________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
વિકાર વિકારમાં જ છે. વિકારનું લક્ષ પર છે, પરંતુ વિકાર એના પોતાના (વિકારના) પરિણમનમાં છે, આત્મામાં નહિ અને ૫ર નિમિત્તમાં પણ નહિ. સ્વભાવની દૃષ્ટિ વિના રાગ અને વિકારનું જે પરિણમન થયું તે વિકારનું પરિણમન વિકારમાં છે, પરના પરિણમનમાં નહિ તેમ જ આત્માના પરિણમનમાં પણ નહિ. પર્યાયબુદ્ધિમાં જે વિકાર થયો એ વિકારના પરિણમનનો આધાર વિકાર છે. મિથ્યાષ્ટિપણાનું પરિણમન મિથ્યાષ્ટિપણામાં છે એમ કહે છે. એ પરિણમનને પોતાનું કરવું એ પરિણમનનું સ્વરૂપ છે; કેમકે વિકારની એક સમયની પર્યાય પણ પોતાના પકારકથી પરિણમી રહી છે, નિમિત્તના કારણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કારણે પણ નહિ.
ભાઈ ! આ તો વીતરાગનું તત્ત્વજ્ઞાન છે જેને ઇન્દ્રો અને ગણધરો એકચિત્ત થઈને સાંભળે છે. અહા ! ચાર જ્ઞાનના ધારી જેને બાર અંગ અને ચૌદ પૂર્વની લબ્ધિ પ્રગટ થઈ છે એવા ગણધરદેવ જે દિવ્યધ્વનિ સાંભળે તે વાણી કેવી હોય? પરમ અદ્ભુત, અલૌકિક! ભાઈ ! એકવાર સાંભળ તો ખરો. કહે છે
તારી જાણનક્રિયામાં તું રહ્યો છું. સ્વરૂપના લક્ષે જે જ્ઞાન, દર્શન, આનંદ અને સ્થિરતાની ક્રિયા થાય તે ક્રિયા સ્વરૂપભૂત હોવાથી ભગવાન! તું એ જાણનક્રિયામાં રહેલો છે. તે શરીરમાં, વાણીમાં, કુટુંબમાં કે રાગમાં રહ્યો છું એમ નથી. સમયસાર ગાથા ૬ માં આવે છે કે શુભાશુભભાવના સ્વભાવે ભગવાન જ્ઞાયક થયો જ નથી. જ્ઞાયકભાવ એટલે સમજણનો પિંડ, જ્ઞાનનો સાગર એની જ્ઞાનની પરિણતિમાં રહેલો છે, શુભાશુભભાવમાં નહિ. શુભાશુભભાવ તો જડ છે. ભાઈ ! આ પંચમકાળમાં પણ આત્મા જ્ઞાયક પ્રભુ તો પરિપૂર્ણ જ છે; જે દોષ છે તે પર્યાયમાં છે. (એ દોષની પર્યાયમાં આત્મા નથી).
આ દેહ તો જડ માટી છે. લોઢાની ખીલી વાગે ત્યારે કહે છે ને કે-પાણી લગાડશો મા, કેમકે મારી માટી પાણી છે. લ્યો, એક બાજા માટી કહે અને વળી પાછી મારી કહે! મહા વિચિત્ર ! (અજ્ઞાનીનાં બોલવાનાં કાંઈ ઠેકાણાં હોતાં નથી).
અહીં કહે છે-ભગવાન! તારો મહિમા અપરંપાર છે. તું તારા મહિમા ભૂલી ગયો એટલે તને રાગની ક્રિયાનો-પુણ્યની ક્રિયાનો મહિમા આવે છે. અહીં કહે છે- મિથ્યાભ્રાંતિનું પરિણમન મિથ્યાભ્રાન્તિને લઈને છે, આત્માને લઈને નહિ; અન્યથા મિથ્યાભ્રાંતિ આત્માનો (નૈકાલિક) સ્વભાવ થઈ જાય. આ તો ચૈતન્યચમત્કારની વાતો છે. ભગવાન તારો ચમત્કાર તું રાગરહિત જ્ઞાનની ચમત્કારિક પરિણતિમાં જણાય તે છે. આત્મા પવિત્ર શુદ્ધ છે; એ પવિત્ર જ્ઞાનનું જ સ્વરૂપ છે, એ જ તેનો આધાર છે, કેમકે જાણનક્રિયા અને જ્ઞાન એકમેક છે. જાણવાની, શ્રદ્ધાની, આનંદની વીતરાગ પરિણતિ આત્માથી જુદી નથી, એકમેક છે. તેથી સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com