________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અમને હિંસાદિ અશુભ ખપે નહિ, પણ તે શુભાચરણરૂપ કર્મ છે તો વિભાવચંડાલણીનો જ દીકરો. ભાઈ ! આ વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનું ફરમાન છે. પરંતુ અરે! અજ્ઞાની જીવો સ્થૂળ લક્ષ્યવાળા હોઈને શુભભાવને બંધનું કારણ નહિ જાણતા થકા, તેને મોક્ષનું કારણ જાણીને તેનું જ સેવન કરે છે.
ભાઈ ! જેઓ વ્રત, તપ, ઇત્યાદિ શુભાચરણને મોક્ષનું કારણ જાણી અંગીકાર કરે છે તેઓ મિથ્યાષ્ટિ છે. તેમને જૈન ધર્મની ખબર નથી. જૈન ધર્મ તો એક વીતરાગભાવ છે. રાગ કદીય જૈન ધર્મ નથી.
પ્રશ્ન:- હા, પણ શુભરાગ, દુકાને બેસવાના અશુભરાગ કરતાં તો સારો ખરો કે નહિ?
| ઉત્તર- ભાઈ ! એક અશુભરાગની દુકાન છે તો બીજી શુભરાગની દુકાન છે. (રાગરહિતપણું તો એકેય નથી). બન્નેમાં પરલક્ષી ભાવ છે. બેય એકની એક કર્મની જાત છે, ધર્મ તો એકેય નથી. બેડી લોઢાની હો કે સોનાની, બંધન અપેક્ષાએ તો બેઉ સમાન છે, સારી તો એકેય નથી. પાપ લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે, પણ બેય બેડી જ છે.
* ગાથા ૧૫૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો ચૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધ પરિણામોમાં (-શુભ પરિણામોમાં) રાચે છે.'
જુઓ, શુભ અને અશુભ બને પરિણામોને સ્થૂલ કીધા અને એનાથી ભિન્ન આત્મસ્વભાવ-એક જ્ઞાયકભાવને સૂક્ષ્મ કીધો. અશુભભાવ જેવો સ્થૂલ છે તેવો જ પૂલ શુભભાવ છે. બંધના કારણ તરીકે બેઉ એક જ છે.
કેટલાક રાડો પાડે છે કે આ તો નિશ્ચયની વાત છે; એમ કે એનું સાધન તો કાંઈ (શુભાચરણ ) હશે કે નહિ?
ભાઈ ! રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવો, બસ એ એક જ સાધન છે. રાગ એ સાધન છે જ નહિ. એ તો કોઈ ઠેકાણે નિશ્ચયની-શુદ્ધની ભૂમિકામાં રાગની મંદતા કઈ જાતની સહુચરણપણે છે તેનું જ્ઞાન કરાવવા આરોપથી તેને સાધન કહ્યું હોય છે. પણ એનો અર્થ જ એ છે કે તે (–મંદ રાગ) સાધન છે નહિ.
અજ્ઞાની અશુભને તો બંધનું કારણ જાણીને છોડે છે પણ શુભને બંધનું કારણ નહિ જાણતો થકો, એને મોક્ષનું કારણ જાણીને તેનો આશ્રય કરે છે. ભગવાનની સેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com