________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૪ ]
[ ૧૧૧
તેથી તેને સામાયિક હોતી નથી.
કર્મકાંડ એટલે શુભ અને અશુભભાવ એ બેય કર્મ કહેતાં વિકારની ધારા છે. બેય કર્મધારા છે. આવે છે ને કે જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા એમ બેય ધારા હોય છે. ત્યાં જે રાગ છે તેને જ્ઞાની ય જાણે છે અને એક શુદ્ધ ચેતન્યમય આત્માને જ ઉપાય જાણે છે. જ્ઞાનીને જેટલી પરિણતિ શુદ્ધ નિર્મળ છે એટલું મોક્ષનું કારણ બને છે અને સાથે જેટલો રાગઅશુદ્ધતા છે તે બંધનું કારણ છે. જ્ઞાની પણ એમ જ યથાર્થ જાણે છે. પૂર્ણ વીતરાગ થયા પહેલાં તેને (-સાધકને) આ બેય ધારા હોય છે. પણ અજ્ઞાનીને એક કર્મધારા જ હોય છે. તથા કેવળીને એક જ્ઞાનધારા જ હોય છે. આવી વાત છે.
હવે કહે છે-“આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભકર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.'
આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી...'' જોયું? ભાષા કેટલી સ્પષ્ટ છે? એમ કે કર્મનું જોર છે માટે તે શુભથી છૂટતા નથી એમ નથી; પણ આનંદનો નાથ ચિદાનંદ ભગવાન પોતે અંદર જે બિરાજે છે તેની ચૈતન્યજ્યોતમાં આ બધું જણાય છે–જાણનારો પોતે જણાય છે તોપણ રાગકાળે રાગને જાણનારો પોતે જુદો છે એવું જ્ઞાન નહિ હોવાથી રાગથી-શુભભાવથી છૂટતા નથી. અહાહા...! ટીકા તે કાંઈ ટીકા છે! ખૂબ ગંભીર, ભાઈ ! કહે છે જેની સત્તામાં જાણવું વર્તે છે અને જેની સત્તા પરની સત્તાને જાણે છે એ સત્તા પોતાની છે એવી નિજ ચૈતન્યસત્તા પર દષ્ટિ નહિ હોવાથી અજ્ઞાની થઈને શુભભાવમાં અટકે છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે અજ્ઞાની જીવ અજ્ઞાનવશ હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભ કર્મને જ બંધનું કારણ માને છે પણ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભભાવ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ જાણતો નથી. ઉલટું તેમને મોક્ષના કારણપણે અંગીકાર કરીને શુભભાવોનો આશ્રય કરે છે. વ્યવહાર છે તે મોક્ષનું કારણ છે, એમાંથી મોક્ષનો માર્ગ પ્રગટશે એમ અજ્ઞાની માને છે ને? તેથી તે શુભભાવનો જ એકાંતે આશ્રય કરે છે.
પરંતુ ભાઈ ! શુભ અને અશુભ બેય એક જ જાત છે; બેય કર્મ રાગની-વિકારની જ જાત છે. આગળ આવી ગયું ને કે બેય વિભાવરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ ચંડાલણીનો પુત્ર બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે કહે કે-મારે મદિરા આદિ ખપે નહિ. પણ એ છે તો ચંડાલણીનો જ દીકરો; તેમ શુભાચરણમાં તલ્લીન કોઈ કહે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com