________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૯૩
મારું, સ્ત્રી-કુટુંબ મારાં, પૈસો મારો–એવી જે મમતા છે તે એની એક સમયની પર્યાયમાં છે, પણ એ ચીજ કયાં એની પર્યાયમાં છે? કાંઈ વિચાર નહિ અને એમને એમ આંધળે બહેરું કૂટે રાખે છે. અહીં કહે છે એ બધાં મારાં છે એવી જે મમતા છે તે મિથ્યાત્વભાવ છે અને તે સમકિતને રોકી રાખે છે. તથા પર્યાયમાં જે વ્રતાદિના શુભભાવ થાય છે તે બંધરૂપ છે તોપણ તે ભલા છે એમ જે તુ માને છે તે પણ મિથ્યાત્વભાવ છે અને તે સમકિતને પ્રગટ થવા દેતો નથી. પરંતુ જેણે પુણ્ય-પાપની ભાવના છોડીને સ્વરૂપને આશ્રય કર્યો છે, સ્વરૂપમાં પરિણામ જોયાં છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આનંદનું પરિણમન થાય છે અને તેને તેમ પરિણમતાં કોણ રોકી શકે ? ગજબ વાત છે.
ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવની રુચિમાં જે અટક્યો છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીએ સ્તવનમાં કહ્યું છે કે-“ષ અરોચક ભાવ.” આત્માની અરુચિ અને પરની રુચિ એ વૈષ છે, ક્રોધ છે. સ્વભાવથી જે વિરુદ્ધભાવ છે તેનો પ્રેમ એ ક્રોધ છે. માટે સદાય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવે રહેલું જે જ્ઞાયકતત્ત્વ તેને પામવા માટે પુણ્યભાવની રુચિ છોડવી પડશે. એ સિવાય આત્માની રુચિ જાગ્રત નહિ થાય. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ ફરમાવે છે કે પુણ્યની રુચિ છોડીને ભગવાન જ્ઞાયકદેવ જ્યાં અંદર વિરાજે છે ત્યાં તું જા, ત્યાં તને નિરાકુલ આનંદ થશે.
જેને હજુ પુણ્યના ઠેકાણાં નથી અને નિરંકુશ પાપ-પ્રવૃત્તિમાં પડેલો છે તેની તો શું વાત કરવી? એ તો ભવસમુદ્રમાં બૂડલો છે જ. અહીં તો જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિ પુણ્યભાવમાં આવેલો છે તેને કહે છે કે-ભાઇ! જો તારે જન્મ-મરણથી, ભવભ્રમણના ૮૪ના અવતારના દુઃખથી છૂટવું હોય તો પુણ્યભાવની રુચિ છોડી દે અને અંદર જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકસ્વરૂપે વિરાજમાન છે તેમાં દષ્ટિ કર, તેમાં રમણતા-લીનતા કર; તેથી તને પરમ આનંદની પ્રાપ્તિ થશે.
બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. ૭૦૦ વર્ષનું એનું આયુષ્ય હતું. એને ૯૬OO૦ રાણીઓ, ૯૬ કરોડ ગામ અને ૯૬ ક્રોડનું પાયદળ હતું. એના વૈભવની શી વાત? સોળ હજાર દેવો તો એની સેવામાં રહેતા. એની પટરાણીની એક હજાર દેવી સેવા કરતા. તે હીરા-મણીરત્નના ઢોલિયામાં તો શયન કરતો. આ બ્રહ્મદત્ત ચક્રવર્તી મરતી વખતે કુમતિ.કુમતિ કરતાં કરતાં સાતમી નરક ગયો. મમતાની તીવ્રતાની તીખાશના ફળમાં તે એક શ્વાસોચ્છવાસની સામે ૧૧ લાખ છપ્પન હજાર પલ્યોપમના દુઃખમાં સાતમી નરકે પોઢયો. એને ૮૫ હજાર વર્ષ થયાં, હુજુ તો અસંખ્ય અબજ વર્ષનો નરકવાસ રહેશે.
અહાહા....! ચક્રવર્તી જેને પાણી માગે ત્યાં મોસંબીનાં પાણી મળે, ભોજન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com