________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૧ ]
[ ૨૭૩
એટલું બંધન છે એમ કહ્યું, ગણધરદેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે. તીર્થકરને પણ જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી રાગ છે અને તે રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ભાઈ ! વીતરાગની વાણીમાં ક્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
તીર્થકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધકદશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે અને જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે.
જ્ઞાનીને પણ રાગ બંધનું જ કારણ છે. શુભરાગથી કલ્યાણ થશે, પરંપરા મુક્તિ થશેએવી માન્યતાનો અહીં નિષેધ કરે છે. બંધનું કારણ તે વળી મોક્ષનું કારણ થાય? ( ન થાય). જે શુભરાગને મુક્તિનું કારણ માને છે તેની શ્રદ્ધામાં બહુ ફેર છે; તે જીવો મિથ્યાદષ્ટિ છે, જૈન નહીં. તેઓ અનંત સંસારી છે. ભાઈ ! દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાનનો માર્ગ વીતરાગતાનો છે. તેમનો ઉપદેશ તો આ છે કે જો તારે સુખી થવું હોય તો અમારી સામે જોવાનું છોડ અને અંતરમાં સ્વસમ્મુખ જો.
* ગાથા ૧૭૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“ક્ષાયોપથમિક જ્ઞાન એક ષેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે.” સ્વરૂપમાં એટલે આનંદના અનુભવમાં ક્ષાયોપથમિક જ્ઞાન અંતર્મુહૂર્ત જ રહી શકે છે. પછી જરૂરથી સ્વથી વિચલિત થઈ પર અવલંબે છે અને રાગ થાય છે.
માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો-યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય પરિણમનને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.'
અહા ! કેટલું સ્પષ્ટ કર્યું છે? સાચા સંત હો કે જ્ઞાની-જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ છે એમ યથાર્થ જાણવું જોઈએ. દષ્ટિ અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ હોવા છતાં પરિણતિમાં જે જઘન્ય પરિણમન છે તે અવશ્ય બંધનું કારણ છે.
[ પ્રવચન . ૨૩૪
દિનાંક ૧૭-૧૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com