________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
| [ ૩૯૧
જુઓ, રાગની રુચિરૂપ વિપરીતતાથી ભિન્ન પડીને ભેદજ્ઞાનના બળ વડે જ્ઞાનમાં અવિચલપણે રહે છે તે આત્મા સુખને પ્રાપ્ત કરે છે. તે જીવ સમકિતી છે અને તેને શુદ્ધોપયોગાત્મકપણું છે. સમ્યક્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. ભેદજ્ઞાન થતાં દયા, દાન, ભક્તિ આદિના રાગથી રંજિત મલિન ઉપયોગથી ખસીને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું શુદ્ધોપયોગપણે પરિણમે છે. અંતરમાં જ્ઞાનની વર્તમાન પર્યાયને દ્રવ્ય ઉપર સ્થાપતાં આત્મા શુદ્ધભાવરૂપે પરિણમે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અહિંસકપણે રહી વિપરીતપણે-રાગપણે નહિ થતું થયું જરા પણ રાગદ્વેષમોહને કરતું નથી. લ્યો? આવી વાત!
હવે અત્યારે તો આખા માર્ગનો લોપ થઈ ગયો છે. લોકો ઉપવાસ કરવો, ને રસત્યાગ કરવો ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓને ધર્મ માનવા લાગ્યા છે. પણ ભાઈ ! વ્રત, તપ આદિ ક્રિયાકાંડ કાંઈ ધર્મ નથી, એ તો રાગ છે, દુઃખ છે. એના વડે ધર્મ માનતાં તો આત્મા વિપરીતપણાને પામે છે. અહીં કહે છે-ભેદજ્ઞાન આત્માને જરા પણ વિપરીતતાને પમાડતું નથી અને તેથી જ્ઞાન જ્ઞાનમાં-જ્ઞાનમય ભાવમાં રહે છે.
ભાઈ ! રાગની રુચિની મૂર્ખાઈમાં તું ચોરાસીના અવતારમાં રઝળી-રખડી રહ્યો છે. એ રઝળપટ્ટીને મટાડવાનો આ ભેદજ્ઞાન એક જ ઉપાય છે. પુણ્યના ભાવની ચિ ભગવાન! પરિભ્રમણનું કારણ છે.
કેટલાક પંડિતો “પુણ્યફલા અરહંતા' ઇત્યાદિ પ્રવચનસારની ગાથા ૪૫ નો અર્થ એમ કરે છે કે “અરિહંતપણું એ પુણ્યનું ફળ છે. એની ટીકામાં ભાવ પ્રગટ કર્યો છે તે જોતા નથી. ટીકામાં તો એમ છે કે “પુણ્યનો વિપાક-ઉદય આત્માને અકિંચિકર છે;” અર્થાત્ આત્માને તે લાભ કે હાનિ કરતું નથી. પૂર્વે જે પુણ્ય બાંધ્યું હતું તે ઉદયમાં આવતાં એનું જે ફળ દિવ્યધ્વનિ, સમોસરણ ઇત્યાદિ અતિશયો આત્માને (અરિહંતને ) અકિંચિત્કર છે. ઉદય છે તે ખરી જાય છે.
ત્યાં (પ્રવચનસારમાં) ગાથા ૭૭ માં તો અતિ સ્પષ્ટ કહ્યું કે-દયા, દાન આદિ પુણ્યભાવ અને હિંસાદિ પાપભાવ-એ બેમાં ફેર નથી એમ જે માનતો નથી તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
અહીં કહે છે-દુઃખરૂપ રાગ અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ બે વચ્ચેનું ભેદજ્ઞાન કરતાં જ્ઞાન પોતાપણું-શુદ્ધોપયોગપણે રહેતું રાગને જરીય કરતું નથી. જુઓ, પરની દયા પાળવાનો ભાવ રાગ હોવાથી હિંસા છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા અહિંસકવીતરાગસ્વભાવમય છે. એ બે વચ્ચે ભેદજ્ઞાન કરીને વીતરાગપણે રહેનાર શુદ્ધોપયોગમય આત્મા રાગને જરીય કરતો નથી. જ્ઞાન રાગને ભળવા દેતું જ નથી. અહીં ! રાગ આવે પણ ભેદજ્ઞાની કર્તાબુદ્ધિથી રાગને કરતો નથી. જેનાથી ભેદ થયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com