________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૩૫
અહાહા..! વસ્તુ જે સદા ચિદાનંદસ્વરૂપ છે તે પોતે વ્યાપક થઈને-પ્રસરીને-ફેલાઈને શુદ્ધતાની અવસ્થાને વ્યાપ્યપણે પ્રાપ્ત કરે છે.
તથા વિકારના જે પરિણામ છે તે શુદ્ધ આત્મદ્રવ્યનું વ્યાપ્યકર્મ નથી તેથી પુદ્ગલકર્મ જેનું નિમિત્ત છે એવા તે વિકારના પરિણામ પુદગલકર્મનું વ્યાપ્ય કર્મ છે અને પુદગલકર્મ તેનો કર્તા છે એમ ત્યાં કહ્યું છે. અહો ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! જ્યાં જે વિવેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
આવી વાત-હવે એમાં માણસ આટલે ઊંડે પહોંચે નહિ એટલે પછી શું કરે? તેઓ બિચારા દુઃખી છે; દુઃખ ટાળીને સુખ ઇચ્છે છે, સુખને માટે મંથન પણ કરે છે, પણ એમને બિચારાને અંદર ઘેડ બેસતી નથી. પરિચય નથી ને! તેથી સમ્યક પદ્ધતિ-રીત ખ્યાલમાં આવતી નથી. તેથી વિપરીત માન્યતાવશ વિરોધ કરે છે. પણ શું થાય? તે પણ આત્મા છે ને? તેમનો અનાદર કે તિરસ્કાર ન હોય. તેઓ કરુણાને જ યોગ્ય છે. શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે ને કે
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.''
અરે ! આ તું શું કરે છે, ભગવાન! ભાઈ ! તને વર્તમાનમાં ઠીક લાગે છે પણ શુભભાવથી સમકિત થાય”—એવી વિપરીત શ્રદ્ધા વર્તમાન દુઃખરૂપ છે અને એના ફળ તરીકે દુઃખની પંરપરા ભવિષ્યમાં ધારાવાહી ચાલશે ભાઈ ! એમાં તું પીડાઈ જઈશ બાપા! ત્યારે તને કોઈ શરણ નહિ હોય ભાઈ !
અહીં આચાર્ય મહારાજ ફરમાવે છે કે શુભ અને અશુભ બેય પરિણામ અશુદ્ધ છે અને બેય બંધનના હેતુ-કારણ છે તેથી બન્ને એક જ જાતના છે; બન્નેમાં કોઈ ભેદ નથી.
વળી પુદ્ગલકર્મમાં કોઈ શાતાપણે અને કોઈ અશાતાપણે બંધાય પણ એ છે તો પુદ્ગલનો સ્વભાવ. એમાં ભેદ કયાંથી આવ્યો ?
ત્યારે કોઈ કહે છે–પણ જે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે અને શ્રી જયસેન આચાર્યની ટીકામાં પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે.
હા, પણ ભાઈ ! એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે જે શુભભાવથી તીર્થકર પ્રકૃતિ બંધાઈ એ શુભભાવનો નાશ કરશે ત્યારે તે પ્રકૃતિનો ઉદય આવશે. તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાન થશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવશે. હવે એ પ્રકૃતિના ઉદયે આત્માનું શું કર્યું? કાંઈ જ નહિ. આવી ઝીણી વાત છે, ભાઈ !
આ બધી બહારની અનુકૂળતામાં-રૂપાળું શરીર, બાગ-બંગલા, ધન-સંપત્તિ, ઈજ્જતઆબરૂ ઇત્યાદિમાં મને ઠીક છે એમ તું અંદરમાં માને છે પણ ભાઈ ! એ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com