________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
તરફનું વલણ ન થાય. ઉગમણા જવું હોય તો શું આથમણે ચાલવાથી જવાય? (ન જવાય). તેમ શું ઊંધી શ્રદ્ધાથી મોક્ષમાં જવાય? ( ન જવાય ). એ વડ તો ચારગતિનું પરિભ્રમણ જ થાય.
અરે ! ચોરાસીના અવતારોમાં જન્મ-મરણ કરી-કરીને જીવ દુ:ખી દુ:ખી થયો છે, કેમકે એને ભગવાન આત્માના નિરાકુલ આનંદના સ્વાદની ખબર નથી. કળશમાં આ ‘નર્મ્સપ્રતિષદ્ધdદ્ધતરH' જેનો અર્થ કર્યો કે-રાગરહિત જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિષ્કર્મ અવસ્થા તે ઉદ્ધત આનંદના રસથી સંબંધિત છે, સંકળાયેલી છે. ભાઈ ! જેને અનાકુળ મોક્ષનું કારણ પ્રગટ કરવું હોય, ધર્મ પ્રગટ કરવો હોય તેણે પુણ્ય-પાપના પરિણામોનેઆકુળતામય રાગને દષ્ટિમાંથી છોડી દઈને અંતરમાં આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જે વિરાજે છે તેનો આશ્રય કરવો પડશે. ભાઈ ! વ્યવહારરત્નત્રયના જે પરિણામ છે તે આકુળતામય રાગના પરિણામ છે, એ જેનાથી આનંદરસ સંકળાયેલો છે એવું મોક્ષનું કારણ નથી.
હવે એ બહારના ધંધામાંથી નવરો ન થાય, આખો દિવસ ધન-સંપત્તિ, બાયડી-છોકરાં અને વિષય-ભોગોમાં ગૂંચાયેલો રહે ત્યાં એને આવી વાત વિચારવાની ફુરસદ કયાં મળે? વળી અજ્ઞાનથી એમ માને કે આ વડે અમે સુખ છીએ તે એકલા પાપના પ્રપંચમાં સંડોવાયેલો રહીને આત્માને દુઃખના દાવાનળમાં જ ધકેલી દે છે. કદાચિત્ દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા થાય તો તે પાપથી ખસીને પુણ્યભાવમાં આવે છે, પણ એ પુણ્યભાવ પણ રાગ-વિકાર છે, બંધન છે એમ નહિ જાણવાથી તે કેવળ વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્યકર્મમાં જ રોકાયેલો રહે છે. એ પણ મિથ્યાદષ્ટિ જ છે. અહાહા..! જે પુણ્યના ફળરૂપ ધૂળમાં (લક્ષ્મી આદિમાં) રોકાયેલો રહે છે એ
તો ભ્રમણામાં છે પણ જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવમાં રોકાયેલો રહે છે એ પણ મિથ્યાત્વભાવમાં જ રોકાયેલો છે. આવી વાત છે.
અહીં કહે છે-પુણ્ય-પાપરૂપ સમસ્ત કર્મની દૃષ્ટિ છોડીને જે સ્વના આશ્રમમાં રોકાઈને પરિણમ્યો તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિરાકુળ આનંદના ભાવે પરિણમતો કોણ રોકી શકે ? પહેલાં તો પુણ્યના પ્રેમમાં રોકાયો હતો, અર્થાત્ પુણ્યની ચિએ તેને રોકી રાખ્યો હતો, પણ હવે જ્યાં પુણ્યભાવની રુચિ-દષ્ટિ છૂટી ગઈ ત્યાં સ્વાધીન સુખના સ્વભાવભાવે પરિણમતો એને કોણ રોકી શકે?
જેમ દરેક પદાર્થ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયની સત્તામાં છે, તેમ આ આત્મા પણ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયની સત્તામાં છે. આ અબાધિત મર્યાદા છે. આ શરીર, મન, વાણી,
સ્ત્રી-કુટુંબ, પૈસો-ટકો-એ બધી તો બહારની ચીજ છે. એ આત્માની પર્યાયમાં નથી. એની સાથે આત્માને સંબંધ શું? (કાંઈ નથી). પણ શરીર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com