એથી જ તેઓ કહે છે-અમે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે, આસ્રવને પછાડયો છે, દૂર કર્યો છે. હવે અમને કેવળજ્ઞાન થશે પણ આસ્રવ થશે નહિ. “આસ્રવનો તિરસ્કાર કર્યો એટલે કે શુભભાવનો આદર છોડ્યો અને પોતાના ચૈતન્યસ્વભાવનો આદર કર્યો. જ્યાંસુધી શુભભાવનો આદર હતો ત્યાંસુધી મિ સ્વભાવનો આદર કરતાં જ આસ્રવ તિરસ્કૃત થયો. પોતે પોતામાં ગયો ત્યાં આસ્રવ છૂટી ગયો. બાપુ! અનાદિથી તું રાગને પડખે ચઢીને જન્મ-મરણના ચક્રાવામાં હેરાન થઈને મરી ગયો. અહીં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનના પડખે જે ચડયા તે કહે છે–અમે ચડયા તે ચડયા. હવે અમે પાછા પડવાના નથી. જેમ મોટા પત્થરને વચમાં તડ-સાંધ હોય છે. ત્યાં કાણું પાડી સુરંગ ચાપતાં હજારો મણ પથ્થરના જુદા કટકા થઈ જાય છે. તેમ ભગવાન આત્મા-અતીન્દ્રિય મહાપદાર્થ પ્રભુ કારણ પરમાત્મા અને રાગ વચ્ચે તડ છે, સાંધ છે. ત્યાં પ્રજ્ઞાછીણી નાખતાં ફડાક દઈને આત્મા અને રાગ જુદા પડી જાય છે. ત્યારે એક ભાઈ પૂછતા હતા કે તમે આત્માને કારણપરમાત્મા કહો છો તો કાર્ય જે આવવું જોઈએ તે કેમ આવતું નથી ? સમાધાન - ભાઈ ! જેણે વિશ્વાસમાં ભગવાન પૂર્ણાનંદમય કારણપરમાત્માનો સ્વીકાર કર્યો તેને કારણનું કાર્ય સમકિત આવ્યા વિના રહે નહિ. પણ કારણ પરમાત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો વિશ્વાસ છે તને? અનાદિથી એક સમયની પર્યાયમાં રમતું માંડી છે, પર્યાયને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. ભાઈ ! તું પુણ્ય કરી-કરીને અનંતવાર નવમી રૈવેયક ગયો, તને નવપૂર્વની લબ્ધિ પણ થઈ, પરંતુ કારણ પરમાત્મામાં દષ્ટિ કરી તેને જાણ્યો નહિ; શુભભાવ અને જ્ઞાનના ઉઘાડની પર્યાયની રુચિ કરી પણ બાપુ! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય કારણપરમાત્મા પ્રભુ એક સમયની પર્યાય જેટલો નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ભગવાન જ્ઞાયકનું જ્ઞાન આવે પણ ભગવાન જ્ઞાયક ન આવે. અહાહા..! અનંતગુણનો સાગર ભગવાન આત્મા છે; તેનું પુરું જ્ઞાન પર્યાયમાં આવે, એની પૂરી શ્રદ્ધા પર્યાયમાં થાય પણ વસ્તુ ત્રિકાળી તો ભિન્ન જ રહે. આવા ત્રિકાળી અખંડ એકરૂપ ચૈતન્યદ્રવ્ય-કારણપરમાત્માનો અંત:સન્મુખ થઈ વિશ્વાસ કરતાં સમકિત આદિ કાર્ય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...? ભાઈ....! આત્મા તો આત્મા છે; એની દૃષ્ટિ અને સ્થિરતાની જરૂર છે. એના કાર્ય માટે બહુ પંડિતાઈની-ક્ષયોપશમની જરૂર છે એમ નથી. પશુનો આત્મા પણ એની રુચિ કરીને સમકિત પામે છે. હજારો યોજનાના લાંબા મગરમચ્છને પણ સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ થાય છે. અહીં મુનિરાજ એમ કહે છે કે અમે જ્ઞાનાનંદની મૂર્તિ અતીન્દ્રિય સુખનો સાગર એવા ત્રિકાળી ભગવાન આત્માની દષ્ટિપૂર્વક રાગને જીત્યો છે. અહાહા....! વસ્તુ આત્મા પરિપૂર્ણ જ્ઞાયકતત્ત્વ છે. એમાં દષ્ટિ બાંધીને અમે આસ્રવ પર સદાને માટે વિજય પ્રાપ્ત કર્યો છે. અહાહા....! જેણે નિત્ય વિજય પ્રાપ્ત કર્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી, પરરૂપથી જુદી ચૈતન્યજ્યોતિ અમને પ્રગટ થઈ છે હવે કહે છે કેવી છે તે ચૈતન્યજ્યોતિ? “સચસ્વરૂપે નિયમિત રત' પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે-અચળપણે પ્રકાશિત છે, ‘નિયમ’ ચિન્મય છે, “નવસં' ઉજ્વળ ( નિર્મળ, નિરાબાધ, દેદીપ્યમાન) છે. વળી ‘નિન-ર-પ્રાયમરમ' નિજરસના (પોતાના ચૈતન્યરસના) ભારવાળી–અતિશયપણા વાળી છે. આવી ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે અને ફેલાય છે એટલે કે તે મુક્ત આત્મદશાને પામે છે. દુઃખરૂપ એવા પુણ્ય-પાપના બન્ને ભાવોને જીતીને સંવરને પામેલી જ્યોતિ આમ્રવને હવે કોઈ દિ' અડશે નહિ અર્થાત્ હવે આસ્રવ ફરીથી ઉત્પન્ન નહિ થાય. સમયસાર ગાથા ૩ માં આવે છે કે દરેક આત્મા પોતાના ગુણપર્યાયોને ચુંબતો સ્પર્શતો ટકી રહ્યો છે, પરદ્રવ્ય કે એના ગુણપર્યાયોને કદી અડતો-સ્પર્શતો નથી. અહીં કહે છે કે આત્મા પોતાના ગુણ તથા સંવિત્તિરૂપ એવી જ્ઞાનની પર્યાયને સ્પર્શે છે, રાગને સ્પર્શતો નથી. અહીં રાગને આત્માની પર્યાયમાંથી કાઢી નાખ્યો. (સંવર અધિકાર છે ને?) નિજરસના ભારવાળી એટલે શુદ્ધ ચૈતન્યરસના-આનંદરસના-વીતરાગરસના-શાંતરસના ભારવાળી–અતિશયપણાવાળી ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે. અહાહા..! શું કળશ છે! અલૌકિક અદ્દભુત વાત છે. જેમ હજાર પાંખડીવાળા ગુલાબની કળી બીડાયેલી હોય અને વિકસિત થાય તેમ અનંતગુણની અનંત પાંખડિયે વિકસિત થઈ ભગવાન પ્રગટ થાય છે. લ્યો, આવી વાત! * કળશ ૧૨૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અનાદિકાળથી જે આસવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર-અનાદર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે અર્થાત્ કેવળજ્ઞાન પામતાં સુધી જે રહેવાનો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદા-પરદ્રવ્ય અને પરભાવથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. જુઓ “નિજરસની અતિશયતાપૂર્વક એટલે ચૈતન્યપ્રકાશ રાગના કારણ વડે ઉદય પામે છે એમ નહિ પણ નિજ ચૈતન્યરસના કારણે ઉદય પામે છે; પહેલાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬૯ (ચૈતન્યપ્રકાશ પ્રગટયો તે પહેલાં) રાગ મંદ હતો એનાથી ઉદય પામે છે એમ નથી. સમજાણું કાંઈ....? સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩: મથાળુ ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. ભેદવિજ્ઞાન સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે. સમયસાર નાટકમાં આવે છે ને કે ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિરમલ નીર; ધોબી અંતર આતમા ધોવૈ નિજગુન ચીર.'' * ગાથા ૧૮૧ થી ૧૮૩: ટીકા ઉપરનું પ્રવચન * અધિકાર સૂક્ષ્મ છે. ધ્યાન દઈને સાંભળે તો સમજાય તેવો છે. શું કહે છે? “ખરેખર એક વસ્તની બીજી વસ્તુ નથી (અર્થાત એક વસ્તુની બીજી વસ્ત કાંઈ સંબંધી નથી), જુઓ, ખરેખર એટલે યથાર્થ દષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ છે નહિ. આ આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદમય વસ્તુ છે અને દયા, દાન, વ્રતાદિના પરિણામ આસ્રવ તત્ત્વ છે. અહીં કહે છે-એ આસ્રવ તત્ત્વ આત્મતત્ત્વનું નથી. “વસુ' એમ કહ્યું છે ને? એટલે કે વાસ્તવિકપણે એક વસ્તુની બીજી વસ્તુ નથી. રાગના પરિણામ આત્માના નહિ અને આત્મા રાગનો નહિ. ભાઈ ! જેને સંવર નામ ધર્મ પ્રગટ કરવો હોય, ધર્મની પ્રથમ સીડી એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય એના માટે આ વાત છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ – સિદ્ધ સમાન સદા પદ મેરો” એવું જે પોતાનું સ્વરૂપ એ પુણ્ય-પાપના ભાવનો થતો નથી. અહાહા...! આ તો ગજબ ટીકા છે! એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ પણ સંબંધી નથી અને એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ પણ સંબંધી નથી. ગજબ વાત ! ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપી સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીં કહે છે–દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ ભગવાન આત્માના ( સંબંધી) થતા નથી અને આત્મા એ શુભભાવમાં આવતો નથી. આવું અંદર ભેદવિજ્ઞાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-પાપના પરિણામ એ આત્માની ચીજ નથી કેમકે એ તો આસ્રવ તત્ત્વ છે જ્યારે આત્મા જ્ઞાયક તત્ત્વ સિદ્ધસ્વભાવી છે. બે ચીજ ભિન્ન ભિન્ન છે. આત્મામાં આસ્રવ નહિ અને આસ્રવમાં આત્મા નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦ ] પ્રવચન રત્નાકર ભાગ-૬ પાઠમાં શબ્દ છે કે-“ઉપયોગમાં ઉપયોગ છે.' ઉપયોગમાં કોઈ નથી. “ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે રાગથી ભિન્ન પડી જે જાણવા-દેખવાનું (જ્ઞાનમય) પરિણમન થયું એમાં ઉપયોગ એટલે આત્મા છે. જાણનક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ જાણનક્રિયા છે. અહીં આત્માના આધારે જાણ નક્રિયા છે એમ ન લીધું કેમકે અહીં એમ બતાવવું છે કે રાગથી ભિન્ન પડી જે જાણનક્રિયા થઈ એમાં “આ આત્મા છે' એમ આત્મા જણાયો. માટે જાણનક્રિયા તે આધાર અને આત્મા આધેય એમ અહીં લીધું છે. અધિકાર ખૂબ ઝીણો છે; એકલું માખણ છે. ઉપયોગમાં ઉપયોગ છે” એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદવિજ્ઞાન કર્યું તે જાણનક્રિયામાં આત્મા છે અર્થાત્ જાણનક્રિયામાં આત્મા જણાય છે. જાણનક્રિયામાં આત્મા છે, એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી. ભાઈ ! આ તો જન્મ-મરણની ગાંઠ ગાળવાની વાત છે. સંસારનાં પાપ તો અનંતવાર કર્યા અને પુણ્ય પણ અનંતવાર કર્યા. એક નરકના ભવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ-એ રીતે અનંતા નરકના અને એનાથી અસંખ્યગુણા અનંતા સ્વર્ગના ભવ કર્યા. જે પુણ્યના ફળમાં સ્વર્ગના ભવ થયા તે પુણ્યના પરિણામ આત્મામાં નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે પુણ્ય છે તે આત્મામાં નથી અને આત્મા એ વ્યવહારરત્નત્રયમાં-પુણ્યમાં નથી. ભાઈ ! પુણ્યથી આત્મા જણાય એવી વસ્તુ આત્મા નથી. રાગથી-પુણ્યથી ભિન્ન પડી, જ્ઞાનની પરિણતિમાં આત્માને લક્ષમાં લેતાં, તેમાં (જાણ નક્રિયામાં) આત્મા જણાય છે. રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. આત્માના આધારમાં એ જડ છે નહિ; તેમ આત્માના આધારે એ જડ થાય છે એમ પણ નહિ. ભાઈ ! વ્યવહારરત્નત્રયના વિકલ્પ આત્માના આધારે થાય છે એમ નથી, તેમ રાગના આધારે આત્મા જણાય છે એમ પણ નથી. જેમ જડ પુદ્ગલ અને આત્મા જુદા છે એમ આસ્રવ અને આત્મા જુદા છે. સાત તત્ત્વમાં ભગવાને આસ્રવતત્ત્વ અને જીવતત્ત્વ ભિન્ન ભિન્ન કહ્યાં છે. માટે જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયકસ્વભાવનો આશ્રય લેવો જોઈએ. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. માટે આત્મા જાણનક્રિયાના આધારે જણાય અને રાગ રાગના આધારે થાય, રાગ આત્માના આધારે ન થાય. વ્યવહારરત્નત્રયનો રાગ આત્માના આધારે ન થાય, એને પરનો-નિમિત્તનો આધાર-આશ્રય છે. એનું વલણ પર તરફ વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૧ વ્યવહારરત્નત્રય એ ચીજ જુદી છે અને જાણનક્રિયાના આધારે જણાય તે આત્મા ચીજ જુદી છે. આગ્નવભાવ અને ચૈતન્યભાવ એકબીજાના કોઈ સંબંધી નથી. આસ્રવ પણ વસ્તુ છે તે પોતાપણે છે અને પરપણે એટલે જીવપણે નથી. આગળ કળશ ૨00 માં પણ આવશે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ છે જ નહિ. એક વસ્તુની બીજી વસ્તુ નથી; કેમ? તો કહે છે-“કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે).' શું કહે છે આ? કે શુદ્ધ આત્માના પ્રદેશો અને આસ્રવના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશો, પણ જેટલા અંશમાં આસ્રવ ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન કહ્યા છે. લ્યો, લોકો તો કહે છે-આ વ્રત, તપસ્યા કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરોને થઈ ગયો ધર્મ. બાપુ! એ ધર્મ છે જ નહિ. એવા કલેશ તો અનંતવાર કર્યા પણ છાંટો પણ ધર્મ થયો નહિ. ભાઈ ! તને ખબર નથી પણ રાગ એ કલેશ છે, દુ:ખ છે ભગવાન! જેમ આ આત્મા બીજા આત્માનો નથી, જેમ આત્મા શરીરમાં નથી અને શરીર આત્મામાં નથી તેમ, અહીં કહે છે-જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તે રાગ છે અને તેનું ક્ષેત્ર-પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. બે વસ્તુ જ ભિન્ન છે કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે, પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને (બેને) એક સત્તાની અનુપત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી, અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ ! આ માથાના વાળ નથી હોતા? એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે; વાળ એક અને છેડા બે. એમાં બે છેડા ભિન્ન ન પડે, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય. અહીં ( જ્ઞાનમાં) ચિરાય છે એની વાત છે. અલૌકિક વાત છે ભાઈ ! દિગંબર સંતો સિવાય આવી વાત બીજે કયાંય છે નહિ. અહો ! દિગબર સંતો તો કેવળીના કડાયતીઓ છે. અહા! આવું દુર્લભ મનુષ્યપણું એને કયારે મળે અને ક્યારે એને આવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સાંભળવા મળે ? અરે! છતાં હજુ તે પાપમાંથી નવરો પડતો નથી. ધંધો-વેપાર અને બૈરાંછોકરાં સાચવવામાં અને ભોગ અને ભોગની સામગ્રીમાં આખો દિવસ પાપકાર્યમાં ગુંચાયેલો રહે છે, કદાચ એકાદ કલાક શાસ્ત્ર સાંભળવાનો વખત લે તો તે પણ શુભભાવ છે; એનાથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. અરે ભાઈ! આ મનુષ્યપણું આમ ને આમ વેડફાઈ જાય છે. મિથ્યાદર્શન રહે તો આંખો મિંચાઈને તે કયાંય ચાલ્યો જશે. (૮૪ ના અવતારમાં એવો ખોવાઈ જશે કે પત્તો જ નહિ લાગે ). અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવ બન્ને આસ્રવ છે અને (પોતાનાથી ) ભિન્ન ચીજ છે. એને પોતાના માનવા એ હિંસા છે. પ૨ની દયા પાળવાનો રાગ ઉઠે તે હિંસા છે અને એને પોતાનો માનવો તે મહાહિંસા (મિથ્યાત્વ) છે. રાગથી ભિન્ન પડી ભગવાન શાયકના આશ્રયે જાણનક્રિયા-વીતરાગી અવસ્થા થાય તે અહિંસા છે અને એ અહિંસાથી આત્મા જણાય છે. સમજાણું કાંઈ...? ‘કાંઈ ’ એટલે જે કહેવાય છે એની ગંધ પણ આવે છે કે? અહા ! આખું સમજાય એનો તો બેડો પાર થઈ જાય; મહા કલ્યાણ થઈ જાય. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ચૈતન્યબિંબ-અનંત ચૈતન્યપ્રકાશનો પિંડ છે; અને રાગ અંધકાર છે. રાગ નથી જાણતો પોતાને, નથી જાણતો જોડે રહેલા ચૈતન્યને; રાગ બીજા દ્વારા (ચૈતન્ય દ્વારા) જણાય છે. માટે રાગ છે તે જડ સ્વભાવ છે, અજીવ છે. ભાઈ ? જીવનું જીવન-ધર્મીનું જીવન તો સ્વ-અનુભવ છે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનની પરિણતિ સહિત જીવવું એ જીવનું જીવન છે. રાગને કર્તવ્ય માનીને જીવવું એ તો મિથ્યાત્વનું જીવન છે, એ ચૈતન્યનું જીવન નથી. અહીં કહે છે -રાગ અને આત્માના પ્રદેશો ભિન્ન છે, રાગ અને નિર્મળ પરિણતિના અંશો ( પ્રદેશો ) પણ ભિન્ન છે. અહો! ભેદજ્ઞાનની આ અપૂર્વ વાત છે. અહીં સુધી એક વસ્તુની બીજી વસ્તુ નથી અને આસ્રવ અને આત્માની ભિન્ન ભિન્ન સત્તા છે એમ બે વાત થઈ. હવે ત્રીજી વાત ‘અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારઆધેય સંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ ) જ આધારઆધેય સંબંધ છે.' જુઓ શું કહે છે? એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી અર્થાત્ આત્માની આસવવસ્તુ નહિ હોવાથી વા આસ્રવ આત્મવસ્તુનો નહિ હોવાથી આત્મા સાથે આસ્રવને આધાર-આધેય સંબંધ નથી. રાગના-વ્યવહારરત્નત્રયના આધારે આત્મા જણાય કે આત્માના આધારે વ્યવહા૨૨ત્નત્રય-રાગ થાય એવો પરસ્પર આધારઆધેય સંબંધ છે નહિ. જાણનક્રિયા જે આત્માના સ્વરૂપભૂત છે તેમાં આત્મા જણાય છે. માટે આત્માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૩ પોતાના સ્વરૂપભૂત જે જાણનક્રિયા તેમાં પ્રતિષ્ઠારૂપ-દઢપણે રહેવારૂપ આધારઆધેય સંબંધ છે પણ રાગમાં રહેવારૂપ આધારઆધેય સંબંધ નથી જ. આવી વાત ! ભાઈ ! આ તો કોલેજ જ જુદી જાતની છે. આ તો જન્મ-મરણથી રહિત થવાના અભ્યાસની કોલેજ છે. ભાઈ ! તને પુણ્ય-પરિણામ મારા એવી માન્યતારૂપ મિથ્યાત્વનો મહારોગ થયો છે. શ્રીમદે કહ્યું છે ને કે “ “આત્મભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' રાગ ને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. જે ભિન્ન છે એવા રાગથી આત્માને લાભ માને અને એનું પોતાને કર્તાપણું માને એ મિથ્યાત્વભાવ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપને છોડી જે શુભરાગનો કર્તા થાય તે મિથ્યાદષ્ટિ છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યના ભાનપૂર્વક રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું એવો જ્ઞાની, રાગ હો ભલે પણ રાગનો કર્તા થતો નથી. અહાહા...! રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ એવો આત્મા તો સદા સર્વજ્ઞસ્વરૂપ છે-જાણે સૌને પણ કરે કોઈને નહિ એવું એનું સ્વરૂપ છે. લોકોને તો આ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો-એમ કરો કરો એ જ જાણે ધર્મ છે. અરે ભાઈ ! એવું તો તેં અનંતવાર કર્યું છે, અભવી પણ કરે છે. છહુઢાળામાં આવે છે ને કે “મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.'' સાંભળને ભાઈ ! એ પંચ મહાવ્રત અને અટ્ટાવીસ મૂલગુણના પાલનનો રાગ એ દુઃખ છે, આસ્રવ છે. એવા રાગની ક્રિયા તો અનંતવાર કરી, પણ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પોતે છે એવું જ્ઞાન-ભેદવિજ્ઞાન કદી કર્યું નહિ. ભેદજ્ઞાન વિના, સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર હોતાં નથી. જ્ઞાન અને આનંદની પરિણતિથી આનંદનો નાથ ભગવાન જણાય છે. આનંદનું અને દુઃખનું સ્વરૂપ તદ્દન ભિન્ન ભિન્ન છે. પ્રભુ! તને આ શું થયું? તારો નાથ તો અંદર નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે. જાણનક્રિયા એ એનું સ્વરૂપ છે; જાણનક્રિયામાં એ જણાય છે. રાગ-આસ્રવ એનું સ્વરૂપ નથી, રાગ-આસ્રવથી એ જણાતો નથી. રાગ તો જડસ્વરૂપ છે. પંચમહાવ્રતના પરિણામ પણ રાગ છે તેથી જડ છે, દુઃખ છે, અજીવ છે. આત્માથી એનું લક્ષણ તદ્દન ભિન્ન છે, એના પ્રદેશ જુદા, તેથી એનું હોવાપણું જુદું છે. રાગને અને આત્માને આધારઆધેય સંબંધ નથી. રાગનો આધારઆધેય સંબંધ પણ જુદો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહા...! પાંચ-પચાસ લાખ રૂપિયા મળે એટલે જાણે હું પહોળો અને શેરી સાંકડી એમ એને થઈ જાય છે. પણ ભાઈ ! એ તો પર ચીજ છે ને નાથ ! જ્યારે રાગને પર ચીજ કહી ત્યાં શરીર અને પૈસા પોતાની ચીજ કયાંથી થઈ? આ વ્યવહારરત્નત્રયના રાગને પણ અહીં પર ચીજ કહી છે. બાપુ! તને સાંભળવું આકરું લાગે પણ સત્ય તો આ છે ભાઈ ! સત્યને સંખ્યાની જરૂર નથી; ઝાઝા માનનાર હોય તો એ સત્ય એમ નથી. સત્ય સત્યપણે જણાયું પછી ભલે તે એકલો જ હોય, પોતે જ સત્ય છે. આનંદનો સાગર મીઠો મહેરામણ અંદર પ્રભુ પડ્યો છે. તે એની શુદ્ધ પરિણતિમાં જણાય એવો છે. તેથી અહીં શુદ્ધ પરિણતિને આધાર અને આત્માને આધેય કહ્યો છે. વસ્તુ સદા પરમાત્મસ્વરૂપ જ છે; પણ એ પરમાત્મસ્વરૂપ એના જ્ઞાનમાં આવે ત્યારે પરમાત્મસ્વરૂપ કહેવાય ને? આ સિવાય વ્રત કરે ને ભક્તિ કરે ને સમ્મદશિખરની જાત્રા કરે-એ બધું કાંઈ નથી. સાક્ષાત્ ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજમાન હોય એનાં દર્શન-ભક્તિ કરે તોય એ કાંઈ નથી. એ તો શુભરાગ છે અને એ રાગ અને આત્મા તન્ન ભિન્ન ભિન્ન છે. પુરુષાર્થસિદ્ધયુપાય નામના શાસ્ત્રમાં જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય એ પણ હિંસા અને અપરાધ છે એમ કહ્યું છે. તીર્થંકર ગોત્ર બાંધ્યું એને બે ભવ વધી ગયા. ભાઈ ! અમૃતના નાથને શરીર મળે એ તો કલંક છે. ભાઈ ! માર્ગ તો આ છે. એકાન્ત છે એમ કહીને એને તું ના ન પાડ ભાઈ ! આ તો સમ્યક એકાન્ત છે. ભગવાન! તારી ચીજ કેવી છે અને તે કેમ જાણાય એની તને ખબર નથી. તારી ચીજમાં તો આનંદ, આનંદ, આનંદ ભર્યો છે, અને તે જ્ઞાનની-જાણનક્રિયાની નિર્મળ પરિણતિમાં જણાય છે. એ આનંદરૂપ ચીજમાં આસ્રવના પરિણામ થાય એ દુઃખરૂપ છે. હવે આવી વાત કોઈ દિ' સાંભળવા મળી ન હોય એટલે રાડ પાડે કે આ નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે; પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય, નિશ્ચય નામ યથાર્થ, વાસ્તવિક, નિરુપચાર સત્યાર્થ વસ્તુ. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર, ભગવાન બિરાજે છે. પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. સંવત્ ૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રભુ પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી શું લાવ્યા? તો આ સંદેશો લાવ્યા કે-રાગ આત્માનો નથી અને આત્મા રાગનો નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો ભંડાર છે અને રાગ દુ:ખનો ભંડાર છે. આચાર્ય ભગવંતોએ ગાથામાં અને ટીકામાં જે કહ્યું છે તેનું આ સ્પષ્ટીકરણ ચાલે છે. છેલ્લે તો એમ કહેશે કેભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે અને દયા, દાન આદિના ભાવ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ઇત્યાદિ અજ્ઞાન છે અર્થાત એમાં જ્ઞાન નથી. રાગમાં જ્ઞાન નથી એ કારણે તે અજ્ઞાન છે. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૫ નહિ પણ જ્ઞાન નહિ એટલે અજ્ઞાન એમ અર્થ છે. જ્ઞાનસ્વરૂપી આત્મા રાગમાં નહિ અને રાગ જ્ઞાનસ્વરૂપી આત્મામાં નહિ. જ્ઞાન (આત્મા) અને અજ્ઞાન (રાગ ) ભિન્ન ભિન્ન છે. ભેદજ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્યું નથી; અને એના વિના ચારગતિમાં રખડવું મટે એમ નથી. નવતત્ત્વમાં દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. રાગ આસ્રવ છે અને આત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાયક છે. તે બે વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. વ્યવહારરત્નત્રયમાં આત્મા જણાય અને આત્મામાં વ્યવહારરત્નત્રય હોય એમ કદી છે નહિ. ધર્મની મૂળ ચીજ આ છે. રાગના આધારે આત્મા જાણવામાં આવે અને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય એમ છે નહિ; કેમકે રાગની ઉત્પત્તિ પરલક્ષે થાય છે અને જ્ઞાનની પરિણતિ સ્વલક્ષે ઉત્પન્ન થાય છે. બન્નેની દિશા અને દશામાં ફેર છે. ૫ર તરફની દિશાથી રાગની દશા ઉત્પન્ન થાય છે જ્યારે સ્વ તરફની દિશાથી ધર્મની દશા ઉત્પન્ન થાય છે. ભાઈ ! ધર્મની દશાનો આશ્રય સ્વ છે, રાગ નહિ, પર નહિ. અહો ! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. અહીં કહે છે-રાગ આધાર અને આત્મા આધેય કે આત્મા આધાર અને રાગ આધેય એમ છે નહિ. હજી તો આ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન વિના, આત્માના અનુભવ વિના ચારિત્ર ત્રણકાળમાં હોતું નથી. અજ્ઞાનીનાં વ્રત ને તપને ભગવાને (મૂર્ખાઈ ભર્યા) બાળવ્રત અને બાળતપ કહ્યાં છે. ભાઈ ! તું અનંતવાર સમોસરણમાં ગયો, ભગવાનની અનંતવાર પૂજા કરી, હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષનાં ફૂલ વડે અનંતવાર ભગવાનની આરતી ઉતારી. પણ એ તો બધો શુભભાવ છે; એમાં ક્યાં આત્મા છે? આ બધું સમજવું પડશે હોં, નહિતર એમ ને એમ જીંદગી ચાલી જશે, અને મરીને કયાંય ઢોરમાં-તિર્યંચમાં ચાલ્યો જઈશ. કદાચિત્ કાંઈ પુણ્યભાવ થયો હશે તો મિથ્યાત્વ સહિત સ્વર્ગમાં જશે; પણ તેથી શું? મિથ્યાત્વનું પરંપરા ફળ તો નિગોદ જ છે. આચાર્ય કુંદકુંદદેવ અતીન્દ્રિય આનંદના સ્વાદના રસિયા અનુભવી પુરુષ હતા. અહો ! ભાવલિંગી મુનિવરોને પર્યાયમાં પ્રચુર આનંદના સ્વાદનું વદન હોય છે. આચાર્યદવ ગાથા ૫ માં કહે છે-હું મારા નિજવૈભવથી સમયસાર કહીશ. ત્યાં નિજવૈભવ કેવો છે તેનું વર્ણન કરતાં કહે છે-“સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુર-સ્વસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે.' જુઓ આ ધર્મ અને આ મુનિપણું ! પંચમહાવ્રત પાળતા હતા અને નગ્ન હતા એમ ત્યાં ન કહ્યું, કારણ કે એ મૂનિપણું કયાં છે? સમયસાર ગાથા ૭ર માં આત્માને “ભગવાન આત્મા” એમ ત્રણવાર આચાર્ય અમૃતચંદ્ર કહ્યું છે. અહાહા..! તું ભગવાન આત્મા છો ને? ભગવાન! તારા મહિમાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કોઈ પાર નથી. નાના બાળકને જેમ એની મા પારણામાં ઝુલાવી એનાં વખાણ કરે છે અને સુવાડી દે છે તેમ અહીં આચાર્યદવ આત્માને “ભગવાન આત્મા” કહી અજ્ઞાનમાંથી જગાડે છે. કહે છે-જાગ રે જાગ, નાથ ! તું ત્રણલોકનો નાથ છે. તારી પુંજીમાં તો અનંત અનંત આનંદની લક્ષ્મી ભરી છે. આ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો જે સ્વાદ આવે છે તે તારી ચૈતન્યપુંજીમાંથી આવે છે. એ (ચૈતન્યલક્ષ્મી) તારી પુંજી છે; આ ધૂળ (ધન) તે તારી પુંજી નહિ. આ શરીર–બરીર તો હાડકાંનો માળો છે. અને એમાં જે સડન-ગલનની ક્રિયાઓ થાય છે એ બધી જડની ક્રિયાઓ છે. જુઓ, ક્રિયા ત્રણ પ્રકારની છે ૧. જડની ક્રિયા. આ ચાલવાની, બોલવાની, ખાવાપીવાની ઇત્યાદિ જે શરીરની ક્રિયા છે તે જડની ક્રિયા છે, આત્માની નહિ. ૨. વિભાવિક ક્રિયા. અંદર જે રાગાદિ પરિણમન છે તે વિભાવિક ક્રિયા છે. આ દુઃખરૂપ ક્રિયા છે. દયા, દાન આદિ રાગના પરિણામ દુઃખરૂપ છે. ૩. જ્ઞાનની ક્રિયા. રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં અંતર એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા છે. એમાં અતીન્દ્રિય આનંદ આવે છે. રાગથી ભિન્ન પડી આનંદના નાથ ઉપર દૃષ્ટિ પડતાં જે જ્ઞાનક્રિયા થઈ એમાં ભેગો શુદ્ધતાનો આનંદ આવે છે. રાગમાં આનંદ કયાં છે? સ્ત્રી કે પૈસામાં આનંદ કયાં છે ? (નથી ). રાગની ઉત્પત્તિ ન થાય એવી જ્ઞાનક્રિયામાં–જાણ નક્રિયામાં ભેગો આનંદ હોય છે, અને તે ધર્મીની ક્રિયા છે. પ્રશ્ન- તો શું જીવોની દયા પાળવી તે ધર્મ નહિ? ઉત્તર- રાગની ઉત્પત્તિ ન થવી અને જાણન-પર્યાય ઉત્પન્ન થવી એને ભગવાન સાચી દયા કહે છે. રાગની ઉત્પત્તિ થવી એ આત્માની અદયા છે, હિંસા છે. ધર્મીને દયા આદિ રાગ આવે છે પણ એ ધર્મ છે એમ નથી. (વ્યવહારથી–ઉપચારથી એને ધર્મ કહે છે એ જુદી વાત છે). હવે આગળ કહે છે-“માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે.' શું કહે છે? જ્ઞાન એટલે ભગવાન આત્મા અને જાણનક્રિયા એટલે ચૈતન્યની જાણવાની ક્રિયા. રાગથી ભિન્ન પડી સ્વરૂપના લક્ષે જે જાણનક્રિયારૂપ વીતરાગી આનંદની દશા થઈ તેમાં પોતાનું સ્વરૂપ પ્રતિષ્ઠિત છે અર્થાત્ તેમાં આત્મા છે એટલે કે આત્મા જણાય છે. તેથી જાણનક્રિયા તે આધાર છે અને આત્મા આધેય છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે પરિણતિ થઈ તેમાં આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૭ જાણવામાં આવે છે માટે તેને આધાર કહ્યો અને આત્માને આધેય કહ્યો. આ જાણનક્રિયા સ્વભાવભૂત હોવાથી આત્માથી અભિન્ન છે. માટે કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. વળી, ‘ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે.’ આત્મસ્વભાવની અરુચિરૂપ જે ભાવ-ક્રોધ, માન, માયા અને લોભ તેને ક્રોધાદિ કહ્યા છે. સ્વરૂપની અરુચિના બે પ્રકાર-રાગ અને દ્વેષ. તેમાં સ્વરૂપની અરુચિ એવો જે દ્વેષભાવ તેના બે પ્રકાર-ક્રોધ અને માન અને સ્વરૂપ પ્રત્યેનો અનાદર એવો જે રાગ તેના બે પ્રકાર-માયા અને લોભ. આત્મા સદા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદસ્વરૂપે અંદર વિરાજે છે. તેને છોડી જેને પુણ્યભાવની રુચિ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે-આત્માની અરુચિરૂપ ક્રોધાદિ પરિણામની ક્રિયા થઈ તેના આધારે ક્રોધાદિ છે. વિકારના પરિણમનની ક્રિયાના આધારે વિકાર છે, આત્માના આધારે વિકાર નથી. રાગની ક્રિયા આત્માના વિરોધની-ક્રોધાદિ ક્રિયા છે. જીવની ક્રોધાદિકની પર્યાય અનાદિથી ક્રોધાદિ ક્રિયામાં છે; તેની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ આત્માને લઈને નથી. વિકાર પણ પોતાના ષટ્કારકથી પરિણમે છે. ક્રોધાદિ ક્રિયા એટલે વિકા૨નું ષટ્કારકરૂપ જે પરિણમન તેમાં ક્રોધાદિ છે, આત્મા નથી અને આત્મામાં ક્રોધાદિ નથી. સ્વરૂપની વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વની ક્રિયા એના પરિણમનમાં વિકાર છે, આત્માના પરિણમનમાં મિથ્યાત્વાદિ વિકાર નથી. ક્રોધાદિક્રિયા એટલે ક્રોધાદિનું પરિણમન; એ પરિણમનમાં ક્રોધાદિ છે. આત્માની પર્યાયમાં ક્રોધાદિનું પરિણમન નથી. આત્માની પર્યાય તો જાણવું-દેખવું આનંદ આદિ છે. આત્માની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે કેમકે એમાં ભગવાન આત્મા છે જ્યારે ક્રોધાદિ પરિણમનમાં આત્મા જણાતો નથી કેમકે તેમાં આત્મા કયાં છે કે જણાય ? અહીં કહે છે-ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું છે, જેમ જ્ઞાન અને આનંદનું પરિણમન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માથી અભિન્ન છે તેમ ક્રોધાદિનું પરિણમન ક્રોધાદિથી અભિન્ન છે. ક્રોધાદિ પરિણમનમાં ક્રોધાદિ જણાય છે, આત્મા નહિ. પુણ્ય-પાપરૂપ પરિણમનમાં પુણ્યપાપના ભાવ છે એમ જણાય છે. પુણ્ય-પાપના ભાવમાં આત્મા છે અને આત્માથી તે થયા છે એમ છે નહિ. અહીં બન્ને વચ્ચેની ગાંઠને ભેદી-ચીરી નાખી છે. જ્યાંસુધી પર્યાયબુદ્ધિ છે ત્યાંસુધી રાગની બુદ્ધિ છે. એ રાગની બુદ્ધિના આધારે રાગ છે, આત્માના આધારે રાગ છે એમ છે નહિ. ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે અર્થાત્ વિકારનું પરિણમન વિકા૨થી એકમેક હોવાને લીધે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વિકાર વિકારમાં જ છે. વિકારનું લક્ષ પર છે, પરંતુ વિકાર એના પોતાના (વિકારના) પરિણમનમાં છે, આત્મામાં નહિ અને ૫ર નિમિત્તમાં પણ નહિ. સ્વભાવની દૃષ્ટિ વિના રાગ અને વિકારનું જે પરિણમન થયું તે વિકારનું પરિણમન વિકારમાં છે, પરના પરિણમનમાં નહિ તેમ જ આત્માના પરિણમનમાં પણ નહિ. પર્યાયબુદ્ધિમાં જે વિકાર થયો એ વિકારના પરિણમનનો આધાર વિકાર છે. મિથ્યાષ્ટિપણાનું પરિણમન મિથ્યાષ્ટિપણામાં છે એમ કહે છે. એ પરિણમનને પોતાનું કરવું એ પરિણમનનું સ્વરૂપ છે; કેમકે વિકારની એક સમયની પર્યાય પણ પોતાના પકારકથી પરિણમી રહી છે, નિમિત્તના કારણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કારણે પણ નહિ. ભાઈ ! આ તો વીતરાગનું તત્ત્વજ્ઞાન છે જેને ઇન્દ્રો અને ગણધરો એકચિત્ત થઈને સાંભળે છે. અહા ! ચાર જ્ઞાનના ધારી જેને બાર અંગ અને ચૌદ પૂર્વની લબ્ધિ પ્રગટ થઈ છે એવા ગણધરદેવ જે દિવ્યધ્વનિ સાંભળે તે વાણી કેવી હોય? પરમ અદ્ભુત, અલૌકિક! ભાઈ ! એકવાર સાંભળ તો ખરો. કહે છે તારી જાણનક્રિયામાં તું રહ્યો છું. સ્વરૂપના લક્ષે જે જ્ઞાન, દર્શન, આનંદ અને સ્થિરતાની ક્રિયા થાય તે ક્રિયા સ્વરૂપભૂત હોવાથી ભગવાન! તું એ જાણનક્રિયામાં રહેલો છે. તે શરીરમાં, વાણીમાં, કુટુંબમાં કે રાગમાં રહ્યો છું એમ નથી. સમયસાર ગાથા ૬ માં આવે છે કે શુભાશુભભાવના સ્વભાવે ભગવાન જ્ઞાયક થયો જ નથી. જ્ઞાયકભાવ એટલે સમજણનો પિંડ, જ્ઞાનનો સાગર એની જ્ઞાનની પરિણતિમાં રહેલો છે, શુભાશુભભાવમાં નહિ. શુભાશુભભાવ તો જડ છે. ભાઈ ! આ પંચમકાળમાં પણ આત્મા જ્ઞાયક પ્રભુ તો પરિપૂર્ણ જ છે; જે દોષ છે તે પર્યાયમાં છે. (એ દોષની પર્યાયમાં આત્મા નથી). આ દેહ તો જડ માટી છે. લોઢાની ખીલી વાગે ત્યારે કહે છે ને કે-પાણી લગાડશો મા, કેમકે મારી માટી પાણી છે. લ્યો, એક બાજા માટી કહે અને વળી પાછી મારી કહે! મહા વિચિત્ર ! (અજ્ઞાનીનાં બોલવાનાં કાંઈ ઠેકાણાં હોતાં નથી). અહીં કહે છે-ભગવાન! તારો મહિમા અપરંપાર છે. તું તારા મહિમા ભૂલી ગયો એટલે તને રાગની ક્રિયાનો-પુણ્યની ક્રિયાનો મહિમા આવે છે. અહીં કહે છે- મિથ્યાભ્રાંતિનું પરિણમન મિથ્યાભ્રાન્તિને લઈને છે, આત્માને લઈને નહિ; અન્યથા મિથ્યાભ્રાંતિ આત્માનો (નૈકાલિક) સ્વભાવ થઈ જાય. આ તો ચૈતન્યચમત્કારની વાતો છે. ભગવાન તારો ચમત્કાર તું રાગરહિત જ્ઞાનની ચમત્કારિક પરિણતિમાં જણાય તે છે. આત્મા પવિત્ર શુદ્ધ છે; એ પવિત્ર જ્ઞાનનું જ સ્વરૂપ છે, એ જ તેનો આધાર છે, કેમકે જાણનક્રિયા અને જ્ઞાન એકમેક છે. જાણવાની, શ્રદ્ધાની, આનંદની વીતરાગ પરિણતિ આત્માથી જુદી નથી, એકમેક છે. તેથી સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] | [ ૩૭૯ આત્મા આત્મામાં જ છે. તેવી રીતે કોઈ ક્રોધમાં જ છે, આત્મામાં નહિ. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતાદિના પરિણામ ઇત્યાદિ વિકાર વિકારમાં છે. આત્મામાં નહિ. વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા હોવાથી તેમને પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી.' પહેલાં કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિ ક્રોધાદિમાં જ છે. હવે કહે છે કે ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન કહેતાં આત્મા નથી, અને આત્મામાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી. જુઓ, આત્માનું પરિણમન-જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ પરિણમન રાગને લઈને, કર્મને લઈને કે નોકર્મને લઈને છે એમ નથી. કર્મ માર્ગ આપે તો જ્ઞાનનું, શ્રદ્ધાનું પરિણમન થાય એમ નથી. આ શરીર, મન, વાણી, ધનસંપત્તિ, કુટુંબ-પરિવાર ઇત્યાદિમાં આત્મા નથી. એમના વડે આત્માને લાભ થાય એમ બીલકુલ નથી. નિયમસારમાં ઉદ્ભૂત એક શ્લોકમાં આવે છે કે-બૈરાં-છોકરાં કુટુંબ-પરિવાર વગેરે ધૂતારાઓની ટોળી આજીવિકા માટે એકઠી મળેલી છે. જુઓને, કોઈ રોગ થયો હોય અને છ મહિના, બાર મહિના લંબાય તો એની ચાકરી કરનાર થાકી જાય એટલે એને અંદર એમ થાય કે-“ખાટલો ખાલી કરે તો સારું.” બચવાનો હોય નહિ છતાં લોકલાજે ખર્ચ કરવો પડતો હોય, ડોકટરને બોલાવવા પડતા હોય અને સેવામાં હાજર રહેવું પડતું હોય એટલે અંદરમાં આવો વિચાર ચાલે! જુઓ આ સંસાર! સમજાણું કાંઈ..? અહીં કહે છે કે ક્રોધાદિ વિકારમાં, કર્મ કે નોકર્મમાં જ્ઞાન-આત્મા નથી અને જ્ઞાનમાંઆત્મામાં ક્રોધાદિ વિકાર, કર્મ કે નોકર્મ નથી. કેમ નથી? તો કહે છે–તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. પુણ્ય-પાપના ભાવને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. તેવી જ રીતે કર્મ ને શરીરાદિને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. આત્માનું તો જાણનસ્વરૂપ છે અને ક્રોધાદિનું એનાથી વિરુદ્ધ જડસ્વરૂપ છે. તેથી આત્મામાં રંગરાગના ભાવ છે જ નહિ. શુભરાગને અને ભગવાન આત્માને પરસ્પર અત્યંત વિરોધ છે. માટે જે કોઈ કહે કે રાગની મંદતા કરતાં કરતાં ધર્મ થાય વા વ્યવહારના ક્રિયાકાંડ કરતાં કરતાં નિશ્ચય થાય તો એ યથાર્થ નથી. રાગ વડે આત્મા જણાય એ ત્રણકાળમાં બનવા યોગ્ય નથી. આત્માનું જ્ઞાનસ્વરૂપ અને પુણ્ય-પાપના ભાવનું સ્વરૂપ પરસ્પર અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને આધાર-આધેય સંબંધ નથી. આત્માની પરિણતિ આધાર અને રાગાદિ આધેય એમ નથી, વા રાગાદિ આધાર અને જ્ઞાન આધેય એમ પણ નથી. અહો ! અમૃતને પાનારાં અમૃતચંદ્રનાં આ અમૃત-વચનો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભાઈ ! તારો મહિમા તેં બીજામાં–રાગમાં અને પુણ્યમાં નાખી દીધો. વળી કાંઈક શરીર સારું મળ્યું તો એમાં તને અધિકતા ભાસે છે. આમ પોતાના સ્વભાવ સિવાય પ૨વસ્તુ તને ઠીક રુચિકર લાગે છે તે ૫૨નો તને મહિમા થયો છે. ૫૨નો મહિમા કરીને સ્વરૂપભ્રાંતિને લીધે ભાઈ ! તું અનંતકાળમાં દુ:ખી થયો છું. અહીં કહે છે-૫૨-રાગાદિને, કર્મ-નોકર્મને અને આત્માને પરસ્પર સ્વરૂપવિપરીતતા છે, સ્વરૂપથી જ વિરોધ છે. આત્માનું જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને રાગાદિ આસવો જડ અને દુઃખ સ્વરૂપે છે. આમ આત્મા અને આસવોને અત્યંત સ્વરૂપવિપરીતતા છે; તેથી બન્નેને પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી. ત્યારે એમાંથી કોઈ કાઢે કે ૫૨માર્થભૂત આધારઆધેય સંબંધ નથી પણ વ્યવહારથી તો એવો સંબંધ છે ને? તેને કહીએ છીએ કે ભાઈ ! અસદ્દભૂત વ્યવહારનયથી એનું જ્ઞાન કરાવવા એવો સંબંધ કહેવામાં આવે છે. પ્રશ્ન:- કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એવું પ્રવચનસારમાં આવે છે ને ? ઉત્ત૨:- હા, આવે છે; પણ એ કઈ અપેક્ષાએ કથન છે એ જાણવું જોઈએ ને? શાસ્ત્રમાં એક બાજુ ‘હા’ પાડે અને બીજી બાજુ ‘ના' પાડે તો એનો અર્થ શું તે સમજવું જોઈએ ને? શાસ્ત્રમાં કયા નયનું એ વચન છે તે યથાર્થ જાણી તેનો ભાવ યથાર્થ સમજવો જોઈએ. કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એ વ્યવહારનયનું-અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે અને તે ઉપચાર છે જ્યારે અહીં કહે છે-ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા છે; આ નિશ્ચયનય છે અને તે યથાર્થ છે, સત્યાર્થ છે. વ્યવહારથી નિશ્ચય થાય એમ જયસેનાચાર્યની ટીકામાં બહુ આવે છે. એથી લોકો એને વળગી પડે છે. પણ ભાઈ ! એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. અહીં કહે છે–વ્યવહારને અને આત્માને સ્વરૂપવિપરીતતા છે માટે આત્માને અને વ્યવહારને (−રાગને) આધારઆધેય સંબંધ નથી. જ્યાં આધારઆધેય સંબંધ કહ્યો હોય ત્યાં એ વ્યવહારનયનું ઉપચારકથન છે એમ સમજવું. રાગ છે તે આત્માનું સ્વરૂપ નથી તેથી તે અસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. નિશ્ચયની સાથે તે તે ભૂમિકામાં જે રાગ હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારનયથી કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૧૨ માં એ જ કહ્યું છે કે-વ્યવહાર તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. સ્વના આશ્રયે પ્રગટ થતાં જ્ઞાન અને આનંદ સુખનું કારણ છે અને સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધા-વેપાર આદિ પરના આશ્રયે થતો રાગ તથા ૫૨ પદાર્થોના આશ્રયે થતું જ્ઞાન એ દુઃખનું કારણ છે. પં. હુકમચંદજીએ લખ્યું છે ને કે ભગવાન પરણ્યા નહોતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮૧ કેમકે સ્ત્રી પરણતાં અનેક દુર્ઘટના ઊભી થાય છે. સ્ત્રીને સાચવવી, અનેક ભોગ ભોગવવા, સંતાન દીકરા-દીકરી થાય એમને ઉછેરવાં અને રળવું-કમાવું ઇત્યાદિ બધી દુર્ઘટના જ છે. એ દુર્ઘટના તો એકલું પાપ છે. એની અહીં વાત નથી. અહીં તો એમ વાત છે કે-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એનું જ્ઞાન અને એ રાગનું આચરણ એ બધી પરાધીનતા છે કારણ કે દેવ-ગુરુશાસ્ત્ર પરદ્રવ્ય છે. આવી પરના લક્ષે થતી પરાધીન દશા અને સ્વભાવના લક્ષે થતી સ્વાધીન દશાને પરસ્પર વિરોધ છે, સ્વરૂપવિપરીતતા છે. હવે કહે છે–‘ વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ ( જ્ઞાનનું સ્વરૂપ ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે.’ શું કહ્યું આ? કે આત્મા શુદ્ધ પવિત્ર ચિદાનંદઘનસ્વરૂપ છે. સર્વજ્ઞ પરમેશ્વરે આવો આત્મા જોયો છે. એનું જે રાગથી ભિન્ન થઈને શ્રદ્ધાનની ક્રિયારૂપ, શાન્તિની ક્રિયારૂપ, આનંદની ક્રિયારૂપ શુદ્ધપણે પરિણમવું એને જાણનક્રિયા કહે છે; અને દયા, દાન, વ્રતાદિ રાગની રુચિરૂપે પરિણમવું તેને ક્રોધાદિક્રિયા કહે છે. એ બન્નેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જાણનક્રિયાથી ક્રોધાદિક્રિયા વિરુદ્ધ છે. જાણનક્રિયારૂપે પરિણમવું તે મોક્ષમાર્ગ છે અને એનું ફળ મોક્ષ એટલે અનંત સુખ છે. જ્યારે ક્રોધાદિક્રિયારૂપે પરિણમવું એ બંધમાર્ગ છે અને એનું ફળ સંસાર અને અનંત દુ:ખ છે. જાણનક્રિયા ધર્મની ક્રિયા છે અને રાગની રુચિરૂપ જે ક્રોધાદિક્રિયા થાય તે સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી અધર્મની ક્રિયા છે. એક ક્ષમાદિના પરિણમનરૂપ છે અને બીજી ક્રોધાદિના પરિણમનરૂપ છે. અનાદિથી રાગ સાથે એકત્વની ક્રિયા છે તે ક્રોધાદિક્રિયા છે અને સ્વભાવ સાથે જે એકત્વ થયું એ જાણનક્રિયા સમ્યગ્દર્શનની ક્રિયા, આનંદની ક્રિયા, શુદ્ધતાની ક્રિયા, સ્વરૂપની રચનારૂપ વીર્યની ક્રિયા છે અને તે ધર્મ છે. બાપુ! આ નિર્ણય તો કર. આ અંતરની વાતો છે, બહારના ક્રિયાકાંડથી મળે એવી આ ચીજ નથી. ભાઈ ! આ નિર્ણય કરવાનાં ટાણાં છે હોં. અહીં સત્યનો પોકાર કરીને સત્યને જાહેર કર્યું છે. રાગ હોય છે છતાં રાગ સાધન નથી. અંદરમાં સાધન નામ કરણ નામનો ગુણ છે. એ સાધન થઈને નિર્મળ જાણનક્રિયાના ભાવે પરિણમન થાય ત્યારે નિમિત્તને આરોપથી સાધન કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' એમ સૂત્ર કહ્યું છે ને? હા, તત્ત્વાર્થસૂત્રનું આ સૂત્ર છે તે ખ્યાલમાં છે. ઉપરાંત ધવલમાં અને પંડિત સદાસુખદાસજીએ લખેલા ‘અર્થપ્રકાશિકા ’ ગ્રંથમાં આ આવે છે. એમાં ૫૨સ્પ૨ ઉપગ્રહ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એટલે એકબીજાનું ભલું કરે એવો અર્થ ન લેવો. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે- શરીર, મન, વાણી, શ્વાસોચ્છવાસ એ પુદ્ગલનો (જીવન) ઉપકાર છે. એનો અર્થ એ કે એ નિમિત્ત છે. કાર્યમાં નિમિત્ત હોય તેને ઉપકારી કહેવાય પણ નિમિત્ત કર્તા છે એમ નથી. નિમિત્તને કારણ કહેવું એ અસભૂત વ્યવહારનયનું કથન છે. શાસ્ત્રમાં આવે છે કે આત્માને જે સુખ, દુઃખ, જીવન, મરણ થાય છે એમાં પુદ્ગલનો ઉપકાર છે. આત્માને શાતાવેદનીયના ઉદયકાળે શાતા થાય એમાં શરીર, મન, વાણી નિમિત્ત છે એથી પુદ્ગલનો ઉપકાર છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પંડિત સદાસુખદાસજીએ “અર્થપ્રકાશિકા'માં ઉપકારનો આ જ અર્થ કર્યો છે. ઉપગ્રહનો અર્થ કોઈનું ભલું કે ભૂરું કરે એમ નહિ; કોઈ કોઈનું ભલું કે ભૂડું શું કરે? ભલા-મૂંડાના જે ભાવ થાય છે એમાં પુદ્ગલ નિમિત્ત છે એટલે એનો ઉપગ્રહ કહેવામાં આવે છે. સુખદુઃખ આદિમાં પુદ્ગલ નિમિત્ત છે બસ એટલું. સુખદુ:ખની કલ્પના તો જીવ ઉપાદાનપણે થઈને પોતે કરે છે ત્યાં પુદ્ગલને નિમિત્ત જોઈ ઉપકાર કરે છે એમ કહેવામાં આવે છે. નિમિત્ત પરના કાર્યનો કર્તા છે એમ નથી. જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે ક્રોધાદિ ક્રિયા અને જાણનક્રિયા એ બે વસ્તુ ભિન્ન છે કારણ કે બન્નેના પ્રદેશ ભિન્ન છે, માટે તેમની સત્તા ભિન્ન છે. તેથી એક બીજામાં આધારઆધેય સંબંધ નથી. હવે કહે છે-બન્નેને અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે, અને તે કારણે બન્ને ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. અને એ રીતે બન્નેના સ્વભાવો ભિન્નભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આસ્રવની સચિવાળા ક્રોધાદિના પરિણામ અને આત્માના સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામ બને તદ્દન ભિન્ન વસ્તુઓ છે. હવે છેલ્લે સરવાળો કહે છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને) આધારઆધેયપણું નથી.' રાગની રુચિનું પરિણમન એ અજ્ઞાન છે; એમાં જ્ઞાન નથી. રાગમાં જ્ઞાનનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ જૈત-સફેદ હોય તેમ ભગવાન આત્માનું કિરણ (પરિણમન) જ્ઞાન અને આનંદમય હોય, રાગમય ન હોય. રાગ તો અજ્ઞાન છે, અંધકાર છે. અરેરે! આવું મનુષ્યપણું મળ્યું અને આટલું ન સમજે તો ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતારમાં કાંઈ ફેર નથી. અનંતી ચૈતન્યલક્ષ્મીનો-સ્વરૂપલક્ષ્મીનો પોતે ભંડાર છે, એની રુચિમાં કદી આવ્યો નહિ. અનાદિથી એ પૈસાના તથા બૈરીના રાગમાં સલવાઈ ગયોમૂર્છાઈ ગયો છે; એકલા પાપમાં ગરી ગયો છે. એને પુણ્યનાંય ક્યાં ઠેકાણાં છે? ભાઈ ! પુણ્યની રુચિને છોડી અંતરસ્વભાવની રુચિ જો ન કરી તો ભગવાન! તું ભવસમુદ્રમાં કયાંય ખોવાઈ જઈશ કે પત્તો નહિ લાગે. માટે પોતાની ચૈતન્યનિધિની રુચિ કરીને અંદર જા; વાદમાં મા પડ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮૩ નિયમસારમાં આવે છે કે પ્રભુ! જ્ઞાનની નિધિ પામીને વાદવિવાદમાં પડીશ નહિ, અને કોઈ આવા સુંદર માર્ગની નિંદા કરે તો માર્ગ પ્રતિ અભક્તિ કરીશ નહિ. આ સત્ય વાત છે અને લોકો તો આમ (વિરુદ્ધ) કહે છે એમ જોવાનું છોડી દેજે. અહીં કહે છે–જ્ઞાન અને અજ્ઞાનને-ક્રોધાદિને આધારઆધેયપણું નથી. અહા ! મધ્યસ્થ થઈને એકવાર રચિ-વિશ્વાસ લાવીને સાંભળે તો બેડો પાર થઈ જાય એવી આ વાત છે. પણ પક્ષ રાખીને સાંભળે તો એને એકાન્ત છે એમ લાગ્યા કરે; એને એમ થાય કે બીજે ઠેકાણે વ્યવહારરત્નત્રયના રાગને સાધન કહ્યું છે ને? પરંતુ ભાઈ ! વીતરાગ સર્વજ્ઞની વાણીમાં પૂર્વાપર વિરોધ ન હોય. જ્યાં સાધન કહ્યું હોય ત્યાં તો નિમિત્ત ઉપર આરોપ દઈને સાધન કહ્યું છે. બાહ્ય નિમિત્ત છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવી એનું લક્ષ છોડાવવાનું ત્યાં પ્રયોજન છે એમ જાણવું પણ નિમિત્ત કાર્યનું કર્તા છે એમ ન જાણવું. પ્રવચનસાર ગાથા ૧૭ર ના અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે કેમકે જેમ આત્મામાં શ્રદ્ધા આદિ ગુણ છે તેમ એનામાં જે વડે પ્રત્યક્ષ જણાય એવો એક પ્રકાશ નામનો ગુણ છે. ““સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ'' નામની આત્મામાં શક્તિ છે જેના કારણે આત્મા સ્વસંવેદનમાંસ્વાનુભવમાં પ્રત્યક્ષ જણાય છે. એને પોતાને પ્રકાશવામાં કોઈ અન્ય સાધનની (-રાગની) જરૂર છે એમ નથી. ત્યાં આગળ (૧૭ મા બોલમાં) લીધું છે કે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે; મતલબ કે યતિની બાહ્યક્રિયાનો (શુભાચરણરૂપ ક્રિયાનો) આત્મસ્વરૂપમાં અભાવ છે. હવે જ્યાં રાગાદિનો આત્મસ્વરૂપમાં અભાવ છે ત્યાં એના વડે આત્મલાભ-સ્વરૂપલાભ કેમ થાય ? (ન થાય). અરે ! ભગવાનના વિરહ પડયા ! પૂર્વધર પણ રહ્યા નહિ! અવધિજ્ઞાની પણ રહ્યા નહિ! અને શુભથી થાય અને વ્યવહારથી થાય એવા વિવાદ થઈ ગયા! અહીં કહે છે-આત્મપરિણતિને અને રાગની દશાને આધારઆધેયપણું નથી. અહો ! આચાર્યદવે ભેદવિજ્ઞાનની પરમ અદભૂત વાત કરી છે. બાપુ! એને જ્ઞાનમાં-ધારણામાં તો લે કે વસ્તુ આવી છે. ભાઈ ! તું ધાર તો ખરો કે રાગની ક્રિયાને અને આત્માની ક્રિયાને પરસ્પર ભિન્નતા છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ( આકાશનો) આધાર-આધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશકય હોવાથી) બદ્ધિમાં ભિન્ન આધા પ્રભવતી નથી, અને તે નહિ પ્રભવતાં, એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારઆધેયપણું ભાસતું નથી.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જુઓ, જ્ઞાનમાં એક આકાશને જ લક્ષમાં લઈ વિચાર કરવામાં આવે તો આકાશનો આધાર કોઈ બીજી ચીજ ભાસતી નથી; અર્થાત્ બીજા આધારની અપેક્ષા બુદ્ધિમાં બેસતી નથી, બીજા આધારની અપેક્ષા ઠરી જાય છે, ઉદ્દભવતી નથી. સર્વવ્યાપક આકાશને કોનો આધાર ? આકાશ પોતે જ આધાર અને પોતે જ આધેય એમ સ્પષ્ટ સમજી જવાય છે. ખરેખર દ્રવ્યોને આધાર કોણ ? દરેક દ્રવ્ય નિશ્ચયથી પોતે પોતાના જ આધારે છે. આકાશમાં જે દ્રવ્યો રહેલાં છે તેમને આકાશનો આધાર કહેવો એ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે; વાસ્તવિક આધાર તો કોઈ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્ય છે જ નહિ. જેમ કોઈ જગતનો કર્તા ઈશ્વર એમ કહે તો પછી ઈશ્વરને કોણે કર્યો? જો એને બીજાએ કર્યો તો પછી એ બીજાને કોણે કર્યો? એમ વિચારતાં કોઈ થંભાવ રહેતો નથી. એનો અર્થ જ એ થયો કે વસ્તુ સ્વયંસિદ્ધ છે; એને કોણ કરે ? ( કોઈ નહિ). અનાદિથી છે છે ને છે. તેમ છયે દ્રવ્યો પ્રત્યેક પોતપોતાના જ આધારે છે. જેમ આકાશને કોઈ આધાર નથી તેમ યે દ્રવ્યોને નિશ્ચયથી કોઈ અન્ય આધાર નથી. અહીં કહે છે કે સર્વવ્યાપી આકાશને કોઈ અન્ય આધાર ભાસતો નહિ હોવાથી આકાશ જ આકાશમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. આકાશનો આધાર આકાશ જ છે, અન્ય નહિ. આવું સમજી જનારને કોઈ પર આધાર અને આકાશ આધેય એમ ૫૨– આધારઆધેયપણું ભાસતું નથી. જુઓ, આ આચાર્યદેવે દષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે ‘ એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ( જ્ઞાનનો ) આધા૨આધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્યદ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે-એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને ૫૨-આધારઆધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.’ જેમ જ્ઞાનમાં આકાશને લક્ષમાં લેતાં આકાશનો બીજો કોઈ આધાર દેખાતો નથી એમ બુદ્ધિમાં જ્ઞાનને વિચારતાં જ્ઞાનને કોઈ બીજી ચીજનો આધાર છે એમ દેખાતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આત્મા આત્મામાં જ છે કોઈ અન્યદ્રવ્યમાં નહિ. બીજા દ્રવ્યનો જ્ઞાનને–આત્માને આધાર નથી; આત્મા શરીરમાં કે રાગમાં નથી. આત્મા એકલા જ્ઞાનના પરિણમનમાં કે જે આત્માનું સ્વરૂપ છે એમાં છે. રાગ આધાર અને આત્મા આધેય એમ છે નહિ. ભાઈ! એક વાર તું આવું યથાર્થ શ્રદ્ધાન તો કર કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, રાગમાંક્રોધાદિમાં નહિ અને ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે, આત્મામાં નહિ. ભાઈ ! આવું શ્રદ્ધાન કરે એ તો અંદર (સ્વરૂપમાં ) ચાલ્યો જાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮૫ એવી આ વાત છે. આ સમજ્યા વિના પાંચ-પચાસ લાખના મંદિર બંધાવે તોય શું? શુભરાગ હોય તો પુણ્ય બંધાય, બસ; બાકી મંદિર તો એ (જીવ) ક્યાં કરી શકે છે? અહીં કહે છેરાગાદિ આધાર અને આત્મા આધેય એમ પર-આધારઆધેયપણું ભાસતું નથી. તેથી શુદ્ધ નિર્મળ જ્ઞાનની પરિણતિ તે આધાર અને જ્ઞાન-આત્મા આધેય એમ જ નક્કી થાય છે.સમજાણું કાંઈ...? વાસણના આધારે ઘી છે કે ઘીના આધારે ઘી છે? કોઈ કહે કે વાસણના આધારે ઘી છે; નહિતર ઘી ઢોળાઈ જાય. અહીં કહે છે એ વાત તદ્દન ખોટી છે. ઘીના એક એક રજકણમાં આધાર (અધિકરણ) નામનો ગુણ રહેલો છે અને એને લઈને ઘી (ઘીમાં) રહેલું છે, વાસણને લઈને નહિ. તેમ જ્ઞાન જ્ઞાનમાં જ છે. આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. રાગની-ક્રોધાદિની ક્રિયા આત્માથી અન્ય વસ્તુ છે, જ્ઞાનની ક્રિયાથી ભિન્ન છે એમ સિદ્ધ થયુ. * ગાથા ૧૮૧ થી ૧૮૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે.” ઉપયોગ એ રાગથી ભિન્ન પડીને અંદરમાં જે પરિણમન થયું તે ચૈતન્યનું પરિણમન છે અને તે આત્મસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છે. તથા રાગની રુચિરૂપ ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ-એ બધાં પુદગલદ્રવ્યનાં પરિણામ હોવાથી અચેતન જડ છે. તમે અને શરીરાદિ તો પ્રત્યક્ષ અચેતન છે જ. અહીં તો રાગની રુચિરૂપ ક્રોધાદિને જડ કહ્યાં છે કેમકે તેમનામાં ચૈતન્યનો અંશ નથી. વળી તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી, બન્નેનાં ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારઆધેયસંબંધ નથી.' મતલબ કે વિકારના આધારે આત્મા પ્રગટે કે આત્માના આધારે વિકાર થાય એમ છે નહિ. દરેક વસ્તુને આધારઆધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે.' ચૈતન્યના પરિણમનના આધારે આત્મા જણાયો એ પરિણમન આત્મા જ છે, ચૈતન્યમય જ છે અને રાગની રુચિનું-મિથ્યાત્વનું પરિણમન જડ જ છે; દરેકને આધારઆધેયપણું પોતામાં જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધોપયોગને ગ્રહણ કરે તે મુનિ એમ મુનિપણાનું લક્ષણ કહ્યું છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધદ્રવ્ય છે. હવે પરિણમનમાં શુદ્ધોપયોગને ગ્રહણ કરે એનું નામ મુનિદશા છે. વળી એ શુદ્ધોપયોગના સાધન વડે મુનિવરો ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે એમ ત્યાં કહ્યું છે. વિભાવના-રાગના સાધન વડે કેવળજ્ઞાન પામે છે એમ છે નહિ. ભાઈ ! જેનો જે સ્વભાવ છે તે સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ થાય ને ? યથાખ્યાતચારિત્ર પોતાના સ્વભાવની વીતરાગ પરિણતિથી પ્રાપ્ત થાય અને કેવળજ્ઞાન જ્ઞાનની નિર્મળ પરિણતિથી પ્રાપ્ત થાય પણ રાગથી ન થાય. માટે ઉપયોગ એટલે આત્મા-જ્ઞાયકભાવ ઉપયોગમાં એટલે ચૈતન્યના નિર્મળ પરિણમનમાં જ છે અને ક્રોધાદિ વિકાર ક્રોધાદિમાં જ છે. અગાઉ ગાથા ૫૦ થી પ૫ માં (૨૯ બોલમાં) આવી ગયું કે મિથ્યાત્વાદિ છે તે અનુભૂતિથી ભિન્ન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રત્યયોના ભેદ તેર ગુણસ્થાનો છે. આસ્રવ હોવાથી એ બધાં અચેતન જડ છે. અને શુદ્ધ ઉપયોગ-વીતરાગી પરિણતિમાં આત્મા છે. આ ભેદજ્ઞાન છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી ઉપયોગનો ભેદ જાણવો તે ભેદજ્ઞાન છે અને આવું ભેદજ્ઞાન ચોથા ગુણસ્થાનથી હોય છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. પ્રવચનસારમાં (૧ થી ૫ ગાથામાં) આવે છે કે શુદ્ધ આત્માના લક્ષે થયેલો પરમ નિરપેક્ષ (રાગની અપેક્ષા રહિત) શુદ્ધોપયોગ તેને પ્રાપ્ત થયેલા છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે – * કળશ ૧૨૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વૈદ્રષ્ય નહેરુપતાં ૨ દ્વતો: જ્ઞાનચ રાસાર્ચ ૨' ચિદ્રુપતા ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ-“કયો:' એ બન્નેનો, “મન્ત:' અંતરંગમાં “રી-વારનિ' દાસણ વિદારણ વડે પરિત: વિમા વૃત્વ' ચોતરફથી વિભાગ કરીને “રૂટું નિર્મન” મે જ્ઞાનમ્ તિ' આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે. ચિતૂપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વીતરાગતાપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. અને જડરૂપતા ધરતો રાગ છે. રાગ જડ છે. આગળ ક્રોધાદિ, કર્મ અને નોકર્મ એમ ત્રણ લીધાં હતાં. અહીં રાગ જ લીધો છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિનો રાગ છે તે જડ છે એમ કહે છે. એ બન્નેના (જ્ઞાન અને રાગના) અંતરંગમાં દારુણ વિદારણ વડે અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદવિજ્ઞાન ઉદય પામ્યું છે. જુઓ, આ ભેદવિજ્ઞાન કેવી રીતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮૭ પ્રગટે એની વાત કરે છે. કહે છે-પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ચોતરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એમ સમસ્ત પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને ભેદવિજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા...! ભેદવિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. ભેદવિજ્ઞાન આત્માને અને રાગને ચોતરફથી ભિન્ન કરતું પ્રગટ થયું છે. મતલબ કે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્ર-પ્રદેશથી ભિન્ન, કાળથી ભિન્ન અને ભાવથી ભિન્ન-એમ રાગથી આત્માને સર્વ પ્રકારે ભિન્ન કરતું ભેદજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા ! આ વસ્તુ આત્મા જે ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને પરથી-રાગથી ભેદ પાડતાં આ પ્રત્યક્ષ નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ભાઈ ! ચૈતન્યની મૂળ પુંજી ગ્રહણ કરવામાં ચૈતન્યનું પરિણમન કાર્ય કરે, તેમાં રાગ કાર્ય ન કરે, વ્યવહારરત્નત્રયનો રાગ પણ એમાં કામ ન આવે; કેમકે જ્ઞાનનું પરિણમન ધરતો આત્મા છે અને જડરૂપતા ધરતો રાગ છે. બન્નેના ભિન્ન સ્વભાવ છે. પ્રશ્ન- તો મુખ્યોપચાર દુ ભેદ યો બડભાગિ રત્નત્રય ધરેં'' એમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તરઃ- શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિપચાર રત્નત્રયની સાથે રહેલા વ્યવહારરત્નત્રયનું જ્ઞાન કરાવવા તેને આરાધતો ધરતો એમ પણ કહેવામાં આવ્યું છે. નિશ્ચયની સાથે તે વ્યવહાર હોય છે તેથી નિશ્ચયનો રાગ ઉપર આરોપ આપી તેને આરાધે છે એમ શાસ્ત્રમાં કહેલું છે. જ્ઞાની આરાધે છે તો એક સ્વને જ, પણ રાગમાં આરાધનાનો આરોપ કરી રાગને આરાધે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હવે આગળ કહે છે અધુના' માટે હવે “પમ શુદ્ધ-જ્ઞાન-ગોધમ્ અધ્યાસિતા:' એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને દ્વિતીય-ત્રુતા:' બીજાથી એટલે રાગથી રહિત એવા “સત્ત:' હે સત્પરુષો! મોધ્યમ' તમે મુદિત થાઓ. અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાયબુદ્ધિ હતી, અજ્ઞાનભાવ હતો. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનકુંજમાં સ્થિત થયો તે વીતરાગ-વિજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન છે, મોક્ષમાર્ગ છે. આવું ભેદવિજ્ઞાન જ્ઞાનના લક્ષ થાય છે. રાગના લક્ષે અંદર ભેદવિજ્ઞાન ન થાય. સ્વનું-જ્ઞાનકુંજ એવા આત્માનું લક્ષ થતાં ભેદવિજ્ઞાનનું પરિણમન થાય છે. જેમ ખેતરમાં સો સો મણના ઘાસના ગંજ-પુંજ હોય છે એમ આત્મા જ્ઞાનઘનનો પુંજ એટલે ગંજ-ઢગલો છે. એમાં સ્થિત અને બીજાથી રહિત-તે બીજું કોણ ? જ્ઞાનસ્વભાવથી રાગ બીજો છે. માટે જ્ઞાનમાં સ્થિત અને રાગથી રહિત એવા હું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સપુરુષો! તમે મુદિત થાઓ અર્થાત્ આનંદિત થાઓ, સુખી થાઓ, રાગની એકતામાં દુઃખ હતું તે હુવે રાગની ભિન્નતા કરી આત્મસ્થિત થતાં સુખી થાઓ-એમ કહે છે. ભગવાન! તારું તત્ત્વ-આનંદનો નાથ અંદર પરમાત્મસ્વરૂપે એમને એમ પડ્યું છે. તે પહેલાં માન્યું ન હતું ત્યારે તને એ ન હતું પણ ત્યારે તને એ ન હ્તું પણ હવે માન્યું ત્યારે તે છે. માટે એમાં સ્થિત થઈ હવે પ્રસન્ન થાઓ, સુખી થાઓ એમ આશીર્વાદ આપે છે. જ્ઞાનના ઓઘમાં ઠરેલા સત્પષો સુખી થાઓ એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાનકુંજ ભગવાન આત્મા જે સત્ છે એમાં ઠરે તે પુરુષ છે અને અસત્ એવા રાગમાં ઠરે તે અસત્પુરુષ છે. રાગમાં ઠરે તે અસત્પુરુષ દુઃખી છે. તેને કહે છે-જ્ઞાનકુંજ ભગવાન આત્મામાં સ્થિત થઈને અર્થાત્ જ્ઞાનના પરિણમનમાં ભગવાન આત્મા સમીપ કરીને હું સત્પરુષો! મુદિત થાઓ, આનંદિત થાઓ. જે જ્ઞાનના પરિણમનમાં આત્મા સમીપ છે તે જ્ઞાનને ધર્મ કહે છે, મોક્ષમાર્ગ કહે છે અને જે જ્ઞાનની પર્યાયમાં રાગ સમીપ છે તે અધર્મ છે, સંસારમાર્ગ છે. ‘દ્વિતીયષ્ણુતા:' એમ લીધું છે ને? રાગથી ભિન્ન થઈને એનો અર્થ જ એ થયો કે સ્વઅસ્તિત્વમાં ઠર્યો એટલે પરથી-રાગથી નાસ્તિ થઈ. અહા! જેને સાચી પદ્ધતિ-રીતની ખબર જ ન હોય તેને ધર્મ કેવી રીતે થાય? કોઈ કહે કે અમારા બાપદાદા કરતા હતા માટે અમે કરીએ છીએ. આ તો અમારો કુળનો ધર્મ છે એમ જાણી અમે પાળીએ છીએ. પરંતુ ભાઈ ! દેખાદેખી કે કળક્રમને અનુસરનારને તો ધર્મબુદ્ધિ જ નથી એમ મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે. કુળક્રમથી જૈનધર્મ નથી પણ રાગને જીતી વીતરાગતા પ્રગટ કરે તે જૈનધર્મ છે અને તે નિર્મળ ભેદવિજ્ઞાન વડે પ્રગટ થાય છે. અહાહા..! કળશ તો કળશ છે કાંઈ ! કહે છે-રાગને જુદા પાડવાના અભ્યાસ વડે આનંદિત થાઓ. જુઓ આ આનંદિત થવાની રીત. બીજાને સમજાવતાં આવડે ન આવડે એની સાથે કાંઈ સંબંધ નથી. લોકમાં આ વક્તા બહુ પ્રસિદ્ધ છે એમ પ્રશંસા થાય પણ એ કાંઈ ચીજ નથી. જેને આત્મજ્ઞાન થયું હોય, જે જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાન હોય અને જે આત્મરસી હોય તે સાચો વક્તા છે. જેણે અધ્યાત્મરસ પીધો નથી તે નિશ્ચય વસ્તુની શું વાત કરે ? મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે શ્રોતાથી વક્તાનું પદ ઊંચું છે. શ્રોતાઓને ખુશ રાખવા વક્તા કાંઈ ન કહે, જો એમ કરે તો એનું પદ નીચે જઈ જાય. અહીં કહે છે-શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માની દષ્ટિ અને એકાગ્રતા થતાં રાગની-પર્યાયની દષ્ટિ ઉડી ગઈ અને અતીન્દ્રિય આનંદની લહર ઊઠી. માટે કહે છે કે ભેદજ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૮૯ આ બધા દૂધપાક આદિના સ્વાદની હોંશુ કરે છે ને? અરે ભગવાન! દૂધપાક આદિનો સ્વાદ તને કયાં આવે છે? એ તો જડ માટી છે. એના પ્રતિ રાગને કરીને જે રાગ કરે છે તે રાગનો તને સ્વાદ આવે છે અને એ રાગનો સ્વાદ તો ઝેરનો-દુ:ખનો સ્વાદ છે બાપા! જ્ઞાની સંતો કહે છે-ભાઈ! લાડુ વગેરે જડનો સ્વાદ તો જીવને આવતો નથી પણ એના પ્રત્યેના રાગનો કષાયલો-કડવો સ્વાદ અજ્ઞાની જીવો લે છે. અહીં કહે છે કે ભાઈ! રાગથી ભિન્ન પડી અંદર નિજ ચૈતન્યઘરમાં આવતાં તને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. રાગનો સ્વાદ તો ૫૨નો ઝેરનો સ્વાદ છે; માટે રાગથી હઠી ભગવાન આત્માને આસ્વાદો. આનું નામ ભેદવજ્ઞાન છે, ધર્મ છે. સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] * કળશ ૧૨૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્દગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ ભાસે છે.' જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને રાગાદિ જડ અજ્ઞાનસ્વરૂપ છે. આત્મા ચૈતન્યસ્વભાવમય છે અને રાગાદિ વિભાવસ્વરૂપ છે. આત્મા આનંદસ્વરૂપ છે અને રાગ દુઃખસ્વરૂપ છે. છઢાલામાં કહ્યું છે ને કે ‘રાગ આગ દહૈ સદા તારેં સમામૃત સેઈએ ’ જુઓ, આમાં એમ નથી કહ્યું કે માત્ર અશુભ રાગ જ આગ છે. શુભાશુભ બન્ને પ્રકારના રાગ આગ છે; કષાયમાત્ર અગ્નિ છે. ભાઈ! રાગના પરિણામ ચેતનની જાતના પરિણામ નથી. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામ ચૈતન્યની જાતિના પરિણામ છે. રાગ તો કજાત છે. છતાં અજ્ઞાનથી એમ ભાસે છે કે જાણે રાગ આત્માની જાતિનો કેમ ન હોય. અજ્ઞાનીને અનાદિથી આત્મા અને રાગના ભાવ બન્ને એક જાતિના જડરૂપ ભાસે છે. તેને એમ ભાસે છે કે રાગ જીવના સ્વરૂપમય છે. પણ અહીં કહે છે કે-જ્ઞાયક ભગવાન સદા રાગથી ભિન્ન છે અને કદી રાગરૂપ થાય એમ નથી. " જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પ-વિકલ્પ ભાસે છે તે સર્વ પુદ્દગલવિકાર છે, જડ છે.’ અહીં રાગને પુદ્દગલવિકાર કહ્યો માટે તે (રાગ) પુદ્દગલથી થયા છે એમ નથી. વિકારરાગ છે તો એની (જીવની) પરિણતિમાં, પણ તે ચૈતન્યની જાતનો નથી તેથી તે જડ અચેતન છે એમ સિદ્ધ કર્યું છે કેમકે રાગમાં ચેતનના કિરણનો એક અંશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પણ નથી. આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિના ભેદનું ભાન થાય છે ત્યારે-ભેદનો ઉગ્ર અભ્યાસ કરવાથી આનંદના સ્વાદ સહિત આત્માનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી.'' જુઓ, આમાં કેટલી ધીરજ જોઈએ. આ કાંઈ ક્રિયાકાંડ છે કે ઝટ દઈને કરી નાખે ! પહેલાં રાગનો સ્વાદ હતો ત્યારે આનંદનો સ્વાદ ન હતો. રાગના વિકલ્પથી ભેદનો અભ્યાસ કરી જ્યારે ભેદજ્ઞાન કર્યું ત્યારે આત્માના આનંદનો સ્વાદ આવ્યો અને ત્યારે એને જણાયું કેઅહો ! હું તો સદા જ્ઞાયક જ રહ્યો છું, રાગરૂપ કદી થયો જ નથી.'' માન્યો હતો પણ ભગવાન આત્મા રાગરૂપે શી રીતે થાય? જુઓ, પોતે સદા જ્ઞાનસ્વરૂપે જ રહ્યો છે. કથંચિત્ જ્ઞાનસ્વરૂપ અને કથંચિત રાગસ્વરૂપ-વિકારસ્વરૂપ છે એમ નહિ. અહાહા..! ભગવાન જ્ઞાયકમૂર્તિ પ્રભુ કદીય દયા, દાન આદિના સ્વભાવે થયો જ નથી. પ્રવચનસાર ગાથા ૨૦૦ માં કહ્યું છે કે ભગવાન આત્મા અનાદિનો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પરંતુ એને બીજી રીતે અધ્યવસિત કર્યો છે. માન્યો છે. રાગ તે હું, પુણ્ય તે હું એમ બીજી રીતે મિથ્યાપણે માન્યું છે. કેટલાક કહે છે કે-પુણ્યથી પણ ધર્મ થાય એમ માનો તો અનેકાન્ત થાય. ભાઈ ! ખરેખર એમ નથી. સ્વભાવના આશ્રયે ધર્મ થાય અને પુણ્યથી ન થાય એનું નામ સમ્યક અનેકાન્ત છે. નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી પણ લાભ થાય એવું અનેકાન્ત છે જ નહિ. તેથી તો આચાર્ય કહે છે-હે સત્પષો! જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના ઉગ્ર અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરીને આનંદને પામો, મુદિત થાઓ. ટીકાના હવેના અંશ ઉપરનું પ્રવચન : (ગાથા ૧૮૧ થી ૧૮૩) અનાદિકાળથી શુભાશુભ રાગ મારો છે એમ માનીને તેમાં રમી રહ્યો છે તે મિથ્યાત્વભાવ છે અને એમાં જ અનંત ભવનું બીજ પડયું છે. શુભાશુભ રાગના વિભાવથી ભિન્ન પડી અંતરમુખવલણ વડ જેણે આત્માનુભવ કર્યો તે બંધનથી છૂટે છે કેમકે તેને નિર્મળ ભેદવિજ્ઞાન પ્રગટ થાય છે. એ જ કહે છે આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ વિપરીતતા નહિ પમાડતું થયું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી...' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] | [ ૩૯૧ જુઓ, રાગની રુચિરૂપ વિપરીતતાથી ભિન્ન પડીને ભેદજ્ઞાનના બળ વડે જ્ઞાનમાં અવિચલપણે રહે છે તે આત્મા સુખને પ્રાપ્ત કરે છે. તે જીવ સમકિતી છે અને તેને શુદ્ધોપયોગાત્મકપણું છે. સમ્યક્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. ભેદજ્ઞાન થતાં દયા, દાન, ભક્તિ આદિના રાગથી રંજિત મલિન ઉપયોગથી ખસીને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું શુદ્ધોપયોગપણે પરિણમે છે. અંતરમાં જ્ઞાનની વર્તમાન પર્યાયને દ્રવ્ય ઉપર સ્થાપતાં આત્મા શુદ્ધભાવરૂપે પરિણમે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અહિંસકપણે રહી વિપરીતપણે-રાગપણે નહિ થતું થયું જરા પણ રાગદ્વેષમોહને કરતું નથી. લ્યો? આવી વાત! હવે અત્યારે તો આખા માર્ગનો લોપ થઈ ગયો છે. લોકો ઉપવાસ કરવો, ને રસત્યાગ કરવો ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓને ધર્મ માનવા લાગ્યા છે. પણ ભાઈ ! વ્રત, તપ આદિ ક્રિયાકાંડ કાંઈ ધર્મ નથી, એ તો રાગ છે, દુઃખ છે. એના વડે ધર્મ માનતાં તો આત્મા વિપરીતપણાને પામે છે. અહીં કહે છે-ભેદજ્ઞાન આત્માને જરા પણ વિપરીતતાને પમાડતું નથી અને તેથી જ્ઞાન જ્ઞાનમાં-જ્ઞાનમય ભાવમાં રહે છે. ભાઈ ! રાગની રુચિની મૂર્ખાઈમાં તું ચોરાસીના અવતારમાં રઝળી-રખડી રહ્યો છે. એ રઝળપટ્ટીને મટાડવાનો આ ભેદજ્ઞાન એક જ ઉપાય છે. પુણ્યના ભાવની ચિ ભગવાન! પરિભ્રમણનું કારણ છે. કેટલાક પંડિતો “પુણ્યફલા અરહંતા' ઇત્યાદિ પ્રવચનસારની ગાથા ૪૫ નો અર્થ એમ કરે છે કે “અરિહંતપણું એ પુણ્યનું ફળ છે. એની ટીકામાં ભાવ પ્રગટ કર્યો છે તે જોતા નથી. ટીકામાં તો એમ છે કે “પુણ્યનો વિપાક-ઉદય આત્માને અકિંચિકર છે;” અર્થાત્ આત્માને તે લાભ કે હાનિ કરતું નથી. પૂર્વે જે પુણ્ય બાંધ્યું હતું તે ઉદયમાં આવતાં એનું જે ફળ દિવ્યધ્વનિ, સમોસરણ ઇત્યાદિ અતિશયો આત્માને (અરિહંતને ) અકિંચિત્કર છે. ઉદય છે તે ખરી જાય છે. ત્યાં (પ્રવચનસારમાં) ગાથા ૭૭ માં તો અતિ સ્પષ્ટ કહ્યું કે-દયા, દાન આદિ પુણ્યભાવ અને હિંસાદિ પાપભાવ-એ બેમાં ફેર નથી એમ જે માનતો નથી તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. અહીં કહે છે-દુઃખરૂપ રાગ અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ બે વચ્ચેનું ભેદજ્ઞાન કરતાં જ્ઞાન પોતાપણું-શુદ્ધોપયોગપણે રહેતું રાગને જરીય કરતું નથી. જુઓ, પરની દયા પાળવાનો ભાવ રાગ હોવાથી હિંસા છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા અહિંસકવીતરાગસ્વભાવમય છે. એ બે વચ્ચે ભેદજ્ઞાન કરીને વીતરાગપણે રહેનાર શુદ્ધોપયોગમય આત્મા રાગને જરીય કરતો નથી. જ્ઞાન રાગને ભળવા દેતું જ નથી. અહીં ! રાગ આવે પણ ભેદજ્ઞાની કર્તાબુદ્ધિથી રાગને કરતો નથી. જેનાથી ભેદ થયો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તેને તે કેમ કરે? જ્ઞાન તો માત્ર જાણે, રાગને કરવો એવો એનો સ્વભાવ જ ક્યાં છે? સ્વભાવને ગ્રહણ કર્યો પછી રાગનું કરવાપણું રહે જ કયાંથી? તેથી એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે અને શુદ્ધઆત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે.' શું કહ્યું આ? કે દયા, દાન આદિના રાગથી ભેદ કરીને ભેદજ્ઞાન વડે આત્માની ઉપલબ્ધિ કહેતાં અનુભવ થાય છે. લ્યો, આ વિધિ કહી. ભાઈ ! આ વિધિ વિના આત્માનો અનુભવ થતો નથી. રાગ એ તો પરઘર છે અને પરઘરમાં જવું એ તો વ્યભિચાર છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાનમયપણે પરિણમતું, જરીય રાગયુક્તપણે નહિ થતું થયું, જ્ઞાનપણે જ રહે છે અને અતીન્દ્રિય આનંદને અનુભવે છે. આ વિધિએ આત્માની ઉપલબ્ધિ થાય છે. જેમ કોઈને શીરો બનાવવો હોય તો પહેલાં લોટને ઘીમાં શેકે, પછી ગોળનું પાણી એમાં નાખે. પણ કોઈ ઘીની બચત કરવા ખાતર પહેલાં લોટને ગોળના પાણીમાં નાખે અને પછી ઘીમાં શેકે તો શીરો તો શું લોપરી-પોટીસ પણ નહિ થાય. એનાં ઘી, લોટ, ગોળ બધુંય નકામું જશે. એમ કોઈ પહેલાં દયા, દાન, વ્રતાદિના ક્રિયાકાંડ કરે, કેમકે એ સહેલું પડે છે અને પછી સ્વરૂપનાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ થશે એમ માને તેને કહે છે-ભાઈ ! તારા વ્રતાદિના બધા ક્રિયાકાંડ ફોગટ જશે. ભાઈ ! ભેદજ્ઞાનથી નિર્મળ રત્નત્રય થાય પણ ભેદરત્નત્રયથી આત્માનુભવ કદીય ન થાય. ભેદરત્નત્રય પાળતાં પાળતાં નિશ્ચય નિરૂપચાર રત્નત્રય પ્રગટે એમ કોઈ માને તો એને મોટું મિથ્યાત્વનું શલ્ય છે. પ્રશ્ન:- તો પ્રવચનસારમાં આવે છે કે જ્ઞાની સમકિતી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર આદિ વ્યવહારને કરે છે? ઉત્તરઃ- ભાઈ ! જ્યાં સુધી પૂર્ણતા ન પમાય ત્યાં સુધી સમકિતી જ્ઞાનીને આવો વ્યવહાર હોય છે એમ ત્યાં કહેવું છે. જ્ઞાની તેને પોતાનું કર્તવ્ય જાણી કરે છે એમ નથી; જ્ઞાની તો એ સર્વ વ્યવહારને સ્વરૂપથી ભિન્ન હેયપણે જાણે જ છે, કરતો નથી. ભાઈ ! ચરણાનુયોગમાં કથનની આવી વ્યવહારની શૈલી છે તેને યથાર્થ સમજવી. અરે! એ સમજે ક્યારે? બિચારો આખો દિ' બૈરાને, છોકરાને, કુટુંબને પાળવાપોષવાનો અને રળવાનો એકલો પાપનો ઉદ્યમ કરવાથી નવરો પડે તો ને? એને પાપની મજુરીમાંથી નવરાશ કયો છે? ત્યારે તે કહે છે-અમે તો અમારી કુટુંબ પ્રત્યેની ફરજ બજાવીએ છીએ. કુટુંબ પ્રત્યેની ફરજ તો બજાવવી જોઈએ ને? તેને કહીએ છીએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૯૩ ભગવાન! કુટુંબ પ્રત્યે તારી ફરજ કેવી? કુટુંબ તો પ્રત્યક્ષ ભિન્ન પર વસ્તુ છે. તારી ફરજ તો તારામાં હોય કે પરમા-કુટુંબમાં? આત્માને પર પ્રત્યે ફરજ નથી. પર પ્રત્યે ફરજ માનનાર મૂઢ મિથ્યાદષ્ટિ છે અને તે અનંત સંસારમાં રખડનારા છે. ભગવાન! તારે પોતાનું હિત કરવું છે કે નહિ? જો તારે પોતાનું હિત કરવું હોય તો ધર્મ પ્રગટ કર. એ ધર્મ કેમ થાય? તો કહે છે કે પુણ્ય-પાપના ભાવને અને ભગવાન આત્માને ભિન્ન જાણે ત્યારે થાય. ભાઈ ! તું અનાદિ કાળથી જન્મ-મરણના ભાવમાં ઝોલા ખાતો દુઃખી થઈ રહ્યો છે. ભગવાન! તેં કહ્યાં ન જાય અને સહ્યાં પણ ન જાય એવાં મહા કષ્ટ-દુ:ખ ઉઠાવ્યાં છે. જુઓ, લાઠીમાં એક અઢાર વર્ષની છોડી હતી. નવી નવી પરણેલી. તેને શીતળા નીકળ્યા. શરીરના રોમ રોમ પર શીતળાના દાણા અને દાણેદાણે ઈયળો પડેલી. બિચારીને પારાવાર વેદના; તળાઈમાં પાસું પલટે ત્યાં ચીસ પાડી ઉઠે; બિચારી રૂવે-રુવે, ભારે આક્રન્દ કરે, તેની માને તે કહેબા, આ તે શું થયું? આવાં પાપ મેં આ ભવમાં તો કર્યા નથી, આવું દુ:ખ તે કેમ સહન થાય? રડતી, ભારે કકળાટ કરતી વિલાપની દશામાં બિચારીનો દેહ છૂટી ગયો. ભાઈ ! આવાં તો શું આનાથી અનેકગણાં દુઃખ તે ભૂતકાળમાં ઉઠાવ્યાં છે. તું જાણે કે આ બીજાની વાત છે પણ એમ નથી ભાઈ ! આવા તો અનંત અનંતવાર પોતાને પણ ભવ થયા છે. મિથ્યાત્વના ફળમાં ચાર ગતિના, અને નિગોદના ભવ તને અનંતવાર થયા છે. ભગવાન ! આ તારા જ દુ:ખની કથા છે. અહીં કહે છે-રાગથી-ક્રિયાકાંડથી ધર્મ માનનારને સંસારનું-દુઃખનું પરિભ્રમણ નહિ મટે; ભવનો અભાવ નહિ થાય. તો કેવી રીતે થાય ? તો કહે છે-ભાઈ ! ક્રિયાકાંડના રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એમ ભેદનો અભ્યાસ કરી, રાગથી લક્ષ છોડી ભેદજ્ઞાન વડે અવિચલપણે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને શુદ્ધોપયોગપણે પરિણમતાં ધર્મ થાય છે અને ભવનો અભાવ કરવાની આ જ રીતે છે. આવી ભેદજ્ઞાનની ભૂમિકામાં સમકિતી જ્ઞાની રાગનો જરાય કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે અને એકલા જ્ઞાનમયભાવે પરિણમતો થકો તે સર્વથા રાગરહિત થઈ ભવમુક્ત થઈ જાય છે. અહો ! ભેદવિજ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે “ભેદજ્ઞાન સંવર જિન્હ પાયો, સો ચેતન શિવરૂપ કહાય.'' ભેદજ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવથી રાગદ્વેષમોહનો નાશ થાય છે અર્થાત્ રાગદ્વેષમોહાદિ આસ્રવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. રાગદ્વેષમોહુ આસ્રવ છે. તેના અભાવસ્વરૂપ સંવર છે. તે સંવર આત્માની શુદ્ધ ચૈતન્યમય પરિણતિરૂપ ધર્મ છે. લ્યો, આમ ભેદવિજ્ઞાન જ ધર્મનું મૂળ છે. સમજાણું કાંઈ...? [ પ્રવચન નં. ૨૫ થી ૨૫૪ * દિનાંક ૫-૧૨-૭૬ થી ૭-૧૨-૭૬] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #409 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૮૪-૧૮૫ कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत् जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिचयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ।। १८४ ।। एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवाद। अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।।१८५।। यथा कनकमग्नितप्तमपि कनकभावं न तं परित्यजति। तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम्।। १८४ ।। एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम्। अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन्।। १८५।। હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય छ ? तेन। उत्त२३५ ॥१॥ इहे छ: જ્યમ અગ્નિતત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તસ પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. थार्थ:- [ यथा] ४म [ कनकम् ] सुवर्णा [अग्नितप्तम् अपि] मिथी तो थयु थई ५५ [ तं] तेन॥ [ कनकभावं] सुप[५५॥ने [न परित्यजति ] छोऽतुं नथी [ तथा ] तम [ ज्ञानी] शानी [कर्मोदयतप्तः तु] भन। यथी तो थयो यो ५ [ज्ञानित्वम् ] शानी५९॥ने [न जहाति] छोऽतो नथी.- [ एवं ] साधू [ ज्ञानी ] शानी [जानाति] 1. छ, भने [अज्ञानी] सशानी [अज्ञानतमोऽवच्छन्नः ] मान-अंधारथी माहित होवाथी [आत्मस्वभावम् ] सामान। स्वमापने [अजानन्] नहि तो 2 [ रागम् एव ] रागने ४ [ आत्मानम् ] मात्मा [ मनुते ] भाने छे. ટીકા:- જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે:-જેમ પ્રચંડ અગ્નિ વડે તત થયું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #410 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૪-૧૮૫ ] [ ૩૯૫ થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થયું પણ (અર્થાત્ વિના કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હુજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, હેપી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, પી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ ) થાય છે. ભાવાર્થ- જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.” આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડ તસ થયો થકો પણ, રાગી, હૃષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, હૃષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. * * * સમયસાર ગાથા ૧૮૪-૧૮૫ : મથાળુ હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: શિષ્ય પૂછે છે કે-ભગવાન્ ! શું ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો લાભ થાય એમ એકાન્ત જ છે? ગુરુ ઉત્તર આપે છે કે-હા; ભેદવિજ્ઞાનથી જ આત્મલાભ થાય છે. ભેદવિજ્ઞાનથીય થાય અને રાગથીય આત્મલાભ થાય એમ જો કોઈ માને તો તે યથાર્થ નથી એમ હવે ઉત્તરરૂપ ગાથા કહે છે: * ગાથા ૧૮૪-૧૮૫ : ટીકા ઉપરનું પ્રવચન * જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભદવિજ્ઞાનના) સદભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે...' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #411 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જોયું? જેને ભેદવિજ્ઞાન થયું છે અર્થાત્ રાગથી ભિન્ન પડીને શુદ્ધ આત્માનો જેને અનુભવ થયો તે જ એ ભેદવજ્ઞાનના સદ્દભાવથી જ્ઞાની થયો છે; રાગ કે વ્યવહા૨૨ત્નત્રયને લઈને જ્ઞાની થયો છે એમ નથી. પ્રવચનસાર ગાથા ૨૩૬ માં આવે છે કે જે કાયા ને કષાયને પોતાના માનનારો છે તે છકાયના જીવનો ઘાતી-હિંસક અને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે. અહાહા...! નગ્ન દિગંબર મુનિ થયો હોય તોપણ જેની માન્યતા છે કે શરીરની ક્રિયા મારી છે અને વ્રતાદિનો રાગ મારું કર્તવ્ય છે તે એકેન્દ્રિય જીવોને ન હણતો હોવા છતાં છકાયનો હિંસક છે અને ઇન્દ્રિયના વિષયોનો અભિલાષી છે. ગંભીર વાત છે પ્રભો! કાય એટલે અજીવ અને કષાય એટલે આસવ-એ બન્નેને જે પોતાના માને છે તે મિથ્યાદષ્ટિ છે. ત્યારે કોઈ કહે છે-નિર્બલ પાપમાં રચ્યાપચ્યા છે એમને બિચારાઓને કાંઈક પુણ્ય તો કરવા દો; ધર્મ તો પછી (એ વડે) થશે. અરે ભાઈ! પુણ્ય હું કરું, પુણ્ય મારું કર્તવ્ય એવી જે માન્યતા તે મહા મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ શું પાપ નથી ? મિથ્યાત્વ એ જ મહાપાપ છે અને મિથ્યાત્વને વશ થઈને જ જીવ પાપ કરે છે. અષ્ટપાહુડમાં દર્શનપાહુડની ત્રીજી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે-જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તે મુક્તિને પામતો નથી; જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તે જ્ઞાનથી અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે; તે ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે. તથા જેને દર્શનશુદ્ધિ છે પણ ચારિત્ર નથી તે મુક્તિને પામશે; હમણાં ચારિત્રરહિત છે પણ દર્શનશુદ્ધિના બળે તે ચારિત્રને પ્રાપ્ત થઈને સીઝશે-મુક્તિને પામશે. આવી વાત છે. ભાઈ! વ્રત, તપ, ભક્તિ આદિના રાગથી મને લાભ (આત્મલાભ ) થશે એમ માની જે પ્રવર્તે છે તે મૂઢ મહાભ્રષ્ટ-સર્વભ્રષ્ટ મિથ્યાદષ્ટિ છે. સમજાણું કાંઈ..? અહીં કહે છે-જીવ ભેદજ્ઞાનના સદ્દભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃ– જેમ પ્રચંડ અગ્નિ વડે તસ થયું થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્યોદય વડે ઘેરાયું થકું પણ જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી.’ જયસેનાચાર્યદેવની ટીકામાં આ સમજવા પાંડવ આદિનું દૃષ્ટાંત આપેલું છે. પાંચ પાંડવો પૂર્વે રાજકુમાર હતા અને પાછળથી જેઓ મહામુનિ થયા તેઓનું નાજુક સુંદર શરીર હતું. એક વાર શત્રુંજય પર્વત ૫૨ ધર્માત્માઓ બધા આત્માના અતિ પ્રચુર આનંદના વેદનમાં સુખ નિમગ્ન હતા ત્યારે દુર્યોધનનો ભાણેજ ત્યાં આવ્યો અને પૂર્વનું વેર યાદ કરીને લોખંડનાં ધગધગતાં કડાં વગેરે તેમના શરીર પર પહેરાવ્યાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #412 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૪–૧૮૫ ] [ ૩૯૭ અહા! આવા પ્રચંડ કર્યોદય વડે ઘેરાયેલા હોવા છતાં તે મહામુનિઓ-ભાવલિંગી સંતો આનંદમાં મગ્ન રહ્યા. તે કાળે પણ જ્ઞાને જ્ઞાનત્વ છોડયું નહિ. ત્રણ પાંડવો તો (એવા પ્રસંગે પણ શ્રેણી માંડીને ) કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. નકુળ અને સહદેવને, અરે! સાધર્મી મોટાભાઈઓને કેમ હશે—એવો શુભ વિકલ્પ આવ્યો તો એના ફળમાં એમને સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું અને દેવગતિને પામ્યા. અહા! કેવળજ્ઞાન તેત્રીસ સાગરોપમથી કાંઈક અધિક દૂર થઈ ગયું કેમકે ફરીને મનુષ્યપણે જન્મ્યા પછી પણ આઠ વર્ષ પહેલાં કેવળજ્ઞાન નહિ થાય. કોઈને થાય કે -અરે ! પાંડવો –ધર્માત્માઓને પણ આવા પ્રસંગો ! ભાઈ ! કર્મના ઉદયની સામગ્રી એના કાળે સ્વયં ઉદયમાં આવે તેને કોણ રોકે? ત્યારે પ્રશ્ન થાય કે કોઈ દેવ કેમ વારે ન આવ્યા? શું દેવને પણ ખબર ન પડી? દેવને ખબર પડે તોય તીવ્ર કષાય હોય ત્યારે ખબર અને ખ્યાલમાં આવે તોપણ આ જીવનો પુણ્યનો ઉદય હોય ત્યારે આવે ને ? દેવને પણ જ્યારે પડતી નથી (ઉપયોગ એમાં જતો નથી) અને મંદ કષાય હોય પ્રકારની શક્તિ ન હોય તો શું કરે? મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત લીધી છે. દેવ પણ કાંઈ ન કરે. (વિતવ્ય કોઈ ન નિવારી શકે). શાસ્ત્રમાં બીજું દષ્ટાંત બંધક આદિ પાંચસો મુનિઓનું આવે છે. બંધક આદિ પાંચસો મુનિઓ હતા. એક વખત મુનિ રાજાની રાણી સાથે વાત કરતા હશે તો કોઈએ રાજાને ભરમાવ્યું કે મુનિઓ આવા જ (વ્યભિચારી) છે. તેથી રાજાને શંકા પડી-વહેમ પડયો. રાજાએ હુકમ કર્યો કે બધા મુનિઓને ઘાણીમાં પીલો. આવા ભારે ઉપસર્ગના પ્રસંગમાં પણ મુનિવરો અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં ઝૂલતા હતા; તે કાળે પણ જ્ઞાન ધીર થઈને જ્ઞાનપણે કાયમ અવિચલ રહ્યું. વળી સીતાજીની પણ વાત આવે છે ને? ભગવાન રામચંદ્ર તદ્દભવ મોક્ષગામી ચરમ શરીરી ધર્માત્મા હતા. સીતાજી રાવણને ત્યાં રહેલા અને રામચંદ્ર સ્વીકાર્યાં એવો લોકાપવાદ થતાં ધર્માત્મા અને સાધર્મી સીતાજીને પોતાના શીલની પરીક્ષા આપવા ધગધગતા અગ્નિકુંડમાં પ્રવેશ કરવા રામચંદ્ર આજ્ઞા કરી. સીતાજી અગ્નિપરીક્ષામાં ઉતરતાં પહેલાં અગ્નિને કહે છે-હૈ અગ્નિ! જો મેં રામ સિવાય પતિ તરીકે કોઈ બીજાનો વિકલ્પ કર્યો હોય તો મને ભસ્મ કરી દે; હા, પણ જો બીજાનો વિકલ્પ ન આવ્યો હોય તો ધ્યાન રાખજે, અન્યથા જગતમાં હાંસી થશે. તે વેળા સીતાજીનો પુણ્યનો ઉદય હતો એટલે સિંહાસન રચાઈ ગયું અને કસોટીમાં પાર ઉતર્યાં જુઓ, આ ધર્માત્મા ! આવા વિષય પ્રસંગે પણ સીતાજીએ જ્ઞાનત્વ ન છોડયું. અહો જ્ઞાન ! અહો ભેદજ્ઞાન! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #413 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ ] | | પ્રવચન રત્નાકર ભાગ-૬ દ્રૌપદીની પણ વાત આવે છે ને? દુર્યોધનના માણસોએ સભામાં દ્રૌપદીની સાડી ખેંચી; એક ખેંચી ત્યાં બીજી થઈ ગઈ, બીજી ખેંચી ત્યાં ત્રીજી થઈ ગઈ –આવું. પુણ્યકર્મનો ઉદય છે ને? તો દ્રૌપદીના શીલની રક્ષા થઈ. પણ કદાચ (પાપનો ઉદય હોય તો એવું ન પણ થાય, તોપણ જ્ઞાનીને જ્ઞાનત્વ છૂટતું નથી. પાંડવો વચનથી બંધાયેલા હતા એટલે આવી ચેષ્ટાને જોઈ રહ્યા; બીજું કરે પણ શું? અહીં કહે છે જેમ સુવર્ણ અગ્નિમાં તપાવવા છતાં સુવર્ણપણાને છોડતું નથી તેમ ભેદજ્ઞાનથી યુક્ત આત્માનું જ્ઞાનમય પરિણમન પ્રચંડ કર્મોદયના ઘેરાવામાં છૂટતું નથી; જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, નિર્મળ પરિણતિ છોડતું નથી. ભાઈ ! આ વર્તમાન પરિણતિની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. ત્રિકાળી સ્વભાવ તો અજ્ઞાનીને પણ સદા એવો ને એવો જ છે. અહીં તો જેણે ત્રિકાળીના આશ્રયે રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કર્યો એવા ભેદજ્ઞાની જીવનું જ્ઞાન (પરિણમન) પ્રચંડ કર્મોદયથી ઘેરાઈ જાય તોપણ જ્ઞાનત્વને છોડતું નથી એમ વાત છે. એનું કારણ આપતાં કહે છે કેમકે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સના નાશનો અસંભવ છે.” અહીં “હજાર કારણો” કહીને સંખ્યાની અપરિમિતતા બતાવવી છે. મતલબ કે લાખો, કરોડો, અનંતા કારણો ભેગા થઈ આવે છતાં સ્વભાવને છોડવો અશકય છે. અહાહા..! રાગથી ભિન્ન પડીને જે જ્ઞાનમય પરિણમન થયું તેને બીજી ચીજ (કર્મોદય) શું કરી શકે? (કાંઈ નહિ). બાપુ! બહારમાં (કર્મોદયમાં) તો જે થવાનું હોય તે થાય, તેમાં બીજો (–આત્મા) શું કરી શકે? અહાહા..! જુઓ આ વસ્તુના પરિણમનની સ્વતંત્રતા! પ્રતિકૂળતાના ગંજના ગંજ પણ આત્માના-જ્ઞાનના જ્ઞાનત્વને છોડાવી શકતી નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વભાવે ભરેલો છે. સમકિતીને એની દશામાં, આત્મામાં જે આનંદસ્વભાવ છે તેનો અંશ જ પ્રગટ છે; છે એ સિદ્ધની જાતનો હોં. અને મુનિને? અહાહા...! જે મુનિ છે એને તો આનંદના પ્રચંડ ફુવારા ફૂટે છે. જેમ ફુવારામાંથી પાણી ફૂટે તેમ અંદર આનંદના નાથમાં જે અંતર-એકાગ્ર થયા છે એવા મુનિરાજને અતીન્દ્રિય આનંદની પ્રચંડ ધારા ફૂટે છે. એને કર્મનો ઘેરાવો શું કરે ? (કાંઈ નહિ). એનું જ્ઞાન જ્ઞાનત્ત્વ છોડતું નથી અર્થાત્ આત્મા વીતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી. અશાતાના ઉદયમાં ઘેરાયેલો હોય છતાં વીતરાગપણું-આનંદપણું છૂટતું નથી; કેમકે અનંતા કારણો મળવા છતાં સ્વભાવને છોડવો અશકય છે. કેમકે સ્વભાવને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ નાશ થાય. વીતરાગ પરિણતિ છૂટે તો વસ્તુનો જ નાશ થઈ જાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #414 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૪-૧૮૫ ] [ ૩૯૯ અહાહા..! વીતરાગભાવનો રંગ ચઢયો છે ને? રાગના રંગે ચઢેલાને વીતરાગતા દુર્લભ છે અને વીતરાગતાના રંગે ચઢેલાને રાગ દુર્લભ છે. નિયમસારમાં આવે છે કે જ્ઞાનીઓને વિકલ્પ દુર્લભ છે, ધર્માત્માઓને રાગ દુર્લભ છે અને અજ્ઞાનીને વીતરાગપણું દુર્લભ છે. રાગથી ભિન્ન પડી જ્યાં અતીન્દ્રિય આનંદમય આત્માનો અનુભવ થયો, આત્માને જાણ્યો અને ઓળખ્યો અને ત્યારે જે વીતરાગતામય-આનંદમય પરિણમન થયું તે કર્મના ઘેરાવમાં પણ છૂટતું નથી; જો એ છૂટે તો કહે છે સ્વભાવ જ છૂટી જાય અને તો વસ્તુનો જ નાશ થઈ જાય. પણ સ્વભાવ કોઈ દિવસ છૂટે નહિ કારણ કે સતનો નાશ અસંભવ છે. જુઓ, આ ન્યાય છે વીતરાગસ્વભાવી પ્રભુ આત્માનાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સત્ છે. વીતરાગસ્વભાવી સત્તાનું પરિણમન પણ સત્ છે ભાઈ ! અને તે અહેતુક છે; દ્રવ્ય-ગુણ પણ એનું કારણ નથી. હવે આમ જ્યાં એની ઉત્પત્તિમાં દ્રવ્ય-ગુણ પણ કારણ નથી ત્યાં જગતના પ્રતિકૂળ સંજોગો એનો નાશ કેવી રીતે કરે ? ( ન કરી શકે ). હવે કહે છે આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.' જ્ઞાની તો જાણે છે કે હું તો સદા જ્ઞાતા-દષ્ટા જાણવા-દેખવાના સ્વભાવે રહેલો છે. પ્રતિકૂળ સંયોગોનો પણ હું તો જાણનાર-દેખનાર માત્ર છે. આ પ્રમાણે જાણતો થકો જ્ઞાની કર્મથી ઘેરાઈ જાય છતાં પરિષહુની ભીંસ વચ્ચે પણ ધીરજ ખોઈને રાગ-દ્વેષ-મોહભાવને પ્રાપ્ત થતો નથી, અજ્ઞાનપણે પરિણમતો નથી; શુદ્ધ આત્માને જ અનુભવે છે. ધર્મી રાગી-દ્વેષી થતો નથી એ મિથ્યાત્વપૂર્વકના રાગદ્વેષની વાત છે. સમાધિશતકમાં આવે છે કે પ્રતિકૂળ સંયોગો આત્માને દુઃખનું કારણ નથી, માટે હું આત્મન્ ! સહન કરવાની (ભેદજ્ઞાનના અભ્યાસથી વૈર્ય કેળવવાની) ટેવ પાડ. સુખ-સગવડથી ( વિષયોથી) જો તું ટેવાઈ ગયો હોઈશ તો પરિષહુની ભીંસમાં અગવડતા આવશે ત્યારે થીજાઈ જઈશ; માટે પ્રતિકૂળતા વખતે પણ સહુન-શીલતા કાયમ રહે એવો અભ્યાસ કર. અહો ! આચાર્યોએ તો ગજબનાં કામ કર્યા છે! શાતાશીળિયા ન રહેતાં અંતરપુરુષાર્થને પુષ્ટ કરવાની પ્રેરણા કરી છે જેથી સહનશીલતા અને વૈર્ય કાયમ બની રહે. હવે કહે છે-“જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી.' જાઓ, જેને ભેદવિજ્ઞાન નથી તે અજ્ઞાની છે. શુભરાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી રાગ સાથેની એકત્વબુદ્ધિના અંધકારથી ઢંકાઈ ગયેલો હોવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #415 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪00 ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તે પોતાના ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વરૂપને જાણતો નથી. અહાહા....! પોતે તો જાણવાદેખવાના સ્વભાવે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે. એક સમયની નિર્મળ જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકને જાણે એવા સ્વભાવના સામર્થ્યથી ભરેલો છે. અરે! પણ અજ્ઞાની રાગને જ આત્મા માને છે, તેથી તે શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી, પણ રાગને જ અનુભવતો થકો રાગી, ઢષી અને મોહી થાય છે. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.' રાગથી ભિન્ન પડી અંતઃઅનુભવ કર્યા વિના, ભેદજ્ઞાન વિના તે રાગી થાય છે અને ભેદજ્ઞાન થતાં જ્ઞાની થાય છે. આત્મોપલબ્ધિનો આ જ માર્ગ છે. ભાઈ ! વ્યવહારથી નિશ્ચય થાય એમ જે માને છે તે રાગનો બંધાણી મિથ્યાષ્ટિ મોહી છે. તે રાગને જ આત્મા માને છે અને રાગને જ અનુભવે છે. અહીં કહે છે જેમને ભેદવિજ્ઞાન નથી થયું તેવા અજ્ઞાની જીવો પ્રતિકૂળતા આવતાં રાગ-દ્વેષમાં જ રોકાઈ જશે અને તેથી મોહને જ પ્રાપ્ત થશે પણ શુદ્ધાત્માને પ્રાપ્ત નહિ થાય. રાગથી લાભ થાય એમ માનનાર અજ્ઞાની જીવા દયા, દાન આદિ શુભરાગમાં અને ક્રોધાદિ દ્રષમાં રોકાઈ જશે પણ શુદ્ધ આત્માને બીલકુલ અનુભવશે નહિ. જુઓને શબ્દ કેવા છે? કે અજ્ઞાની શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી જ્યારે જ્ઞાની શુદ્ધ આત્માને જ અનુભવે છે. વ્યવહાર હોય છે ખરો, પણ વ્યવહારથી ભેદજ્ઞાન પ્રગટતું નથી પણ વ્યવહારથી ભેદ પાડીને અંત:સન્મુખ થતાં ભેદજ્ઞાન પ્રગટ થાય છે. તેવી રીતે કાર્ય થવામાં નિમિત્ત હોય છે ખરું, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી; કાર્ય તો ઉપાદાનથી જ થાય છે. ત્યારે કોઈ કહે છે- મોક્ષમાર્ગપ્રકાશકમાં તો એમ આવે છે કે –જીવમાં વિકાર કર્મના નિમિત્ત વિના થાય તો વિકાર જીવનો સ્વભાવ થઈ જાય. (માટે કાર્ય નિમિત્તથી થાય છે એમ ત્યાં કહેવા માગે છે). સમાધાનઃ- ત્યાં આશય એમ છે કે વિકારના પરિણામ નિમિત્તના લક્ષે થાય છે, નિમિત્ત વિકાર કરાવે છે એમ આશય નથી. વળી વિકાર છે તો એક સમયની પર્યાયનો સ્વભાવ જ. વિકાર એક સમય માટે ધારી રાખેલો જીવનો વિભાવ-સ્વભાવ છે. વિભાવ પણ પર્યાયનો સ્વભાવ જ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી. (નિમિત્ત વિના થાય તો વિકાર સ્વભાવ થઈ જાય એમ જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું તે ત્રિકાળી સ્વભાવની વાત છે). ક્રમબદ્ધથી લઈએ તો વિકાર જે કાળે થયો છે તે એનો સ્વકાળ છે, અને તે પોતાથી થયો છે. નિમિત્તના લક્ષે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે. વિકારનું સમય-સમયનું પરિણમન પોતાના પકારકોથી સ્વતંત્ર થાય છે; તેમ નિર્મળ પર્યાયનું પરિણમન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #416 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૪–૧૮૫ ] [ ૪૦૧ પણ સ્વતંત્ર પોતાના ષટ્કારથી થાય છે. મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિ જે જે વિકારી પર્યાય થાય છે તે સ્વતંત્રપણે પોતાના ષટ્કા૨કથી થાય છે; કર્મને લઈને કે પોતાના દ્રવ્ય-ગુણને લઈને નહિ. આ વાત પંચાસ્તિકાયમાં ગાથા ૬૨ માં લીધી છે. વળી પ્રવચનસાર ગાથા ૧૬ માં પોતે ‘સ્વયંભૂ’ થાય છે એનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે કેવલજ્ઞાન પણ પોતાના અભિન્ન કર્તા, કર્મ, કરણ આદિથી ઉત્પન્ન થયું છે, જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થયો માટે ઉત્પન્ન થયું છે એમ નથી. નિર્મળ પરિણતિ પોતાના ષટ્કારકો વડે થઈ છે, એને ૫૨કા૨કોના અભાવની કોઈ અપેક્ષા નથી. તેવી જ રીતે વિકારને પણ પકારકોના સદ્દભાવની કોઈ અપેક્ષા નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં જ આવે છે કે કર્મ અને આત્મા બન્ને એક સાથે છે (એકક્ષેત્રાવગાહે અને સમકાળે છે) છતાં કર્મ આત્માની પર્યાયને કરતાં નથી અને આત્મા કર્મની પર્યાયને કરતો નથી. કોઈ કોઈનું કર્તા છે જ નહિ આ સિદ્ધાંત છે. તો પરસ્પર કાર્યકારણ સંબંધ છે એમ શાસ્ત્રોમાં આવે છે ને? હા, આવે છે; પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કાર્ય તો ઉપાદાનથી જ થાય છે અને ત્યારે જે અનુકૂળ નિમિત્ત હોય છે તેને કારણનો ઉપચાર આપીને વ્યવહારથી બીજું કારણ કહેવામાં આવે છે. નિમિત્ત કારણ એટલે નિમિત્ત છે બસ એટલું જ; પણ નિમિત્ત કાર્યનું કર્તા છે એમ નહિ કોઈ પ૨નું કર્તા કદીય હોઈ શકતું નથી એ મૂળ સિદ્ધાંત છે. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત ઉપાદાન થઈ જાય અર્થાત્ નિમિત્ત રહે જ નહિ. ( બે ભિન્ન વસ્તુમાં કાર્યકારણસંબંધ કહેવો એ તો ઉપચારમાત્ર છે). સમજાણું કાંઈ? ત્યારે વળી કોઈ એમ કહે છે કે-નિશ્ચયથી સ્વના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારથી પરના આશ્રયે થાય-જો એમ કહો તો અનેકાન્ત કહેવાય. અરે ભાઈ ! એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત (ઉભયાભાસ) છે. સત્ય તો આ છે કે-રાગથી ભિન્ન પડે તેને ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન થાય અને રાગથી ન થાય. આનું નામ સાચું અનેકાન્ત છે. અહીં કહે છે-જેને ભેદજ્ઞાન નથી તે અજ્ઞાની જીવ રાગને પોતાનો માનતો થકો રાગી થાય છે અને દ્વેષને પોતાનો માનતો થકો દ્વેષી થાય છે. પંચાધ્યાયીમાં આવે છે કે જેટલે દરજ્જે જીવને અનુકૂળતામાં રાગ છે તેટલે દરજ્જે તેને પ્રતિકૂળતા ઉપર દ્વેષ છે. જેમ શરીર પ્રત્યે જેટલો રાગ છે તેટલો જ શરીરમાં રોગ આવતાં તેને દ્વેષ થાય છે. પ્રશંસામાં જેટલે દરજ્જે રાગ છે તેટલો જ નિંદાના વચનોમાં દ્વેષ થાય છે. અનુકૂળતામાં હરખ અને પ્રતિકૂળતામાં અણગમાનું દુઃખ અજ્ઞાનીને ભેદજ્ઞાનના અભાવે થયા વિના રહેતું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #417 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નથી. જ્ઞાનીને એવાં અજ્ઞાનમય સુખ-દુઃખ હોતાં નથી કેમકે ભેદજ્ઞાનના બળે તે રાગી-પી થતો નથી. અહાહા! ભગવાન આત્મા અકષાયસ્વભાવનો-શાંતરસનો પિંડ છે. ભક્તામર સ્તોત્રમાં આવે છે કે ભગવાન! જેમ આ૫ પરમ શાંતરસે પરિણમ્યા છો તેમ આ જાણે અકષાય શાંતિનું બિંબ હોય તેમ ઠરી ગયેલું જણાય છે. ભગવાન ! જાણે જગતમાં જેટલા શાંત-શાંત ભાવે પરિણમનારા પરમાણુઓ છે તે તમામ આપના ઔદારિક શરીરરૂપે પરિણમી ગયા છે. આપનું બિંબ આપની પરમ શાંત વીતરાગરસે પરિણમેલી પરિણતિને જાહેર કરે છે. ભક્તિમાં આવે છે ને કે-“ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં;” અહાહા...! ભગવાનની પરિણતિ જાણે એકલી અકષાય શાંતરસનું -આનંદરસનું ઢીમ. જેમ બરફની પાટ શીતળશીતળ-શીતળ હોય છે તેમ ભગવાનની પરિણતિ એકલી શાંત-શાંત-શાંત હોય છે. આવી શાન્તિ ભેદજ્ઞાનકલા વડે પ્રગટ થાય છે. વસ્તુ તો પરમ શાન્તસ્વભાવી છે અને તે ભેદવિજ્ઞાન થતાં પ્રગટ થાય છે. આવી વાત છે. પરના લક્ષે જે રાગ થાય છે તેનો સ્વામી ભેદજ્ઞાની આત્મા થતો નથી. ધર્મજિનેશ્વરના જીવનમાં આવે છે કે ધર્મ જિનેશ્વર ગાશું રંગ શું, ભંગ ન પડશો હો પ્રીત જિનેશ્વર, બીજો મનમંદિર નહિં આણુ, એ એમ કુળવટ રીત જિનેશ્વર.” ભગવાન! એક વીતરાગ! (પોતાનો જ્ઞાયકદેવ) સિવાય મનમંદિરમાં બીજાને (રાગને) આવવા નહિ દઉં. આ અમારી-અનંત કેવળીઓ અને તીર્થકરોના કુળની રીત-કુળવટ શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાની થઈ ગયા. તેઓ એક ભવે મોક્ષ જશે. તેમણે કહ્યું છે કે “દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.' શ્રીમદ્ મોટો ઝવેરાતનો ધંધો હતો. પરંતુ એ તો બધી એમને મન જડની ક્રિયા હતી. અંદરથી (અભિપ્રાયમાં) તો તેઓ રાગથી ભિન્ન પડી ગયેલા હતા. અહો ! ભેદજ્ઞાની જીવોનું અંતરંગ કોઈ પારલૌકિક હોય છે. ભાઈ ! બધાનો સરવાળો આ છે કે-ભેદજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, રાગ અને વ્યવહાર કરતાં કરતાં નહિ. ભાઈ ! આ સમજવામાં તારું હિત છે હોં શરીર અત્યારે જુવાન સશક્ત હોય, કંઈક ભણી-ગણીને પંડિત થયો હોય, બોલતાં સારું આવડતું હોય અને બહારમાં કાંઈક આબરૂ હોય એટલે રોફમાં (મિથ્યાગર્વમાં) આવી જાય પણ જુવાની પીંખાઈ જશે બાપુ! અને બહારની પંડિતાઈ આત્માના અનુભવના કામમાં ખપ નહિ લાગે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવાથી જ આત્માનુભવનું કાર્ય થશે, રાગને સાથે રાખીને (સ્વામિત્વ રાખીને) એ કામ નહિ થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૪-૧૮૫ ] [ ૪૦૩ * ગાથા ૧૮૪-૧૮૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે-“આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.'' જ્યારે જ્ઞાનસ્વરૂપી આત્માનો અનુભવ થયો ત્યારે જાણ્યું કે આત્મા રાગસ્વરૂપ થયો જ નથી; એ તો સદાય જ્ઞાનસ્વભાવે જ રહેલો છે. અરે ભાઈ ! જો આત્મા શુભા ૨ ભાઈ ! જો આત્મા શુભાશુભ રાગના સ્વભાવે થઈ જાય તો ભિન્ન આત્માનું જ્ઞાન કયાંથી થાય? એક સમય પણ જો આત્મા જ્ઞાનસ્વભાવને છોડી રાગસ્વભાવે-જડસ્વભાવે થઈ જાય તો આત્મજ્ઞાન થાય જ નહિ. આત્મા તો અનાદિથી રાગરહિત શુદ્ધ જ છે. અજ્ઞાની, હું રાગરૂપ છું એમ માને છે તેથી પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ વસ્તુ આખી કયાં તે-રૂપ થઈ ગઈ છે? પર્યાયદષ્ટિ છૂટી વસ્તુદષ્ટિ થતાં જ વસ્તુમાં અશુદ્ધતા છે નહિ એવું યથાર્થ ભાન થાય છે. સમયસાર ગાથા ૬ માં કહ્યું છે કે-જ્ઞાયક જ્ઞાયક જ છે, પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. વળી ત્યાં (સમયસારમાં) ગાથા ૩૪ માં પણ આવે છે કે-જ્ઞાનસ્વભાવથી પોતે (આત્મા) છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. - હવે કહે છે-“આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, હૃષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે.” જુઓ, રાવણ સાથેના યુદ્ધમાં રાવણની વિધાથી લક્ષ્મણ વાસુદેવ મૂર્ષિત થઈ પડ્યા. રામચંદ્રજીને તે કાળે એમ થયું કે આ શું થઈ ગયું? સીતાજીને રાવણ લઈ ગયો, ભાઈ પણ ગયો; આવ્યા ત્યારે ત્રણ સાથે હતા અને જતાં હું એકલો જઈશ અને માતાજી પૂછશે તો હું શું કહીશ? વાસુદેવ મૂર્ચામાં છે. રામચંદ્રજી કહે છે-ભાઈ! એક વાર બોલ; માતાજીને હું શું જવાબ દઈશ? અહા ! રામચંદ્રજીને તે સમયે પણ શ્રદ્ધાન તો છે કે વાસુદેવને રાજ્ય મળે પછી જ મૃત્યુ થાય છતાં રાગે એવું કામ કર્યું. પછી કોઈના કહેવાથી ભારતના રાજ્યમાંથી ત્રિશલ્યા નામે એક કુમારિકા હતી તેને બોલાવી. ત્રિશલ્યાને સમ્યગ્દર્શન ન હતું પણ પૂર્વે એવું પુણ્ય બાંધેલું કે તે છાવણીમાં દાખલ થઈ કે કેટલા ઘાયલ સૈનિકોને રૂઝ આવી અને તેણીએ સ્નાન કરીને પાણી છાંટયું કે તરત જ લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્રત થયા. રામચંદ્રજી આવા પ્રસંગે પણ ધૈર્ય ધારી રહ્યા; તેમણે પોતાનું જ્ઞાનપણું છોડ્યું નહિ. કર્મના ઉદયના આકરા ઘેરાવામાં પણ તેઓ અજ્ઞાનભાવને પ્રાપ્ત ન થયા, રાગી-દ્વેષી-મોહી ન થયા, અંતરંગમાં આત્માના આશ્રયે જ્ઞાનમયપણે જ પરિણમતા રહ્યા. કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ જ્ઞાની રાગી, દ્વેષી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. ભલે વિકલ્પ હો, પણ લબ્ધજ્ઞાનમાં તે આત્માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #419 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ અનુભવે છે. તે કાળે પણ તેને જેટલો આત્માનો આશ્રય છે તેટલી આત્માની શાંતિ પ્રગટ છે. તેને આત્માના આશ્રયે શુદ્ધ પરિણતિ નિરંતર ચાલુ જ છે. વળી, “જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ આત્માની ઉપલબ્ધિ થાય છે.” લ્યો, આ સિદ્ધાંત સિદ્ધ કર્યો કે ભેદવિજ્ઞાનથી જ આત્માની પ્રાપ્તિ થાય છે; શુભક્રિયાથી થાય છે એમ નહિ. બીજે શુભક્રિયાથી થાય છે એમ કહ્યું છે ને ? કહ્યું છે તો શું આનાથી કાંઈ વિરુદ્ધ હોય? ભાઈ ! ભગવાનની વાણી પૂર્વાપર અવિરુદ્ધ હોય છે. બીજે ઠેકાણે કહ્યું છે એ તો ત્યાં બાહ્ય સહુચર અને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે જ્ઞાનીને આવો રાગ સહુચરપણે હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તની મુખ્યતા કરીને કથન કર્યું હોય ત્યાં નિમિત્તથી કાર્ય થાય છે એમ ન સમજવું. [ પ્રવચન નં. ૨૫૫ થી ૨૫૭ ચાલુ * દિનાંક ૮-૧ર-૭૬ થી ૧૦-૧ર-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #420 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮૬ कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत् सुद्धं तु बियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो। जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि।। १८६ ।। शुद्धं तु विजानन शुद्धं चैवात्मानं लभते जीवः। जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते।। १८६ ।। - હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. ગાથાર્થઃ- [ શુદ્ધ તુ] શુદ્ધ આત્માને [ વિનાનન] જાણતો-અનુભવતો [ નીવડ] જીવ [ શુદ્ધ ઘ વ ગાત્માન] શુદ્ધ આત્માને જ [ નમતે ] પામે છે [7] અને [અશુદ્ધ+] અશુદ્ધ [ ગાત્માને ] આત્માને [ ની ] જાણતો-અનુભવતો જીવ [ શુદ્ધમ્ gવ ] અશુદ્ધ આત્માને જ [ તમને] પામે છે. ટીકાઃ- જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે” એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી ( અનુભવથી) જ સંવર થાય છે. ભાવાર્થ:- જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાગ્નવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #421 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (માનિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।१२७।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ- [ દ્રિ] જો [ 4થમ્ ]િ કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) [ ધારાવાદિના વોથનેન] ધારાવાહી જ્ઞાનથી [શુદ્ધમ શાત્માનન્] શુદ્ધ આત્માને [ ધ્રુવમ્ ૩૫તમાન: શાસ્ત] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ત] તો [નયમ્ માત્મા ] આ આત્મા, [ ૩ય–સાત્મ—મારીમદ્ માત્માન] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [પર—પરિતિ–ોથાત્] પર પરિણતિના નિરોધથી [શુદ્ધમ્ ઇવ મ્યુપૈતિ] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ- ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાગ્નવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે. એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજાં, એક જ જ્ઞયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં શેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છબીને ) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડીત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭. * સમયસાર ગાથા ૧૮૬: મથાળુ હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે * ગાથાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધ આત્માને એટલે પોતાની ત્રિકાળી શુદ્ધ અખંડ એકરૂપ જે વસ્તુ તેને જાણતોવિનાનન-મૂળમાં વિયાણંતો-એમ છે ને?–એટલે કે જે પર્યાયમાં રાગથી ભિન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #422 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૬ ] [ ૪૦૭. શુદ્ધ આત્માને જાણે છે-અનુભવે છે તે શુદ્ધ આત્માને જ પામે છે અર્થાત્ તેને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ વડે સંવર જ થાય છે. અને અશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો-એટલે કે પર્યાયમાં જે રાગ છે તે અશુદ્ધ આત્મા છે, તેમાં-અશુદ્ધ આત્મામાં એકત્ર કરીને પોતાપણે પરિણમતો તે અશુદ્ધ આત્માને જ પામે છે, અર્થાત્ રાગને જ પામે છે; તેને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. જુઓ, જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સમ્મદશિખરની જાત્રા ઇત્યાદિ રાગને જ અનુભવે છે વા તેને ભલો-હિતકારી જાણે છે તેઓ અશુદ્ધ આત્માને જ પામે છે એમ કહે છે. રાગ તે હું અને રાગ મારું કર્તવ્ય એમ જાણે છે તેઓ અશુદ્ધતાને રાગને જ પામે છે. * ગાથા ૧૮૬ : ટીકા ઉપરનું પ્રવચન * “જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે. “જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે.” જુઓ, ગાથામાં “સુદ્ધ વિયાગંતો' શબ્દ પડ્યો છે તેનો આ અર્થ કર્યો-કે હું સદાય જ્ઞાનાનંદસ્વભાવમય છું એવું જેને અચ્છિન્નધારાએ-અતૂટધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે અને તે વડે જે સતત શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તેને અશુદ્ધતા જે રાગદ્વેષમોહ તેની સંતતિનો નિરોધ થવાથી શુદ્ધ આત્માની જ પ્રાપ્તિ થાય છે. “જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે એવા જીવને જ્ઞાનમયભાવમાંથી જ્ઞાન, આનંદ અને શાંતિમય ભાવ જ ઉત્પન્ન થાય છે, એને અશુદ્ધતા થતી નથી, રાગાદિ વિકાર થતો નથી. પ્રશ્ન- તો ચરણાનુયોગમાં વ્રતાદિ ( રાગ) ના આચરણનું વિધાન છે ને? ઉત્તર:- ભાઈ ! ચરણાનુયોગમાં સમ્યગ્દષ્ટિને (આત્માના અનુભવી જીવને) વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો આવે છે તેનું ભૂમિકાનુસાર કથન કર્યું છે. જ્ઞાનીને ( જ્ઞાનદશાની સાથે) વ્રતાદિના વિકલ્પની દશા હોય છે પરંતુ તેને સ્વભાવના આશ્રયે તેનો નિષેધ વર્તતો હોય છે. સમજાણું કાંઈ..? રાગીને રાગની એકતામાં અચ્છિન્નધારાએ રાગમય ધારા વહે છે, જ્યારે સમકિતીજ્ઞાનીને રાગથી ભિન્નતા થવાથી (ભેદવિજ્ઞાન થવાથી) અચ્છિન્ન જ્ઞાનધારા વહે છે. જ્ઞાની સદાય અચ્છિન્નધારાવાહી આત્માની શુદ્ધદષ્ટિપણે પરિણમતો હોવાથી તે અચ્છિન્નપણે શુદ્ધ જ્ઞાનમય પરિણમનને પ્રાપ્ત થાય છે. તેના જ્ઞાન અને આનંદના વેદનરૂપ પરિણમનમાં તૂટ-ભંગ પડતો નથી. જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય છે એ ન્યાયે જ્ઞાનીને નવાં કર્મ આવવાનું જે નિમિત્ત એવા રાગ-દ્વેષ-મોહની સંતતિ-પરંપરાનો નિરોધ થાય છે. લ્યો આ સંવર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #423 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ થયો. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો એનું નામ સંવર છે. જ્યાં અચ્છિન્નધારાએ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માના અનુભવની પ્રગટતા થઈ ત્યાં રાગદ્વેષમોહની સંતતિ અટકી જાય છે; આનું નામ સંવર છે, ધર્મ છે. સંવર થતાં શુદ્ધ આત્માનો ભેટો થાય છે, ભગવાન નિર્મળાનંદના આનંદનો અનુભવ થાય છે. હવે કહે છે અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે '—એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો વિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે.” શું કહ્યું? કે જે સદાય અજ્ઞાનથી એટલે કે રાગથી મને લાભ થશે એવી મિથ્યાદષ્ટિ વડે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અશુદ્ધ આત્માને અર્થાત્ મલિન ભાવને જ પામે છે. માબાપ આપણાં છે, તેમણે આપણને પાળી-પોષી મોટાં કર્યાં છે, માટે તેમની સેવા કરવી આપણી ફરજ છે એવું માનનારા સદાય અજ્ઞાનથી પરને અને રાગને જ આત્મા માની અશુદ્ધતાને અનુભવ્યા કરે છે. અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ નીપજે એ ન્યાયે નવા કર્મના આસ્રવણનું નિમિત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો વિરોધ નહિ થવાથી તેઓ અશુદ્ધપણાનેમલિનતાને જ અનુભવે છે. કર્તાકર્મ અધિકારમાં દાખલો આવે છે કે-લોઢામાંથી લોઢાનાં જ હથિયાર થાય, લોઢામાંથી સોનાનાં હથિયાર ન થાય; વળી સોનામાંથી લોઢાનાં હથિયાર ન થાય, તેમ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનભાવ જ થાય છે. અજ્ઞાની જીવ રાગદ્વેષને પોતાના માનીને અનુભવે છે તેથી એમાંથી રાગમય-અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધપણાને જ પામે છે. રત્નત્રયના રાગને એકત્વપણે અનુભવે તે અજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્રના શ્રદ્ધાન, ભક્તિ આદિના રાગને પોતાના માનીને અનુભવે તે મિથ્યાદર્શન મિથ્યાભાવ અને અજ્ઞાન છે. અરે ભાઈ ! જેને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેને વ્યવહારરત્નત્રય કેવાં? તેને વ્યવહારરત્નત્રય હોતા નથી. વિકલ્પને પોતાનો માનીને અનુભવે ત્યાં તો મિથ્યાત્વ અને અસામાયિકનો ભાવ છે. બાપુ! ધર્મ તો ધીરાનાં કામ છે. જે કોઈ રાગથી ભિન્ન પડીને આત્માને જ્ઞાનમય અનુભવે છે તેને શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય છે અને જે કોઈ અજ્ઞાન વડે રાગને પોતાનો માની અનુભવે છે એને અશુદ્ધતા-મલિનતા પ્રાપ્ત થાય છે. જુઓ, અહીં એમ ન કહ્યું કે કર્મના ઉદયથી આત્મા અશુદ્ધ થયો માટે તે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે એમ ક નિમિત્ત હો, પણ કર્મને લઈને અશુદ્ધતા અનુભવે છે એમ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૮૬ ] [ ૪/૯ પોતે કર્તા થઈને રાગને કરે છે, રાગરૂપ પરિણમે છે તો અશુદ્ધતાને પામે છે એમ વાત છે. અજ્ઞાની જીવ રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એમ માને છે. અને તેથી તેને રાગદ્વેષમોઢુના ભાવની સંતતિનો નિરોધ થતો નથી અર્થાત્ નવા નવા રાગદ્વેષમોહના ભાવો નિરંતર થયા જ કરે છે અને તે જ આસ્રવ-બંધ છે. જ્યારે જ્ઞાની-ધર્મી જીવ રાગરહિત જ્ઞાનમય આત્માને અનુભવતો હોવાથી તેને રાગદ્વેષમોહની સંતતિનો નિરોધ થાય છે અને તેથી તે શુદ્ધ આત્માને (પવિત્રતાને) ઉપલબ્ધ કરે છે અને એ જ સંવર છે. એ જ કહે છે માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.' અહાહા....જેને સ્વભાવસભુખ દષ્ટિ છે અને રાગથી ભિન્નતા થઈ છે તેને ધારાવાહી નિર્મળતા-પવિત્રતા પ્રગટ થાય છે. એને વર્તમાન કર્મનો સંવર થાય છે અને સંવરપૂર્વક પૂર્વ કર્મની નિર્જરા થાય છે. ત્યારે કોઈ કહે કે ભગવાને તપથી નિર્જરા કહી છે; અનશન, ઉણોદર ઇત્યાદિ કરવાથી તપ થાય છે અને એના વડે નિર્જરા થાય છે. સમાધાનઃ- ભાઈ ! જેને તું તપ કહે છે તે વાસ્તવિક તપ કયાં છે? એને તો ઉપચારથી તપ સંજ્ઞા કહી છે. એવું (બાહ્ય ) તપ કાંઈ નિર્જરાનું કારણ નથી. ભાઈ ! તપ કોને કહેવાય તેની તને ખબર નથી. ભગવાન આત્મામાં અંદર ઉગ્ર રમણતા થવી એનું નામ તપ છે અને તે સંવરપૂર્વક જ હોય છે. અહીં એ જ કહ્યું કે-રાગથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવથી રાગનું અટકવું થાય છે અને એ રાગનો નિરોધ થઈ સંવર થાય છે. ત્યારે કેટલાક કહે છે એ તો નિશ્ચયની વાત છે; વ્યવહાર પણ છે ને? પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. સમયસાર બંધ અધિકારમાં આવે છે કે જિનવરે કહેલો વ્રતાદિ બધો વ્યવહાર રાગ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી નિશ્ચયવંતને સાધકદશામાં એવો વ્યવહાર હોય છે પણ એ વ્રતાદિનો બાહ્ય વ્યવહાર છે આસ્રવ, બંધનું જ કારણ. ભાઈ ! રાગ છે તે બંધનું જ કારણ છે. અરે! આવું સત્ય બહાર આવ્યું તો વિરોધ ઊડ્યા! ભગવાન ઋષભદેવની દિવ્યધ્વનિ છૂટી તે પહેલાં અસંખ્ય અબજ વર્ષથી એક સ્વર્ગની જ ગતિ ચાલી આવતી હતી. તે કાળે જુગલિયા મરીને સ્વર્ગમાં જ જતા. પણ જ્યાં દિવ્યધ્વનિ છૂટી ત્યાં પાંચેય ગતિ શરૂ થઈ ગઈ. જે પાત્ર જીવો હતા તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #425 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પ્રગટ કરીને મોક્ષ ગયા, બીજા સાધારણ જીવો હતા તેઓ પુણ્ય ઉપજાવીને સ્વર્ગ કે મનુષ્યમાં ચાલ્યા ગયા અને વાણીનો અને તત્ત્વનો વિરોધ કરનારા નરક અને તિર્યંચ થઈને નિગોદમાં ચાલ્યા ગયા. દિવ્યધ્વનિ છૂટવાના કાળમાં આમ થયું એટલે વ્યવહારે એમ કહેવાય પણ વાણીના કારણે આ થયું છે એમ નથી. એવી જ જીવોની યોગ્યતા હતી; વાણી તો નિમિત્તમાત્ર છે, વાણીથી લાભ કે નુકશાન થતું નથી. ભાઈ ! માર્ગ તો આ છે, કોઈને બેસે, ન બેસે-એમાં સૌ સ્વતંત્ર છે. વળી કોઈ કહે છે-કાર્ય કોઈ વાર ઉપાદાનથી થાય અને કોઈ વાર નિમિત્તથી થાય એમ અનેકાન્ત રાખો. કોઈ વાર વ્યવહારથી નિશ્ચય થાય અને કોઈ વાર ન થાય એમ અનેકાન્ત છે. તેને કહીએ છીએ કે ભાઈ ! એવો અનેકાન્ત નથી, પણ એ તો ફુદડીવાદ છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે અને દયા, દાન આદિ શુભપરિણામથી કદી સંવર થતો નથી કેમકે તે શુભ પરિણામ આસ્રવ છે. કાર્ય હંમેશાં ઉપાદાનથી જ થાય અને નિમિત્તથી ન થાય એ સમ્યફ અનેકાન્ત છે. * ગાથા ૧૮૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાગ્નવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે.' જોયું? ભાષા કેવી લીધી? અહા ! અખંડ દષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેને દષ્ટિમાં લઈ જે પરિણમ્યો તે અખંડ ધારાવાહી પોતાને શુદ્ધ જ અનુભવ્યા કરે છે. તેને રાગદ્વેષમોહરૂપી ભાવાગ્નવો રોકાય છે અર્થાત્ પ્રગટતા નથી. તેથી તે શુદ્ધ આત્માને-શુદ્ધતાને પામે છે અને એનું નામ સંવર છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાગ્નવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે.” અજ્ઞાનીને ભાન નથી કે પોતાનો શુદ્ધ ચિદાનંદ ભગવાન રાગરૂપે કદીય થયો જ નથી. અહાહા...! પોતાનું પરમ ચૈતન્યનિધાન સંસારના ઉદયભાવરૂપ થયું જ નથી. આવું ભાન નહિ હોવાથી અજ્ઞાનીને રાગદ્વેષમોહરૂપ ભાવાગ્નવો રોકાતા નથી અર્થાત્ તે રાગાદિભાવે જ પરિણમે છે. તેથી તે અશુદ્ધ આત્માને અશુદ્ધતાને જ પામે છે. વ્યવહારના રાગને પણ જે પોતાના માની અનુભવે છે તે અશુદ્ધતાને એટલે કે મલિનતાને જ પામે છે, સંસારને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. લ્યો, આ કોઈ વાર શુભભાવથી પણ સંવર થાય છે એમ માનનારાઓની માન્યતા મિથ્યા છે એમ અહીં સ્પષ્ટ કર્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #426 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૬ ] [ ૪૧૧ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૨૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યરિ' જો “થમપિ' કોઈ પણ રીતે-તીવ્ર પુરુષાર્થ કરીને એટલે કે રાગથી ભિન્ન પડીને અંતર્દષ્ટિ વડે ‘ઘારાવાદિના વોઘનેન' ધારાવાહી જ્ઞાનથી-જેમ પાણીની ધાર ધારાવાહી છે તેમ રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અખંડ ધારાવાહી જ્ઞાન છે તે વડ ‘ મ માત્માનમ' શુદ્ધ આત્માને “ઘુવમ ૩પમાન: સાન્ત' નિશ્ચળપણે અનુભવ્યા કરે એટલે કે હું પરમ શુદ્ધ પવિત્ર વીતરાગસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું એમ જે નિરંતર ધારાવાહી અનુભવ્યા કરે તત્વ' તો “યમ માત્મા’ આ આત્મા ‘૩ય-સાત્મ-સારામન માત્માનમ' જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે એવા આત્માન “TRYરતિરોધાત' પર પરિણતિના નિરોધથી-રાગની દશાને રોકીને “શુલ્કમ પવ અગ્રુપતિ' શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. લ્યો, આ બહુ ટૂંકામાં કહ્યું કે જ્ઞાની અખંડધારાવાહી જ્ઞાનમય પરિણમનથી નિરંતર શુદ્ધ આત્માને અનુભવતો થકો રાગનો વિકલ્પનો નિરોધ કરીને શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. આનું નામ સંવર છે. * કળશ ૧૨૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાગ્નવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.' રાગની એકતાબુદ્ધિમાં ધારાવાહી અશુદ્ધતાનો-પુણ્ય-પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું, અને ત્યારે પુણ્યપાપરૂપ ભાવાગ્નવો અટકી જવાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અહો ! આવું ભેદજ્ઞાન અલૌકિક વસ્તુ છે. અહા! આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત, તપ, ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈનધર્મ માને છે. તે માને છે કે વીતરાગનો ધર્મ નિવૃત્તિમય છે માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટીને નિવૃત્તિ થાય તેટલો ધર્મ. પણ ભાઈ ! આ બધો ભ્રમ છે. સમકિત વિના કોઈ વ્રત કે તપ સાચાં હોતાં નથી. (રાગની રુચિથી નિવર્તવું તે સૌ પ્રથમ ધર્મ છે અને તેના વિના વ્રતાદિ સાચાં હોતાં નથી). અહીં કહે છે-જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડ્યું ત્યાં શુદ્ધતાના પરિણમનની – જ્ઞાનમય પરિણમનની ધારા અખંડધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક અશુદ્ધતાનું પરિણમન હોય, પરંતુ શુદ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. અહાહા...! જ્ઞાનાનંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #427 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સ્વભાવની નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તેની ધારા તો અખંડ-અતૂટ રહે છે. એ જ કહે છે ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે - એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે.” શું કહ્યું આ? ઉપયોગ ભલે પરમાં હોય, પણ જેમાં મિથ્યાદષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શન રહે એવું જે સમ્યજ્ઞાન તે ધારાવાહી જ્ઞાન છે, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. આત્મા રાગથી ભિન્ન છે એવું જેને અંતર્દષ્ટિ વડે ભાન થયું તેને ભલે કિંચિત્ રાગ આવે પણ તેને જે શુદ્ધતા પ્રગટી છે તે અખંડ ધારાવાહી છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન છે. મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાનની ધારા ચાલે છે. આ એક પ્રકાર છે. હવે બીજો પ્રકાર-“બીજું એક જ જ્ઞયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે.” પોતાનો એકરૂપ જે જ્ઞાયકભાવ તેને શેય કહીએ; તેમાં જ ઉપયોગ સ્થિર થવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવાય છે. પહેલા પ્રકારમાં ઉપયોગની (ઉપયોગમાં સ્થિર રહેવાની) વાત નથી. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવાથી ભેદજ્ઞાનની-જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ રહે છે. બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદથી રહિત એક ઉપયોગમાં પડ્યો હોય-એમ આત્મામાં જ લીન હોય તેને ધારાવાહી જ્ઞાન કહે છે. આ બીજા પ્રકારમાં ઉપયોગની સ્થિરતાની વાત છે. આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે.' છદ્મસ્થને તે ઉપયોગ અંતર્મુહૂર્ત જ રહે છે, વધારે નહિ; માટે એટલા કાળ માટે ધારાવાહી કહેવાય છે. ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય છે એટલે ઉપયોગ ખંડિત થાય છે. માટે જ્યાંસુધી ઉપયોગ અંતરમાં લવલીન રહે ત્યાંસુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા અર્થાત્ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જીવોને ધારાવાહી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેમાં કહ્યું તે પહેલી અપેક્ષા લાગુ પડે. ઉપયોગ કોઈક વાર જ અંતરમાં જાય છે એટલે ત્યાં ઉપયોગની અપેક્ષા લાગુ ન પડે. શ્રેણી ચઢનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે. આમ તો તેને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેને ન ગણતાં મુખ્યપણે તેને ઉપયોગની અંતર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #428 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૬ ] [ ૪૧૩ એકાગ્રતા હોય છે એમ કહ્યું છે. આઠમા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર થાય; જ્યાં ઉપયોગ ગયો ત્યાં રહે, ત્યાંથી નીકળે નહિ એ અપેક્ષાએ ત્યાં ધારાવાહી જ્ઞાન છે. ધર્મની ધારાના બે પ્રકારઃ-૧. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને જે નિર્મળ સમ્યજ્ઞાન પ્રગટયું તે ધારાવાહી છે. ભલે ઉપયોગ રાગમાં-પરમાં જાય પણ અંદર સમ્યગ્દર્શનજ્ઞાન થયું છે તે ખસતું નથી. ૨. ઉપયોગરૂપ ધારા-નીચેના ગુણસ્થાનવાળાને (ચોથે, પાંચમે આદિ) ઉપયોગ અંદરમાં આવે, અંતર્મુહૂર્ત રહે અને પછી ખસી જાય છે. આઠમે ગુણસ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ખસી ન જાય પણ શ્રેણી ચઢીને કેવલજ્ઞાનને પામે. આઠમેથી ઉપયોગ ધારાવાહી રહે છે અને તે કેવલજ્ઞાનને પામે છે. ભાઈ ! તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદ ચિદાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ. પછી ભલે થોડો વખત ઉપયોગ ખસી જાય તોપણ જે સમ્યજ્ઞાન થયું તે તો અખંડ ધારાવાહી રહે છે. (પુરુષાર્થની ઉગ્રતા કરીને તે કેવળજ્ઞાનપણે પરિણમશે જ). આવી વાત છે. [ પ્રવચન નં. ૨૫૭ (શેષ) * દિનાંક ૧૦-૧૨-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #429 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૮૭ થી ૧૮૯ केन प्रकारेण संवरो भवतीति चेत् अप्पाणमप्पणा उंधिऊण दोपुण्णपावजोगेसु। दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि।। १८७।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा। ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ।। १८८।। अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ।। १८९ ।। आत्मानमात्मना रुन्ध्वा द्विपुण्यपापयोगयोः। दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन्।। १८७।। यः सर्वसङ्गमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा। नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम्।।१८८।। आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः। लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम्।। १८९ ।। હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છે: પુણ્ય પાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્ય ઇચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાને આત્મને આત્મા વડે, - -नहि भनोभ, येत येततो सत्यने, १८८. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. थार्थ:- [ आत्मानम् ] मामाने [आत्मना ] आत्मा 43 [ द्विपुण्यपापयोगयोः ] ने पुष्य-५।५३५. शुभाशुभयोगोथी [ रुन्ध्वा ] रोडीने [ दर्शनज्ञाने ] शनशनमा Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #430 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] | [ ૪૧૫ [ સ્થિત:] સ્થિત થયો થકો [૨] અને [ બન્યરિમન] અન્ય (વસ્તુ) ની [ રૂછાવિરત: ] ઇચ્છાથી વિરમ્યો થકો, [૫: માત્મા] જે આત્મા, [સર્વસમુp:] (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [ માત્માનન્] (પોતાના) આત્માને [માત્મા] આત્મા વડે [ ધ્યાતિ] ધ્યાવે છે [ કર્મ નોર્મ ] કર્મ અને નોકર્મને [ન ]િ ધ્યાતો નથી, [ રેતયિતા] ( પોતે) ચેતયિતા ( હોવાથી) [ Lહત્વન] એકત્વને જ [ રિન્તત્તિ ] ચિંતવે છે–ચેતે અનુભવે છે, [ સા ] તે (આત્મા), [માત્માનું ધ્યાન ] આત્માને ધ્યાતો, [વર્ગનજ્ઞાનમય:] દર્શનજ્ઞાનમય અને [ અનન્યમય:] અનન્યમય થયો થકો [ વિરેT Pa] અલ્પ કાળમાં જ [ ર્મપ્રવિમુw] કર્મથી રહિત [ માત્માનમ્ ] આત્માને [ નમસ્તે] પામે છે. ટીકાઃ- જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દઢતા (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એત્વનેજ સચેતે છે (-જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવને વડ (પદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં સમસ્ત પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર (ગીત) છે. ભાવાર્થ:- જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યતર પરિગ્રહથી રહિત થઇને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #431 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૬ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (માનિની) निजमहिमरतानां भेदविज्ञानशक्तया भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। १२८ ।। શ્લોકાર્થ- [એવિજ્ઞાનશpયા નિનમદિમરતાનાં પુષi ] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે તેમને [ નિયતY] નિયમથી (ચોક્કસ) [ શુદ્ધતત્ત્વોપસન્મા] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [ભવીત ] થાય છે; [ તસ્મિન્ સતિ ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, [ગવતિતમ્ વિત– ચંદ્રવ્ય-પૂરે–સ્થિતાનાં] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, [ અક્ષય: વર્મમોક્ષ: મવતિ] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮. સમયસાર ગાથા ૧૮૭ થી ૧૮૯: મથાળુ હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? સંવર એટલે ધર્મની પહેલી સીડી. અનાદિથી એને રાગની અશુદ્ધિ છે, તે અશુદ્ધિનો નિરોધ થઈ શુદ્ધિ કયા પ્રકારે થાય તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ * ગાથા ૧૮૭ થી ૧૮૯ : ટીકા ઉપરનું પ્રવચન * જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દઢતર (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને...' શું કહ્યું આ? કે શુભાશુભભાવનું મૂળ રાગદ્વેષમોહ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ (પરદ્રવ્યો બધાં એક સરખાં શેય છે તોપણ આ શેય ઠીક અને આ અઠીક છે એવો ભ્રમ). તે શુભાશુભભાવની ઉત્પત્તિનું મૂળ છે. એવા શુભાશુભભાવમાં વર્તતા આત્માને અતિ દેઢ ભેદજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકાય છે. શુભાશુભભાવ કેમ રોકાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડેલા જ્ઞાન કરીને ભગવાન આત્માના આશ્રય વડ જ શુભાશુભભાવ રોકાય છે. શુભાશુભભાવમાં વર્તતા આત્માને રોકવો એ તો ઉપદેશની કથનશૈલી છે. ખરેખર તો ઉપયોગને આત્મામાં રોકવાથી-એકાગ્ર કરવાથી સંવર પ્રગટ થાય છે. અર્થાત્ આત્મા વડ આત્મામાં એકાગ્ર થતાં સંવર થાય છે. આત્મા કેવો છે? શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ ભગવાન આત્મા છે. આ દયા, દાન આદિના વિકલ્પ તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આત્મા કોને કહીએ? જે શુદ્ધજ્ઞાનદર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #432 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] | [ ૪૧૭ સ્વરૂપ-જ્ઞાતાદષ્ટાસ્વરૂપ છે તે આત્મા છે. આવા પરમ પવિત્ર જ્ઞાનદર્શનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરીને એટલે કે સ્થિત કરીને સંવર-નિજસ્વરૂપ પ્રગટ થાય છે. અહાહા..! આચાર્ય અંતરની કેવી વાત કરે છે! કે શુભાશુભભાવ જે અશુદ્ધ છે તેને ભેદજ્ઞાનના અભ્યાસથી રોકીને પોતાને જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સુપ્રતિષ્ઠિત-સુસ્થિત કરવાથી ધર્મ-સંવર પ્રગટ થાય છે. વળી કહે છે સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડ સર્વ સંગથી રહિત થઈને,. જુઓ, પોતાના શુદ્ધ આત્મા સિવાય જે કોઈ પર આત્માઓ અને પરદ્રવ્યો છે તે સર્વની ઇચ્છાનો ત્યાગ જે કરે છે તેને ધર્મ પ્રગટ થાય છે. ત્યારે માણસો કહે છે-આવું તો બાવો થાય ત્યારે થઈ શકે. તેને કહીએ છીએ-ભગવાન! તું જ્યાં હોય ત્યાં પરથી રહિત જ તમારું સ્વરૂપ છે અર્થાત્ ખરેખર તું સ્વરૂપથી બાવો (પદ્રવ્યથી રહિત) જ છો. પોતાના દ્રવ્યમાં નજર કરતાં જણાશે કે ઇચ્છા તારામાં છે જ નહિ, તો પછી તેને રોકવી-ત્યાગવી એ વાત કયાં રહી? અહાહા...! ભગવાન ચિદાનંદસ્વરૂપમાં સ્થિર થતાં ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે ઇચ્છાને રોકી–ત્યાગી એમ કહેવાય છે. આ પ્રમાણે ઇચ્છાના-આસ્રવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પણ પરદ્રવ્ય છે. એ સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેની ઇચ્છાનો ત્યાગ કરતાં સર્વસંગરહિત થાય છે. અંતરમાં (અભિપ્રાયમાં) સર્વ રાગથી રહિત થવાનું નામ સર્વસંગરહિતપણું છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભરાગ પણ કર્તવ્ય કે ભલો છે એમ નથી એમ અભિપ્રાય થતાં સર્વસંગરહિત થાય છે. વળી કહે છે જે “નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડ ધ્યાતો થકો, પોતાને સહુજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ...' અહાહા..! ભાષા તો જુઓ! અતિ નિષ્કપ-નિશ્ચલ થયો થકો, વળી શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિનો જરા પણ સંગ કર્યા વિના, જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે. પોતે સહજ ચેતયિતા છે. પહેલાં દર્શનશાનરૂપ કહ્યો હતો, અહીં બન્નેને ભેગા કરી ચેતયિતા કહ્યો. અહાહા..! ભગવાન આત્મા ચેતયિતા માત્ર ચેતનાર એટલે જાણનાર–દેખનાર છે; જગતનો બનાવનાર કે જગતમાં ભળનાર નથી. ગંભીર વાત છે પ્રભુ! પોતે જગતથી નિરાળો ભગવાન ચયિતા માત્ર ચેતનારો છે. સહુજ ચેતયિતાપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #433 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હોવાથી એકત્વને જ ચેતે છે. જ્ઞાનસ્વરૂપી આત્મા એકલા જ્ઞાનને જ ચેતે છે-અનુભવે છે, પણ રાગને ચેતે છે–અનુભવે છે એમ નહિ. ત્યારે કોઈ કહે છે–આ બધી મોટી મોટી વાતોમાં સૌ પહેલાં શું કરવું તે કહો. ભાઈ ! સૌ પહેલાં આ જ કરવાનું છે. સમયસાર ગાથા ૧૭–૧૮ માં એ જ કહ્યું છે કેપ્રથમ આત્માને જાણવો. પહેલાં નય-નિક્ષેપથી જાણવું એમેય કહ્યું નથી; આત્માને જાણવો ( અનુભવવો) એ પ્રથમ કર્તવ્ય છે. ભાઈ ! તું ભગવાન આત્માને અનાદિથી ભૂલ્યો છે તેને પ્રથમ જાણ. ભગવાન! તે તને ન જાણવાની ભૂલ કરી છે તે ભૂલ સુધારીને તું તને (-પોતાને) જાણ અને તેમાં એકાકાર થા. જગતની બધી ચીજો પરય છે. એમાં કોઈ ઠીક નથી, અઠીક પણ નથી. અહીં કહે છેઆત્માને સહુજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. અહાહા...! તે બધા શેયોને એકપણેસમાનપણે પરશય તરીકે જાણે છે. ભગવાન પંચપરમેષ્ઠી ઠીક એવો ભેદ જ્ઞયમાં નથી અને જાણનારના જ્ઞાનમાં પણ નથી. એકરૂપે બધી ચીજો જ્ઞયપણે ભાસે છે, અર્થાત્ પોતે પોતાને ચેતતો-અનુભવતો થકો જ્ઞાન ચેતનાપણે રહે છે, ય પ્રતિ રાગને પ્રાપ્ત થતો નથી. અહા! કર્મચેતના-રાગને કરવું અને કર્મફળચેતના-રાગને ભોગવવું-એ-રૂપે અનાદિથી પરિણમતો આવ્યો છે પરંતુ એ તો સંસાર છે. દુઃખ છે. મોટો અબજોપતિ હોય, મોટો રાજા હોય કે મોટો સ્વર્ગના દેવ હોય તોપણ તે કષાયને-દુ:ખને જ વેદે છે. અહીં કહે છે કે પોતાનો સહજ જાણવા-દેખવાનો સ્વભાવ છે તેમાં એકાગ્ર થઈ શુદ્ધ એકત્વના નિર્વિકલ્પ અનુભવ વડે તેને છોડી દે કેમકે ભગવાન આત્મામાં વિકલ્પ કે બીજી કોઈ ચીજ નથી. અરે ! આખો દિ' બૈરાં-છોકરાં સાચવવામાં અને દુકાનના વેપાર-ધંધામાં –પાપની મજુરીમાં ગુંથાએલો અને ગુંચાએલો રહે અને એકાદ કલાક માંડ સાંભળવા જાય પણ તેથી શું વળે? ભાઈ ! એ તો એરણની ચોરી અને સોયના દાન બરાબર છે. એમાં ધર્મ થવો તો એક બાજુએ રહ્યો, પુણ્ય પણ સારાં બંધાતાં નથી. અરેરે ! મોહે જગતને મારી નાખ્યું છે! માટે અહીં કહે છે-મોહરહિત થઈને પરદ્રવ્યથી ભિન્ન નિજ ચૈતન્યચમત્કારને ધ્યાવો. જેની જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય એવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે. જગતના બીજા ચમત્કાર તો થોથેથોથાં છે. સમજાણું કાંઈ...? અહાહા..! કહે છે-જે જીવ ભેદજ્ઞાનના અભ્યાસ વડે શુભાશુભભાવને રોકીને, સર્વસંગરહિત થઈને પોતે સહુજ ચેતયિતા હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #434 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] [ ૪૧૯ ખરેખર એકત્વ-ચેતન વડ અર્થાત એકત્વના અનુભવન વડે અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતાં સમસ્ત પરિદ્રવ્યમયપણાથી અતિક્રાન્ત થયો થકો, અલ્પકાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે.' અહાહા...! પરદ્રવ્યની ઇચ્છાથી જ્યાં ખસ્યો ત્યાં તે શુદ્ધજ્ઞાનદર્શનમય સ્વદ્રવ્યમાં વસ્યો અને ત્યારે તેને શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ થઈ. પરદ્રવ્યની દૃષ્ટિ છોડીને અંત એકાગ્ર થતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે તે પરદ્રવ્યથી અતિક્રાન્ત થયો થકો-વેગળો પડ્યો થકો શુદ્ધસ્વરૂપમાં એવો મગ્ન થયો કે દૃષ્ટિ અને જ્ઞાન ત્યાં જ (આત્મામાં જ) જામી ગયાં. એટલે ‘વિરે પવ' અલ્પકાળમાં જ તે પરમાત્મા થાય છે. આવી વાત છે. વિરે કહ્યું છે ને? તો કોઈને પ્રશ્ન થાય કે આમાં ક્રમબદ્ધ કયાં રહ્યું? અરે ભાઈ ! આવી સ્થિતિ અંદરમાં થાય તેને કેવળજ્ઞાન પામવાને લાંબો કાળ હોય નહિ એમ અહીં કહે છે. આત્માનો અનુભવ કરે તેના ક્રમમાં કેવળજ્ઞાન લેવાને અલ્પકાળ જ હોય છે. તે અલ્પકાળમાં સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. (આમાં ક્રમબદ્ધ વિરુદ્ધ તો કાંઈ નથી). આ સંવરનો પ્રકાર છે.” લ્યો, આ સંવર અને તેને પ્રગટ કરવાની રીત કહી. * ગાથા ૧૮૭ થી ૧૮૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધ દર્શનજ્ઞાનમય માં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પર દ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે.' જુઓ, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનસંપત્તિ, રાજપાટ, દેવગુરુશાસ્ત્ર ઇત્યાદિ બધાં પરદ્રવ્યો છે. ખરેખર તો આત્મા સર્વ પદ્રવ્યોથી સદા જુદો જ છે. પરંતુ અનાદિથી પરદ્રવ્યો પ્રતિ ઇચ્છા વડે તે મૂછિત છે. ભેદજ્ઞાનના બળ વડે જ્યારે તે તરફની ઇચ્છા છૂટી ગઈ ત્યારે તે બધા પદ્રવ્યોથી છૂટી ગયો એમ અહીં કહ્યું છે. અહો! જુઓ આ મુનિદશા ! સ્વરૂપમાં સ્થિત નિગ્રંથ મુનિવરો આવા હોય છે. તેઓ સ્વરૂપમાં એકાગ્રચિત્ત થઈ, તેમાં જ ધ્યાન મગ્ન રહીને પદ્રવ્યમયપણાને ઓળંગી જાય છે અને અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #435 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પોતાના જ્ઞાન, દર્શન આદિ અનંતગુણોથી પરિપૂર્ણ ભગવાન આત્મા ઇચ્છા-રાગ અને પદ્રવ્યથી સદા ખાલી છે. એવું જ એનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં દષ્ટિ દઈને એકાગ્ર થતાં આત્માનુભવ પ્રાપ્ત થાય છે. એ આત્માનુભવમાં જ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તે કાળે કોઈ વિકલ્પ કે વિચાર ન હોય. વસ્તુ પોતે નિર્વિકલ્પ વીતરાગસ્વરૂપ છે; તેથી વીતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં –ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. આવી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે જીવ શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો-અનુભવતો સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદને પામે છે. અહો! પંચમ આરાના મુનિ પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ મોક્ષની વાત કહે છે; એમ કહેતા નથી કે અત્યારે મોક્ષ નથી પણ આ વિધિ વડે મોક્ષ થાય છે એમ દઢપણે કહે છે. કેટલાક લોકો કહે છે કે અત્યારે તો શુભ ઉપયોગ જ હોય. તેને કહીએ છીએ કે ભાઈ ! શુભ ઉપયોગ છે તે પુણ્યભાવ છે, ધર્મ નથી. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે જે કોઈ આત્માને છોડીને પુણ્ય કરે છે તેને એના ફળરૂપ ભોગની જ અભિલાષા છે. આગળ બંધ અધિકારમાં લીધું છે કે-અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. અરે ભાઈ ! જેને પુણ્ય વહાલું લાગે છે તેને તેના ફળરૂપ પંચેન્દ્રિયના વિષયોની જ વાંછા છે. પુણ્યનો અભિલાષી ભોગનો જ અભિલાષી છે. પ્રશ્ન:- જ્ઞાનીને પણ પુણ્યભાવ તો આવે છે? ઉત્તર:- હા, જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે, પણ તેની તેને રુચિ કે પ્રેમ નથી. જ્ઞાનીને પુણ્યભાવમાં ધર્મબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાની પુણ્યનું ભલું અને ધર્મરૂપ માને છે, તેને પુષ્યમાં સુખબુદ્ધિ હોય છે. હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૨૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “મે વિજ્ઞાનશયા નિનમહિમરતાનાં પુષ' જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિનામાં લીન રહે છે તેમને નિયત' નિયમથી “શુદ્ધતત્ત્વોપન્નમ:' શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ ‘મવતિ' થાય છે. શું કહ્યું? ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ત્રિકાળ અકૃત્રિમ છે અને રાગાદિ સર્વ ચીજો કૃત્રિમ છે. જેઓ રાગથી ભેદ કરીને ભેદજ્ઞાનના બળ વડે પરમ મહિમાવંત સહજ અકૃત્રિમ નિજ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન રહે છે તેમને નિયમથી ચિદાનંદમય શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે. ભેદવિજ્ઞાનની શક્તિ વડે”—એમ કહ્યું એટલે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] [ ૪૨૧ શુભરાગની સહાય કે મદદથી નહિ પણ રાગમાત્રથી ભેદ કરીને, ભિન્ન પડીને જેઓ શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યમાં નિમગ્ન થઈને રહે છે અર્થાત્ એને જ પોતાનું શેય બનાવી ધ્યાન કરે છે તેમને અવશ્ય શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. અહાહા...! વસ્તુ આત્મા જ્ઞાતાદષ્ટાસ્વરૂપ છે. જેને જ્ઞાતાનું જ્ઞેય જ્ઞાતા અને દૃષ્ટાનું દૃશ્ય દષ્ટા એવો ભગવાન આત્મા છે તેને નિયમથી શુદ્ધ આત્મતત્ત્વની-અંતઃતત્ત્વની ઉપલબ્ધિ થાય છે. ‘તસ્મિન્ સતિ ૬' શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, ‘અવલિતસ્-અશ્વિન-અન્યદ્રવ્ય-પૂરેસ્થિતાનાં' અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, ‘અક્ષય: ર્મમોક્ષ: ભવતિ' અક્ષય કર્મમોક્ષ થાય છે. અહાહા...! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થતાં તે સ્વરૂપમાં નિયત થઈ અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર રહે છે. સમસ્ત અન્યદ્રવ્યોમાં દેવ, ગુરુ, શાસ્ત્ર, મંદિર, પ્રતિમા તથા તે પ્રત્યેની ભક્તિનો રાગ ઇત્યાદિ બધું આવી ગયું. સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે અર્થાત્ ફરીને કદીય કર્મબંધ ન થાય એવો દ્રવ્યકર્મ-ભાવકર્મથી છૂટકારો થાય છે. ભાષા તો જુઓ! ૫૨દ્રવ્યથી અને રાગથી ભિન્ન પડીને આત્માના અનુભવના સામર્થ્ય વડે અંતઃસ્થિરતાની જમાવટ કરીને તેઓ અલ્પકાળમાં મુક્તિ પામે છે, પરમ સુખમય એવા સિદ્ધપદને પામે છે. વચ્ચે પડી જશે એમ વાત જ નથી. ભાઈ! આ તો ધીરાનાં કામ છે. તેઓને અક્ષય કર્મમોક્ષ થાય છે એટલે કે ફરીને કર્મબંધ થાય નહિ તેવો મોક્ષ થાય છે; અર્થાત્ કર્મ મૂળથી જ વિનાશ પામી જાય છે અને સ્વભાવમાત્ર વસ્તુ રહી જાય છે. લ્યો, આવી વાત છે. [પ્રવચન નં. ૨૫૮ * દિનાંક ૧૧–૧૨–૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #437 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૯૦ થી ૧૯૨ केन क्रमेण संवरो भवतीति चेत् तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।। १९०।। हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।।१९१।। कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो। णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि।। १९२।। तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः। मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च ।। १९०।। हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः। आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः।। १९१ ।। कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः। नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति।। १९२।। હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છે: રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આસવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧. કર્મોતણા ય અભાવથી નોકર્મનું રોજન અને નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. uथार्थ:- [ तेषां] तमन। (पूर्व ९८॥ २॥णद्वेषमो६३५ भासपोना) [हेतवः ] हेतुभो [ सर्वदर्शिभिः ] सर्वशामो [ मिथ्यात्वम् ] मिथ्यात्य, [अज्ञानम् ] मान, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #438 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪ર૩ [ વિરતમાવ: ૨] અવિરતભાવ [ યો : ૨] અને યોગ- [ મધ્યવસાનાનિ] એ (ચાર) અધ્યવસાન [ મળતા:] કહ્યા છે. [જ્ઞાનિ:] જ્ઞાનીને [ હેત્વમાવે] હેતુઓના અભાવે [ નિયમાન્] નિયમથી [ નવનિરોધ:] આસ્રવનો નિરોધ [નીયતે] થાય છે, [ નીવમાવેન વિના] આસ્રવભાવ વિના [ વર્મળ: gિ] કર્મનો પણ [ નિરોધ:] નિરોધ [નાયતે] થાય છે, [ ] વળી [ શર્મ: અમાન] કર્મના અભાવથી [ નોર્મમ ]િ નોકર્મોનો પણ [ નિરોધ: ] નિરોધ [ Mાયતે] થાય છે, [૨] અને [નોર્મનિરોધેન] નોકર્મના નિરોધથી [ સંસારનિરોધનં] સંસારનો નિરોધ [ભવતિ] થાય છે. ટીકા- પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે એવા મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે; આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે સદાય આ આત્મા, આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે); તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તે આત્મા), આત્માને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે; આસવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે. ભાવાર્થ- જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે-ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આગ્નવભાવ થાય છે, આગ્નવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આમ્રવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ ] - પ્રવચન રત્નાકર ભાગ-૬ (૩૫નાતિ) सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९ ।। (અનુષ્ટ્રમ) भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।। શ્લોકાર્ધઃ- [gs: સાક્ષાત્ સંવર:] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [કિત] ખરેખર [ શુદ્ધ–કાત્મ–તત્ત્વચ ૩૫તન્મા] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [ સપૂતે] થાય છે; અને [ 1:] તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [ભેદ્રવિજ્ઞાનત: ga] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [તસ્મા] માટે [ તત્ એવિજ્ઞાનન્] તે ભેદવિજ્ઞાન [બતીવ] અત્યંત [ માવ્યમ્] ભાવવાયોગ્ય છે. ભાવાર્થ:- જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આસ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯ હવે ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે: શ્લોકાર્થઃ- [ રૂમ મે વિજ્ઞાનમ્] આ ભેદવિજ્ઞાન [ જીિન–ધારયા ] અચ્છિન્નધારા થી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [તાવ ] ત્યાં સુધી [ ભાવ ] ભાવવું [ યાવત] કે જ્યાં સુધી [પI વ્યુત્વા] પરભાવોથી છૂટી [જ્ઞાન] જ્ઞાન [જ્ઞાને] જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ ) [ પ્રતિeતે] ઠરી જાય. ભાવાર્થ- અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજાં, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઇ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩). ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૨૫ (નુકુમ ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१ ।। (મખ્વાઝાન્તા ) भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। १३२।। શ્લોકાર્થઃ- [ યે વોવન વિત્ત સિદ્ધ:] જે કોઈ સિદ્ધ થયા છે [ એવિજ્ઞાનત: સિT:] તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [ રે વન ફિન વર્લી:] જે કોઈ બંધાયા છે [ઇવ સમાવત: ઉદ્ધા:] તે તેના જ (–ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે. ભાવાર્થ- અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે સંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું-સંસારનું-મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. અહીં આમ પણ જાણવું કે વિજ્ઞાનાતવાદી બોદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અંતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં વૈત જ-બે વસ્તુઓજ – માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ-બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે. ૧૩૧. હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ એજ્ઞાન–૩છનનનનાત્] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [ શુદ્ધતત્ત્વ-૩૫નસ્માત] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [ 3Tગ્રામપ્રયેરણાત્] રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ [ર્મનાં સંવરેન] કર્મનો સંવ૨ થયો અને કર્મનો સંવર થવાથી, [જ્ઞાને નિયતણ્ પુતત્ જ્ઞાનં સવિતા] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું- [વિમ્રત્ પરમમ્ તોત્રં] કે જે જ્ઞાન ૫૨મ સંતોષને (અર્થાત્ ૫૨મ અતીંદ્રિય આનંદને) ધારણ કરે છે, [અમન—આતોમ્ ] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે લિનતા હતી તે હવે નથી ), [ અન્તાનન્] જે અમ્લાન છે ( અર્થાત્ ક્ષાયોપમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [yō] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી ) અને [ શાશ્વત-૩ઘોતમ્ ] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે). ૧૩૨. ટીકાઃ- આ રીતે સંવર (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગયો. ભાવાર્થ:- રંગ ભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરે પ૨માતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં. આમ શ્રી સમયસાર સમયસારની ( શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી પરમાગમની ) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાસ થયો. * * સમયસાર ગાથા ૧૯૦ થી ૧૯૨ મથાળુ હવે પૂછે છે કે સંવર કયાં ક્રમે થાય છે? રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં લીનતા કરવી તે સંવર છે. એવા સંવ૨નો એટલે કે શુદ્ધિની ઉત્પત્તિનો ક્રમ શું છે? તેના ઉત્તરરૂપ ગાથાઓ કહે છે: *ગાથા ૧૯૦ થી ૧૯૨ : ટીકા ઉ૫૨નું પ્રવચન * ‘પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગસ્વરૂપ અધ્યવસાનો વિધમાન છે, તેઓ રાગદ્વેષ-મોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે;...’ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ, પરમ આનંદ તત્ત્વ છે; તે વિકારી ભાવોથી સદાય ભિન્ન છે. તેને (વિકારથી) ભિન્ન ન માનતાં બન્નેને એક માનવાં તે મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે. ભાઈ! આ અનંત તીર્થંકરોનો-કેવળી ભગવંતોનો પોકાર છે. અહાહા...! ગણધરો, ઇન્દ્રો, કરોડો મનુષ્યો અને દેવોની સભામાં ભગવાનની જે દિવ્ય-ધ્વનિ થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૨૭ તેમાં ભગવાનનો આ ઉપદેશ છે. ભગવાન! તું કોણ છો ? અને આ વિકલ્પ ઉત્પન્ન થાય છે તે શું છે? તો કહે છે-ભગવાન! તું ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ આત્મા છો અને આ જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે તારાથી ભિન્ન પરચીજ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. તારી શુદ્ધ ચૈતન્યમય સ્વચીજ અને વિકારી કર્મ જે પરચીજ-એ બેની એકતાનો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વઅજ્ઞાન-અવિરતિ-યોગનું મૂળ છે. અહા ! જેમ માતા બાળકને સુવાડવા મીઠાં હાલરડાં ગાય છે તેમ અહીં ત્રણલોકના નાથ આત્માનાં મધુર ગાણાં ગાઈને આત્માને જગાડે છે. જાગ રે ભાઈ જાગ ! આવું મનુષ્યપણું મળ્યું, સર્વજ્ઞની વાણી મળી; હવે ક્યાં સુધી તારે સૂવું છે? આગળના જમાનામાં નાટકમાં પણ ઉત્તમ દશ્યો જોવા મળતાં. એમાં માતા બાળકને સુવાડવા હાલરડાં પણ આવાં ગાતી કે-બેટા! તું નિર્વિકલ્પ છો, શુદ્ધ છો, ઉદાસીન છો. લ્યો, નાટકમાં પણ ત્યારે આવું આવતું. અત્યારે તો જેને ધર્માયતનો કહેવાય ત્યાં પણ આવા શબ્દો સાંભળવા મળવા દર્લભ છે. આચાર્યદવ આત્માને ભગવાન કહીને જ બોલાવે છે. આ સમયસાર ગાથા ૭ર માં આત્માને ત્રણ વાર ભગવાન કહીને બોલાવ્યો છે. ત્યાં એમ આવે છે કે-શુભાશુભ ભાવ જડ છે, અશુચિ છે. પંચમહાવ્રતના પરિણામ રાગ છે, આસ્રવ છે અને તેથી તેઓ મેલપણે અનુભવાય છે. પરના લક્ષે ઉત્પન્ન થતી કોઈ પણ વૃત્તિ રાગ છે. કોઈ એને ધર્મ માને તો તે એની ભૂલ છે. વળી તે જડ છે માટે તેની સાથે એકત્વબુદ્ધિ કરનાર, એનાથી લાભ માનનાર પણ જડ છે. અહીં આચાર્યદવ કહે છે કે-આત્મા અને વિકારની એકપણાની માન્યતા મિથ્યાત્વ-અજ્ઞાનઅવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનનું કારણ છે, અને એ અધ્યવસાન રાગદ્વેષમોહસ્વરૂપ આગ્નવભાવનાં કારણ છે. હવે કહે છે-“આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે.” મતલબ કે રાગાદિ આસ્વભાવના નિમિત્તે નવાં કર્મનો બંધ થાય છે; કર્મના નિમિત્તે નોકર્મ એટલે શરીરાદિ મળે છે અને નોકર્મ એ સંસારનું કારણ છે. માટે –સદાય આ આત્મા, આત્મા અને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વઅજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે.' જુઓ, આત્મા તો સદા જ્ઞાન અને આનંદસ્વરૂપ જ છે. પરંતુ અજ્ઞાની જીવ અજ્ઞાનવશ રાગને પોતાનો માનતો હોવાથી રાગની ભાવના કરે છે. તેથી કર્મ સૂવે છે અને તેથી નોકર્મશરીરાદિનો તેને સંયોગ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #443 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ થાય છે. અનાદિથી અજ્ઞાનદશામાં આ પ્રમાણે થાય છે તેની આ વાત કરી. હવે સમ્યગ્દર્શન થતાં શું થાય છે તે કહે છે: ‘પરંતુ જ્યારે ( તે આત્મા ), આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે;...' શું કહ્યું ? કે અનાદિથી પર્યાય જે પ૨ તરફ વળેલી હતી તે પ૨થી-રાગથી ભિન્ન પડીને જ્યાં સ્વ તરફ વળી અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઢળી ત્યાં તેને સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે તેને હું ૫૨થી ભિન્ન છું એવું સાચું ભાન થાય છે અને તે જ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનમાં આત્માનાં સમ્યક્ પ્રતીતિ અને અનુભવ થાય છે. ત્યાર પછી ભેદજ્ઞાનના બળે જ અનુક્રમે અસ્થિરતાના રાગનો ત્યાગ કરી, સર્વસંગનો પરિત્યાગી થઈ અંદર ઠરે છે; ત્યારે તેને કર્મ બંધાતાં નથી, અને કર્મથી મુક્ત થઈને મોક્ષ પામે છે. લ્યો, આ ધર્મ અને ધર્મની રીત છે. બાપુ ! ધર્મ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે. ભલે શુભરાગ હો, પણ એનાથી ભેદજ્ઞાન કરીને સ્વભાવમાં એકાગ્રતા કરવી એનું નામ ધર્મ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ વીતરાગદેવ આને ધર્મ કહે છે. આનાથી વિરુદ્ધ આત્માની એકાગ્રતા છોડી રાગમાં એકાગ્રતા કરવી એ તો મિથ્યાત્વરૂપી અધર્મ છે; શુભરાગમાં પણ એકાગ્રતા કરવી તે અધર્મ છે. આવું કઠણ પડે પણ ભાઈ! માર્ગ તો આ એક જ છે. શ્રીમદે કહ્યું છે ને કે- એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.'' ભેદજ્ઞાન એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહિ. ભાઈ ! આ કોઈ વ્યક્તિનો માર્ગ નથી, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુ આત્મા સદા વીતરાગી તત્ત્વ છે અને રાગ આસ્રવ તત્ત્વ છે. તે બન્નેમાં એકપણાની માન્યતા તે મિથ્યાત્વ છે. ભાઈ! કોઈ એમ માને કે શુભરાગ કરતાં કરતાં વીતરાગતા વા ધર્મ પ્રગટશે તો તેનો એ અભિપ્રાય મિથ્યા છે અને તેથી તે મિથ્યાદષ્ટિ છે. જુઓ, આ કોઈ પક્ષની વાત નથી, તેમ કોઈ પક્ષના વિરોધની પણ વાત નથી. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. અહીં કહે છે–જેને રાગની એકતાબુદ્ધિ છે તેને શરીરની પ્રાપ્તિ થશે અને તે સંસારમાં રઝળશે અને જેણે રાગથી ભિન્નતા કરીને આત્માની એકતા કરી છે તે ભેદજ્ઞાનીને આત્માની પ્રાપ્તિ થશે અને તે સંસારથી મુક્તિ પામશે. અહાહા...! આત્મા અંદર ચૈતન્યચમત્કારમાત્ર વીતરાગમૂર્તિ પ્રભુ ૫રમાત્મા છે. આત્મા જો વીતરાગમૂર્તિ ન હોય તો પર્યાયમાં વીતરાગતા આવે કયાંથી? શું બહારથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #444 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૨૯ વીતરાગતા આવે છે? (ના; એમ નથી). આત્મા વીતરાગમૂર્તિ સદાય છે. આવા વીતરાગમૂર્તિ આત્મા અને કર્મ-રાગના ભેદજ્ઞાન વડે ચૈતન્યચમત્કારમાત્ર આત્મા ઉપલબ્ધ થાય છે. અહીં આત્માને ચૈતન્યચમત્કારમાત્ર કેમ કહ્યો? કારણ કે એની પૂર્ણ જ્ઞાનની પર્યાયમાં ત્રણકાળત્રણલોકને એક સમયમાં જાણે એવા મહાચમત્કારિક અનુપમ સામર્થ્યયુક્ત ઋદ્ધિવાળો આત્મા છે. માટે એને ચૈતન્ય ચમત્કાર કહ્યો છે. આવા આત્માની પ્રાપ્તિ ભેદવિજ્ઞાન વડે થાય છે. અહો ! ભેદવિજ્ઞાન અનંતા જન્મ-મરણનો નાશ કરી મુક્તિ પમાડે એવી મહા અલૌકિક ચીજ છે! ભાઈ ! ભેદવિજ્ઞાન વિના રાગની એકતાબુદ્ધિ તને ભવસમુદ્રમાં કયાંય ઊંડે ડૂબાડશે. ભવસમુદ્ર અપાર છે; એમાં ૮૪ લાખ યોનિ છે. રાગની એકતા કરી-કરીને એક એક યોનિને અનંતવાર સ્પર્શીને તે અનંત અનંત અવતાર કર્યા છે ભાઈ ! શુભરાગને જો તું ધર્મ વા ધર્મનું કારણ માને છે તો તારા ભવના અંત નહિ આવે ! માટે ભેદવિજ્ઞાન પ્રગટ કર. અહીં કહે છે-ભેદવિજ્ઞાન વડે જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનનો અભાવ થતાં રાગદ્વેષ-મોહરૂપ આગ્નવભાવનો અભાવ થાય છે; આગ્નવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે. લ્યો, રાગની એકતાના અધ્યવસાનનો અભાવ થવો, એનાથી આમ્રવનો અભાવ થવો, એનાથી કર્મનો અભાવ થવો, એનાથી નોકર્મ અને સંસારનો અભાવ થવો-એમ સંવરનો ક્રમ ભાઈ ! અંદર આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. ગાથા ૧૫ માં આવે છે કેજે કોઈ આત્માને શુદ્ધોપયોગ વડે અબદ્ધ-સ્પષ્ટ દેખે, અનન્ય એટલે નર-નારકાદિ અનેરી અનેરી અવસ્થા રહિત સામાન્ય દેખે, નિયત અર્થાત્ હાનિ-વૃદ્ધિરહિત એકરૂપ દેખે, અવિશેષ અર્થાત્ ગુણભેદ વિનાનો અભેદ દેખે, અને અસંયુક્ત અર્થાત પુણ્ય-પાપના કલેશરૂપ ભાવથી રહિત દેખે તે સકલ જૈનશાસનને દેખે છે. અહો ! વીતરાગભાવ એ જૈનશાસન છે. વીતરાગસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને દેખવું એ જૈનશાસન છે, એ જ સંવર અને ધર્મ છે. * ગાથા ૧૯૦ થી ૧૯૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે-ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે, આગ્નવભાવથી કર્મ બંધાય છે, કર્મથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે.” જુઓ, આ રાગની એકતાબુદ્ધિ વડે જીવને અનાદિથી સંસાર કેવી રીતે છે તે કહ્યું. ચોથે ગુણસ્થાને જ્યારે સમ્યગ્દર્શન અને આત્માનુભવ પ્રગટ થાય ત્યારે અનંત ગુણોની નિર્મળ પર્યાય અંશે પ્રગટે છે, અવ્રત અંશે ટળે છે, નિષ્કિયત્વગુણની પણ અંશે નિર્મળ પર્યાય પ્રગટે છે અર્થાત્ અંશે અકંપભાવ પ્રગટ થાય છે. સર્વથા યોગનો અભાવ ચૌદમ ગુણસ્થાને થાય છે, પણ ચોથે ગુણસ્થાને અંશે યોગનો અભાવ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર માં આવે છે કે “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ.” પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ટીમાં લીધું છે કે-“ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે—મતલબ કે જ્ઞાનાદિ સર્વ ગુણોની એકદેશ પ્રગટતા થવી તે સમકિત છે; અને સર્વદેશ પ્રગટતા થવી તે કેવળજ્ઞાન છે. આનો અર્થ જ એ થયો કે સર્વ ગુણો ચોથે ગુણસ્થાનકે અંશે નિર્મળતારૂપે પ્રગટ થાય છે. અનંતગુણનો એકરૂપ પિંડ એવા દ્રવ્યનો જેને અનુભવ થયો, એનું જ્ઞાન થઈને જેને પ્રતીતિ થઈ તેને સર્વ અનંતગુણનો અંશ તો નિર્મળ પ્રગટ થાય જ. જ્ઞાની સમકિતી જીવ ભેદજ્ઞાનના બળે કરીને ક્રમશઃ અંતઃસ્થિરતા કરીને, અંદર ઠરીને સર્વસંગ રહિત થઈ કર્મથી મુક્ત થઈ જાય છે. એ જ કહે છે “જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આમ્રવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.” લ્યો, આ સંવરનો અર્થાત્ ધર્મ પ્રગટ થવાનો અનુક્રમ કહ્યો. સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે: * કળશ ૧૨૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “gs: સાક્ષાત સંવર:' આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર નિ ' ખરેખર “શુદ્ધકાત્મતત્ત્વ ઉપનગ્માત' શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી ‘સપદ્યતે' થાય છે. શું કહ્યું આ? રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનો અનુભવ કરવાથી સર્વ પ્રકારે-સર્વથા આ સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ સંવર પ્રગટ થાય છે. જુઓ, સ્વરૂપના આશ્રય વિના અને પરથીરાગથી ભિન્ન પડયા વિના કદીય સંવર અર્થાત્ ધર્મ પ્રગટ થતો નથી. ચૈતન્યસ્વભાવમાં ઢળતાં પુણ્ય-પાપના ભાવ રોકાઈ જઈને સાક્ષાત વીતરાગપરિણતિરૂપ સંવર પ્રગટ થાય છે. કળશમાં ps:'આ' શબ્દ પડ્યો છે ને ? તે પ્રત્યક્ષપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૩૧ બતાવે છે. પ્રત્યક્ષ' શબ્દથી શું આશય છે? તો કહે છે કે-રાગરહિત આત્માની જે વીતરાગ દશા પ્રગટ થાય છે તે સંવર પ્રત્યક્ષ છે. હવે કહે છે અને “સ:' તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ “મે વિજ્ઞાનત: પવ' ભેદવિજ્ઞાનથી જ થાય છે. ભાઈ ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ રાગ-શુભરાગ છે; એનાથી આત્મોપલબ્ધિઆત્માનો અનુભવ થતો નથી. દાદિ પરથી તો ભિન્ન અને રાગાદિ પરભાવથી-દયા, દાન, વ્રતાદિના રાગથી ભિન્ન પડે ત્યારે આત્માને આત્માની ઉપલબ્ધિ-અનુભવ થાય છે. સંવર છે તે રાગથી સર્વથા-સર્વ પ્રકારે ભિન્ન છે. આવો આત્માનુભવરૂપ સંવર-ધર્મ ભેદવિજ્ઞાનથી જ (રાગથી નહિ) પ્રગટ થાય છે. લોકો દયા, દાન, વ્રત ભક્તિ ઇત્યાદિ શુભાચરણ કરીને માને છે કે એ વડ કલ્યાણ થશે પરંતુ એ તેમનો ભ્રમ છે. અહીં કહે છે-રાગથી ભેદ કરીને અંત:એકાગ્રતા વડે આત્માનો અનુભવ કરવો એ સંવર અને ધર્મ છે. “પષ:' શબ્દ એમ બતાવે છે કે પ્રત્યક્ષ-સાક્ષાત્ સંવર આત્માના અનુભવથી થાય છે, અન્યથા નહિ. પંચાસ્તિકાય શાસ્ત્ર, ગાથા ૧૭ર માં ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે એમ કહ્યું છે. એ વીતરાગતા કેમ પ્રગટે? તો કહે છે કે-શુભાશુભ રાગથી ભિન્ન પડીને વીતરાગસ્વરૂપ નિજ ભગવાન આત્માનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. અરે! મોટા ભાગના જીવોને તો આખો દિ' બાળ-બચ્ચાંની આળપંપાળ અને રળવાકમાવાની મજુરી કરવા આડે આવી ભેદજ્ઞાનની વાત સાંભળવા પણ મળતી નથી. તેઓ બિચારા શું કરે? કાંઈ ખબર મળે નહિ એટલે ભક્તિ કરે, ઉપવાસ કરે અને વર્ષે દહાડે જાત્રા કરે અને માને કે ધર્મ થઈ ગયો. પણ એથી તો ધૂળેય ધર્મ નહિ થાય, સાંભળને! અહીં તો કહે છે-એ બધા ક્રિયાકાંડ તો રાગ છે, ધર્મ નથી, ધર્મના ઉપાય પણ નથી. એ સર્વ ક્રિયાકાંડથી ભિન્ન પડી અંદર સદા અક્રિય ભગવાન ચૈતન્ય-મહાપ્રભુ બિરાજે છે એક તેનો આશ્રય કરવો તે સંવર-ધર્મ પ્રગટ થવાનો ઉપાય છે. સમજાણું કાંઈ...? ભાઈ ! પરથી નિવૃત્તિ લીધી તે સાચી નિવૃત્તિ નથી. રાગ એ પણ પ્રવૃત્તિ છે. એ રાગથી નિવૃત્તિ થઈ અંદર સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી એ સમ્યક નિવૃત્તિ છે. રાગની પ્રવૃત્તિમાં તો સ્વની પ્રવૃત્તિનો અભાવ છે. જે રાગમાં પ્રવૃત્ત છે તે સ્વરૂપમાં નિવૃત્ત છે અને જે સ્વરૂપમાં પ્રવૃત્ત છે તે રાગથી નિવૃત્ત જ હોય છે. (સ્વરૂપમાં ચરવું એનું નામ સ્વની પ્રવૃત્તિ છે). પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ જે બાહ્ય આચરણ તેનાથી ભિન્ન પડતાં સ્વવસ્તુચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ જ્ઞાનમાં-અનુભવમાં આવે છે અને ત્યારે એને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #447 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સાક્ષાત્ સંવર પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને નિરાકુળ આનંદદશાની પ્રાપ્તિ એક ભેદવિજ્ઞાનથી જ થાય છે. “મે વિજ્ઞાનત: વ-એમ કહ્યું છે ને? ત્યારે કોઈ કહે કે-આ તો એકાન્ત થઈ ગયું ભેદજ્ઞાનથી પણ થાય અને શુભાચરણથી પણ થાય એમ અનેકાન્ત કરવું જોઈએ. તેને કહીએ છીએ કે ભાઈ ! તારું મિથ્યા અનેકાન્ત છે, ફુદડીવાદ છે. ભેદવિજ્ઞાનથી જ સંવર પ્રગટ થાય અને બીજી કોઈ રીતે (શુભાચરણથી) ન થાય એ સમ્યક અનેકાન્ત છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-“તસ્મતિ' માટે “તત્વ એવિજ્ઞાનમ' તે ભેદવિજ્ઞાન “ તીવ માવ્યમ' અત્યંત ભાવવાયોગ્ય છે. જુઓ આ ઉપદેશ! કહે છે-રાગથી ભિન્નતા અને સ્વભાવની એકતા જેમાં થાય એવું ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે અર્થાત્ ભેદવિજ્ઞાન વડે સચ્ચિદાનંદમય ભગવાન આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ અત્યંત લેવા યોગ્ય છે; ભેદવિજ્ઞાન દ્વારા અંતરંગમાં નિજાનંદસ્વરૂપ અત્યંત સ્વાદ-ગ્રાહ્ય કરવા યોગ્ય છે. ભાઈ ! તને અનાદિથી રાગનો સ્વાદ છે તે ઝેરનો સ્વાદ છે. સંસારના ભોગ આદિના સ્વાદ કે પંચમહાવ્રતાદિ શુભરાગના સ્વાદ એ બધા બે-સ્વાદ છે, કષાયલા સ્વાદ છે; એમાં સ્વરૂપના આનંદનો સ્વાદ નથી. માટે એક વખત પરથી-રાગથી ભિન્ન પડી અંતઃએકાગ્ર થઈ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે એમ કહે છે. ભેદવિજ્ઞાનથી જ આત્મોપલબ્ધિ થાય છે માટે તે ભેદવિજ્ઞાન જ અત્યંત ભાવવાયોગ્ય છે; રાગભાવ ભાવવાયોગ્ય નથી. ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, જ્યારે એથી વિપરીત રાગભાવ કલુષતારૂપ-દુઃખરૂપ છે. છઢાળામાં આવે છે ને કે મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.'' ભાઈ! તું હજારો રાણીઓ છોડી, મુનિવ્રત ધારણ કરી, પંચમહાવ્રત પાળી અનંતવાર ગ્રીવકમાં ઉપજ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના અર્થાત્ શુદ્ધાત્માની ઉપલબ્ધિ વિના સંવર પ્રગટ થયો નહિ અને સંસાર-પરિભ્રમણનો કલેશ મટયો નહિ. કિંચિત્ સુખ ન થયું એમ કહ્યું; મતલબ કે દુઃખ જ રહ્યું. એનો અર્થ જ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ પણ બધા કલેશરૂપ-દુ:ખરૂપ જ રહ્યા. ભાઈ ! આ વસ્તુનું સ્વરૂપ છે. આગમની વ્યવહારપદ્ધતિ જે રાગરૂપ છે તે બધી દુઃખરૂપ છે. અહા ! ગજબ વાત છે. ભેદજ્ઞાનપૂર્વક સંવર પ્રગટ થાય એ જ આનંદરૂપ છે. અહો ! ભેદજ્ઞાન! અહો સંવર! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #448 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨] [ ૪૩૩ ૫રમાર્થ વનિકામાં આવે છે કે-આગમઅંગ જે બાહ્યક્રિયારૂપ-રાગરૂપ પ્રત્યક્ષ (સ્થૂળ ) જણાય છે તેનું સ્વરૂપ સાધવું અજ્ઞાનીઓને સુગમ-સહેલું લાગે છે. તેથી દયા, દાન, પંચમહાવ્રત, તપ આદિ બાહ્ય ક્રિયા તે લોકો કરે છે અને પોતાને મોક્ષમાર્ગી માને છે. પરંતુ અંતગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દષ્ટિગ્રાહ્ય છે અને તેને મૂઢ જીવ જાણતો નથી. ત્રિકાળી શુદ્ધ આત્માના આશ્રયે જે નિર્મળ દશાઓ પ્રગટ થાય છે તે અધ્યાત્મનો વ્યવહા૨ છે અને અજ્ઞાની લોકો અંતર્દષ્ટિ વિના-ભેદવિજ્ઞાન વિના તેને જાણતા નથી. તેથી તેઓ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ રહે છે અર્થાત્ બાહ્યક્રિયામાં રાચતા તેઓને સંસાર-પરિભ્રમણ મટતું નથી. પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૭ મા બોલમાં લીધું છે કે-યતિની શુભક્રિયાના વિકલ્પોનો જેમાં અભાવ છે એવો આત્મા અલિંગગ્રહણ છે. ત્યાં અલિંગગ્રહણ એવા શુદ્ધ આત્માની અપેક્ષાએ વાત છે. અહીં સંવરની અપેક્ષાએ વાત છે કે-૫૨થી -શુભાચરણથી ભિન્ન પડતાં સચ્ચિદાનંદસ્વરૂપ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થવી-પ્રત્યક્ષ અનુભવ થવો તે સંવર છે, યતિની બાહ્યક્રિયા-વ્રતાચરણાદિ સંવર છે વા સંવરનું કારણ છે એમ નથી. પ્રશ્નઃ- તો શાસ્ત્રમાં પુણ્ય પરિણામરૂપ-શુભાચરણરૂપ વ્યવહારને ધર્મ કહ્યો છે? ઉત્ત૨:- સમાધાન એ છે કે જેને સ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટ થયો છે તે ધર્મી જીવને તે કાળે જે વ્રતાદિ રાગ છે તેને સહચર વા નિમિત્ત જાણી ઉપચારથી ધર્મ કહ્યો છે; ખરેખર એ ધર્મ છે એમ નથી પણ નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે તેનો શુભરાગમાં આરોપ કરીને શુભરાગને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો છે. અજ્ઞાનીને વ્યવહાર ધર્મ નથી કેમકે તેને નિશ્ચય પ્રગટ થયો નથી. એને તો જે છે તે વ્યવહારાભાસ છે. કોઈ ઘણાં શાસ્ત્ર ભણે પણ શાસ્ત્રનું તાત્પર્ય જે વીતરાગતા તે પ્રગટ કરે નહિ તો તેને ધર્મ કેમ થાય? (ન થાય ). દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના રાગ ભણી ઝુકવાનું છોડી દઈ સ્વદ્રવ્યમાં ઝુકે તો ધર્મ પ્રાપ્ત થાય અને ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત કહેવાય. ૫૨નું લક્ષ છોડી દઈ સ્વનું લક્ષ કરે ત્યારે જ વીતરાગતા-ધર્મ પ્રગટ થાય છે. અનાદિથી વર્તમાન વર્તતી પર્યાય પર્યાયબુદ્ધિમાં રમી રહી છે. તે ( જ્ઞાનની પર્યાય ) રાગાદિમાં ઝુકેલી છે તેથી તે અંતરમાં ઝુકી શકતી નથી. પરંતુ રાગના ઝુકાવનો ત્યાગ કરી ભેદજ્ઞાન વડે જ્યારે તે અંદર ધ્રુવમાં–શુદ્ધ ચૈતન્યમાં ઝુકે છે ત્યારે ધર્મ કહો વા સંવ૨ કહો તે પ્રગટ થાય છે. આ પ્રમાણે મહા મહિમાવંત એવું ભેદજ્ઞાન જ ધર્મ પ્રગટવાનું કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #449 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ * કળશ ૧૨૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે.' જુઓ, જીવ જ્યારે આત્માને અને કર્મને એટલે રાગને યથાર્થપણે ભિન્ન જાણે છેયથાર્થપણે એટલે હું રાગથી ભિન્ન છું એવી ધારણા માત્ર નહિ પણ અંદર અંતર્દષ્ટિ કરી ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે એટલે કે ત્યારે તે અતીન્દ્રિય આનંદના સ્વાદને પ્રાપ્ત થાય છે. સ્વાદ તો લાડવા, મૈસૂબ ઇત્યાદિના રસનો જે આવે તેને કહેવાય? આ સ્વાદ વળી કેવો? અરે ભાઈ! લાડવા, મૈસૂબ, મોસંબી આદિનો રસ તો જડ પુદ્ગલની ચીજ છે. એ પુદ્ગલનો (ધૂળનો) સ્વાદ જીવને હોતો નથી. શું ચેતનને જડનો સ્વાદ આવે? ( ન આવે). અજ્ઞાની લાડવા આદિ તરફ લક્ષ કરી એ ઠીક છે એવો રાગ કરે છે, એ રાગનો સ્વાદ અને આવે છે. પણ એ રાગનો સ્વાદ તો કષાયલો દુ:ખનો સ્વાદ છે ભાઈ ! તેથી ધર્મી જીવ એનાથી ભેદજ્ઞાન કરી અંતર્દષ્ટિ કરી શુદ્ધ આત્મતત્ત્વની પર્યાયમાં પ્રાપ્તિ કરી અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ લે છે. આત્માનુભવના કાળમાં જે નિરાકુળ આનંદરસ પ્રગટે છે તેનો ધર્મી જીવને સ્વાદ આવે છે. આત્મા અનંતગુણની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. અજ્ઞાની જીવ તેને નહિ જાણવાથી બહારની ધનસંપત્તિમાં આસક્ત થઈને દુઃખી-દુઃખી થાય છે. આ કરોડપતિ અને અબજોપતિ બધા દુઃખી છે ભાઈ ! અરે આવી સંપત્તિનો સંયોગ તો તને અનંતવાર થયો પણ સુખ થયું નહિ, કેમકે એમાં કયાં સુખ છે? સુખનો ભંડાર તો ભગવાન આત્મા છે એમ જાણી જે ધનાદિ ને રાગથી ભિન્ન પડી જે સર્વથા પ્રકારે અંદર આત્મામાં ઝુકે છે તેને આત્માનુભવપૂર્વક સુખનો લાભ થાય છે. અહો ! ભેદજ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય એવી એ અલૌકિક ચીજ છે. આગળ કહે છે-“શુદ્ધ આત્માના અનુભવથી આગ્નવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વપ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.” શુદ્ધ આત્માનો અનુભવ અર્થાત્ સંવર સાક્ષાત્ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. રાગથી અત્યંત ભિન્ન પોતાની ચૂત માત્ર વસ્તુની ભાવના કરવા યોગ્ય છે. લ્યો, આ જ કરવા યોગ્ય છે; રાગમાં એકત્વબુદ્ધિ કરવા યોગ્ય નથી. શુદ્ધ આત્માના અનુભવથી આગ્નવભાવ રોકાય છે એટલે શુભાશુભભાવ અટકી જાય છે. રોકાય છે એટલે આવતા હતા અને રોકાઈ ગયા એમ નહિ પણ શુદ્ધાત્માનું લક્ષ થતાં તે આગ્નવો ઉત્પન્ન થતા નથી એને રોકાય છે એમ કહ્યું છે. આ પ્રકારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૩૫ અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. આ કાગળમાં લખતા નથી કે “થોડું લખ્યું ઘણું કરીને માનજો '? તેમ આચાર્યદવે અહીં ટૂંકમાં કહ્યું કે-શુદ્ધ આત્માનો અનુભવ ભેદવિજ્ઞાનથી જ થાય છે, માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. હું ભાઈ ! આ થોડું કહ્યું ઘણું કરીને માનજે. હવે ભેદવિજ્ઞાન કયાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે * કળશ ૧૩): શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * રૂમ એવિજ્ઞાનમ' આ ભેદવિજ્ઞાન એટલે રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ એવું ભેદજ્ઞાન “છિન ઘારયા' અચ્છિન્નધારાથી-તૂટે નહિ-વિક્ષેપ પડ નહિ એ રીતે અખંડ પ્રવાહરૂપે ‘તાવત' ત્યાંસુધી “માવત' ભાવવું “યાવત' કે જ્યાં સુધી “TRIબુતા' પરભાવોથી છૂટી એટલે રાગથી છૂટી ‘જ્ઞાન' જ્ઞાન “જ્ઞાને' જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) “પ્રતિકતે' ઠરી જાય. જ્ઞાનની નિર્મળ પર્યાય ધ્રુવ આત્મસ્વરૂપમાં જ ઠરી જાય ત્યાંસુધી ભેદજ્ઞાન ભાવવું. જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચલતા પામે નહિ ત્યાં સુધી વ્યવહારરત્નત્રય કરવું એમ નથી કહ્યું સમજાણું કાઈ...? હવે આવો માર્ગ સાંભળવા મળે નહિ અને કદાચિત્ સાંભળવા મળે તો સમજાય નહિ એટલે ઘણા લોકોને અજ્ઞાનમાં દયા પાળવી, વ્રત કરવા ઇત્યાદિ બાહ્ય ક્રિયા સહેલી લાગે છે. પરમાર્થ વચનિકામાં બનારસીદાસે કહ્યું છે કે “જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે; મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે ? તે સાંભળોઃ-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે, અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે; તેથી તે એકાન્તપણે આગમઅંગને સાધી તેને મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મ-અંગના વ્યવહારને જાણતો નથી. એ મૂઢદષ્ટિનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂઝે જ કયાંથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે તેનું સ્વરૂપ સાધવું સુગમ છે; તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિ અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મુઢ જીવ જાણતો નથી. અંતર્દષ્ટિના અભાવથી અંતઃક્રિયા દૃષ્ટિગોચર થાય નહિ. તેથી મિથ્યાષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.' જાઓ, અધ્યાત્મમાં નિશ્ચય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ તે વ્યવહાર છે. અંતર્ગર્ભિત અધ્યાત્મની ક્રિયા એટલે રાગથી ભિન્ન આત્માની સ્વભાવપરિણતિરૂપ નિર્મળ ક્રિયા તે અધ્યાત્મનો વ્યવહાર છે. અંતર્દષ્ટિના અભાવે અર્થાત્ ભેદવિજ્ઞાનના અભાવે મિથ્યાદષ્ટિ જીવ ગમે તેટલી બાહ્યક્રિયા કરે તોપણ મોક્ષમાર્ગ સાધી શકતો નથી. તેથી બાહ્યક્રિયાની દૃષ્ટિ છોડી જ્ઞાન જ્ઞાનમાં-આત્મામાં જ સ્થિત થઈ જાય ત્યાંસુધી ભેદજ્ઞાન ભાવવું એમ ઉપદેશ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #451 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ * કળશ ૧૩૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય.” આત્મા જ્ઞાનાનંદ સહજાનંદસ્વરૂપ છે. એને રાગથી ભિન્ન જાણતાં જે ભેદજ્ઞાન પ્રગટ થાય તે અખંડધારાએ રહે; વચમાં મિથ્યાત્વ ન આવે-ફરીને મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ એક પ્રકાર કહ્યો. બીજો પ્રકાર: “જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.' જ્યારે ધ્યાન-ધ્યાતા-ધ્યેયના વિકલ્પને છોડી ઉપયોગ એકલા અંદર આત્મસ્વરૂપમાં સ્થિર લાગ્યો રહે અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે-અન્ય અન્ય જ્ઞયમાં ન ભમે વા વિકલ્પરૂપ ન થાય ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ જ્ઞાનમાત્ર વસ્તુ છે. પોતાની ચૈતન્યમય વસ્તુ શું છે એની ખબર ન કરે અને બહારની બધી માંડે એ તો “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડોશીને આટો” એના જેવી વાત છે. અહા ! પોતાનું આત્મકલ્યાણ કેમ થાય એની ખબર ન કરી અને બીજાનું કરવામાં રોકાઈ ગયો! ભાઈ ! પરથી-રાગથી ભેદજ્ઞાન કર્યા વિના આત્મકલ્યાણ નહિ થાય. તેથી કહે છે-“જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.' શ્રીમદ્ રાજચંદ્ર) ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં જ્ઞાની હતા. બહારમાં લાખો રૂપિયાનો ઝવેરાતનો ધંધો હતો પણ અંદરમાં તેઓ જ્ઞાનમાં તેના ભિન્ન જાણનારમાત્ર નાળિયેરમાં ગોળો છૂટો પડી જાય તેમ રાગથી ભિન્ન પડી આત્મજ્ઞાન-ભેદજ્ઞાન કરવાથી અંદર ચૈતન્યગોળો છૂટો પડી ગયો હતો. ભગવાન આત્માના અખંડ એકરૂપ ચૈતન્યરસને બતાવતાં શ્રીમદે કહ્યું છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.'' ભગવાન આત્મા શુદ્ધ-પવિત્ર ચિદાનંદમય જ્ઞાનનો પિંડ છે, ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશી છે, સ્વયંજ્યોતિ-ચૈતન્યબિંબ ભગવાન સ્વયંસિદ્ધ વસ્તુ છે અને આનંદનું ધામસુખનું ધામ પ્રભુ છે. આવો આત્મા ભેદજ્ઞાન વડ જ ઉપલબ્ધ થાય છે. અહા ! આત્મા પોતે સુખનું ધામ હોવા છતાં લોકો સુખને માટે બહાર ફાંફાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #452 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] | [ ૪૩૭ મારે છે. જુઓ, એક ડોશીમાની અંધારામાં સોય ખોવાણી. તેને અંધારમાં શોધતાં તે જડી નહિ. એટલે ડોશીમા અજવાળામાં શોધવા લાગ્યાં. ત્યારે કોઈએ પૂછયું- માજી શું કરો છો ? તો કહે હું મારી સોય શોધું છું. તે ક્યાં ખોવાણી છે? ત્યારે કહે કે-અંધારામાં ખોવાણી છે. પેલા ભાઈએ સમજ પાડી કહ્યું-જ્યાં ખોવાણી છે ત્યાં શોધો તો મળે, બીજેથી નહિ મળે. પણ ડોશીમા સમજ્યાં નહિ; તો સોય કેમ મળે? તેમ અનાદિથી આ આત્મા રાગમાં-વિકલ્પમાં આખો ખોવાઈ ગયો છે, અને તેને તે રાગમાં જ શોધે છે. વિવેકી પુષો અહીં કહે છે–ભાઈ ! આત્મા જ્યાં છે ત્યાં શોધ તો જડશે, નહિ તો નહિ મળે. પણ તે સમજતો નથી અને પુણ્ય-પાપના વિકલ્પમાં જ એકતા કરી ત્યાં પોતાને માની રહ્યો છે, પણ ભાઈ ! રાગમાં કે વિકલ્પમાં તારો ભગવાન છે નહિ તો તે કેમ હાથ આવે? (ન જ આવે ). જ્યાં નથી ત્યાંથી ભિન્ન પડી જ્યાં છે ત્યાં ચેતનામાત્ર વસ્તુમાં જા તો તને તારી વસ્તુ હાથ આવે અને આનંદ થાય. માટે કહ્યું કે-જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી બે પ્રકારે ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. અહાહા....! ઉપયોગ ઉપયોગમાં-સ્વરૂપમાં સંપૂર્ણ ઠરી જાય ત્યાં સુધી અખંડધારાએ ભેદજ્ઞાન ભાવવું. અહો ! શું કળશ છે! સરસ, સરસ !! ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે: * કળશ ૧૩૧ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * યે વન સિદ્ધ: જે કોઈ સિદ્ધ થયા છે “મેદ્રવિજ્ઞાનત: સિદ્ધ:' તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.” ભાઈ ! રાગરૂપ જે વ્યવહાર તેનાથી ભિન્ન પડી ભેદવિજ્ઞાન કરવું એ મુક્તિનું પ્રથમ કારણ છે, રાગ નહિ. કેટલાક લોકો માને છે કે પ્રથમ નિમિત્ત કે વ્યવહાર હોય, પછી નિશ્ચય થાય. પણ આ માન્યતા જૂઠી-અયથાર્થ છે. અહીં ભાવાર્થમાં કહેશે. કે મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. પુણ્ય-પાપના ભાવથી ભિન્ન પડી ચેતનસ્વરૂપ ભગવાન આત્મામાં એકતા કરવી એ મુક્તિનું પ્રથમ કારણ છે. લ્યો, આ ટૂંકું ને ટચ કે ભેદજ્ઞાન ભજ. વળી વિશેષ સ્પષ્ટ કરે છે કે “જે વોવન નિ વ:' જે કોઈ બંધાયા છે અર્થાત જેઓ સંસારમાં ચાર ગતિમાં રઝળે છે તે “સર્ચ ઇવ માવત: વ:' તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે; આસવના પરિણામની એકપણાની માન્યતાથી જ બંધાયા છે; પણ કર્મના ઉદયથી બંધાયા છે એમ ખરેખર નથી. પ્રશ્ન:- તો શાસ્ત્રમાં આગ્નવભાવ વડ જ્ઞાનાવરણીય આદિનો દ્રવ્યબંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાનદર્શનનું હીણપણું થાય છે એમ આવે છે ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #453 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ઉત્તર:- હા, આવે છે; મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે આગ્નવભાવના કારણે જ્ઞાનાવરણીય આદિનો બંધ થાય છે અને તેનો ઉદય આવતાં જ્ઞાનદર્શનનું હીણપણું થાય છે. વળી એવી જ રીતે મિથ્યાત્વરૂપ પરિણમનના કારણે મોહનીયનો બંધ થાય છે. જો કર્મના નિમિત્તપણાથી વાત લઈએ તો ઇચ્છાનુસાર ન બનવું તે અંતરાય કર્મના કારણે, સુખદુઃખનાં કારણો મળવા તે વેદનીય કર્મના કારણે, શરીરનો સંબંધ રહેવો તે આયુકર્મના કારણે, ગતિ, જાતિ આદિની પ્રાપ્તિ થવી તે નામકર્મના કારણે ઇત્યાદિ. પણ આ તો બધાં નિમિત્તનું જ્ઞાન કરાવનારાં નિમિત્તની મુખ્યતાથી કરેલાં કથન છે. ખરેખર તો પોતાની હીણી દશાનો કાળ છે તેથી હીણી દશા થાય છે, કર્મથી નિમિત્તથી હીણી દશા થાય છે એમ નથી. અહીં કહે છે-જે કોઈ બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ આસ્રવભાવથી બંધાયા છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. આવા આત્માને પુણ્ય-પાપના ભાવ વડે પર્યાયમાં બંધ થાય છે. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો ભાવ બધો રાગ છે, આસ્રવ છે, વિકાર છે, વિભાવ છે અને એ જ બંધ છે, એક આત્મજ્ઞાન જ અબંધ છે. સંસારમાં જીવ રખડે છે કેમ? અને તેની મુક્તિ કેમ થાય?–એની ટૂંકામાં આ કળશમાં વાત કરી છે. કહે છે-ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ રાગની એકતાબુદ્ધિ સહિત પરિણમનથી જીવો અનાદિથી બંધાયા છે અને જે કોઈ સિદ્ધ થયા છે તે બધા ભેદજ્ઞાનથી જ થયા છે. ‘વિન' શબ્દ પડ્યો છે ને? એટલે નિશ્ચયથી બંધાવામાં અને મુક્ત થવામાં અનુક્રમે ભેદવિજ્ઞાનનો અભાવ અને સદભાવ જ કારણ છે. જે કોઈ નિગોદાદિના જીવો અત્યાર સુધી નિશ્ચયથી બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે, કર્મથી બંધાયા છે એમ નહિ. નિગોદના જીવ પણ કર્મનું જોર છે તેથી રોકાયા છે એમ નથી. ગોમ્મદસારમાં (ગાથા ૧૯૭ માં) આવે છે કે નિગોદના જીવો પ્રચુર ભાવકર્મકલંકને લઈને નિગોદમાં રહ્યા છે. ભાઈ ! નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત કાંઈ પરમાં કરે છે એ વાત મિથ્યા છે; નિમિત્ત જો કરે તો તે ઉપાદાન થઈ જાય. નિગોદના જીવને વિકારની પ્રવૃત્તિ સ્વયં એના ક્રમમાં છે અને નિમિત્તની ઉપસ્થિતિ સ્વયં એના ક્રમમાં છે. (કોઈ કોઈનાથી છે એમ છે જ નહિ). સમજાણું કાંઈ...? કેટલાક લોકોને નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધ સંબંધી અહીંની પ્રરૂપણા વિરુદ્ધ વાંધા છે. ભાઈ ! જે કાળ દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ તેના કાળે જ થાય છે. નિમિત્તે આવ્યું માટે થાય છે એમ નથી. છતાં જો કોઈ એમ માને છે કે નિમિત્ત આવ્યું માટે પરદ્રવ્યની પર્યાય થઈ તો તેના એવા નિર્ણયમાં ભેદજ્ઞાનનો અભાવ છે, કેમકે એ જીવ તો રાગની નિમિત્તની એકતામાં પડયો છે, પણ રાગથી-પરથી ભિન્ન પડયો નથી. તેથી નિમિત્તથી પરમાં કાર્ય થાય છે એમ જેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #454 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૩૯ માન્યતા છે તે જીવ ત્યાં રાગમાં જ બંધાણો છે; તેની મુક્તિ થતી નથી. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ માનનાર પણ રાગના એકત્વમાં પડ્યો છે અને એ ભેદજ્ઞાનના અભાવે બંધાય જ છે. વળી કેટલાક એમ તો કહે છે કે “કાળલબ્ધિ પાકે ત્યારે કાર્ય થાય” પણ તેમને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન હોતું નથી. ભાઈ ! કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન કોને થાય? જે જીવ આસ્રવથી ભિન્ન પડીને સ્વભાવમાં અંત:સન્મુખ થઈ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. શાસ્ત્રમાંથી માત્ર બહારથી ધારણા કરી લે એને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન નથી. પ્રશ્ન:- તો કળશટીકામાં રાજમલજીએ લીધું છે કે કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યકત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે” એ કેવી રીતે છે? ઉત્તરઃ- ભાઈ! કાર્ય થવામાં તો પાંચ કારણો એક સાથે હોય છે, પણ તેના કથનમાં કોઈ એકની વિવક્ષા બને છે. ત્યાં કળશટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી કથન કર્યું છે, પણ જ્યાં એક હોય ત્યાં પાંચે હોય જ છે એવો સમ્યક અભિપ્રાય સમજવો. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (નવમાં અધિકારમાં) લીધું છે કે-કાળલબ્ધિ અને ભવિતવ્યતા કોઈ વસ્તુ નથી. જે કાળમાં કાર્ય થયું તે જ એની કાળલબ્ધિ અને જે થવા યોગ્ય હતું તે જ થયું એ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થપૂર્વક ઉધમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે, માટે પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ છે. વળી ત્યાં આગળ જતાં કહ્યું છે કે-જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય થઈ ચૂક્યાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડ મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે–એવો નિશ્ચય કરવો. અહા ! લોકો પોતાનો હઠાગ્રહ રાખીને શાસ્ત્રો વાંચે છે તેથી તેઓ શાસ્ત્રના અભિપ્રાયને યથાર્થ સમજતા નથી. પરંતુ ભાઈ ! તે હિતનો માર્ગ નથી. પોતાનો દુરાગ્રહું છોડી શાસ્ત્ર શું કહેવા માગે છે તે સમજવા પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. (તત્ત્વજ્ઞાન પામવાની આ જ રીત છે). જુઓ, આત્મામાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ આદિ શક્તિઓ છે તેમ તેમાં એક “અકાર્યકારણત્વ” નામની શક્તિ છે. આ શક્તિનું કાર્ય શું? તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #455 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કહે છે-આત્મા રાગનું કારણ નથી તેમ જ રાગનું કાર્ય નથી–એ આ શક્તિનું કાર્ય છે. મતલબ કે વ્યવહાર જે રાગ છે તે કાર્ય અને આત્મા તેનો કર્તા એમ નથી. તથા વ્યવહાર જે રાગ છે તે કારણ (કર્તા) અને વીતરાગી પરિણામ એનું કાર્ય એમ પણ નથી. આમ હોવાથી વ્યવહાર કારણ અને નિશ્ચય એનું કાર્ય એમ છે નહિ. વ્યવહાર નથી એમ નહિ, વ્યવહાર છે ખરો પણ ૨ વ્યવહારના સ્થાનમાં છે, તે નિશ્ચયને ઉત્પન્ન કરે છે એમ નથી. સમજાણું કાંઈ....? માર્ગ તો આ છે બાપા! * કળશ ૧૩૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાંસુધી તે કર્મથી બંધાયા જ કરે છે સંસારમાં રઝળ્યા જ કરે છે.' જુઓ, અહીં એમ નથી કહ્યું કે વ્યવહારનું આચરણ નથી માટે જીવ અનંતકાળથી સંસારમાં રઝળે છે. અરે ભાઈ ! વ્યવહારનું આચરણ કરીને તો તું અનંતવાર દ્રવ્યલિંગી થઈ નવમી રૈવેયક ગયો; પણ એથી શું? જન્મ-મરણ તો મટયાં નહિ; કેમકે ભેદવિજ્ઞાન નહોતું કર્યું. હવે કહે છે-“જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે.' અહાહા..! રાગથી ભિન્ન સ્વાશ્રયે જેને ચૈતન્યનું ભાન થાય છે તે અવશ્ય કર્મથી છૂટી મોક્ષ પામે છે. એ જ વિશેષ ખુલાસો કરે છે માટે કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. બીજી રીતે કહીએ તો સ્વાશ્રય (સ્વરૂપના આશ્રય) વિના મુક્તિ થતી નથી અને મુક્તિ થાય ત્યારે સ્વ-આશ્રયથી જ થાય છે. સ્વ-આશ્રય જ મુક્તિનું પ્રથમ સોપાન છે અને સ્વ-આશ્રયથી જ મુક્તિ છે. અહા ! આસ્રવનું યથાર્થ જ્ઞાન પણ કોને થાય? શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ સ્વરૂપના આશ્રયે જે આત્મજ્ઞાન થાય છે તે જ્ઞાનમાં આસ્રવ ભિન્ન છે એમ યથાર્થ જણાય છે. તેથી જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને આસ્રવનું યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાયકના આશ્રયે ભગવાન શાયકનું અસ્તિપણે જ્ઞાન થતાં આસ્રવ મારો નથી એમ નાસ્તિપણે આસ્રવનું જ્ઞાન સ્થાપિત થઈ જાય છે, કારણ કે આત્માનો એવો જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે એમ જે કહ્યું એમાં સમયસાર ગાથા ૧૧ માં વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે-એ વાત આવી ગઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #456 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૪૧ હવે બીજી વાત : કે ભૂતાર્થ ત્રિકાળીના આશ્રયે સમ્યગ્દર્શન થયું અને વ્યવહારનયનો વિષય છે કે નહિ? કે પછી એકલો નિશ્ચયનો વિષય છે? આનો ગાથા ૧૨ માં ખુલાસો કર્યો કેતેને અપૂર્ણજ્ઞાન, અશુદ્ધતા, પ્રગટ થયેલી શુદ્ધતા એ બધો વ્યવહારનયનો વિષય છે; પણ તે, તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે (આચરેલો નહિ). પ્રયોજન બસ તે કાળે જાણવાનું છે અર્થાત વ્યવહારનું તે તે કાળે તેને શું પહેલા સમય કરતાં બીજા સમયે સ્થિરતા વધી ને અસ્થિરતા ઘટી, શુદ્ધતા વધી ને અશુદ્ધતા ઘટી–તેનું જ્ઞાન તે સમયે થાય છે. હવે તે જ્ઞાન જાણે છે કઈ રીતે? તો કહે છે કે તે કાળે જ્ઞાનની એવા જ પ્રકારે સ્વયં સ્વ-પરને પ્રકાશતી પર્યાય ઉત્પન્ન થાય છે. તેમાં સ્વને જાણતાં પરનું જ્ઞાન સહજ જ થઈ જાય છે. પરને જાણવું એમ કહેવું એ પણ ખરેખર વ્યવહાર છે. પરને જાણનારું જ્ઞાન પોતાની સ્વપરપ્રકાશક શક્તિથી પોતાથી જ થાય છે; રાગ છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. સ્વનું જ્ઞાન થતાં વ્યવહારના પડખાનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે. તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ..? અહીં આ કહે છે કે જે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગના પરિણામથી ભેદજ્ઞાન કરે છે તે કર્મથી અવશ્ય છૂટે જ છે. ભાઈ ! ભગવાન આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ છે. એવા અબંધસ્વરૂપના આશ્રયે અબંધ પરિણામ થાય અને બંધભાવના આશ્રયે તો બંધ જ થાય. બાપુ! માર્ગ તો આવો છે; તેને અંતરમાં બેસાડવો જોઈએ. તું ગમે તેમ માની લે અને સાચો પુરુષાર્થ થાય એમ કદીય બને નહિ. સમયસાર ગાથા ૧૫ માં કહ્યું ને કે-જે કોઈ આત્માને અબદ્ધપુર, ભેદ આદિ રહિત જાણે છે તે જિનશાસન છે, તે શુદ્ધ ઉપયોગ જિનશાસન છે; શુભ ઉપયોગ કાંઈ જિનશાસન નથી. શુભ ઉપયોગમાં તો પર તરફનું વલણ છે અને એમાં આત્મા જણાતો નથી તો એનાથી આત્માનુભવ કેમ થાય? મુક્તિ કેમ થાય? (ન જ થાય છે. હવે કહે અહીં આમ પણ જાણવું કે વિજ્ઞાનાતવાદી બૌદ્ધો અને વેદાંતીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અંતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો.' જુઓ, વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધો-જગત બસ વિજ્ઞાન-અદ્વૈત-એકલું વિજ્ઞાનસ્વરૂપ છે અને એના અનુભવને મુક્તિ કહે છે. તથા વેદાન્તીઓ બધું એક જ આત્મા છે એમ માને છે. તેઓને ભેદવિજ્ઞાન થાય જ નહિ કેમકે એકમાં ભેદવિજ્ઞાન કેવું? બે ભિન્ન ચીજમાં તો ભેદવિજ્ઞાન હોય. પરમાંથી ખસી સ્વમાં આવવું એનું નામ ભેદવિજ્ઞાન છે. જેઓ અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી સિદ્ધિ કહે છે તેમના મતમાં ભેદવિજ્ઞાન નથી અને તેથી સિદ્ધિ પણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #457 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તું મુક્ત થા” એમ કહ્યું તો વર્તમાનમાં દુઃખ છે કે નહિ? છે એનાથી મુક્ત થવું છે કે નથી એનાથી મુક્ત થવું છે? એટલે વર્તમાનમાં દુ:ખ છે અને આત્મા આનંદસ્વરૂપ છે એમ બે ચીજ સિદ્ધ થઈ ગઈ-સ્વરૂપને સમજ્યો નથી માટે દુઃખ છે; એનો અર્થ જ એ થયો કે બીજી ચીજ છે જેના લક્ષે એને દુઃખ થાય છે. દોરડી હોય એમાં સર્પનો આભાસ થાય છે. ત્યાં પણ બપણાનું જ્ઞાન સિદ્ધ થાય છે. સર્પ એના લક્ષમાં છે એનો દોરડીમાં આરોપ થયો. હવે કહે છે “કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દૈત જ-બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે.' અરે ભાઈ ! જો ભૂલ જ ન હોય તો આત્મા રખડે કેમ? ભૂલ ન હોય તો ભૂલ ટાળવાનો ઉપદેશ પણ શા માટે? દુઃખથી મુક્ત થાઓ-એવા ઉપદેશનો અર્થ જ એ થયો કે દુઃખ છે અને તે ટળી સુખ પ્રગટ થાય છે. ભેદ છે એને ટાળવાની વાત કરે છે એમાં જ ભેદરૂપ મલિનતા છે અને સ્વભાવ પવિત્ર છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાય બન્ને સિદ્ધ થઈ જાય છે. જ્યાં બે ચીજ જ માને નહિ ત્યાં ભેદજ્ઞાન કોનાથી કરે? જીવ-અજીવ એમ બે ચીજ માને ત્યાં ભેદજ્ઞાન થઈ શકે. બીજી ચીજ છે અને તેના લક્ષે થતો ઉપાધિભાવ છે એમ માને તો ઉપાધિભાવરહિત થઈ સંવર પ્રગટ કરી શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે. સંસાર અને મોક્ષ એ પણ બે દશાઓ છે. સંસારદશા ન હોય તો મોક્ષદશા કયાંથી આવી? મોક્ષદશા સંસારદશાનો અભાવ થઈને થાય છે. જુઓ, આમાં પણ સંસાર-મોક્ષ એમ બે સિદ્ધ થયાં. અહા ! સંસારમાં આ પૈસાવાળા શેઠિયા પણ બધા દુઃખી જ છે. લોકો દુનિયામાં એમને સુખી અને ડાહ્યા કહે પણ અહીં કહે છે-રાગથી જે ભેદ કરે છે તે ભેદજ્ઞાનીઓ જ માત્ર સુખી અને ડાહ્યા છે. અરે! મોટા ભાગના જીવોનો તો ઘણો કાળ બાયડી-છોકરાંની આળપંપાળમાં અને ધંધા-વેપારની પ્રવૃત્તિના અશુભભાવમાં-પાપભાવમાં જ ચાલ્યો જાય છે. સત્ સાંભળવાનો, સમજવાનો જે ભાવ છે તે બધો શુભભાવ છે. આવા શુભભાવની પ્રવૃત્તિનો જેમને સમય મળતો નથી અને એકાંતે પાપમાં રાચે છે તેમને પુણ્ય-પાપથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ સમજવું મહામુશ્કેલ છે. અરે ! ભેદજ્ઞાનના અભાવે તેઓ બિચારા કયાં રખડશે? ભેદજ્ઞાન જ મુક્તિનું પહેલું પગથિયું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #458 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૪૩ હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે: * કળશ ૧૩૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “ભવજ્ઞાન-8છત્તન-વતનાત્' ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી “શુદ્ધ તત્ત્વ૩૫નષ્ણાત' શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી... જુઓ, શું કહ્યું? જેને ધર્મ પ્રગટ કરવો છે, જેને સંવર પ્રગટ કરવો છે વા મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરવો જ ઈષ્ટ છે કેમકે ભેદજ્ઞાન પ્રગટવાથી જ શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ-અનુભવ થાય છે. રાગથી હું ભિન્ન છું એવા અભ્યાસ વડે પોતાને-આત્માને રાગથી અને નિમિત્તથી ભિન્ન પાડે ત્યારે તેને ભેદજ્ઞાનનું ‘છત્તન' પ્રગટવું થાય છે અને ત્યારે તેને આત્માની ઉપલબ્ધિરૂપ-અનુભવરૂપ સંવર થાય છે. શું રાગથી સંવર થાય? રાગથી સંવર ન થાય; દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી સંવર ન થાય કેમકે રાગ તો આસ્રવ તત્ત્વ છે. જો રાગથી સંવર થાય એમ કોઈ માને તો તે આસ્રવ અને સંવરને એક માને છે; પણ એની માન્યતા તો મિથ્યાત્વ છે. અહીં તો આ એક જ સિદ્ધાંત છે કે-નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી અને ભાવથી અનંત અનંત જ્ઞાન, સુખ, વીર્ય, આનંદ આદિથી અભિન્ન એવા તેને નિમિત્ત અને રાગથી ભિન્ન પાડતાં અર્થાત નિમિત્ત અને રાગનું લક્ષ છોડી દેતાં ભેદજ્ઞાન પ્રગટવાથી સંવર પ્રગટ થાય છે. નિમિત્ત અને વ્યવહારના રાગનો અંતરમાં ભેદ કરવાથી સંવર પ્રગટ થાય છે. તો શું નિમિત્ત અને વ્યવહારરત્નત્રય નથી હોતાં? એમ કોણ કહે છે? નિમિત્ત અને વ્યવહારરત્નત્રય હો, પણ એનાથી જુદા પડવાની પ્રક્રિયાથી-ભેદની પ્રક્રિયાથી સંવર પ્રગટ થાય છે એમ વાત છે. નિમિત્ત અને વ્યવહારરત્નત્રય પોતપોતામાં અસ્તિપણે સત્ય છે પણ એનાથી ધર્મ થાય-સંવર થાય એવી માન્યતા અસત્ય છે. સમજાણું કાંઈ? ભાઈ! અહીં તો આ કહે છે કે વ્યવહારના રાગથી પણ ભેદ પાડવાનો અભ્યાસ કરીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવું એ ધર્મની પહેલામાં પહેલી દશા છે. મિથ્યાદષ્ટિને અનાદિથી રાગ પ્રાપ્ત થતો હુતો તે હુવે ભેદજ્ઞાનના અભ્યાસ વડે શુદ્ધ આત્માને પ્રાપ્ત થયો એમ કહે છે. આ સંવર અધિકારનો છેલ્લો કળશ છે ને? એટલે એમાં સાર-સાર વાત કહે છે કહે છે કે-શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ તો બધું પરદ્રવ્ય છે. એ હો ભલે, પણ આત્માચૈતન્યમહાપ્રભુ એ સર્વથી ભિન્ન છે. વળી દયા. દાન, ભક્તિ આદિના જે ભાવ છે તે રાગ છે. એ હો ભલે, પણ એનાથી પણ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આ પ્રમાણે જેમ છે તેમ પરથી-નિમિત્તથી અને રાગથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #459 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૪ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભેદ કરીને અંદર સ્વમાં એકાગ્ર થવું તે ભેદજ્ઞાન છે અને એ ભેદજ્ઞાનની પ્રગટતા વડ સંવરધર્મ પ્રગટ થાય છે આવી વાત છે. લ્યો, આમાં નિમિત્તથી અને વ્યવહારથી (ધર્મ) થાય છે એ વાત સાવ ઉડી ગઈ. લોકો જ્યાં-ત્યાંથી વ્યવહારને ગોતે છે. હમણાં જ એક સામાયિકમાં આવ્યું હતું કે અકાળે મૃત્યુ થાય એમ ન માને તે જૂઠા છે ભાઈ ! “અકાળ મૃત્યુ” એ તો નિમિત્તનું કથન છે. એ તો અકસ્માત આદિથી મરનાર જીવને કર્મનાં રજકણો જ એવા બંધાયાં છે જેની યોગ્યતા એક જ સમયમાં ખરવાની હોય છે. ખરેખર તો (નિશ્ચયથી તો) દેહુ જ્યારે છૂટવાનો હોય તે સમયે જ છૂટે છે, અકાળે એટલે બીજા કાળે છૂટે છે એમ નહિ. “અકાળ મૃત્યુ' કહ્યું એમાં તો કાળની મુખ્યતા ન કરતાં અકસ્માત આદિ (અકાળ-કાળ નહિ એવા ) અન્ય નિમિત્તની મુખ્યતા કરીને કથન કર્યું છે. ભાઈ ! આ તો વ્યવહારનું (ઉપચારનું) કથન છે તેમ યથાર્થ સમજવું જોઈએ. વળી બીજા કોઈ એમ કહે છે કે-ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં જ થાય પણ નિમિત્ત વિના ન થાય. તેમની આ વાત યથાર્થ નથી. કાર્ય ઉપાદાનથી થાય અને નિમિત્તથી ન થાય એમ વાત યથાર્થ છે. નિમિત્તની અપેક્ષાએ નિમિત્ત સત્ય છે પણ ઉપાદાનમાં એ કાંઈ (વિલક્ષણતા) કરે છે એમ માનવું અસત્ય છે. નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ પણ થાય વા ઉપાદાનમાં કાર્ય થવામાં નિમિત્તની અપેક્ષા રહે છે એવી માન્યતા વસ્તસ્વરૂપથી વિપરીત હોવાથી અયથાર્થ છે. હવે કહે છે–શુદ્ધતત્ત્વની ઉપલબ્ધિથી “રા'ગ્રામ-પ્રલયરત' રાગના સમૂહનો વિલય થયો; મતલબ કે આત્મા પ્રતિ ઢળતાં વિકલ્પની ઉત્પત્તિ ન થઈ તો રાગનો વિલય-નાશ થયો એમ કહેવામાં આવ્યું છે. રાગના સમૂહુનો વિલય કરવાથી “ર્મનાં સંવરેજ' કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી “જ્ઞાને નિયતમ તત્ જ્ઞાને વિત' જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. શું કહ્યું આ? જ્ઞાનસ્વભાવી જે આત્મવસ્તુ છે એમાં વર્તમાન જ્ઞાનપરિણતિ વડે સ્થિર થતાં જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું એટલે કે શુદ્ધતા પ્રગટ થઈ. રાગમાં એકાગ્ર હતો ત્યારે અશુદ્ધતા પ્રગટ થતી હતી તે હવે રાગથી ભિન્ન પડી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થતાં શુદ્ધતા પ્રગટ થઈ. લ્યો, આ સંવર અને ધર્મ છે. હવે, આત્મામાં નિશ્ચળ થઈ ઉદય પામેલું તે જ્ઞાન કેવું છે? તો કહે છે-“વિક્રત પરમ તોષમ’ તે જ્ઞાન પરમ સંતોષને અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને ધારણ કરે છે. જ્ઞાનની લક્ષ્મી પ્રગટ થતાં સાથે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો એમ કહે છે. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ એકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન અતીન્દ્રિય આનંદને ધારણ કરે છે. રાગથી ભિન્ન થયો એટલે દુઃખથી ભિન્ન થયો અને ત્યારે પર્યાયમાં આનંદ-સુખ ઉછળે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #460 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૪૫ હવે આવી વાત કદી સાંભળી ન હોય એટલે લોકો આ તો એકલી નિશ્ચયની વાતો છે એમ કહી એની ઉપેક્ષા કરે છે. પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય. ત્રિકાળ સત્યસ્વરૂપ એવા નિશ્ચય ધ્રુવ આત્માનું જ શરણ લેવા જેવું છે. વ્યવહાર હો ભલે, વ્યવહાર પોતાના સ્થાને સત્યાર્થ છે, પરંતુ તે શરણ લેવા જેવો નથી. તેવી જ રીતે નિમિત્ત પણ છે, પરંતુ એનું શરણ નથી વા તે શરણભૂત નથી. વળી કેવું છે તે જ્ઞાન? “કમ-મીનોમ' કે જેનો પ્રકાશ નિર્મળ છે, જેમાં રાગના મેલનો ભાગ નથી, જેમાં રાગની ભેળ નથી. રાગથી ભિન્ન પડેલા જ્ઞાનનો પ્રકાશ રાગરહિત નિર્મળ છે. ભાઈ ! જ્ઞાન જ્ઞાનમાં-આત્મામાં સ્થિત થાય એ જ કરવા જેવું છે. કેવી રીતે? તો કહે છે કે-“પરથી ખસ, સ્વમાં વસ, ટુંકું ટચ, એટલું બસ.'' છ૭ઢાલામાં પણ એમ જ કહ્યું છે કે લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર આનો; તોરિ સકલ નંગ-દંડ-ફંદ, નિજ આતમ ધ્યાવો.' જન્મ-મરણથી રહિત થવાનો આ જ ઉપાય છે, બાકી તો બધાં થોથેથોથાં છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે જે રાગને ઉપાદેય માને છે તે પોતાના શુદ્ધાત્માને હેય માનનારો મિથ્યાદષ્ટિ છે અને જે શુદ્ધ આત્મસ્વભાવને ઉપાદેય માને છે તેને રાગ હેય છે. અરે જીવ! કોઈ પુણ્યના યોગે આવું મનુષ્યપણું મળ્યું, તેમાં વળી ધર્મ સમજવાનાં ટાણાં મળ્યાં; હવે આવા ટાણે પણ આ નહિ સમજે તો ચોરાસીના અવતારમાં ઝોલાં ખાઈને કયાંય નિગોદમાં ચાલ્યો જઈશ. દુનિયા ભલે આ ચીજ માને કે ન માને, માનીને પ્રશંસા કરે વા ન માનીને નિંદા કરે; તારે એની સાથે શું કામ છે ? કોઈ તો વળી મને ઘણા શિષ્યો અને ઘણા માનનારા છે તથા મેં ઘણાં પુસ્તકો છપાવી ધર્મ પ્રચાર કર્યો-ઇત્યાદિ માની બહુ સંતુષ્ટ થાય છે, હુરખાય છે. તેને કહીએ છીએ-ભાઈ ! એ શિષ્યો અને પુસ્તકો કયાં તારાં છે? એ તો બધાં ભિન્ન પરદ્રવ્ય છે. શિષ્યો અને પુસ્તકો આદિ પરથી ગૌરવ કરે પણ પરથી ગૌરવ કરવું એ તો ચૈતન્યને લજ્જાસ્પદ છે. કલંક છે. જો પરથી ભિન્ન પડી સ્વનો આશ્રય કરી આનંદમાં ન આવ્યો તો એ બધી ઉપાધિ તને દુઃખનું જ કારણ છે. આત્મામાં ઠરેલું જ્ઞાન જ સુખનું-આનંદનું કારણ છે. હવે આગળ કહે છે-વળી તે જ્ઞાન “મસ્તાનમ' અમ્લાન છે, ક્ષાયોપથમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી. છેલ્લી વાત લીધી છે ને? કેવળજ્ઞાન નિર્બળ નથી પણ સર્વ લોકાલોકને જાણનારું છે. વળી તે “ મ' એક છે એટલે કે ક્ષયોપશમમાં જે ભેદ હતા તે ક્ષાયિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #461 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates 446 ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનમાં ભેદ નથી. તથા તે “શાશ્વત-ઉદ્યોતમ' જેનો ઉઘાત શાશ્વત છે તેવું છે. કેવળજ્ઞાન જે પ્રગટયું તેનો ઉધત શાશ્વત-અવિનશ્વર છે. જુઓ, આ સંવરનો કમ! પરના ભેદ-અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે પ્રથમ સંવર થયો અને આત્મલીનતા ક્રમે વધારી પરિપૂર્ણ લીનતા થતાં પૂર્ણ શુદ્ધતા સહિત કેવળજ્ઞાન પ્રગટ થયું, ચૈતન્યજ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું. આ રીતે સંવર બહાર નીકળી ગયો. * કળશ ૧૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. લ્યો, સંવરનો ભેખ આવ્યો તે મોક્ષ થતાં બહાર નીકળી ગયો. “ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ કાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાતમમાંહી, યો મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.'' આ કાવ્યમાં પંડિત શ્રી જયચંદજીએ આખો સંવર અધિકાર સંક્ષેપમાં કહી દીધો. ચોથે ગુણસ્થાને સમકિતીને ભેદજ્ઞાનકલા પ્રગટે છે. પરથી ભિન્ન પડતાં પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થાય છે, રાગ-દ્વેષ અને મિથ્યાત્વ નાશ પામી જાય છે અને તેથી દુષ્ટ કર્મ રોકાઈ જાય છે. ત્યાં ઉજ્વલ જ્ઞાનપ્રકાશ થતાં પરમાત્મામાં (આત્મામાં) પ્રચુર અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. મુનિરાજ આ રીતે ભેદવિજ્ઞાનની ભાવના વડે અતીન્દ્રિય આનંદને ધારણ કરી ક્રમે કેવલજ્ઞાન ઉપજાવી પરમ સુખમય મોક્ષને પામે છે. આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો પાંચમો સંવર અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. 259 થી ર૬૩ * દિનાંક 12-12-76 થી 16-12-76 ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com