________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
વિકલ્પ ઊઠે છે, ચાહે તે વિકલ્પ વ્રતાદિનો હો કે વિષયકષાયનો હો, પણ રાગ આવે જ છે. જ્ઞાનગુણનું જઘન્ય પરિણમન હોવાથી અંતર્મુહૂર્ત એટલે ઘડીના અંદરના કાળમાં તેનું વિપરિણમન થાય જ છે અર્થાત્ રાગનું પરિણમન આવી જ જાય છે.
સાયિક સમકિતી હોય તોપણ નિર્વિકલ્પ અનુભવમાં આવ્યા પછી અંતર્મુહૂર્તમાં અનુભવની પરિણતિથી વિપરીત રાગભાવ આવી જાય છે, એટલે કે ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. હવે કહે છે
તે (જ્ઞાનગુણનું જઘન્યભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવયંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
સમકિતી ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ નિરાગ્નવ કહ્યો કેમકે અભિપ્રાય અને અભિપ્રાયનો વિષય તો અખંડ વસ્તુ છે. ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ તો ચૈતન્યસ્વભાવમાં જ એકાગ્રતાની ભાવના છે, પણ એની પરિણતિ જઘન્ય છે અર્થાત્ નીચલા દરજ્જાની વીતરાગ પરિણતિ છે. તેને પરિપૂર્ણ વીતરાગતા પ્રગટી નથી માટે સાથે રાગનો સદ્દભાવ જરૂર છે; અને તે બંધનું જ કારણ છે, અને એટલું દુઃખ પણ જ્ઞાનીને છે. પર્યાયમાં હીણપ છે તે અપેક્ષાએ જ્ઞાનીને એટલું બંધન છે અને તે જાણવા લાયક છે. જ્ઞાનીને નિશ્ચય-વ્યવહાર બને નયો યથાર્થ હોય છે.
જ્ઞાનીને રાગ થતો જ નથી, દુ:ખ હોતું જ નથી–એ જુદી અપેક્ષાએ દષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની જાણે છે કે છટ્ટ ગુણસ્થાનકે મુનિને-કે જેને સમકિત સહિત પ્રચુર સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે-તેને પણ મહાવ્રતાદિના જે પરિણામ આવે છે તે પ્રમાદ અને દુઃખ છે. શ્રી બનારસીદાસે સમયસાર નાટકમાં ભાવલિંગી સંતને પણ જે ૨૮ મૂલગુણ આદિનો રાગ આવે છે તેને “જગપંથ ” કહ્યો છે, “શિવપંથ” નહિ.
“ “તા કારણ જગપંથ ઇતિ, ઉત સિવમારગ જોર;
પરમાદી જગક ધુકે, અપરમાદી સિવ ઓર.'' (૪) મોક્ષદ્વાર)
માત્ર સ્વભાવસમ્મુખતાનું જેટલું પરિણમન છે તેટલો જ શિવપંથ-મોક્ષમાર્ગ છે. અહો! અગાઉના પંડિતો-બનારસીદાસ, ટોડરમલજી વગેરેએ અલૌકિક વાતો કરી છે! તેઓ પરંપરા અને શાસ્ત્રને અનુસરીને કહેનારા હતા.
અહા ! એક બાજુ કહે કે જ્ઞાની નિરાગ્નવ જ છે અને વળી પાછું કહે કે યથાખ્યાતચારિત્ર થવા પહેલાં તેને રાગ છે–આ તે કેવી વાત !
ભાઈ ! અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાગ્નવ કહ્યો, પણ પરિણમનમાં જઘન્યતા છે તેની અપેક્ષાએ તેને અલ્પ રાગાંશ વિદ્યમાન છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com