________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
હરિગીતમાં “નય પરિહાણા' નો અર્થ શુદ્ધનયપરિશ્રુત' કર્યો છે તેમાં મૂળ અર્થ ફેરવી નાખ્યો નથી પણ મૂળ અર્થનું સ્પષ્ટીકરણ કર્યું છે.
* ગાથા ૧૭૯-૧૮૦: ટીકા ઉપરનું પ્રવચન *
જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી.'
જુઓ, આમ કહીને શું કહેવા માગે છે? એ જ કે નિર્વિકલ્પ અભેદ નિજ ચૈતન્યમહાપ્રભુની દષ્ટિમાં અતીન્દ્રિય આનંદનું વેદન થવું-આવવું એ શુદ્ધનામાં રહેવું છે, અને ત્યાંથી–સ્વભાવથી ખસી પર્યાયબુદ્ધિ થઈ જવી અર્થાત્ શુભરાગમાં એકત્વબુદ્ધિએ પરિણમે એવી રાગની દષ્ટિ થઈ જવી તે શુદ્ધનયથી શ્રુત-ભ્રષ્ટ થઈ જવું છે. અહીં કહે છે–શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ જાય ત્યારે તેને મિથ્યાત્વસંબંધીના અર્થાત અનંતાનુબંધીના રાગાદિભાવોનો સદુભાવ થાય છે. અહા ! જ્યાં સ્વભાવની રુચિ છૂટી રાગની રુચિ થઈ ગઈ ત્યાં (ફરી) મિથ્યાત્વ થઈ ગયું અને ત્યાં તેને અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. “રાગાદિભાવોનો સદ્દભાવ' નો અર્થ મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ ઉત્પન્ન થવાની વાત છે. (અસ્થિરતાના રાગની વાત નથી). અહાહા....! બહારમાં ધર્મીને વ્રત, સંયમ, તપ, નિર્દોષ આહાર ઇત્યાદિ ક્રિયા એવી ને એવી દેખાતી હોય પણ અંદરમાં ચૈતન્ય ભગવાન જે પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે એના વેદનમાંથી ખસી દયા, દાન, વ્રત, તપ આદિના શુભરાગની રુચિમાં આવી જાય તો તે મિથ્યાદષ્ટિ થઈ જાય છે અને તેને અનંતાનુબંધીના રાગાદિનો સદ્ભાવ થઈ જાય છે.
હવે કહે છે-આ રીતે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, “પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે.'
અહા! જુઓ! જૂનાં કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સત્તામાં પડ્યાં છે પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં, દષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે તેથી તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ થતા નથી અને તેથી તેને તે ઉદય ખરી જાય છે અને નવા બંધનું કારણ થતો નથી. પરંતુ જ્યારે તે જ આત્મા ચૈતન્યસ્વભાવની દષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાયબુદ્ધિ થઈ જાય છે વા રાગની રુચિપણે પરિણમી જાય છે ત્યારે મિથ્યાત્વસંબંધી રાગદ્વેષના સદ્દભાવને લીધે દ્રવ્યપ્રત્યયો એટલે પૂર્વે બંધાયેલાં કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદિભાવોનો સદ્ભાવ થતાં તેને નવા બંધનું અનિવાર્યપણું છે અર્થાત્ હવે તેને નવું બંધન થશે જ. જૂનાં કર્મના ઉદયને, અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગદ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી અર્થાત્ નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દષ્ટિ પલટી જવાથી રાગાદિભાવોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com