________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૮૯
આ બધા દૂધપાક આદિના સ્વાદની હોંશુ કરે છે ને? અરે ભગવાન! દૂધપાક આદિનો
સ્વાદ તને કયાં આવે છે? એ તો જડ માટી છે. એના પ્રતિ રાગને કરીને જે રાગ કરે છે તે રાગનો તને સ્વાદ આવે છે અને એ રાગનો સ્વાદ તો ઝેરનો-દુ:ખનો સ્વાદ છે બાપા! જ્ઞાની સંતો કહે છે-ભાઈ! લાડુ વગેરે જડનો સ્વાદ તો જીવને આવતો નથી પણ એના પ્રત્યેના રાગનો કષાયલો-કડવો સ્વાદ અજ્ઞાની જીવો લે છે. અહીં કહે છે કે ભાઈ! રાગથી ભિન્ન પડી અંદર નિજ ચૈતન્યઘરમાં આવતાં તને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. રાગનો સ્વાદ તો ૫૨નો ઝેરનો સ્વાદ છે; માટે રાગથી હઠી ભગવાન આત્માને આસ્વાદો. આનું નામ ભેદવજ્ઞાન છે, ધર્મ છે.
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
* કળશ ૧૨૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્દગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ ભાસે છે.'
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને રાગાદિ જડ અજ્ઞાનસ્વરૂપ છે. આત્મા ચૈતન્યસ્વભાવમય છે અને રાગાદિ વિભાવસ્વરૂપ છે. આત્મા આનંદસ્વરૂપ છે અને રાગ દુઃખસ્વરૂપ છે. છઢાલામાં કહ્યું છે ને કે
‘રાગ આગ દહૈ સદા તારેં સમામૃત સેઈએ ’
જુઓ, આમાં એમ નથી કહ્યું કે માત્ર અશુભ રાગ જ આગ છે. શુભાશુભ બન્ને પ્રકારના રાગ આગ છે; કષાયમાત્ર અગ્નિ છે. ભાઈ! રાગના પરિણામ ચેતનની જાતના પરિણામ નથી. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામ ચૈતન્યની જાતિના પરિણામ છે. રાગ તો કજાત છે. છતાં અજ્ઞાનથી એમ ભાસે છે કે જાણે રાગ આત્માની જાતિનો કેમ ન હોય. અજ્ઞાનીને અનાદિથી આત્મા અને રાગના ભાવ બન્ને એક જાતિના જડરૂપ ભાસે છે. તેને એમ ભાસે છે કે રાગ જીવના સ્વરૂપમય છે. પણ અહીં કહે છે કે-જ્ઞાયક ભગવાન સદા રાગથી ભિન્ન છે અને કદી રાગરૂપ થાય એમ નથી.
"
જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પ-વિકલ્પ ભાસે છે તે સર્વ પુદ્દગલવિકાર છે, જડ છે.’
અહીં રાગને પુદ્દગલવિકાર કહ્યો માટે તે (રાગ) પુદ્દગલથી થયા છે એમ નથી. વિકારરાગ છે તો એની (જીવની) પરિણતિમાં, પણ તે ચૈતન્યની જાતનો નથી તેથી તે જડ અચેતન છે એમ સિદ્ધ કર્યું છે કેમકે રાગમાં ચેતનના કિરણનો એક અંશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com