________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૮ ]
| | પ્રવચન રત્નાકર ભાગ-૬
દ્રૌપદીની પણ વાત આવે છે ને? દુર્યોધનના માણસોએ સભામાં દ્રૌપદીની સાડી ખેંચી; એક ખેંચી ત્યાં બીજી થઈ ગઈ, બીજી ખેંચી ત્યાં ત્રીજી થઈ ગઈ –આવું. પુણ્યકર્મનો ઉદય છે ને? તો દ્રૌપદીના શીલની રક્ષા થઈ. પણ કદાચ (પાપનો ઉદય હોય તો એવું ન પણ થાય, તોપણ જ્ઞાનીને જ્ઞાનત્વ છૂટતું નથી. પાંડવો વચનથી બંધાયેલા હતા એટલે આવી ચેષ્ટાને જોઈ રહ્યા; બીજું કરે પણ શું? અહીં કહે છે
જેમ સુવર્ણ અગ્નિમાં તપાવવા છતાં સુવર્ણપણાને છોડતું નથી તેમ ભેદજ્ઞાનથી યુક્ત આત્માનું જ્ઞાનમય પરિણમન પ્રચંડ કર્મોદયના ઘેરાવામાં છૂટતું નથી; જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, નિર્મળ પરિણતિ છોડતું નથી. ભાઈ ! આ વર્તમાન પરિણતિની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. ત્રિકાળી સ્વભાવ તો અજ્ઞાનીને પણ સદા એવો ને એવો જ છે. અહીં તો જેણે ત્રિકાળીના આશ્રયે રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કર્યો એવા ભેદજ્ઞાની જીવનું જ્ઞાન (પરિણમન) પ્રચંડ કર્મોદયથી ઘેરાઈ જાય તોપણ જ્ઞાનત્વને છોડતું નથી એમ વાત છે. એનું કારણ આપતાં કહે છે
કેમકે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સના નાશનો અસંભવ છે.”
અહીં “હજાર કારણો” કહીને સંખ્યાની અપરિમિતતા બતાવવી છે. મતલબ કે લાખો, કરોડો, અનંતા કારણો ભેગા થઈ આવે છતાં સ્વભાવને છોડવો અશકય છે. અહાહા..! રાગથી ભિન્ન પડીને જે જ્ઞાનમય પરિણમન થયું તેને બીજી ચીજ (કર્મોદય) શું કરી શકે? (કાંઈ નહિ). બાપુ! બહારમાં (કર્મોદયમાં) તો જે થવાનું હોય તે થાય, તેમાં બીજો (–આત્મા) શું કરી શકે? અહાહા..! જુઓ આ વસ્તુના પરિણમનની સ્વતંત્રતા! પ્રતિકૂળતાના ગંજના ગંજ પણ આત્માના-જ્ઞાનના જ્ઞાનત્વને છોડાવી શકતી નથી.
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વભાવે ભરેલો છે. સમકિતીને એની દશામાં, આત્મામાં જે આનંદસ્વભાવ છે તેનો અંશ જ પ્રગટ છે; છે એ સિદ્ધની જાતનો હોં. અને મુનિને? અહાહા...! જે મુનિ છે એને તો આનંદના પ્રચંડ ફુવારા ફૂટે છે. જેમ ફુવારામાંથી પાણી ફૂટે તેમ અંદર આનંદના નાથમાં જે અંતર-એકાગ્ર થયા છે એવા મુનિરાજને અતીન્દ્રિય આનંદની પ્રચંડ ધારા ફૂટે છે. એને કર્મનો ઘેરાવો શું કરે ? (કાંઈ નહિ). એનું જ્ઞાન જ્ઞાનત્ત્વ છોડતું નથી અર્થાત્ આત્મા વીતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી. અશાતાના ઉદયમાં ઘેરાયેલો હોય છતાં વીતરાગપણું-આનંદપણું છૂટતું નથી; કેમકે અનંતા કારણો મળવા છતાં સ્વભાવને છોડવો અશકય છે. કેમકે સ્વભાવને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ નાશ થાય. વીતરાગ પરિણતિ છૂટે તો વસ્તુનો જ નાશ થઈ જાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com