________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬૭
अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति
भावो रागादिजुदो जीवेण कदो दुबंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७ ।।
भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः। रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम्।।१६७ ।।
હવે, રાગદ્વેષમોહુ જ આસ્રવ છે એવો નિયમ કરે છે –
રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.
ગાથાર્થ:- [ નીવેન કૃત:] જીવે કરેલો [ રાવિયુત: ] રાગાદિયુક્ત [ ભાવ: 7] ભાવ [ વન્યવ: મણિત:] બંધક (અર્થાત નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [RI[વિવિપ્રમુp:] રાગાદિથી વિમુક્ત ભાવ [ નવ:] બંધક નથી, [વતમ્ ય5:] કેવળ જ્ઞાયક જ છે.
ટીકાઃ- ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત (મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (-પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.
:- રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com