________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
સપુરુષો! તમે મુદિત થાઓ અર્થાત્ આનંદિત થાઓ, સુખી થાઓ, રાગની એકતામાં દુઃખ હતું તે હુવે રાગની ભિન્નતા કરી આત્મસ્થિત થતાં સુખી થાઓ-એમ કહે છે.
ભગવાન! તારું તત્ત્વ-આનંદનો નાથ અંદર પરમાત્મસ્વરૂપે એમને એમ પડ્યું છે. તે પહેલાં માન્યું ન હતું ત્યારે તને એ ન હતું પણ
ત્યારે તને એ ન હ્તું પણ હવે માન્યું ત્યારે તે છે. માટે એમાં સ્થિત થઈ હવે પ્રસન્ન થાઓ, સુખી થાઓ એમ આશીર્વાદ આપે છે.
જ્ઞાનના ઓઘમાં ઠરેલા સત્પષો સુખી થાઓ એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાનકુંજ ભગવાન આત્મા જે સત્ છે એમાં ઠરે તે પુરુષ છે અને અસત્ એવા રાગમાં ઠરે તે અસત્પુરુષ છે. રાગમાં ઠરે તે અસત્પુરુષ દુઃખી છે. તેને કહે છે-જ્ઞાનકુંજ ભગવાન આત્મામાં સ્થિત થઈને અર્થાત્ જ્ઞાનના પરિણમનમાં ભગવાન આત્મા સમીપ કરીને હું સત્પરુષો! મુદિત થાઓ, આનંદિત થાઓ. જે જ્ઞાનના પરિણમનમાં આત્મા સમીપ છે તે જ્ઞાનને ધર્મ કહે છે, મોક્ષમાર્ગ કહે છે અને જે જ્ઞાનની પર્યાયમાં રાગ સમીપ છે તે અધર્મ છે, સંસારમાર્ગ છે.
‘દ્વિતીયષ્ણુતા:' એમ લીધું છે ને? રાગથી ભિન્ન થઈને એનો અર્થ જ એ થયો કે સ્વઅસ્તિત્વમાં ઠર્યો એટલે પરથી-રાગથી નાસ્તિ થઈ. અહા! જેને સાચી પદ્ધતિ-રીતની ખબર જ ન હોય તેને ધર્મ કેવી રીતે થાય? કોઈ કહે કે અમારા બાપદાદા કરતા હતા માટે અમે કરીએ છીએ. આ તો અમારો કુળનો ધર્મ છે એમ જાણી અમે પાળીએ છીએ. પરંતુ ભાઈ ! દેખાદેખી કે કળક્રમને અનુસરનારને તો ધર્મબુદ્ધિ જ નથી એમ મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે. કુળક્રમથી જૈનધર્મ નથી પણ રાગને જીતી વીતરાગતા પ્રગટ કરે તે જૈનધર્મ છે અને તે નિર્મળ ભેદવિજ્ઞાન વડે પ્રગટ થાય છે.
અહાહા..! કળશ તો કળશ છે કાંઈ ! કહે છે-રાગને જુદા પાડવાના અભ્યાસ વડે આનંદિત થાઓ. જુઓ આ આનંદિત થવાની રીત. બીજાને સમજાવતાં આવડે ન આવડે એની સાથે કાંઈ સંબંધ નથી. લોકમાં આ વક્તા બહુ પ્રસિદ્ધ છે એમ પ્રશંસા થાય પણ એ કાંઈ ચીજ નથી. જેને આત્મજ્ઞાન થયું હોય, જે જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાન હોય અને જે આત્મરસી હોય તે સાચો વક્તા છે. જેણે અધ્યાત્મરસ પીધો નથી તે નિશ્ચય વસ્તુની શું વાત કરે ? મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે શ્રોતાથી વક્તાનું પદ ઊંચું છે. શ્રોતાઓને ખુશ રાખવા વક્તા કાંઈ ન કહે, જો એમ કરે તો એનું પદ નીચે જઈ જાય.
અહીં કહે છે-શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માની દષ્ટિ અને એકાગ્રતા થતાં રાગની-પર્યાયની દષ્ટિ ઉડી ગઈ અને અતીન્દ્રિય આનંદની લહર ઊઠી. માટે કહે છે કે ભેદજ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com