________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૩૩
પણ વિભાવ જ છે. તેથી તે સમ્યગ્દનરૂપ નિર્મળ સ્વભાવપરિણતિનું સાધન કેમ થાય ? (ન જ થાય ). સ્વભાવનું સાધન સ્વભાવ થાય પણ વિભાવ એનું સાધન કદી ન થાય.
પ્રશ્ન:- તો પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્યસાધનભાવ કહ્યાં છે ને?
સમાધાનઃ- હા, ત્યાં (-પંચાસ્તિકાયમાં) વ્યવહારનયથી એમ કહ્યું છે. ભિન્ન સાધનનું ત્યાં આરોપથી કથન કરેલું છે; એટલે કે નિશ્ચય નિજ શુદ્ધ આત્મતત્ત્વની જેને દૃષ્ટિ અને અનુભવ થયેલાં છે તેને (સહકારી) શુભભાવ કઈ જાતનો હોય છે તેનું જ્ઞાન કરાવવા રાગ ઉપર આરોપ આપીને કથન કર્યું છે. અહા ! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે ભાઈ !
જેમકે-નિશ્ચય સમ્યગ્દર્શનના કાળમાં જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તેને સમતિ કહ્યું છે; છે તો એ રાગ પણ વ્યવહારથી એને સમકિત કહ્યું છે. ખરેખર શું એ ( –શુભરાગ ) સમકિતની પર્યાય છે? ના; એ તો ચારિત્રગુણની દોષરૂપ પર્યાય છે, ઉલટી પર્યાય છે, પણ સહચર દેખીને ઉપચારથી તેને સકિત કહ્યું છે. એ પ્રમાણે પંચમહાવ્રતના પરિણામ છે તો રાગ, તોપણ તેને ચારિત્ર-મોક્ષમાર્ગ કહ્યો. હવે એ ચારિત્ર તો નથી, પરંતુ શુદ્ધોપયોગરૂપ વીતરાગ નિર્વિકાર ચારિત્રનો સહચર-નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી મોક્ષમાર્ગનો આરોપ કર્યો છે. હવે આ રીતે ભાવ યથાસ્થિતિ ન પકડે અને એકલા શબ્દોને પકડે તો તેને બધેય (સમગ્ર જિનવાણીમાં ) વાંધા ઊઠે. પણ શું થાય? જે વિવક્ષાથી વાત હોય તે યથાર્થપણે સમજવી જોઈએ.
અહીં કહે છે-બાપુ ! શુભ અને અશુભ ભાવ બન્નેય બંધનના હેતુ-કારણરૂપ અશુદ્ધભાવ છે. બન્ને સ્વભાવથી વિમુખતાના ભાવ છે. ભાઈ! સ્વભાવસન્મુખતાના ભાવ તો શુદ્ધ ચૈતન્યમય હોય છે. અને આ બન્ને ભાવ ચૈતન્યથી રહિત અજ્ઞાનમય ભાવ છે માટે બન્ને ભેદરહિત એક જ જાતના છે.
પ્રશ્ન:- વ્યવહાર હોય છે તો ખરો?
ઉત્ત૨:- ભૂમિકા અનુસાર વ્યવહાર હોય છે એની કોણ ના કહે છે? પરંતુ એ વ્યવહારથી-શુભરાગથી સમકિત કે નિશ્ચયધર્મ પ્રગટ થાય છે એ વાત યથાર્થ નથી એમ વાત છે. નિમિત્ત હો ભલે; પણ નિમિત્તથી (અન્ય ચીજથી ) કાર્ય નીપજે છે એ વાત તદ્દન ખોટી છે.
જુઓ, નિમિત્તને સિદ્ધ કરવા શાસ્ત્રમાં એમ પણ આવે છે કે-કાળદ્રવ્ય ન હોય તો જીવાદિ સર્વદ્રવ્યોમાં પરિણમન નહિ થાય અને તો કોઈ દ્રવ્ય રહેશે નહિ. આ કાળદ્રવ્યની (નિમિત્તની ) સિદ્ધિ કરવા માટેનું કથન છે. આમાં જીવાદિ દ્રવ્યો પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com