________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ ]
વિચન રત્નાકર ભાગ-૬
સમયસાર ગાથા ૧૬૭ : મથાળુ
હવે, રાગદ્વેષમોહ જ આસ્રવ છે એવો નિયમ કરે છે:
જેને રાગમાં એકત્વબુદ્ધિ છે એવા મિથ્યાષ્ટિના રાગ-દ્વેષ-મોહ જ આસ્રવનું કારણ થાય છે એમ કહે છે
* ગાથા ૧૬૭ : ટીકા ઉપરનું પ્રવચન * “ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ..”
જુઓ, લોહચુંબક-પાષાણના સંસર્ગમાં આવવાથી સોયમાં ગતિ થવાની પ્રેરણા ઉત્પન્ન થઈ અર્થાત્ એમાં ગતિની ભાવના છતી થઈ એમ કહે છે. લોખંડની સોય લોહચુંબક-પાષાણના સંસર્ગમાં આવે છે તેથી એનાથી ઉત્પન્ન થયેલો ભાવ સોયમાં ગતિ પ્રેરે છે, એટલે કે તે વડે સોય ચુંબક પાસે જાય છે. લોહચુંબક તો નિમિત્ત છે; સોયમાં તે વખતે પોતાના કારણે પોતામાંથી થયેલો ભાવ તેને ચુંબક ભણી ગતિ કરવાને પ્રેરે છે. લોહચુંબક એને ખેંચે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. લોહચુંબક સોયને ખેંચે છે એમ નહિ, પણ લોહચુંબકનો સોયે સંસર્ગ કર્યો તેથી સ્વયં સોયમાં તેની સમીપ જવાની ભાવના જાગ્રત થઈ છે. જુઓ આ દષ્ટાંત કહ્યું.
- હવે સિદ્ધાંતઃ-તેમ રાગદ્વપમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે.'
ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ સદાય જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણું થવાથી અર્થાત રાગાદિમાં એકત્વબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. હું શુદ્ધ ચિતૂપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છું એમ જેને ખબર નથી તે વર્તમાન પર્યાયમાં થતા રાગદ્વેષમોહના ભાવ સાથે એકત્વ માનીને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન કરે છે અને તે અજ્ઞાનમય ભાવ તેને કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. અહા ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને કામ, ક્રોધ, વિષયવાસના આદિ જે વિકલ્પ છે તે મારું કર્તવ્ય છે એવો જે અજ્ઞાનમય ભાવ તે આત્માને કર્મ એટલે રાગાદિ કરવા પ્રેરે છે. અર્થાત્ એ અજ્ઞાનમય ભાવને કારણે આત્મા રાગાદિનો કર્તા થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની ખબર નથી એટલે જીવ રાગને પોતાનો માનીને એકત્વબુદ્ધિથી રાગના કર્તૃત્વમાં પ્રેરાય છે.
કોઈ કહે અમને ખબર ન હોય એમાં શું દોષ? તેને કહે છે કે ભાઈ ! તને ખબર નથી એ જ મહાન દોષ છે. સ્વરૂપનું અજ્ઞાન એ મહાદોષ છે. અજ્ઞાન એ કાંઈ બચાવ નથી. કોઈ હીમજની જગાએ અજ્ઞાનથી સોમલ (ઝેર) ખાઈ જાય તો તેથી તેનું મોત જ થાય. ખબર નથી માટે તે બચી ન જાય. એમ સ્વરૂપનું અજ્ઞાન રાખે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com