________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
પણ નથી. આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિના ભેદનું ભાન થાય છે ત્યારે-ભેદનો ઉગ્ર અભ્યાસ કરવાથી આનંદના સ્વાદ સહિત આત્માનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે.
જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી.''
જુઓ, આમાં કેટલી ધીરજ જોઈએ. આ કાંઈ ક્રિયાકાંડ છે કે ઝટ દઈને કરી નાખે ! પહેલાં રાગનો સ્વાદ હતો ત્યારે આનંદનો સ્વાદ ન હતો. રાગના વિકલ્પથી ભેદનો અભ્યાસ કરી જ્યારે ભેદજ્ઞાન કર્યું ત્યારે આત્માના આનંદનો સ્વાદ આવ્યો અને ત્યારે એને જણાયું કેઅહો ! હું તો સદા જ્ઞાયક જ રહ્યો છું, રાગરૂપ કદી થયો જ નથી.'' માન્યો હતો પણ ભગવાન આત્મા રાગરૂપે શી રીતે થાય?
જુઓ, પોતે સદા જ્ઞાનસ્વરૂપે જ રહ્યો છે. કથંચિત્ જ્ઞાનસ્વરૂપ અને કથંચિત રાગસ્વરૂપ-વિકારસ્વરૂપ છે એમ નહિ. અહાહા..! ભગવાન જ્ઞાયકમૂર્તિ પ્રભુ કદીય દયા, દાન આદિના સ્વભાવે થયો જ નથી. પ્રવચનસાર ગાથા ૨૦૦ માં કહ્યું છે કે ભગવાન આત્મા અનાદિનો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પરંતુ એને બીજી રીતે અધ્યવસિત કર્યો છે. માન્યો છે. રાગ તે હું, પુણ્ય તે હું એમ બીજી રીતે મિથ્યાપણે માન્યું છે.
કેટલાક કહે છે કે-પુણ્યથી પણ ધર્મ થાય એમ માનો તો અનેકાન્ત થાય.
ભાઈ ! ખરેખર એમ નથી. સ્વભાવના આશ્રયે ધર્મ થાય અને પુણ્યથી ન થાય એનું નામ સમ્યક અનેકાન્ત છે. નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી પણ લાભ થાય એવું અનેકાન્ત છે જ નહિ.
તેથી તો આચાર્ય કહે છે-હે સત્પષો! જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના ઉગ્ર અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરીને આનંદને પામો, મુદિત થાઓ.
ટીકાના હવેના અંશ ઉપરનું પ્રવચન : (ગાથા ૧૮૧ થી ૧૮૩)
અનાદિકાળથી શુભાશુભ રાગ મારો છે એમ માનીને તેમાં રમી રહ્યો છે તે મિથ્યાત્વભાવ છે અને એમાં જ અનંત ભવનું બીજ પડયું છે. શુભાશુભ રાગના વિભાવથી ભિન્ન પડી અંતરમુખવલણ વડ જેણે આત્માનુભવ કર્યો તે બંધનથી છૂટે છે કેમકે તેને નિર્મળ ભેદવિજ્ઞાન પ્રગટ થાય છે. એ જ કહે છે
આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ વિપરીતતા નહિ પમાડતું થયું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી...'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com