________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૯૧
છે. અહીં કહે છે કે એને (જ્ઞાનને) પ્રગટતું કોણ રોકી શકે ? જ્યાં કોઈની-વ્યવહારની અપેક્ષા નથી ત્યાં કોણ રોકી શકે ?
કેટલાક લોકો કહે છે કે શું આવો ધર્મ હોય? એમ કે વ્રત કરવાં, તપ કરવાં, દયા કરવી. સમ્મદશિખરની જાત્રા કરવી ઇત્યાદિ બધું કહો તો એમાં તો સમજણ પડે, પણ આ તે કેવો ધર્મ ? તેને કહે છે કે ભાઈ ! જેને તું ધર્મ માને છે એ તો બધો રાગ છે. કર્મ છે. એ કદીય ધર્મ થાય નહિ. ધર્મ તો સ્વભાવના આશ્રયે જ થાય. સ્વભાવનો આશ્રય કરવાથી ધર્મ આપોઆપ પ્રગટ થાય છે.
એટલે એ રાડો પાડે છે કે-એકાન્ત છે, એકાન્ત છે. વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એવો એને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે ને? એટલે એકાન્ત છે, એકાંત છે એમ રાડો પાડે છે.
પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે. સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના – રાગના આશ્રયે ધર્મ ન થાય એમ સાચો અનેકાન્ત છે.
આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો તો એકકોર રહ્યાં. એ તો એના (આત્માના) દ્રવ્યગુણ કે પર્યાયમાં એક સમયમાત્ર પણ નથી. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભભાવનું એની પર્યાયમાં એક સમય માટે અસ્તિત્વ છે. અહીં કહે છે-એ શુભભાવનું લક્ષ છોડી દઈને અંદર શાયકસ્વભાવી આત્મામાં એકાગ્ર થવાથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રનું સહજ પરિણમન થાય તે ધર્મ છે, મોક્ષનું કારણ છે. આ સમ્યક એકાન્ત છે. અને બીજા જે વ્રત, તપ આદિ શુભરાગ કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થાય એમ કહે છે તે મિથ્યા એકાન્ત છે.
પ્રશ્ન:- કોઈ એમ માને કે એનાથી (વ્રતાદિના શુભભાવથી) ન થાય પણ એના (વ્રતાદિના શુભભાવ) વિના પણ ન થાય-એમ તો અનેકાન્ત છે ને?
ઉત્તર- ના; એ મિથ્યા અનેકાન્ત છે. એના વગર જ થાય; એનો અભાવ કર્યો તો એના વગર જ થયું ને? “કર્મને દૂર કરીને શબ્દ તો એમ છે. એનો અર્થ શું? કે રાગભાવને દૂર કરીને, સ્વભાવની સમીપમાં આવ્યો એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થયું. હવે એ નિર્મળ પરિણમન એના (શુભરાગના) વિના થયું છે. ભાઈ ! સમ્યગ્દર્શનનો આશ્રય ત્રિકાળી દ્રવ્યસ્વભાવ છે, રાગાદિ નહિ. રાગાદિના આશ્રયે પરિણમે ત્યાં સુધી સમકિત થતું જ નથી. સમ્યકત્વાદિના નિર્મળ પરિણામ વ્યવહારના રાગથી તદ્દન નિરપેક્ષ છે, એટલે કે એ વ્યવહારનારાગના લક્ષે થતું જ નથી.
આવી વાત છે; પણ અત્યારે પરંપરા બધી તૂટી ગઈ એટલે આ એકાન્ત લાગે છે. પણ માર્ગ તો આ છે, બાપુ! એની સમ્યક શ્રદ્ધાના પક્ષમાં આવવું પડશે. પહેલાં શ્રદ્ધાનો દોર સમજણમાં તો બાંધ કે રાગથી–પરદિશા તરફના વલણથી સ્વદિશા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com