________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ]
[ ૩૫૩
વાત સાંભળીને હોંશ કરજે-હા પાડજે, ના ન પાડીશ. “ના” પાડીશ તો કયાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ; અને હા પાડીશ તો હાલત થઈ જશે. અસ્થિરતા છોડી દઈને સ્વભાવમાં જઈશ તો શાંત-અકષાય તેજને અનુભવીશ. “અનુભવ” છે એમ કહ્યું ને? એટલે કે પ્રત્યક્ષ અનુભવે છે–વેદે છે.
કલકત્તામાં બનેલી એક ઘટના છે. મા, બાપ અને એમનો દીકરો એક દિવસ સાંજે ફરવા નીકળ્યાં. ત્યાં ત્રણે હોડીમાં બેઠાં. હોડીમાં બીજા પણ સાત-આઠ માણસ હતા. એવામાં પેલા છોકરાએ હોડીની બહાર પગ કાઢયો અને બન્યું એમ કે એક મગરમચ્છ એનો પગ પકડ્યું છે. હોડીવાળાએ આ જોયું અને કહેવા લાગ્યો-અરે ભાઈ ! એ છોકરાને ફેંકી દો નહિતર જોતજોતામાં આખી હોડી ડૂબી જશે કેમકે મગરમચ્છે તેનો પગ પકડ્યો છે. જો તમે ન ફેંકી શકો તો મારે એ કામ કરવું પડશે. હવે કરવું શું? મા-બાપ મુંઝાયાં; પણ રોષે ભરાઈને હોડીવાળાએ ઝડપ કરવા કહ્યું. આખરે માબાપ છોકરાને સગા હાથે દરિયામાં ફેંકી દેવો પડ્યો-કરે પણ શું? નહિ તો બધાં જ ડૂબી મરત. જેનું જતન કરીને રક્ષા કરી તેને જ મારી નાખવાની તૈયારી ?
એમ ભગવાન કહે છે-ભાઈ ! તારી હોડી ભવસમુદ્રમાં ન ડૂબે માટે એમાંથી (ભવના ભાવમાંથી ) ખસી જા અને આમ અંદરમાં (ચૈતન્યસ્વરૂપમાં) જા. રાગે તને ભવસમુદ્રમાં અંદર ખેંચી નાખ્યો છે; ચાહે શુભરાગ હો તોપણ તે સંસારસમુદ્રનો મહા મગરમચ્છ છે. એ તને ભવસમુદ્રમાં ડૂબાડીને જ રહેશે. માટે રાગના પાશમાંથી ખસી જા અને તારા અંતઃસ્વરૂપમાં લીન થઈ જા. આવી વાત છે.
ત્યારે એક દાક્તર વળી કહેતા હતા કે જો આપણે આ બધી મહારાજની વાત સાંભળીશું તો આ સંસારનું કાંઈ કરી શકીશું નહિ. અરે ભાઈ ! સંસારનું કોણ કરી શકે છે? બાપુ! એ જડની ક્રિયા તો સ્વયે જડથી થાય છે. આ આંખમાં દવાનું ટીપું નાખે અને આંખ ઊંચી-નીચી થાય એ ક્રિયા જડની (આંખના પરમાણુઓની) છે. અજ્ઞાનીને એમ લાગે છે કે જાણે એ ક્રિયા આત્મા (પોતે) કરે છે. ધૂળેય આત્મા કરતો નથી, સાંભળને. બાપુ! તને ખબર નથી કે એમાં (એવી ક્રિયામાં) તને જે કર્તાપણાનું અભિમાન થાય એ મિથ્યાત્વભાવ છે અને એ મિથ્યાત્વ તને ચારગતિમાં રઝળાવી મારશે તને એમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડશે. ભાઈ ! મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ છે જ્યાંથી અનંતકાળે નીકળી ત્રસ થવું મુશ્કેલ છે.
લાઠીની આ વાત છે. અઢાર વર્ષની એક રૂપાળી છોડી હતી. એના પતિને બે વર્ષનું પરણેતર, પહેલી વહુ મરી ગઈ પછી આની સાથે તેને બીજી વારનું લગ્ન હતું. એને શીતળા નીકળ્યા, આખા શરીરે દાણા-દાણા ફૂટી નીકળ્યા. અહા! દાણે-દાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com