________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
* કળશ ૧૨૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે.'
જુઓ, જીવ જ્યારે આત્માને અને કર્મને એટલે રાગને યથાર્થપણે ભિન્ન જાણે છેયથાર્થપણે એટલે હું રાગથી ભિન્ન છું એવી ધારણા માત્ર નહિ પણ અંદર અંતર્દષ્ટિ કરી ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે એટલે કે ત્યારે તે અતીન્દ્રિય આનંદના સ્વાદને પ્રાપ્ત થાય છે.
સ્વાદ તો લાડવા, મૈસૂબ ઇત્યાદિના રસનો જે આવે તેને કહેવાય? આ સ્વાદ વળી
કેવો?
અરે ભાઈ! લાડવા, મૈસૂબ, મોસંબી આદિનો રસ તો જડ પુદ્ગલની ચીજ છે. એ પુદ્ગલનો (ધૂળનો) સ્વાદ જીવને હોતો નથી. શું ચેતનને જડનો સ્વાદ આવે? ( ન આવે). અજ્ઞાની લાડવા આદિ તરફ લક્ષ કરી એ ઠીક છે એવો રાગ કરે છે, એ રાગનો સ્વાદ અને આવે છે. પણ એ રાગનો સ્વાદ તો કષાયલો દુ:ખનો સ્વાદ છે ભાઈ ! તેથી ધર્મી જીવ એનાથી ભેદજ્ઞાન કરી અંતર્દષ્ટિ કરી શુદ્ધ આત્મતત્ત્વની પર્યાયમાં પ્રાપ્તિ કરી અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ લે છે. આત્માનુભવના કાળમાં જે નિરાકુળ આનંદરસ પ્રગટે છે તેનો ધર્મી જીવને સ્વાદ આવે છે.
આત્મા અનંતગુણની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. અજ્ઞાની જીવ તેને નહિ જાણવાથી બહારની ધનસંપત્તિમાં આસક્ત થઈને દુઃખી-દુઃખી થાય છે. આ કરોડપતિ અને અબજોપતિ બધા દુઃખી છે ભાઈ ! અરે આવી સંપત્તિનો સંયોગ તો તને અનંતવાર થયો પણ સુખ થયું નહિ, કેમકે એમાં કયાં સુખ છે? સુખનો ભંડાર તો ભગવાન આત્મા છે એમ જાણી જે ધનાદિ
ને રાગથી ભિન્ન પડી જે સર્વથા પ્રકારે અંદર આત્મામાં ઝુકે છે તેને આત્માનુભવપૂર્વક સુખનો લાભ થાય છે. અહો ! ભેદજ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય એવી એ અલૌકિક ચીજ છે.
આગળ કહે છે-“શુદ્ધ આત્માના અનુભવથી આગ્નવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વપ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.”
શુદ્ધ આત્માનો અનુભવ અર્થાત્ સંવર સાક્ષાત્ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. રાગથી અત્યંત ભિન્ન પોતાની ચૂત માત્ર વસ્તુની ભાવના કરવા યોગ્ય છે. લ્યો, આ જ કરવા યોગ્ય છે; રાગમાં એકત્વબુદ્ધિ કરવા યોગ્ય નથી.
શુદ્ધ આત્માના અનુભવથી આગ્નવભાવ રોકાય છે એટલે શુભાશુભભાવ અટકી જાય છે. રોકાય છે એટલે આવતા હતા અને રોકાઈ ગયા એમ નહિ પણ શુદ્ધાત્માનું લક્ષ થતાં તે આગ્નવો ઉત્પન્ન થતા નથી એને રોકાય છે એમ કહ્યું છે. આ પ્રકારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com