________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ગજબની ભાષા છે ને! “ગૌણ કરીને '' એમ કહ્યું, મતલબ કે ભેદ છે ખરો, પણ એકલા અભેદની દષ્ટિ કરાવવા ભેદને ગૌણ કરીને કહ્યું છે. ભેદનું જ્ઞાન કરવા માટે તો ભેદ છે, પરંતુ તેનો નિષેધ કર્યો, કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે. દષ્ટિના વિષયમાં પુણ્ય-પાપનો પક્ષ છે જ નહિ. માટે અભેદ પક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે-બે નથી. આ પ્રમાણે ભેદનો નિષેધ કરીને સ્વભાવનો આશ્રય કરાવ્યો છે એમ યથાર્થ સમજવું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૦૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * જુઓ, અત્યારે કેટલાક પંડિતોને મોટો વાંધો છે, અને તેઓ કહે છે કે આ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ વ્યવહારરૂપ શુભ આચરણ છે તેનાથી શુદ્ધતા પ્રગટ થશે. અશુભભાવથી શુદ્ધતા ન થાય પણ શુભભાવના કાળે શુભભાવથી શુદ્ધતા થાય છે.
આનો આ કળશમાં અતિ સ્પષ્ટ ખુલાસો છે. અશુભભાવથી શુદ્ધતા ન થાય એ તો યથાર્થ જ છે, પણ શુભભાવના કાળમાં શુભભાવથી શુદ્ધતા થાય એવો તારો મત યથાર્થ નથી ભાઈ ! કેમકે શુભભાવ પણ અશુભની જેમ અશુદ્ધ જ છે.
ત્યારે તે કહે છે-સમ્યગ્દર્શનનો નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભભાવ જ હોય છે ને!
ભાઈ ! એ શુભભાવનો અભાવ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય છે, કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવાથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. સમજાણું કાંઈ...!
અહીં કહે છે-“ હેતુ-સ્વભાવ-૫નુમવ-માઝયા' હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયએ ચારનો અર્થાત્ એ ચાર પ્રકારે “સતા પિ' સદાય “મેવાત' અભેદ હોવાથી “ર દિ મ:' કર્મમાં નિશ્ચયથી ભેદ નથી.
શું કહે છે! પુણ્ય-પાપના પરિણામ જેઓ બંધનના હેતુ છે તે એક જ પ્રકારના છે. બંધનમાં શુભ પરિણામ નિમિત્ત હો કે અશુભ પરિણામ નિમિત્ત હો-બેય એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. તારો (-અજ્ઞાનીનો) જે એમ મત છે કે શુભ પરિણામ પુણ્યબંધમાં નિમિત્ત છે અને અશુભ પરિણામ પાપબંધમાં નિમિત્ત છે તેથી બે પરિણામમાં ફેર છે એ યથાર્થ નથી. અહીં કહે છે કે બેમાં કોઈ ફરક નથી કેમકે બન્નેય અજ્ઞાનમય છે, અશુદ્ધરૂપ છે અને બંધના કારણ છે.
અરે ભાઈ ! શુભભાવ જો વસ્તુનો (-આત્માનો) સ્વભાવ હોય તો તે સમ્યગ્દર્શન પામવામાં મદદરૂપ થાય, પણ શુભ કે અશુભ બેમાંથી એકેય ચૈતન્યના સ્વભાવરૂપ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com